Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૦૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શેઠને ચીડવવા નાક ઉપર આંગળી ઘસવા લાગે તારું કેવું નાક કાપ્યું તેમ જણાવવા માટે જ સમ્યગ્દષ્ટિ આત્માઓના હૈયાની ઉદારતા અને મનહર મને દશા કેવી હોય છે કે તે વખતે શ્રેષ્ઠીને આ તાપસ ઉપર જરા પણ ગુસ્સે કે દુર્ભાવ ન આબે પણ પોતાના જ કર્મનો દોષ કાઢતા વિચારવા લાગ્યા કે–મેં જે પહેલેથી દક્ષાને ગ્રહણ કરી હતી તે આ વખત ન આવત.
તે પછી તેમણે એક હજાર વણિક પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી પિતાનું કલ્યાણ સાધ્યું.
પ્ર. ૨૦૬-શ્રી કાર્તિક શ્રેષ્ઠી અને તાપસને જીવ હાલ કયાં છે ?
ઉ–શ્રી કાત્તિક શ્રેષ્ઠિનો જીવ હાલ શ્રી સૌધર્મેન્દ્ર તરીકે છે અને ગરિક તાપસને છવ શ્રી સૌધર્મેદ્રનું વાહન જે રાવણ હાથી છે તેના આભિગિક દેવ તરીકે છે. , પ્ર. ૨૦૭-સૌધર્મેદ્રને “શતક્રતુ પણ કહેવાય છે તેનું કારણ સમજાવે.
ઉ.-શ્રી કાર્તિક શેઠે, શ્રી કાર્તિક શેઠના ભાવમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓ સે (૧૦૦) વાર વહન કરી હતી તેથી તે ભવની અપેક્ષાએ તેમણે “શતક' પણ કહેવાય છે.
પ્ર. ૨૦૮-બીજા ગણાભિગનું સ્વરૂપ સમજાવે.
ઉ–ગણ એટલે ઘણુ જનો-લોકેને જે સમુદાય અથવા ગણ એટલે સવજનસગા-વહાલાને જે સમુહ તેને અભિયોગથી જે કાંઈ પ્રવૃત્તિ આવું કરવી પડે તે ગણાભિગ નામનો બીજો આગાર છે.
પ્ર. ૨૦૯–ત્રીજા આગારનું સ્વરૂપ સમજાવે.
ઉ–બલ એટલે ચાર-લુંટારા આદિ બળવાન પુરૂષની હઠના કારણે જે અનિચ્છા પૂર્વકની પ્રવૃત્તિ કરવી પડે તેને બલાભિગ નામને ત્રીજો આગાર કહ્યું છે.
પ્ર. ૨૧૦–ચેથા આગારનું સ્વરૂપ સમજાવે.
ઉ-કુલ દેવતા-ક્ષેત્ર દેવતા આદિ દેવોના દબાણથી જે પ્રવૃત્તિ કરવા પડે તેને દેવાભિગ નામને એથી આગાર કહ્યો છે.
પ્ર. ૨૧૧–પાંચમા આગારનું સ્વરુપ સમજાવે.
–ગુરુ એટલે માતા-પિતા વગેરે. અન્યત્ર કહ્યું પણ છે કે–“સજજનેના મતે માતા-પિતા-કલાચાય, જ્ઞાતિજને, વૃધ-વડિલો અને ધર્મોપદેશકે–એ ગુરૂવર્ગ કહેવાય છે.” આ ગુરૂવને જે નિગ્રહ-આગ્રહ તેના કારણે જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે તે ગુરૂ નિગ્રહાભિયોગ નામને પાંચમા આગાર કહાો છે.