Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બિહાર સરકાર ક્યાં અદાલતની તહિન કરે છે ?
[“ખુલા દિલને સંવાદ શ્રી સંમેત શિખરજી' એ શીર્ષક હેઠળ સવારના દૈનિક “પ્રવાસી'માં શનિવારથી [ગઈકાલથી] આરંભાયેલી શ્રેણીને બીજો મણ કે આજે અહીં પ્રસ્તુત છે. આ શ્રેણીમાં શ્રી સમેત શિખરજીની આસપાસ રચાયેલા વિવાદનું સંબંધિત પક્ષના શ્રેષ્ઠીઓ અને ધર્મગુરુઓની મુલાકાત લઈ નિરૂપણ કરાશે અને જે સમાજ આ પવિત્ર તીર્થને લાલુ યાદવની સરકારના મલિન ઈરાદાથી કઈ રીતે રક્ષા કરી શકે એ માટે ચર્ચા મંચ આ કટારથી વાચકોને સાંપડી રહેશે. વાચકોને પોતાના અભિપ્રાય ટુંકમાં અને મુદ્દાસર (૩૦) શબ્દાની મર્યાત્રામાં) લખી મોકલવા નિમંત્રણ છે. આ શ્રેણી સપ્તાહના સાતેય દિવસ સવારના “પ્રવાસી'માં પ્રગટ થશે.]
બાદશાહ અકબરના ફરમાનથી માંડીને દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ સુધી શ્રી સમેત શિખરજીની માલિકી, વહીવટ, અંકુશ અને કબજો વેતાંબર જૈનેના હાથમાં સંપાયેલો હતો. સાતમી જુલાઈ ૧૯૯૩ના રોજ બિહારના ગિરિડીહ જિલાની અદાલતના સબ-જજ સમક્ષ લાલુ પ્રસાદ યાદવના વડપણવાળી રાજ્ય સરકારે એક શપથનામું (એફિડેવિટ) રજૂ કર્યું. અગાઉના અદાલતી આદેશને આદર કરીને રાજ્ય સરકાર શ્રી સમેત શિખરજી પારસનાથ પર્વતના વહીવટ માટેની વ્યવસ્થામાં કઈ ફેરફાર કરવાને ઇરાદો ધરાવતી નહીં હોવાનું ભારપૂર્વક કહેવામાં આવે છે.
સરકારી અધિકારીએ, તબરે અને દિગંબરનું નવું બોર્ડ રચીને આવા કેઈ બેન કબજે સેપવાની કેઈ દરખાસ્ત કે ઈરાદે હેવાનું લાલુ સરકાર અને ભણે છે. શપથનામું શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈના વડપણ હેઠળ વેતાંબરના શેઠ આણંદજી
યાણજી ટ્રસ્ટના માલિકી, વહીવટ, અંકુશ અને કબજાને કબૂલે છે. એમાં કઈ ફેરફાર કરીને અદાલતની અવગણના કરવા જેવું પગલું નહીં ભરવાની ખાતરી આપે છે. સપષ્ટ શબ્દોમાં કહે છે કે કેઈ ફેરફારનો પ્રશ્રન ઊઠતે જ નથી.
વિશ્વાસે વહાણ ચાલે. વેતાંબરે રાજય સરકારના અદાલતમાં અપાયેલાં વચનને ભરોસે ક છે. એને ઝાઝા દિવસ થયા નથી ત્યાં બિહાર સરકારની આંખમાં સાપલિયાં રમતાં જણાય છે. ભરોસો તૂટે એવાં પગલાં સરકાર લેવાની હિલચાલ આદરે છે. હજુ તે છ મહિના માંડ વીત્યા નથી ત્યાં કયા ચમકારને કારણે શ્રી સમેત શિખરજીના વહીવટમાં ફેરફાર કરવા લાલુ સરકાર બાવરી બને છે. શ્રી સમેત શિખરજી પારસનાથ પર્વત પર કાંઈ અજુગતું બન્યું નથી. ભાવિકેને તકલીફે પડી નથી. હાપોહ થયે નથી. અશાંતિ સર્જાઈ નથી છતાં સરકાર કાયદે અને વ્યવસ્થાને પ્રશ્ન ખડો થયાનું