Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦૦ :
: શ્રી જેને શાસન (અઠવાડિક)
શ્રી વિક્રમ મહારાજા હાથી પર બેસી બહાર જતા હતા. જેનાચાર્યના જ્ઞાનની પરીક્ષા કરવા માનસિક નમસ્કાર કર્યો. આચાર્ય ભગવંતે હાથ ઉંચા કરીને ધર્મલાભ આપે. તે વખતે શ્રી વિક્રમ મહારાજાએ પૂછયું કે-અમે તે હાથ પણ જોડયા નથી નમસ્કાર પણ કર્યો નથી તે ધર્મલાભ શી રીતે આપે ? તે પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કેતમે અમને મનથી નમસ્કાર કર્યો માટે અમે તમને ધર્મલાભ આપે. તેમના આવા જ્ઞાનથી ચમત્કૃત બનેલા રાજાએ તમને “સર્વરપુત્ર” એવું બિરૂદ આપ્યું.
તેમના જ્ઞાનથી આકર્ષિત બનેલા રાજાએ તેમને રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું. દરરોજ ભિન્ન ભિન્ન કાવ્યની રચનાદિ સાથે જ્ઞાનગોષ્ઠિ થવા લાગી. તેથી આનંદિત થયેલા રાજાએ આપેલ પાલખીમાં બેસી તેઓ આવાગમન કરવા લાગ્યા. આ સમાચાર તેમના પરમતારક ગુરૂદેવને મળતાં, તેઓ તેમની ખામી દુર કરવા ગુપ્તવેષે તે જ નગરમાં આવ્યા. અને પાલખી ઉપાડનાર ભેઈના સ્થાને રહ્યા. વૃદ્ધપણુ થી પાલખી હાલમછેલમ થતી જોઈ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજા બોલી ઉઠયા કે‘તવ વાઘતિ છે” આ સાંભળતા જ તેમના ગુરૂદેવે તુરત જ કહ્યું કે “વાઘાત વાતે નર રઘ ?' આ સાંભળતા જ તેઓ સમજી ગયા કે મારા તારક ગુરૂદેવ વિના બીજું કંઈ હેય નહિ. તેઓ તરત જ પાલખીમાંથી નીચે ઉતરી ગયા અને ગુરૂદેવના પગમાં પડી પિતાની ભૂલની ક્ષમાપના માગી.
પ્રાકૃતભાષાબંધ આગમ ગ્રન્થને જોઈને રોટ્ટસિદ્ધાવાવાધ્યાવરણ ઘઃ આ પ્રમાણે સંસ્કૃતની રચના કરી પોતાના ગુરૂદેવને કહ્યું કે, આપની રજ હેય તે બધા જ સૂને હું જે પ્રકૃતિમાં નિબધ છે તેને સંસ્કૃતમાં બનાવું. ત્યારે તેમના પૂ. ગુરૂદેવે જણાવ્યું કે બાલ, સ્ત્રી, મૂખ, મંદ પ્રાણીઓના હિતને માટે સૂત્રને પ્રાકૃતમાં નિબદ્ધ કરાયા છે. તમે આવ્યું બેલ્યા માટે તમારે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. પાપભીરુ ભદ્વિગ્ન એવા તેમણે પૂ. ગુરુમહારાજે આપેલ પારાંચિત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કર્યો. ધારે તો સવયં નવે પંથ ચલાવી શકે તેવા સમર્થ આચાર્ય ભગવંત પણ પોતાના ગુરૂદેવ આગળ કેવા બાળ જેવા છે તે આના પરથી સારી રીતના સમજાય છે. અલપઝાની એવા આપણે ઉન્માર્ગને પુષ્ટિ આપનારા બની જઈએ કે તે તરફ ન ખેંચાઈ જઈએ તેની વિશેષ કાળજી રાખવાને બંધ આ પ્રસંગ આપણને આ કાળમાં તે ખાસ આપે છે.