Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 શ્રી જૈનશાસન (અઠવાડિક)
તેવી શંકા નહિ કરવી જોઇએ. કેમકે, શ્રી સરવતી દેવી એ શ્રુત-જ્ઞાનનાં દેવી છે. જ્ઞાનની પ્રાપ્તિ સદ્દગુરુ પાસેથી થાય છે. સદ્દગુરુ જ સુદેવને આળખાવે છે. અને પ પરાએ બધાનું મૂળ પણ શ્રી જિનેશ્વરદેવ જ છે. માટે ગર્ભિત રીતે શ્રીનેિશ્વરદેવને પણ નમસ્કાર કર્યાં છે.
પ્ર૦ ૫ કાના ઉપકારનો બદલેાવાળી શકાય નહિ ?
૨૨૮ :
ઉ॰ સમ્યક્ત્વનું દાન કરનારા ગુરૂ મહારાજના ઉપકારના બદલા કરાડે ભવ વડે, સઘળું અણુ કરવા છતાં પણ વાળી શકાતા નથી.
પ્ર૦ ૬ આવું' કેમ કહ્યું ?
ઉ॰ જીવને સદ્ધર્મ પમાડવા બહુ જ દુર્લભ છે. સ'સારમાં જોડનારા, સુખ આપનારા હજી મળે પણ આત્માના સસારથી વહેલામાં વહેલ નિસ્તાર થાય તેવા સદૂધમ આપનારા વિરલા જ હોય છે. વળી બીજાના ઉપકારના બદલે બીજી રીતના પણ વાળી શકાય પણ સમકિતદાતા એવા ધર્મ પમાડનારા ગુરુના ઉપકારના બદલેા કાઇ જ રીતના વાળી શકાતા નથી.
પ્ર૦ ૭ કઇ ક્રિયાએ મેાાસુખ શાથી ન આપે ?
ઉ૦ દાનાદિક બધી ક્રિયાએ સમકિત ગુણને પામ્યા વગર કયારે પણ મેાક્ષસુખ આપવા સમર્થ બનતી નથી.
પ્ર૦ ૮ આવા કાઇ આધાર જણાવી શકશે !
૭૦ સુવિહિત શિરોમણિ સમથ શાસ્ત્રકાર પરમષિ` પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘વિંશતિકા' ગ્રન્થમાં કહ્યું છે.
'दाणाइ आओ एयम्मि चेव सहलाओ हुंति किरियाओ । एयाओ वि हु जम्हा, मोक्खफलाओ पराओ अ ॥
[૬-૨૦] માટે ઉત્કૃષ્ટ
આ સમ્યક્ત્વ હાય તો જ દાનાદિ ક્રિયા સફળ થાય છે. જે એવી આ ક્રિયાએ સમ્યકૃત્ત્વપૂર્ણાંકની હાય તા જ મેાલને આપનારી બન છે. પ્ર૦ ૯ આનો ફલિતાથ શુ થયા ?
ઉ॰ આત્માએ મેાક્ષસુખ જ મેળવવા જેવુ' છે, બીજું નહિ. ધમ પણ તે માટે કરવાના છે અને સમ્યગ્દન ગુણુ પામવાનાં છે તે વિના બધું નકામું છે,
પ્ર૦ ૧૦ આ પેાતાની મતિ કલ્પિત વાત છે?
ઉ॰ ના પ્રવચન-આગમમાં પણ કર્યું છે કે, સમ્યગ્દર્શન પામેલા જ આત્મા મુકિત પામે છે. કદાચ દ્રવ્યથી ચારિત્ર ન પામ્યા હાય પણ ભાવથી તેા પામ્યા હોય. પણ સમ્યકૂથી રહિત આત્મા તા કયારે ય મુકિતસુખને પામી શકતા નથી.