Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ભાવમાં પ્રવૃત્ત થયેલા જીવનો પુરુષાર્થ નિષ્ફળ જતો નથી, તેમ શુભાશુભ ભાવોથી નિવૃત્ત થવાનો જીવનો પુરુષાર્થ પણ નિષ્ફળ જતો નથી. જેમ શુભ કે અશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલો જીવ સુગતિ કે દુર્ગતિમાં જઈ સુખ-દુઃખરૂપ ફળને અવશ્ય પામે છે, તેમ શુભાશુભ બન્ને પ્રકારના ભાવોથી નિવૃત્ત થતાં જીવ મોક્ષફળને અવશ્ય પામે છે. શ્રીગુરુ શિષ્યને મોક્ષપ્રાપ્તિની બાંહેધરી આપતાં કહે છે કે “જેમ શુભાશુભ કર્મ અફળ જતાં નથી, અર્થાત્ તે સંસારફળ અવશ્ય આપે છે; તેમ શુભાશુભ કર્મની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, અર્થાત્ તે મોક્ષફળ અવશ્ય આપે છે એમ હે સુજાણ! તું સમ્યક પ્રકારે વિચાર કરી નિશ્ચય કર.'
મિથ્યાત્વાદિ ભાવો તેમજ રાગાદિ કષાયો એ કર્મબંધનાં કારણો છે. જીવ જેમ જેમ તે કારણોને સેવે છે, તેમ તેમ તે નવાં કર્મો બાંધતો જાય છે. બાંધેલાં કર્મો કાળ પાકતાં ઉદયમાં આવીને તથા પ્રકારનાં ફળ આપે છે અને જીવે તે અવશ્ય ભોગવવાં પડે છે. પોતાના દોષના કારણે બાંધેલાં શુભ કે અશુભ કર્મોનું ફળ જીવે અવશ્ય ભોગવવું પડે છે. શિષ્યની શંકાઓના શ્રીગુરુએ આપેલ સમાધાનથી શિષ્યને આત્માના કર્તુત્વભોસ્તૃત્વની શ્રદ્ધા થાય છે. હવે મોક્ષપદની શ્રદ્ધા કરાવતાં શ્રીગુરુ શિષ્યને કહે છે કે ‘પૂર્વે જણાવેલું જીવનું કર્મ કરવાપણું અને કર્મફળ ભોગવવાપણું જેમ તેં સપ્રમાણપણે જાણ્યું છે, તેમ કર્મથી નિવર્તવાપણું પણ સારી રીતે સમજી લેવું જરૂરી છે. જેમ જેમ જીવ કર્મબંધનાં કારણોથી નિવૃત્ત થાય છે, તેમ તેમ તે કર્મબંધનથી પણ વિરામ પામતો જાય છે. તે અંશતઃ વિરામ આગળ વધતાં સર્વથા વિરામ પામે છે અને જીવનો મોક્ષ થાય છે એમ હે વિચક્ષણ! તું સારી રીતે જાણ.' વિશેષાર્થ
.જૈન દર્શનના કર્મસિદ્ધાંતમાં કર્તા, કર્મ અને કર્મફળની દષ્ટિએ કર્તાથી
" કર્મ, કર્મથી કર્મફળ અને કર્મફળથી કર્તાનો સીધો સંબંધ છે. જ્યારે પણ કોઈ જીવ સતુ-અસત્ કાર્ય કરે છે, તે ક્ષણે તેના આત્મામાં, પોતાનાં કરેલાં કાર્ય અનુસાર કર્મનો આસવ થાય છે અને કર્મના આસવ અનુસાર ઉદય થતાં જીવ પોતાનાં કરેલાં કર્મોનાં તથા પ્રકારનાં ફળ ભોગવવા માટે વિભિન્ન રૂપોમાં - વિભિન્ન યોનિઓમાં જન્મ લે છે. કર્મમલાચ્છાદિત પ્રત્યેક આત્મા જન્મ, જરા, મરણની અનંત યાતનાઓ અને અગમ્ય કષ્ટો સહન કરતો ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકે છે. નિત્યનિગોદ, ઇતર નિગોદ, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાય દરેકની સાત લાખ; પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ; લીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય દરેકની બે લાખ; દેવ, નારકી અને તિર્યંચ પ્રત્યેકની ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ એમ મળીને ચોર્યાસી લાખ યોનિઓ છે. પોતાનાં શુભાશુભ કર્માનુસાર જીવ જન્મ-મરણરૂપી શૃંખલામાં જકડાયેલો રહે છે. કર્મ જ જીવનાં પુનર્જન્મનું કારણ છે. કરેલાં કર્મો અનુસાર પુનર્જન્મ લઈ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org