Book Title: Nischaya Vyavahara
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004933/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય-વ્યવહાર, જનજામાની ઉન્નતિ અપાતિનો ઈHિIH. | (આવૃત્તિ બીજી) HDR ક્યાય વિશારદ સ્મૃતિરાજ શ્રી ભાgવજયજી ગંજાવર મહારાજ (પછીથી ૧૦૮ વર્ધમાન આયંબિલ ઓળી આરાધક શ્રી સંઘહિતચિંતક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) Jain Education ir a mal Page #2 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે નિશ્ચય-વ્યવહાર અને આત્માની ઉન્નતિ-અવનતિનો ઈતિહાસ (આવૃત્તિ બીજી) 235235523552351231232 ન્યાયવિશારદ મુનિરાજ શ્રી ભાનુવિજયજી ગણિવર મહારાજ (પછીથી ૧૦૮ વર્ધમાન આયંબિલ ઓળી આરાધક શ્રી સકળ સંઘહિતચિંતક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) છે ૨૮૪૮૮૮૮૮૮૮૮૮૮૮% 0% ૯૧ -23226239 : પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : કુમારપાળ વિ. શાહ દિવ્યદર્શન કાર્યાલય, ૩૬ કલિકુંડ સો. ધોળકા-૩૮૭ ૮૧૦ (અમદાવાદ-ગુજરાત) ફોન : ૦૭૯-૩૪૨૫૪૮૨, ૩૪૨૫૯૮૧ પડતર મૂલ્ય રૂા. ૬૦-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ અમો આભારી છીએ પૂ. પાદ ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ શ્રી સંઘહિતચિંતક (સ્વ.) આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. ની ઉપકાર સ્મૃતિમાં એમના સ્વહસ્ત લિખિત આ નિશ્ચય-વ્યવહાર પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશનમાં સ્વદ્રવ્યનો સદ્વ્યય કરનાર શ્રી સંઘ અને સુશ્રાવક-સુશ્રાવિકાઓની શુભ નામાવલી રૂ. ૨૭,૫૦૦-૦૦ પૂ. આ. શ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર તથા સા. શ્રી પ્રશમરસાશ્રીજી આદિ ઠાણાના સં. ૨૦૬૧ ના અનુમોદનીય ચોમાસાના પુણ્ય સ્મરણાર્થે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ.પૂ.જૈન તપાગચ્છ સંઘ ઘાટકોપર ઈસ્ટ, મુંબઈના જ્ઞાનખાતામાંથી. રૂ. ૬,૫૦૦-00 હંસાબેન વિનોદભાઈ શાહ હા. વનરાજ શાહ-ઈર્ષા, અંધેરી, મુંબઈ. રૂા. ૧૩,૦૦૦-૦૦ નલિનકુમાર રસિકલાલ પ્રાણજીવન મહેતા તથા અ.સૌ. જાગૃતિબેન નલિનકુમાર મહેતા પરિવાર (હાલ અમેરિકા) હા. રસિકલાલભાઈ રૂ. ૧૩,000-00 એક ગૃહસ્થ-ઈર્ષા, અંધેરી, મુંબઈ. હ. જયેશભાઈ. રૂા. ૬૦,૦૦૦-૦૦ : કુમારપાળ વિ. શાહ : દિવ્ય દર્શન ટ્રસ્ટ, ધોળકા-૩૮૭૮૧૦ (જી. અમદાવાદ) ભરત ગ્રાફિક્સ ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જગચંદ્રસૂરીશ્વર ગુરુભ્યો નમ: શ્રી શત્રુંજય તિર્થાધિરાજાધિપતિ શ્રી આદિનાથાય નમ: વર્તમાન શાસનાધિપતિ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ ય (બીજી આવૃત્તિનું) વર્ધમાન ૧૦૮ આયંબિલ ઓળીના આરાધક, શ્રી સંઘહિતચિંતક પૂજયપાદ પરમોપકારી ગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. શ્રીએ પોતે જ્યારે મુનિરાજશ્રી ભાનુવિજયજી ગણિવર હતા ત્યારે વિક્રમ સંવત ૨૦૧૨ માં “નિશ્ચય-વ્યવહાર અને આત્માની ઉન્નતિ-અવનતિનો ઈતિહાસ' નામની પુસ્તિકા લખેલી. એ વખતે એનું પ્રકાશન ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય હતું. વિ.સં. ૨૦૬૧ ચૈત્ર વદ ૧૩ (એ પૂજ્યોની વાર્ષિક તિથિ) ના રોજ ઈર્ષાશ્રી સંઘ ઉપાશ્રયમાં ગુણાનુવાદસભામાં એ તારકના આ પુસ્તક દ્વારા થયેલા અમાપ ઉપકારો યાદ આવી ગયા. આજના કાળમાં આ પુસ્તકની તે વખત કરતાં પણ અધિક જરૂર છે એવું જણાયું. શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકાઓએ પાંચસો નકલનો આર્થિક લાભ હોંશથી સ્વીકાર્યો અને આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. આ પ્રકાશનમાં સિદ્ધાંતદિવાકર સર્વાધિક શ્રમણ સાર્થવાહ પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સંયમૈકલક્ષી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જગન્સંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. ના ખૂબ આશીર્વાદ મળ્યા છે, તો મારા સંસારી બન્યું અને ગુરુ બન્યુ પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી મ. નો ખૂબ સુંદર સહકાર મળ્યો છે. એ સૌને ઋણી છું. પ્રાન્ત પુસ્તકના પઠન પાઠન દ્વારા ભવ્ય જીવો નિશ્ચય-વ્યવહાર અને ધર્મની પોતપોતાના સ્થાને ઉપયોગિતા બરાબર સમજી સમ્યગ્ધર્મ આરાધનામાં આગળ વધો એ જ શુભાભિલાષા ! પ્રથમ આવૃત્તિમાં લખાયેલ નૂતન મતવાદીના નામ આ આવૃત્તિમાં વારંવાર લખવામાંથી રદ કરેલ છે. અવિધિ આશાતનાનું મિચ્છા મિ દુક્કડમ્. ઘાટકોપર (પૂર્વ) વિ. સં. ૨૦૬૨, જ્ઞાનપંચમી - પં. ગુણસુંદરવિજયજી ગણી. Page #5 -------------------------------------------------------------------------- ________________ છે (પ્રથમ આવૃત્તિનું) , . પ્રકાશકીય નિવેદન છે ૦ ગતમાં સદ્ધર્મની સ્થાપના થયા પછી અનેક કુધર્મો નીકળી પડે છે. એ કાં તો સદ્ધર્મની નકલરૂપ હોય છે, યા તો એના પ્રતિપક્ષી તરીકે હોય છે. આ નકલી અને પ્રતિપક્ષી ધર્મો માનવ-મગજને ભ્રમિત કરી નાખે છે; જેના પરિણામે એ મનુષ્યો ધર્મના નામે શુદ્ધ પાપનું સેવન કરીને આત્મકલ્યાણ સાધવાને બદલે આત્માનું અહિત જ સાધે છે ! (૧) તે નકલી ધર્મ કયા? કહો કે જૈન ધર્મના નામ હેઠળ ચાલી પડતા કુમતો. (૨) ત્યારે પ્રતિપક્ષી ધર્મ એટલે? જૈનેતર દર્શનો. વર્તમાનમાં માત્ર શુદ્ધધર્મની એકાંત વાતો કરનાર પહેલા પ્રકારમાં ગણી શકાય. આ મત પોતાની પ્રપંચજાળમાં ભોળા જીવોને ફસાવી, તેમને અસલી જૈનધર્મની શ્રદ્ધા અને સક્રિય સાધના ચૂકાવી ભળતી જ શ્રદ્ધાસાધનામાં જોડી દે છે. આ મતના સ્થાપકે તો હવે માઝા મૂકીને સ્વમતનો પ્રચાર શરૂ કર્યો છે અને કષ્ટભીરુ ભોળી પ્રજામાં પોતાનો પગદંડો જમાવીને સત્ય જૈનધર્મના મહાનશાસ્ત્રકાર મહર્ષિઓને પણ ભાંડવાની ધૃષ્ટતા કરી રહ્યા છે. તેથી એમના મતનું નગ્ન સ્વરૂપે પ્રગટ કરવું જરૂરી લાગ્યું છે. એ માટે એ નવીન મતના મૂળમાંજ કેવી જૈનાભાસતા છે, કેવો સ્વવચન-વિરોધ છે, કેવો સ્વ-પ્રવૃત્તિવિરોધ છે, વગેરેને આ પુસ્તકમાં પૂજ્ય મુનિરાજશ્રીએ ખુલ્લું કરેલું છે. એટલું જ નહિ, બલ્ક નવીન મત કાઢનારાએ સ્વયં ખાસ માનેલા શાસ્ત્રો સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર-એમાં જ પોતાના મતના વિરુદ્ધ કેવાં પ્રતિપાદનો છે, અથવા કહો કે શાસ્ત્રોના પ્રતિપાદનથી નવીન મત કેવો વિરુદ્ધમાં જાય છે એ પણ વિસ્તારથી અને યુક્તિપુરસ્સર રીતે આ ગ્રંથમાં દર્શાવાયેલું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ V નવીન મતનો ઉપરનો દેખાવ કેટલાકને ઝટ આકર્ષી લે છે. કેમકે એ મતમાં વગર મહેનતનો ધર્મ છે! એમ છતાંય સુજ્ઞપુરુષ જરા એટલું જુએ કે “ખુદ નૂતન મત કાઢનાર ધર્મના જે સિદ્ધાન્તો અને જે રીત બતાવે છે, એ રીત અને સિદ્ધાન્ત શું પોતે પોતાના મતના આરાધનમાં અને પ્રચારમાં પાળે છે?” આટલું જોતાં જરૂર એ મતની પોકળતાનો ઘટસ્ફોટ થઈ જાય છે. એ પોકળતા આ પુસ્તકમાં ખૂબજ મુદ્દાસર અને સચોટ શાસ્ત્રાધાર અને યુક્તિપૂર્વક ખુલ્લી કરાઈ છે. આ પ્રસંગને પામીને બીજી પણ કેટલીય તાત્ત્વિક બાબતો આમાં ભરચક ભરી છે. પુસ્તકના છેલ્લા ભાગમાં આત્મોન્નતિનું અભૂતપૂર્વ સાયન્સ રજુ થયેલું છે. જેમાં આજ સુધી આત્માની કેવી અવગતિ-અધોગતિ થઈ તેનો હૃદયભેદક ઇતિહાસ અને તે સ્થિતિમાંથી હવે આત્માની ઉન્નતિ-ઉત્ક્રાન્તિ શી રીતે સધાય તેનું માર્મિક દિગ્દર્શન પૂજયપાદ ગુરુદેવશ્રીએ કરાવેલ છે. એ જેને જૈનદર્શનનો સાચો ઉન્નતિમાર્ગ જાણવો-અપનાવવો હોય તેને ખૂબજ સહાયક અને પ્રેરક બને એમ છે. પ્રાન્ત-નવીન મતનાં ફટાટોપમાં અંજાઈને ભૂલભૂલામણીમાં ન પડતાં, ભવ્ય જીવો મોક્ષમાર્ગે લઈ જનાર સાચા નિશ્ચય અને વ્યવહારના ઉભયચક્રોથી ચાલતા સાધનારથમાં બેસી અનંત કલ્યાણના કેતનમાં પહોંચે તે શુભાભિલાષા સાથે વિરમું છું. – બચુભાઈ ચી. ઝવેરી. | મુખપૃષ્ઠ ચિત્રની સમજ અર્ધદૃશ્ય સમવસરણ પરથી અનંત ઉપકારકારી શ્રી તીર્થંકર પરમાત્માની અતિશયભરી વાણીરૂપી સૂર્યના કિરણો વિશ્વ પર પથરાઈને એને પ્રકાશિત કરી રહ્યા છે. એમાં મોક્ષમાર્ગની સાધનાનો પ્રકાશ મળે છે. એ સાધનાનોરથ ગુરુવચન અને આત્મ-પુરુષાર્થરૂપી બે અશ્વથી શીઘ ચાલી શકે છે. પરંતુ તે પણ પૈડાં વિના ન ચાલી શકે. માટે સાધના અંગેની નિયષ્ટિ અને વ્યવહારદૃષ્ટિ, એ બે પૈડાં છે. ધ્યાનમાં રાખવાનું છે કે બેમાંથી એક પણ પૈડું ન હોય તો ન ચાલે. એકલી નિશ્ચયદૃષ્ટિથી મોક્ષમાર્ગની સાધના નહિ, એકલી વ્યવહારદૃષ્ટિથી પણ નહિ; કિંતુ ઉભયના સુમેળથી જ સાધનાનો રથ પૂરા વેગમાં ચાલે છે; ને તોજ તે ઉંચે ઉજ્જવળ સિદ્ધપદે પહોંચે છે, ને જો વેગ ઓછો હોય તો સ્વર્ગના ધામે પહોંચે છે. | Page #7 -------------------------------------------------------------------------- ________________ શ જૈન વાડ્મય એટલું બધું વિપુલ અને સમૃદ્ધ છે, કે આખા જીવનથી અને તેજસ્વી બુદ્ધિથી પણ એનો પાર પામવો કઠીન છે. એવા ધૃતસાગરના એક બિંદુનોય હું અનુભવી નથી. ત્યારે નિશ્ચય-વ્યવહાર જેવા જટિલ | વિષયના લેખના મુદ્રણપત્રોનું સંશોધન કરવાનું કાર્ય જે પ્રથમ | બુદ્ધિસાધ્ય હતું, એ મારા માથે આવવાથી મને મુંઝવણ આવૃત્તિના હતી. = છતાં એ જવાબદારીભર્યું કાર્ય પણ લાંબે ગાળે પૂર્ણ થયું એ બદલ આનંદ થાય છે. બિનઅનુભવી અને અજ્ઞાન એવા મારે આ પુસ્તકના મુદ્રણપત્રોનું સંશોધન કરવામાં મને અમદાવાદમાં જ વિરાજતા ૫. ૫. શ્રી કાંતિવિજયજી મહારાજ સાહેબ, પૂ. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મહારાજ સાહેબ તથા પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ સહાય કરવાની કૃપા કરી છે એટલે આ સ્થળે હું તેઓશ્રીનો અંત:કરણથી આભાર માનું છું. પુસ્તકના મુદ્રણકાર્યમાં રાધાકૃષ્ણ પ્રેસવાળા શ્રી બાબુભાઈ વગેરેના સહકાર બદલ દિવ્યદર્શન કાર્યાલય તરફથી આભાર માનું છું. પ્રૂફ જોવામાં મારા અનુપયોગાદિથી આમાં જે કાંઈ પણ ગ્રંથકાર પૂ. મુનિરાજશ્રીના આશયથી વિરુદ્ધ વચન આવી જવા પામ્યું હોય, તે બદલ હું અંતઃકરણપૂર્વકનો મિથ્યા-દુષ્કત દઉં છું. વળી છપાવવામાં દૃષ્ટિદોષ વગેરે કારણે જે કાંઈ અશુદ્ધિ રહી જવા પામી હોય તો તે સુધારી લેવાની વિનંતિ સાથે હું વિરમું છું. દિવ્યદર્શન કાર્યાલય C/o. શા. ચતુરદાસ ચીમનલાલ કાળુશીની પોળ; કાળુપુર, અમદાવાદ. વીર સં. ૨૪૮૨ પ્ર. ભાદ્ર સુદ ૧૧ સોમ શા. શાન્તિલાલ ફૂલચંદ Page #8 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. વિષય XV ઉપોદ્ઘાત –પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ ૧ નવા નિશ્ચયની પોકળતાના ચાર કારણ-મુદ્દા : ૧ મુદ્દો ૧. એને મોં-માથું નથી. પ્રમાણ-નયઃવ્યવહાર દૃષ્ટિ નિશ્ચયમૂઢ એકાંતવાદી ૪ નિશ્ચય અનેક પ્રકારે ૧૨ ૧૪ ૧૭ ૨૧ ૨૩ ૨૬ વિષય સૂચિ મુદ્દો-૨. નવો નિશ્ચય એકાંતવાદી હોઈ જૈન નથી : દાખલાઃ-૧ ચૈતન્ય પ્રતીતિપૂર્વક જ શ્રવણ ૨ શુભ નકામું, શુદ્ધ જ કામનું-નકામું એટલે ? નાખી દેવું ? ઉવેખવું ? ૩ અનંત શુભ સેવ્યાં છતાં મોક્ષ કેમ નહિ ? ઉપાદાન પણ કારણ કેમ ? ૪ પરદ્રવ્ય અકારણનો એકાંત... અનેકાંતના વિધાનો : અન્યોન્ય સાપેક્ષ એ સુનય : વ્યવહારનો ઉપકાર : શાસન શી રીતે ચાલી આવ્યું ? મુદ્દો-૩. નવા નિશ્ચયના કથનો સ્વમતની વિરુદ્ધ ૧. ગુરુદેવે બચાવ્યા૨. સંતની છાયા આધાર-૩ એમના પ્રતાપે કલ્યાણમાર્ગ મળ્યો. ૪ કલ્યાણ માગે તેને જ્ઞાનીનો ઉપદેશ મળવો જ જોઈએ : (પાછા કહે છે ‘કુગુરુના ઉપદેશથી નહિ પણ સુગુરુના ઉપદેશથી જ તત્ત્વનિર્ણય થાય-એમ જોર આપે તેમને કદી મોક્ષમાર્ગ થતો નથી.') ૫. પાત્ર જીવને નિમિત્ત તરીકે ઉપદેશ જ હોય છે. ૬. દ્રવ્યલિંગી થઈ નવમત્રૈવે૦ : (પાછા કહે છે ‘કર્મના ઉદયે વિકાર માને તેને મુનિદશાની ગંધ પણ નહિ') પરંતુ, ભાવકર્મ કેમ દ્રવ્યકર્મના પ્રકૃતિ સ્થિતિ રસને અનુસરે છે ? કાર્મણમાંથી કર્મ શી રીતે ? આત્મામાં ઔયિકભાવ કેમ ? ઉર્તના, સંક્રમણ કેમ ? અપૂર્વકરણે ગુણશ્રેણિ શી ? સંસાર કોનો ? કર્મક્ષયે Page #9 -------------------------------------------------------------------------- ________________ VIII પેજ નં. વિષય મોક્ષ? જીવવિપાકી શું? આત્મા દેવ, માનવ કેમ? દેહાકાર કેમ? પસ્થાન : કર્મકર્તા-ભોક્તા કેમ? ૩૧ પ્રશ્નો : શું વ્ય૦ અપ્રામાણિક? અસત્ય કથન? અભિધેય ખોટું? અકરણીય? અશુદ્ધિવર્ધક ? 000 ૭. “શરીરસ્થિતિ અલ્પકાળની છે માટે તત્ત્વનિર્ણય કરીને..” ૩૬ મુદ્દો-૪ : નવીન નિશ્ચયવાદીની પ્રવૃત્તિ સ્વવચનથી વિરુદ્ધ ૧. પ્રવચન હોલ બાંધકામ-૨. સુધાનિવૃત્તિ-૩. મંદિરો શા માટે-૪. માસિક મુદ્રણ-૫. લખાણમાં કલમ-૬. યંત્રમાં સુધાર-૭. ભાષણમાં કંઠ-૮. પ્રવચન-૯. પ્રશ્નોત્તરે “સાંભળો ધીરે ધીરે સમજાશે-૧૦ ગુરુ ઉપકારનું ગાન-૧૧. કુંદકુંદ ઉપકાર-૧૨. ગ્રંથકાર ઉપકાર. ૪૭ ૧૩. નિશ્ચયના વાડામાં વ્યવ૦ ની થોકબંધ લીલા, ૧૪. અભ્યાસ માટે શિક્ષણ વર્ગ-૧૫. “મારો આત્મા’ એમ કરી રાગદશા... ઉન્નતિનો માર્ગ ક્રમિક કે ઉઝુડીયો ? ટાઈફોડ તાવ-જ્ઞાનાભ્યાસ કળાકારીગરી. પ૩ સાધના જીવની કક્ષાની યોગ્ય જ જોઈએ. સ્વમતે પણ પહેલાં શ્રવણ, પણ તર્કણ ચર્ચા નહિ-કલાબાહ્ય ઉપદેશથી કતલ-કક્ષાઓ કઈ કઈ? સાધનાઓ?-નિત્ય, નૈમિત્ર કામ્ય કર્તવ્યો-ઉત્સર્ગ અપવાદ સ્વસ્થાને એક દવાએ બધા રોગ ન જાય. ૫૫ જુદી જુદી કક્ષાના જુદા જુદા ઔષધ શુભ વિકલ્પનો વ્યવહાર શો? ૬ર ગણધર ભગવાનના શબ્દ : મેઘકુમારે હાથીના ભવે કરેલી દયાથી પરિત્ત સંસાર : પોકળ આક્ષેપ : દયાદાન જરૂરી ભાવમલના ક્ષયમાં, કોમળતામાં, મનુ, આયુષ્યમાં. “વ્ય૦ ના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ' એ સિદ્ધાન્ત છતાં બે મોટી ખામી -૧. અશુભ પાપવ્યવહારની ભરપૂરતા, ૨. પોતાના શુભ વ્યવહારની ભરપૂર સાધના. Page #10 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. ૭૪ ૭૭ ৩৩ ૮૩ ૮૩ બહારની ક્રિયાથી અંદરની નિશ્ચય દશા. ८७ ૯૧ ૯૫ IX વિષય શું શુભ-અશુભ રાગ સરખા ? નિશ્ચયમાં છેલ્લે કોળીયે તૃપ્તિ, ૧૪ માને અંત સમયે ધર્મ. શ્વેતાંબરો ખરો નિશ્ચય માને છે તેના દૃષ્ટાન્ત : નિયાણું-ક્રિયામાં ભાવ, ભાવના-ધ્યાન, સમકિત વિના દાનાદિ નિષ્ફલ, અનંત દ્રવ્ય ક્રિયા, દાનાદિ ચારમાં ભાવ ધર્મ મુખ્ય, ક્રિયા તચ્ચિત્ત. = પૂ. ઉપાધ્યાયજી મહારાજ પર આક્ષેપ ઃ— ‘નિશ્ચય નય પહેલે કહે...’ ૧. ‘નહિ નિશ્ચયમેં શિષ્ય ગુરુ...' ૨. નિશ્ચયમાં કયાં ક્રિયા, કાં ફળ ? વ્યવહારમાં સળંગ અનેક ક્રિયાઓની એક મહા ક્રિયાં ગણાય તેથી અંતિમ ફળ ઘટી શકે. ગુણઠાણામાં વ્યવહાર ઃ— નિશ્ચયે કોણ કર્તા-ભોક્તા ? ૧. પદાર્થ ક્ષણિક છે. ૨. પરની ક્રિયાનો કર્તા કોઈ નથી. ૩. નિશ્ચયનયે આત્મા શુદ્ધ છે. શું નિશ્ચયનય પ્રામાણિક નથી ? :~ સાપેક્ષ દ્વન્દ્વો : ક્યારે કોની અગત્ય ? પહેલો વ્યવહાર કેમ ? દાખલા : નિશ્ચયની સાધના કે લક્ષ્ય ? : વ્યવહારૂ દાખલા. સમયસારાદિ ગ્રંથોમાં વ્યવહારનું સમર્થન ૧૦૧ કુંદકુંદ ગુંથે માળ : ગાથા આત્માનુભવમાંથી : આ અનુવાદ... જીવોને... માર્ગ બતાવો. ૧૦૩ સમય૦ ગાથા ૧૨-મુદ્દો સુદ્ધાવેલો ! સોળવલું સોનુ : ગા. ૪૬ ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે વ્યવહારનય દર્શાવવો ન્યાય સંગત જ છે. નહિતર ભસ્મની જેમ ત્રસને મસળવામાં ય અહિંસા ! - શુદ્ધ જીવને મોહનાશનો ઉદ્યમ શો ? સંસાર શો ? Page #11 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. વિષય ૧૦૯ ગા) ૧૪, વ્યવ૦ ને સર્વથા અસત્યાર્થ માનવાથી વેદાંત મત : ગા) ૨૭ વ્ય) થી આત્મા અને દેહ એક તેથી સ્તુતિ વ્યાજબી, તેમજ પ્રભુમુદ્રા દેખી શાંત ભાવનો ઉપકાર તથા વીતરાગતાનું અનુમાન. ૧૧૨ ગા) ૮૯ મોદyત્ત વગોડી તિOિા પરિણામ : ગા૦ ૧૩૫ કાર્મણ દ્રવ્ય ખરેખર જીવ સાથે બંધાય ત્યારે જીવ મિથ્યા) નો હેતુ : ૪૨-નિ) વ્ય) બંને પક્ષથી અતિક્રાન્ત સમયસાર : ૧૪૯પુણ્યપ્રકૃતિ સાથે રાગમાં પડી કર્મબંધ, પરાધીનતા, દુઃખ; ૨૭ર જીવના પરના નિમિત્તથી ભાવ થાય : ૩૨૮ એકાંતવાદીઓ કર્મનો કર્તા કર્મને જ કહે છે, આત્માને અકર્તા જ કહે છે.. જિનવાણીના વિરોધક છે. ૧૧૭ નિયમસારઃ-ગા૦૫૩-સમ્યગ્દર્શનમાં બાહ્ય નિમિત્તે જિનવાણી છે. ૧૧૯ “ચારિત્રપાહુડ ગા૦ ૩૪૧ સુvયારે નિવાસી શુદ્રનું ત્યજે પણ ઉદિષ્ટ લે એ મુનિ નથી. “જ્ઞાનાર્ણવ’ ‘મસ્ત મુવો : શુદ્ધયો’ એક પાંખે ઉડાય નહિ. “પંચાધ્યાયે: “ભાવપાહુડા ગા૦ ૭૩ દ્રવ્યલિંગ બની. પંચલબ્ધિ-નિશ્ચયાભાસી બડી બડી બાતો કરે છે. ૧૨૨ “પ્રવચનસાર' ગાઈ ૨૦૮ માં ૨૮ બાહ્યમૂલાચાર. આની ટીકામાં ‘નિર્વિકલ્પ દશા ન આવે ત્યાં સુધી આ ગુણો બરાબર પાળવા.” ગા) ૨૨૯-૫ર્ક માં. સમયસારાદિમાં નિમિત્તની અસરનું સમર્થન. ૧૨૮ કુંદકુંદાચાર્યે સીમંધર પ્રભુની વાણી સાંભળી.. ૧૨૯ અનુવાદ મેં કર્યો. મૂળ સગુરુ. ૧૩૧ સ0 ગા) ૧૨ પૂર્ણને શુદ્ધ નય : સાધકને વ્યવહારનય એ દેશક : ૧૫ વલા સુધી દર્શન ભક્તિ વગેરે વ્યવહારમાર્ગ સફલ. ૧૩૩ ગા૦ ૪૬ ધર્મતીર્થ પ્રવૃત્તિમાં નિમિત્ત. ૧૩૬ ગા) ૮૦-૮૧ જીવ નિમિત્તે પુદ્ગલ પરિણામ : મિથ : નિમિત્તે Page #12 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. XI પરિણામ. ૧૩૬ શાંતમુદ્દાદર્શનના નિમિત્તે શાંતભાવ. ૧૩૮ મોહના સંયોગે આત્મામાં ત્રણ પરિણામ. વિષય ૧૩૯ દ્રવ્યનું અસત્ સ્વાતંત્ર્ય ઃ કર્મોનો જુદો સ્વભાવ શાથી ? જીવ વિપાકી, ભવ૦ વગેરે ભેદ કેમ ? ૧૪૦ ભાવશાતા, સંક્રમ, પરિપાક, પ્રદેશોદય, કાર્પણ વર્ગણામાં અનંતગુણ રસવૃદ્ધિ કેમ ઘટે ? ૧૪૩ ગોશાલક મત. ૧૪૩ સમયસાર ગા૦ ૧૨૭, ૧૩૫, ૧૫, ૧૪૯, ૧૫૦ ૧૪૭ ૪-૫-૬૨ે એકલો બંધ ! ૨૪૮, ૧૫૯ ગા-૨૧૨ અશન ઇચ્છા. ૧૪૮ વ્યવહાર હેય, છતાં નિરર્થક નહિ. ૧૪૯ નિમિત્ત=માત્ર ‘હાજર’ નહિ, કિંતુ આવશ્યક પણ, ગા-૧૭૩-૭૬ ૧૫૩ ભાવાસવ : અન્વય-વ્યતિરેક સાકરથી શાતા ગા-- ૧૯૧-૯૬. ૧૫૬ પ્રશસ્ત રાગ : ક્ષયોપશમ, ઉપભોગ ગા-૨૦૩, ૨૧૪, ૨૧૭, ૧૬૧ શુદ્ધ-નયથી ઇચ્છા !! ગા-૨૭૨,૨૮૩,-૮૫, ૫રદ્રવ્ય નિમિત્ત! ૧૬૨ સમયસારને અંતે ટીકાકારનો ઉપકાર : આત્મજ્ઞાન, શ્રદ્ધાદિ! પ્રવચનસારમાં નિમિત્ત ૧૬૪ ગા-૧૪૭-૪૮. ૧૫૩, ૧૭૯, ૧૮૬, ૧૭૩ પ્રાણ : બંધ : નરત્વાદિ. ૧૬૬ સમયસારે : સૂર્યકાંતમણિ. ૧૬૭ નિયમસારે :ગા-૫૩ સભ્ય૦ નિમિત્ત જિનસૂત્રઃ ધવલા :~ સૂ. ૯૩ : પર્યાપ્તાને જ ૩-૪-૫-૬ ગુણઠાણાં ૧૬૮ પંચાસ્તિકાયે :– દેહમાને જીવ. Page #13 -------------------------------------------------------------------------- ________________ XII પેજ નં. વિષય ૧૬૯ ગોમટસારે - કર્મખેતર પદ્મનંદિમાં કર્મમણિથી જીવસ્ફટિકે ક્રોધાદિ વિકાર. ૧૬૯ પ્રવચન – ૨૦૭, ૨૬-૨૯, ૨૪૫, ૨૬૦ સાધુને ય શુભ ઉપયોગનો ધર્મ જરૂરી. 000 શું અશુદ્ધનયમાર્ગ એટલે અનાચરણીય? નિમિત્તકારણતા, પુણ્યની ઉપયોગિતા વ્યવહારની ઉપકારકતા, પરદ્રવ્ય પરતંત્રતાની યુક્તિ-દષ્ટાન્તો ૧૭૩ ૧ જ્ઞાને શેયવર્તના, ૨ સિદ્ધના જુદા જુદા આકાર, ૩ લોકાન્ત ગતિરોધ, ૪ પદ્રવ્યોની ઉપયોગિતા, ૫ ક્ષયરોગી સ્ત્રીથી દૂર, ૬ નિશાળીયો, ૭ નવોઢા ટેવાય છે, ૮ વ્યસન, ૯ નાનાની પ્રશંસા, ૧૦ તપ, ૧૧ જીવવિપાકી, ૧૨ કેવળીને સંસાર કેમ? ૧૩ સવ્વપાવ૦, ૧૪ મનુષ્ય-પુણ્ય જ મોક્ષ-આંખ કાને જ દર્શન શ્રવણસ્વસ્થ મન-આરોગ્ય-આર્યદેશ કુળ-સદ્ગ-પુણ્ય બાળગાડી, ૧૫ પાવાણું કમ્માણે કહ્યું પુણાણુંનહિ, ૧૬ બીજમાંથી ઘાસ થઈને પાક, ૧૭ રેચ, ૧૮-૨૬ ટપાલ-દારૂ-ચશ્મા-ભીંત ભટકણ-દર્પણ વૃષ્ટિ સર્પદંશ-જલાગ્નિ-એન્જિન. ૧૮૦ ૨૭-૩૯ દ્વારમાં આંગળી-દીવો-હળદર ખડી-શબ્દથી જ્ઞાન. સંધ્યા પાટા-રસાયણ-વ્યભિચાર-મર્મમૃત્યુ-વકિલ પાણીને ઢાળ-બ્રહ્મવાડ. ૧૮૨ ૪૦-૭૦ કુસંગ-રોટીનિમિત્તો-દિગ0પીંછી કમંડલુ-નવીન મત પ્રવૃત્તિ સાધ્વાચાર-શાસ્ત્રદાન-વિકલ્પ-સ્ત્રી ચારિત્ર અભવ્ય દેશનાજીવ સાંજન ?-કર્મ કર્તા-દ્રવ્ય ભાવ લેશ્યા-ઉદીરણા અજ્ઞાનઋષભવૈરાગ્ય-પારસ-મનયુક્ત-ઈષ્ટમાંજ રાગ-તેથી ભવસુવર્ણાશુદ્ધિ-જીવમાં મલિનતા પાધિક-કાપ-બાંધ કેમ કદાચિત્.........પ્રવૃત્તિ-બુદ્ધિ મુજબ નિર્માણ-તત્ત્વ Page #14 -------------------------------------------------------------------------- ________________ XIII. પેજ નં. વિષય સમજ...... .કાળ-સમ્ય) દલિક-રવૈયો-અગ્નિ-કાષ્ઠના કોઠા જૈન દર્શનનો નિશ્ચયનય ૧૯૦ ૧ માલા અણદેખી જે ભમતો ર આત્મા સામાયિક ૩ દ્રવ્યલિંગે ભજના ૪ સાચો જૈન પ વચનનિરપેક્ષ વ્ય૦ ૬ પરપરિણતિ ૭-૮ કિરિયા દાસી, કાણી નાવ ૯-જ્ઞાની જ્ઞાનમગન રહે-૧૦ પુદ્ગલ ખેલ-૧૨ જિમ તે ભૂલો રે મૃગ-૧૩ જે જે અંશે રે નિરુપાલિકપણું ૧૪ જે સમ્મતિ પાસહા-૧૫ પંથીજન લૂંટતા વાટ) ભિત્તિ નવિ ખડીય-૧૬ કષ્ટ કરો સંજમ ધરો... જ્ઞાનદશાવિણ જીવને. ૨૦૧ ૧૭ ષોડશકે “આશય' વિના તુચ્છ ક્રિયા, ભવ,-૧૮ દાનહરણે દીએ હરે નિજરૂપ-૧૯ અહિંસા ધર્મ કેવળ લૌકિક નીતિ-૨૦માસોપવાસી માયારંગી ગર્ભ અનંતા લેશે-૨૧ લૂંચે કેશ. જૈન મતે નિશ્ચય-વ્યવહાર બંનેય જરૂરી ૨૦૫ ૧ ભાવ લવ વ્યવહાર ગુણથી ભળે... વીણતા ચીંથરા જમતાં ઘર દહીંથરા-નીસરણી ચઢ્યા વિના... શુદ્ધ વ્ય) પર શુદ્ધ નય ભાવનાર જ્ઞાન યોગમાં જસ મન વરતે તે કિરિયા સોભાગી-૩ જિમ જિમ હૈયે ભાવે આણા, તિમ તસ કારણ સેવે-૪ છાંડે વ્યવ૦ લોપે તે જિનધર્મ ૫ ઓઘનિ સંતિ વરVT૦ વાહિર રનિસ ૬ રોગ ઘણા ઔષઘ ઘણા-૭ શિબિકા વાહક પુદ્રય નિજ નિજ વિષે શુદ્ધનિશ્ચયનય પરિણામપણાએ છે વડો તે નવિ ઘટે રે; કેમકે નિશ્ચયનય કાર્ય છે, વ્ય૦ કારણ; મિલિયા સમકિતરૂપ-પાઠ, ગીત, નૃત્યની કળા અભ્યાસ (૯) મણિશોધક સર્વ પુટ પ્રમાણ (૧૦) ચક્રીભોગ ન મળતાં સુધી નિજ ભોજન ન મૂકાય ૨૧૩ ૧૧ ક્રિયા જ્ઞાન ક્યું જલરસ જલમાંહી-૪ સુંદર પ્રશ્નો. ૨૧૭ ૧૨ નિકટ છોડી દૂરને ન ભજો . ૧૩ ભાજનભોજન મૂકી દેશાંતરે. Page #15 -------------------------------------------------------------------------- ________________ XIV પેજ નં. વિષય ૨૧૯ ૧૪ ઘોડે ચઢી મહેલે પહોંચાય-૧૫ લિંગધારીનો વ્ય૦ અશુદ્ધ-૧૬ નિશ્ચય ધર્મ ચૌદમાને અંતે. નવીનમત એ જૈનેતર મત શાથી ? ૨૨૧ ૧ શુભ-વિકલ્પ અને પ્રવૃત્તિને મોક્ષ-હેતુ માનવામાં મિથ્યાત્વ કહે છે.-૨ બાહ્ય પંચાચારને નકામા કહે છે.-૩ દેવગુરુશાસ્ત્રને અનુપકારી કહે છે-૪ શુભાશુભ નિમિત્તોની અસર નથી માનતા-૫ પુણ્ય પણ નકામું કહે છે-૬ એકાંતે ભવિતવ્યતા, નિયત ક્રમબદ્ધ પર્યાયની કારણતા માને છે-૭ સમ્યજ્ઞાનને જ ધર્મ કહે છે-૮ પર્યાયદષ્ટિ નહિ પણ માત્ર દ્રવ્યદૃષ્ટિને જરૂરી ગણે છે. આત્માની અવનતિ-ઉન્નતિનો ઇતિહાસ ૨૨૩ . આત્માનું અસલી સ્વરૂપ-મોક્ષ-સંસાર શું ?-સંસાર કોનો ? સાચો કે ભ્રમ ?-કર્મની અસર વિના અશુદ્ધિ નહિ, પરાધીનતા નહિ, વેદન નહિ. ૨૩૧ સંસાર ને કર્મ ક્યારથી ?-કારણો શા ? અનાદિ કેમ ? અનાદિનો અંત હોય ? અંતના સાધન ? મોક્ષનું પ્રથમ સાધન? ૨૩૪ સંસારનું કરુણ બયાન-નિગોદ-પુદ્ગલ પરા૦-જીવ ઉંચો કેમ આવ્યો ?-ભવોનાં દુઃખ-એ જીવના ન માનતો નવીનમત ! ૨૪૦ એની બીજી ભૂલ : સંસારહેતુ તરીકે પુણ્ય ક્રિયા માને છે. સંસાર તો સંજ્ઞા-લગની, કષાય-લાગણીને, પાપકરણી છે-નવીનમતે ભયંકર દોષો ! ૨૪૨ બે પ્રવેશ કઠીન : વ્યવહાર રાશી અને ચ૨માવર્ત. ૨૪૩ અચરમાવર્તે ધર્મક્રિયા નિષ્ફળ શાથી? મોક્ષદષ્ટિ ક્યારે? કેવી રીતે જાગે? Page #16 -------------------------------------------------------------------------- ________________ XV પેજ નં. વિષય ૨૪૫ ચરમાવર્તે ઉદ્યમ મુખ્ય : સંસાર કેવો ભયંકર ! ૨૪૮ મોક્ષદષ્ટિ માટેની સાધના. ૨૫૧ સહજ ભાવમલલય – ૩ ગુણ ૨૫૨ અપુનબંધક0-૩ ગુણ ૨૫૩ ૪ યોગ પૂર્વસેવા – ૧ ગુરુ-દેવાદિપૂજન: ૨ સદાચાર : ૩ તપ : ૪ મોક્ષનો અદ્રષ. ૨૫૬ યોગ બીજ સંગ્રહ : ભવાભિનંદિતા ત્યાગ : માર્ગાનુસારી ૩૫ ગુણ : યોગના અંગ, યમ નિયમાદિ : ૨૬૨ સમ્યક્ત : ૬૭ પ્રકારે વ્યવ૦ સમકિતની કરણી : શ્રાવકપણું : એ માટે ૭ ગુણો : ૨૬૩ શ્રાવક ચર્યા : ધર્મ યોગ્યતાના ર૧ ગુણ : ભાવશ્રાવકના છ ક્રિયાગત લક્ષણો – વ્રતકર્મી, શીલવાન, ગુણી, ઋજુવ્યવહારી, ગુરુસેવક, પ્રવચનકુશલ : ભાવ-ગત ૧૭ લક્ષણ : ૧૧ પડિમા. ૨૬૮ ઉપરોક્ત ક્રમમાં ફરક: મોક્ષરૂચિને સમકિત કેમ પ્રગટે? જ્ઞાન અને પરિણતિ. ૨૭૦ સાધુ યોગ્યતાના ૧૬ ગુણ : ખરો નિશ્ચય : નિર્ચથજીવન : ભાવ સાધુના ૭ લક્ષણ : માર્ગાનુ0 ક્રિયાપાલન, શ્રેષ્ઠ શ્રદ્ધા, પ્રજ્ઞાપનીયતા, ક્રિયામાં અપ્રમાદ, શક્ય પુરુષાર્થ, ઉચ્ચ ગુણાનુરાગ, ગુણની પરમ આરાધના. ૨૭૪ સાપેક્ષ યતિધર્મ : નિરપેક્ષ યતિધર્મ. (સમાપ્ત) Page #17 -------------------------------------------------------------------------- ________________ આ ઉપોદઘાત , નિશ્ચય અને વ્યવહારને લગતો આ ગ્રંથ હું એક વખત સળંગ વાંચી ગયો છું. ઉન્માર્ગે ચઢી ગયેલાઓને માર્ગે લાવવા માટે તથા ગુંચવાડા દૂર કરી જિજ્ઞાસુઓને સંતોષકારક સમાધાન આપવા માટે આવા એક ગ્રન્થની ખાસ અનિવાર્ય જરૂર હતી. તે જરૂરીયાત આ રીતે પૂરી પડે છે. અત્યંત સરળ ભાષા અને સહેલાઈથી સમજી શકાય તેવા દાખલાદલીલો યુક્ત આ ગ્રન્થ બહુ જ ઉપકારક થઈ પડે તેમ છે. ઉન્માર્ગ પોષકમતના સંચાલકના પોતાના જ લખાણમાંથી તેની ઉક્તિઓ ટાંકીને, તેમાં જ પ્રવર્તતો પરસ્પરનો વિરોધ બતાવવામાં પૂજ્ય મુનિરાજશ્રીએ એવી કુશળતા વાપરી છે, કે સત્ય અને વિપરીત માર્ગની સ્પષ્ટતા જીજ્ઞાસુ વાંચકોને સચોટ રીતે ઠસી જાય તેમ છે. સાથે સાથે નિશ્ચયનય અને વ્યવહારનયના વિષયવિભાગને લગતાં દૃષ્ટિબિંદુઓથી વિચારાયેલી વિચારણા જૈનશાસનમાં જે મળી આવે છે, તેનો પણ સુંદર પરિચય આ પુસ્તકમાં અપાયેલો છે. શ્વેતામ્બર શાસ્ત્રો તો જાણે કે- સર્વજ્ઞકથિત નિશ્ચયનયની પણ યથાસ્થિત વિચારણાની એવી એક અદ્દભૂત ખાણ જ છે ! નવીન મતની એકાંત-દષ્ટિની તથા ઉત્કમ અને વિપરીત વિચારણાની પ્રવૃત્તિ ઉન્માર્ગ-પોષક હોવા છતાં, તે અસ્તિત્વમાં આવ્યા પછી કેટલાકોને જે ભ્રમ થયો છે કે – “શ્વેતામ્બર શાસ્ત્રોમાં નિશ્ચયનયની દૃષ્ટિથી મોક્ષમાર્ગનો વિચાર જ નથી. અને ક્યાંક ક્યાંક છૂટો છવાયો હશે, તો તે નજીવો અને સમયસાર વગેરે દિગમ્બરાચાર્યોના ગ્રન્થોમાંથી ઉદ્ધત અને તેની અસરરૂપે છે. વ્યવહારનય તથા નિશ્ચયનયની તુલના માટે તો કાંઈ છે જ નહિ.”–આ. ભ્રમણા આજે સદંતર ભાંગી ગઈ છે. કેમકે, આ વિષય ઉપર શાસ્ત્રીય સંશોધન અને પરિશીલન સારા પ્રમાણમાં વધી ગયેલા છે. શ્વેતામ્બર શાસન પરંપરાને માન્ય શ્રી આચારાંગ, શ્રી ભગવતી સૂત્રઆદિ આગમ પંચાંગી Page #18 -------------------------------------------------------------------------- ________________ XVII અને પૂર્વાચાર્યો પ્રણીત સન્મતિતર્ક, અનેકાંત વ્યવસ્થા, ઉત્પાદાદિસિદ્ધિ, નયોપદેશ, આદિ ગ્રન્થોમાં પ્રમાણભૂત રીતે અને ખૂબ વ્યવસ્થિત રીતે નિશ્ચયનયનું પ્રતિપાદન ભર્યું પડ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિના મોક્ષમાર્ગનું, નિશ્ચયનયના આત્મધર્મનું, ઉપરાંત નિશ્ચયનય અને વ્યવહારનયની વ્યાખ્યાઓનું પ્રતિપાદન વ્યવસ્થિત થયેલું છે. પ્રામાણિક ઉપપત્તિઓ, વિશાળ પાયા પરની વિવિધ દૃષ્ટિ-બિંદુઓથી કરાયેલી તુલના, સમાલોચના અને નયોના તારતમ્યનું પ્રતિપાદન પણ એટલા જ વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે. સંખ્યાબંધ ગ્રન્થોના પાના ને પાનાઓ સુધી વિચારણાઓ અને ચર્ચાઓ ભરી પડી છે, કે-જેનું મૂળ ઠેઠ આગમ ગ્રન્થ સુધી સ્પષ્ટ અક્ષરોમાં છે ! વળી આ આગમ ગ્રન્થો વર્તમાન કોઈ પણ દિગમ્બર સંપ્રદાયના ગ્રન્થો કરતાં વધારેમાં વધારે પ્રાચીન છે ! શ્રી આચારાંગ સૂત્ર જેવા મૂળ આગમમાં તેનું સુંદર પ્રતિપાદન છે. અલબત્ તે વિસ્તૃત ને સુંદર સમજાવટવાળું છતાં સંક્ષેપમાં છે. તેથી એમ કહી શકાય કે—તે અપેક્ષાએ નિશ્ચયનયરૂપ એક જ વિષયનું લંબાણથી નિરૂપણ કરનાર ગ્રન્થ તરીકે સમયસાર વધુ વિસ્તૃત છે. છતાં તેમાં પણ કેટલુંક કવિતાની ષ્ટિએ અથવા સમજૂતી માટે ઘણી પુનરુક્તિઓ કરવામાં આવેલી છે. સમયસારનો મૂળ વિષય શ્રી આચારાંગસૂત્રની છાયારૂપે છે. પરંતુ, સમયસાર ગ્રન્થને એકાંતથી પકડીને, દિગમ્બર સંપ્રદાયના કેટલાક એકાંતવાદી થોડા વખતપૂર્વે થઈ ગયેલા વિદ્વાનોએ સમયસારની વ્યાખ્યાઓ ઉલટી સુલટી કરી મૂકી છે, અને જૈનશાસ્ત્રોની વ્યવસ્થાને ઘણી ગૂંચવણોમાં નાખી દીધી છે. પરંતુ એ નિમિત્તે શ્વેતામ્બર શાસનમાં તેનું યોગ્ય નિરસન કરનારૂં અને વિવિધ વ્યાખ્યાઓનું સ્પષ્ટીકરણ કરનારું સાહિત્ય વિશાળ પાયા પર ઉપસ્થિત થઈ ગયું છે. તેના એક સચોટ પ્રમાણ તરીકે આ પુસ્તક ઘણો જ સુંદર પ્રકાશ પાથરે છે. નિશ્ચય અને વ્યવહારને વિષે લખેલા કેટલાક નાના-મોટા નિબંધો અમારી પાસે પણ છે. પરંતુ અહીં અમારે તેની ચર્ચા કરવી નથી. કેમકે, આ પુસ્તકથી તેનું કામ કેટલુંક સરી જાય છે. આ પુસ્તક એક એવી પ્રેરણા જાગૃત કરશે, કે આ વિષયમાં રસ વધતાં વખતો વખત જુદા જુદા અભ્યાસીઓ દ્વારા ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુથી આ વિષયની છણાવટ કરતું સાહિત્ય બહાર પડ્યે જ Page #19 -------------------------------------------------------------------------- ________________ XVIII જશે. આવા સાહિત્યથી કદાચ વિપરીત આગ્રહમાં પડેલા લોકો સીધે માર્ગે ન આવે, તો પણ બીજા અજ્ઞાન છતાં સરળ અને માર્ગના ખપી જીવોના આત્મકલ્યાણની રક્ષા માટે આવા સાહિત્યની અત્યંત આવશ્યકતા છે જ. આ પ્રસંગે વિપરીત મતની ઉત્પત્તિનું મૂળ વિચારીએ, જેથી કરીને આધ્યાત્મિક જીવન સંસ્કૃતિ અને મૂળભૂત માર્ગથી જૈનશાસનથી ઉન્માર્ગો વસ્તુતઃ કેટલા દૂર છે, તેનો ખ્યાલ વાંચકોને આવશે. નિશ્ચયનયાભાસમતની ઉત્પત્તિનું મૂળ : અને પ્રચાર - વિશ્વકલ્યાણની ભાવનાવાળી વિશ્વવત્સલ મહાઅહિંસક માનવ સંસ્કૃતિ યુગોથી જે ચાલી આવે છે, તેના પર પશ્ચિમીય જડ જડવાદે જબરજસ્ત ઘા કર્યો છે, ઈ.સ. ૧૪૯૨ થી યુરોપ અને ઈ.સ. ૧૬૦૦ થી ઇંગ્લેન્ડે આગેવાન થઈ દુનિયા પર સર્વસ્વ પોતાનું જ માની લઈને સામ્રાજ્ય સ્થાપવા પગલાં ભર્યા, ત્યારથી વાસ્તવમાં મહા અશાંતિનો-છતાં શબ્દમાં નવયુગ-નવસર્જનયુગ પરિવર્તન-પ્રગતિયુગ-વગેરેના નામે આધ્યાત્મિક મહાસંસ્કૃતિના અધઃપાતનો યુગ શરૂ થયો છે. દુનિયામાં એક બાજુ ધર્મગુરુઓને બદલે હવે પ્રજાના હિતચિંતકો તથા દોરનારા તરીકે રાજદ્વારી આગેવાનો આગળ આવ્યા છે; અને બીજા બાજુ ખ્રીસ્તી ધર્મની પ્રચાર યોજનાઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે ! વિશ્વના આ આધુનિક નેતાઓને આધ્યાત્મિક ઉન્નતિને બદલે મુખ્યપણે જડની ઉન્નતિ ખપતી હતી, તેથી તેઓએ આજનું અચેતન વિજ્ઞાન અને યત્રવાદ-તથા તેના શિક્ષણ અને પ્રચારના મહાન આકર્ષણો ઊભા કર્યા, એ ઊભા થયેલાં આકર્ષણોએ લોકમાનસને આવર્જિત કર્યું. યુ.એન.ઓ. જેવી વિશ્વ સંસ્થા પણ એ સર્વની વિશેષ પ્રેરક અને પ્રગતિકારક બનાવાઈ ચૂકી છે. આ જડવાદે માણસના જન્મથી માંડી મરણ સુધીના વૈયક્તિક તથા સામુહિક ખાસ નાના મોટા જીવન વ્યવહારો પણ ઊભા કર્યા છે, જે ભારત જેવા દેશની પ્રજાના જીવન પર પણ વણી દેવાના પ્રયાસ થયા છે, જેથી પવિત્ર અધ્યાત્મ પ્રધાન આર્યસંસ્કૃતિના પાયા હચમચી ઉઠે તેવું થયું છે. પૂર્વકાળમાં અનાત્મવાદી જડદષ્ટિ ધરાવતા નાસ્તિકો હતા. પરંતુ એમને પણ પોતાનું જીવન, તો આત્મવાદી તત્ત્વજ્ઞાનના આધાર પર ચાલતા જીવનવ્યવહાર અને સાધનને આધીન રહીને, ચલાવવું પડતું હતું. તેથી સંસ્કૃતિને Page #20 -------------------------------------------------------------------------- ________________ XIX કશી આંચ સરખી આવતી નહીં. વર્તમાન પ્રગતિવાદના વ્યવહારો જેમ જેમ પૂર્વના આધ્યાત્મિક પાયા પર ચાલતા જીવન વ્યવહારોને કચડી પોતાનું સ્થાન જમાવતા જાય છે, તેમ તેમ અહિંસક મહાસંસ્કૃતિના ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પર અવલંબેલી જીવન પદ્ધતિ તથા સંસ્કૃતિ અદશ્ય થતી જાય છે, અગર મુશ્કેલીમાં મૂકાતી જાય છે. ભારતમાં અંગ્રેજો વગેરે વિદેશીયોના આગમન પછી આ બધું પ્રચાર પામી રહ્યું છે. શિક્ષણ સંસ્થાઓ વર્તમાન પત્રો, યાંત્રિક સાધનો, ભારતના મૂળભૂત આર્થિક શોષણોથી ઊભા કરેલા નવા વ્યાપક આર્થિક સાધનોની લાલચો વગેરે દ્વારા લોકોના જીવનના પ્રત્યેક અંગમાં તેની ઘેરી અસર પહોંચી રહી છે. ભારતના મહાપુરુષોએ “આત્મા છે, આત્મા નિત્ય છે, તે કર્તા ને ભોક્તા છે, તેનો મોક્ષ થાય છે, અને મોક્ષના ઉપાય છે.”– આ મૂળભૂત અને તાત્ત્વિક સત્ય આધાર પર ચાર પુરુષાર્થના સમગ્ર જીવન વ્યવહારોની તરતમતા રચી છે; અને તેથી કરીને જંગલી માનવો કરતાં સંસ્કારી માનવોને જુદા પાડ્યા છે. આના ઉપર અનેક પ્રકારના વ્યવહારો જેવા કે ૧ વ્યક્તિગત વ્યવહારો, ૨ કૌટુમ્બિક વ્ય૦, ૩ સામાજિક, ૪ પ્રજાકીય, ૫ રાજકીય, ૬ આંતરદેશીય વ્યવહારો, પુરુષના ૭-૮ સ્ત્રીના વ્ય), ૯ ધંધાદારીના વ્ય૦, ૧૦ ન્યાયખાતાના વ્ય૦, ૧૧ ધાર્મિક વ્ય), ૧૨-માર્ગાનુસારી વ્ય૦, ૧૩-સમ્યક્ત્વના-૧૪ શ્રાવકના, ૧૫ શ્રાવિકાના૧૬ સાધુના-૧૭ સાધ્વીના-૧૮ અપ્રમત્તમુનિના ૧૯ શ્રેણિગત ધ્યાનારુઢ, ૨૦ છબસ્થ વિતરાગ, ૨૧ ક્ષીણમોહ વીતરાગ, ૨૨ સયોગી કેવળજ્ઞાની, અને ૨૩ અયોગી કેવળજ્ઞાનીના વ્યવહારો રચાયેલા છે. આમાં સાત સુધીના કામપુરુષાર્થ વ્યવહારો ગણાય. ૮ થી ૧૦ સુધીના અર્થ પુરુષાર્થના વ્યવહારો, ૧૧ મા અને ૧૨ મા લૌકિક-ધાર્મિક વ્યવહારો, અને ૧૩ થી ૧૮ સુધીના લોકોત્તર ધાર્મિક વ્યવહારો ગણાય છે. બાકી વીતરાગ અને સર્વજ્ઞને શુદ્ધ આત્મ-જાગૃતિનો પ્રકાશ મુખ્ય બનવાથી વ્યવહાર ગૌણ બની જાય છે. છતાં શુકલ-ધ્યાનના પાયારૂપે વ્યવહારો ઉચ્ચ કક્ષામાં ઠેઠ સુધીમાં હોય છે, સર્વજ્ઞોને પણ ઉપદેશદાન, વિહાર, આહારગ્રહણ વગેરે વ્યવહારો હોવા છતાં તેની મુખ્યપણે ગણતરી નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ XX પહેલા ગુણ સ્થાનકે નીચી અવસ્થામાં અંશતઃ શુદ્ધભાવ હોવા છતાં માર્ગની અપેક્ષાએ તે નગણ્ય છે. ત્યારે ઉચ્ચાવસ્થામાં મુખ્યપણે પ્રાથમિક કોટિનો ગણનાપાત્ર શુદ્ધ વ્યવહાર હોય છે. “આત્મા છે વગેરે ગુણસ્થાનકોના પાયા ઉપર રચાયેલા તરતમતાવાળા વ્યવહારો શુદ્ધ છે. ત્યારે “આત્મા નથી' વગેરે માન્યતા ઉપરના વ્યવહારો અશુદ્ધ વ્યવહારો છે. શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ કોઈ પણ વ્યવહારનું પાલન કરતો હોય, ચાહે તે ધંધા અંગે હોય કે રાજય અંગે હોય, ઇત્યાદિ; તો પણ “આત્મા છે' વગેરે તત્ત્વજ્ઞાનના આધાર પરની જીવન સંસ્કૃતિનું અંગ હોવાથી અંશે શુદ્ધ વ્યવહારમાં ગણાશે. એમાં પરિવર્તન પણ એ જ ભૂમિકામાં કરી શકાય. નહિતર કક્ષા બહાર જવાથી શુદ્ધ વ્યવહારનું પોષક ન રહે. આમ એટલે અંશે શુદ્ધ વ્યવહારનું પાલન તેટલે અંશે મિથ્યાત્વ-ઉન્માર્ગ વગેરે અનિષ્ટ દૂર રહેવાનાં. યુરોપિયન વ્યવહારો આત્માની સ્વતંત્ર વિદ્યમાનતા ઉપર રચાયા નહિ હોવાથી અશુદ્ધ વ્યવહારો બની આનો સામનો કરી રહ્યા છે. આમાં અહીં, (૧) જેમણે સીધેસીધા તે યુરોપિયન વ્યવહારો અપનાવ્યા તે આગળ પડતા પ્રગતિશીલ ગણાયા. (૨) જેઓને તેમ કરવું ન હતું, તેમની આગળ પૂર્વોક્ત શુદ્ધ વ્યવહારના આકારમાં નવા વ્યવહારો મૂકાયા; જેથી તેમને પોતાનું જ સાચવ્યાનો ભાસ થાય. (૩) તેથી પણ વધારે મક્કમ લોકો પણ ચાલુજીવન ધોરણમાં તેને મળતા એવા પરિવર્તનમાં ફસાયા; કે જેથી પરંપરાએ પ્રગતિશીલમાં ભળી જાય. (૪) જયાં પરિવર્તન પણ સ્વીકાર્ય નથી; ત્યાં રક્ષા મજબુતી કે સહાય કરવાને બહાને તેના ઉપર અંકુશ મૂકવાની યોજના થઈ. મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં વ્યાપારી-ધંધાદારી અને ઔદ્યોગિક મથકો ઊભાં થયાં, તેમાં ગામડાઓમાંથી પણ ધંધા માટે આકર્ષાઈ આવેલા લોકોને પાદરીઓ, રાજકીય કુનેહબાજો, વર્તમાનપત્રો, બીજું સાહિત્ય, ઇત્યાદિ દ્વારા એવી ઈન્દ્રજાલિક શિખામણ મળવા માંડી, કે “તમારો ધર્મ ઉંચો છે, તમારા પૂર્વજો તેને સમજીને Page #22 -------------------------------------------------------------------------- ________________ XXI આચરતા હતા, તેથી સંસ્કૃતિ ઉંચી હતી, પરંતુ તમે વગર સમજે ય ધર્મ કરો છો તેમાં સંસ્કૃતિનું અધ:પતન થઈ રહ્યું છે. માટે બધું સમજીને કરતા જાઓ. વચલા ગાળામાં પેસી ગયેલી કુરૂઢીઓને ફગાવી દ્યો. તો તમારા ધર્મ તરફ સમસ્ત વિશ્વ આકર્ષાશે.” આ એક જ મંત્રની ચારે તરફ અસર ફેલાવા લાગી અને તેનો આદર કરનારા લોકોને આડકતરી રીતે ઉત્તેજન મળ્યું. ખરું જોતાં આપણા શિષ્ટ પૂર્વજોએ જાળવેલા જીવન વ્યવહારની પાછળ શુદ્ધ વ્યવહારની યોગ્ય ભૂમિકા હતી, તેથી જ લોક મિથ્યાત્વથી બચતું હતું, ભ્રમણાઓ તથા ઉન્માર્ગગામી જીવનથી બચતું હતું. પણ બધાને સમજણની ભૂમિકા નથી હોતી. પૂરા નિશ્ચયનયની ઉંચામાં ઉંચી વાતો કરવા છતાં “આત્મા નથી,” ઈત્યાદિ વિજ્ઞાનના પાયા પર રચાયેલા સારા દેખાતા વ્યવહારો અને જીવન ધોરણો એકાદિવાર ધાર્મિક જીવનમાં સારી રીતે મદદગાર થવા છતાં પરિણામે શુદ્ધ વ્યવહારોને હઠાવી, મિથ્યાત્વને નીકટ લાવે છે, તેમજ ચાર પુરુષાર્થની આધ્યાત્મિક વિજ્ઞાનથી સમર્થિત રચનાવિચારણા-શાસ્ત્રો-સાધનો વગેરેનો નાશ કરે છે. ગમે તેવા જ્ઞાનીને પણ જન્મતાંની સાથે પહેલાં તો શુદ્ધ વ્યવહાર જીવનની પ્રણાલિકામાંથી પસાર થવુ પડે છે. તેથી જ તે નિશ્ચય-મોક્ષમાર્ગ સુધી પહોંચી શકે. “તતતત્ છેરી . પિથ્થરૂપતા તેષાં પાનાં પરિવર્તિતા ” પરંપરાગત શુદ્ધ વ્યવહારના છેદ કરનારા હોવાથી આત્મા નથી” વગેરે જસ્થાન મિથ્યા છે. નિસર્ગ (સહેજે) શિવાયની નિમિત્ત પામીને થયેલી ઉન્નતિ પામેલા જીવને વિકાસની શરૂઆત કોઈને કોઈ ભવમાં અવશ્ય શુદ્ધ વ્યવહારથી જ થયેલી હોય છે. માનવજન્મ, આર્યક્ષેત્ર, વગેરે દુર્લભ સંપત્તિ પણ શુદ્ધ વ્યવહારજન્ય પુણ્યથી મળે છે. નહિ તો જીવ દુર્ગતિઓમાં ભટકતો હોય છે. એટલે “સમજીને કરો” એ ભૂતે સમજ પ્રાપ્ત થવા પૂર્વે આચારપાલન ઢીલું કરી નાખ્યું અને બીજી બાજુ સમ્યજ્ઞાનને ઠેકાણે પોતાની કેળવણીની સંસ્થાઓ ભારે જોરમાં આવી ગઈ “શુષ્ક ક્રિયાથી શું? જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કર્મ કરે છેહ” વગેરે દલીલો આગળ કરીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રો ભણવાને બદલે પશ્ચિમી જડવિજ્ઞાનના શિક્ષણનો પુરજોશમાં વેગ વધાર્યો. તેમાં નિષ્ણાત થનારને ઉંચી ડીગ્રીઓ, રાજ્યખાતા વગેરેમાં ઉંચા Page #23 -------------------------------------------------------------------------- ________________ XXII સ્થાન અને જન-સમાજમાં ઉંચી પ્રતિષ્ઠા અપાતી રહી. જડ વિજ્ઞાનના શ્રીમંત હીમાયતીઓ અને જડ વિજ્ઞાનની ડીગ્રીઓવાળાને ભલે ધર્મશ્રદ્ધા, ધર્મપ્રવૃત્તિ અને પ્રાચીન શાસ્ત્રો તથા મહર્ષિઓ ઉપર અત્યંત બહુમાન ન હોય છતાં એમને ધર્મસંસ્થાઓ અને ધર્મખાતાઓમાં આગળ પડતા હોદ્દા અપાતા ગયા; સભામાં એમને આગળ સ્થાન મળતા ગયા ! સાથે સાથે ધર્મશ્રદ્ધાળુ વર્ગને અનાત્મવાદીના શિક્ષણમાં ખેંચવા માટે ધાર્મિક જ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરેના ઓઠાં રખાયાં, તેથી એ વર્ગમાંથી પણ કેટલાક લોકો ખેંચાયા. પરંતુ, સુજ્ઞવર્ગને આ મહાચિંતાનું કારણ બન્યું છે. એ વર્ગ શુદ્ધ વ્યવહારોનો હ્રાસ અને નવી પદ્ધતિના ઝગઝગાટમાં મૂળ આધ્યાત્મિક સંસ્કરણ અને વિકસનનું રૂંધન જુએ છે. એ કહે છે કે – “પ્રગતિવાદીના ઢાંચામાં ઢળવાનું, પછી ભલે પ્રાચીન સંસ્કૃતિના રક્ષણ-વિકાસના બહાના હેઠળ હોય, પરંતુ તે દુશ્મનના લશ્કરમાં ભરતી થવા જેવું છે. અનાધ્યાત્મિક વ્યવહારોના પ્રવાહોનો ધોધ જુદા જુદા વાદો અને લાલચોની ભૂમિ ઉપર દોડી રહીને વિશ્વમાં ગુપ્ત ભાવયુદ્ધ જગાવી રહેલ છે. વર્તમાન શિક્ષિતોની સંખ્યા વધવાથી એક બાજુ તેટલા ધંધાના સ્થાન ન હોવાથી બેકારી જન્મે છે; બીજી બાજુ નવા વિદેશી ધંધા ફેલાવાથી ઘણાના જૂના ધંધા તૂટે છે. તે લોકો નવા શિક્ષણ તરફ વળી શિક્ષિત બનીને નવા ધંધામાં પ્રવેશી પાછી બેકારી વધારે છે. નવા શિક્ષણના પ્રચારમાં એક કલાક ધાર્મિકજ્ઞાનની લાલચ રાખવાથી લોકોનું વળી ઓર આકર્ષણ વધે છે. એ લોકો એવી શિક્ષણ સંસ્થા-છાત્રાલયાદિ માટે હજારો રૂપિયાના દાન કરે છે કે વિદ્યાર્થીઓ માટે ઘર કરતાંય બાદશાહી સગવડો કરે છે. એટલે પહેલાં જે અનાત્મવાદીના શિક્ષણનો ૪૦ ટકા પ્રચાર થતો હતો, તે વધીને ૫૦-૬૦-૭૦ ટકા જેવો વધી ગયો. છતાં ય ધાર્મિકતાનું સંરક્ષણ તો બાજુએ રહી ગયું છે. કેમકે-નવાં આકર્ષણો ખૂબ વધી ગયાં. જે આત્મવાદીના શુદ્ધ વ્યવહારોની મશ્કરી કરવા લાગ્યા છે. વળી કલાકના ધાર્મિકજ્ઞાનમાં પણ પ્રગતિવાદી ધોરણે એવું શિક્ષણ અપાવા માંડ્યું, કે પ્રાચીન પવિત્ર પ્રાણાલીઓ, આચારો, ધર્માત્માઓ, વગેરે તરફ નવી પ્રજાની રુચિ ઉઠતી ચાલી. ધાર્મિક-જ્ઞાન પ્રચાર થવાના થોડા લાભના ટકા દેખાડી અનાધ્યાત્મિક વ્યવહારોના ઉંડા મૂળ નંખાયા. એથી હવે સાંસ્કૃતિક શુદ્ધ Page #24 -------------------------------------------------------------------------- ________________ XXIII વ્યવહારો, ધર્મક્રિયાઓ, ધર્માચારો, શાસ્ત્રો વગેરેને ‘જૂનવાણી’ ગણી નામશેષનષ્ટ કરવાની સીધી અને આડકતરી યોજનાઓ ચાલી પડી છે. અરે ! હવે તો એ પશ્ચિમીય ઢબના શિક્ષણના મોહ અને બોજ એટલા વધી ગયા કે હવે ધાર્મિકજ્ઞાનને માટે સમય-અવકાશ નથી, એમ મનાય છે. ત્યારે ક્યાંક વળી સહેજ અવકાશ છે, તો તેમાં તુલનાત્મક દૃષ્ટિ, સમન્વય દૃષ્ટિ, અને સર્વ ધર્મ સમભાવની દૃષ્ટિથી ધાર્મિક જ્ઞાન આપવાની વાત છે. એનો સીધો અર્થ એ કે માત્ર વાંચો, જાણો; બાકી ધર્મપ્રવૃત્તિ, અને સદાચારના પ્રાચીન સુંદર આચારો મર્યાદાઓ પાળવા કરવાની કશી વાત નહિ. આ બધાની સામે પૂર્વના મહાજ્ઞાની ઋષિ-મહર્ષિઓના એકાંતે કલ્યાણકારી વચનોમાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ એમ કહે છે, કે “પૂર્વ પુરુષોએ ધર્મક્રિયાઓ અને આત્મવાદી શુદ્ધ વ્યવહારોરૂપી ઔષધની ગુટિકાઓ સમજીને જ તૈયાર કરી છે. એમાં અગમ્ય શક્તિ ભરી છે, કે— સમજીને કરો, તો વિશેષ લાભ, સમજ્યા વિના કરો તો ય તે, નાના બાળકને દૂધના વીટામીન્સ, પ્રોટેઈન્સની સમજ ન હોવા છતાં દુગ્ધપાન જેમ મહાન લાભ કરે છે, તેમ અદ્ભુત લાભ આપે છે. કદાચ એ આચરવામાં કાળ-બળે જન-માનસ તેટલું દૃઢ અને સાત્ત્વિક ન હોય, તો ય તેમાં અનાત્મવાદી અશુદ્ધ વ્યવહારોનું બનાવટી બળ ઉમેરવા જતાં મૂળ વસ્તુ જ નાશ પામશે. કેમકે— વખત જતાં તે પોતાનું સ્થાન જમાવી દેશે બીજમાંથી વડ થયા વિના રહેશે નહીં.” ય પરમાત્મા શ્રી તીર્થંકર દેવોએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને પોતે સ્થાપેલા તીર્થના શાસનના સંચાલનની જવાબદારી આચાર્ય ભગવંતોને સોંપી છે. તે પ્રમાણે આચાર્યદેવોની પરંપરા એને ઉપાડતી આવી છે. અલબત્ત એમાં ગૃહસ્થોએ સારો સહકાર આપ્યો છે, અને આપવો જોઈએ. કિંતુ સંચાલનની જવાબદારી એમણે લઈ લેવાની નહિ. પરમાત્માએ ત્યાગના આદર્શ ઉપર સ્થાપેલા ધર્મશાસનના જોખમ ત્યાગ-મૂર્તિઓ જ સારી રીતે સંભાળી શકે, વહન કરી શકે; પણ દુઃખની વાત છે, કે— આ સંબંધમાં આજે કેટલાક ગૃહસ્થોને સાધુ જેટલી, અગર સાધુથી અધિક સત્તા ચલાવવાનું ગમે છે. તે પશ્ચિમની છાયા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ XXIV આથી ત્યાગી આચાર્ય ભગવંતાદિકોએ પ્રગતિના નામે ચાલી પડેલા આધુનિક અનાત્મવાદી પ્રત્યેક વ્યવહારથી સાવધ રહેવું ઘટે. દા.ત. “પરંપરાગત શુદ્ધ વ્યવહારોની સંસ્કૃતિને ટકાવવા માટે પ્રગતિવાદીના અશુદ્ધ વ્યવહારોનો આશ્રય લેવામાં વાંધો નહિ, પણ ફાયદો છે.” એમ માનનારા વર્ગની શેહમાં તણાઈ એના સમર્થક ન બનવું જોઈએ. કારણ એ છે કે— પ્રગતિવાદીઓની એ ચાલબાજી છે, કે— પવિત્ર આર્ય દેશમાં એમનું શિક્ષણ ઘુસાડવા માટે પહેલાં જે એમની પોતાની અલ્પ ટકા શક્તિ હોય છે, તે વધારી દેવા માટે આર્ય દેશના ધાર્મિક અને ઈતિહાસના વિકૃત શિક્ષણને પોતાનામાં સ્થાન આપ્યું. આપણા લોકો ધીરે ધીરે એમાં ધાર્મિકના સંરક્ષણની દૃષ્ટિએ લલચાયા અને લાભ માની જોડાવા લાગ્યા. પણ ખબર ન રહી, કે— આ તો દુશ્મનના લશ્કરમાં ભરતી થવા જેવું હતું. પરિણામ એ આવીને ઊભું રહ્યું કે— ધાર્મિક શિક્ષણની તો હાંસી થતાં થતાં એ લગભગ કાઢી જ નાખવામાં આવ્યું. અને પાશ્ચાત્ય પ્રગતિવાદીના અશુદ્ધ વ્યવહારો સહિતના શિક્ષણમાં પ્રજાનો ઝોક ખૂબ જ વધી ગયો ત્યારે પ્રાચીન ઈતિહાસમાં ય કોણ પહેલું થયું ને કોણ પછી થયું,” એવી તારિખો વગેરેની વાતો મુખ્ય કરાઈ. અને ઐતિહાસિક પુરુષોના અનેકવિધ ઉત્તમ આર્ય આચારો, જીવન બોધપાઠ અને આર્ય તત્ત્વ-જ્ઞાન લગભગ ભૂલાયા, ત્યારે આધુનિક ઈતિહાસ, રાજકારણ, પ્રગતિવાદી નાગરિકતા અને સમાજ વ્યવસ્થાનું શિક્ષણ ખૂબ વિસ્તારાયું. સંસ્કૃતિના ઘડવૈયા અને સંરક્ષક મહાપુરુષો કે જેઓ ઇતિહાસના પ્રાણરૂપ છે; તેમને ગૌણ સ્થાન અપાયું. બીજી બાજુ, ઉપર કહ્યું તેમ-ધાર્મિક આચારો અને પવિત્ર આર્ય વ્યવહારોની મશ્કરી વધવા માંડી, એમાં વેદાંત અને જૈન દર્શનના નિશ્ચયનયના વિચારો આગળ કરાયા સાથે એમ મનાવા લાગ્યું કે— “આપણે હવે સમજીને કરીએ છીએ.” આ પ્રાશ્ચાત્ય વિકૃતિનો પ્રભાવ છે. એમાં આધ્યાત્મિકતા-પ્રિય રાજચંદ્રજી અને બીજા ફસાયા. તેથી એમના ગ્રન્થોમાં ચાલુ પરંપરા સામે વ્યક્ત-અવ્યક્ત રૂપે એમનો અણગમો દેખાય છે. પછી એ કાર્ય તો એટલી ભયંકર હદે પહોંચ્યું કે-સોનગઢના સંપ્રદાયે તો ધાર્મિક વ્યવહાર માર્ગનો સદંતર લોપ કરવા ઝંડો ઉંચક્યો. તે એમ કહીને કે—– Page #26 -------------------------------------------------------------------------- ________________ XXV “મોક્ષ પામવાનો સાચો માર્ગ એક નિશ્ચયમાર્ગ જ છે. શુદ્ધ કહેવાતા ધર્મ વ્યવહારો અને આચારોનો માર્ગ તો અનંતીએ વાર આદર્યો, છતાં કંઈ વળ્યું નથી. માટે એનો મોહ ધરવો નકામો છે. નિશ્ચયષ્ટિનો ધર્મ સાધો તો કલ્યાણ થશે.” આમ, ધર્મશાસનના પ્રાણભૂત પરંપરાગત પવિત્ર વ્યવહારો લોપવાનું ચાલ્યું. ખૂબી તો એ છે કે એમને જ ત્યાં પ્રગતિશીલ વ્યવહારોનો આશ્રય વિશેષ રીતે લેવાય છે. પવિત્ર આર્ય સંસ્કૃતિના પાયા હચમચી ઉઠે એ રીતે વળી બીજી બાજુ જમાનાવાદ ચાલ્યો. “શાસ્ત્રોએ દેશકાળ જોઈ વર્તવાનું કહ્યું છે” એવું ઓઠું ધરવામાં આવ્યું. ખરી રીતે શાસ્ત્રો જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોવાનું કહે છે, તે શુદ્ધ આત્મવાદી વ્યવહારોના બાધક દ્ર) ક્ષેતુ કાચ ભાવને ત્યજી તેને સાધક દ્રક્ષેકાવે ભાઈ ને આદરવા; પણ પરદેશીઓના અંજન એવા હતા કેપ્રગતિવાદી સભાઓના તટસ્થ દેખાવોથી દેશકાળનો સહકાર લેવાયો. ધર્મને તથા શુદ્ધ વ્યવહારોને વ્યવસ્થિત કરવાના નામે સરકારી કાયદા અને જાહેર જીવનનું સ્વરૂપ અપાવા માંડ્યું. આમ બાધક દેશકાળને ઉત્તેજન મળવાપૂર્વકની નવી રીત-રસમો પેઠી, જે આત્મવાદી શુદ્ધ વ્યવહારોને જબરદસ્ત ફટકો લગાવતી ચાલી તથા એમાં, “સુધારો,” “સમજીને કરવું, તત્ત્વજ્ઞાન' વગેરેના ભ્રામક શબ્દોથી લોકોનું આકર્ષણ વધારવા માંડ્યું. પ્રવ- પરંતુ તેમાં ખોટું શું છે? ઉ–ખોટું? આ તો હાથીના ક્લેવરની અંદર પેઠેલા કાગડાની ભ્રમણા જેવું છે. એમ માનતો હતો કે “અહીં તો રોટલો, ઓટલો બે ય મળે છે, અહીં ખોટું શું છે ?” પણ અંતે બિચારો ક્લેવર સાથે પૂરમાં તણાઈ સમુદ્રમાં ડૂબી મૂઓ ! એમ આ સગવડ અને આરામવાળી ચાલબાજીમાં આત્મવાદી શુદ્ધ વ્યવહારોનો ધીમે ધીમે ાસ થઈને ધર્મનો નાશ થાય છે, એ ખોટું છે. દા.ત. આજે ગુરુવિનય, ગુરુભક્તિ, અને ગુરુ સત્સંગ કર્યા વિના મોટા મોટા શાસ્ત્રોના ભાષાંતરો, ને વિવેચનો વાંચી લઈને વિદ્વત્તા મેળવવાની નવી પદ્ધતિએ કદાચ જ્ઞાન વધાર્યું હશે ! પણ શ્રદ્ધા, સાધુભક્તિ, સમર્પણ, વિનમ્રભાવ અને સાંસારિક વાતો પ્રત્યે વૈરાગ્યવૃત્તિ તથા એમાંથી ક્રમશ: નિવૃત્તિ-આ મહાન સાધનાઓ પર ભયંકર પ્રહાર કરી જર્જરિત કરી દીધા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ XXVI આર્ય દેશમાં તો ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ, મોક્ષ ઉપર જ બધી વ્યવસ્થા હતી. વૈદ્યક, સંગીત, જ્યોતિષના શાસ્ત્રો, પાકશાસ્ત્ર કે યાવત્ કામશાસ્ત્રોને આદર્શ માટે પણ મોક્ષ પુરુષાર્થ જ મુખ્ય હતો; આત્મા, પરલોકાદિ મૂળતત્ત્વો માનીને જ એની રચના હતી. પણ આધુનિક ઈન્દ્રજાળે એ બધા પર વહેમ અને કુઢિનો આક્ષેપ કરીને આત્મા, મોક્ષ, પુનર્જન્મ, અને ધર્મને બાદ રાખી, નવા શાસ્ત્રો સર્જવાનું કર્યું છે. રાજચંદ્રજી જેવા જો કે તીર્થંકર ભગવંતોની વિશ્વવ્યાપી મહાસંસ્કૃતિના વિરોધક ન હોય, છતાં એમણે વ્યવહાર માર્ગને ગૌણ કરીને, નવી અનાત્મવાદી પ્રગતિને જાણ્યેઅજાણ્યે સહારો આપ્યો. પછી તો એમના અનુયાયીઓએ એમની વિચારધારાને વેગ આપ્યો. શુદ્ધ વ્યવહાર માર્ગના ખાસ મૂલ્ય ન ગણી, સત્સંગશાળા, સ્વાધ્યાયશાળા જેવી જોરદાર પ્રવૃત્તિઓ ચલાવી. ત્યારે માણસને આચરવામાં એકલો સાંસારિક વિષય વ્યવહાર હોય, તો ધર્મ વ્યવહાર વિનાનો કોરો સ્વાધ્યાય અને તે પણ યોગ્ય ગુરુ નિશ્રા વિના આત્મ ઘડતર શું કરે ? તેઓનો આત્મા તો સાંસારિક વ્યવહારોથી જ ભાવિત બનવાનો. એમાં વળી નવા સાધનોના હાર્દિક ઉપયોગથી નવા વ્યવહારોમાં લેપાવાથી નવા અનર્થો શરૂ થયા. યુરોપીયનોએ ભારતમાં આવીને જે અનાત્મવાદી વ્યવહારો ફેલાવ્યા, તેનો વેગ વધતાં, જગતની જેમ અહીં પણ ચોરી, લૂંટફાટ, કોર્ટોમાં કેસો, અનારોગ્ય, આપઘાત, લજ્જાનાશ, વિનય-મર્યાદાનો નાશ, અસહિષ્ણુતા, કુટુંબના સહકારી જીવન-સાદાઈ-સ્વાશ્રયિતામાં ટકવાની અશક્તિ, ક્લેશો, સદ્ગુણોનું અપાલન, ઉપરાંત તે પ્રત્યે અરુચિ-આવા બધા દોષોથી આજે કેટલાય અનર્થો વધી રહ્યા છે ! પ્ર૦ સોનગઢના મતને ધાર્મિક સંપ્રદાય કહેવાય ? ઉ– એમ કહેવામાં ભૂલ થતી દેખાય છે કેમકે-ધાર્મિક સંપ્રદાય તો અમુક જ વિચારભેદ, મતભેદ કે આચારભેદ ધરાવતા હોય છે, બીજી રીતે તો ચાર પુરુષાર્થની સંસ્કૃતિના મોટે ભાગે પ્રચારક અને પક્ષકાર હોય છે. ત્યારે સોનગઢનો મત નિશ્ચયનયની હિમાયત હેઠળ शुद्ध ધર્મ વ્યવહારના આચાર-વિચારોના લોપને એવી રીતે પોષે છે, કે— જેથી ઉલટાના અશુદ્ધ Page #28 -------------------------------------------------------------------------- ________________ XXVII વ્યવહારોના પ્રચારને તથા અશુદ્ધ સાંસારિક વ્યવહારોની અખંડિતતાને વેગ મળે છે; ને આમ કરી લોકોને આકર્ષવા મથે છે. તેથી તે તરફ અનાત્મવાદી પાયા પર મંડાયેલા આધુનિક શિક્ષણ લીધેલાઓ જલદી આકર્ષાય, એમાં નવાઈ નથી. છતાં, પ્રબળ શ્વેતાંબર શાસન સામે એક સંપ્રદાય તરીકે ટકી શકવામાં પીઠબળ જોઈએ, તેથી દિગંબર સમયસારાદિ ગ્રન્થ, દિગંબર મંદિરના નિર્માણ વગેરે દ્વારા દિગંબર સંપ્રદાયનો સહકાર તે લે છે. છતાં, કોઈ દિગંબર આચાર્યની આજ્ઞા નીચે રહેતા નથી. અને વાસ્તવમાંદિગંબરમતને પણ વફાદાર નથી. કેમકે– એ વ્યવહાર માર્ગને જ લોપે છે. દિગંબર સંપ્રદાય પણ નીચેની કક્ષાવાળા જીવોને ઉપરની કક્ષાના શુદ્ધ વ્યવહારો તરફ દિષ્ટ રાખવા સાથે પોતાની કક્ષાના વ્યવહારોને ખાસ પાળવાના અને પાછળની કક્ષાના શુદ્ધ વ્યવહારોને છોડવાનું કહે છે. એમ આગળ વધતાં શુદ્ધ વ્યવહારની પરાકાષ્ઠાએ અશુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધ માર્ગને પકડવાનો, અને તેથી આગળ છેવટે શુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધ માર્ગને પકડવાનો હોવાનું કહે છે. ત્યારે આ મત તો પહેલેથી જ એકલો શુદ્ધ નિશ્ચય ઉપદેશે છે. છતાં દિગંબરો પણ આ મતમાં પોતાના કેટલાક સિદ્ધાન્તો અને દેવમંદિરોના પ્રચાર માટે, તથા શ્વેતાંબર શાસન અને શાસ્ત્રોનું ખંડન થતું જોઈ આર્થિકાદિ સહાય આપે છે; પણ ખરૂં જોતાં દિગંબર-મત તો જિનોક્ત આત્મવાદ, ચાર પુરુષાર્થના આધાર ઉપરના શુદ્ધ વ્યવહારોનો પક્ષકાર છે. ત્યારે સોનગઢનો નિશ્ચય મત એ બધું તદનુકૂળ સાહિત્ય, સ્વાધ્યાય-મંદિર, દેવ-મંદિરાદિ વ્યવહારોને તદ્દન નકામા અને આત્મોન્નતિમાં બાધક માને છે. છતાં એનો આશ્રય લે છે. એ ધાર્મિક સંપ્રદાયમાં ખપવાની ચાલબાજી સિવાય શું છે ? બીજી બાજુ સ્વમત પ્રચારાર્થે આધુનિક સાધનોનો નિઃશૂકપણે બહોળો ઉપયોગ, આધુનિક લોકશાહી ધોરણે વ્યવસ્થા, આધુનિક ઢબની રહેણીકરણી-દેખાવ-શોભા-આકર્ષણોની વૃત્તિ-આ બધું સૂચવે છે, કેઆત્માના શુદ્ધ સ્વરૂપની વાતોની સરદારી નીચે કેવળ જડવાદની જીવન પ્રણાલિકાના વ્યવહારોના પ્રચારનું જ એ મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. જન સમાજમાં કોઈક ને જ નિશ્ચયનય સમજવામાં આવ્યો હોય છે. મોટા ભાગના ખ્યાલમાં એ નથી, કે— “નિશ્ચયનયના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના મુનિને કે તેવા ઉચ્ચ કક્ષાના આત્માને જ Page #29 -------------------------------------------------------------------------- ________________ XXVIII પ્રાપ્ય હોય છે, તે પોતાને ક્યાંથી પ્રાપ્ય હોય ? છતાં, નિશ્ચયની ભૂમિકા પોતાના જીવનમાં ઉતારવાની ભ્રમણામાં પડી ઉલટું પરાપૂર્વથી કુળમાં ચાલ્યા આવતા શુદ્ધ વ્યવહારોને તિલાંજલિ આપે છે. તથા જીવનમાં વ્યવહારો તો જોઈએ જ છે, તેથી નવા અશુદ્ધ પ્રગતિશીલ વ્યવહારોને એ અપનાવે છે. તેથી જાણે-અજાણે ઘરમાં અનાત્મવાદી વ્યવહારો અને વિચારો સ્થાન પામે છે, આનું પરિણામ એ આવે છે, કે-સર્વ ધર્મ સમન્વય, વિશ્વનો એક ધર્મ, વગેરેના નામ હેઠલ જ્યારે રૂઢિ વગરની આધુનિક વિજ્ઞાનના પાયા પરની કોઈ નવી યોજના બહાર પડશે ત્યારે આ જન સમાજ એમાં ભળી જશે, અને નવા સોનગઢ મતને પણ લાત મારશે ! મિથ્યાત્વધ્વંસી શુદ્ધ વ્યવહારોનો લોપ કરાવીને બીજું પરિણામ લાવી શકાય નહિ. જોવાનું તો એ છે કે હજી ઢગલાબંધ અશુદ્ધ વ્યવહારોમાં જે જીવો પલોટાયેલા રહે છે અને ધર્મ માર્ગે આકર્ષી અંતરમાંથી મિથ્યાત્વ મૂકાવવા ભરપુર શુદ્ધ વ્યવહારોનો ઉપદેશ અને અમલ આવશ્યક અને હિતકારી છે. ઉપદેશક પણ શુદ્ધ વ્યવહારોનું પાલન નહિ દેખાડે તો પેલાને ધર્મની શ્રદ્ધા નહિ કરાવી શકે. શુદ્ધ નિશ્ચય નયનો માર્ગ, અશુદ્ધ નિશ્ચય નયનો માર્ગ અને પરાકાષ્ઠાનો શુદ્ધ વ્યવહાર માર્ગ આ ત્રણને જાણવા-સમજવા એક વાત છે, અને અમલમાં ઉતારવા એ બીજી વાત છે. પ્લાન બનાવવો. ગણતરી મૂકવી, એ જુદી વસ્તુ છે, અને ખરેખર ઈમારત રચી ઊભી કરવી એ જુદી ચીજ છે. એની એની ભૂમિકાએ એ માર્ગ અમલમાં ઉતારી શકાય છે. કુંદકુંદાચાર્યે પણ જે સમયસાર-પ્રવચનસાર ગ્રન્થ રચ્યા તે પણ વ્યવહાર માર્ગનો લોપ કરવા નહિ. તે નિર્વિકલ્પદશા ન આવે ત્યાં સુધી વ્યવહાર માર્ગની આવશ્યકતા બતાવે જ છે. એમણે તો એમની પૂર્વે શ્રી ગણધર ભગવાનથી રચાયેલા શ્રી આચારાંગ આદિ સૂત્રોમાં આત્મા, સમ્યક્ત, મુનિપણું, વગેરે અંગે કહેવાયેલ નિશ્ચયનયના પદાર્થનો સાર લઈને સમય સારાદિ બતાવ્યા છે. દા.ત. શ્વેતામ્બર શાસ્ત્રો ૧. વ્યવહારનયથી ક્રિયા, ઈન્દ્રિયો વગેરેને આશ્રવ કહે છે; પણ તે દ્રવ્ય આશ્રવો; ૨. અશુદ્ધ નિશ્ચયનયથી રાગદ્વેષના પરિણામને આશ્રવ કહે છે; ૩. શુદ્ધનિશ્ચય દષ્ટિથી આત્માને અનાશ્રવ કહે છે. કેમકે શુદ્ધ નિશ્ચયનય માત્ર દ્રવ્યાર્થિક દૃષ્ટિવાળો Page #30 -------------------------------------------------------------------------- ________________ XXIX ક છે; તેથી આશ્રવ-સંવરાદિ પર્યાય તરફ જોતો જ નથી. એવું જ સંવરમાં ભાવના-પરિષહ, ચારિત્ર વગેરે વ્યવહારથી સંવર છે. આત્માના જ્ઞાનાદિક ગુણો એ અશુદ્ધ નિશ્ચયનયથી સંવર છે. અને શુદ્ધ નિશ્ચયનયે તો આત્મા જ સંવર છે. આમાં અશુદ્ધ નિશ્ચયનયવાળો વ્યવહારને વ્યવહારમૂઢ કહે તે બરાબર છે; અને શુદ્ધ નિશ્ચયવાળો અશુદ્ધ નિશ્ચયનયવાળાને ભેદમાં મુંઝાયેલો કહે તે બરાબર છે. કેમકે એ શુદ્ધ નિશ્ચય તો સમ્યજ્ઞાન કહો, કે સમ્યફ ચારિત્ર કહો, બધું શુદ્ધ ચેતના જ છે, એમ કહે છે. શ્વેતાંબર શાસ્ત્રોમાં બીજે પણ આ વિવેક ઠામ ઠામ જોવા મળે છે. કહ્યું છે “વ્યવહારવિમૂઢતુ હેતુસ્તાનેવ મતે . વોશિયારતત્વીતતતત્ત્વ ગૂઢ જ પતિ ” વ્યવહાર-મૂઢ જીવ બાહ્ય ક્રિયામાં રક્ત હોવાથી અંદરનું ગૂઢ રહસ્ય જોતો નથી. માત્ર સંવરના કારણોને જ સંવર માની બેસે છે. "अशुद्धनयतश्चैव संवराश्रवसंकथा। संसारिणां च सिद्धानां, न शुद्धनयतो fમા ” સંવર, આશ્રવની વાત પણ અશુદ્ધનયથી જ છે. શુદ્ધ નથી તો સંસારી આત્મા અને મુક્ત આત્મા વચ્ચે કાંઈ ભેદ નથી. જૈન શાસન વિવિધ નયની દષ્ટિથી તત્ત્વોને વિવેચે છે. તેથી તેના જુદા જુદા ગ્રન્થ અને પ્રકરણો આજે પણ ઉપલબ્ધ છે, આ હિસાબો સમયસાર ગ્રન્થ વ્યવહારની ઉપરની અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયવાળી કક્ષાએ પ્રરૂપે એમાં નવાઈ નથી. તેમ નિશ્ચય નયના વિવેચનમાં એનો વ્યવહાર સાથેનો વિરોધ સંપૂર્ણતયા પ્રરૂપાય એ પણ સહજ છે. બાકી દિગંબર-શ્વેતાંબર શાસ્ત્રોમાં બીજી રીતે વિચારણા ભરી પડી છે. દા.ત. વ્યવહાર નથી સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકે આભ્યાન્તર રીતે દર્શન મોહના ક્ષયોપશમાદિથી હોય; અને ૧ લે ગુણઠાણે સમ્યકત્વના બાહ્ય આચાર વ્યવહારોથી હોય. અશુદ્ધ નિશ્ચયનયથી સમ્યકત્વ ૭મે ગુણઠાણે અપ્રમત્ત મુનિને હોય, ત્યાં શુદ્ધનયથી તો આત્મા જ દર્શન-જ્ઞાન-ચરિત્ર છે. એમ વ્યવહારનયથી સમ્મારિત્ર પણે ગુણઠાણેથી ૧૦મા સુધી હોય છે, અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર ૧૧મેથી યથાખ્યાત ચારિત્ર નામનું હોય છે. શુદ્ધ નિશ્ચયથી ચારિત્ર આત્મા જ છે. જે. શાસ્ત્રોમાં નિશ્ચય ક્યાં ઓછો કહ્યો છે? ત્યારે, શ્વેતાંબર શાસ્ત્રોની જેમ દિગંબરમતમાં બીજા શાસ્ત્રો વ્યવહાર નથી અને સમયસાર અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયનયથી મોક્ષમાર્ગનું વર્ણન કરે છે. પણ તેથી કાંઈ સમયસારના કર્તાને વ્યવહારનય અને એના પ્રરૂપક શાસ્ત્રો Page #31 -------------------------------------------------------------------------- ________________ XXX અમાન્ય નથી. માત્ર એટલું છે કે સાતમા ગુણઠાણાથી આગળ મોક્ષમાર્ગ કેવા સ્વરૂપે હોય તેનું વર્ણન સમયસારમાં કરે ત્યાં તે સાતમાવાળો તે નયની અપેક્ષાએ નીચેના વ્યવહારનય માર્ગના ગુણઠાણામાં પટકાઈ ન જાય તેથી વ્યવહા૨મૂઢતા વગેરે શબ્દથી તેની નિંદા કરે તે સ્વાભાવિક છે. શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ રોજનો નિયમ જોવાય છે. વળી નિશ્ચય-નયની અપેક્ષાએ વ્યવહારનય અભૂતાર્થ કહેવાય તે બરાબર છે. પણ આમાં એવું ક્યાં આવ્યું કે નીચેના ગુણઠાણાવાળાનેય વ્યવહારનયમાર્ગ ઝેર સમાન છે ? તેમ તેમને પણ નિશ્ચયનયનો જ માર્ગ જોઈએ, એવું ક્યાં આવ્યું ? શુક્લધ્યાનના બીજા પાયામાં કેવળ સંગ્રહનયની અપેક્ષાએ શુદ્ધ દ્રવ્યાત્મકનય સાપેક્ષથી આત્મામાં જ્ઞાનાદિ ગુણોનો પણ અભેદ ભાસે છે. આ સૂક્ષ્મ શબ્દનયના કોઈ ભેદની અપેક્ષાએ છે. ત્યારે છેલ્લે એવંભૂતનયના હિસાબે શૈલેશી મોક્ષમાર્ગ છે. આ નયના ઘરની વાત કરવા માટે સમયસાર ગ્રન્થ વ્યવહારના સ્વરૂપને જરાય મહત્ત્વ ન આપે, કે વ્યવહારને નકામો ગણે, એમાં ચમકવા જેવું શું છે ? શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે અમુક મતભેદો હોવા છતાં બંને ય અનેકાંતવાદ ખાસ માને છે; અને તેથી જ તે તે નયની ભૂમિકામાં તેની તેની વાતો ઉપદેશે છે. પણ સોનગઢ મત કાઢનારને પૂર્વાવસ્થામાં સ્થાનકવાસી સંપ્રદાયમાં માત્ર મૂળ ૩૨ આગમ મનાતા હોવાથી આ બંનેના તેવા તેવા શાસ્ત્રોના પરિચય તેમજ ગુરુગમ મળ્યા નહિ; એટલે વિવિધ નયો, એની ભૂમિકાઓ અને એને માન્ય માર્ગો તથા પદાર્થોનો તલસ્પર્શી બોધ ક્યાંથી મળે ? પણ સમયસાર ક્યાંકથી હાથ પર ચઢી ગયો, અને એકલો તે વાંચતા તો ‘અધધ’ થઈ પડ્યું ! ‘ઞધનેન ધન પ્રાપ્ત' નિર્ધનને ધન મળ્યું, ને જેમ નાચવા-કૂદવા મંડી પડે, એમ આ સમયસાર પર જ મુસ્તાક બની માત્ર એને જ જૈન તત્ત્વ સમજી બેઠા. પછી જરા વ્યાખ્યાનશક્તિ હતી તેથી ભક્તો આકર્ષાયા. એ ભક્તો જૈનતત્ત્વોના દરીયાના સરાસર અજ્ઞાનને લીધે આમને ‘શ્રુતકેવળી’ ના બિરુદની લાણી કરવા નીકળી પડ્યા ! તેમજ એમની પરિભાષા ગોખી એના પર નાચવા મંડ્યા. ‘નિમિત્તઉપાદાન’, ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરતું નથી', Page #32 -------------------------------------------------------------------------- ________________ XXXI વ્યવહાર ખોટો, નિશ્ચય સાચો’, ‘અશુભ-શુભ-શુદ્ધ’, ‘શુભથી આત્માનું ભલું થાય નહિ’, વગેરે વગેરે એકાંત કથનો ચાલ્યા ! આમાં મર્મને, અપેક્ષાને, અને આ સિવાયના જૈન તત્ત્વો અને નયોના મહાસાગરને ન જાણવાને લીધે બિચારા કૂપમંડુકની જેમ એટલા જ એકાંતવાદના ચોકઠામાં સપડાઈ બેઠા ! ખરૂં જોતાં જેમ, જૈન શાસ્ત્રોમાં એક પ્રતિપાદન એ આવે છે કે ‘સમ્યકત્વ વિનાની કરણી બધી નકામી.' એટલે એથી સમ્યકત્વની ભૂમિકાવાળાને મિથ્યાત્વની ભૂમિકા અનુપાદેય બની ગઈ, પણ મંદ મિથ્યાત્વીને સમ્યકત્વ સન્મુખ લઈ જનારી કરણી અનુપાદેય નહિ. તેવી રીતે સમયસાર ગ્રંથ સાતમા ગુણઠાણાના સમ્યગ્દર્શનની દૃષ્ટિમાં નીચેના ગુણસ્થાનકના વ્યવહાર માર્ગને અનુપાદેય ગણે તે સ્વાભાવિક છે. બસ, આમાંથી સોનગઢમતીને ભ્રમણા ઊભી થઈ, અને છડેચોક એમણે નીચેના ગુણઠાણાવાળાને પણ વ્યવહાર માર્ગનો નિષેધ કરવા માંડ્યો; ને નિશ્ચયની જ ઉપાદેયતા બતાવવા માંડી ! સાથે સાચે જ શ્રુતકેવલીનું સ્મરણ કરાવનાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જેવા પર વ્યવહારમૂઢનો આક્ષેપ કરવા લાગ્યા ! અજ્ઞાનતામાં કેફમાં આવું બનવાની નવાઈ નથી. નહિતર આજના એ કહેવાતા શ્રુતકેવલી મતપ્રવર્તકમાં જે મહાપુરુષના રચેલા સેંકડો શાસ્ત્રોને પોતે રચવાની શક્તિની વાત તો દૂર પણ એની થોડી પંક્તિ લગાવવાની પણ શક્તિ નથી, તે મહાપુરુષ ઉપર મૂઢનો આક્ષેપ કરતાં એમની જીભ કેમ ન થથરે ? પૂ. ઉપાધ્યાયજી મહારાજના શાસ્ત્રો જોતાં તો લાગે છે કે એમની નજર સામે શ્વેતાંબર-દિગંબરના તમામ શાસ્ત્રોના પદાર્થો તરવરતા હતા. એટલું જ નહિ પણ એ ભારતીય અન્ય દર્શનોના અઢળક શાસ્ત્રોના તલસ્પર્શી બોધ ધરાવતા હતા. તેથી જ એ દર્શનોની સામે જૈન-દર્શનની વિશિષ્ટતા એમણે ઠામઠામ પૂરવાર કરી આપી છે. તેમજ નય, નિક્ષેપ, પ્રમાણ, પંચજ્ઞાન, કર્મપ્રકૃતિ, અધ્યાત્મ, તર્ક, સિદ્ધાન્ત-રહસ્યો, વગેરે ઉપર અનેકાનેક શાસ્ત્રો રચ્યા છે. એ નિશ્ચય-વ્યવહાર બંનેને યોગ્ય ન્યાય આપે છે. અરે ! એમની નજર નીચે નીકળેલો અને ટિપ્પણથી અલંકારયેલો ‘ધર્મસંગ્રહ’ ગ્રંથ પણ નિશ્ચય-વ્યવહારનો કેવો ભેદ બતાવે છે, નિશ્ચયનું કેવું યથાર્થ સ્વરૂપ કહે છે તે જુઓ. Page #33 -------------------------------------------------------------------------- ________________ XXXII ‘ધર્મસંગ્રહ’ શાસ્ત્રમાં સમ્યકત્વના નિશ્ચય-વ્યવહાર ભેદ બતાવતાં કહ્યું, “નિશ્ચયથી સમ્યકત્વ જ્ઞાનાદિમય આત્મા છે. વ્યવહારથી તે સમ્યકત્વના હેતુઓથી છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિમય એટલે તો ભાવચારિત્રરૂપ જ સમ્યકત્વ થયું તેનું કેમ ? એનો ઉત્તર એ છે કે વાત બરાબર છે. નિશ્ચયનય સદ્ આચરણાવાળી શ્રદ્ધાને જ સમ્યકત્વ માને છે. તેથી તે ૭ મે ગુણઠાણે આવવાનું કહે છે. ચારિત્ર એ કાર્ય, અને સમ્યકૂશ્રદ્ધા એ કારણ-એવો ભેદ છતાં નિશ્ચયનય ક્રિયાસહિતને જ અને ક્રિયાકાલેજ કારણ માને છે. તેથી કારણ કાર્યરૂપ બને છે. તે હિસાબે સમ્યગ્દર્શન ભાવ ચારિત્ર સ્વરૂપ થાય છે. શ્રેણિકાદિને ક્ષાયિક સમ્યકત્વ હોવા છતાં આવું નિશ્ચયનયનું સમ્યગ્દર્શન ન હોવામાં સિદ્ધાન્ત દોષ નથી. ભગવાન શ્રી આચારાંગ સૂત્ર ‘નં સમ્મતિ પાસા તે મોળું તિ પાસા...' વગે૨ે પણ એજ કહે છે કે “જે સમ્યગ્દર્શન છે તેજ ‘મૌન’=મુનિપણું (ચારિત્ર) છે, જે મુનિપણું છે, તે જ સમ્યગ્દર્શન છે. તે ઈન્દ્રિયાસક્ત, કુટુંબ-મમત્વી વગેરે ગૃહસ્થથી શક્ય નથી.” અહીં કારકસમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ બંને (ક્રિયાકાર્ય) લક્ષી હોવાથી એકરૂપ નહિ બને ? એવા પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકારે કહ્યું કે “ના, વિશેષણોથી બંને જુદા છે. ‘યિોપહિતત્વ કાર્યસહિતપણું'! એ કારકનું વિશેષણ છે; ને ‘જ્ઞાનામિયત્ન’-જ્ઞાનચારિત્રરૂપતા' એ નિશ્ચય સમક્તિનું વિશેષણ છે.’’ આ અશુદ્ધ નિશ્ચયનયની વાત થઈ. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ શાસ્ત્રે કહ્યું કે ગયા સમાજ્ઞા—આત્મા જ સામાયિક છે. સમર્થ શાસ્ત્રકાર આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ‘વિંશતિવિંશિકા’ માં કહ્યું કે “અથવા સૂત્રમાં સુંદર રૂપે વર્ણવાયેલ નિશ્ચય સમ્યક્ત્વમાં શમસંવેગાદિનો નિયોગ જાણવો. અથવા, ‘જ્ઞાનાદિમય’ લક્ષણ ભિન્ન ભિન્ન નયથી આ પ્રમાણે જાણવું. જ્ઞાનપ્રધાન નયના અભિપ્રાયે વિશિષ્ટ જ્ઞાનદશા એ નિ સમ્યક્ત્વ. ચારિત્રપ્રધાન નયે ભાવચારિત્ર એ નિ સમ્યક્ત્વ; ઇત્યાદિ. અથવા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે કે ‘આત્મવ વર્શનજ્ઞાનચારિત્રાળથવા યતેઃ !' આત્મા એજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ XXXIII છે;-એવું આત્માના પરિણામને જ તત્ત્વ માનનાર માને છે. આવી આવી નયદષ્ટિની અનેક વાતો શ્વેતાંબર શાસ્ત્રોમાં ભરી પડી છે. ત્યાં એમ કહેવું કે “સોનગઢી સંતે શ્વેતાંબર શાસ્ત્રોમાં નહોતું એ ખરૂં તત્ત્વ બતાવ્યું, – એ સરાસર અજ્ઞાન અને ભ્રાન્ત દશા છે. સોનગઢી મતના કેટલાક સ્થાપિત પ્રતિપાદનો અંગે જુઓ – (૧) વ્યવહારનયે ઉપાદાન-નિમિત્ત બંને કારણ હોય છે, અને અપેક્ષાએ ગૌણ મુખ્ય હોય છે. અશુદ્ધ નિશ્ચયનયે ઉપાદાન મુખ્ય કારણ છે. શુદ્ધ નિશ્ચયનયે કાર્ય કારણભાવ જ ન હોવાથી કોઈ જ કારણ નથી. આ વસ્તુસ્થિતિમાં નિમિત્ત માત્ર હાજર હોય છે એટલું જ, – એમ કહી “કારણ” શબ્દ છૂપાવવો એ અજ્ઞાન દશા છે. કેમકે એકલી “નિમિત્ત' જેવી કોઈ વસ્તુ જ નથી; કાર્યમાં હેતુભૂત બને ત્યારે તો નિમિત્ત કહેવાય છે. એટલે નિમિત્ત કારણ બોલવું જોઈએ. પણ “કારણ' કહેવામાં એને ઉત્પાદક માનવું પડે છે; એ એમને પાલવતું નથી. (૨) “નિશ્ચય નય ભૂતાર્થ છે, – એ કથન “ભૂતાર્થ એટલે પ્રમાણભૂત' એ અર્થમાં ઠીક છે; અથવા “નિશ્ચય નયની ભૂમિકામાં સદ્ભૂતદર્શ એવા અર્થમાં બરાબર છે. (૩) “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરતું નથી' એ કથન શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી બરાબર છે. કેમકે એ નય પર્યાય સામે જોતો જ નથી. તેમ વ્યવહાર નયે પણ દ્રવ્ય અન્ય દ્રવ્યના સ્વરૂપને બદલી શકતું નથી. એ દૃષ્ટિએ પણ ઉક્ત કથન બરાબર છે. છતાં દ્રવ્યો પર્યાય રૂપે જે ઉત્પન્ન થાય છે, તેમાં બીજા દ્રવ્યો નિમિત્ત હોવાનું સ્પષ્ટ દેખાય છે તેમજ કાર્ય ઉત્પન્ન કરવા માટે એ નિમિત્તો શોધવાનો અને એનો ઉપયોગ કરવાનો વ્યવહાર પણ જગત પ્રસિદ્ધ છે, અને એ સચોટપણે નિમિત્તકારણતાને સાબિત કરે છે. વળી નિમિત્ત બનનાર દ્રવ્યમાં નિમિત્ત બનવાની યોગ્યતા અર્થાત્ સ્વભાવ હોય છે; તો જ તે જ દ્રવ્ય નિમિત્ત બને છે, બીજું દ્રવ્ય નહિ એમજ નિમિત્ત લેનાર દ્રવ્યમાં તેવા પ્રકારની યોગ્યતા હોય છે. આટલું જ નહિ, પણ કાર્ય ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સામગ્રીમાં બને છે, એથી એની નિમિત્તકારણતા Page #35 -------------------------------------------------------------------------- ________________ XXXIV સાબિત થાય છે; તેમજ દરેકે દરેક દ્રવ્યમાં જુદી જુદી યોગ્યતા સિદ્ધ થાય છે. આ બધી શાસ્ત્રીય પરિભાષા ન સમજવાના હિસાબે ‘ક્રમસર નક્કી થયેલા પર્યાય પ્રમાણે બને છે' આવા નિયતિવાદના એકાંતમાં ફસાઈ પડે છે; અને એ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને નિમિત્તકારણ તરીકે નામંજૂર કરે છે. અશુદ્ધ નિશ્ચય નય પણ ઉપાદાનને મુખ્ય કરી નિમિત્તકારણને તદ્દન ગૌણ કરે છે; પરંતુ એ ‘નિમિત્તની માત્ર હાજરી ખરી અને કારણતા નહિ' એવું નથી માનતો. (૪) અશુભ-શુભ-શુદ્ધના વિષયોને શાસ્ત્રો ગૌણ-મુખ્ય વિવક્ષાથી કહે છે. તે ન સમજવાથી ‘શુદ્ધ જ ઉપાદેય,’– એવો ગોટાળો ઊભો થાય છે આમ તો ત્રીજા ગુણઠાણા સુધી અશુભ મુખ્ય, ૪થા થી ૬ઠ્ઠા સુધી શુભ મુખ્ય, ૭ મે થી શુદ્ધની પ્રધાનતાની શરૂઆત હોય છે; પરંતુ તેવી ગૌણ મુખ્ય વિવક્ષાએ ૧ લે ગુણઠાણે પણ શુભ અને શુદ્ધ સંભવે છે. (૫) દ્રવ્ય-ગુણ-પર્યાયની ભિન્ન ભિન્નતા પણ સન્મતિ વગેરેમાં સારી રીતે ચર્ચી છે. તે સમજવા તર્ક શાસ્ત્રોનો અભ્યાસ જોઈએ. તેના અભાવમાં સામાન્ય સમજથી ગમે તેમ ઘટાડવા લાગી જવું તે અયોગ્ય છે. (૬) વસ્તુતઃ શાસ્ત્રની દરેક વાત કોઈને કોઈ નયને સાપેક્ષ હોય છે. તે તે નયને આગળ કરીને સાપેક્ષ કથન ક૨વામાં આવે તો કશોય વાંધો ન આવે. પણ બધી વાતમાં એક જ નિશ્ચય નયને મુખ્ય કરીને કે નિરપેક્ષપણે કહેવામાં આવે તો અસત્ય, વૈપરીત્ય અને ઉત્સૂત્ર ભાષણનો દોષ આવે. તેથી ખરેખર કોઈ પણ પ્રતિપાદન :– (૧) સમ્યક્ત્વના ‘આત્મા છે, નિત્ય છે,...’ વગેરે ષસ્થાનક, ચાર પુરુષાર્થ અને શુદ્ધ વ્યવહારની મર્યાદામાં રહીને કરાવું ઘટે. (૨) નિશ્ચયનયના સમ્યગ્દર્શન હિસાબે મિથ્યા એવી ૪-૫-૬ ગુણઠાણાની કરણી અને વ્યવહા૨ને ૪ થા ગુણઠાણાના સમ્યગ્દર્શનની દૃષ્ટિએ મિથ્યા ન માનતાં અપ્રમત્તભાવની પ્રાપ્તિમાં સાધનરૂપ મનાય અને તેનું આલંબન લેવાનું તે ભૂમિકાવાળા જીવોને ઉપદેશાય. (૩) અપ્રમતભાવ પામેલાને પાછળનું મિથ્યા સમજાવી નિશ્ચય દૃષ્ટિએ આગળ વધવા ઉપદેશાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ XXXV (૪) ચોથા ગુણઠાણાની નીચેનાની શુદ્ધ વ્યવહારોના ગ્રહણઆસેવનનો ઉપદેશ અપાય, એ આગળ વધતાં એને પાછળના વ્યવહારની ત્યાજયતા અને આગળનાની ઉપાદેયતા સમજાવાય, એ યોગ્ય છે;વાસ્તવિક ઉન્નતિ સાધક છે. (૫) નયવિવેક સુધી લઈ જનારી ક્રિયામાં અસદ્ આશય હોય એ દૂષણ છે. તેથી ક્રિયા પર દોષનો આરોપ થાય એ ખોટું છે. વસ્તુતઃ તીર્થંકરદેવે બતાવેલી ક્રિયા દૂષિત નથી. મોક્ષસાધકને એ ક્રિયા જ તારે છે. અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યા પછી અનંતી વાર અસઆશયવાળી વિષ ગરલ ક્રિયાઓ અને સંમૂર્ણિમ ક્રિયાઓ કરી પછી જીવ સબંધક, અપુનર્બધક બની ક્રમશઃ તદ્ધતુઅમૃત અનુષ્ઠાન કરવા પામે છે. એ સૂચવે છે કે પૂર્વની ક્રિયાઓ જીવને સંસ્કાર આપે છે. માત્ર ઉત્તમ ક્રિયાની દૃષ્ટિએ તે નિષ્ફળ છે, એવું કહેવાય ત્યાં તેમજ જીવને પ્રોત્સાહિત કરી મોક્ષમાર્ગની ઉચ્ચ ભૂમિકાએ ચઢાવવા વિષ-ગરલ ક્રિયાની નિંદા કરવામાં આવે, ત્યાં તે ક્રિયા છોડવવા નહિ પણ વિષ-ગરલ જેવો અસત્ આશય છોડાવવા આમાં અનુવાદ-અપવાદના અંશ ન સમજે, અને સીધું જ “પુણ્યક્રિયાઓ નકામી વગેરે જૈન ધર્મના નામે ઉપદેશ દેવા માંડે, એ હળદરના ગાંઠીએ ગાંધી બનવાની મૂર્ખતા છે. જૈનશાસનની અખંડિતતા જાળવી રાખવાનો ખ્યાલ પહેલો રાખવો જોઈએ. મતભેદ પડતાં જુદો ચોકો જમાવવામાં જૈનશાસનની મહાન આશાતના થાય છે. એ ભયંકર પાપ છે. બાળજીવોમાં બુદ્ધિભેદ થાય છે, અને એ પરંપરા તોડે છે. નિહ્નવો સાથે ઝગડવામાં આ મુદ્દો હતો. મતભેદ અને જુદા ચોકા ઊભા કરવામાં આજની અનાધ્યાત્મિક વિચારણા, વાતાવરણ અને રીતરસમોની અસરનું પરિણામ છે. સ્વાતંત્ર્ય અને સ્વતંત્રમત, આ બેએ સત્યાનાશ વાળ્યું છે. ખરી રીતે એને બાજુએ મૂકી જૈનશાસનમાં બુદ્ધિભેદથી પડેલા પક્ષોને નયસાપેક્ષપણે ઘટાવી એક તંત્રમાં સૌએ આવી જવા જેવું છે. એથી આગળ વધીને, આધુનિક વિજ્ઞાન યુગના પાયા પર રચાયેલા અનાત્મવાદી વ્યવહારોની સામે આત્મા-મોક્ષ-સદ્ગતિના સાધક ધાર્મિક-સામાજિક-રાજકારણી અને ધંધાદારી વ્યવહારોને સુરક્ષિત રાખવા તમામ આત્મવાદી ધર્મવાળાએ એકત્ર મળીને સખ્ત પ્રયત્ન અને સાવધાની Page #37 -------------------------------------------------------------------------- ________________ XXXVI રાખવી જરૂરી છે. નહિતર વિકસતા અનાત્મવાદી વ્યવહારો શુદ્ધ વ્યવહારોનું પરિવર્તન કરી દઢ થતાં આત્મલક્ષી ધર્મ કેવો દૂર ફેંકાઈ જશે એની કલ્પના પણ થથરાવે એવી છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મનો સળંગ ઈતિહાસ દિગંબર-મૂર્તિપૂજા વિરોધક સ્થાનકવાસી ધર્મ કેવી રીતે પ્રચલિત થયો તે બતાવે છે. એ ઉત્થાનના પછી જ એને ‘શ્વેતાંબર’ અને ‘મૂર્તિપૂજક’ એવા વિશેષણો લાગ્યા. અસલમાં શ્રી ઋષભદેવ ભગવાને ધર્મ બતાવ્યો ત્યારે તો માત્ર ‘ધર્મ’ ‘શાસન' શબ્દથી જ તે ઓળખાતો. એટલે જ ‘તીર્થંકર’ (પણ નહિ કે જૈન તીર્થંકર) શબ્દ, ત્યારથી ચાલી આવે છે. ‘ધર્મ' શબ્દમાં, બીજા અસર્વજ્ઞકથિત ધર્મ નીકળ્યા પછી ‘જૈન ધર્મ’ એમ ‘જૈન’ શબ્દ ઉમેરાયો. બાકી મૂળ ઋષભદેવ પ્રભુએ ધર્મ જે અનાદિસિદ્ધ વસ્તુ છે એને પ્રગટાવ્યો. તેથી તે ધર્મના કહેનારા કહેવાય, પણ કરનારા નથી કહેવાતા. હા, ધર્મતીર્થના કરનારા કહેવાય છે, તીર્થ એટલે સંસ્થા, શાસન એના કરનારા. પછી આ ધર્મશાસનના અનુકરણે સામાજિક, રાજકીય ધંધાદારી વગેરે સંસ્થાઓ થઈ. પણ તેના મૂળમાં ધર્મશાસનથી નિર્દિષ્ટ ‘આત્મા છે, મોક્ષ છે’ વગેરે આધ્યાત્મિક વિજ્ઞાન અને શુદ્ધ વ્યવહારો તથા ચાર પુરુષાર્થનું વિજ્ઞાન છે. તેથી જ તે સામાજિકાદિ સંસ્થાઓમાં પણ અહિંસા, સત્ય, નીતિ, ત્યાગ, પરોપકાર, સંયમ, આત્મભોગ વગેરે ગુણોની મુખ્યતા રચાય છે. નહિતર તો જીવવા માટે પશુની જેમ માણસને પણ આ સંયમાદિની શી જરૂર છે ? પણ જીવન વિકાસમાં જરૂરી આ સંયમ, ત્યાગાદિ પદાર્થો જ છે. એ અનાદિસિદ્ધ છે. એટલું જ શા માટે ? અપુનર્બંધક દશાથી માંડી શૈલેશીકરણ સુધીનો ક્રમિક આત્મવિકાસ માર્ગ-મોક્ષમાર્ગ પણ અનાદિસિદ્ધ છે. જીવોમાં ઉત્ક્રાન્તિ એ રીતે ચાલ્યા જ કરે છે. કાળે કાળે આ માર્ગને દર્શાવનાર તીર્થંકર પ્રભુએ સ્થાપેલ ધર્મશાસન છે, ધર્મતીર્થ છે. એ પછીની નીપજતી સર્વ જૈનેતર ધર્મસંસ્થાઓ અને સામાજિકાદિ સંસ્થાઓનું મૂળ છે. તેથી જ સર્વમાનમાંાજ્ય... પ્રધાનં સર્વ ધર્માનાં નૈન નયતિ શાસનું કહેવાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ XXXVII ‘તીર્થ’નો અર્થ ‘સંઘ’ અને ‘પ્રવચન’ પણ થાય છે. માટે જ પ્રવચનનો ઉડ્ડાહ ન કરવાનું ફરમાન છે. તીર્થંકર પ્રભુએ સ્થાપેલી ધર્મસંસ્થાનું ચતુર્વિધ સંઘનું, અને જૈનાગમનું જરાય હણાય એવું ન કરવા સૂચવે છે. કેમકે એથી સ્વપરને ભયંકર નુકશાન છે. સંસ્થાના શુદ્ધ ટકાવ ઉપ૨ જીવો શુદ્ધ ધર્મને પામી-આરાધી શકે છે. સોનગઢી મત આના મૂળમાં અગ્નિ મૂકીને ભયંકર પાપ કરી રહ્યો છે. ધર્મશાસનના ટકાવનો આધાર મુખ્યપણે તેના ફરમાવેલા શુદ્ધ વ્યવહારોના પાલન ઉપર છે. ‘વવહારનયુએક્ તિત્યુદ્ધે વ્યવહારનો ઉચ્છેદ થવાથી કોઈ પણ સંસ્થા ન ટકે તો ધર્મતીર્થ ક્યાંથી ટકે ?વિશ્વની સંસ્કારી પ્રજાઓ તથા સામાજિકાદિ સંસ્થાઓ પણ આ શુદ્ધ વ્યવહારને વળગી રહીને ટકી છે. સંયમ, પરોપકાર વગેરે કોના ઘરના છે ?... તેથી જ એ શુદ્ધ વ્યવહારોને અને એના મૂળભૂત ધર્મશાસનને ટકાવવા માટે આચાર્યો વગેરે ધર્મગુરુઓના માથે મોટી જવાબદારી છે. પ્રાણના ભોગે પણ તેનું રક્ષણ જોઈએ; સંચાલન-સંવર્ધન જોઈએ. એ રીતે ટકતું ધર્મશાસન એ મોટી પાર્લામેન્ટો અને યુનેસ્કો કરતાં વિશિષ્ટ અને સમર્થ હિતકારી સંસ્થા છે. તીર્થંકર ભગવંતે જે આ ધર્મસંસ્થા સ્થાપી છે તેના વિવિધ નયો પર અન્યાન્ય ધર્મ સંસ્થાઓ પ્રચલિત થઈ છે. અપુનર્બંધક અવસ્થાની આત્મોન્નતિના માર્ગભૂત શમ-દમ-તિતિક્ષાનું એ સમર્થન કરે છે. એના આગળ પગથીએ સમ્યકત્વ-વિરતિ.... યાવત્ યથાખ્યાત ચારિત્ર અને શૈલેશીનો મોક્ષમાર્ગ જૈનધર્મ બતાવે છે. આમ જૈનોની સંખ્યા હાલ નાની છતાં જૈન શાસન કેન્દ્રમાં છે. તેમ આ જૈન શાસન એ તીર્થંકરની પ્રતિનિધિ સંસ્થા છે. જૈનશાસનની પ્રતિનિધિ ગુરુકુલ સંસ્થા છે. એના પ્રતિનિધિ મુખ્ય આચાર્ય છે. એમના પ્રતિનિધિ મુનિઓ અને મહાજન છે. પ્રતિનિધિ પર તે તે જવાબદારી છે. આમાં વર્તમાનમાં મુખ્ય જૈન ગુરુકુળ સંસ્થા ત્યાગમય, તપોમય, જ્ઞાન-ધ્યાનમય, નિઃસ્પૃહ, અને વિશ્વ-વાત્સલ્યમયતાના હિસાબે સર્વ ગુરુ સંસ્થાઓનું કેન્દ્ર છે. ધર્મના અનન્ય પાયાભૂત ગુરુકુળ સંસ્થા સામે આજે અનેકવિધ આક્રમણો ખડા છે. એમાં સોનગઢમતી કહે છે કે ‘ગુરુ તો પરદ્રવ્ય હોઈ કાંઈ કરી શકતા નથી’ તેમજ ‘ચારિત્રના આચારોમાં ધર્મ માને Page #39 -------------------------------------------------------------------------- ________________ XXXVIII નાન – તે મિથ્યાત્વી કહેવાય. એવી એવી પ્રરૂપણાઓ કરી ગુસંસ્થાથી પ્રજાને ઉભગાવી પવિત્ર ગરસંસ્થા અને પવિત્ર આચાર અનુષ્ઠાનાદિ વ્યવહારોના એમના ઉપદેશથી દૂર કરે છે. આમાં મોટી અફસોસી તો એ છે કે આ સોનગઢી મતના સંસ્થાપક, પ્રચારક, કે અનુયાયી, કોઈની સાથે સ્વમતની સત્યાસત્યતા સંબંધમાં વિચારણા કરવા તૈયાર નથી ! પાછા કહે છે આજ સુધીમાં નહિ સાંભળેલ, નહિ જાણેલ મહાતત્ત્વ જાણવા મળ્યું છે પણ ખરી રીતે આ આખો મત જિનાજ્ઞાસંમત નથી. કેમકે જિનાજ્ઞા અનેકાંતવાદ ફરમાવે છે, ત્યારે આ નિશ્ચયનયના એકાંતને પકડે છે. યદ્યપિ એ નિશ્ચયનયનું નિરૂપણ કરે છે તે ઘણે અંશે જૈન શાસ્ત્રના નિશ્ચય સાથે સંગત આવે છે. પણ તે નિરૂપણ (૧) અન્ય પ્રબળ નયવ્યવહારને કચડી એકાન્તરૂપે થાય છે, (૨) અપૂર્ણ રીતે થાય છે, (૩) અપૂર્ણ વ્યવસ્થાથી, અને (૪) ઉલટ સુલટપણાથી થાય છે; માટે દુર્નય છે. દુર્નય એ અ-જૈન મત. જૈનશાસ્ત્રો તો કહે છે, જો એક નય બીજા નયને હાનિ પહોંચાડે તો તે દુર્નય થાય છે, માટે જ નિશ્ચયનય ભૂતાર્થ હોવા છતાં એમનું એનું નિરૂપણ અભૂતાર્થ ઠરે છે. એ તીર્થકર ભગવંતોએ સ્થાપેલા શુદ્ધ વ્યવહારોને સમર્થવાને બદલે નિંદે છે, તેથી અંતે પોતે અને પોતાના અનુયાયીઓ મિથ્યાત્વના આત્મા નથી...' વગેરે ષસ્થાનક માનનાર આજના અનાત્મવાદી વ્યવહારોમાં વધુને વધુ ફસાતા જાય છે. એ સમયસારને પકડીને તેના મૂળસમાં ભગવાન શ્રી આચારાંગાદિ સૂત્રોને, તથા કુંદકુંદાચાર્યને આગળ કરીને શ્રી સુધર્માસ્વામી આદિ ગણધર દેવોને, અને શ્રી સીમંધર પ્રભુ સાથે સીધો સંબંધ કલ્પીને શ્રી ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકર પ્રભુને ઉડાવે છે. આમ છતાં આ મતને જિનાજ્ઞા મુજબનો માની જે આમાં આકર્ષાય, તે ખરી રીતે જિનાજ્ઞા અને જિનોક્ત મહામાર્ગના ઘોર વિરાધક બને છે. હજી અપેક્ષાએ ઇતર આત્મવાદી ધર્મો જૈનધર્મની નજીક ગણાય પણ સોનગઢી મત નહિ. તેમ એ શ્વેતાંબર જૈન મતથી તો દૂરાતિદૂર છે જ, પણ દિગંબર મતથી પણ અત્યંત દૂર છે. હા, જો શુદ્ધ વ્યવહારોને તથા એની જુદી જુદી કક્ષાઓ અને અંગ પ્રત્યેગોને નિંદ્યા-નિષેધ્યા વગર સાથે સાથે નિશ્ચયદષ્ટિ રાખવા અને નિશ્ચય તરફ આગળ વધવા એમણે ઉપદેશ કર્યો હોત તો આવકાર પાત્ર ગણાત, એમ કહી શકીએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ XXXIX ખેદ એ થાય છે કે એમને એટલો વિચાર નથી આવતો કે શ્રી તીર્થંકર દેવો સ્વયં કૃતકૃત્ય અને વીતરાગ હોવા છતાં જુદી જુદી કક્ષા પ્રમાણે વ્યવહારો શા માટે બતાવે છે. પ્રભુએ જોયું છે કે (૧) જગતનું કલ્યાણ વ્યવહારમાર્ગના લોપથી નથી જ થતું, તેમ (૨) શાસનપ્રવાહ પણ વ્યવહારમાર્ગ વિના ટકી શકતો જ નથી. પછી નિશ્ચયની વાતો ગમી જવાની લાગણીને પરવશ બની વ્યવહાર લોપક નવો પંથ કેમ જ કઢાય ? પૂર્વે મહાચારિત્રવાનો અનેકવિધ વિદ્વતાને ધારણ કરનારા થઈ ગયા. એમાંના કોઈને કોઈ શાસ્ત્રીય વિષય વધુ ચિંતન રુચિને યોગ્ય બનતો હશે, તો બીજાને બીજો છતાં કેમ એમણે જબ્બર સામર્થ્ય છતાં નવો પંથ, નવો ચીલો ન સ્થાપ્યો ? કારણ એજ કે એમાં ફસી અનેકાનેક જીવો સ્યાદ્વાદમય જિનેન્દ્ર માર્ગથી ભ્રષ્ટ થાય છે. પુસ્તકની ભાષા :– હિત મનોહારિ = દુર્લભં વર્ષે :- હિતકારી હોવા ઉપરાંત મીઠું વચન, યા મીઠું હોવા ઉપરાંત હિતકારી વચન બહુ મુશ્કેલ હોય છે. એનો અર્થ એ કે હિતકારી વચનોમાં બધે જ મીઠાશ જળવાવી શક્ય નથી; તેમ બધા જ મીઠા વચનોમાં હિતકારિતા હોવી સંભવતી નથી. બાપ છોકરાને સારો સંસ્કારી ઘડે છે, તેમાં પુત્ર પર બહુ પ્રેમ હોવા છતાં અને હિતોપદેશમાં મીઠાશ જાળવવા છતાં ક્યારેક જરા તિખાશ પણ આવી જાય છે. શિક્ષકથી વિદ્યાર્થી સારો પણ એમજ ઘડાય છે. ત્યાં કડવા વચન પાછળ દ્વેષ નથી, કિંતુ હિતબુદ્ધિ જ છે. કેટલીક વાર મીઠા શબ્દો જે ચાનક લગાડી સુધારો નથી કરાવતા તે તીખા શબ્દ કરાવે છે. તેથી જ કડવું ય અવસરે કહેવું પડે છે, પણ તે સામાના હિતાર્થે. સગી મા રોગી સંતાનને અવસરે કડવી ય દવા પાય છે જ ને ? જગતના હિતૈષીઓના આ ધોરણ પર આ પુસ્તિકામાં ક્યાંક સહેજ તીખી ભાષા વપરાયેલી કેટલાકોને દેખાશે, તો એમણે સમજવાનું છે કે આની પાછળ ઉપર કહ્યું તેમ લેખકની અનુગ્રહ બુદ્ધિ જ કામ કરી રહી છે. માનવહિતની મહાઘાતક વસ્તુસ્થિતિની ભયંકરતાને સચોટ ખ્યાલ આપવા તેવી ભાષા વપરાય એ હિતકારીપણાની દૃષ્ટિએ કશું અયોગ્ય જણાતું નથી. સંસ્કૃત ભાષા પણ હિતબુદ્ધિથી આપવાનું હોય ત્યાં ચોથી વિભક્તિ અને બીજે છઠ્ઠી વિભક્તિ એમ ભેદ પાડતા કહે છે, શિષ્યાય થવેટાં વાતિશિષ્યને તમાચ દે છે. રનસ્ય વાળિ વાતિ ધોબીને વસ્ત્ર આપે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ XXXX હિતવાણીમાં આ વસ્તુસ્થિતિ છતાં આજના પ્રગતિશીલ અનાત્મવાદી વ્યવહારોના પ્રચારકો ભાષાનો છળ કરી બહુ મીઠી ભાષાનો દેખાવ કરે છે. ભારતની જુગજુની મહાસંસ્કૃતિના પાયા ઉખેડનારી એમની મીઠી ભાષા સાકરમાં લપેટેલા ઝેર જેવી છે. વાણીની મીઠાશથી લોકને હિતૈષીઓએ બોલેલી ક્યાંક તીખી વાણીના ઉગ્રતા બતાવી એના તરફથી ઉભગાવવાનો અને પોતાના તરફ આકર્ષવાનો એમાં ઉદ્દેશ હોય છે. બાકી તો અવસરે એ ય પોતાના પર જોરદાર વાંધો દેખાતા એ “જૂનવાણી” “રુઢિચુસ્ત” વગેરે કઠોર શબ્દો તિરસ્કારપૂર્વક ક્યાં નથી બોલતા? ત્યારે એકલી મીઠી ભાષાનો ઉપયોગ, જીવનને ઘડતી કેળવણી લેવામાં એકલી અનુકૂળતા, કઠિનતાનો અભાવ, કાલાવાલા, વગેરેનું ખરાબ પરિણામ આજે પ્રત્યક્ષ દેખાય છે. મુખ્ય નુકશાન તો એ કે એમાં તૈયાર થયેલાઓ મહાસંસ્કૃતિના વિરોધમાં અથવા વર્તમાન જીવનના રૂપાંતર કરી લેવામાં લાગી જાય છે. એથી ભારતીય સંસ્કૃતિને અને ધર્મને ભયંકર ફટકો લાગે છે. માટે આવી મીઠી વાણીમાં ભોળવાઈ જવા જેવું નથી. કેટલાક વાંચકોને અલ્પ સમજના કારણે હિતભાષીની ક્યાંક વાણીની તિખાશ ધ્યાન પર ચઢે છે, કિંતુ વિશ્વહિતકારી સન્માર્ગને હાનિ પહોંચાડનારાની ભયંકરતા ખ્યાલમાં નથી આવતી !! એ પણ આ યુગની અસર છે. અમારે આ પ્રસ્તાવનામાં “સોનગઢી મત' કહીને ચલાવવું પડ્યું છે. કેમકે એને ધાર્મિક સંપ્રદાયનો આકાર આપવા- માનવામાં જોખમ છે. આનું કારણ એ છે કે (૧) એનું બાહ્ય રૂપ આધ્યાત્મિક દેખાવા છતાં આંતરિક રૂપ શુદ્ધ ધર્મ વ્યવહાર લોપવા દ્વારા અનાધ્યાત્મિક તત્ત્વોનું પ્રેરક છે; એ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું ઘાતક છે. વળી (૨) એના મુખ્ય પ્રચારકે જૈનશાસનના કોઈ સાધુનું લિંગ (વેશ) ધારણ નથી કર્યું, અને “સ્વામી’ શબ્દથી ખ્યાતિ સાધુ તરીકેની રાખે છે. એમાં પ્રામાણિકતા નથી, વગેરે વગેરે... પ્રાંતે, અમારી આંતરિક શુભેચ્છા એ ખરી કે કદાચ અજ્ઞાનતા કે ઉતાવળથી સારૂં સમજીને ગમે તે થઈ ગયું હોય પરંતુ તક મળે મતભેદનું તારતમ્ય સમજવાની અને યોગ્ય માર્ગે આવવાની એમનામાં આત્માર્થિતા હોય તો પત્ર વ્યવહારથી યા રૂબરૂ શાંતિભરી વાતચીતથી સહકાર આપવા અમને વાંધો નથી. એકાદ જીવનું પણ જિનેશ્વર દેવનો માર્ગ પામી હિત થતું Page #42 -------------------------------------------------------------------------- ________________ હોય તો એમાં અનેકનું હિત સમાયેલું છે. માર્ગમાં સ્થિર કરનારને પણ સમ્યક્ત્વની નિર્મલતાનો લાભ છે. XXXXI આ એક વસ્તુ છે. દિગમ્બર, સ્થાનકવાસી વગેરે પોતાના ધર્મમાં ચુસ્ત રહીને લડતા પણ હોય તે સારા છે; પણ ‘ધર્મ બધા સરખા’ એમ સર્વ ધર્મ સમાનવાદ સ્વીકારી એ એના ભ્રાતૃભાવ કેળવતા હોય તે ભયંકર છે, સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. ગૌતમ ઈન્દ્રભૂતિ ગર્વથી લડવા આવ્યા હતા, પણ વીર પ્રભુના સુસમાગમે સત્ય તત્ત્વ પામી ગયા ! પૂર્વે કરેલું અનેક શાસ્ત્રોનું અવગાહન સભ્યજ્ઞાનમાં પરિણમી ગયું ! ઉપરાંત પ્રભુની ત્રિપદી પર મહાજ્ઞાની બની ગયા ! તેમ પ્રસ્તુતમાં પણ નિશ્ચયનયના પ્રતિપાદન માટે કરેલ ખેડાણ દૃષ્ટિ ફરતાં બધું સમ્યક્ષણે પરિણમે એમાં નવાઈ નથી. પછી તો મહામાર્ગની વફાદારી પૂર્વક અનેકાંત-શૈલીથી નિશ્ચયનયના નિરૂપણથી શાસનમાં મહાઆદર પામે એ સહજ છે. પણ આ બધું ક્યારે બને ? વર્તમાન અનાધ્યાત્મિક-વ્યવહારોની મૂઢતા જાય તો. હજી નિશ્ચયમૂઢતા જવી સહેલી છે, પણ એ જવી બહુ કઠિન છે. આત્માર્થીપણું સાચું હોય તો તો એ ય સહેલું છે. ઝેરની કણી ખવાઈ, ને ઉપેક્ષા થઈ તો તે જીવલેણ બને છે. પણ ઝેરનું ડિકું ખવાયું, અને તરત સચોટ ઉપચાર લેવાયા તો બચી જવાય, એમ તે જ ભવના પાપની ઉપેક્ષા થાય તો તે ભવોભવ બગાડે છે. પરંતુ પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને શુદ્ધ રત્નત્રયીની આરાધના થાય તો ભવોભવના પાપ સાફ થઈ જાય છે. શુદ્ધિમાં આટલો બધો પાવર છે. તેથી એ આજ ભવમાં નિખાલસપણે તત્ત્વ સમજી માર્ગસ્થ બને એ શુભેચ્છા કલકત્તા વીર સં. ૨૦૧૨ (૫.) પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧. આવશ્યકતા ૨. અંતિમ ફળ | મોક્ષ પ્રણિધાનાદિની આવશ્યકતા પ્રણિધાનાદિની આવશ્યકતા આદિનું દર્શક યંત્ર સકલ શુભાનુષ્ઠાનોમાં પ્રથમ જરૂરી કારણ ૩. નિદાન નહિ | નિદાનમાં ચિત્ત આસક્તિવાળું, આમાં અનાસક્તિ સન્મુખ ૪. ધર્મસિદ્ધિમાં કોઈપણ ધર્મસિદ્ધિ, ગુણસિદ્ધિપ્રણિધાન-પ્રવૃત્તિઆદ્ય સોપાન વિઘ્નજય-સિદ્ધિના ક્રમથી જ. ૫. અધિકારી ૬. |સ્વરૂપ ૭. |સામર્થ્ય ૮. પારલૌકિક ફળ ૯. પ્રત્યક્ષ ફળ ૧૦. માહાત્મ્ય રહસ્ય ૧૧. ઉપદેશ પ્રભાવ XXXXII પ્રણિધાનના બહુમાનવાળા વિધિતત્પર-ઉચિત વૃત્તિવાળા. વિશુદ્ધભાવના-પ્રધાન, તદ્વિષયાર્પિત, યથાશક્તિ ક્રિયાયુક્ત માનસ. અતિ અલ્પ પણ પ્રણિધાનથી સકલ કલ્યાણોનું આકર્ષણ. પ્રશસ્તભાવથી નિર્મિત પાપાય-પુણ્યસંચય દ્વારા ધર્મ-કાયાદિની પ્રાપ્તિ. પ્રશસ્તભાવ ને દીર્ઘકાળ સતત સાદર સેવનથી શ્રદ્ધા-વીર્યસ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ. સંસાર સાગર પાર કરવાની નૌકા, રાગાદિપ્રશમનનું વર્તન. પ્રણિ .નો ઉપદેશ બોધજનક, હૃદયાનંદકર, અખંડિત ભાવનો નિર્વાહક માર્ગગમનનો પ્રેક. આશંસા-પ્રણિધાનનો મહિમા ભવનિર્વેદાદિ આઠ વસ્તુની આશંસા પ્રગટ કરાય છે કે ‘ભગવાન! તમારા પ્રભાવથી મારે એ હો.' આ આશંસા એ પ્રણિધાન છે. ‘એ ક૨વાની શી જરૂર છે ?’ - એમ પ્રશ્ન થાય, એટલે ગ્રંથકાર મહર્ષિ હવે અહીં એના અંગે બતાવે છે કે : (અનુસંધાન પેજ નં. ૨૭૭ ઉપર) Page #44 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહાર છેલ્લા કેટલાક વર્ષોથી એક નવીન ઢબનો નિશ્ચયનય ઉપદેશવામાં આવે છે. એમાં આગળ વધીને શ્રી સર્વજ્ઞ કથિત વ્યવહારયુક્ત નિશ્ચયનયને પ્રચારનારા શ્રુતકેવલી ભગવંત પૂ. ગણધરદેવને તથા મહાન તાર્કિક-શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજને વ્યવહારમૂઢ કહેવાની ધૃષ્ટતા કરવામાં આવે છે. તેથી એનો પ્રતિકાર આવશ્યક છે. એમાં પહેલું એ જુઓ કે “એ ઉપદેશનો મૂળભૂત મુખ્ય વિષય જે કહેવાતો નિશ્ચય છે, તે કેવો પોકળ છે ! અને જો એ પોકળ છે, તો એના જોર પર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરવો એ પણ કેવો પોકળ છે !' એમનો નિશ્ચયનય પોકળ છે માટે જ એને આપણે નવીન ઢબના નિશ્ચયનય તરીકે ઓળખવાનો છે. આ ઓળખાણ સપ્રમાણ છે. આ રહ્યા એના સચોટ પ્રમાણ – આ નિશ્ચયનય નવીન ઢબનો અને પોકળ એટલા માટે છે કે, (૧) એને મોં માથું નથી. (૨) એ જૈનશાસન માન્ય અનેકાંતવાદની શૈલીથી તદ્દન વિરુદ્ધ જઈ એકાંતવાદમાં ઠરી બેસે છે. (૩) એ મતવાળાના પોતાના જ શબ્દો પરસ્પરમાં વિરોધ કરે છે. (૪) એમતવાળાની પ્રવૃત્તિ પણ પોતાનામતના વિરોધમાં ઊતરે છે. મુદો-૧ (૧) આ નવા મતને મોં-માથું નથી- અહીં પહેલી વાત જોઈએ. “એને મોં-માથું નથી' –એનો અર્થ એ છે કે વાતવાતમાં એ નિશ્ચય નિશ્ચય કહ્યા કરે છે. એ કહે છે કે “નિશ્ચય વિના વ્યવહાર હોય નહિ. નિશ્ચયના આશ્રયે જ મોક્ષમાર્ગની શરૂઆત છે. નિશ્ચયની દૃષ્ટિવિના બધું વ્યર્થ છે. નિશ્ચય મુખ્ય છે, વ્યવહાર ગૌણ છે. વ્યવહારને મુખ્ય માર્ગ માની લેનારા વ્યવહારમૂઢ છે...” વગેરે વગેરે. પણ આમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ર ખરૂં તો એ જ વિચારવામાં નથી આવતું કે ‘નિશ્ચય એટલે શું ?' એ તો જાણે એમ સમજે છે કે નિશ્ચય એટલે શુદ્ધ આત્મા કે એવી કાંઈ એક ચોક્કસ વસ્તુ. જ્યારે ખરૂં જોતાં ‘નિશ્ચય વિના વ્યવહાર હોય નહિ’ એ વાક્યમાં ‘નિશ્ચય' શબ્દનો અર્થ ‘નિશ્ચયનયની વસ્તુ' કરવાનો છે. અર્થાત્ નિશ્ચયનયની વસ્તુ વિના વ્યવહારનયની વસ્તુ સફલ નથી. અહીં જુઓ કે નિશ્ચય એ કોઈ માત્ર એક જ નિયત વ્યક્તિ નથી; જાદી ાદી અનેક વ્યક્તિ છે. તે એ રીતેઃ-નય એટલે મત. નય એટલે ષ્ટિ. નિશ્ચયનય એટલે નિશ્ચયદૃષ્ટિ. વસ્તુએ વસ્તુએ નિશ્ચયદૃષ્ટિ જાદુી પડે છે. નિશ્ચયથી એક વસ્તુ કરતાં નિશ્ચયથી બીજી વસ્તુ જીદી હોય છે. બીજી રીતે કહીએ તો એક વસ્તુના નિશ્ચય કરતાં બીજી વસ્તુનો નિશ્ચય જાદો. દા.ત. નિશ્ચયનયે આત્મા એ જુદી ચીજ અને નિશ્ચયનયે ધર્મ એ જુદી ચીજ. નિશ્ચયનયનું સમ્યક્ત્વ જુદી ચીજ; અને નિશ્ચયનયનું ચારિત્ર જાદી ચીજ. નિશ્ચયનયે મોક્ષ જુદો; નિશ્ચયનયે મોક્ષમાર્ગ જુદો; ત્યારે નિશ્ચયદૃષ્ટિએ ધર્મ વળી જાદી જ વસ્તુ છે. પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન :- આને સમજવા માટે પહેલાં નય, દૃષ્ટિ કે મત એ શું છે એ જાણવું જરૂરી છે. જગતમાં કોઈપણ વસ્તુને આપણે જ્ઞાનથી જાણીએ છીએ, એ તો ખરૂં ને ? ત્યાં વસ્તુને જણાવનારૂં જ્ઞાન બે પ્રકારનું હોય છે. એનું કારણ એ છે કે વસ્તુ પોતે કાંતો સમગ્રભાવે જોવાય છે, અગર એના અમુક અંશે જોવાય છે. એ બે રીતે જોવાના હિસાબે જ્ઞાન બે પ્રકારે. એમાં વસ્તુને સમગ્રરૂપે બતાવનાર જ્ઞાન પ્રમાણ કહેવાય છે; અને અંશે બતાવનાર જ્ઞાન નય કહેવાય છે. ચક્ષુથી સમગ્રપણે ઘડો જોયો એ પ્રમાણજ્ઞાન થયું. પણ ઘડો અનિત્ય તરીકે જાણ્યો, તે નયજ્ઞાન થયું, કેમ કે અનિત્યતા એ ઘડાનો એક અંશ છે; અને વસ્તુનું અંશે થતું જ્ઞાન એ નયજ્ઞાન છે. નયજ્ઞાનની જેમ નયનું કથન પણ હોય છે Page #46 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય : વ્યવહારદષ્ટિ :- નયજ્ઞાન થવા માટે અપેક્ષાની જરૂર રહે છે. કોઈને કોઈ અપેક્ષા મનમાં રાખીને જ આપણે વસ્તુને અમુક અંશે જોઈએ છીએ-સમજીએ છીએ. દા.ત., એની ચોક્કસ આકૃતિની અપેક્ષાએ અનિત્ય જાણીએ છીએ, કેમ કે આપણને ખબર છે કે એ આકૃતિ સદા ટકવાની નથી. એમ જ કહેવાય કે “આ ઘીનો ઘડો છે.' તો એ કથન નયજ્ઞાનમાંથી જન્મે છે. ત્યાં ખાસ કરીને ઘી ભરવાની અપેક્ષાએ જાણી છીએ કે ઘડો ઘીનો છે, પાણીનો કે તેલનો નહિ. ઘડામાં ઘણા અંશ છે, એમાં ઘડાનું શું સંગ્રહવાનો ઉપયોગ છે.' એ અપેક્ષાઓ વિચારતા દેખાય છે કે એ ઘી ભરવાને કામ લાગે છે, તો એ પણ એક અંશ છે એ અંશે ઘડાને જોતાં “ઘીનો ઘડો !” એવું જ્ઞાન થાય છે. આ વ્યવહાર-દષ્ટિની વાત છે. પણ અહીં કોઈ સામું પૂછે છે શું ઘીમાંથી ઘડો બનાવ્યો છે? અર્થાત્ ઘડો શું નરદમ થીજ્યા ઘીનો બનેલો છે? તો કહેવું પડે કે “ના, એમ તો ઘડો ઘીનો નહિ પણ માટીનો બનેલો છે. આમાં ઘડો ઘીનો પણ માટીનો લીધો તે વસ્તુના સ્વરૂપનો અંશ લીધો. એ અંશને લઈને “ઘડો માટીનો છે એમ જે દેખાય છે, એ નયજ્ઞાન છે. એમાં પણ પ્રશ્ન થાય કે ઘડો માટીનો કહો છો ત્યાં શું ઘડો અને માટી જાદા છે ? તો કહેવાય કે “ના ભાઈ ! ના, ઘડો અને માટી જુદા નથી. ઘડો માટીનો છે, એનો અર્થ એ છે કે ઘડો માટીમય છે. આ કથન ઘડાના વસ્તસ્વરૂપની દષ્ટિએ અર્થાત્ નિશ્ચયની દૃષ્ટિએ છે. પૂર્વે “ઘડો ઘીનો છે” એમ કહ્યું હતું તે વ્યવહારદૃષ્ટિની વાત હતી. બીજી દષ્ટિએ – આના પરથી એ આવ્યું કે વસ્તુનું જ્ઞાન અંશે કરવાનું જે થાય છે તે વ્યવહારદષ્ટિએ પણ હોઈ શકે, તેમ વસ્તુ સ્વરૂપની દષ્ટિએ પણ હોઈ શકે છે; વસ્તુ સ્વરૂપની દૃષ્ટિ એટલે મૂળ ઉપાદાનની દૃષ્ટિ, અર્થાત્ નિશ્ચયદષ્ટિ. એ રીતે વ્યવહારદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ,-એમ બે દષ્ટિ જોઈ. આ સિવાય બીજી પણ દષ્ટિઓ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ છે, જેવી કે, દ્રવ્યદૃષ્ટિ-ભાવદૃષ્ટિ, શબ્દદષ્ટિ-અર્થદષ્ટિ, જ્ઞાનદષ્ટિક્રિયાદષ્ટિ વગેરે વગેરે. પ્રસ્તુતમાં આપણે નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિનો પ્રસંગ વિચારવાનો છે. નિશ્ચયમૂઢ એકાંતવાદી :– પ્રખર ન્યાયાચાર્ય પૂ. ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજને વ્યવહારમૂઢની ગાળ દેનાર પહેલું પોતાને માટે જોવું ભૂલી જાય છે કે હું નિશ્ચયમૂઢ ખરો કે નહિ ?” જૈનશાસન અનેકાંતવાદી છે, તેથી એ વ્યવહારયુક્ત નિશ્ચયને અને નિશ્ચયયુક્ત વ્યવહારને માને છે, પણ નહિ કે એકાંત વ્યવહારને કે એકાંત નિશ્ચયને. તેથી એકલા નિશ્ચયના પક્ષપાતીઓ જો સાચા અનેકાંતવાદી મૂર્તિપૂજક શ્વેતામ્બરોને માત્ર વ્યવહારમાર્ગના એકાંતવાદી સમજીને એમના પર “વ્યવહારમૂઢ'નો આક્ષેપ કરવા તૈયાર થાય છે, તો તે તેમનો અન્યાય છે. તેમની ભ્રમણા જ છે. કેમ કે જૈન મૂર્તિપૂજક શ્વેતામ્બરો એકાંતવાદી છે જ નહિ. એ કાંઈ એકાંતે વ્યવહારને મુખ્ય કરતા નથી. એ તો નિશ્ચય અને વ્યવહાર બંનેને માને છે. પણ ઊલટું આક્ષેપકો પોતે નિશ્ચયનો એકાંત પકડતા હોવાથી નિશ્ચયમૂઢ સાબિત થાય છે. ક્યાં ભૂલે છે? :– “વસ્તુના સ્વરૂપ તરફ દૃષ્ટિ રાખનારો નિશ્ચયમત” છે, માટે તે તો મુખ્ય છે; અને વસ્તુના બાહ્ય ઢંગ તરફ જોનારો વ્યવહારમત છે, માટે તે ગૌણ છે, તે ઔપચારિક છે.” આભાસરૂપ સમજે છે, નિરુપયોગી સમજે છે, વસ્તુના સ્વરૂપની સાથે બીલકુલ લેવાદેવા વિનાનો સમજે છે. ખરી રીતે વ્યવહારમતના હિસાબે જે વસ્તુસ્થિતિ બને છે. તે પણ એક નક્કર હકીકત છે. એની ઉપેક્ષા થાય નહિ. દા. ત. નિશ્ચયથી આપણો આત્મા અનંતજ્ઞાનદિગુણમય છે; પણ વ્યવહારથી એ જ આપણો આત્મા કર્મબદ્ધ છે, અજ્ઞાની છે, તે મનુષ્યત્વાદિ પર્યાયવાળો છે. હવે જો આ વ્યવહારમતની વસ્તુ-સ્થિતિને એક નક્કર મોજાદ હકીકત ન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫ સમજતાં કાલ્પનિક બાબત સમજીએ તો તો પહેલો જ પ્રશ્ન એ થાય કે એ હિસાબે તો આત્મા અનંતજ્ઞાનાદિમય, ને શુદ્ધ જ છે, (કેમ કે કાલ્પનિક વ્યવહારથી વસ્તુ સ્વરૂપને વાંધો નથી આવતો) તો પછી મોક્ષમાર્ગની આરાધના કરવાનું કામ જ શું છે ? આરાધના તો અશુદ્ધને શુદ્ધ કરવા માટે હોય; પણ વ્યવહારિક મનાતી અશુદ્ધતાની જો વસ્તુસ્થિતિ જ ન હોય, તો તો અશુદ્ધતા અસત્ થઈ, કલ્પિત થઈ; એને શું દૂર કાઢવી'તી ? બીજું એ પણ છે કે અશુદ્ધપણાની જો વસ્તુસ્થિતિ જ ન હોય તો આત્માઓના ‘મુક્ત' અને ‘સંસારી' એવા બે ભેદ શાના ? ત્યારે જો એમ કહો કે “ભેદ પણ કલ્પિત છે કિન્તુ વસ્તુસ્થિતિ નથી,” તો તો પછી એવા પ્રકારનું નિર્મલ દર્શન થયેલા પુરુષને કશું કરવાનું રહેતું નથી. પછી ઉપદેશ શા? દ્રવ્યદૃષ્ટિ શી ? શુદ્ધ પર્યાયનું લક્ષ રાખવાનું શું ? સંસારને માત્ર કલ્પનામાંથી કાઢી નાખવાનો એટલું જ કર્તવ્ય ૨હે. તે તો વ્યવહારની વસ્તુને ખોટી માનો એટલે સંસાર નીકળી જ ગયો. એમ વ્યવહારના લોપકને બધું ઊડી જાય. માટે એ નિશ્ચયની વાત વાહીયાત છે. આપણે જરા દૂર નીકળી ગયા. વાત એ હતી કે નવા મતમાં નિશ્ચય-વ્યવહારને મોં-માથું નથી. કેમકે એ નિશ્ચય’ એટલે જાણે કોઈ એક નિયત વસ્તુ સમજે છે. પછી ચાહ્ય ધર્મની વાત હો, કે સાધનાની વાત હો, ચાહ્ય મોક્ષમાર્ગની વાત હો, આત્મ-ઉન્નતિની વાત હો,-બધે જ અદ્ધરથી નિશ્ચય-નિશ્ચય શબ્દની રટણામાં ‘નિશ્ચય કામનો' ‘નિશ્ચય કામનો' એમ બોલ્યા કરે છે. ત્યારે પૂછોને, કે પ્ર : ‘નિશ્ચય કામનો' - કહે એમાં ખોટું શું ? ઉ : એ જે કહે છે એમાં વ્યવહારને સરાસ૨ ધૂતકારી કાઢવા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬ જેવું કરે છે; તે ખોટું છે. એમને ખબર નથી કે જેમ નિશ્ચય મોક્ષમાર્ગ આરાધ્યા વિના મોક્ષપ્રાપ્તિ થાય નહિ, તેમ વ્યવહાર મોક્ષમાર્ગ આરાધ્યા વિના નિશ્ચય મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આની સાબિતિ આગળ કરીશું. પણ ખરી વાત તો પહેલી એ છે કે ‘નિશ્ચય ઉપયોગી, નિશ્ચય મુખ્ય' એમ કહ્યા કરવા છતાં નિશ્ચયને ચોક્કસ રૂપમાં કાં તો એ સમજી શકતાં નથી, અગર તો સમજવા-માનવા તૈયાર નથી. એમને પૂછીએ કે, આવા અમને અનેક પ્રશ્ન કરી શકાય. ‘નિશ્ચય ઉપયોગી’ના કથનમાં ઉપયોગી તરીકે નિશ્ચયથી આત્મા લો છો, નિશ્ચયથી મોક્ષમાર્ગ લો છો ? નિશ્ચયથી આંતરદૃષ્ટિ લો છો કે નિશ્ચયથી ધર્મ લો છો ? એ જો આમાં ‘નિશ્ચયથી આત્મા ઉપયોગી' આવો ભાવ લે. તો એની સામે એમના મતે ‘વ્યવહારથી આત્મા નકામો, ગૌણ કે ઔપચારિક’-આવો અભિપ્રાય ઊભો થાય. આ અભિપ્રાયની સત્યતા વિચારવાનું બાજુએ રાખીએ, છતાં નિશ્ચય-નિશ્ચયની અજ્ઞાન રટણવાળાને પ્રશ્ન છે કે તમારા માનેલા નિશ્ચય આત્માને આરાધના સાથે શો સંબંધ છે ? આરાધના સાથે સંબંધ તો, ‘નિશ્ચયથી મોક્ષ માર્ગ ઉપયોગી...' એવું કાંઈક કહે, ત્યાં થાય. અને કદાચ જો એવું કહે. તો ત્યાં એ કહેવાનો ભાવ ‘વ્યવહારથી મોક્ષમાર્ગ અનુપયોગી, ગૌણ, હેય,' એવો નીકળે, તે ભાવ ખોટો છે. એ આગળ જોઈશું. બાકી નિશ્ચયથી આત્માને ગ્રહણ કરનારને તો શુદ્ધ પર્યાયનું લક્ષ રાખવાનું ય શું કામ ? કેમ કે નિશ્ચયથી આત્મા અનંતજ્ઞાનાદિમય છે જ. નિશ્ચયથી મોક્ષમાર્ગ ગ્રહે તો આરાધવાની વસ્તુ ઊભી થાય. અહીં આપણી વાત આટલી છે કે વસ્તુએ વસ્તુએ નિશ્ચયવ્યવહાર જુદા છે. તેથી જ્યાં તે વસ્તુની વિવક્ષા હોય ત્યાં તે જ Page #50 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના નિશ્ચય-વ્યવહાર લેવાય. બીજાના નહિ. એમ કર્યા પછી જુદા જુદા નિશ્ચય-વ્યવહારમતની ભિન્ન ભિન્ન વસ્તુને અંદર અંદર એકબીજા સાથે, અને એ બધાને આપણા પ્રયોજન સાથે કેટલો સંબંધ છે, તે જોવાય. એ હિસાબે નિશ્ચયથી ધર્મ શું, ને વ્યવહારથી ને ધર્મ શું ? નિશ્ચયથી સમ્યક્ત્વ શું, અને વ્યવહારથી સમ્યક્ત્વ શું ? નિશ્ચયથી મોક્ષ શું, વ્યવહારથી મોક્ષ શું ? નિશ્ચયથી કર્મ શું અને વ્યવહારથી કર્મ શું ? નિશ્ચયનયે સંસાર શું અને વ્યવહારનયે સંસાર શું ? એમ આશ્રવ સંવર શું ? નિશ્ચયનયે બંધ-નિર્જરા શું ? ઈત્યાદિમાં નિશ્ચય-વ્યવહારના દૃષ્ટિબિંદુથી તે તે વસ્તુ કોને કહેવી ? અને તે કેવા કેવા સ્વરૂપવાળી હોય? એ યુગલોને પરસ્પરમાં શો મેળ છે ? તેમજ આપણા ઈષ્ટ સાથે કેટલો સંબંધ છે ? એ બધું જોવાનું હોય છે. એમાં નિશ્ચયનયથી આત્મા શી ચીજ, તથા વ્યવહારનયથી આત્મા શી ચીજ ? બંનેને કેટલો મેળ ? અને આપણા ઈષ્ટ પ્રયોજન સાથે એ બેને શી નિસ્બત ? એ વિચારણા અને વસ્તુ જીદી થવાની; અને ધર્મ કે મોક્ષમાર્ગ માટેની વિચારણા-વસ્તુ જુદી એ જ રીતે બીજા પણ પદાર્થો અંગેની વિચારણા અને વસ્તુ જાદી પડવાની. આ રીતે વિચારણા થાય તો એ વિચારણા મોં-માથાવાળી વિચારણા ગણાય. બાકી તો શંભુમેળો. સાચી વિચારણામાં આત્મા અંગેની નિશ્ચયનયની વાત અને ધર્મ અંગેના નિશ્ચયનયની વાતનો સંભેળ ન કરાય, શંભુમેળો ન કરાય નવીન ઢબના નિશ્ચયનયની વિચારણામાં આવો શંભુમેળો મળે છે. એમાં શ્રી સર્વજ્ઞકથિત વાસ્તવિક પદાર્થ હાથમાં આવતા નથી. મુદ્દો-૨ઃ નવીનઢબનો નિશ્ચય એ એકાંતવાદમાં ઊતરી જવાથી જૈન અનેકાંતની વિરુદ્ધ જાય છે :– કદાચ એ એમ કહે કે, ‘અમે કાંઈ શંભુમેળો નથી કરતા,' જો કે એમ કહેવા માત્રથી કાંઈ સરે એવું Page #51 -------------------------------------------------------------------------- ________________ નથી, છતાં એ શંભુમેળાનો મુદ્દો જતો કરીએ, તો પણ બીજો મુદ્દો એ છે કે એ એકાંતવાદમાં ઊતરી જતા હોવાથી જૈનશાસનના સ્યાદ્વાદ સિદ્ધાન્તથી વિરુદ્ધ જાય છે. દા.ત. એ કહે છે કે “ચૈતન્યની પ્રતીતિપૂર્વક સાંભળે તેને જ સાંભળ્યું કહેવાય.” આ એકાંત પકડ્યો, પણ તે ખોટો છે. પ્રતીતિપૂર્વક એટલે પ્રતીતિ થયા પછી, પરંતુ એ પૂર્વે પણ સાંભળ્યું સાર્થક બને છે. કેમકે માનો કે કોઈ આત્માને શુદ્ધ ચેતનની કાંઈ ગમ જ નથી કે “એ શું હોય કે કેવું હોય” ગમ નથી તેથી પ્રતીતિ શાની જ હોય? પરંતુ હવે એને કોઈ સમજાવે છે કે “જુઓ મહાનુભાવ ચૈતન્યનું સ્વરૂપ જ્ઞાનાદિમય છે...' વગેરે વગેરે. તો તે સાંભળીને એને ચૈતન્યની ગમ શું નહિ પડે ? ને પ્રતીતિ શું નહિ થાય ? જો થશે, તો આ પ્રતીતિ થવા પહેલાનું એ સાંભળેલું તો ચૈતન્યની પ્રતીતિ વિનાનું હતું; પ્રતીતિપૂર્વક નહિ. તો પછી શું એ સાંભળેલું સાંભળ્યું ન ગણાય? પહેલા ભવમાં શ્રી મહાવીર પરમાત્માના જીવ નયસારને, જંગલમાં મુનિને રસ્તે ચઢાવવા ગયો ત્યાં સુધી, શુદ્ધ ચૈતન્યની ખબર સરખી નહોતી. હા, એટલી ખબર હતી કે અતિથિને ખવરાવીને ખાવું. પરંતુ એમાં કાંઈ શુદ્ધ ચૈતન્યની ખબર ન ગણાય. આમ ખબર નહોતી છતાં પણ ખબર વિના મુનિ પાસેથી જો એનું સ્વરૂપ સાંભળ્યું તો એની રુચિ થઈ. તો ત્યાં સાંભળતી વખતે તો શુદ્ધ ચૈતન્યની રુચિ હતી નહિ, પણ પછી થઈ; તો શું પૂર્વે રુચિ વિનાનું સાંભળેલું “સાંભળ્યું નહિ ગણાય? અહીં જાઓ, કેવી એમની ગંભીર ભૂલ થઈ? “સાંભળ્યું શેને ગણવું' એ એક વિચારણા ઊઠી. એમાં “ચૈતન્યની પ્રતીતિપૂર્વક સાંભળેલું એ નિશ્ચયથી સાંભળ્યું ગયું, અને ચૈતન્યની પ્રતીતિ વિના સાંભળેલું એ વ્યવહારથી સાંભળેલું ગણ્યું; અને એને નકામું માન્યું.' પણ ખરી રીતે તો ચૈતન્ય પર દ્વેષ, અરુચિ કે વ્યગ્રહ Page #52 -------------------------------------------------------------------------- ________________ ' વગેરે વિના સાંભળેલાથી પણ ચૈતન્ય પ્રતીતિ થઈ લાભ થાય છે. એમ જ, વકતા પ્રત્યેના અદમ્ય દ્વેષ વગેરે ભાવો વિના સાંભળેલાથી પણ લાભ થાય છે. અલબત્ત એ ચૈતન્ય પ્રતીતિ વિના સાંભળેલું છે, તેથી એને વ્યવહારથી સાંભળેલું ગણે છે. તોય એ રીતે લાભ જરૂર થાય છે. માટે એ સાંભળેલું સાંભળ્યું ગણાય છે. એવા તો ઘણા પ્રસંગ બને છે. એમ લાભ થવાથી એ બધું કામનું છે, નકામું નથી. નયસારને એમ જ લાભ થયો છે. અત્યારે પણ ઘણા નવા અજાણ માણસો કાંઈ ખાસ ખ્યાલ વિના પણ તત્ત્વને જો સાંભળે છે, તો ચૈતન્યની પ્રતીતિવાળા બને છે એ શું ? વ્યવહારની ઉપયોગિતા. ત્યાં જરૂર લાભ થયો છે. પરંતુ આ એકાંતવાદીઓ એવું વ્યવહારથી સાંભળેલું નકામું માને છે. આ એકાંતવાદ જૈનશાસનના અનેકાંતવાદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ‘શુભ નકામું છે, શુદ્ધ જ કામનું છે' નો એકાંત ઃ એકાંતતાનો બીજો દાખલો લો એ કહે છે કે ‘શુભ તો મોક્ષનું કારણ નથી, પણ શુદ્ધોપયોગથી જ મોક્ષ થાય છે.' આ એકાંત પણ ખોટો છે. આ એકાંત કહેવાનો ભાવ એ છે કે ‘શુભ તો મોક્ષમાં જરૂરી નથી, નકામું છે. માત્ર શુદ્ધોપયોગ જરૂરી છે, તેથી એને જ સેવો. શુભને છોડો.' નવા મતનું આ કથન એમ કહેવા માગે છે કે “બધા ધાર્મિક વ્યવહાર જે શુભ છે, તે આચરવા નકામા છે. શુભનો રાગ કરી શુભને અનંતીવાર આચર્યા છતાં ભવભ્રમણ ઊભું જ છે. એ સૂચવે છે કે હવે એનો પક્ષ છોડો ને શુદ્ધનો ખપ કરો.” અહીં શુભમાં જિનપૂજા, સામાયિક, વ્રત, દાનાદિને ગણે છે. યાવત્ ઉપદેશશ્રવણને પણ શુભમાં ગણે છે. એટલે કે ઉપદેશ શ્રવણરૂપી શુભથી ભલીવાર વળે એમ માનવું કે નવા મતે મિથ્યાત્વ એનો અર્થ એ કે ‘ઉપદેશશ્રવણ પણ આત્મોક્ષિતમાં કારણ નથી.' એવો એમનો અભિપ્રાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હવે એમને પૂછીએ કે બધાયને તમે જે તત્ત્વ સમજો છો અને એને મોક્ષ હેતુ તરીકે માનો છો, એ કોઈને સમજવું હોય તો તે કેવી રીતે સમજી શકે ? શું તમારી પાસેથી ઉપદેશ દ્વારા એને સાંભળ્યા-જાણ્યા વિના હાથમાં આવે? ના, કેટલાયને તમારી પાસેથી એ સાંભળીને અને કેટલાયને વાંચીને આવે છે, એવો તો તમારો અનુભવ છે. તેથી જ તમે સંભળાવવા રોજ ભાષણ કરવાનો શ્રમ લો છો, અને વંચાવવા છાપું કઢાવો છો. તો પછી જો એ સાંભળવાની ક્રિયારૂપી શુભથી આત્મા તમે માનેલા સત્ય તત્ત્વનો જ્ઞાતા બને છે, અને શુદ્ધોપયોગ તરફ પ્રયાણ આદરી શકે છે, તો શુભથી શુદ્ધોપયોગ થઈને મોક્ષ થાય એવું બન્યું કે નહિ? અર્થાત્ શુભ એ મોક્ષનું કારણ ન બન્યું ?કદાચ તમે અહીં કહેશો કે : પ્ર. :- શુભ એ તો પરંપરાએ કારણ બન્યું ને? ઉ. :- તો ભલે તેમ; પણ કારણ બન્યું તો ખરું ને ? માટે એની જરૂર ખરી કે નહિ ? ભલે પરંપરાએ પણ દૂધમાંથી ઘી બને છે કે નહિ ? જો બને છે અને પાછું એ પણ જો દેખાય છે કે દૂધ વિના ઘી બનતું નથી, તો પછી દૂધ એ ઘીમાં કારણ ખરું કે નહિ ? જો તમે કહેશો કે : પ્ર. :- નિશ્ચયથી તો ઘીમાં માખણ કારણ છે, દૂધ કયાં કારણ છે ? ઉ. :- તો એનો અર્થ શું એ છે કે :(૧) “ધી માટે દૂધ કામનું જ નથી?' તેમ, (૨) શું એ કહેવું છે કે “તેથી જ ઘીના અર્થીએ હવે દૂધ હાથમાં આવે તો ઢોળી દેવું? કેમકે એ ઘીમાં કારણ નથી.” (૩) ત્યારે શું તમે એમ કહો છો કે “ધીને માટે દૂધને અવગણી માત્ર માખણની રાહ જોયા કરવી? કેમકે ઘીમાં એ જ કારણ છે.' Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આવું કરનારો તો મૂર્ખ ગણાય તેમ મોક્ષ માટે ‘શુભ આલંબનો કામના નથી, શુભને ત્યજી દેવા, માત્ર શુદ્ધની રાહ જોવી.’ –આવું કરનારો મૂર્ખ અને એકાંતવાદી કહેવાય. અહીં એક પ્રશ્નને અવકાશ છે. પ્ર. :- ‘પણ શુભ જો મોક્ષમાં કારણ હોય તો શુભ તો અનંતવાર સેવ્યા; છતાં કેમ મોક્ષ થયો નહિ ? આનો ઉત્તર સરળ છે. ઉ. :- એ સેવ્યાં તો શુદ્ધના લક્ષ્ય વિના માત્ર સંસાર સુખના અશુદ્ધ લક્ષ્યથી સેવ્યાં, માટે નકામાં ગયાં. તેથી શુદ્ધોપયોગ જાગ્યા નહિ. અને મોક્ષ થયો નહિ. જેમ કોઈના હાથમાં દૂધ તો આવ્યું, પણ એમાંથી ઘી બનાવવા માટે દહી કે છાશ-માખણ પેદા કરવાનું લક્ષ્ય રાખ્યું નહિ, પરંતુ માવો બની જાય એ રીતે દૂધને ઉકાળ્યા ઉકાળ્યા કર્યું, તો ઘી ક્યાંથી બને ? અને એમ ઘી ન બને એટલા માત્રથી કોઈપણ માણસ ‘ઘી માટે દૂધ નકામું' એમ કહે, તો તે ગાંડો જ કે બીજું કાંઈ ? ત્યારે જો એમ કહો કે : પ્ર. :- એકલા શુભથી કદી મોક્ષ નથી. એટલે કે શુદ્ધોપયોગ કેળવ્યા-જાળવ્યા વિના કદાપી મોક્ષ નથી થતો, શુદ્ધોપયોગ જાળવ્યા વિનાના શુભ તો નકામા જાય છે. માટે શુદ્ધોપયોગ એ જ ખરૂં કારણ કેમ નહિ ? ઉ. :- તો આનો તો અર્થ એ થયો કે ભલે એકલા શુભથી નહિ, પણ શુદ્ધની સહાયથી મોક્ષ થાય છે. છતાં શુદ્ધને લાવવા માટે શુભની જરૂર તો પડે જ છે. શુભ સેવતાં સેવતાં શુદ્ધભાવ અને શુદ્ધ ઉપયોગમાં જવાય છે. એ હિસાબે તો તમે આલીશાન પ્રવચનમંડપમાં સમયસારાદિના પ્રવચનશ્રવણ, સત્સંગ, વગેરે વિવિધ શુભ આલંબનો સેવરાવો છો. એનો અર્થ જ એ આવીને ઊભો રહે છે કે શુભને સેવીને શુદ્ધોપયોગ કેળવવા દ્વારા અવશ્ય મોક્ષ થાય છે. તેથી પણ શુભ એ કારણ તો ગણાશે જ. તો એમ કહોને કે, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૨ - -- પ્ર. - શુભ એ નિમિત્ત ખરૂં, અર્થાત્ એની માત્ર હાજરી અવશ્ય હોય છે એટલું જ પણ કારણ નથી. ઉ. :- તો એ તો રીતે એમ પણ કહી શકાશે કે “ઉપાદાન પણ માત્ર હાજર હોય છે એટલું જ; બાકી કાર્યમાં એ કશું કરતું નથી, કાર્ય બનાવામાં કશો ફાળો નથી આપતું. તેથી એ કાંઈ કાર્યનું કારણ નથી.” પ્ર. - આમ કેમ કહી શકાય ? ઉપાદાન તો ખુદ કાર્યરૂપ થાય છે. તેથી કાર્ય કરે છે, એમ માનવું જ જોઈએ. નિમિત્તનો નિયમ નથી કે કાર્યને કરે જ. અનંતીવાર નિમિત્ત હાજર છતાં કાર્ય થયાં નથી. એ જ બતાવે છે કે નિમિત્ત એ કાર્યમાં કશું કરતું નથી. ઉ. :- એમ તો ઉપાદાન પણ અનંતકાળથી હાજર છતાં, કાર્ય થયું નથી. તેથી એ કાર્યમાં કશું કરે છે એમ શા માટે માનવું? પ્ર. - ઉપાદાનનેય કારણ ન કહીએ તો પછી કાર્ય થાય જ કેવી રીતે? કાર્યમાં કારણ કોણ રહેશે ? ઉ. :- જો એમ જ હોય કે કાર્યમાં કોઈ કારણ જોઈએ જ; તો ત્યાં ઉપાદાન અને નિમિત્ત બંનેય કારણ તરીકે ઊભા છે. ઉમેદવાર બંનેય છે. એમાંથી ઉપાદાને જ કારણ માનવું અને નિમિત્તને નહિ;-આવો તમારો આગ્રહ શા માટે ? પ્ર. :- આગ્રહ એટલા માટે છે કે ઉપાદાન ખુદ કાર્યરૂપ બની જાય છે. માટે એને કાર્યમાં કારણ માનીએ છીએ. ઉ. :- તો તો એ પણ સાથે જ નક્કી છે કે ઉપાદાન કાંઈ સહજભાવે કાર્યરૂપ બનતું જ નથી. એને કાર્યરૂપ બનવા માટે નિમિત્ત અવશ્ય જોઈએ જ છે. જગતમાં જેમ ક્યાંય એ નથી જોયું Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કે ઉપાદન વિના કાર્ય હોય તેમ એમ નથી જોયું કે કાર્યને થવા માટે નિમિત્તની જરૂર ન પડી હોય. કાર્યમાં જેની જરૂર પડે, જેના વિના ક્યાંય કાર્ય બન્યું એમ દેખાય નહિ, કાર્ય બનવાની પૂર્વ ક્ષણે જે અવશ્ય હાજર હોય, તે કારણ કહેવાય. માત્ર, નિમિત્ત એ ઉપાદાન કરતાં જુદી જાતનું કારણ છે. માટે તો આ નિમિત્તકારણ કહેવાય છે. પણ એ કાર્યરૂપ નથી બનતું, કે ઉપાદાનની ગેરહાજરીમાં કાર્ય નથી સાધતું, એટલા માત્રથી એ નિમિત્ત કશું કરતું નથી એમ નહિ કહી શકાય. નહિતર માત્ર ઉપાદાનને કારણ માનવા પહેલાં એ પ્રશ્ન થશે કે ‘નિમિત્તની ગેરહાજરી સુધીમાં ઉપાદાન એમ જ પડી રહે છે કશું કરતું નથી. માટે ઉપાદાનને કારણ કેમ કહેવાય? છતાં ઉપાદાનને એકલાને કારણ માનવું છે તો એકાંતવાદ થશે. એકાન્ત વચનોના દૃષ્ટાન્ત :- વાત એ ચાલે છે કે શુભ આલંબન અને શુભ વ્યવહાર એ મોક્ષમાં નિમિત્તકા૨ણ છે, એમ માનવું જોઈશે જ. જો એકલા શુદ્ધ ઉપયોગને જ કારણ કહેશો, અર્થાત્ ‘માત્ર શુદ્ધભાવ એ જ મોક્ષ થવામાં કારણ છે, પણ શુભભાવ નહિ,' એમ કહેશો તો એ એકાન્ત સિદ્ધાન્ત થશે. તે સ્યાદ્વાદથી વિરુદ્ધ છે. વળી ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કારણ બનતું જ નથી એય એકાન્ત-સિદ્ધાન્ત છે.’ ‘બાહ્ય ક્રિયાઓ નકામી છે.’ ‘દ્રવ્યકર્મની આત્મા પર કોઈ અસર નથી...' આવા આવા તો કેટલાય એકાન્ત કથનો આ નવા ઉપજાવી કાઢેલા મતમાં છે. એ બધુ ચર્ચવાનો અહીં અવસર નથી. અહીં તો એ વાત છે કે નવીનમતના નિશ્ચય વ્યવહાર અનેકાન્તવાદની વિરુદ્ધ જાય છે. કેમ કે એમાં એકાન્ત પ્રતિપાદનો છે, એકાન્તનિરુપણો છે. અને એકાન્ત નિરુપણો જૈની સ્યાદ્વાદ શૈલીથી તદ્દન વિરુદ્ધ છે, માટે એ જૈનશાસનથી બાહ્ય થઈ જાય છે. અનેકાન્તના દૃષ્ટાન્તો :- અનેકાન્ત નિરુપણમાં તો, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નિશ્ચય અને વ્યવહાર બંનેને કારણ કહેવા જોઈએ. બંનેની ઉપયોગિતાને ન્યાય મળવો જોઈએ. શુદ્ધ અને શુભ બંનેને ઉપયોગી માનવા જ પડે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં કારણ અકારણ બંનેય કહેવું જોઈએ. ભાવકર્મની જેમ દ્રવ્ય કર્મનીય અસર આત્મા પર માનવી જ રહી. બાહ્ય ક્રિયાઓ આંતરિક વિરુદ્ધ ભાવપૂર્વક હોય તો નકામી છે, નહિતર કામની છે. સાચી જૈન શૈલી અતિ ઉદાર અને ગંભીર છે. શુદ્રમતિ એને સમજી ન શકે. પરસ્પર સાપેક્ષ નયો એ સુનયો - જૈનદર્શન તો નિશ્ચયનયવ્યવહારનય, શબ્દનય-અર્થનય, જ્ઞાનદષ્ટિ-યદષ્ટિ, દ્રવ્યાર્થિકદષ્ટિપર્યાયાર્થિકદષ્ટિ, જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગ વગેરે ઉભયનયને માને છે. એ દ્વન્દ્રમાંના બે નય પૈકી કોઈ એક નયને ખોટો કહેનાર અન્ય નયને એ કુનય-જૂઠોનય કહે છે. દા.ત. વ્યવહારના લોપક નિશ્ચયનયને કુનય કહેવાય છે. ક્રિયામાર્ગનો વિરોધી જ્ઞાનમાર્ગ કુમાર્ગ છે. પરસ્પર સાપેક્ષનયને, અર્થાત્ અન્યના અવિરોધક નયને સુનય કહેવાય છે. એનો અર્થ એ છે કે વ્યવહારનયસાપેક્ષ એ સુનય. એટલા જ માટે આ પ્રસિદ્ધ અતિપ્રાચીન મહર્ષિ વચન છે કે, “કરૂ जिणमयं पवज्जह ता मा ववहार-निच्छए मुयह । एगेण विणा તિત્યુતત્તે રેપ વિUIT” જો જિનમતને અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય બંનેને છોડો નહિ. કેમ કે વ્યવહારના લોપથી તીર્થ (શાસન)નો ઉચ્છેદ થાય છે, અને નિશ્ચયના લોપથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વપ્રાપ્તિનિશ્ચયમાર્ગે થાય છે, છતાં વ્યવહાર બહુ કામનો છે - પ્ર. - તો જો તત્ત્વની પ્રાપ્તિ નિશ્ચયથી થાય છે, તો પછી વ્યવહારનું કામેય શું છે? ઉ. :- અરે, ભલાભાઈ ! પણ એ તો વિચાર કરો કે પહેલું તો આ નિશ્ચય તમને બતાવનાર કોણ છે ? જૈનશાસન ને ? એ વ્યવહાર માર્ગ વિના આજ સુધી ચાલી આવત ખરું? જે જૈનશાસન શ્રી તીર્થકર ભગવાને ઉપદેશ્ય, સ્થાપ્યું અને એ દ્વારા જગતને સત્ય તત્ત્વનું દર્શન કરાવ્યું, એ જિનશાસનનો પ્રવાહ આજસુધી જગત પર ચાલ્યો આવ્યો, તે શી રીતે ? કહો કે પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકોનો ચતુર્વિધ સંઘ નક્કી કર્યો. એ સંઘને માટે આંતરિક આત્મવિકાસ ઉપરાંત બાહ્યથી તેને માટે ઉચિત ધાર્મિક આચારોઅનુષ્ઠાનો, વ્રત-ક્રિયાઓ વગેરે નક્કી કર્યા અને શ્રી સંઘે તે પ્રમાણે વર્તવાનું ઉઠાવી લીધું તેથી શાસન ચાલી આવ્યું છે. એમાં સંઘ પૈકીના જૂના જૂના સાધુના ઉપદેશરૂપ વ્યવહાર, તથા જિનના અનુયાયીઓ અને આરાધકોના બાહ્ય ધર્મવ્યવહાર જોઈ જોઈને નવા નવા અનુયાયીઓ અને આરાધકો તૈયાર થતા ચાલ્યા. એમ વ્યવહાર પર સંઘ પ્રવાહ ચાલ્યો આવ્યો; જિનશાસનની ધારા વહી આવી. હજી પણ વ્યવહાર પર જ ધારા ચાલુ રહેશે. પૂર્વની તેજસ્વી બુદ્ધિના કાળે કેવળ મુખપાઠથી સૂત્રવાચનાનો વ્યવહાર ચાલ્યો, તે પછી લખેલા પૂસ્તકોના આધારે ભણવા-ભણાવવાનો વ્યવહાર ચાલ્યો. આ રીતે વ્યવહારના બળ ઉપર શ્રીજિનશાસન, જિનસંઘ, જિન આગમ અવિચ્છિન્ન પ્રવાહે ચાલી આવ્યા છે; ત્યારે જ આજે “જૈન ધર્મ શું’, ‘તત્ત્વો શું', “મોક્ષના ઉપાય શું નિશ્ચય વ્યવહાર શું' - ઈત્યાદિ જાણવા મળે છે. એના પર જ વિચાર થાય છે કે નિશ્ચય માનવો કે વ્યવહાર ? વ્યવહારથી આટલે સુધી આવી ચઢ્યા છો તો જ કહો છો “નિશ્ચયથી તત્ત્વની પ્રાપ્તિ થશે; વ્યવહારનું શું કામ છે? Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પણ હવે સમજ્યા હશો કે વ્યવહારની સલામતી ઉપર નિશ્ચય ટકાવી શકીએ છીએ. ત્યારે એ તો જાઓ કે પ્રભુની વાણીનો પ્રકાશ એ શું છે ? વ્યવહાર જ ને ? તેમ સંઘસ્થાપના, ને સંઘના આચારો અનુષ્ઠાન એ પણ વ્યવહાર જ ને ? તો પછી ભણવું-ભણાવવું, વ્યાખ્યાન કરવા-સાંભળવા, એ પણ વ્યવહારમાર્ગ કે બીજાં કાંઈ ? તેવી રીતે, શાસ્ત્રો લખાયા, રક્ષાયા એ પણ વ્યવહાર જ ને ? નિશ્ચયથી જે મોક્ષમાર્ગ છે, એની નજીક લઈ જનારો આ બધો વ્યવહારથી મોક્ષમાર્ગ છે, એના વિના ક્યાં ચાલી શકે એમ છે ? તેથી એ નક્કી થયું કે વ્યવહારના પ્રવાહથી શાસનનો પ્રવાહ ચાલી આવ્યો અને એણે નિશ્ચયદષ્ટિ શિખવાડી, તો આમાં તો વ્યવહારની મહાન ઉપયોગિતા સાબિત થઈ; પણ એની જરૂરિયાત ઉડી ક્યાં ? એકલા નિશ્ચયમાં તો વેદાન્તી કે બૌદ્ધ વગેરે થવું પડે. પ્ર. :- પણ હવે ઓળખ્યા પછી તો એકલો નિશ્ચય સાચો ને ? ઉ. :- ના, અહીં પણ પ્રવચન-શ્રવણ, મિથ્યાચારના વાતાવરણનો ત્યાગ, વગેરે વ્યવહાર સેવવા પડે છે. એમાં પણ આગળ વધીને તત્ત્વની વિચારણાનો વ્યવહાર આદરવો જ પડે છે. પાછું આવા તત્ત્વ વિચારકોના સંયોગ રાખવા મન ખૂશી રહે છે. એય વ્યવહાર છે. માટે એકલા નિશ્ચયની વાત કરે છે તે ખોટી છે. ખરી રીતે તો તે ઓળખ્યા પછી વ્યવહારનો મોટો ભાર ઉઠાવવો રહે છે. વીરપ્રભુએ ઘોર તપ-ઉપસર્ગ સહન કર્યા, એ વ્યવહાર શું નકામો ? વ્યવહારનય સાપેક્ષ નિશ્ચયનય સાચો. જૈનશાસનને માન્ય ઉભય નય છે :- દ્રવ્યાર્થિકનયનો અવિરોધી, અર્થાત્ વિરોધ ન કરનારો પર્યાયાર્થિકનય સાચો; પર્યાયાર્થિકનયનો અવિરોધી દ્રવ્યાર્થિકનય Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ સાચો. નહિતર તો એકલા દ્રવ્યાર્થિકનયવાળો અંતિમત કે એકલા પર્યાયાર્થિકનયવાળો બૌદ્ધમત સાચો ઠરી જાય. પણ જૈન દર્શન એ સ્વીકારતું નથી. એવું જ જ્ઞાનનય-ક્રિયાનય વગેરેમાં પરસ્પરની સાપેક્ષતામાં જ સુનયપણું સમજવાનું છે. તાત્પર્ય એ આવ્યું કે એકાંતે નિશ્ચય એ જ વસ્તુ સાધક છે', - એમ કહેવું એ મિથ્યાવાદ છે. એ એકાંતવાદ હોવાથી અજૈનમત છે; અનેકાંતવાદી જૈનમતથી બાહ્ય છે, અતિ દૂર છે. મુદ્દો-૩: ત્રીજી વસ્તુ એ છે કે નવા મતવાળાના કેટલાંય કથનો ખુદ સ્વકીય નવીન મતની વિરુદ્ધ જાય છે; તેથી એમના નિશ્ચય-વ્યવહાર એમના જ છે. પોતાના જ પરસ્પર વિરુદ્ધ વચનનો નમુનો - એક બાજુ એ કહે છે કે દરેક વસ્તુ સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી.” બીજી બાજુ એમનું શિખેલા ભક્તો કહે છે કે “ધર્મપિતા ગુરુદેવે અનેક બાળકોને ઉગારીને સંસારમાં ડૂબી જતા બચાવ્યા. આ કથન વસ્તુની સ્વતંત્રતાના સિદ્ધાન્તની વિરુદ્ધ નથી શું ? ‘બાળકોરૂપી દ્રવ્યો સ્વયં તો ડૂબતા હતા, પણ ગુરુદેવરૂપી દ્રવ્ય એમને ઉગાર્યા.' આમાં ગુરુદ્રવ્ય બાળકદ્રવ્ય ઉપર અસર કરીને ? હવે અહીં કદાચ બચાવ કરશે કારણ કે, - પ્ર. - ગુરુદેવે બચાવ્યા એ તો ઉપચારથી કહેવાય છે. બાકી મુખ્યપણે બાળકે સ્વયં બચવાનું છે. એમાં પરદ્રવ્યની અસર ક્યાં આવી? ઉ. :- ઉપચારથી એટલે શું? વસ્તુગત્યા ગુરુએ કાંઈ કર્યું કે નહિ? જો ના કહો, તો એ બતાવો કે ગુરુના માર્ગદર્શન પહેલાં બાળકમાં કાંઈ નહોતું, અને ગુરુ મળ્યા બરાબર બાળક ઊંચો આવ્યો તે શાથી ? અહીં જો કહો કે “બાળકના ઉપાદાનનો કાળ પાક્યો નહોતો.' તોય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (૧) કાળ પાકવા રૂપે પરદ્રવ્ય ‘કાળ’ની જરૂર પડી ને ? (૨) કાળ પાકવાનું ગુરુ મળતાં જ કેમ થયું ? તે પૂર્વે કેમ નહિ? તેથી ગુરુની બાળક ઉપર સચોટ અસર કહેવી જ જોઈશે. બીજી વાત એ છે કે એ જે ઉપચારથી ઉગારવાનું માને છે એ ઉગારવાનું ત્યાજ્ય છે કે ઉપાદેય ? જો ત્યાજ્ય હોય તો શા માટે આચરો છો ? જો ઉપાદેય હોય તો ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ જ કરી શકતું નથી એ ડિંડિમ પીટવાનો શો અર્થ રહ્યો ?’ એમ જે કહ્યા કરો છો કે ‘પરદ્રવ્ય કાંઈ જ ન કરી શકે, પરદ્રવ્ય કાંઈ જ ન કરી શકે,' એનું તો પરિણામ ઉલટું એ આવે કે સદ્ગુરુ, સત્શાસ્ત્ર વગેરે પરદ્રવ્ય હોવાથી એમનું આલંબન કાંઈ ન કરે, એમ માની લોક એને ન સેવે. ત્યારે જો તમે કહો કે અમારે તો એ આલંબન કામ કરે જ છે, તો એનો અર્થ જ એ છે કે એ ગુરુ તરીકે તમારૂં અને શાસ્ત્ર તરીકે તમારા શાસ્ત્રોનું જે આલંબન કરે છે તે સમજીને જ કે આનાથી જ આપણું ઠેકાણું પડશે. તમે પણ કહો છો કે ‘સત્સંગ કરી કૃતક કર્યા વિના બરાબર સાંભળો તો તત્ત્વ સમજાશે.' - આ કથનનો શો અર્થ છે ? આ તત્ત્વસમાતી એ એક આત્મદ્રવ્ય ઉપર અસર છે. એ અસર કોણે કરી ? ગુરુ અને શાસ્ત્રરૂપી પરદ્રવ્યે એમ પરસ્પર કથનનો વિરોધ આવ્યો. છતાં સિદ્ધાન્ત એ કહ્યા કરો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. પ્ર. :- સિદ્ધાન્તનો અર્થ એ છે કે આત્મા સાવ પરાશ્રિત બની પોતાના પુરુષાર્થને ફોરવવામાં મંદ ન પડી જાય. માટે આત્માને પુરુષાર્થ કરાવવા માટે એ સિદ્ધાન્ત સાર્થક કેમ ન મનાય ? ઉ. :- જો એમ જ કહેતા હો તો એ માટે ખોટા સિદ્ધાન્ત ઊભા કરવાની કાંઈ જ જરૂર નથી.માત્ર ત્યાં એમ કહી શકાય કે “નિશ્ચયથી એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસર ન મનાતી હોય, છતાં વ્યવહારથી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જરૂર મનાય છે. તેથી જ ખુદ નિશ્ચયમૂર્તિ જિનેશ્વરદેવ શાસનની સ્થાપનારૂપ વ્યવહાર કરે છે. તે બીજા આત્મદ્રવ્યો પર અસર કરે એટલા માટે કરે છે પરંતુ બીજા શુભદ્રવ્યના આલંબન મળ્યા પછી પણ, અસર થવામાં વેગ આવવાનો આધાર સ્વદ્રવ્યના પુરુષાર્થ ઉપર છે. માટે પુરુષાર્થ વધારો. જો જો કે માત્ર પુરુષાર્થના ઘમંડમાં શુભ આલંબનને તરછોડી દેતા નહિ.” શ્વેતામ્બર શાસ્ત્રો આત્મપુરુષાર્થનો ઉપદેશ ક્યાં ઓછો આપે છે ? નિશ્ચયની દૃષ્ટિ રાખવાનું એ ક્યાં નથી કહેતા ? તેથી કાંઈ નિશ્ચયને જ પકડી વ્યવહારની અગત્ય ઉડાડાય ? વ્યવહારમાર્ગના આદર છોડાય ? પ્રેરક એવા સદ્ગુરુ સત્શાસ્રરૂપી પવિત્ર પરદ્રવ્યોના અવલંબન મૂકી દેવાય ? વિરુદ્ધ વચનનો બીજો નમુનો :- એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ જ કરતું નથી, એ એમનો જ સિદ્ધાન્ત સામે એમના જ બીજા પણ વિરોધી વચનો જુઓ. “આ કળિયુગમાં આપશ્રી જેવા પવિત્ર સંતની શીતલ છાયા જ મુમુક્ષુ જીવોને જીવનનો આધાર છે.” એવું એમના ભક્તો કહે છે. એનો અર્થ એ છે કે મુમુક્ષુ ૫૨ સંતરૂપી પરદ્રવ્યની સારી અસર પડે છે. અહીં છાયા સાથે પાછો ‘જ’ કાર મૂક્યો છે. જો સંતરૂપી પરદ્રવ્યને માટે એમ કહો કે, પ્ર. :- “એ તો ઉપચારથી આધાર છે. મુખ્યપણે તો મુમુક્ષુને સ્વકીય આત્મદ્રવ્યનો આધાર છે.” તો, ઉ. :- ‘જ’ કારનો શો અર્થ છે ? ઉલટું ‘જ’ કારથી તો એમ ભાસે છે કે સંતરૂપી પરદ્રવ્યની છાયા સિવાય બીજો કોઈ આધાર નથી, અર્થાત્ સ્વદ્રવ્ય કે સ્વપુરુષાર્થ પણ આધાર નથી. ત્યારે જો એમ કહો કે, પ્ર. :- “એ તો ઉપકારી ગુરુના ગુણાનુવાદ વ્યવહારથી કરાય, એમાં નિશ્ચયને શો વાંધો આવ્યો ?'' Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉ. :- આની સામે ત્રણ પ્રશ્નો છે : (૧) મુમુક્ષુને ગુરુ ઉપકારી કે સ્વદ્રવ્ય ઉપકારી? સ્વદ્રવ્ય જ ઉપકારી હોય તો સંતની છાયા શી ? (૨) ગુણાનુવાદ વ્યવહારથી કરવાનું પણ શું કામ છે? જો કરે તો મિથ્યાત્વ લાગે કે નહિ ? કેમકે ગુરુમાં ઉપકારકતાનો ગુણ માનતા નથી અને ગુણાનુવાદ કરે છે; એ મિથ્યા ભાષણ છે. (૩) વ્યવહારથી ઉપકારકતા છે, એમ કહો તો પ્રશ્ન એ છે કે ઉપકારકતા વાસ્તવિક સમજવી કે કાલ્પનિક ? કાલ્પનિક ઉપર કાંઈ કરવાનું હોય ખરું? આ બધું સૂચવે છે કે વ્યવહાર-પ્રવૃત્તિ ઉપયોગી છે, લાભકારી છે. વળી બીજાં વિરોધી વચન જાઓ : આપના મહાન પ્રતાપે જ ભવ્યજીવોને કલ્યાણનો ધોરી માર્ગ પ્રાપ્ત થયો છે,” એમ એમને એમના સિદ્ધાન્તાનુયાયી કહે છે. આમાં પણ “જ કાર છે, તે પણ સૂચવે છે કે “ગુરુરૂપી પરદ્રવ્યનો પ્રતાપ કલ્યાણમાર્ગની પ્રાપ્તિમાં અસાધારણ કારણ છે.” એમના સિદ્ધાન્ત એ કેટલું જાકું ? ક્યાં સિદ્ધાન્ત? અને ક્યાં જૂઠો વ્યવહાર? :- અહીં “સંતની શીતલ છાયાએ અને “એમના પ્રતાપનું આલંબન'એ બંનેય વ્યવહાર છે, નિશ્ચય નથી. એક બાજા ગુરુરૂપી પરદ્રવ્યનો આધાર લેવો અને એ વ્યવહારને જ કલ્યાણમાર્ગ એટલે કે મોક્ષનો ધોરી માર્ગ કહેવો, અને બીજી બાજા પદ્રવ્ય કશું કરતું નથી એમ પ્રરૂપી નિશ્ચય સ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, એમ કહેવું, એ શું પરસ્પર વિરુદ્ધ નથી? નિશ્ચય સ્વભાવના આશ્રયે જ એટલે “વસ્તુના પોતાના જ મૂળ સ્વરૂપના જ આશ્રયે.' આ અર્થ છે. આમાં વસ્તુના સ્વસ્વરૂપ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સિવાય બીજાનો નિષેધ કર્યો. એમાં વસ્તુના ઔપાધિક (ભાડુતી) રૂપનો પણ નિષેધ આવ્યો, તેમ પર વસ્તુના સ્વરૂપનો પણ નિષેધ આવ્યો. એથી વસ્તુના ઔપાધિકરૂપ પર તથા પર વસ્તુના આધાર પર મોક્ષમાર્ગ ન જ હોય એમ આ ક્શનનો ભાવ છે. ત્યારે પૂર્વે કહ્યું કે, ગુરુના મહાન પ્રતાપે જ ભવ્ય જીવોને કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો છે. આનું નામ સ્વવચનોમાં સામસામો વિરોધ છે. વળી “એક દ્રવ્ય પર બીજા દ્રવ્યની અસર ન જ થાય' એવા એમના જ સિદ્ધાન્ત વિરુદ્ધ એમનું જ બીજાં એક લખાણ જુઓ. એ કેવું નીતરતા વ્યવહારનું સમર્થક છે, તે પણ સાથે જ જણાશે. એ કહે છે કે, જે પોતાનું કલ્યાણ કરવા માગે છે, તેને મંદકષાય અને જ્ઞાનનો ઉઘાડ તો હોય જ. એ ઉપરાંત પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ, અજ્ઞાની કુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. (અર્થાત જ્ઞાનીના જ ઉપદેશથી જ યથાર્થ તત્ત્વનિર્ણય થાય.)'' આ સ્પષ્ટપણે જ્ઞાનીના ઉપદેશની પ્રાપ્તિના વ્યવહારથી તત્ત્વનિર્ણય થવાનું કહે છે. ત્યાં શું (૧) વ્યવહારમૂઢતા નહિ આવે? વળી (૨) પોતાના નિશ્ચય મતના સમર્થક બીજા કથન સાથે વિરોધ નહિ આવે ? આ રહ્યું તે કથન:- “ભૂતાર્થ સ્વરૂપનું અવલંબન તેજ ભેદજ્ઞાનનું (તસ્વનિર્ણયનું) કારણ છે. જેઓ નિશ્ચયને જાણતા નથી, ને વ્યવહારની રુચિ કરીને કુગુરુના ઉપદેશથી તત્ત્વનિર્ણય થાય નહિ, સુગુરુના ઉપદેશથી જ તત્ત્વનિર્ણય થાય, એમ કરી તેની ઉપર જોર આપે છે, તેમને કદી ભેદજ્ઞાન કે મોક્ષમાર્ગ થતો નથી.” Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શું પોતાના જ આવા કથનનો પૂર્વના વ્યવહાર ઉપદેશની સાથે, હડહડતો વિરોધ નથી ? નિશ્ચયના આશ્રયે જ મોક્ષમાર્ગ કહેનાર મત અહીં જ્ઞાનીના ઉપદેશની આવશ્યક્તા માનવામાં કેવો વ્યવહાર પોષે છે !” “મંદ કષાય હોવા ઉપરાંત જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ. કુગુરુના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. સાચા તત્ત્વનો નિર્ણય થયા વિના કલ્યાણ કરવાનું બની શકે નહિ.” આમ કહેવામાં તો ચોક્ખી ગુરુરૂપી પરદ્રવ્યની અસર માની ! ને ચોકખા જ્ઞાનીના ઉપદેશરૂપી વ્યવહારના આશ્રયે કલ્યાણ થવાનું કહ્યું ! હવે જે એમ કહેવું કે જેઓ નિશ્ચયને જાણતા નથી, ત્યાં ‘જેઓ’ એટલે કોણ ? પોતે જ ને ? “વ્યવહારની રૂચિ કરીને તેના પર જોર આપે છે, તેને મોક્ષમાર્ગ થતો નથી,” એવું કથન પોતાને જ લાગું નહિ પડે ? મૂઢ કોણ ? :- ખરી વસ્તુસ્થિતિ એ છે કે એમને પરસ્પર મેળવાળા નિર્ણય અને વ્યવહારની ગમ જ નથી. તેથી ક્યાંક તો ન છૂટકે જાણે-અજાણે વ્યવહારમાં તણાય છે; અને ક્યાંક નિશ્ચયને એકલાને વળગે છે. મૂઢતા આનું નામ છે. પોતે ક્યારે શું બોલે છે એનું જેને ભાન નથી એ મૂઢ છે. પોતાના જ એક કથન સાથે બીજા કથનનો વિરોધ આવે, એવાં કથન મૂઢતાના ઘરના છે. આવાં અગડંબગડં કથનો કર્યા જવા તથા ગાઢ મિથ્યાત્વની મૂઢતામાં જાતે રમ્ય જવું, અને ઉપરથી મહા જાગૃત ઉચ્ચ જ્ઞાની, વિવેકી અને સંગતભાષી ઉત્તમ પુરૂષોને મૂઢ તરીકે ઓળખાવવા એ કેટલી અધમ બાલિશતા છે ! એવા બાલિશ કથનની પાછળ અંધ ભક્ત થવું એ પણ કેવી મહામૂઢતા છે ! હજી પોતાના જ પરસ્પર વિરોધી વચનનો ઓર એક નમુનો જુઓ. એક સ્થાને એમ કહે છે, કે “વ્યવહારના આલંબનથી મોક્ષમાર્ગમાં થવાનું માને એ જીવો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તીવ્ર મિથ્યાદષ્ટિ છે. તેમને તો સમ્યકત્વ થવાની પાત્રતા જ નથી.” ત્યારે બીજી બાજુ એ કહે છે કે, પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનનો ઉપદેશ જ હોય છે.” એટલે ? જ્ઞાનીના ઉપદેશના નિમિત્ત વિના પાત્ર જીવને મોક્ષમાર્ગ ન થાય. “જે પોતાનું કલ્યાણ કરવા માગે છે, તેને પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ.” આ કથન પણ એમનું જ છે. “ઉપદેશ મળવો જોઈએ,' “નિમિત્ત ઉપદેશ જ છે, એ શબ્દો ઉપદેશના અવલંબનની જરૂરીયાત દર્શાવે છે. અહીં ઉપદેશનું અવલંબન એટલે વ્યવહારમાર્ગનું અવલંબન છે; એને કલ્યાણમાં જરૂરી માન્યું ! તો શું આવું કહેનાર પોતાને પોતે જ તીવ્ર મિથ્યાદષ્ટિ કહે છે !!! ના, ના, અથવા એમનો મત એવો હશે કે “માનવાનું જાદુ અને આચરવાનું જાડું.” વ્યવહારનું આલંબન કર્યા વિના મોક્ષમાર્ગ નહિ. માટે વ્યવહારનું આલંબન અવશ્ય કરવાનું ખરૂં; પણ માનવાનું નહિ કે એના આલંબને મોક્ષમાર્ગ છે !! કેવી આ મહાન ભ્રમણા છે ! એ તો એવું થયું કે ભૂખ મટાડવા ખાવાનું ખરૂં; પણ ખાવાથી ભૂખ મટે એમ માનવાનું નહિ !! જો માન્યતા સાચી ધરવાની હોય, તો તો એની શ્રદ્ધા હૃદયે એવી સચોટ વસે કે એનો જ પક્ષપાત જામી જાય. પછી તો એની પ્રતિપક્ષી વસ્તુ તરફ ભારે અરુચિ થાય; શક્ય પરિહાર થાય, અને કદી એનું સમર્થન થાય નહિ. ત્યારે અહીં શ્રદ્ધા નિશ્ચયની કરે છે, ને સમર્થન વ્યવહારનું કરે છે. કહે છે “સાચો ઉપદેશ મળવો જોઈએ, નિમિત્ત ઉપદેશ જ છે.” જે નિમિત્ત અને વ્યવહાર ઉપયોગી નથી, જો એ મોક્ષમાર્ગના વિરોધી છે. એવી શ્રદ્ધા કરો છો, તો પછી એનું સમર્થન કરવામાં તો એ શ્રદ્ધાથી વિરુદ્ધ વર્તીને તમે જાતે તીવ્ર મિથ્યાદષ્ટિ થવાનું કરો છે. અહીં પૂછી શકો કે, પ્ર. :- તો પછી સાચા જૈનમતેય નિશ્ચયનું લક્ષ્ય તો છેજ, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છતાં વ્યવહારનું સમર્થન કેમ કરો છો ? ઉ. :- સાચા જૈનમતે એકાંત નિશ્ચયની શ્રદ્ધા નથી કરાતી; પણ વ્યવહારયુક્ત નિશ્ચયની શ્રદ્ધા કરાય છે. તેથી ત્યાં તો બંનેના સમર્થન કરવામાં જરાય વાંધો નથી. વાંધો તો તમારા એકાંતમતમાં છે. શ્રદ્ધા જીદી અને આચરવાનું જુદું. પછી પરસ્પર વચન વિરોધ કેમ ન આવે ? જો શ્રદ્ધા એકલા નિશ્ચયની કરવી છે, તો આચરણ એનું જ કરો. જો આચરણ વ્યવહારનું જરૂરી માની કરો છો, તો શ્રદ્ધા વ્યવહારની કરવામાં શું નડે છે ? વ્યવહારનું આચરણ જરૂરી ન હોય તો આચરવું જ શા માટે ? વળી પણ એમના જ અન્ય વિરોધી વચન જુઓ. એક સ્થાને કહે છે કે, “જેને દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાની ખબર ન હોય, ને કર્મના ઉદયને લીધે વિકાર થાય એમ માનતા હોય તેને તો મુનિદશાની ગંધ પણ ક્યાંથી હોય ?” ત્યારે બીજે ઠેકાણે કહે છે, કે “પૂર્વે અજ્ઞાનપણે અનંત અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થઈ શુભભાવથી નવમી ત્રૈવેયક સુધી ગયો છતાં ચૈતન્ય વસ્તુ ખ્યાલમાં ન આવી.” આત્મામાં કર્મના ઉદયથી વિકાર થવો, અને વિકાર ન થવો એ બંનેનો વિરોધ :- હવે પૂછો, આમાં વિરોધ શો છે ? એ જ વિરોધ, કે પહેલાં જે સૂચવ્યું કે ‘કર્મના ઉદયને લીધે આત્મા ૫૨ વિકાર ન થાય; તેની સામે બીજામાં કહ્યું કે “આત્મા શુભભાવથી ત્રૈવેયક દેવલોક સુધી ગયો,” એમ કહીને સૂચવ્યું કે આત્મા જે અહીં દ્રવ્યલિંગી સાધુપણાના પર્યાયવાળો હતો, તે શુભભાવથી શુભકર્મ ઉપાર્જી એના ઉદયે ત્રૈવેયકદેવપણાના પર્યાયવાળો બન્યો. એટલે કે આત્મા કર્મના ઉદયથી વિકારી બન્યો. તે આ રીતે– Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપમાં દ્રવ્યલિંગી સાધુપણું નથી, તેથી દ્રવ્યલિંગી સાધુપણું એ આત્મામાં એક પ્રકારનો ફેરફાર થયો. તેમ દેવપણું એ પણ આત્માનું કાયમી સ્વરૂપ નથી, તેથી એ આગન્તુક ફેરફાર થયો ગણાય. મૂળ શુદ્ધ વસ્તુને ‘પ્રકૃતિ' કહેવાય છે, અને તેમાં આગંતુક ફેરફાર થાય તે ‘વિકૃતિ’-‘વિકાર' કહેવાય છે. આ વિકાર પુદ્ગલના શરીરનો જ નહિ મનાય, કિન્તુ જીવનો માનવો પડશે. કેમકે જીવના આધારે એ શરીર રચાય છે; અને દેવપણું, મનુષ્યપણું વગેરે ફેરફારની અસર જીવ પર પડે છે; જીવને તેવું જ્ઞાન, તેવી સંજ્ઞા, તેવા સંસ્કારોનું જાગરણ થાય છે. પરદ્રવ્યની અસરનો કર્મમાં સચોટ દાખલો :- હવે એમને પૂછો કે એ વિકાર શાથી થયો ? એકલા શુભભાવથી કે શુભભાવ દ્વારા ઉત્પન્ન થયેલા પુણ્યકર્મના ઉદયથી ? એકલા શુભભાવથી જો થતું હોય તો તો અહીં શુભભાવ કરતાંની સાથે દેવપણાનો વિકાર થવો જોઈએ. ત્યારે જો કહો કે, પ્ર. :- ‘શુભભાવથી આત્મામાં ભાવકર્મ ઉત્પન્ન થયું, તેના ઉદયથી વિકાર માનીએ છીએ, તો ?' ઉ. :- નિશ્ચયનયના શુદ્ધ આત્માના સ્વભાવમાં ભાવકર્મ જેવું કાંઈ હોય ? પ્ર. :- વ્યવહા૨મતે હોય; અને વ્યવહાર પણ અમે માનીએ છીએ. તો ? ઉ. :- સાથે એ સમજી લો, કે એ આંતર વ્યવહારની સાથે બાહ્યવ્યવહાર સંકળાયેલો જ છે, તો પછી એ વ્યવહારની જેમ અવશ્ય જરૂરી એવા બાહ્ય વ્યવહારની અસરનો અપલાપ કેમ કરો છો ? આમ તો તમે કહો છો જ, કે દ્રવ્યલિંગી જીવ સાધુપણાથી શુભભાવ દ્વારા ત્રૈવેયકમાં જાય છે. આત્મામાં ત્રૈવેયક દેવપણાનો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પર્યાય શા ઉપર ? દ્રવ્યલિંગના વ્યવહાર ઉપરને ? એ વ્યવહારની અસર જીવ પર એટલે પરદ્રવ્ય પર જ થઈને ? બીજી રીતે વિચારતા પ્રશ્ન એ છે, કે બાહ્યદ્રવ્યકર્મ પુદ્ગલની અસ૨ ભલેને ન માનો પણ આંતરિક ભાવકર્મની અસર તો માનો જ છો. તો એ બતાવે છે કે ભાવકર્મમાં પ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશ સંક્રમણ-ઉદ્ધર્તનાદિની શી વ્યવસ્થા છે ? અગર તો કહો કે, ભાવકર્મ એ દ્રવ્યકર્મના પ્રકૃતિ સ્થિતિ-રસ-પ્રદેશના સાથે સંબંધ ધરાવે છે કે નહિ ? જો ન ધરાવતું હોય તો (૧) સમ્યક્ત્વ એ કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિએ પ્રાપ્ત થાય છે, એ કથનનો શો અર્થ ? એનો અર્થ એ જ છે કે દ્રવ્યકર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમની અંદર અંદરની થાય, ત્યારે દ્રવ્યમિથ્યાત્વકર્મનો ક્ષયોપશમ થવાથી ભાવકર્મનું પણ તેમજ થાય, અને આત્મામાં સમ્યક્ત્વ ગુણ પ્રગટે. આમાં આત્મગુણ સમ્યક્ત્વની સ્વતંત્રતા ક્યાં રહી ? તેમજ, (૨) ભાવકર્મ કેમ દ્રવ્યકર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસને બરાબર અનુસરે છે ? અને અનુસરે છે એ સ્પષ્ટ જણાય છે. દ્રવ્યકર્મની પ્રકૃતિ જો જ્ઞાનને આવરવાની છે તો ભાવકર્મનું પણ પરિણામ જ્ઞાન દબાઈ જવામાં આવે છે. એવું સ્થિતિમાં, દ્રવ્યકર્મ જ્યાં સુધી અપવ અને અનુદિત હોય છે, ત્યાં સુધી ભાવકર્મ પણ સ્થગિત રહે છે. એમ દ્રવ્યકર્મનો રસ જો ઉગ્ર તો ભાવકર્મનોય ઉગ્ર, પેલો જો મંદ, તો આ પણ મંદ. આ ઉપરથી ભાવકર્મ જો દ્રવ્યકર્મ સાથે સંબંધ ધરાવતું હોય, તો તો એ આવ્યું કે દેવપણાના આયુકર્મપુદ્ગલના હિસાબેજ આત્મા દેવપણાનો વિકાર પામ્યો. આ એક દ્રવ્યની બીજા પર સ્પષ્ટ અસર થઈ. પછી “દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાની ખબર ન હોય, ને કર્મના ઉદયના લીધે વિકાર થાય, એમ માનતા હોય...” વગેરે જે એ કહે છે, તે પોતાને જ લાગુ નહિ પડે ? Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અથવા એ કથન પોકળ નહિ ઠરે ? ત્યારે જો એમ કહે, કે અમે દેવત્વ-મનુષ્યત્વ વગેરે વિકારની વાત નથી કરતા, અમે તો રાગાદિ વિકારની વાત કરીએ છીએ.' તો પણ એટલું તો સ્વીકારી લીધું કે આત્મામાં દેવ-મનુષ્યપણાના વિકાર કર્મના ઉદયથી થાય છે. તેથી તમારૂં જે સામાન્ય વચન-‘કર્મના ઉદયથી આત્મા વિકારી નથી થતો', એ વચનનો વ્યાઘાત આવ્યો. છતાં ખેર ! હવે રાગાદિ અંગે જુઓ—એમાં પણ પૂર્વના જેવા પ્રશ્ન થશે કે, પુદ્ગલ દ્રવ્યની આત્મા પર અસર છે, એ માટેના પ્રશ્નો : (૧) આત્મામાં થતા રાગાદિ ભાવોને રાગમોહનીય આદિ દ્રવ્યકર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ સાથે કંઈ મેળ છે કે નહિ ? અર્થાત્ રાગાદિ ભાવો એ કર્મની પ્રકૃતિ આદિને અનુસરે છે કે નહિ ? એના પર આધાર રાખે છે કે નહિ ? (૨) જો રાગાદિકર્મપુદ્ગલો ઉગ્ર રસવાળા, તો જીવમાં રાગપરિણતિ તીવ્ર; અને પુદ્ગલો જો મંદ રસવાળા તો આત્માની રાગાદિપરિણતિ મંદ; એવું ખરૂં કે નહિ ? જો ના, તો (૩) કાર્મણ વર્ગણામાંથી કર્મ પુદ્ગલ થવાની જરૂર જ શી ? (૪) આત્માના સહકાર વિના કાર્પણ પુદ્ગલમાંથી કર્મ કેમ નથી બનતા ? (૫) કર્મ-પુદ્ગલના પ્રકૃતિ વગેરેના ઉદયને બરાબર અનુસરીને જ સાથે આત્મામાં કેમ ઔદિયકભાવ કામ કરે છે ? (૬) રાગાદિ ભાવો જો કેવળ આત્માના જ ધર્મભૂત એવા ભાવકર્મને અનુસરતા હોય, તો એ ભાવકર્મમાં પ્રકૃતિની વિવિધતા શી રીતે ? અને એના રસ અને પ્રદેશ શું ચીજ ? ખુદ ભાવકર્મને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શું સમજો છો ? (૭) કર્મના સ્થિતિ-રસમાં ઉદ્વર્તના-અપવર્તન થાય છે. એ દ્રવ્યકર્મમાં તો ઘટે છે, પણ એકલા સ્વતંત્ર ભાવકર્મમાં કેવી રીતે ઘટાવશો ? કેમકે એમાં અપવર્તનામાં તો આત્માના પરિણામની વિશુદ્ધિના હિસાબે ઉપરની સ્થિતિના કર્મદળીયાને નીચેની સ્થિતિના દળીયાં ભેગા નાંખવાના હોય છે; તે વસ્તુ તો દળીયારૂપ દ્રવ્યકર્મમાં ઘટે; પણ ભાવકર્મમાં શી રીતે ઘટે ? તેમ, (૮) ભાવકર્મમાં સંક્રમણની યોજના શી રીતે ઘટાવશો ? કેમ કે સંક્રમણમાં પણ પૂર્વબદ્ધ કર્મ દળિયાને વર્તમાનમાં બધ્યમાન કર્મદળિયામાં નાખવાના હોય છે એવું સંક્રમકરણ દ્રવ્યકર્મમાં તો ઘટે, પણ દ્રવ્યકર્મમાં તદ્દન નિરપેક્ષ એવા સ્વતંત્ર ભાવકર્મમાં કે રાગાદિભાવમાં ક્યાંથી સંગત થવાનું હતું? કેમકે એમાં તો દળિયાં જ હોતાં નથી. ત્યારે, (૯) સમ્યક્ત્વ પામવા માટે જે અપૂર્વકરણ કરાય છે. તેમાં ગુણશ્રેણિ થાય છે, તે કેમ ઘટે? કેમકે ગુણશ્રેણિનો અર્થ અસંખ્યાતગુણઅસંખ્યાતગુણ કર્મદળિયાંની એવી ક્રમિક રચના છે, કે જે અપૂર્વકરણના શુભ આત્મ-પરિણામથી નીપજે છે. એ ગુણશ્રેણિ તમારા મતે કેવી રીતે ઘટાવશો ? તમારે તો ગુણશ્રેણીને ભાવકર્મની સાથે, સંબંધ છે; અને કર્મ-દલિકની રચના એ તો કર્મપુદ્ગલનો પર્યાય છે; તે સ્વતંત્ર છે. એવી દ્રવ્યકર્મની ગુણશ્રેણીના આધાર પર સમ્યક્ત્વ શી રીતે થાય? કેમ કે આત્માનો સમ્યક્ત્વ અને અપૂર્વકરણનો જે પરિણામ, તે પણ સ્વતંત્ર છે. તો એકમાં બીજું કારણ કેમ બની શકે ? (૧૦) કર્મથી આત્મામાં વિકાર ન હોય, તો સંસાર શું ? સંસાર કોનો ? સંસાર કેમ થયો? સંસાર કેમ મીટે ? સંસાર મીટે Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ એટલે શું ? આના શા જવાબ છે ? અહીં સંસાર આત્માનો જ માનવો પડશે; કર્મનો નહિ, પુદ્ગલ શરીરાદિનો નહિ. સંસાર એટલે કર્મસંયોગથી થયેલી આત્માની અશુદ્ધ અવસ્થા કહેવી જ જોઈશે. તો તેમાં, (૧૧) કર્મસંયોગથી અશુદ્ધ અવસ્થા, અને કર્મના વિયોગથી શુદ્ધ અવસ્થા, એવું માનો કે નહિ ? ન માનો તો જૈન દર્શનના કૃત્ન (સકલ) કર્મક્ષયથી મોક્ષ', એ સિદ્ધાન્તનો કોઈ અર્થ નહિ રહે. કર્મ સંયોગે જ સંસાર છે. તેથી જ કર્મના કારણે જ આત્મા પર સંસાર નામનો વિકાર માનવો પડશે. એ વિકાર તો જ મીટે કે જો સર્વ કર્મનો વિયોગ થાય. (૧૨) આત્મામાં કર્મથી વિકાર નહિ માનો તો ઔદયિકભાવ કોનો કહેશો ? અને શાથી કહેશો? એકલા કર્મનો નહિ કહેવાય, કેમ કે કર્મ તો પુલ છે, ને તેનો તો સાદિ-પારિણામિક ભાવ માન્યો છે. પાંચ ભાવની અંતર્ગત ઔદયિકભાવ તો આત્માનો માન્યો છે. હવે પૂછો કે “એ શાથી નીપજે છે ?” તો કહેવું પડશે કે કર્મના ઉદયથી નીપજે છે. એનું જ નામ “કર્મના ઉદયથી વિકાર આત્મામાં થયો. આ માટે જો બાહ્ય દ્રવ્યકર્મ ન લો, તો “ઔદયિકભાવ' એ પદમાં ‘ઉદય' શબ્દ છે તેનું શું? આત્માની કઈ એવી વસ્તુ લેશો કે જેને “ઉદય' શબ્દ લગાડી એનો ઔદયિકભાવ કહી શકો ? (૧૩) એવી રીતે બાહ્ય કર્મપુદ્ગલની અપેક્ષા ન રાખો, તો આત્મામાંની કઈ વસ્તુને જૈનદર્શનનો ખાસ પારિભાષિક શબ્દ “ક્ષયોપશમ' લગાડી શકો ? “ક્ષાયોપથમિકભાવ' કેવી રીતે ઘટાવી શકો? માટે જ, આત્મામાં થતા આ બે વિકાર પ્રત્યે બાહ્ય કર્મના ઉદયની અને ક્ષયોપશમની અસાધારણ કારણતા માનવી જ પડશે. (૧૪) વળી એ પણ વાત છે, કે કર્મના ઉદયથી આત્મામાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જો વિકાર ન માનો તો પુદ્ગલવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી વગેરે કર્મોની જુદી જુદી અસર શી રીતે વર્ણવશો? એમાંય ખાસ જીવવિપાકી કોને કહેશો અને શાથી? કેમકે તમારે ત્યાં તો બાહ્ય કર્મની આત્મા પર કાંઈ અસર જ નથી, તો “જીવવિપાકી કર્મ એટલે જીવ પર સીધો વિપાક દેખાડનાર કર્મ,’ એ વસ્તુ જ ખોટી ઠરશે. (૧૫) વળી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જો એકાંત સ્વાતંત્ર્ય છે, તો તેથી ન તો આત્માની એ સ્થિતિની અસર બાહ્ય પુદ્ગલ પર મનાય, કે ન બાહ્યની અસર આત્મા પર મનાય. તેથી જ પ્રશ્ન એ થશે, કે આત્માનો દેવ કે માનવભવનો પર્યાય થવામાં હેતુ કોણ? ઉત્તરમાં આયુષ્ય કર્મને જ ખાસ હેતુ કહેવો પડશે. એ જ આત્મપર્યાયની પરતંત્રતા અને એ જ કર્મથી વિકાર ! (૧૬) ત્યારે દેવતાઈ કે માનવી શરીર બનવામાં મુખ્ય કારણ કોને કહેશો? જો આત્મા કહો, તો તે તો પરદ્રવ્ય છે. જો બાહ્યકર્મને કારણ કહો, તો તે પણ શરીરનાં પુદ્ગલ કરતાં સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી તેને કારણ નહિ કહી શકો. ત્યારે, (૧૭) જીવને શરીરાકાર કેમ પરિણમવું પડે છે ? આ બધું સૂચવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની એકાંતે સ્વતંત્રતાની વાત ખોટી છે. તેથી નવા મતના વચનો પરસ્પર વિરુદ્ધ હોઈ એકાંતવાદમાં ઠરી બેસે છે. એવાં વચનો મહાપુરુષ પર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરે, એ બેહુદું છે. (૧૮) તીર્થંકર નામકર્મના ઉદયનું કાર્ય શું? ઉદયની અસર કોના ઉપર ? જો કહો કે આત્મા પર નહિ, તો કૃતકર્મનાશની આપત્તિ ઊભી થશે. આત્માએ કર્મ બાંધેલું ખરું, પણ તમારા હિસાબે તે ભોગવ્યું તો નહિ. તેથી કરેલા કર્મનો એમ જ નાશ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૧ થવાનો દોષ આવ્યો, ત્યારે જો એમ કહો કે, પ્ર. :- આત્માએ કર્મ કર્યું જ નથી, તો ? ઉ. – સમ્યકત્વના સ્થાનનું કેમ થશે ? એમાં તો ત્રીજા સ્થાનમાં આત્માને કર્મકર્તા કહ્યો છે. આ રહ્યા છ સ્થાન : (૧) જડ દેહથી જાદુ દ્રવ્ય આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્માદિનો કર્તા છે. (૪) તે (કર્માદિનો) ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે; અને (૬) મોક્ષના ઉપાય સંયમાદિ છે. એમ છ સ્થાન ઉપર શ્રદ્ધા રાખે તે આસ્તિક અને સમકિતી છે. એમાં તો આત્માને કર્મનો કર્તા કહ્યો છે. જયારે તમારે તો આત્માને કર્તા માનવો નથી ! તો ષસ્થાનની શી સંગતિ કરશો? ત્યારે જો કહો કે, પ્ર. – “એ તો વ્યવહારથી કર્મનો કર્તા-ભોક્તા છે; નિશ્ચયથી તો આત્મા કર્મનો કર્તાય નથી કે ભોક્તાય નથી.” ઉ. – તો હવે નીચેના ટંકશાળી પ્રશ્નોના ઉત્તરો આપો. નવામતીને પ્રશ્નો (૧) શું વ્યવહારનય અપ્રામાણિક છે ? અસત્ય છે ? (૨) વ્યવહાર-સિદ્ધ વસ્તુને કહેનારા પ્રભુએ શું અસત્યનું પ્રતિપાદન કર્યું છે ? (૩) શું વ્યવહારનયનું અભિધેય ખોટું (અલીક-અસત) છે ? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૨ (૪) શું વ્યવહારનયની વસ્તુ અકરણીય છે ? એમાં ત્યજવાનું કે આદરવાનું કાંઈ જ નથી ? (૫) ત્યારે, શું વ્યવહારના આચરણથી એકાંતે આત્માની અશુદ્ધિ વધે છે ? આમાં એકેયના ઉત્તરમાં ‘હા’ નહિ કહી શકાય. વ્યવહારનય પ્રામાણિક છે, તો જ સ્યાદ્વાદ ઘટી શકે છે. વ્યવહારનું અભિધેય સત્ છે. નિશ્ચયની દૃષ્ટિએ વ્યવહારનય ઔપચારિક છે, એનો અર્થ એ નથી કે ‘એ જીઠો છે; એનાથી અશુદ્ધિ વધે છે.' કેમકે વ્યવહારનેય કહેનારા શ્રી સર્વજ્ઞ ભગવાન છે તે જાઠું કહે જ નહિ. તેમજ અશુદ્ધિ તેને વધી ગણાય જેનાથી આત્મા મોક્ષથી વધુ આઘો પડે. અહીં તો વ્યવહાર ચારિત્રતપથી સ્વર્ગ સાધવા દ્વારા સીધો મહાવિદેહ. જેવામાં જઈ મોક્ષ સાધનારો બને છે. પ્ર. :- નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહાર જૂઠો ખરો ને ? ઉ. :– એમ તો વ્યવહારનયની દૃષ્ટિએ નિશ્ચયનય જૂઠો, માટે નિશ્ચયને જાઠો કહેશો ? ત્યારે ખરી વસ્તુ એ છે, કે નિશ્ચયનય અને વ્યવહારનય એ મધ્યસ્થ-દૃષ્ટાની બે આંખ છે. એ બે આંખોમાંથી એક આંખે જ જોઈ શકનારો કાણો કહેવાય છે. એકાંતવાદી મતોની આવી દશા છે ! એવી જ આ નવા મતની પણ દશા છે. વ્યવહારનય એ નિશ્ચયની દૃષ્ટિએ ઔપચારિક છે, પરંતુ પોતાની દૃષ્ટિએ ઔપચારિક નહિ, પણ મુખ્ય છે. એ વસ્તુ-તત્ત્વને અનુલક્ષીને તો તમે પણ મુખ્યપણે તમારા માનેલા મત ઉપર વિચાર, પ્રચાર અને પ્રસિદ્ધિ વગેરેની બહોળી યોજનાઓ ઘડો છે ! અને એને અમલમાં મૂકો છો! જો વ્યવહારના અભિપ્રાયની ઉપયોગિતા ન સમજતા હોત, તો આટલો બધો વિચાર, પ્રચાર અને પ્રસિદ્ધિ વગેરે કરવા પાછળ તે બાહ્ય ઉદ્યમરૂપી વ્યવહાર શા માટે કરત ? ઉદ્યમ કરો છો, એ સાબિત કરે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૩ છે કે “વ્યવહારને તમે ભલે ઔપચારિક કહો, પણ એની ખૂબ જ ઉપયોગિતા ગણો છો. વ્યવહારના આલંબનથી જ નિશ્ચયની વસ્તુ પ્રગટ થાય છે,– એમ હૃદયમાં સમજી જ રહ્યા છો.” વ્યવહારની અસર છે, એમાં પ્રવચનસારનું પ્રમાણ વ્યવહારની આત્મા પર જો અસર ન માનો, તો એ કહો, કે શાથી પ્રવચનસારની કઢી ગાથાની ટીકામાં. “આત્માને સરાગ ચારિત્રના ફળરૂપે દેવેન્દ્રાદિના વૈભવરૂપી ફલેશ મળે છે.” એમ કહ્યું છે? ત્યાં પ્રશ્ન થાય છે, કે (૧) વૈભવ તો બાહ્ય ચીજ છે, એને આત્મા સાથે શો સંબંધ ? જો સંબંધ છે, તો તે સંબંધ વ્યવહારથી કે નિશ્ચયથી ? જો નિશ્ચયથી સંબંધ ન હોય, તો આત્માને માટે ખરાબ શું ? કે જેથી આત્માને મળતા વૈભવ માટે “કુલેશ મળે છે” એમ કહ્યું? તેવી જ રીતે. (૨) આત્માના સરાગચારિત્રના કાર્ય તરીકે દેવેન્દ્રાદિના વૈભવને કહો છો, તેમાં તો “એક દ્રવ્યની બીજા પર અસર નહિ,' એવા તમારા ઐકાન્તિક સિદ્ધાન્તથી વિરૂદ્ધ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ બન્યું ! સરાગચારિત્રનો અશુદ્ધપર્યાયી આત્મા એ દેવદિવૈભવરૂપ પુદ્ગલ દ્રવ્યનું કારણ બન્યો. તે તમારા મતે કેમ ઘટે? આ એક સમજવાની વસ્તુ છે. “વ્યવહાર તો ઔપચારિક છે.” એમ કહી વ્યવહારને કિંમત વિનાનો ગણો છો, “વ્યવહારથી વસ્તુને કાંઈ અસર ન થાય” એમ માનો છો, છતાં “સરાગચારિત્રથી સ્વર્ગીયવૈભવનો કલેશ આત્માને મળે છે,” એમ કહો છો ! પરંતુ એ કહો કે કિંમત વિનાની ઔપચારિક વસ્તુથી શાબાશીયે શી ? અને નાલેશીયે શી ? ત્યારે જો કહો કે, Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) પ્ર. – “ફલેશ મળે છે, તે પણ ઔપચારિક છે.” તો, ઉ. – સરાગચારિત્ર અને વૈભવ, એ બંને ઔપચારિક. તેમાં એક ઔપચારિક “સ.ચા. થી બીજાં ઔપચારિક “વૈભવ' નીપજ્યું; તો ભલે નીપજયું, તેમાં નિશ્ચયશુદ્ધઆત્માને શી ચિંતા? શા માટે એણે સરાગચારિત્રને વીતરાગચારિત્ર બનવાની મહેનત કરવી જોઈએ ? ઈન્દ્રાદિવૈભવના કલેશ મળવાનું પણ વ્યાવહારિક હોવાથી, ઔપચારિક હોઈને, જો મુખ્ય નથી, તો પછી એ કલેશ ન મળે અને અનંતજ્ઞાન સુખાદિમય મોક્ષ દશા જ મળે, એ માટે આત્માએ શા માટે પુરૂષાર્થ કરવો ? આત્મા તો નિશ્ચયથી સદા અનંત જ્ઞાનાદિમય છે જ. ત્યારે, સરાગ ચારિત્ર પણ શું વસ્તુ છે ? શું એને શુદ્ધ નિશ્ચયનયને આત્માનું સ્વરૂપ કહી શકાય? જો ન કહેવાય, તો જે આત્માનું સ્વરૂપજ નથી એને દૂર કરવાની ચિંતા કે પ્રયત્ન પણ શા માટે જ કરવા જોઈએ ? જો કહો કે, પ્ર. :- આત્માનું એ સ્વરૂપ જ છે, પણ અશુદ્ધ સ્વરૂપ છે. તો ઉ. પ્રશ્ન એ થાય છે, કે શું શુદ્ધ નિશ્ચયનયે આત્મામાં રાગાદિ-સ્વરૂપ હોઈ શકે ? અશુદ્ધનયે જે રાગાદિ-સ્વરૂપ હોય તે મુખ્ય કે ઔપચારિક? મુખ્ય હોય તો સ્વાભાવિક થવાથી શાશ્વતિક કેમ નહિ ? ઔપચારિક હોય તો વ્યવહાર જેવું થયું. વ્યવહારમૂઢતાના સ્વવચનની વિરુદ્ધ પોતાનું જ વચન આ બધાનું તાત્પર્ય એ છે, કે જેટલી નિશ્ચયનયની અગત્ય છે, તેટલી જ અગત્ય વ્યવહારનયની છે. શુદ્ધનિશ્ચયે પહોંચવાનો રસ્તો જ વ્યવહાર છે. આટલી પ્રમાણસિદ્ધ વસ્તુને અવગણી જયારે એ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વ્યવહાર-મૂઢતાનો આક્ષેપ કરે છે, ત્યારે એમનો વ્યક્તિ-દ્વેષ અને અહંભાવ સાબિત થાય છે. કેમ કે, એ કાંઈ સ્વયં વ્યવહારને સંપૂર્ણ તરછોડતો નથી. અલબત્ત શ્વેતામ્બરમાન્ય પવિત્ર ધર્મક્રિયા તરફ દ્વેષના હિસાબે વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરી નાખે છે. વ્યવહારમૂઢતાના પ્રસ્તુત આક્ષેપ અંગે જુઓ, કે એક બાજુ એ કહે છે ખરા કે “વ્યવહારમાર્ગના અવલંબને મોક્ષ માને, તે વ્યવહારમૂઢ છે.” આનો શો અર્થ છે ? એજ, કે “કોઈ મોક્ષનો માર્ગ (ઉપાય) દર્શાવતો હોય, એમાં જો એ ‘વ્યવહારમાર્ગના આશ્રયે મોક્ષ થાય છે.' એવું કહે તો તે ખોટું છે. એમ નહિ કહેવું જોઈએ. અર્થાત્ વ્યવહા૨-માર્ગને મોક્ષના ઉપાય તરીકે નહિ બતાવવો જોઈએ.' આવું એ કહે છે. એટલે એ એમ કહેવા માગે છે ખરા, કે ‘વ્યવહા૨માર્ગ એ મોક્ષનો ઉપાય નથી. મોક્ષ માટે ઉપયોગી જ નથી.'' જ , પરંતુ બીજી બાજુ પાછા એ જ લખે છે, કે “જે પોતાનું કલ્યાણ કરવા ચાહે છે, તેને પહેલો તો જ્ઞાનીનો ઉપદેશ મળવો જોઈએ. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો ઉપદેશ જ હોય છે.” આમાં જાઓ, કે વ્યવહારમાર્ગને ઉપાય તરીકે કહ્યો કે નહિ ? “પહેલા તો જ્ઞાનીનો ઉપદેશ મળવો જોઈએ.' એમ કહેવાનો અર્થ જ એ છે, કે શાનીના ઉપદેશની પ્રાપ્તિ એ જે વ્યવહારમાર્ગ છે, તે કલ્યાણાર્થી માટે પહેલો જરૂરી છે. વળી જે કહે છે કે, “પાત્ર જીવને નિમિત્ત તરીકે.’ તેમાં નિમિત્તનો અર્થ આલંબન છે. તેથી એમનું કહેવું એ થયું કે “પાત્ર જીવને એટલે કે મોક્ષાર્થી જીવને આલંબન તરીકે ઉપદેશ જ હોય છે.” આમાં ‘ઉપદેશ જ’ એમ ઉપદેશ સાથે “જ” કાર મૂક્યો. તેથી સૂચવ્યું કે ‘ઉપદેશ વિના ન જ ચાલે.' વાત પણ સાચી છે! એમને ત્યાં પણ ઉપદેશથી જ લોક ખેંચાય છે; અને એમનું સમજતા થાય છે. એવું જ સન્માર્ગમાં પણ લોક ઉપદેશથી ખેંચાય છે, અને સન્માર્ગ સ્વીકારીને મોક્ષના આરાધક બને છે, એથી જ “જાગતા કે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉંઘતા એમણે મોક્ષાર્થી જીવને અવશ્ય વ્યવહારના આલંબન જોઈએ.” એમ કહ્યું. તેથી વ્યવહારના આલંબને મોક્ષમાર્ગ બન્યો. જ્યારે આક્ષેપ એવો કરે છે, કે “વ્યવહારમાર્ગના આલંબને મોક્ષ માને તે વ્યવહા૨-મૂઢ.” તો શું પોતે પોતાને વ્યવહાર-મૂઢ ઠરાવે છે ? આમ કેવો પરસ્પર વિરોધ એમના પોતાના જ વચનોમાં ઠામઠામ રહેલો છે ! ‘દરેક દ્રવ્ય સ્વતંત્ર છે,’ એની અને ‘વ્યવહાર એ કારણ નથી', એની વિરુદ્ધ પોતાનું જ વચન. હજી ઓર એમના જ વચન જુઓ, કે જે એમના પોતાના જ સિદ્ધાન્તનો સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છે ઃ– “જુઓ આ સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવની પાત્રતા ! હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાં આવો નિર્ણય કરે છે, કે હું આત્મા અનાદિ-અનંત છું ને આ શરીરની સ્થિતિ તો અલ્પકાળની જ છે, માટે મારે તત્ત્વનિર્ણય કરીને મારૂં આત્મહિતનું પ્રયોજન સાધી લેવું.” આમ કહીને એ સૂચવ્યું, કે આવો વિચાર કરનાર જીવમાં પાત્રતા છે. અર્થાત્ એ પાત્ર જીવ હોવાથી એનો આ વિચાર યોગ્ય વિચાર છે. વિચાર એવો કર્યો કે “શરીરની સ્થિતિ અલ્પકાળની છે. માટે મારે તત્ત્વનિર્ણય કરીને ’' એમાં એમ સૂચવ્યું કે, કે ‘તત્ત્વનિર્ણય તો, શરીર સ્થિતિ છે, ત્યાં સુધી જ શક્ય છે. આત્મહિત પણ ત્યાં સુધી જ શક્ય છે, અર્થાત્ શરીરસ્થિતિ નષ્ટ થયા પછી તત્ત્વનિર્ણય અને આત્મહિત નહિ થઈ શકે.” એનો અર્થ જ એ છે, કે ‘શરીરસ્થિતિ એ તત્ત્વનિર્ણયમાં કારણ છે.' એટલે. પરસ્પર સ્પષ્ટ વિરોધ :– (૧) શરીરરૂપી એક પુદ્ગલ દ્રવ્યને બીજા આત્મદ્રવ્યના પર્યાયમાં કારણ માન્યું. ત્યારે બીજી બાજુ પાછા આ જ નિશ્ચયવાદી કહે છે કે ‘દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. એક Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય બીજામાં કારણ ન બની શકે.” (૨) વળી તત્ત્વનિર્ણય અને આત્મહિત માટે શરીદ્વારા સાધના જરૂરી માની, એમાં વ્યવહારમાર્ગની ઉપયોગિતા કહી. જ્યારે બીજી બાજા વ્યવહારમાર્ગને મોક્ષ માટે જરૂરી નથી માનતા !કેવા કેવા આ પોતાના જ વચનોના સામસામા વિરોધ છે ! હવે એમને કહો, કે જો વ્યવહારમાર્ગની ઉપયોગિતા છે; તો પ્રભુ-પૂજા, સામાયિક, વ્રતપચ્ચખાણ, ત્યાગ-તપસ્યા વગેરે ધર્મ-ક્રિયાના વ્યવહાર પ્રત્યે કેમ દ્વેષ કરો છો ? એ તો તારક વ્યવહાર છે. ઉલટું આરંભ-પરિગ્રહાદિ પાપક્રિયાનો વ્યવહાર જે મારક છે, એના તરફ તો કોઈ દ્વેષ તમે કરતા નથી ! એને છોડવાનું તમે કહેતા નથી, અને ધર્મ-વ્યવહારને છોડવાનું કહો છો ! ધર્મદેશનાના નામે કેવીક આ અધર્મ દેશના ! ભોળા અજ્ઞાન લોક પાસે ધર્મ વ્યવહાર છોડાવી એને પાપ-વ્યવહારમાં વધુ લીન બનાવવાનું કરો છો ! આ તમારી કેવી મહા અજ્ઞાન અને પાપભરી લીલા છે !! પાછું તમારું પ્રવચન શ્રવણ, માસિકવાંચનમનન, સમયસારાદિનું વાંચન વગેરે વ્યવહાર તો જાણીબૂઝીને કરાવો છો ! ત્યારે તમારી દયા આવે એવું છે, કે તમને કેટલું ઘેરું મિથ્યાત્વ વળગ્યું છે ! કેવા તમારા બોલ ઢંગધડાવિહીન છે ! અને તમારી ચાલ માયાભરી છે ! - આ તો “આત્મધર્મ” નામના માસિકના માત્ર એક અંક અંગેની મોટે ભાગે વિચારણા કરી છે. પરંતુ જો વર્ષોના એના અનેક અંકોની વિચારણા કરવામાં આવે તો એમાંને એમાં અપાર વચનોની પરસ્પરમાં જ અથડામણ મળે છે. એમના જ વચનો અંદર-અંદર એકબીજાને બાધક બને છે. એવા પાર વિનાના વિરુદ્ધ વચનોની સમાલોચના અહીં શું થાય! અસ્તુ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ મુદ્દો–૪: નવીન ઢબના નિશ્ચયવાદીઓની પ્રવૃત્તિ જ તે પોતાના વચનના વિરોધમાં ઊતરે છે. દ્રવ્ય સ્વાતંત્ર્ય એટલે શું? – હવે આને વિચારીએ. નવાપંથી એકબાજા દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકાંત સ્વાતંત્ર્ય માને છે. અર્થાત એક દ્રવ્ય કે એના ગુણ-પર્યાય, એ બીજ દ્રવ્ય કે એના ગુણ-પર્યાયમાં કારણ નથી, તેમ પોતેય બીજાની અપેક્ષા રાખતા નથી. એટલે એમનું કહેવું એ છે, કે “દ્રવ્યમાં જન્મતા ગુણ-પર્યાયને જન્મવા માટે કારણ તરીકે માત્ર ઉપાદાન જ કારણ હોય છે. અર્થાત્ એ દ્રવ્ય જ, અથવા એ દ્રવ્યોના જ ધર્મો કારણભૂત હોય છે, પણ બાહ્ય કોઈ બીજાં દ્રવ્ય કે એના ગુણ-પર્યાય કારણભૂત હોતા નથી. એવું જ એ દ્રવ્ય સ્વયં પણ બીજા દ્રવ્ય કે એના ગુણો કે પર્યાયો પ્રત્યે કારણભૂત નથી જ. દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાય પોતે જ પોતાનું કાર્ય નિપજાવી લે છે. એ નિપજાવવામાં બહારનાની કોઈ જ જરૂર રાખતા નથી.” આ છે એમનો ‘દ્રવ્ય-ગુણ-પર્યાય-સ્વાતંત્ર્યનો મત. આનાથી પણ એ લોકો આગળ વધી “શુદ્ધ દ્રવ્યદષ્ટિ માને છે પણ આપણે હમણાં એનો વિચાર રહેવા દઈ, દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાયનું સ્વાતંત્ર્ય જે એ એક બાજુ કહે છે; પરંતુ બીજી બાજુ એમની ઢગલાબંધ પ્રવૃત્તિ જોઈએ તો એ કેવી સ્વાતંત્ર્યના પોતાના જ સિદ્ધાન્તની સરાસર વિરૂદ્ધ જાય છે, એ જોઈએ. “દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એકબીજામાં કારણ નથી.” આ એમના સિદ્ધાન્તની વિરૂદ્ધ એમના જ વર્તાવના દાખલા : (૧) એ મતવાળાને એમનો પ્રવચન-હૉલ બંધાવવો હતો. એ હૉલ માત્ર તેમાં ઉપાદાન તરીકે વપરાયેલ માટી-ચૂનો-ઈંટ વગેરે પુદ્ગલ દ્રવ્યનો જ પર્યાય હતો. હૉલ માત્ર ઈંટ ચૂના વગેરેનું જ કાર્ય હતો. તેથી એમાં એ જ જરૂરી હતા, પણ બાહ્ય દ્રવ્યો જેવાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કે કડીયા, સુથાર, માર, કોશ, કુહાડા, પાવડા, પાણી, તગારા, દોરડા વગેરે કારણભૂત હતા જ નહિ. છતાં શા માટે આ બાહ્યદ્રવ્યોની એમને જરૂર પડી ? શા માટે એમણે એ ભેગાં કર્યાં, કે કરાવ્યાં ? આ પરદ્રવ્યો ભેગું કરવાની, અને એના દ્વારા હૉલ બંધાવવાની પ્રવૃત્તિ પોતાના મતથી જ વિરુદ્ધ થઈ ! (૨) એમ ક્ષુધા-નિવૃત્તિને એ અશુદ્ધ આત્માનો કે શરીર પુદ્ગલનો પર્યાય કહેશે. તો એનું ઉપાદાન તો આત્મા કે શરીર છે; તેથી એની જ જરૂર રહેશે. પછી એના કેમ બાહ્ય આહાર પુદ્ગલરૂપી બીજા દ્રવ્યની સહાય લેવાય છે ? શું ક્ષુધા-નિવૃત્તિમાં બહારનું બીજું દ્રવ્ય કારણ બની શકે ? (૩) ત્યારે એ મતવાળા ગામેગામ દિગંબર મંદિરો શું સમજીને ઊભા કરે છે ? શું એ મંદિરો બીજા જીવદ્રવ્યોને ઉપયોગી થવાનાં છે ? જો હા, તો તે બીજાં જીવદ્રવ્યોના શુદ્ધિ વગેરે કાર્યમાં ઉપાદાન ઉપરાંત આ બાહ્યમંદિરો પણ ઉપયોગી થયા. તેથી તો દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાયનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? એટલે આ મંદિરો બંધાવવા, એની પ્રતિષ્ઠા કરવી, એ બધું સ્વમતવિરૂદ્ધ છે. વળી એ મંદિરમાં ચક્ષુ વિનાની દિગમ્બરમૂર્તિ શા માટે ? મૂર્તિને અને પરમાત્માને શો સંબંધ ? મૂર્તિથી પૂજકને શું ? આ બધી સ્વમતથી વિરૂદ્ધ પ્રવૃત્તિ છે. (૪) વળી એમનું ‘આત્મધર્મ માસિક, કે એમના સમયસારાદિ પુસ્તકોનું ઉપાદાન તો માત્ર કાગળ અને મષી છે એટલે પુસ્તક તૈયાર થવામાં કારણભૂત માત્ર એ જ બને. પણ બાહ્ય ટાઈપો, મુદ્રણયંત્ર, કારીગરો વગેરે ન બને. એવો એમનો મત હોવા છતાં પ્રવૃત્તિમાં તો પાછો એમણે એ સકારણભૂત બાહ્યદ્રવ્યોનો આશ્રય તો લીધો જ ! એમને કહીએ, કે “અલ્યા ભાઈ ! જે બાહ્યનિમિત્તોને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તમે અ-કારણ સમજો છો, “એ કારણ નથી.”– એમ બાપોકાર જાહેર કરો છો, એની અપેક્ષા (એની જરૂરીયાત) શા માટે રાખો છો ? કેમ તમે મુદ્રક્રિયાના વિલંબે અંકનો વિલંબ થવાનું માનો છો ? માટે જ કેમ મુદ્રણની નિયમિતતાથી જ અંકને નિયમિત થવાનું સમજો છો, અને નિયમિત કરો છો ? અંકના ઉપાદાનમાં મુદ્રણયંત્ર નથી, માટે અંક સ્વતંત્ર, મુદ્રણયંત્ર સ્વતંત્ર. બંનેને કાર્ય કારણભાવ ન હોય. શાહીથી અક્ષરનું મુદ્રણ બરાબર ટાઈપ પ્રમાણે જ થવાનું કેમ સમજે છો? તેથી તો મુદ્રણમાં દા.ત. “આત્મા” શબ્દ લાવવો હોય તો ટાઈપો, “અ”, કાનો, અર્ધ “તું”, “મ”, કાનો, એવા જ લેવરાવો છો. પરંતુ એમાં સહેજ પણ ફેરફાર ચલાવી લેતા નથી. એટલે કે “અ” ને બદલે “ઇ” નો કે કાનાને બદલે માત્રાનો ટાઈપ ચલાવી લેતા નથી. મુદ્રિત પાના પર અક્ષરનું ઉપાદાન તો માત્ર શાહી છે. પછી બાહ્યનિમિત્ત એવા આ ટાઈપને નિયમસર કેમ અનુસરો છો ? આ બધું સૂચવે છે કે ટાઈપો, યંત્ર વગેરે બાહ્ય દ્રવ્યો પણ અત્યંત અપેક્ષિત છે, ખાસ કારણ છે. જેમ શાહી વિના ન જ ચાલે, તેમ ટાઈપ વિના ન જ ચાલે. તેથી જેમ શાહી એ અવશ્ય કારણ છે, તેમ ટાઈપ પણ અવશ્ય કારણ છે જ. બલ્ક શાહી તો “અ”-ઈ – “ક” વગેરે બધા અક્ષરોમાં સાધારણ કારણ છે; ત્યારે નિમિત્તભૂત ટાઈપ તો અસાધારણ કારણ છે. “અ” ટાઈપથી જ “અ” અક્ષર પડે છે. (૫) એમનાં કાચાં લખાણમાં પણ ઉપાદાનભૂત તો કાગળ અને મષી છે; પણ લેખક કે કલમ નથી. ત્યારે એમને પૂછીએ કે “તો પછી લખવા માટે કેમ તમે ઉદ્યમ કરો છો ? શા માટે હાથમાં કલમ પકડો છો ?” આ તમારી પ્રવૃત્તિ જ સૂચવે છે, કે તમારો માનેલો દ્રવ્ય-ગુણ-પર્યાયના એકાંત સ્વાતંત્ર્યનો વાદ એ અપ્રામાણિક છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૧ માત્ર તમારે મોઢે બોલવાનો છે, આચરવાનો નથી. આચરવામાં તો તમે એક દ્રવ્યના કાર્યમાં બીજા દ્રવ્યની સહાય આપવા-અપાવવાની ખૂબ ખૂબ રાખી છે ! અહીં એ ખાસ જોવાનું છે, કે નિમિત્તભૂત યંત્ર, ટાઈપ, કલમ વગેરે દ્રવ્યો હાજર છતાં કેટલીકવાર કારણ નથી થતું, એવું ય બને છે. છતાં કાર્ય સાધવા માટે એ નિમિત્તોની પૂંઠ પકડાય છે. ગમે ત્યાંથી નિમિત્તો ખાસ ભેગાં કરાય છે. જાણે છે, કાર્ય એનાથી જ થવાનું છે. પાછી એમાં ખામી હોય તો દૂર કરાય છે. દા.ત. યંત્ર ખોટકાઈ ગયું હોય, ટાઈપ તૂટી ગયો, કલમ ભાગી ગઈ હોય તો સુધારો-વધારો કરાય છે. પછી જ કાર્ય નીપજે છે. એવું પોતે પણ સમજે છે, તેથી જ નિમિત્તોના સુધારા-વધારા પર ખાસ પ્રયત્ન રાખે છે. તો પછી એવી જ રીતે મૂર્તિ, દર્શન-પૂજન, સામાયિક, દાનશીલાદિ ધર્મક્રિયા, વ્રતનિયમો વગેરે એવાં નિમિત્તો છે, કે આત્મધર્મ પ્રગટાવવા એને અવશ્ય સેવવાં જોઈએ. ભલે એ ક્યાંક હાજર છતાં કાર્ય ન થયું હોય તો ત્યાં ઉપાદાનની ખામી હશે, પુરુષાર્થની ખામી હશે, છતાં આત્મધર્મનું કાર્ય સિદ્ધ કરવા માટે એ નિમિત્તોની પૂંઠ પકડવી જ જોઈએ. અર્થાત્ એને ખૂબ જ સેવવાં જોઈએ. કાર્ય એ જ રીતે સધાશે. આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ છતાં મુદ્રણ-લેખન વગેરેમાં તો નિમિત્તો પર ખૂબ તકેદારી ! અને મહામૂલા ધર્મમાં નિમિત્તનો તિરસ્કાર, આ કેવો અન્યાય ! નિમિત્તની બળવત્તાનું હજી દૃષ્ટાન્ત જીઓ : (૬) શબ્દો એ ભાષાવર્ગણાના પુદ્ગલરૂપી ઉપાદાનમાંથી બને છે. એની પ્રત્યે આત્મા, શરીર, કે કાયાયોગ એ પરદ્રવ્ય હોઈ કારણ નથી. તો આ નવીન નિશ્ચયવાદીને શબ્દોત્પત્તિ માટે કેમ આત્મપુરૂષાર્થ અને શરીરક્રિયા કરવાની અપેક્ષા રહે છે ? શબ્દનું ઉપાદાન કારણ જે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભાષાવર્ગણા, તેમાંથી શબ્દરૂપી પર્યાયો ઉત્પન્ન થઈ જશે. પછી પ્રયત્નનું અને કંઠ જીભ વગેરેના હલન-ચલનનું કે સંયોગનું શું કામ છે ? એમાં વળી, જો કંઠમાં કફ ભરાયો, તો કેમ શબ્દ નથી નીકળતો ? તેમજ, શબ્દ કાઢવા માટે કેમ કફને ખસેડી ગળું ચોકખું કરવું પડે છે ? ગળું જાદુ દ્રવ્ય છે, શબ્દ જુદું દ્રવ્ય છે; તેથી એકબીજામાં કારણ ન બની શકે. જે કારણ નહિ, તેની અપેક્ષા રાખવાની હોય નહિ. છતાં જરૂર અપેક્ષા રહે છે. માટે તો કહેવાય છે, કે “આજે પ્રવચનકાર મહાત્માનું ગળું બેસી ગયું છે, તેથી પ્રવચન બંધ છે !” ગળું એ કાંઈ પ્રવચનનું ઉપાદાન નથી, નિમિત્ત છે. છતાં પદ્રવ્ય એવા નિમિત્તની કેમ આટલી બધી અપેક્ષા ? કહો કે એ પણ ઉપાદાનની જેમ કારણ છે જ, ને કારણ વિના કાર્ય થાય નહિ. માટે જ એની એટલી બધી અપેક્ષા કરાય છે. પોતાની જ સ્વસિદ્ધાન્ત વિરૂદ્ધ પ્રવૃત્તિઓના બીજા દાખલા: વળી જાઓ, કે એક બાજુ તો એ કહે છે કે, “સ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગની આરાધના છે, વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી.”વળી એમ પણ કહે છે, “બહારના ક્રિયાકાંડ કે વિકલ્પોથી સમ્યગ્દર્શન પમાતું નથી. એટલે તેને સહજ કહ્યું છે; અર્થાત્ સમ્યગ્દર્શન પામવા માટે બહારની પ્રવૃત્તિ કારણભૂત નથી. જરૂરી નથી.” આ એમનો પ્રમાણસિદ્ધ અને એકાંતે આદરણીય સિદ્ધાન્ત કહે છે. હવે આની સામે એમની જુદી જુદી વિરૂદ્ધ પ્રવૃત્તિઓ જાઓ: (૮) પોતાના માનેલા શુદ્ધ મોક્ષમાર્ગનું પ્રવચન કરવાનો વ્યવહાર તો રોજ કરે છે. તો તે પ્રવૃત્તિ શા માટે ભાઈ? “એથી સમ્યકત્વ પમાડવા હું નથી ઇચ્છતો, તેમજ જીવો એને સાંભળવાનો જે વ્યવહાર કરે છે, તે કાંઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ નથી.” આવું જો એ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કહે તો પછી એમને સીધો જ પ્રશ્ન છે, કે ચાહીને તમારી પ્રવચનની અને શ્રોતાની શ્રવણની બાહ્યક્રિયા જે કરાય છે, તે શા માટે? મિથ્યાત્વ ટકાવવા કે છોડાવવા ? સમ્યગ્દર્શનથી વંચિત રાખવા-રહેવા કે સમ્યગ્દર્શનથી યુક્ત બનાવવા-બનવા? અથવા શું પ્રવચન કરવાની કે સાંભળવાની પ્રવૃત્તિ વીતરાગ-આત્માની છે? અગર તો સંમૂર્છાિમઅસંજ્ઞી આત્માની છે ? આત્મા બેભાન હોય છતાં સહજ ભાવે એનામાં જે કાળસંબંધ થાય છે, એવી કાંઈ આ પ્રવૃત્તિ સહજ નથી. આ તો ઇરાદાપૂર્વક નિયત સમય સાચવીને તેમજ મન એકાગ્ર કરીને ક્રિયા થાય છે. તો તે શા માટે ? (૧) જો એ એમ કહે કે અમારી ક્રિયા તો જડની છે, આત્માની નહિ, તેથી આત્માના પ્રયોજન વિનાની છે. તો તે ખોટું છે. કેમ કે તો પછી “મડદામાં કેમ એવી ક્રિયા નથી થતી?” એવો પ્રશ્ન ઊભો થાય છે. વળી ભલે એ જડની ક્રિયા કહે, તો પણ એનું કોઈ પ્રયોજન તો જોઈને ને ? ભલે જડનું પ્રયોજન કહો, પ્રવચન કરવા-સાંભળવાની ક્રિયાનું શું પ્રયોજન છે? કયા હેતુએ એ કરાય છે ? ત્યારે, (૨) જો એમ કહે, કે અમારી પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન નથી. તો એ પ્રવૃત્તિ ઉન્મત્તની પ્રવૃત્તિ જેવી થવાથી ઉપેક્ષણીય ઠરે છે. (૩) જો કહે કે “ક્રિયા-પ્રવૃત્તિ તો તે તે દ્રવ્યના પરિપાકે અવશ્ય થવાની છે. નિમિત્તની તો માત્ર હાજરી હોય, એટલું જ બાકી શરીરાદિની ક્રિયા નિયત થયેલી છે, તે તે પ્રમાણે થયા કરે છે.” આવું જો એ કહે તો તેમાં તો માત્ર ગોશાળાનો એકલો ભવિતવ્યતાવાદ થયો. એ જો એમ કહે કે “ભલે એમ માનો.” તો પ્રશ્ન થશે, કે તો પછી આત્મદ્રવ્યમાં સમયગ્દર્શન પણ એમ જ નિયતિ મુજબ થઈ જશે . એ માટે પરદ્રવ્યની બાહ્યક્રિયા તો શું, પણ આત્માની પુરુષાર્થરૂપ ક્રિયાની પણ જરૂર નહિ રહે. તેથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ४४ પુરુષાર્થ કરાવવા માટે જ “શુદ્ધ દ્રવ્યદષ્ટિ કેળવો, આત્મ-પર્યાયની શુદ્ધિ તરફ લક્ષ રાખો. રાગદ્વેષ મૂકી શુદ્ધ જ્ઞાતા-દષ્ટ બનો...” વગેરેની તમારી જે બાંગ, તે પોકળ ઠરશે, નકામી ઠરશે. કહેવાનો સાર એ છે, કે સમયસાર વગેરેના પ્રવચન કરવાના અને સાંભળવાના વ્યવહારનું ચોક્કસ પ્રયોજન છે. તે પ્રયોજનનો ખ્યાલ બ્રાન્ત નથી; ખોટો નથી, સાચો જ છે. “આ વ્યવહાર સફલ થાઓ’ એમ હૈયે ચોક્કસ વસ્યું છે. નહિતર અમે પૂછીએ છીએ કે, કહો, તત્ત્વનો ઉપદેશ સાંભળતાં સમ્યબોધ થવાથી શુદ્ધ અધ્યવસાય પ્રગટે કે નહિ ? અને તે દ્વારા સમ્યગ્દર્શન થાય કે નહિ ? જો કહો, કે “ના, સમ્યગ્દર્શન તો આત્માના આંતરપુરૂષાર્થથી થાય, બાહ્ય-વ્યવહાર કારણ નથી, બાહ્યવ્યવહારની જરૂર નથી.” તો તો તેમને પ્રશ્ન છે, કે તમારા પ્રવચનમાં એક સ્થાને તમે જ કહ્યું છે, કે “સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વે જીવને સદ્ગુરુનો ઉપદેશ મળવો જોઈએ.” આ શું? ઉપદેશ મળવો જોઈએ એ વ્યવહાર છે, એને જરૂરી કહ્યો. આનું જ નામ સિદ્ધાન્ત જાદો અને પ્રવૃત્તિ જુદી! પ્રવચન કરવા સાંભળવાની પ્રવૃત્તિ એ તમારા સિદ્ધાન્તથી અને વચનથી વિરૂદ્ધ જાય છે. (૯) એમની પર્ષદામાંથી કોઈ જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે, તો એને કહેવામાં આવે છે, કે “એમ એકદમ પ્રશ્નોત્તર માત્રથી નહિ સમજાય, તત્ત્વ બહુ ગંભીર છે. અહીં રહીને શાંતિથી રોજ સાંભળ્યા કરો. પછી સમજાશે. નવા આવનારને એમજ તરતમાં પ્રશ્નો ઉઠે છે. પણ શાંતિથી રોજને રોજ સાંભળે છે, એટલે તત્ત્વ સમજી જાય છે. તે પછી પ્રશ્ન ઉઠતા નથી. માટે હમણાં એકલું શ્રવણ-મનન રાખો. એથી જ તત્ત્વબોધ થશે...' હવે કહો જોઈએ, કે આમાં શું કહ્યું? એજ, કે સમજવાનું Page #88 -------------------------------------------------------------------------- ________________ --- --- -- - - ૪૫ ૪ ૫ - એટલે કે તત્ત્વનિર્ણય કરવાનું પુનઃ પુનઃ રોજને રોજ સાંભળવાથી બની શકે. સાંભળવું એ બહારની ક્રિયા છે. સાંભળવું એ વ્યવહારમાર્ગ છે. એના આશ્રયે તત્ત્વજ્ઞાનરૂપી મોક્ષમાર્ગ બન્યો !! એમાં એમની વ્યવહારમૂઢતા ખરી કે નહિ ? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં, સમ્યજ્ઞાન એટલે કે તત્ત્વજ્ઞાન, એ પણ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ માટે સામાને સાંભળવાના વ્યવહારનો આગ્રહ કરવાની પ્રવૃત્તિ સ્વસિદ્ધાન્તથી વિરૂદ્ધ થઈ કે નહિ ? ત્યાં જો કહે, કે “એ જે આગ્રહ કરાય છે, તે વ્યવહાર છે.” તો શું વ્યવહાર એટલે ઢોંગ? (૧૦) ત્યારે, એમના ભક્તો ગુરુઉપકારને ગાવાની સંગીતધૂત કરે છે. તે બાહ્યક્રિયા અને વ્યવહાર-માર્ગ છે. તેથી એમના સિદ્ધાન્ત મુજબ એ ક્રિયા બકરીના ગળામાં આંચળ જેવી નિષ્ફળ છે. એવું જાણવા છતાં એ ક્રિયા જો એ કરે છે તો તે પાગલતા કે બીજાં કઈ ? (૧૧) કુંદકુંદને “શ્રીમદ્ ભગવંત આચાર્યદેવ' કહેવા, તે વ્યવહારમાર્ગ છે. એમનો ઉપકાર માનવો, એય વ્યવહાર-માર્ગ છે. હવે જો તમારો સિદ્ધાન્ત એ છે, કે “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી;” તો પછી એ બધી બાહ્ય-વ્યવહાર પ્રવૃત્તિ કરવી જ શા માટે? અને કરો છો, તે ઉંઘતા કે જાગતા? ઉપયોગી સમજીને કરો છો કે નિરુપયોગી ? નિરુપયોગી જાણવા છતાં જો કરતા હો તો એ બાળકની ધૂલિચેષ્ટા જેવી થશે. નવરાના ધંધામાં ગણાશે. (૧૨) “મોક્ષમાર્ગના બીજભૂત-જ્ઞાનને આગમોમાં (સમયસારપ્રવચનસાર-નિયમસારમાં) સંઘરી રાખીને ભવ્યજીવો પર અમાપ ઉપકાર કર્યો છે..” એમ એ જે કહે છે, તે કહેવાનો શો અર્થ છે? શું ગ્રન્થકર્તા જીવ બીજા જીવ ઉપર ઉપકાર કરી શકે ? એવો શું એમનો સિદ્ધાન્ત છે ? ના, માટે એ પ્રવૃત્તિ સિદ્ધાન્ત વિરૂદ્ધ થઈ. વળી આ કહેવાની પ્રવૃત્તિ શા હેતુથી ? શું મોક્ષમાર્ગનું બીજભૂત-જ્ઞાન કે જે Page #89 -------------------------------------------------------------------------- ________________ આત્મધર્મ છે, તે જ્ઞાનને પુસ્તકમાં કે શબ્દમાં સંઘરી શકાય? શબ્દ કે પુસ્તક તો પરદ્રવ્ય છે. વળી શું ભવ્યજીવને એ પરદ્રવ્યભૂત બાહ્યઆગમથી અને એના વાંચન-શ્રવણરૂપી બાહ્ય ક્રિયાકાંડથી ઉપકારથઈ શકે ? અર્થાત મોક્ષમાર્ગ નીપજે ખરો? જો નીપજે તો સ્વસિદ્ધાન્ત વિરોધ ! જો એથી મોક્ષમાર્ગ ન નીપજે તો ઉપકાર શો? જે ઉપકાર નહિ, તો “અમાપ ઉપકાર કર્યો છે” એવું કહેવામાં તમે અસત્ય બેલી રહ્યા છો, મૃષાવાદી છો. જો કહેશો, કે પ્ર. – ના સાચું કહીએ છીએ. વ્યવહારથી ઉપકાર છે ને? ઉ. – તો એવો ઉપકાર પણ મોક્ષમાર્ગ માટે જરૂરી માનો ને ? બસ, એ જ રીતે પ્રભુભક્તિ, સામાયિક, વ્રતપચ્ચખાણ, દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયારૂપી વ્યવહારોનો તથા આચારાંગાદે શાસ્ત્રકારોનો ઉપકાર માનવામાં ક્યાં વાંધો આવે છે ? મોક્ષમાર્ગ પ્રત્યે ભલે વ્યવહારથી ઉપયોગી એવા પણ એ ધર્મક્રિયાના વ્યવહાર તરફ દ્વેષ શા માટે કરી રહ્યા છો ? ત્યારે શું તમારો માનેલો અને તમારાથી આચરાતો વ્યવહાર એ ઉપયોગી? અને શ્રી સર્વજ્ઞકથિત વ્યવહાર અનુપયોગી? અથવા શું તમારે ત્યાંનો વ્યવહાર નિંદવા યોગ્ય નહિ ? ને શ્રી જિનોક્ત પવિત્ર પંચાચારનો વ્યવહાર પેટભરીને ગાળો દેવા યોગ્ય ? તમે શ્રોતાને એમ કહો છો, કે “જો, જો, બાહ્ય તપ-જપ-સામાયિક-પ્રતિક્રમણાદિ પુણ્યક્રિયાઓથી મોક્ષ મળે છે,–એવું માની માનીને મિથ્યાત્વ બહુ પોપ્યું અને એ જડ ક્રિયાઓમાં બહુ રાઓ. હવે એ છોડો.” પરંતુ એમ કેમ કહેતા નથી, કે જો “જો જો હોં, બાહ્યક્રિયાઓ જેવી કે સોનગઢમાં આવવું, પ્રવચનો સાંભળવા સમયસારાદિ વાંચવા, ધૂન જગાવવી, બીજાને આકર્ષવા...ઈત્યાદિમાં રાચી રાચીને મિથ્યાત્વ Page #90 -------------------------------------------------------------------------- ________________ ४७ બહુ પોપ્યું. હવે આ વ્યવહારો છોડો. હવે સોનગઢ આવો નહિ, પ્રવચનો સાંભળો નહિ, આત્મધર્મ, સમયસારાદિ વાંચવાનો વ્યવહાર મોક્ષમાર્ગ માટે નકામો છે. તો તે છોડો.”શ્રોતાને એમ કહો છો ખરા ? ના, પુણ્યક્રિયાઓ અર્થાત્ તારક ધર્મક્રિયાઓ છોડવાનું કહો છો. આ કેવો તમારો માયાચાર ? તમે સેવરાવતા વ્યવહાર માટે તો ઉલટું બોળા લોકને એમ ઠસાવો છો, કે “જો જો હોં, બીજા કહેવાતા આગમો મોક્ષશાસ્ત્રો નથી. આ કુંદકુંદ ભગવાનના આગમ એ સાચાં મોક્ષશાસ્ત્ર છે. એનાથી ભવ્યજીવને બહુ ઉપકાર છે. માટે એને ખૂબ ખૂબ સાંભળો, વાંચો અને વિચારો...” કહો જો, આમ એનો આગ્રહ કેમ કરો છો ? ત્યારે જો એમ કહો કે “એય વ્યવહારથી, અર્થાત્ ઉપચારથી.” તો એનો અર્થ એ થયો કે એનું કોઈ પ્રયોજન નથી. તો એવા આગ્રહપૂર્વકના કથનનું સાચું પ્રયોજન ન રહેવાથી, એ કથન બકવાટ જેવું થશે ! “પ્રયોગનમન્તરેખ ને મન્વોડપ પ્રવર્તતે' એ ન્યાયે એ કહેવાની પ્રવૃત્તિ ઉન્મત્તપ્રલાપ જેવી ઠરશે ! એ પ્રવૃત્તિ માત્ર મન્દ નહિ, પણ મદન્તર, અર્થાત્ અત્યંત મહામૂર્ખની પ્રવૃત્તિની કોટીમાં જશે. નિશ્ચયના વાડામાં વ્યવહારની થોકબંધ લીલા - (૧૩) સમયસાર વગેરે ગ્રન્થોના ભભકાબંધ આકર્ષક પ્રકાશન, દૈનિક-માસિક પત્રના સંચાલન, ગામેગામ પ્રચાર અર્થે આડંબરી પર્યટન અને ભાષણ; નવી નવી યોજનાના આયોજન, રચના, ગામેગામ સ્વાધ્યાયમંદિર અને દિગંબર દેરાસરોના નિર્માણ, સોનગઢમાં પ્રવચન સાંભળવા આવીને રહેનારને શીરાપુરીના જમણ-આ બધો ભરપૂર બાહ્ય ક્રિયાનો ઠઠારો અને બહારનો પૌદ્ગલિક વ્યવહાર શા સારું? મોઢે બોલવામાં તો “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ માને તે વ્યવહાર મૂઢ.” પણ કરણીમાં વ્યવહારના જ અનેકાનેક માર્ગોનું સેવન !! કેવો આ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ માયાચાર ! પરંતુ એ ન સેવો તો જાઓ ક્યાં ? કેમકે મનમાં એ ભય છે કે, “રખેને આવો બધો વ્યવહાર ન કરીએ, તો જીવો આ જાણવા સાંભળવા આવે નહિ; તો આપણું નવું તત્ત્વ (!) સમજે નહિ; તો આપણું માનેલું સમ્યગ્દર્શનાદિ પામે નહિ. તેથી આપણો વાડો જામે નહિ. એમને એમ ખાલી જંગલમાં ઝાડ નીચે બેસી પ્રવચન કરીએ તો કોઈ આવે નહિ. એ તો આજનો નવો યુગ છે. માટે ભભકાબંધ હૉલ, તેય રેલ્વે સ્ટેશનની નજીકમાં જોઈએ. એમ આવના૨ને જમવા કરવાનું બધું પોતાના માથે હોય તો ન એટલા બધા લોક આવે, કે આવેલા ન લાંબુ રહે. તેમ ખાલી ખીચડી-શાક કે રોટલોશાક હોય તોય ન રહે. માટે શીરાપુરીના આકર્ષણ-અથવા આપણું સાંભળતા હોય, માનતા હોય, એની ભક્તિ તો કરવી જ જોઈએ ને ? તો એ બીજાને પણ ખેંચી લાવે, અને પોતાનેય માર્ગ સ્થિરતા રહે. આવેલા બીજાનેય આપણા માર્ગની પ્રાપ્તિ થાય, તો આપણા ટોળામાં ભળે...’ આવું આવું નાભિમાં બેઠું છે, માટે એ બધો વ્યવહારમાર્ગ પૂરજોશથી આદરો છો. અરે ! માર્ગને સમજાવનારી મુખ્ય ક્રિયા જે પ્રવચન કરવું, એ ય જો બાહ્ય ક્રિયા અને વ્યવહાર છે, તેથી જ એના આશ્રયે મોક્ષમાર્ગ નથી, એટલે કે એ પ્રવચન પણ જો મોક્ષ માટે નથી, તો એ પ્રવૃત્તિ શું પોતાના સંસાર માટે છે ? હજી સ્વસિદ્ધાંત વિરૂદ્ધ પ્રવૃત્તિનું વળી એક દૃષ્ટાંત જીઓ :– (૧૪) આજ અંકમાં એકાંત નિશ્ચયવાદી લખે છે કે જૈનદર્શનના અભ્યાસ માટે શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. મઠમાં વળી જમવાની તથા રહેવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી થશે.” જૈનદર્શનનો અભ્યાસ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૯ એટલે ? તત્ત્વનિર્ણય; એના માટે શિક્ષણવર્ગ !! સ્વસિદ્ધાન્ત વિરૂદ્ધ કેવી આ પ્રવૃત્તિ !! તત્ત્વનિર્ણય છે કે જડનો નહિ પણ આત્મિકધર્મ છે, શું તે બહારના શિક્ષણવર્ગના વ્યવહારથી નીપજે ? જો નીપજતો હોય તો પછી પંચાચારની મહાપવિત્ર વ્યવહાર ક્રિયાથી સમ્યગ્દર્શનાદિ આત્મગુણ કેમ ન સંપજે ? ત્યારે જો ન નીપજે, તો ‘એના માટે શિક્ષણવર્ગ...' એ કહેવાનો શો અર્થ ? કહેશો કે પ્ર. :- વ્યવહારથી કહીએ છીએ, તો ? ઉ. :– ‘વ્યવહારથી’ એટલે શું જૂઠ કહો છો ? ખરી રીતે તત્ત્વનિર્ણય શિક્ષણવર્ગથી નથી, છતાં કહેવું પડે છે ‘તત્ત્વનિર્ણય માટે શિક્ષણવર્ગ,' એટલે જૂઠ જ ને ? જે વસ્તુ જે રીતે નથી, તેને તે રીતે કહેવી એ જૂઠ છે. જો કહો કે, પ્ર. :– ‘જૂઠ નથી, વ્યવહારથી તે રીતે જ છે, તે જ રીતે કહીએ છીએ.' ઉ. :– તો જૂઠ નહિ એટલે સત્ય. ‘વ્યવહારથી શિક્ષણવર્ગ કારણ છે જ, જરૂરી છે જ, માટે ભાર મૂકીને આમંત્રીએ છીએ. પાછી બધી સગવડ રાખીએ છીએ.' આમ કહો તો સ્વસિદ્ધાંત વિરોધ. અથવા, વ્યવહારથી ધર્મક્રિયાઓ પણ તેમજ જરૂરી છે. જેમ તમે સમજો છો કે શિક્ષણવર્ગમાં અભ્યાસ કરાવવાથી તત્ત્વ સમજ થતી જશે, તેથી અતત્ત્વના ગ્રહ છૂટી જશે, માટે જ તમે વર્ગ ચલાવો છો, તેવી રીતે એ અનુભવસિદ્ધ વસ્તુ છે કે ધર્મક્રિયાના બહોળા અભ્યાસથી આત્મા ગુણસ્થાનકમાં ચઢે છે અને સ્થિર થાય છે. દા.ત. આહા૨સંજ્ઞા અને રસનાની અવિરતિને તોડવા માટે જે રસત્યાગ સહિત તપસ્યાનો સારો અભ્યાસ કરે છે એને ગુલામી અને આકર્ષણ માત્ર બોલવામાં નહિ પણ વાસ્તવિક રીતે ઓછા થાય છે. તેમ આરંભ-સમારંભ-પરિગ્રહની ઓછાશનો અભ્યાસ Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૫૦ વ્રતથી કરે છે, તેને એના આકર્ષણ હૃદયથી ખસે છે, આમ વાસ્તવિક, પાંચમું, છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. એમાંય સ્વાધ્યાયદિના અભ્યાસથી સાચો અપ્રમત્તભાવ અને ૭મું ગુણસ્થાનક મળે છે. તો પછી શિક્ષણવર્ગની જેમ એય ધર્મક્રિયાઓ કેમ લાભકારી નહિ ? આત્મા પર રાગદશા જરૂરી કે નહિ? (૧૫) વળી જાઓ કે, આમ તો એ કહે છે કે “રાગના આલંબને કદી મોક્ષમાર્ગ હોય નહિ.” પણ પ્રવૃત્તિ આત્મચૈતન્ય ઉપરના દઢ રાગની કરે છે, કરાવે છે. શું એ પ્રવૃત્તિ સ્વવચન વિરૂદ્ધ નથી ? તો શું નવા જીવને પહેલે તબક્કે જડ જગતની પ્રત્યે તેમજ સ્વાત્મચૈતન્ય પ્રત્યે પણ વીતરાગભાવ થવાનો હતો ? ના, પહેલપહેલાં તો આત્મા તરફ આકર્ષાવું પડશે. ત્યાં દેહાદિ પર વસ્તુના આકર્ષણ મૂકીને આત્મા પ્રત્યે આકર્ષાશે, તે રાગથી. પ્રારંભે તો એવાં આકર્ષણથી જ દેહસૌંદર્ય અને દેહસ્વાથ્યના બહુ ચિંતન મૂકી આત્મભાવનામાં ને આત્મનિરીક્ષણમાં ટકશે. પછી એમાં આગળ વધતાં વધતાં ક્ષપકશ્રેણીએ રાગનેય નિર્મુલ કરી એ વીતરાગ થશે. જૈનદર્શનની ગુણસ્થાનકોની આ મુજબની પ્રક્રિયા છેઃ- દશમા ગુણઠાણાને અંતે આત્મા વીતરાગ બને છે. તે પહેલાં વીતરાગી દશાની વાતો કરવી તે વાહિયાત છે. જગત પરના મમત્વ અને રાગ મૂકીને “મારો આત્મા !” “સ્વરૂપે એ આવો સુંદર અનંતજ્ઞાન ભર્યો !” આવી આત્મા માટે મારાપણાની લાગણી થઈ તે મમત્વ છે, “આવો સુંદર અનંતજ્ઞાનભર્યો', એવી સુંદરતાની લાગણી થઈ તે રાગ છે. એ થાય તો જ આત્મા સ્વ તરફ ખેંચાયો રહી, દેહાદિ પરભાવોના મમત્વ અને રાગમાં નહિ ખેંચાય. તો જ ક્રમશઃ આત્મગુણમાં સ્થિર થઈ દેશવિરતિ-સર્વવિરતિ ભાવમાં ચઢશે, પછી અપ્રમત્તભાવમાં ચઢશે, શ્રેણી માંડશે; ત્યાં આત્મા અંગેના મમત્વ તથા રાગને વસ્તુગત્યા નાશ પમાડશે. પણ ક્રમિક વિકાસમાર્ગને છોડી “રાગના આશ્રયે મોક્ષમાર્ગ નહિ એમ માત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫૧ મોઢે બોલ્યા કરવાથી સમ્યક્ત્વ વિરતિ-અપ્રમાદ વગેરેની વાસ્તવિક સ્થિતિ તો નહિ ઊભી થાય, પણ ઉલટું આત્મગુણો અને સ્વચૈતન્યનું સાચું આકર્ષણેય નહિ રહે, અને કેવળ મહા મિથ્યાત્વ સાથે અવિરતિનું પોષણ રહ્યા કરશે. ઉન્નત્તિનો માર્ગ ક્રમિક કે ઉડઝૂડીઓ? ટાઈફોઈડ તાવનું દષ્ટાન્ત - ત્યારે ખરી વસ્તુ અહીં એ સમજવાની છે કે કોઈપણ સ્થાને સુધારો કે ઉન્નતિ કાંઈ એકાએક પ્રાપ્ત નથી થતી, પરંતુ ક્રમસર પગથીયાં ચઢવાથી પ્રાપ્ત થાય છે. દા.ત. દીર્ધકાળના રોગીનો રોગ ધીમે ધીમે જુદી જુદી પ્રક્રિયાથી નાબુદ કરવામાં આવે છે. એવું કરનાર વૈદ સુજ્ઞ ગણાય છે. ત્યારે ઉડઝૂડીયું કરનારો વૈદ ઉંટવૈદ ગણાય છે. એથી તો રોગીનું મોત પણ નીપજે છે. ટાઈફોઈડ તાવમાં એકદમ કોઈ ઇંજેકશનો આપીને તાવ મટાડવા જાય, અગર જુલાબો આપી પેટ સાફ કરવા જાય, તો તાવ કે પેટને બદલે અવસરે પ્રાણ જ સાફ કરી નાખે છે ! નવા પંથમાં આવું વૈદું ચાલે છે. એમને એકદમ રાગનો રોગ કાઢી નાખવો છે, માટે કહે છે કે “ધર્મક્રિયાઓ એ આત્માનો મળ છે, એને હઠાવો તો નિરોગી થશો.' પણ એ અજ્ઞાનીને ખબર નથી લાગતી કે કદાચ એને મળ ગણો તોય કેટલાક મળ એવા હોય છે જે પ્રાણટકાવમાં કારણભૂત ગણાય છે. એને કાચો મળ કહે છે; અને એ કાચો મળ તોડી નાખવામાં આવે તો સાથે પ્રાણ પણ તૂટી જાય, એમ કહે છે. એટલે ટાઈફોઈડ તાવમાં અંદર રહેલા મળથી કે તાવથી આંતરડાના ક્ષત રૂઝાવા લાગે છે. એ રૂઝાતા, આરોગ્ય પ્રાપ્ત થાય છે પછી ધીમે ધીમે હળવા ખોરાક અને ઔષધ ઉપર ચઢવું પડે છે; પણ નહિ કે એકદમ પૌષ્ટિક પકવાનો અને ઊંચી રસાયણો-ભસ્મો લઈ નાખવાની હોય. એમ કરે તો તો નિરોગી થયેલો છતાં ફરી મહારોગી કે મૃત્યુવશ બની જાય. બરાબર એ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પ્રમાણે રાગ-દ્વેષના તાવ કાઢવા માટે અને વીતરાગતાનું આરોગ્ય મેળવવા માટે પહેલાં પૌદ્ગલિક રાગ-દ્રુન્યવી રાગ-દેહાદિના રાગના ક્ષત (ઘા) રૂઝવવા જોઈએ. એ માટે આત્મિક રાગ-પરમાત્મશાસન રાગ-મોક્ષરૂચિ વગેરે વધારનારી ધર્મક્રિયાઓ કક્ષાનુસારે ખૂબ આચરાવી જોઈએ. ‘કક્ષાનુસારે’નો વિચાર ગંભીર છે. એને આગળ વિચારીશું. પણ એટલું ચોક્કસ કે ધર્મક્રિયાઓ ખૂબ જરૂરી છે. બાકી ‘ધર્મક્રિયા પર પણ રાગ થાય તેય ખોટો છે, માટે સર્વથા રાગ છોડો' એમ કરવા જાય તેના ક્ષત અંદરખાને વધતાં ભાવમૃત્યુ થાય. જ્ઞાનાભ્યાસનું દૃષ્ટાન્ત – નિશાળમાં વિદ્યાર્થી પણ ક્રમસર આગળ વધતાં વધતાં મોટી ડિગ્રી મેળવે છે. એને બદલે ‘એકદમ જ મોટી ડીગ્રી લેવા ઊંચો અભ્યાસ કરી લઉં.' એમ કરી બાળપોથીની કક્ષામાં મેટ્રિકનો ચોપડો લઈ મહેનત કરવા લાગે તો જિંદગીભર મૂર્ખ રહે કે બીજું કાંઈ થાય ? એવુંજ વીતરાગતાની ડીગ્રી લેવા અંગે સમજવાનું છે, બાળ વિદ્યાર્થીને, ‘બાર ૬ ચોવીસ' શા માટે, દુ ‘બાર દુ પચીસ’ કેમ નહિ, એના હેતુ વગેરેનું જ્ઞાન ન કરાવાય, એનું અજ્ઞાન રખાય, તો જ એનું કોમળ નાજુક મગજ વગ૨ કંટાળ્યે, પહેલાં આંક એમને એમ મોઢે ગોખી તૈયાર કરી શકે. પછી એમ જ ક્રમસ૨ ગણિતશાસ્ત્રમાં આગળ વધતાં વધતાં હેતુ-યુક્તિ વગેરે સમજી, અજ્ઞાન ટળી શકે. એ પ્રમાણે ધર્મખાતામાં બાળજીવોને વીતરાગતાની ડિગ્રી લેવા પૂર્વે શુભ આલંબનનો રાગ રાખવો જ પડે. તો જ એ અશુભ રાગ ને તોડતો તોડતો આગળ વધી શકે. પછી જ સંપૂર્ણ રાગનો નાશ કરી શકશે. અનંતકાળનો અભ્યસ્ત અશુભ રાગ એમ એકમદ જાય એવો નથી. કેમકે અશુભ આલંબનોથી એ તોષાયો-પોષાયો છે; અને અહીં અશુભ આલંબનો સેવવાનું ચાલુ છે, પછી શી રીતે રાગ હટે ? એને હટાવવા માટે અશુભ આલંબનો છોડવા જોઈએ. એ માટે શુભ આલંબનો દૃઢપણે સેવવા જોઈએ. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ૩ એ સેવવાનું એના પર દૃઢરાગ થયા વિના ન બને. માટે જ શુભનો રાગ અતિ આવશ્યક છે. સોનગઢમાં આવનારા રાગથી જ આવે છે. નવાને લાવવા માટે રાગ જગાવવાના પ્રયત્ન થાય છે. અંતે ત્યાજ્ય છતાં નીચેની કક્ષામાં શુભરાગ ઉપાદેય છે. કળા-કારીગરીનું દષ્ટાન્ત - ત્યારે શિલ્પી-ચિતારા વગેરેની કળા-કારીગરી શીખવામાંય શું છે ? પહેલે તડાકે અતિ સૂક્ષ્મ વસ્તુ નથી શિખવાતી કે નથી શીખાતી. અતિ સૂક્ષ્મ કારીગરીમાં ટાંકણોહથિયાર વગેરે બહુ કોમળતાથી ચલાવવાના હોય. પણ પહેલેથી જ જો એવી કોમળતા શિખવે, તો કારીગરીમાં પહેલપહેલું તો જે મજબૂત સ્થિર હાથ તૈયાર થવો જોઈએ તે જ ન થાય. એ માટે તો પહેલાં સ્થૂલ કળા શિખવાય છે, પછી ક્રમસર સૂક્ષ્મ-સૂક્ષ્મ શિખવાતી જાય. એમ વીતરાગતાની કળા એ સૂક્ષ્મ કળા છે. એ માટે પહેલાં તો દુન્યવી પૌલિક રાગ તોડવા વૈરાગ્યની સ્થૂલ કળા શિખવવી પડે. એ માટે ધર્મક્રિયાઓ રૂપી ધૂલ હથિયારો જોઈએ. એમાં આગળ વધતાં વધતાં શુક્લધ્યાનને અને ભવમોક્ષ ઉપર સમતાયોગના સૂક્ષ્મ હથિયારની કળા હસ્તગત થાય છે, અને વીતરાગતાની નિષ્ણાતગિરિ મળે છે. આવાં તો કઈ દૃષ્ટાન્તો દુનિયામાં નજરે અનુભવાય છે. ધર્મસિદ્ધિમાં એ રીતે જ આગળ વધાય છે. એમ ઉન્નતિ સાધેલાઓના પૂર્વના અનંત દષ્ટાન્ત છે. વર્તમાનમાં સેંકડો હજારો દૃષ્ટાન્તો છે. - સાધના જીવની કલાને યોગ્ય જ જોઈએ - એકનું અમૃત એ બીજાનું ઝેર - ઉન્નતિ સાધવામાં આ ખાસ ધ્યાન રાખવાનું ક ઉન્નતિનો ઉપાય જીવની કક્ષા મુજબનો હોવો જોઈએ. શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ પણ કક્ષા મુજબના ઉપાય ઉપદેશ્યા છે, એનો અભ્યાસ કરીએ તો દેખાય કે નીચેની કક્ષાના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બાળ જીવને માટે જે વસ્તુ અમૃત સરખી આદરણીય છે તે ઉપરની કક્ષાના ઉન્નત જીવને માટે ઝેર સરખી ત્યાજ્ય છે. દુનિયામાં પણ આવું બહુ અનુભવાય છે. (૧) નરમ હોજરીવાળાને મગના પાણી જેવું જે સેવવા યોગ્ય છે, તે એની જ હોજરી સતેજ બન્યા પછી ત્યાજ્ય બને છે, અને હવે સારાં ઘી-દૂધ સેવ્ય બને છે. એ ઘી-દૂધ જો પૂર્વાવસ્થામાં અપાય તો હોજરી વધુ ખરાબ થઈ મહારોગ નીપજે. એ પ્રમાણે. (૨) ગુજરાતી ચોથીમાં ઇતિહાસ-શિક્ષણની રીત જાદી, મેટ્રિકમાં જાદી, અને પી.એચ.ડી.માં જુદી. ત્યાં પરસ્પરમાં શંભુમેળો કરે તો લાભને બદલે નુકસાન થાય. ગુજરાતીમાં કથાશૈલી હોય છે. મેટ્રિકમાં પ્રસંગો તથા મોટી મોટી રાજનીતિના શિક્ષણ હોય છે, પી.એચ.ડી.માં રીસર્ચ એટલે કે સંશોધન દૃષ્ટિથી સૂક્ષ્મ નીતિઓ, લોકપદ્ધતિ, માનસ અધ્યયન વગેરેના શિક્ષણ હોય છે ત્યારે, (૩) નાનું બાળક જે રીતે માતાનો ખોળો ખૂંદે છે, તે રીતે કુમાર થયા પછી નિહ. તેમ નાની કુમાર અવસ્થામાં જે રીતે માતાને ભેટે છે, તે રીતે યુવાન બન્યા બાદ નહીં. યુવાનીમાં તો માતાની સામે બહુ વિનયથી ગંભીરતાએ મર્યાદાશીલ વર્તાવ રાખે તો શોભે છે. ત્યાં પૂર્વાવસ્થા જેવા ચાળા કરે તો કઢંગો લાગે. તેમ બાળ અવસ્થામાં જો ગંભીર બની માતાથી મર્યાદાસર આઘો ને આઘો રહે તો માતાનો પ્રેમ નહિ મેળવી શકે. પોતાના કુમતમાં સ્થિરતા સાધવા કક્ષાને યોગ્ય સાધના સ્વીકારે છે :– બસ, આ રીતે સાધક આત્માની કક્ષાની મુજબ સાધનાની રીતિભાતિ હોય છે. એમણે પણ શું રાખ્યું છે ? એ જ કે “નવો માણસ આવે એની કક્ષા અત્યંત નીચી છે, માટે એણે એકવાર તો ‘બાબા વાક્ય પ્રમાણં' કરી સાંભળ્યે જ જવું જોઈએ. તો જ એ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૫૫) તત્ત્વદષ્ટિની નજીક આવી શકે, એમ એ કહે છે. પછીની કક્ષામાં એણે સમયસારાદિનું ખૂબ વાંચન કરવું જોઈએ. તે પછી ઉપરની કક્ષામાં એના પર મનન અને અવસરોચિત તર્કણપૂર્વક શ્રદ્ધાન કરવું જોઈએ. તે પછીની કક્ષામાં બીજા સાથે જરૂર પડે તો ચર્ચા કરે. પણ તે પૂર્વની કક્ષામાં ક્યાંય વિરૂદ્ધ મતવાળા સાથે ચર્ચા ન કરે. કેમકે એ એને તત્ત્વશ્રદ્ધાનમાંથી ચલિત કરી નાખે એવો પૂરો સંભવ છે, કહો કેવી કક્ષાઓ ગોઠવી છે? ત્યાં સૌથી પહેલી કક્ષામાં તર્કણ, ચર્ચા વગેરે નથી મૂક્યું. ઉલટું એને ઝેર સમાન ગણી એ અવસ્થામાં તો ત્યાજય માન્યું છે. યદ્યપિ મુખ્ય લક્ષ્ય તર્કયુક્તિ સહિત શ્રદ્ધા કરવાનું છે. છતાં એને પ્રાથમિક અવસ્થાનું લક્ષ્ય ન ગણ્યું. ત્યાં તો તર્ક-યુક્તિનો વિચાર ન કરતાં માત્ર સાંભળી મગજમાં બંડલ એમ જ ઉતારી દેવાનું લક્ષ્ય માન્યું. કક્ષાબાહ્ય સાધનાના ઉપદેશથી ભાવ કતલ - છતાં મોક્ષસાધનાની વાત આવી ત્યાં અંતિમ કક્ષાએ મુખ્ય લક્ષ્ય જે વિતરાગ થવાનું, ને નિશ્ચય માત્રને અવલંબવાનું, તે લક્ષ્યને પ્રાથમિક અવસ્થામાં જ લક્ષ્ય માન્યું ! આ એમનો સિદ્ધાન્ત ઉપર કહેલી એમની જ પ્રવૃત્તિથી કેટલો વિરૂદ્ધ પડે છે? અથવા એમના સિદ્ધાન્તથી પ્રવૃત્તિ કેટલી વિરૂદ્ધ જ રહી છે? પ્રાથમિક અવસ્થામાં તો બાળ જીવને હૃદયમાં ભરી રાખેલા પ્રિયાના ગાઢ રાગને દૂર કરી પરમાત્માના રાગને કેળવવો પડશે. તો પછી ધીમે ધીમે એ પરમાત્માનરૂપી વીતરાગતા તરફ જઈ શકશે. નહિતર તો “રાગ ખરાબ” “રાગ ખરાબ” એમ કરી પરમાત્માના રાગથી આઘો રહેશે, અને પ્રિયાનો રાગ હૈયામાં રમ્યા કરવાનો. કેમકે નવાપંથે તો એવું શીખવ્યું છે કે ધર્મક્રિયાનો રાગ, પ્રભુનો રાગ એ બધા ભયંકર છે તેથી એનાથી અલગ રહેવાનું એ કરશે; પણ ધનરાગ, કુટુંબરાગ, કામરાગ Page #99 -------------------------------------------------------------------------- ________________ પ૬ ભયંકર નહિ માનવાથી એને કાઢવાના નહિ. તેથી હૈયાના ઊંડાણમાં એ રમ્યા કરશે. પછી ત્યાં વીતરાગ ભાવ કદીય ક્યાંથી આવે ? એ તો પ્રાથમિક અવસ્થામાં પ્રભુનો રાગ. પ્રભુના દર્શન-પૂજનઉત્સવ કરવાનો ઝળહળતો રાગ કેળવશે. તો પેલા ધનાદિના રાગ ઓછા થશે; તો કોક દિ ઠેકાણું પડશે. માટે દરેકને જે એ વીતરાગીદશા, નિરાલંબન-દશા, નિર્વિકલ્પ-દશા વગેરે ઉપદેશ્યા કરે છે, તે સામાની ભાવ-કતલ કરવાનું કાર્ય છે; શાસ્ત્રીય રીતિ-નીતિનું સરાસર અજ્ઞાન છે, એથી જીવમાં કક્ષા મુજબ કેવી કેવી રીતે શી શી પ્રગતિ શક્ય છે એનું ભાન નથી. કક્ષાઓ કઈ કઈ?:–અસલ જૈનમત મુજબ સાધક આત્માઓની જુદી જુદી કક્ષાઓ અર્થાત્ અવસ્થાઓ અને તેને તેને યોગ્ય આરાધનાઓ સ્વીકારેલી છે. દા.ત. અપુનબંધક અવસ્થા, માર્ગાનુસારી અવસ્થા, સમ્યકત્વ અવસ્થા, દેશવિરતિ અવસ્થા, સર્વવિરતિ અવસ્થા વગેરે પાછી એકેકમાંય અવાજોર અવસ્થાઓ હોય છે. દા.ત. દેશવિરતી (શ્રાવક) અવસ્થામાં પ્રભુપૂજન-અવસ્થા, સામાયિક-પૌષધ અવસ્થા, ગૃહસ્થ શ્રાવક અવસ્થા વગેરે. આ દરેક અવસ્થાને યોગ્ય જુદી જુદી ફરજ અને આરાધનાઓ છે. એનો શંભુમેળો ન કરાય. કાભેદે સાધનાભેદના દષ્ટાન્ત – દા.ત. પ્રભુપૂજનની અવસ્થા વખતે અર્થાત્ જિનમંદિરમાં હોય ત્યારે મંદિર અને પ્રભુપૂજા અંગેની પ્રવૃત્તિ આદરણીય છે. પણ ઘર સંબંધી પ્રવૃત્તિ ત્યાજ્ય છે. એટલે ત્યાં કોઈ સાધર્મિક મેમાન આવી ચઢે તો એના સન્માનનું કાર્ય ભલે ધાર્મિક હોવા છતાં એ ત્યાં નથી કરવાનું. પરંતુ જ્યારે દેરાસરની બહાર ઘરબારી અવસ્થામાં છે, ત્યારે એ સાધાર્મિકના સન્માનાદિનું કાર્ય અવશ્ય આદરણીય છે, એવું જ પ્રભુને પ્રક્ષાલ-પૂષ્પપૂજા વગેરે પોતે પૂજાથે મંદિરમાં હોય ત્યારે ખાસ આદરવા યોગ્ય છે, પણ એ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જ પૂજાદિ સામાયિક-પૌષધ અવસ્થામાં કર્તવ્ય નથી; એટલું જ નહિ પણ સામાયિકમાં એ કરવા જાય, કે ‘પછી કરીશ' એવો વિચાર સ૨ખોય કરે તો દોષપાત્ર છે. એક અવસ્થાનું કર્તવ્ય બીજી અવસ્થામાં હેય પણ હોય. ‘કાચું પાણી, સચિત્ત ફૂલ વગેરેથી પૂજા કરવામાં હિંસા છે.' એમ માની મંદિરમાં પૂજા ન કરે તો ગુનેગાર છે, ત્યારે ‘શ્રાવકનું તો એ કર્તવ્ય છે ને', એમ માનીને સામાયિક અવસ્થામાં રહ્યો પૂજા કરે તો ગુનેગાર છે. કર્તવ્યોના ભેદ :– આત્માને જાદી જાદી સાધક અવસ્થામાં શું શું કર્તવ્ય છે, અને શું શું ત્યાજ્ય છે, એ એની કક્ષા જોઈને શ્રી જિનેશ્વરદેવોએ પૃથક્ પૃથક્ નિયત કરેલું છે. એમાં ઉત્સર્ગ-અપવાદ સ્થાપ્યા છે, એમાં નિત્ય કર્તવ્ય, નૈમિત્તિક કર્તવ્ય અને કામ્ય કર્તવ્યોના સ્પષ્ટ વિભાગ દર્શાવ્યા છે. નિત્યકર્તવ્યમાં દા.ત. ગૃહસ્થ શ્રાવકને શક્તિ અનુસાર શ્રી જિનેન્દ્રનો દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) રોજ અવશ્ય કરવા ફરમાવ્યું છે. ન કરે તો ગુનેગાર. નૈમિત્તિક કર્તવ્યમાં દા.ત. જો વ્રતભંગાદિ થઈ જાય તો તે નિમિત્તે ગુરુ આગળ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવા જોઈએ છે. ન કરે તો પાપભાગી રહે છે. કામ્યકર્તવ્યમાં વિશેષ પ્રકારના દાન, તીર્થયાત્રા વગેરે સુકૃત આવે છે; તે પોતાની ભાવના અનુસાર કરાય છે. અર્થાત્ કોઈ રૂા. દસનું દાન કરે, કોઈ સોનું ય કરે. કોઈ મંદિર બંધાવે, તો કોઈ જ્ઞાનશાળા બંધાવે. એ સુકૃત પોતાની ભાવના મુજબ અને જે કાર્યમાં ઉત્સાહ વધે તે થાય છે. પરંતુ એમાં શક્તિ ગોપવે તો અંતરાયકર્મ ઊપાર્જે છે. આ થઈ નિત્ય-નૈમિત્તિકાદિ કર્તવ્યોની વાત. ઉત્સર્ગ અપવાદમાં એવું છે કે શક્યતાએ ઉત્સર્ગ માર્ગે આરાધના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કરવી, પણ કારણવશાત્ તે ન બની શકી તો અપવાદની રીતે પણ અવશ્ય કરવી દા.ત. ઉત્સર્ગથી જિનપૂજા મધ્યાહ્નકાળે, અને પ્રતિક્રમણ સંધ્યાકાળે કરવાની છે. પરંતુ ધારો કે એ વખત મૂછમાં કે કોઈ ગાઢ કારણમાં ગયો. તો પછી અપવાદથી પૂજા-પ્રતિક્રમણ આગળપાછળના સમયમાં કરવા. આમ પણ કરે તે આરાધક કહેવાય, અને ઉત્સર્ગ પકડીને ન કરે તો દોષભાગી થાય. એમ માત્ર અપવાદને પકડી કોઈ કારણ વિના ક-વખતે કરે તોય દોષપાત્ર થાય. અર્થાત્ ઉત્સર્ગના સ્થાને અપવાદ ન સેવાય, અપવાદના સ્થાને ઉત્સર્ગ ન પકડી રખાય; સંસાર-વ્યવહારમાં પણ એમ જ ચાલે છે. ઉત્સર્ગથી જમવાના સમય નિયત છે. અપવાદે અન્ય સમયે પણ જમવું જ પડે છે. આ થયો સંસાર વ્યવહારમાં ઉત્સર્ગ-અપવાદ. એવી રીતે ખાનપાન એ નિત્ય કર્તવ્ય; અને બિમારીમાં ઉચિત ઔષધ સેવન એ નૈમિત્તિક કર્તવ્ય; તથા સાલગીરીમાં મિજબાની વગેરે કામ્ય કર્તવ્ય. આ કર્તવ્યોના નિયમન અને લાભ અલગ અલગ હોય છે. મગ-અડદ ભેગા ભરડે તે કૂવડ – આ બધો ઉત્સર્ગ, અપવાદ...વગેરે કર્તવ્યોનો ભેદ અને એની જુદી જુદી મર્યાદાઓ શું સૂચવે છે ? એ જ કે મગ-અડદ બધું ભેગું ન ભરડાય. એવું કરનારી પટલાણી ફૂવડ કહેવાણી; હાડકાની હરામ ગણાઈ; અને પટેલથી પીટાઈ. એમ આરાધનાના જુદા જુદા પ્રકારોને “આ તો બધા વ્યવહાર છે; અને વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કરી એ બધાને એક જ “ત્યાય' ની ઘંટીમાં ભેગાં ઘાલે, એટલે કે એને આરાધવા છોડી દે, એ ફૂવડ અને હાડકાના હરામ ગણાય; અને કર્મનો માર ખાય. એવું જ, એક જ દવાએ બધા રોગ ન જાય. ગૌરીશંકર વૈદ એકમાત્ર નેપાળાની ગોળીઓ લઈ ગામડામાં વૈદું કરવા બેઠો તો મૂર્ખ ઠર્યો. એમ એક માત્ર “નિશ્ચયદષ્ટિ' “વીતરાગી દશા” બધાને પટેલથી પણ ફુવડ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પકડાવે, અને નિરનિરાળી કક્ષાના જુદા જુદા વ્યવહારના ઔષધ છોડાવી દે, અગર લેવા ન દે, એ મૂર્ખ ઠરે; સામાનું નિકંદન કાઢનારો બને. ત્યારે પૂછો કે, પ્ર. – નિરનિરાળી કક્ષાના જુદા જુદા વ્યવહારના ઔષધ શી રીતે? ઉ.:- મિથ્યાષ્ટિ માર્ગાનુસારી જીવ માટે વ્યવહાર જાદો છે ને સમ્યગદષ્ટિ જીવ માટે જુદો છે. એથી આગળ, સામાયિકાદિમાં રહેલાનો વ્યવહાર જુદો, અને સાધુનો વ્યવહાર જાદો. એમાં એકને માટે જે આચરણીય વ્યવહાર છે, તે ઉપરની કક્ષાવાળાને ત્યાજય પણ બને છે. પણ ઉપર જઈનેય ત્યજવાનો છે ને, એમ કરી જો નીચેની કક્ષાવાળો પણ એને ત્યજી દે તો એ ઊંચો જ ન આવી શકે. દા.ત. યોગની પૂર્વે સેવામાં મિથ્યાદષ્ટિ જીવને ફરમાવવામાં આવ્યું કે દુરાગ્રહથી એક દેવ અને એક જ ધર્મની ખોટી વ્યક્ઝહવાળી પકડ ન રાખતાં મધ્યસ્થભાવે ચારિસંજીવની ન્યાયથી સર્વ દેવ ભજવા, અને સત્યની ગવેષણા ચાલુ રાખવી; એમ કરતાં એકવાર સત્યદેવ, સત્ય ધર્મ હાથ લાગી જશે. હાથ લાગ્યા પછી એની શ્રદ્ધા બેઠી એટલે હવે એને જ પકડી બીજા મિથ્યા ધર્મો ત્યજી દેવા. જૈન ધર્મની જ શ્રદ્ધારૂપી સમક્તિ થયા પછી હવે બીજા દેવાદિને મનાય-પૂજાય નહિ. હવે તો જો મિથ્યા દેવાદિને માને તો સમ્યકત્વ ગુણ ગુમાવી દે; આગળ વધવાને બદલે પાછો મિથ્યાત્વમાં પડે. પરંતુ એની માફક “મિથ્યાદેવો તો ત્યાજ્ય છે,” એમ કરી પહેલે ગુણસ્થાનકે રહેલો જૈનેત્તર મધ્યસ્થ મિથ્યાદષ્ટિ, પાછી સાચાની ખબર નથી માટે, બધા દેવને માનવાનું મુકી દે તો ધર્મરહિત બનવાની સાચા દેવગુરુનેય પામવાનો અવસર શી રીતે મેળવે ? સમકિતીના હાથમાં તો સાચા દેવાદિ આવી ગયા છે, પણ મિથ્યાષ્ટિને એની પ્રાપ્તિ કે પિછાણ નથી. એટલે એને તો બધા સમાનનો સમૂહ છે ત્યાં સુધી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૦ એને એ છોડયે પાલવે નહિ. એને માટે એ ઔષધરૂપ છે. ત્યાં એ બધાના ભેગા મિથ્યાદેવાદિને નમે-માને એ એના માટે ધર્મરૂપ છે, પણ સમકિતી માટે પાપરૂપ છે. તેથી સમકિતીને એ ઔષધ નહિ. એવી રીતે સમકિતીને સાધર્મીભક્તિ કરણીય છે; એને માટે એ રસોઈ વગેરેના મોટા સમારંભ પણ કરે તોય તે એને ધર્મકર્તવ્યમાં જાય છે; પણ નહિ કે પાપમાં. પરંતુ શ્રાવકપણે સામાયિક-પૌષધ લઈ બેઠો હોય ત્યારે એ અકરણીય છે. ત્યાં જો એ સામાયિકમાં રહ્યો સમારંભ કરવા જાય તો તે પાપરૂપ થાય. અર્થાત્ અસામાયિકમાં જે વ્યવહાર ઔષધરૂપ છે, તે જ વ્યવહાર સામાયિકમાં પાપવર્ધક–રોગવર્ધક બને છે. એમ ગૃહસ્થને પૌષધમાં સાધુની જેમ ઠામઠામ ગોચરી વહોરવા જવાની નથી હોતી. કેમ કે તેથી ‘ગૃહસ્થ થઈ ભીખ માગે છે !' એવી લોકનિંદા થાય. એને કાં તો ઘરેથી પૌષધશાળાએ મંગાવીને અગર ઘરે જઈને ભોજન કરવાનું હોય છે. એમ કરે એ પોતાને માટે ઔષધરૂપ છે. પરંતુ સાધુ એમ ભોજન મંગાવે કે કરવા જાય તો એના માટે પાપરૂપ છે; ઔષધ નહિ પણ ઝેર છે. આનું તાત્પર્ય શું ? એ જ કે ઉપરની સાધુની કક્ષામાં ભિક્ષાચર્યા એ જ માર્ગ છે. એ જ આરાધ્ય છે. અને સ્વયંપચન એ ત્યાજ્ય છે. તેથી કાંઈ નીચેની કક્ષાવાળા ગૃહસ્થને એ ન ફરમાવાય. એને આરંભ ત્યજાવી ભિક્ષા ન આદરાવાય. કક્ષા પ્રમાણેની સાધના હોય તો સાધક ઉંચે ચઢી શકે; નહિતર ઉલટા નીચે પડે. બાળ જીવો બહારના અશુભ દુન્યવી નિમિત્ત કારણો અને આલંબનોની અશુભ ભાવમાં તણાઈ જ જાય છે. એનું મન કાર્ય કરતું જ રહે છે. તો એની કક્ષા એ ગણાય કે એથી એને બચાવવા શુભ ધાર્મિક વ્યવહાર અને આલંબનોમાં એને જોડો, તો પેલી અસર ઓછી થશે. પછી ભલે અહીં શુભભાવ જાગે, પણ પછી એ શુભ ભાવને તત્ત્વ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સમજણના બળ ઉપર શુદ્ધભાવમાં લઈ જશે. છતાં એટલું ચોક્કસ છે કે શુદ્ધભાવમાં જવાનું ત્યારે જ શક્ય છે કે જો અશુભ ભાવથી તદ્દન છૂટકારો મળે; અને બાળજીવને અશુભ ભાવથી બચવા માટે શુભ નિમિત્તો, શુભ આલંબનો અને અશુભ ભાવથી બચવા માટે શુભ નિમિત્તો, શુભ આલંબનો અને શુભ વ્યવહાર એ જ શરણ કરવા યોગ્ય છે, બીજો રસ્તો જ નથી. એ જ્યારે ઉંચી કક્ષાએ ચઢે પછી મહાયોગી બની જીવિત-મરણે સમપણું, ભવે-મોક્ષે સમવૃત્તિ કેળવવાની કક્ષા અને સામર્થ્ય આવે ત્યારની સાધના જાદી. બાકી નીચેની કક્ષાએ તો એને યોગ્ય જ આરાધનારીતિ રહેવી જોઈએ. નવા મતમાં પણ પોતાનું ઠસાવતા એવું જ કરાય છે. પણ ત્યાં એ ભાન ભૂલી જાય છે કે આ બધો વ્યવહાર શા માટે ? (૭) સ્વસિદ્ધાન્ત વિરુદ્ધ સ્વપ્રવૃત્તિનો સાતમો દાખલો – ખરી વાત એવી છે કે એમનામાં અજ્ઞાન પણ મોટું પ્રવર્તે છે. તેથી નિશ્ચય મુખ્યની વાત કરનારા એથી વિરૂદ્ધ રીતે શુભ સંકલ્પોના વ્યવહારમાં દોડે છે. નહિતર એક બાજા વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન નથી' એમ બોલવું અને બીજી બાજુ ચૈતન્યના વિકલ્પ જાતે કરવા અને બીજાને કરાવવા, શું એ વિરૂદ્ધ નથી? જુઓ ચૈતન્યનો વિકલ્પ કરવાનો આ રહ્યો. એ લખે છે કે “જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં વિચાર કરે છે કે અહો ! ચૈતન્યવહુનો મહિમા કોઈ અપૂર્વ છે. આ વિચાર એ જ વિકલ્પ-એ વિકલ્પને ઉંચે ચઢવામાં પગથીયાભૂત માની આદર્યો તેથી વિકલ્પરૂપી વ્યવહાર એમને પણ જરૂરી લાગ્યો. છતાં સિદ્ધાન્ત એ બાંધ્યો કે વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન નથી. વળી એમાં ચૈતન્યને પકડવાનું બીજા મમત્વ મૂકી ચૈતન્યનો રાગ સૂચવે છે. આમ જો મમત્વ અને રાગના આશ્રયે મોક્ષમાર્ગની ભૂમિકા જ નથી, તો ચૈતન્ય ઉપર એ કરો છો શા માટે? એ જ સિદ્ધાન્ત વિરોધી પોતાની જ પ્રવૃત્તિ. એવી તો કઈ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રવૃત્તિઓ એ કરે છે. ટૂંકમાં પોતે બોલે છે શું, અને પાછું આચરે છે શું, એની આ નવીન ઢબના નિશ્ચયવાદીને ખબર જ નથી ! ‘બિલ્લી આવે તો ઊડ જાના' એવું ગોખતા ફકીરના પોપટની જે સ્થિતિ હતી, તેવી આમની સ્થિતિ છે. પોપટને ખબર નથી કે, ‘બિલ્લી આવે’ નો અર્થ શું, ‘ઊડ’નો અર્થ શું? તેમ આમની દશા છે. શ્રી ગણધર ભગવાનના શબ્દો : આક્ષેપની પોકળતા :- હવે પ્રસ્તુત લેખનું ખાસ કારણ જે, શ્રુત કેવલી ૫૨મગુરુ શ્રી સુધર્મા ગણધરભગવાન અને પૂ. પ્રખર ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ તથા શ્વેતાંબર સંઘ પર એમણે (નવા મતે) આક્ષેપ કર્યો છે, તેનો વિચાર કરીએ :– શ્રી ગણધર ભગવંતની રચેલી દ્વાદશાંગીમાં શ્રીશાતાધ્યયન નામનું છઠ્ઠું અંગ છે. એમાં શ્રી સુધર્માસ્વામી ભગવંત શ્રી જંબુસ્વામીજીને ઉદ્દેશીને કહે છે કે, “પ્રભુ શ્રી મહાવીરદેવ પાસેથી જે મેં સાંભળ્યું તે હું કહું છું.” એમ કરી પ્રભુના જ વચન તરીકે વક્તવ્ય રજુ કરે છે. એમાં પહેલું અધ્યયન મેઘકુમાર મહામુનિનું છે. મેઘકુમાર મુનિને ચારિત્રમાં શિથિલ પરિણાય થયેથી, એમને પ્રભુ શ્રી મહાવીરદેવ, એમનો પૂર્વનો હાથીનો ભવ યાદ કરાવીને કહે છે કે ‘ડ્યું હતુ મેહા ! તાર્ પાળાનુ પાછુ સંસારે પરિત્તીર્ ।' – ‘હે મેઘકુમાર ! તિર્યંચ હાથીના ભવમાં સસલાની દયાથી તેં સંસારને લગભગ સમાપ્ત મર્યાદિત કરી લીધો.' (તો પછી આ મનુષ્યભવમાં ચારિત્રજીવનમાં સંયમી મુનિઓ પ્રત્યેના ભક્તિભાવથી શું સારૂં નહિ નીપજે ? તો તું એને કેમ ચૂકે છે ?) ― ધ્યાન રાખજો, કે આ પ્રભુનાજ શબ્દ છે. હવે આના પર Page #106 -------------------------------------------------------------------------- ________________ જાઓ નવીનમતીનો વ્યવહારમૂઢતાનો આક્ષેપ નવી ઢબના સ્વપોલકલ્પિત નિશ્ચયનયને પ્રરૂપનારા આક્ષેપ આ રીતે કરે છે – “મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી તેને સંસાર પરીત થઈ ગયો. – એમ કહે છે, તેમજ શુભરાગથી પરીત સંસાર થવાનું મનાવે છે, પણ તે મોટી ભૂલ છે... ચૈતન્ય સ્વભાવના અવલંબને જ પરીત સંસાર થાય છે, તેને બદલે દયા-દાનના શુભભાવ તો અનંતવાર કર્યા છે છતાં પરીત સંસાર કેમ ન થયો?... દયા-દાનનો શુભભાવ તો ઔદયિકભાવ છે, તે પોતે સંસાર છે, તો તેનાથી સંસારનો નાશ કેમ થાય? ન જ થાય... એકલા વ્યવહારના આશ્રયથી જે મોક્ષમાર્ગ માને છે તે વ્યવહારમૂઢ છે.” ખોટા આક્ષેપનો રદીયો -નવા પંથીએ ઊભો કરેલો આ આક્ષેપ જૂઠો છે, અપ્રામાણિક છે, સમજ અને વજૂદ વિનાનો છે. કેમકે પહેલાં તો “દયાદાનના શુભરાગથી સંસાર પરીત થવાનું માન્યું” એમ જે લખ્યું તેમાં “પરીત’ શબ્દ જ ખોટો છે, “પરીત્ત' શબ્દ જોઈએ, પરીત્ત એટલે “બસ”, “સમાપ્તિને પ્રાપ્ત,” “મર્યાદિત” એવો અર્થ અહીં લેવાનો છે. સંસ્કૃતમાંના “પર્યાપ્ત' શબ્દ ઉપરથી “પરીત્ત' શબ્દ બને છે. હવે અહીં ખરી વસ્તુ તો એ છે કે ગણધર ભગવાનના લેખમાં તો પ્રભુએ “પાણાણુકંપાએ' એટલે જીવની દયાથી સંસાર પરિત્ત થવાનું કહ્યું છે, માન્યું છે પણ નહિ કે દયાના શુભરાગથી. ત્યારે આ મુમતી કહે છે કે, “દયાદાનના શુભરાગથી સંસાર પરીત થવાનું માન્યું કેવું ખોટું કથન ! આવું માન્યું જ ક્યાં છે? તો પછી જો એમ કહેવામાં આવે કે “દયાદાનના શુભરાગથી નો અર્થ “દયાદાન સંબંધી શુભરાગથી” એવો નથી પરંતુ “દયાદાન કરવાનો જે શુભ પરિણામ શુભભાવ આત્મામાં જાગે છે એ શુભભાવરૂપી શુભરાગથી’ એવો અર્થ લેવાનો છે.” Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ તો તો પછી એમ કહેવું કે લખવું જોઈએ કે ‘દયાદાનરૂપી શુભ રાગથી.' છતાં ખેર ! એ એમનું ભાષાશાસ્ત્રના નિયમ બહારનું સ્વતંત્ર લખાણ જો સમજી લઈએ તો પણ એનો ભાવ ખોટો છે. કેમકે જેવી રીતે ‘અહો ! કેવો અનંતજ્ઞાનાદિઋદ્ધિમાન મારો આત્મા’ એમ તત્ત્વરુચિ થવી એ મિથ્યાત્વના ક્ષયનો પરિણામ છે, એવી રીતે હાથીને થયેલ દયાનો પરિણામ પણ મિથ્યાત્વની મંદતાનો પરિણામ છે. એને શુભરાગ એટલે કે શુભકષાય મનાવવો એ કેવી અજ્ઞાનદશા છે ! છતાંય જો કહો કે મિથ્યાત્વની મંદતાની સાથે શુભરાગ ભળેલો છે માટે અમે શુભરાગને આગળ કર્યો છે, “તો તો શું ‘અહો ! અનંત જ્ઞાનવાન મારો આત્મા' એવું થવામાં શુભરાગ નથી ભળ્યો ? આ પણ શુભરાગનો વિકલ્પ હોવા છતાં મોક્ષાર્થીને આ આદરણીય માનો છો; તો પછી દયાદાન પણ કેમ આદરણીય નહિ ? દયાદાન એ આદરવા યોગ્ય આ રીતે છે ઃ- અનાદિકાળથી જીવમાં ક્રૂરતા, નિર્દયતા, કઠોરતા ભરી છે. એને જો પહેલાં દયાની કોમળતાથી દૂર કરવામાં આવે, તો જ આગળ વધીને ઠેઠ વીતરાગદશા સુધી પહોંચી શકાય. અનાદિના કસાઈ જેવા ક્રૂર હૃદયવાળાને કાંઈ પહેલે તડાકે વીતરાગદશા નહિ આવે. માટે તો એ કઠોરતારૂપી જે અનાદિ ભાવમલ, તેની અલ્પતા, ડ્રાસ થવાનું લક્ષણ એવું કર્યું કે, दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । દુઃખી જીવો ૫૨ અત્યંત દયા અને ગુણવાન આત્માઓ ઉપર અ-દ્વેષ. દયા આવ્યા વિના ભાવમળ જાય નહિ. ભાવમળ ગયા વિના સમ્યક્ત્વાદિ શુદ્ધ પરિણામો જાગે નહિ. જૈનદર્શનની આ પ્રક્રિયા અજ્ઞાનને લીધે કેવા છબરડા વળાય છે ! સહજ એવા Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫ અનાદિના ભાવમળનો નાશ થાય, ત્યારે મોક્ષરુચિ-સમ્યકત્વ વગેરે ગુણસ્થાનકે ચઢાય છે. દયાપૂર્વકના કે દયાવાળા ભાવમળના નાશથી પરંપરાએ મોક્ષ થાય છે, તેમ દયાથી મોક્ષ થાય છે, એમ કહી શકાય. આ દયાદાનની કોમળતા એ આત્માના શુદ્ધ સ્વભાવે પહોંચવાનો પાયો છે; અને પાયો એ ઈમારતનું અંગ જ ગણાય છે, ઇમારતમાં જરૂરી ગણાય છે. તો પછી દયાદાનથી મોક્ષ થવાનું અર્થાત્ સંસાર સમાપ્ત થવા આવવાનું કહેવું શું ખોટું છે ? અલબત્ત આ કથનમાં વચલા પગથીઆ અધ્યાહારથી લેવાના છે. અને એવું તો સમ્યગ્દર્શનથી મોક્ષ થાય છે એવા કથનમાંય ક્યાં અધ્યાહાર નથી ? એમાંય વચમાં સમ્મચારિત્ર, અપ્રમત્તભાવ, ક્ષપકશ્રેણી અને ઠેઠ શૈલેશીકરણ સુધીનાની જરૂર તો છે જ. ત્યારે જેમ પ્રારંભિક સમ્યક્ત્વ મિથ્યાત્વની સામે પ્રશસ્ત પરિણામ હોવાથી જરૂરી છે, તેમ દયા પણ ક્રૂરતાની સામે પ્રશસ્ત ભાવ હોવાથી પ્રારંભમાં જરૂરી છે જ. એનાથી આત્મમાંની બીજી કેટલીય મિથ્યારાગની જડ દૂર થાય છે, અને તેથી વીતરાગી દશાની ભૂમિકા રચાય છે. તો પછી સમ્યક્ત્વની જેમ એનાથી સંસાર પરિત્ત થવાનું કહેવું શું ખોટું છે ? ઉલટું પરિત્ત ન થવાનું કહેવું એ ખોટું છે. અસ્તુ. હવે એ જોઈએ કે ભાઈએ પોતે પોતાના કુમતને પ્રચારના શુભરાગના આલંબન લીધા છે કે નહિ અને શુભરાગથી મોક્ષસાધના માની છે કે નહિ. જો કે આના અંગે, એમનાજ વચનોમાં પરસ્પર વિરોધ અને એમના વચન-વર્તાવના વિરોધ પૂર્વે જે બતાવ્યા છે, એમાં એ સ્પષ્ટ છે કે શુભરાગ એમણે પણ ઠામઠામ જરૂરી લેખ્યો છે, છતાં પ્રસ્તુત વિચારણાને અનુરૂપ થોડો વિચાર અહીં કરી લઈએ. એમણે જ કહ્યું છે કે “સમ્યગ્દર્શન પૂર્વે ગુરુનો ઉપદેશ મળવો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જોઈએ,’ અર્થાત્ ‘ગુરુનો ઉપદેશ મળે એટલે સમ્યગ્દર્શન થાય, પછી સંસારનો અંત થાય. ગુરુ ઉપદેશ મળ્યેથી સમ્યગ્દર્શન દ્વારા ભવકટ્ટી થાય, સંસાર પરિત્ત થાય. એમ એ કહે છે. ત્યારે અહીં કહે છે કે, ‘શુભરાગથી સંસાર પરિત્ત થવાનું માનવું તે વ્યવહારમૂઢતા છે.’ પ્રશ્ન એ થાય છે કે એ જીવને ગુરુનો ઉપદેશ મળે અને રુચે એ શું શુભરાગ નથી ? વળી એ ઉપદેશને શ્રવણના રાગ વિના લેવા જશે ? જો ઉપદેશ લેવાનો રાગ નહિ, તો એને જ લેવા જાય શા માટે ? આમ એમણે શુભરાગ જરૂરી ગણ્યો જ છે. જો કહો કે, પ્ર. :- શ્રવણનો એને રાગ તો ખરો, પણ રાગથી સંસાર પરિત્ત થવાનું માને નહિ. ઉ. :—તો અહીં હાથીએ દયા કરી એમાં એ એવું ક્યાં માનવા બેઠો હતો કે શુભરાગથી સંસાર પિરત્ત થાય ? એણે તો માત્ર પોતાના આત્માની જેમ બીજા જીવનેય દુઃખ નથી ગમતું એ હિસાબે સસલા ઉપર પગ મૂકવાની ક્રૂરતા ન કરી, પણ દયા રાખી. આ કોમળતાથી એવું માનવભવનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્યું કે જેથી ચારિત્રરૂપી મોક્ષમાર્ગ મળ્યો અને સંસાર લગભગ છેદાયો. આ પરિણામની દૃષ્ટિએ, દયાથી સંસાર પરિત્ત થયાનું પ્રભુએ ફરમાવ્યું. હવે આ નવા મતવાળાને થોડું પૂછીએ : સંસાર પરિત્ત થવા માટે સમ્યગ્દર્શન સહિત ચારિત્ર જરૂરી ખરૂં ? એ ચારિત્ર મનુષ્યભવમાં જ મળે એ વાત ખરી ? એટલે ચારિત્ર માટે મનુષ્યભવ જરૂરી, અર્થાત્ કારણ બન્યો ? ના નહી કહી શકો, કેમકે તમે જ કહો છો કે ‘આ શરીરની સ્થિતિ અલ્પકાળની છે, માટે તત્ત્વનિર્ણય કરીને સાધી લેવું,’ અર્થાત્ ‘મનુષ્યભવ છે તો જ તત્ત્વનિર્ણય થાય.’ – એમ માનો છો. તેથી મનુષ્યભવ કારણ બન્યો જ. હવે આગળ કહો. --- મનુષ્યભવ દયાદાનાદિથી મળે, એ વાત સાચી ? જો સાચી તો, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૬૭ એનો અર્થ એ થયો કે દયાદાનાદિથી મનુષ્યભવ અને મનુષ્યભવથી ચારિત્ર. તેમજ ચારિત્રથી સંસારપરિત્ત. એટલે ? દયાદાનાદિ એ મનુષ્યભવ અપાવવા દ્વારા ચારિત્રની સગવડ કરી આપીને સંસાર પરિત્ત કરે જ છે. માટે સંસાર પત્તિ થવામાં દયાદાનાદિ કારણભૂત બન્યા જ. જો કહો કે, પ્ર. :– એ તો પરંપરાએ ? ઉ. :~ તો સમજો કે કારણનું કારણ પણ ‘કારણ’ કહેવાય છે નહિતર સમ્યગ્દર્શનને પણ મોક્ષ પ્રત્યે કારણ શી રીતે કહેશો ? કેમ કે એ પણ ચારિત્ર-અપ્રમત્તભાવ-શુક્લ-ધ્યાન-ક્ષપકશ્રેણી વગેરે દ્વારા પરંપરાએ મોક્ષ પ્રત્યે કારણ છે; નહિ કે એ ચારિત્રાદિ વિના સીધું મોક્ષ પ્રત્યે કારણ છે. ત્યારે જો એમ કહો કે, પ્ર. :– દયાદાનના શુભભાવ તો અનંતવાર કર્યા; છતાં સંસાર પરિત્ત કેમ ન થયો ? એમ મનુષ્યભવ ઘણાનેય મળે છે, છતાં ક્યાં એ બધાને સમ્યગ્દર્શન અને મોક્ષ થાય છે ? માટે દયાદાનના શુભરાગથી કે મનુષ્યભવથી મોક્ષ થાય છે એમ માનવું એ વ્યવહારમૂઢતા છે. ઉ. :~ તમારા આ પ્રશ્નની સામે પહેલી વાત તો એ છે એમ તો સમ્યગ્દર્શનથી પણ મોક્ષ થાય છે એમ નહિ કહી શકાય. કેમકે તમે તો એવો નિયમ સમજ્યા લાગો છો કે ‘જેનાથી અવશ્ય કાર્ય નીપજે જ, એને જ કારણ કહેવું,' તેથી જ મોક્ષ પ્રત્યે દયાદાન વગેરેને તમે કારણ કહેવા તૈયાર નથી. હવે આ હિસાબે તો સમ્યગ્દર્શનને પણ મોક્ષ પ્રત્યે કારણ નહિ કહી શકો. કેમ કે સમ્યગ્દર્શન પણ કેટલાયને મળે છે છતાં એ ભવમાં એ નથી તો ચારિત્ર પામતા, કે નથી તો મોક્ષ પામતા. બલ્ગે સમ્યગ્દર્શન હારી જવાનું પણ એમને બને છે. તો શું સમ્યગ્દર્શનથી મોક્ષ થાય એમ નહિ કહો ? Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કુમતિનો બચાવ – ત્યારે ત્યાં તો તમે બચાવ કરશો કે “સમ્યગ્દર્શન પામવા છતાં હજી એને રાગદ્વેષના તેવા જોરને લીધે વિરતભાવ-અનાસક્તભાવ નથી આવતો, અને ચારિત્રથી મોક્ષ સુધી નીપજતું નથી. આમાં કાંઈ મોક્ષ માટે સમ્યગ્દર્શન નકામું નથી. સમ્યગ્દર્શન તો મોક્ષ માટે કામનું જ છે, ઉપયોગી છે. પરંતુ બીજી સામગ્રીના અભાવે કાર્ય નથી થતું.” કુમતિની ફસામણ :- બસ, બરાબર આ વસ્તુ દયાદાન કે મનુષ્યભવ અંગે કહી શકાય છે. તેથી જ એ મનુષ્યત્વાદિ મોક્ષ માટે ઉપયોગી છે, એનાથી મોક્ષ થાય છે, એમ કહેવું યુક્તિયુક્ત છે. અલબત્ત જેમ સમ્યકત્વ પામવા છતાં રાગાદિની પ્રબળતાથી ત્યાં જ ચારિત્ર કે મોક્ષ નથી મળતો, તેમ મનુષ્યભવમાં આવવા છતાં તીવ્ર મિથ્યાત્વના ઉદય અને આત્મપુરુષાર્થની ખામીને લીધે સમ્યકત્વ સહિત ચારિત્રાદિ ન પામી શકે, એવું બની શકે છે. એટલા માત્રથી મનુષ્યભવથી ચારિત્ર કે મોક્ષ નથી થતો, એમ નહિ જ કહી શકાય. નહિતર અમે પૂછીએ છીએ કે મનુષ્યભવ વિના બીજા કોઈ ભવોમાં ચારિત્ર કેમ નથી મળતું ? મોક્ષ કેમ નથી થતો ? અરે ! વીતરાગ જેવા નિર્વિકાર “અનુત્તરવાસી દેવ, કે જે વિષય વિકારથી પરામુખપણે સતત તત્ત્વચિંતનમાં સમય વ્યતીત કરે છે, એને ચારિત્ર તથા મોક્ષ કેમ નહિ? મનુષ્યભવના અભાવે જ ને? ચારિત્ર અને ક્ષપકશ્રેણી મનુષ્યભવમાં જ થાય છે અને બીજે નથી થતા, એ સૂચવે છે કે મનુષ્યભવ એમાં જરૂરી છે, કારણ છે. એવું જ દયાદાનના શુભરાગથી પરંપરાએ મોક્ષ થાય છે જ. કેમ કે પૌગલિક સુખની આશંસા રાખ્યા વિના કેવળ જીવ પરના કરુણાભાવથી કોમળ હૃદય થયે અનુકંપા અને અભયદાન કરાય, તો તે કોમળતામાંથી સારી સામગ્રીવાળો મનુષ્યભવ નીપજે છે, અને ત્યાં પૂર્વબવની કોમળતાના હિસાબે સર્વ જીવ પર દયા અને Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૯ અભયદાનના શુભ પરિણામ જાગી ચારિત્રભાવ પ્રગટે છે. એમાં આગળ વધતાં અપ્રમત્તભાવ, વીતરાગદશા અને મોક્ષ નીપજે છે. પછી મૂળ કારણભૂત દયાદાનને કારણ કહેવામાં શો વાંધો ? પ્ર. – દયાદાનનો શુભરાગ જો કારણ હોય તે તો અનંતવાર કર્યા હતા; છતાં નકામાં કેમ ગયા ? ( ઉં. – દયાદાનના શુભરાગ અનંતવાર કર્યા તે નકામાં ગયા એનું કારણ એ છે કે, નકામા ગયા તે દયાદાન પોતે સ્વરૂપે નકામા હતા માટે નહિ, કિંતુ દયાદાન સંસારના પૌત્રલિક સુખની આશંસાથી કર્યા હતા માટે. એથી મોહ વધ્યો, અને દયાદાનના પ્રતાપે મળેલા ઉત્તમ મનુષ્યભવનો ઉપયોગ પાછો મોહની ચેષ્ટાઓમાં કર્યો. એથી ભવનો અંત નથી આવ્યો. પરંતુ જો નિરાશસભાવે દયાદાન કરે તો એવો અકલંક મનુષ્યભવ મળે કે જેમાં જીવન નિશ્ચયધર્મને સચોટ લક્ષ સાથે વ્યવહારધર્મનો સાધક બની ચારિત્ર-અપ્રમત્તભાવ-વીતરાગતા અને મોક્ષ પામે. એટલે સંસારવૃદ્ધિનું કારણ પૌદ્ગલિક તૃષ્ણા છે, દયાદાન નથી. દવા સાથે કુપથ્ય ખાતાં રોગ વધે, તેથી દવા રોગમાં નકામી નથી ગણાતી. દવા તો રોગ કાઢનારી છે. એમ દયાદાન પણ સંસારરોગ કાઢનાર જ છે. માત્ર પૌદ્ગલિક સુખની આશંસાનું કુપથ્ય નહિ સેવવું જોઈએ. વળી જે એ કહે છે કે “દયાદાન તો ઔદયિકભાવ હોવાથી સંસાર છે, સંસારથી સંસારનો નાશ કેમ થાય?” પણ જગતમાં ઘણાય દાખલા આવા મળે છે. દા.ત. વનમાં દાવાનળ સામેના દાવાનળથી નાશ પામે છે; કાંટો કાંટાથી નીકળે છે; એક ઝેર બીજા ઝેરને મારે છે; લોઢાની છીણી લોઢાને કાપે છે. તો અહીં શો વાંધો છે? બીજી વાત એ છે કે સંસારનો નાશ એટલે કર્મનો નાશ. એ માટે જેમ માનવભવ, શરીર, આયુષ્ય વગેરે જરૂરી છે, તેમ દયાદાનાદિ પણ જરૂરી છે. નહિતર તો જો દયાદાન જરૂરી નહિ, તો તમારા મતે Page #113 -------------------------------------------------------------------------- ________________ = ૭૦ તો હિંસાથીય સંસાર, અને દયાથીય સંસાર ! ચોરીથીય સંસાર અને દાનથીય સંસાર ! ખરી રીતે દયાથી આત્માના અધ્યવસાય મલિન ન બનતાં નિર્મળ થાય છે. પછી એના પર અધિક વિશુદ્ધિ કરવાની તક મળે છે. નહિતર તો જે અજ્ઞાનીને બાહ્ય દયાદાન, પ્રભુની પૂજા-ભક્તિ-વિનય, વ્રત-પચ્ચખાણ વગેરે શુભવ્યવહારનું આલંબન નથી, એને કાંઈ મોક્ષ, અયોગીપણું, કેવળજ્ઞાન કે વીતરાગતા તો છે નહિ; એટલે એ રાગાદિ વશ અને મન-વચન-કાયાના યોગને વશ કાંઈને કાંઈ કરતો તો રહેવાનો. તેય શું કરતો રહેવાનો? દયા-દાનને બદલે આરંભ-પરિગ્રહ, પ્રભુભક્તિને બદલે કુટુંબસેવા, વ્રત-પચ્ચક્ખાણને બદલે ખાનપાન-વિષયભોગ-ઇન્દ્રિય-ગુલામી વગેરે વગેરે. કેવી ખૂબી થઈ ! પવિત્ર પ્રવૃત્તિ મૂકીને ગલીચ ક્રિયાને વળગી રહ્યો. એનું સેવન કરી કરીને અંતરના અશુભ રાગને એ સુદઢ કરવાનો. અશુભ રાગોત્પાદક પ્રવૃત્તિ થયા કરે એ સુદઢ કરવાનો. અશુભ રાગોત્પાદક પ્રવૃત્તિ થયા કરે તેથી અશુભ રાગ વધે, ને દઢ થાય, એમાં નવાઈ નથી. આમ અશુભ ઉવેખીને કરેલી અશુભ રાગની દઢતા દીર્ઘ સંસાર નિપજાવે છે. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ એવો સિદ્ધાન્ત છતાં બે ભયંકર ખામી ૧. અશુભ પાપ વ્યવહારની ભરપૂરતા વ્યવહારને નિંદવામાં ખૂબી એ થઈ કે શુભ પવિત્ર વ્યવહાર ગુમાવ્યો અને અશુભ પાપક્રિયા અખંડ ચાલુ રહી – વધારામાં એ પોપટપાઠ કર્યા કરશે કે “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ; પણ એ ભાન નહિ રાખે કે “આ પાઠ પણ વ્યવહાર છે, અને એનો વિચાર (વિકલ્પ) એ પણ વ્યવહાર છે; તો એવા વ્યવહારનો આશ્રય કરાય જ શા માટે ?” વળી “વ્યવહારના આશ્રયે Page #114 -------------------------------------------------------------------------- ________________ =૭૧ ( ૭૧ = વ્યવહારના આશ્રયે...' એમ વ્યવહારની નિંદા કર્યે જવામાં ગર્ભિત રીતિએ નજર સામે એટલું જ તરવરે છે કે – “વ્યવહાર એટલે શુભ વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ. તેથી શુભ પવિત્ર વ્યવહાર બધો નકામો. અજ્ઞાનપણામાં એને અનંતવાર સેવ્યો. હવે સજ્ઞાન બની એને છોડી દેવાનો. સામાયિક, પ્રતિક્રમણ, વ્યવહારચારિત્ર, દેવગુરુભક્તિપૂજા, બાહ્યત્યાગ, તપસ્યા, ઇન્દ્રિયનિરોધ વગેરે ઘણું ઘણું કરી સંસારમાં આથડ્યા. તોબા એનાથી. હવે એમાં ફસાવું નહિ,' – નજર સામે આટલું જ તરવરે છે, તેથી તેનો ત્યાગ કરાય પણ “વ્યવહાર' શબ્દથી એ ધ્યાનમાં નથી કે – “અશુભ પાપક્રિયાઓ પણ બધી નકામી છે. આરંભ-સમારંભ ઘર-દુકાન, કુટુંબકબીલા, સગાં-સ્નેહી, ખાનપાન, વિષય-પ્રવૃત્તિ, પૈસાટકા વગેરે ઘણું કર્યું, અનંત કાળ કર્યું. તેથી સંસારમાં ભટક્તા રહ્યા. તોબા એનાથી. ભલે અજ્ઞાનપણે એને આચરી, પણ હવે સજ્ઞાન બન્યથી, એ બધું છોડી દેવાનું. એમાં ફસાયા રહેવાનું નહિ.' – આવું નજર સામે નથી તરવરતું. શું વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ.' એમાં આ નથી આવતું? જો ત્યાગ, તપ, સામાયિકાદિના આશ્રયે મોક્ષમાર્ગ નહિ, તો શું આરંભ-સમારંભાદિનાય આશ્રયે મોક્ષમાર્ગ છે? ના, તો પછી તમારે તો જેમ ત્યાગ-તપસ્યાદિ ધર્મક્રિયાઓ ત્યાજ્ય, તેમ આરંભપરિગ્રહમય ઘર-દુકાન વગેરે પણ ત્યાજય બને છે. છતાં તમે ધર્મના ઘરની પવિત્ર ત્યાગ-તપ વગેરે આચરણા છોડી; પણ ઘર-દુકાન વગેરે કેમ અકબંધ ઊભા રાખ્યા ? ત્યારે તમારે કેવળ નિશ્ચયવાદીને શું ધર્મક્રિયાઓ તરફથી શુભરાગ થવાનો ભય છે અને પાપક્રિયાઓ તરફથી અશુભરાગ થવાનો ભય નથી? જો ભય હોય તો એનેય કેમ છોડો નહિ ? કેમ વારેવારે નિંદો નહિ? અથવા શું ધર્મક્રિયાઓ તમારા Page #115 -------------------------------------------------------------------------- ________________ - ૭૨ રાગને પોષે છે, પણ પાપક્રિયાઓ રાગને પોષતી જ નથી ? ગમે તે હો, પરંતુ પાપક્રિયાઓ તમે અખંડ ઊભી રાખી છે, પણ છોડી નથી, એ સૂચવે છે કે તમને (૧) એ ત્યાજ્ય નથી લાગી; (૨) એના આશ્રયે મોક્ષમાર્ગને વાંધો નથી લાગ્યો; (૩) “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ,' એ ગોખી રાખવામાં માત્ર ત્યાગ-તપ વગેરેની ધર્મક્રિયાઓ પ્રત્યે સુગ કરવાનું કર્યું છે, પણ પાપક્રિયાઓ પ્રત્યે નહિ. નહિતર કહોને કે જેવા સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પર દ્વેષથી ભભકી ઊઠો છો એવા ખાનપાન-આરંભ-પરિગ્રહની ક્રિયાઓ પર કેમ નથી ભભકતા ? ભભકતા હો તો એનેય છોડી ન દીધી હોય ? ઉલટું સામાયિક પ્રતિક્રમણ-આગમસ્વાધ્યાય-પૌષધ વગેરે ક્રિયાઓ છોડી દેવાથી એનોય બચેલો સમય વધુ પાપક્રિયામાં ખર્ચો છો ! ૨. પોતાના માનેલા શુભવ્યવહારની ભરપૂર સાધના બીજી વાત એ છે કે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કહી વ્યવહારને એટલે શુભરાગને સંસારવર્ધક મનાવે છે; ને દયાદાનના શુભરાગથી સંસાર પરિત થાય નહિ,” એવો સિદ્ધાન્ત ધરાવે છે; તેથી જ “મોક્ષાર્થીએ દયાદાનાદિ શુભપ્રવૃત્તિ ન કરવી જોઈએ એવું ઇચ્છે છે. કેમ કે એનાથી કાંઈ જ આત્મિકલાભ નથી; એમ એ માને છે. હવે બીજી બાજુ પોતાના વાડાની માનેલી શુભ પ્રવૃત્તિઓ અને શુભરાગની ચર્ચાઓ ઘણી ઘણી આચરાવે છે. પરંતુ એ આમાં સ્વમતનો જ ઘાત કરે છે. આમ તો એ કહે છે કે પરમાત્મા મહાવીરદેવ ઉપરનો રાગ પણ નકામો છે; પરંતુ બીજી બાજુ કુંદકુંદાચાર્ય ઉપર અનહદ રાગ કરે છે અને કરાવે છે. એમ, શ્રીભગવતીજી સૂત્ર વગેરે મહાજ્ઞાની ગણધર ભગવાને રચેલા આગમો પર રાગ એ શુભરાગ હોવાથી એમને સંસારવર્ધક લાગે છે, ત્યારે સમયસારપ્રવચનસાર વગેરે અલ્પજ્ઞ પુરુષથી રચેલા શાસ્ત્ર ઉપર મહાન આકર્ષણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અને ઉત્કટ રાગ ધરે છે, ને બીજાને ધરાવવા અથાગ મહેનત કરે છે. પંચ મહાવ્રધારી કંચન-કામિનીના ત્યાગી સરુઓના સદુપદેશ કે એના પરનો રાગ આત્મહિતકારી નથી એમ કહે છે. જ્યારે પોતાના મતનો ઉપદેશ બહુ લાભકારી તરીકે ઠસાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ભોળો અજ્ઞાનવર્ગ એ ઉપદેશ પર રાગી બની એના ઉપર ઝૂકે છે. આ રાગ એમને હાનિકર નહિ લાગતો હોય; તેથી જ એ કદી કહેતા નથી કે “જો જો હોં અમારા પ્રવચન ઉપરનો રાગ આત્મહિતકારી નથી માટે એવા રાગના આકર્ષણ ખોટા છે. તેથી આ પ્રવચનશ્રવણની ક્રિયામારી કરતા નહિ.” આ થઈ શુભરાગની વાત. હવે વ્યવહારની વાત. એક બાજુ દયાદાનની ક્રિયા મોક્ષોપયોગી નથી એમ માને-મનાવે છે; પણ બીજી બાજુ એમના હિસાબે માર્ગ ભૂલેલા જીવોની દયા એ ખૂબ ખાય છે. તેથી તો પ્રવચનો ઉપર પ્રવચનો કર્યે જાય છે. પોતાના એકાંત નિશ્ચયવાદી મઠમાં જીવોને આકર્ષવા શીરાપુરીના ભોજનદાન કરાવે છે. પૂછોને કે શા સારું આવા દયાદાન કરાવતા હશે ? ઉત્તર સીધો છે. એ સમજે છે કે આમ કરવાથી જ જીવો સન્માર્ગે આવી મોક્ષમાર્ગ સાધશે. વળી સામાયિક-વ્રતપચ્ચકખાણાદિરૂપી વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કહેનારા એ પોતાના થોકબંધ વ્યવહાર પોતે આચરે છે અને આચરાવે છે. પોતાના આશ્રમમાં મુમુક્ષુઓ માટે આખા દિવસના નિયત વ્યવહાર જ ગોઠવેલા હોય છે. પોતેય પ્રવચનાદિ કરવાનો નિશ્ચિત નિયમિત વ્યવહાર આચરે છે. સ્વમતપ્રચારાર્થે ગામે ગામ પ્રવાસનો વ્યવહાર, ભાષણનો વ્યવહાર, શક્ય હોય તો દિગંબર મંદિર અને સ્વાધ્યાયમંદિર ઊભું કરાવવાનો વ્યવહાર, પાછી એની આડંબરભરી પ્રતિષ્ઠાવિધિ કે ઉદ્ઘાટનવિધિનો વ્યવહાર, “આત્મધર્મ' નામનું માસિક અને દૈનિક પત્ર કાઢવાનો અને ફેલાવાનો વ્યવહાર, સ્વમતના પુસ્તકો છપાવી પ્રચારવાનો વ્યવહાર –આવા આવા તો કઈ વ્યવહારમાં રાતદિ' ગળાડુબ ડુખ્યા રહે છે. એમને કોણ પૂછે કે ભલા માણસ! જ્યારે Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ જ નથી, તો પછી આટલા બધા વ્યવહારને આચરવાનું કામ જ શું છે? પ્રયત્ન પુરુષાર્થ તો મોક્ષમાર્ગ સાધવા માટે હોય ને ? તમારે જો વ્યવહારમાં મોક્ષમાર્ગ જ નથી, તો વ્યવહારો આચર્યે જવામાં મહામૂર્ખાઈ નથી ? તમારે તે વળી ખાવા-પીવાના વ્યવહારની શી જરૂર છે? એ કાંઈ એમ જ જાણ બહાર નથી થતા; એ તો ઈચ્છાથી કરો છો. તો નિરર્થક એવા વ્યવહાર સેવવાની ઇચ્છા કરવાની હોય ?' પરંતુ આપણે ગમે તે કહો, એ તો વ્યવહાર અને શુભરાગને નકામો નકામો' એમ કહ્યું જાય છે અને થોકબંધ અશુભ પાપપ્રવૃત્તિઓ તથા પોતાની માનેલી શુભ પ્રવૃત્તિઓ આચર્યે જાય છે. તો પછી આમાં એમના હૈયા અંગે શું સમજવું ? એમની પ્રરૂપણા એ ઢોંગ જ કે બીજાં કાંઈ ? એમને પ્રશ્ન તો એ છે કે “જેના આશ્રયે મોક્ષમાર્ગ નથી, તેને તમે સેવો છો જ શું કામ ? જે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ, એ વ્યવહાર તમારા મતે ઉપાદેય કહેતા હો તો ગણધરઆગમો, શ્રાવકાચાર, સાધ્વાચાર વગેરે વ્યવહાર પણ શા માટે ઉપાદેય નહિ? બીજા આચાર્યોને છોડીને કુંદકુંદાચાર્યને, બીજા ગુરુઓને છોડીને નવીન બનાવટી નિશ્ચયવાદી ગુરુને, બીજા ઉપદેશ છોડીને બનાવટી નિશ્ચયની દેશનાને, તથા શ્રીભગવતી જેવા મહાન પવિત્ર અને પ્રામાણિક આગમોને છોડી સમયસારાદિ ગ્રન્થોને જે વળગી રહેવાય છે, વળગી રહેવાનું ઉપદેશાય છે, એ વળગવાનું શું નકામા તરીકે, કે શું વીતરાગભાવે કે આના પરના રાગથી આકર્ષાઈને ? શુભરાગને તમે ક્યાં નથી આદરતા ?' બીજી એક વાત એ છે કે શું શુભરાગ અને અશુભરાગ બન્ને સમાન કોટિના છે? તો હિંસાના પરિણામ અને દયાના પરિણામમા આત્મદષ્ટિએ કાંઈ જ ફરક નથી? તેમજ શુભરાગ જો સર્વથા હેય હોય તો જ્યાં દુન્યવી કોઈ આશંસા વિના શુભકાર્યનો રાગ થયો, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તો તેથી શું સંસારવૃદ્ધિ થવાની ? આમાં ‘હા’નો ઉત્તર તો અવિવેકી કરી શકે. પૂર્વના અનંતા શુભરાગ ભવવર્ધક થયા છે, એમ કહેવું વાજબી નથી. કેમકે એ વસ્તુગત્યા શુભરાગ જ નહોતા. એક માણસ કોઈનું ખૂન કરવા બહારથી ચારિત્ર પાળે, દયા પાળે, એનામાં અમે શુભરાગ કહેતા જ નથી. તેમજ પૌદ્ગલિક કોઈપણ આશંસાથી ધર્મક્રિયા કરે એનામાં અમે શુભરાગ નથી માનતા. પરંતુ દુન્યવી કોઈ પ્રકારના રાગ વિના આત્મકલ્યાણ સાધવાના પવિત્ર મનથી વ્રત પચ્ચક્ખાણ, પ્રભુભક્તિ, સામાયિક, ચારિત્ર વગેરે જે આરાધે છે, તેને અમે શુભરાગ કહીએ છીએ. એ અનાદિરાગથી જુદો રાગ છે. એ આરાધકને મનમાં એમ નથી આવ્યા કરતું કે “આત્મષ્ટિ જરૂરી નથી, માત્ર વ્યવહારનો જ આશ્રય કરવો, નિશ્ચયનું શું કામ છે ? આપણે તો ફક્ત આ શુભક્રિયાઓનો રાગ જ રાખો, વીતરાગ થવાનું કામ નથી.” આવું તો કાંઈ થતું નથી; પણ ઉલટું એ તો ઇચ્છે છે કે “દુનિયાની હિંસાદિ અશુભ પ્રવૃત્તિઓમાં આત્માના પરિણામ બગડે છે; ભયંકર રાગદ્વેષ થાય છે. આવી શુભક્રિયાઓમાં રહેવાથી પેલી આરંભ-પરિગ્રહની ક્રિયાઓ છૂટી જાય, અને પરિણામ શુદ્ધ બની શકે. કષાયોને અને વિષયતૃષ્ણાને અહીં મારી શકાય. એમ કરતાં જો રાગદ્વેષ સર્વથા ટળે તો વીતરાગસર્વજ્ઞ થઈ ભવનો અંત કરૂં.” આવી આવી ઇચ્છા રહેતી હોય ત્યાં ક્યાં એણે ભૂલ કરી ? ઉલટું કહો કે અંતરાત્માના પરિણામની વિશુદ્ધિનો સાચો સક્રિય માર્ગ લીધો, વિશુદ્ધિ કાંઈ ‘શુભ રાગે મોક્ષમાર્ગ નથી’ એવા પોપટપાઠથી નથી આવતી. આત્મા પર જન્મોજન્મની કુપ્રવૃત્તિથી થીજીને જામ થઈ ગયેલા કુસંસ્કારને ભૂંસવા માટે એવી કુપ્રવૃત્તિઓને ઓછી જ કરવી પડે. હવે એમાં રચ્યાપચ્યા ન રહેવાય. હવે તો સારી એવી દયાની, દાનની, શીલની, તપની, ત્યાગની ઇત્યાદિ પ્રવૃત્તિઓને વળગવું પડે. જેથી હિંસા-પરિગ્રહ-વિષય આદિના કુસંસ્કાર ભૂંસાય. એમ ન પૂછશો કે, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્ર. :– ‘એવી શુભપ્રવૃત્તિ તો પૂર્વે અનંતી કરી, અનંતવાર ત્રૈવેયક સ્વર્ગ સાધ્યો, તો કેમ તેથી કુસંસ્કાર ન ભૂંસાયા ?’ - ઉ. :– આવું ન પૂછશો, કેમ કે એ પ્રવૃત્તિ અસદ્ આશયથીમિલન આશંસાથી કરી હતી. અસદ્ આશય એ મોહની પરિણતિ છે. એટલે તેથી તો ઉલટું કુસંસ્કારનું વધુ પોષણ થયું હતું. હવે જે શુભપ્રવૃત્તિ કરવાની છે, તે અસદ્ આશય સર્વથા છોડીને ક૨વાની છે, તેથી કુસંસ્કાર પોષવાના નથી; પણ ઉલટું કુસંસ્કારને નિમિત્ત ન મળવાના હિસાબે એ શોષાઈ જવાના છે. સાચી નિશ્ચયદૃષ્ટિ :— માટે જ જૈન શાસ્ત્રો અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવી શુદ્ધ આશય વિનાના વિષ, ગરલ અને સંમૂર્ણિમ અનુષ્ઠાન ત્યજવાનું કહે છે. કેમકે વિષ-ગરલમાં આ લોક પરલોકના પૌદ્ગલિક સુખની આશંસા (રાગ) હોવાથી એ વિષય-પરિગ્રહના કુસંસ્કારને આઘાત લગાડવાને બદલે મજબૂત કરે છે. સંમૂર્ણિમ અનુષ્ઠાન ઉપયોગ શૂન્ય હોવાથી કુસંસ્કારને આઘાત પહોંચાડી શકતા નથી. બાકીના બે અનુષ્ઠાનમાં આશયશુદ્ધિ છે, એ કુસંસ્કારને જોરદાર આઘાત પહોંચાડે છે. જો કે આ અનુષ્ઠાનભલે શુભરાગથી થાય છે; છતાં ત્યાં શુભઆશય સહિત શુભપ્રવૃત્તિના પ્રભાવે કુસંસ્કારની વૃદ્ધિ નહિ પણ હ્રાસ થાય છે. આ હ્રાસ થવામાં મુખ્ય કારણ સશય છે. એ સશય આવા જ શુભ ધાર્મિક અનુષ્ઠાનથી પોષાય છે, પણ નહિ કે અશુભ સાંસારિક પ્રવૃત્તિથી, માટે જ શુભ અનુષ્ઠાન પણ કુસંસ્કારના ડ્રાસમાં કારણ ગણાય છે. પ્ર. – સાક્ષાત્ કારણ સશય છે. અનુષ્ઠાન એટલે કે ક્રિયા તો એની દૂર પૂર્વે છે. એ કારણ શાનું ? ઉ. :- દૂર પૂર્વનું નિમિત્ત અસાધારણ હોવા છતાંય એને દૂર પૂર્વનું હોવા માત્રથી જો કારણ તરીકે નિહ માનો, તો તો તૃપ્તિનું Page #120 -------------------------------------------------------------------------- ________________ કારણ પણ ભોજનના માત્ર છેલ્લા જ કોળીયાને માનવું પડશે ! તૃપ્તિ ત્યાં જ થાય છે, પૂર્વે નહિ. તેથી તો પૂર્વના બધા કોળિયા તૃપ્તિના કારણ તરીકે નહિ રહે, તેથી તૃપ્તિ માટે નકામા ગણાશે! એવું જ મોક્ષમાં કારણભૂત ચૌદમા ગુણસ્થાનકનો શૈલેશી સહિતનો માત્ર છેલ્લા સમયનો આત્મપુરુષાર્થ ગણાશે, પણ પૂર્વના સાધનો જે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ, ચારિત્ર, અપ્રમત્તતા, વીતરાગતા, વગેરે છે, તે કારણ તરીકે નહિ રહે ! તેથી એને મોક્ષમાર્ગ નહિ કહી શકાય ! અને જો પરંપરાએ એ નિમિત્ત હોવાથી એના આશ્રયે મોક્ષમાર્ગ માનવો છે. તો આશયવાળી જે બાહ્ય ક્રિયા, તે ક્રિયાના આશ્રયે પણ મોક્ષમાર્ગ માનવામાં ક્યાં હરકત નડે છે ? તેમ, નિશ્ચયની દૃષ્ટિવાળા વ્યવહારના, અથવા નિશ્ચયની સન્મુખ થયેલા વ્યવહારનાય આશ્રયે મોક્ષમાર્ગ માનવામાં બુદ્ધિ કાં અટકે છે? એટલું જ સમજજો કે નિશ્ચયની સમજ જુદી ચીજ છે, અને નિશ્ચયની આત્મપરિણતિ જુદી વસ્તુ છે. એ પરિણતિને ખીલવનાર છે શુભવ્યવહારમાં આત્માની ઓતપ્રોતતા. નહિતર તો માત્ર સંસારની પાપપ્રવૃત્તિની લીલા પાપપરિણતિને પોષ્યા કરશે. - નિશ્ચયના સાચા હિમાયતી શ્વેતાંબરો - જૈન શ્વેતાંબર શાસ્ત્રોએ અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવીને તો નિશ્ચયને ખરેખરૂં મહત્ત્વ આપ્યું છે. જો એકલા વ્યવહારને જ મોક્ષમાર્ગ કહેવો હોત તો માત્ર એમ જ કહેત કે ધાર્મિક અનુષ્ઠાનને સાધો. પણ એટલું જ ન કહેતાં સાથે સાથે વિષાદિ આશયો છોડવાનું અને તદ્ધતુ-અમૃત આશયો આદરવાનું શા માટે કહેત ? આના ઉપર તો પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રંથમાં ખૂબ ભાર મૂક્યો છે અને વિષ-ગરલ અનુષ્ઠાનોને અત્યંત હેય ગણાવ્યા છે. ધાર્મિક અનુષ્ઠાન ગમે તેવું સારું આચરતો હોય, છતાં આત્મા જો મોહમૂઢ છે, તો એ મોક્ષમાર્ગનો આરાધક નથી. આરાધક બનવા માટે આશયની વિશુદ્ધિ જરૂરી છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ७८ વિશુદ્ધ આશયમાં માત્ર આત્મકલ્યાણની જ વાંછા આવે ત્યાં નિશ્ચયનું આલંબન છે. પણ એ ટકે-વધે છે. શુભઅનુષ્ઠાનના પુનઃ પુનઃ સેવન ઉપર જ. એમાં જ નિશ્ચયદૃષ્ટિ વસ્તુસ્થિતિએ આરાધાય છે. બાકી ક્રિયા વિના તો નિશ્ચયધર્મની વાત માત્ર વાત જ રહે છે. માટે અનુષ્ઠાનની આરાધના એ મોક્ષમાર્ગની આરાધના છે, સંસારની આરાધના નથી. એમ તો નવા નિશ્ચયપંથી ક્યાં રોજ ને રોજ વ્યાખ્યાનકરણ-શ્રવણ, સ્વાધ્યાય, ધૂન વગેરે નિયમિત અનુષ્ઠાનોમાં રચ્યાપચ્યા નથી રહેતા ? સમયસારાદિ પુસ્તક પ્રકાશન, ‘આત્મધર્મ’ માસિક પ્રચાર વગેરે પ્રવૃત્તિ ક્યાં ઓછી કરે છે ? પૂછો શું સમજીને, શા ઉદ્દેશથી એ કરે છે? શું એ કરવાનું પરિણામ કાંઈ નથી આવ્યું? આવ્યું જ છે. એમ માનીને તો નવા નવા પુસ્તકોનાં પ્રકાશનને સફાઈદાર પ્રિન્ટીંગ દ્વિકલર વગેરેથી આકર્ષક બનાવે છે. કાર્યક્રમોના આમંત્રણની જાહેરાત કરે છે. વેકેશનમાં છોકરાઓને અભ્યાસવર્ગમાં આમંત્રે છે. જો એ બહારની કોઈ ક્રિયાના આશ્રયે મોક્ષમાર્ગ જ નથી, તો એટલી બધી ક્રિયા શા સારૂં કરે છે ? નિરર્થક એવી કાકદન્ત પરીક્ષા કે પશુપુચ્છના જલતાડનની પ્રવૃત્તિ જેવી એ પ્રવૃત્તિ ગણાશે. શ્વેતામ્બરોએ તો વ્યવહાર સાથે નિશ્ચયને પણ અતિ જરૂરી માન્યો જ છે. માટે તો (૧) ચારિત્ર પાળી દુન્યવી સુખનું નિયાણું કરવા જનારને રોકવા ઉપદેશ આપ્યો છે; અને એ ઉપદેશ ન માનનારની દુઃખદ ભવવૃદ્ધિ થયાનું વર્ણવ્યું છે. (૨) ક્રિયાઓની અંતર્ગત રહેલા ભાવોને ભાવવાનું ખાસ ઉપદેશ્ય છે. (૩) અનિત્યાદિ ભાવનાઓનો સંવરમાર્ગ અને ધર્મધ્યાનાદિનો નિર્જરામાર્ગ અવશ્ય ઉપાદેય છે, એમ ફરમાવ્યું છે. (૪) નવ પ્રકારના પાપ નિયાણાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ (૫) સમકિત વિનાની દાનાદિ ક્રિયાઓને નિષ્ફળ કહી છે. (૬) જીવે ચારિત્ર અનંતવાર લીધા, તેને માત્ર દ્રવ્યક્રિયામાં ગણી, એ દ્રવ્યચારિત્રો આત્મોદ્ધારક નથી બન્યા, એમ કહ્યું છે; અને ભાવચરિત્રથી જ મુક્તિ ઉપદેશી છે. (૭) દાનાદિ ચારમાં ભાવધર્મની વિશેષતા બતાવી, એની સાધના માટે નવપદાદિનું આલંબન કહ્યું છે. (૮) આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયાને તચ્ચિત્ત-તન્મન-તલ્લેશ્ય વગેરે બની સાધે તો જ તે ભાવ આવશ્યક બને એમ કહ્યું છે. આ આઠ મુદ્દાનું સ્પષ્ટીકરણ – અહીં (૧) પહેલામાં એ સૂચવ્યું કે “ચારિત્રની ક્રિયા ગમે તેવી ઉંચી પાળી; પરંતુ મનના ભાવ બગાડ્યા, અર્થાત્ દષ્ટિ શુદ્ધ આત્મહિતની ન રાખી તો ચારિત્ર જેવી મહાન ક્રિયાની પણ કોઈ કિંમત ન રહી. એટલે જ શુદ્ધ દૃષ્ટિનું, નિશ્ચયની પરિણતિનું ઉચું મૂલ્ય છે.” (૨) બીજામાં ક્રિયાના ભાવને ભાવવાનું કહી કેવળ વ્યવહારમાં ન પડી રહેતાં નિશ્ચયના લક્ષ્યવાળા બનવાનું અને અંશે નિશ્ચયધર્મ સાધવાનું ફરમાવ્યું. (૩) ત્રીજામાં, અનિત્યાદિ ભાવના અને ધર્મધ્યાનાદિનું આલંબન મનથી કરવાનું હોય છે. એમાં પણ નિશ્ચય સાધનાની પુષ્ટિ જ છે. વ્યવહારસાધનામાં તો માત્ર બાહ્ય પરિષહ-સહનાદિ અને તપ, કાયકષ્ટ વગેરે આવે ત્યારે ક્ષમાદિ યતિધર્મ, અનિત્યાદિ અનુપ્રેક્ષા, પ્રાયશ્ચિત્ત, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે જે અધિક મૂલ્યવાળા તરીકે ઉપદેશ્યા છે, તે નિશ્ચયસાધનાના પોષણ અર્થે છે. કહો જો, શ્વેતાંબરોએ વ્યવહાર ઉપરાંત કિંમતી નિશ્ચયમાર્ગને ક્યાં અવગણ્યો છે? ક્યાં વિસાર્યો છે ? હજી આગળ જાઓ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ८० (૪) ચોથામાં, વ્યવહારથી મહાશ્રાવક કે મહાસાધુ છતાં જો પાપનિયાણું કરે અર્થાત્ શુદ્ધ એવા નિશ્ચય મોક્ષમાર્ગને ચૂકી અશુદ્ધ એવા નિશ્ચય સંસારમાર્ગને સાધે તો ભવમાં ભમે એમ ઉપદેશ્યું છે. નિશ્ચયમાર્ગની કેવીક અગત્ય ! (૫) પાંચમામાં સમક્તિની હયાતિમાં જ દાનાદિ ક્રિયાને સફલ કહેતાં, સમક્તિનું એટલે કે નિશ્ચય મોક્ષમાર્ગનું ઘણું ગૌરવ કર્યું. નિશ્ચય ક્યાં ભૂલાયો છે ? (૬) છઠ્ઠામાં તો વળી શ્વેતાંબરોએ નિશ્ચયપોષક ભાવની અગત્ય બતાવતાં અનંતા દ્રવ્ય-ચારિત્રને નકામા કહ્યા, તેના આધારે તો આ બનાવટી નવીન નિશ્ચયપંથી પોતાનો કુમત ચલાવી શકેલ છે. છતાં જાણે દેખાવ એવો કરે છે કે નિશ્ચયને તો પોતે જ માને છે અને શ્વેતાંબરો માનતા સમજતા નથી. ખેર ! તોય એણે એકાંત નિશ્ચય પકડી વ્યવહાર લોપતાં એટલું ન જોયું કે અનંતા ચારિત્ર નકામા ગયા તે ભાવના લક્ષ વિના સેવ્યા માટે, નિશ્ચયના લક્ષ્ય વિના આચર્યા માટે નકામા ગયા. બાકી તો એ જ ચારિત્ર જો નિશ્ચયનું ધ્યેય રાખી સેવવામાં આવે તો પૂર્ણ શુદ્ધ નિશ્ચય માર્ગને પ્રાપ્ત કરી આપવા સમર્થ છે. શુદ્ધ નિશ્ચય મોક્ષમાર્ગ વ્યવહાર ચારિત્રના પાલનથી જ પમાય છે. કેમ કે શુદ્ધ નિશ્ચયે પહોંચતા પહેલાં કેટલાય અશુદ્ધ નિશ્ચયમાર્ગના પગથીયાં પસાર કરવા પડે છે. ‘સંસાર ઉપાધિ છે; રાગ, શુભ કે અશુભ, બંધન છે, માટે ઉપાદેય નથી. ત્યાજ્ય છે.’ એમ કહેવા કે માનવા માત્રથી એકદમ જ રાગ છૂટી ગયો અને વીતરાગ થઈ ગયા, એવું નથી બનતું. એ તો ભાવના લક્ષ સાથે કેટલીય શારીરિક-માનસિક-કષ્ટપ્રતિકૂલતાઓભરી વ્યવહાર ચારિત્રની સાધનાઓ કર્યે જવાથી સંવેગવૈરાગ્ય-ઔદાસીન્ય વગેરે ઘડાતા ઘડાતા બની આવે છે. માટે જ, જેમ એકલાં દ્રવ્યચારિત્ર બોગસ-પોકળ, તેમ એકલી ભાવ અને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નિશ્ચયની વાત પણ બાવટી. મૂળતઃ શુદ્ધ શ્વેતામ્બરમતે અનંત દ્રવ્યચારિત્ર નકામા કહી આઠ ભવના નિશ્ચયલક્ષીભાવ-ચારિત્રને મોક્ષસાધક કહ્યા તે નિશ્ચયને કેટલી મહત્તા આપી ! એવુંજ (૭) સાતમામાં દાન-શીલ-તપ-ભાવને વિષે ભાવને વિશિષ્ટ કહી નિશ્ચયની મહાન અગત્ય સૂચવી. (૮) આઠમામાં, છ આવશ્યક કરતાં તશ્ચિત્ત-તન્મન-તલ્લેશ્ય વગેરે બનવાનું કહ્યું, એમાં પણ સામાન્ય ઉપયોગ, વિશેષ ઉપયોગ આદિ કેળવવા દ્વારા નિશ્ચયની આરાધનાનું મહત્ત્વ સૂચવ્યું. આવા તો કેટલાય દૃષ્ટાન્તો મળે. એ બધામાં જાઓ કે નિશ્ચયપોષક ભાવધર્મને કેટલો બધો અગત્યનો ગણ્યો છે ? પ્ર. :- “સમકિત વિનાની એટલે સમકિત પૂર્વેની દાનાદિ ક્રિયા તો નિષ્ફળને ? તો પહેલો વ્યવહાર ક્યાં આવ્યો ?’ ઉ. :– આનું સમાધાન એ છે કે સમક્તિ પૂર્વે સમ્યક્ત્વને તાણી લાવનાર જે દાનાદિ કર્યા તેમાંય મિથ્યાત્વની મંદતા કારણ છે; અને તે સમક્તિની સન્મુખ હોવાથી, તેમજ સમક્તિના માટે હોવાથી, નિષ્ફળ નથી. માટે જ એ સહિતનું અનુષ્ઠાન નિષ્ફળ નહિ ગણાય. ‘સમક્તિ વિના દાનાદિ નિષ્ફળ'નો અર્થ એ છે કે સમક્તિ કે સમક્તિની ભૂમિકા વિનાના દાનાદિ નિષ્ફળ છે. અહીં જો એમ કહો કે, પ્ર. :– આ બધામાં ભલે ભાવધર્મની અગત્ય બતાવી, પણ તેય શુભરાગવાળો હોવાથી નિશ્ચય થોડો જ ગણાશે ? નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માની વીતરાગી નિર્વિકલ્પદશાના આશ્રયે હોય એ લક્ષ્ય આમાં ક્યાં રાખ્યું છે ? તેથી તમારો ભાવ પણ વ્યવહાર માર્ગ જ છે.' તો, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઉ. :– એ બરાબર સમજી લો કે આ તમે કાચના ઘરમાં બેસીને બહારનાને કાંકરા મારવાની ચેષ્ટા કરો છો. નિશ્ચય તરીકે વીતરાગી નિર્વિકલ્પદશા જ માત્ર કેમ કહો છો ? એથી આગળ જઈ શૈલેશી અવસ્થા પછીની ચૌદમાના ઉપાંત્ય સમયની દશા જ કહો. હવે પૂર્વોક્ત ભાવોમાં એનું લક્ષ્ય નથી, એમ તમે ક્યાંથી જાણ્યું ? તમારી માફક શું બણગાં ફૂંકવાથી કે નિશ્ચય-નિશ્ચયનો પોપટપાઠ કરવાથી એ લક્ષ્ય રાખ્યું ગણાય ? જેને સર્વ કર્મથી મુક્ત થવાનું લક્ષ્ય છે, જેને સંસારમાત્રથી છૂટવું છે એન માટે જ એ લક્ષ્ય પમાડનારી નીચેની વાસ્તવિક ભૂમિકાનો યત્ન કરે છે, તે જ સાચો નિશ્ચયના આશ્રયે મોક્ષમાર્ગે છે. બાકી એ યત્નો તો કરવા દૂર રહ્યો, પણ ઉલટું એ વાસ્તવિક ભૂમિકાનો જે અપલાપ કરે છે, એનામાં મોક્ષમાર્ગીપણું જ ક્યાં છે ? ત્યારે જો એમ કહો કે પ્ર. :– બહારની ક્રિયાથી અંદરની નિશ્ચયદશા પ્રગટવાનું માનવું એ જ ભ્રમણા છે. ત્યાં નિશ્ચય શાનો ?’ ઉ. :~ તો સમજવાની જરૂર છે કે જગતમાં એવા અઢળક દાખલા છે કે જેમાં બહારની ક્રિયા અને બહારના સંયોગોથી અંતરાત્મામાં વિવિધ શુભાશુભભાવો જન્મે છે, પોષાય છે અને વધે છે. એ સમજીને જ તમે લોકોને આકર્ષવા અનેક પ્રકારના બાહ્ય સંયોગોને ઊભા કરો છો, પોષો છો અને વિસ્તારો છો; તથા અનિષ્ટ સંયોગોને મચક પણ નથી આપતા, અને ઊભાય નથી કરતા. બાહ્ય સંયોગોથી અંતરાત્મા પર અસર થવાનું દેખો છો અને સમજો છો; અને પ્રરૂપણા જુદી જ કરો છો. તેથી ખરી રીતે સાચો નિશ્ચય શું છે એ શ્વેતાંબર શાસ્ત્રો પાસે તમારે શીખવું પડશે. કેમકે જે અમલી સ્યાદ્વાદ શ્વેતાંબરો પાસે છે, એના આધાર ઉપર જ નિશ્ચયવ્યવહારના સુનયો યથાર્થ ઠરે છે; અને એને જ અનુરૂપ જ નિશ્ચયની સાધના કાલ્પનિક નહિ પણ વાસ્તવિક થાય છે; અશક્ય નહિ પણ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સુશક્ય બને છે. આ, શ્રી સુધર્મા ગણધરદેવના મેઘકુમારે પૂર્વે ભવે કરેલી દયાથી સંસાર મર્યાદિત કર્યાનું જે કથન, તેના પરના આક્ષેપનો રદીયો થયો. હવે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું જે વચન લઈને નવીનમતવાળાએ આક્ષેપ કર્યો છે તેમાં પહેલાં તો ચોરી જુઓ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉપરના આક્ષેપનો રદીયો આત્મધર્મ માસિક અંક ૧૧૫ના પાના ૧૫૨ ઉપ૨ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દ મૂકતાં, “નિશ્ચયનય પહેલે કહે, પીછે લે વ્યવહાર; ભાષાક્રમ જાને નહિ, જૈન માર્ગકો સાર. તા તે સો મિથ્યામતિ, જૈન ક્રિયા પરિહાર; વ્યવહા૨ી સો સમકિતી, કહે ભાષ્ય વ્યવહાર.” એમ લખ્યું પરંતુ આમાં આ બે ગાથાની વચ્ચેની પૂ. ઉ. મહારાજની બીજી ગાથા ઉડાવી દીધી. તે આ રહી. “નહિ નિશ્ચયમેં શિષ્ય-ગુરુ, ક્રિયા ક્રિયા-ફળયોગ; કર્તા નહિ ભોક્તા નહિ, વિફલ સબૈ સંયોગ.” અહીં જાઓ કે પૂ. ઉપાધ્યાયજી મહારાજ દિગંબર મતનું સ્વરૂપ બતાવતાં કહે છે કે “દિગંબરો પહેલા નિશ્ચય અને પછી વ્યવહાર લે છે, પણ તે ઉપદેશનો ક્રમ અને જૈન પરિભાષાને જાણતા નથી; જૈન માર્ગના સારને પણ જાણતા નથી. એટલા માટે જૈન ક્રિયામાર્ગને ઉડાવનારા એ મિથ્યા-મતિવાળા છે, મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ આત્મા તે છે કે જે વ્યવહાર માર્ગને અનુસરે છે. એ પ્રમાણે શ્રી વ્યવહારસૂત્ર ભાષ્ય ફરમાવે છે. અહીં દિગંબરને પ્રશ્ન એ છે કે પહેલાં નિશ્ચય જો આવી ગયો, તો પછી વ્યવહારની Page #127 -------------------------------------------------------------------------- ________________ ८४ શી જરૂર છે ? તેમ, વ્યવહાર વિના પહેલ-પહેલો નિશ્ચય ક્યાંથી આવી શકવાનો હતો ? કેમકે શબ્દોચ્ચારનો વ્યવહાર થયા પછી નિશ્ચયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે; અને નિશ્ચયમાર્ગ પ્રગટે છે. માટે તો કેવળજ્ઞાન પામ્યા પછી પણ પ્રભુ પ્રવચન-વ્યવહાર કરે છે, તે પછી નિશ્ચયથી શાસન સ્થાપના શ્રી ગણધર ભગવંતોના હૃદયમાં પ્રગટે છે. હવે એકલા નિશ્ચય પર ભાર મૂકનારાને પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે (૧) નિશ્ચયમાં કોણ ગુરુ ? અને કોણ શિષ્ય ? તેમ (૨) નિશ્ચયમાં ક્યાં ક્રિયા અને ક્યાં ફળ? અર્થાત્ કાર્ય અંગેની દીર્ઘ ક્રિયા અને એના અંતે થતા ફળનો સંબંધ ઘટી શકે નહિ. તથા (૩) નિશ્ચયવાળાને કર્તા કોણ ને ભોક્તા કોણ ? કેમકે, (૧) નિશ્ચયમાં કોણ ગુરુ અને કોણ શિષ્ય ? – નિશ્ચયથી તો આત્મા પોતે જ પોતાનો ઉપદેશક છે અને ઉપદેશક એટલે ગુરુ. તો એ હિસાબે પોતે જ પોતાનો ગુરુ થયો, પછી બીજો કોઈ ગુરુજ ક્યાં રહ્યો ? જો કહો કે “ના, બીજો કોઈ ગુરુ છે જ નહિ, તો ભગવાનને જગદ્ગુરુ કહો છો કે નહિ ? જો કહો કે “ઉપચારથી, એટલે કે વાસ્તવિક નહિ,” તો એમણે શાસન શા માટે સ્થાપ્યું? ઉપદેશ કેમ કર્યો ? આચાર્યોએ શાસ્ત્રો કેમ રચ્યા ? પોતે જો કોઈના ગુરુ બની શકવાના નથી, અર્થાત્ કોઈને ઉપદેશક બની શકનાર નથી, તો પછી ઉપદેશ દેવાની અને આગમ રચાવવા વગેરે શાસન સ્થાપવાની પ્રવૃત્તિ નાકામીયાબ છે, બેકાર છે. એવું જ આચાર્યોની શાસ્ત્ર રચવાની પ્રવૃત્તિ પણ કોઈને બોધ-ઉપદેશ પમાડનારી ન હોઈ નકામી છે. જો કહો કે “એ ઉપદેશ, શાસનસ્થાપના, કે શાસ્ત્રરચના તો એ મહર્ષિઓનો પોતાનો આત્મપર્યાય હોવાથી એના સ્વભાવે બને છે,” તો ત્યાં પ્રશ્ન એ થાય કે પહેલાં તો એવો પર્યાયરૂપ પ્રયત્ન કરવાનું પ્રયોજન જ શું? ત્યારે શું તમે એમ કહી શકશો કે પરનું પ્રયોજન છે જ નહિ ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અરે! તમે પોતે નિશ્ચયના આવા જાણકાર જ્યારે પ્રવચન કરો છો, અથવા લેખ કે પુસ્તક લખો છો, ત્યારે પણ બીજાને બોધ થવાનું પ્રયોજન હૈયામાં રાખીનેજ કરો છો. તેથી તો ઉપદેશમાં જે વસ્તુ બીજાને માટે દુર્બોધ લાગે એને તમે ફેરવી ફેરવીને વિસ્તારથી વર્ણવો છો. શી જરૂર, ભાઈ ! એમ અમુક વસ્તુને બહુ વિસ્તારવાની અને અમુકને ટૂંકમાં કહેવાની ? આ કાંઈ તમારો સંમૂચ્છિમ પ્રયત્ન નથી; સભાન યત્ન છે. એમાં આ ભાન છે કે “યદ્યપિ હું તો પોતે બધું રીતસર સમજી ચૂકેલો છું; પણ આ શ્રોતાઓ આટલી આટલી અમુક બાબતોને ટૂંકમાં કહ્યાથી બરાબર નહિ સમજી શકે; માટે લાવ, એને વિસ્તારથી અને અનેક વિવિધ દાખલા-યુક્તિ સાથે કહેવા દે; જેથી એ સારી રીતે સમજી જાય.”– આ તમારો આંતરિક અભિપ્રાય જ સૂચવે છે કે તમારા ભાષણ-લેખનના વ્યવહારથી શ્રોતાને ઉપદેશ થવાનો; એટલે કે એકાંતનિશ્ચયનો તો માત્ર તમે સિદ્ધાન્ત રાખો છો; પરંતુ અમલ વ્યવહારનો કરો છો. એકાંત નિશ્ચયમતે તો શ્રોતા એના પોતાના આત્માથીજ સમજશે; તો એને તમારે સમજાવવાની જરૂર શી? એકાંત નિશ્ચયના મતે તો તમે તમારે તમારા પર્યાય શુદ્ધ કર્યો જાઓ; પણ બીજાના પર્યાય શુદ્ધ કરવાની શી જરૂર ? એ માટે ભાષણ-લેખનની શી આવશ્યકતા ? બીજી વસ્તુ એ છે કે બીજાને ઉપદેશવાની વાત પણ પછી, પરંતુ તમને કેમ સમયસારાદિમાંથી બોધ મળ્યો ? તથા તમે પોતે હજીય પૂર્વ પુરુષોના શાસ્ત્રોનો કેમ ઉપયોગ કરતા રહ્યા છો ? શું તમને નથી લાગતું કે એ વ્યવહાર કરવા પૂર્વે તમે અજાણ હતા, ને લોક અજાણ હતું; અને એ તમારા વ્યવહારો કર્યા પછી તમે જાણકાર બની બીજાને જાણકાર બનાવ્યા ? એજ સૂચવે છે કે વ્યવહારની કાર્યકરતા સમજવા અને આચરી બતાવવા છતાં કેવળ સન્માર્ગસ્થ શ્રી સુધર્માગણધર ભગવાન તથા પૂ. . યશોવિજયજી મહારાજ જેવાને Page #129 -------------------------------------------------------------------------- ________________ તમે વ્યવહારમૂઢ કહેવામાં અધમતા સેવી રહ્યા છો; માત્ર નિશ્ચયની ઉપયોગિતાની ડિંડિમ પીટવામાં તમે ઢોંગ કરી રહ્યા છો. અસ્તુ. (ર) નિશ્ચયમાં ક્યાં ક્રિયા અને ક્યાં ફળ? – એકાંત નિશ્ચયમતે દીર્ધ ક્રિયા અને અંતે નીપજતું ફળ – બેનો મેળ નહિ ખાય; અર્થાત્ આ ક્રિયાનું આ ફળ' એવું નહિ બની શકે. કારણ એ છે કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય બનાવતાં જે એક ક્રિયા કરાય છે, તેમાં બીજી પેટા ક્રિયાઓ ઘણી હોય છે; અને નિશ્ચયમતે તે દરેક ક્રિયાનું ફળ જુદું જુદું હોય છે; જયારે વ્યવહારમતે એ પેટા ક્રિયાઓથી બનેલ એક મહાક્રિયાનું એક મહાફળ હોય છે. દા.ત. માટી લાવવાથી માંડીને પાકમાં પકવવા સુધીની કુંભારની સળંગ ક્રિયાનું ફળ ઘડો છે; તે વ્યવહારમતે. પણ નિશ્ચયમતે એમાં અગણિત ક્રિયાઓ છે. એટલે ક્ષણ ક્ષણની ક્રિયા જુદી; તેનું ફળ જુદું. માટીને પાણીથી ગુંદવાની ક્રિયાનું ફળ કણક, ચાકે ચડાવવાનું ફળ પિંડો. ચાક ચાલ્યાથી ફળસ્વાસ. આમ દરેક ક્રિયાનું ફળ જુદું જુદું હોવાથી, અંતિમ મહાફળ જે ઘડો, એ ફળ માત્ર છેક છેલ્લી ક્ષણિક ક્રિયાનું ફળ ગણાશે; પરંતુ તે પૂર્વની કોઈ ક્રિયાનું ફળ ઘડો નહિ કહેવાય. એટલે એક માટી લાવવાની ક્રિયા પણ જે અનેક ક્ષણિક ક્રિયાના સમૂહરૂપ બનશે, એમાંની છેલ્લી ક્રિયાના ફળ તરીકે કુંભારના આંગણા સાથે થતો માટીનો જે સંયોગ, તે ગણાશે; પણ ઘડો નહિ. માટે નિશ્ચયમતે “માટી કેમ લાવ્યા ?' એ પ્રશ્નનો ઉત્તર “ઘડો બનાવવા,” એમ નહિ કહેવાય; કિન્તુ “સંયોગ કરવાએમ કહેવું પડશે. વ્યવહારમતે તો પેટા ક્રિયાઓના સમૂહરૂપ એક સળંગ મહાક્રિયા મનાય છે, તેથી દરેક પેટા ક્રિયાનું પણ ફળ ઘડો કહી શકાશે. એવી રીતે માણસ મુંબઈના પોતાના ઘરમાંથી દિલ્હી જવા બહાર નીકળ્યો. વ્યવહારવાળો તો કહી શકે કે આ એની ગમનક્રિયાનું ફળ દિલ્હી પહોંચવાનું છે; પરંતુ નિશ્ચયવાળાને તો માત્ર દિલ્હી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સ્ટેશન પર ગાડીમાંથી બહાર નીકળ્યા પછી પગ નીચે અડાડવાની ક્રિયાનુંજ ફળ દિલ્હી પહોંચવાનું કહેવું પડશે. એથી ઘેરથી નીકળવાની, વાહનમાં બેસવાની, વગેરે ક્રિયાઓ દિલ્હી પહોંચવા માટે નકામી ગણાશે. તેથી નિશ્ચયવાદીથી ઘરની બહાર નીકળવાનો, ગાડીમાં બેસવાનો, તેમજ ગાડીમાં એક પછી એક સ્ટેશનો પસાર કરવાનો ઉદ્દેશ દિલ્હી જવાનો નહિ રાખી શકાય. પણ શું નિશ્ચયવાદી ખરેખર આમ કરે છે ? શુ એ ઉદ્દેશ મનમાં નથી સેવતો હોતો ? ત્યારે જો એ પોતાનો બચાવ કરે કે એટલું મારૂં અજ્ઞાન છે, તો એ બચાવ કેમ માની શકાય ? કારણ એ છે કે પોતે નિશ્ચયમતની તો અડગ શ્રદ્ધા ધરાવે છે, એનો ઝંડો લઈને ફરે છે. એના હિસાબે તો પહેલી ક્રિયાનું ફળ છેક છેવટનું હોઈ શકે નહિ; એટલે ઘેરથી નીકળવાનો ઉદ્દેશ દિલ્હી જવાનો રાખી શકે જ નહિ, અને રાખે તો નિશ્ચયને પરમાર્થ માનવાનો નર્યો દંભ કહેવાય. ગુણઠાણામાં વ્યવહાર :– એવું વ્યવહારમતે છઠ્ઠા ગુણઠાણાની, કે સમ્યક્ત્વની ચોથા ગુણઠાણાની ક્રિયાથી માંડી તુર્ત મોક્ષ કરાવનારી ચૌદમા ગુણઠાણાના અંત્ય સમયની ક્રિયા સુધી એક સળંગ ક્રિયા છે, તેથી એનું ફળ મોક્ષ, એટલે સમ્યકત્વ ક્રિયાનું ફળ મોક્ષ, ચારિત્ર ક્રિયાનું ફળ મોક્ષ, અપ્રમાદ ક્રિયાનું ફળ મોક્ષ– એમ વ્યવહારવાળો તો કહી શકશે. પણ નિશ્ચયવાળો એમ નહિ કહી શકે. કેમકે એને તો સમ્યક્ત્વથી ચૌદમાના અંત સુધી કોઈ એક દીર્ઘ સળંગ ક્રિયાજ નથી; એને તો વચમાં અનેક જુદી જુદી ક્રિયાઓ છે. સમ્યક્ત્વની ક્રિયા જુદી, ચારિત્રની ક્રિયા જુદી, અપ્રમાદની ક્રિયા જુદી. યાવત્ ચૌદમે ગુણઠાણે યથાખ્યાત ચારિત્ર સહિત શૈલેશીદશાની છેલ્લા સમયની ક્રિયા જુદી. એ દરેક ક્રિયાના ફળ જુદા એમાં શૈલેશીના ચરમ સમય સિવાયની કોઈ પૂર્વની ક્રિયાનું ફળ મોક્ષ છેજ નહિ. તેથી પૂર્વની સમ્યક્ત્વાદિ કોઈ પણ ક્રિયા મોક્ષ માટે નહિ કહી શકાય. માત્ર, ચૌદમા ગુણઠાણાના અંત્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ ८८ સમયના કેવળજ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનું જ ફળ મોક્ષ માનવાનું રહેશે. એથી ખૂબી એ થશે કે તો પછી આ એકાંત નિશ્ચયના ધતિંગવાળાએ ઉપદેશ એમ કરવો જોઈશે કે “મોક્ષ માટે એ અંત્ય સમયવાળા ક્ષાયિકજ્ઞાન-દર્શન-ચારિત્રનેજ આદરો; એજ મોક્ષ આપનારા છે. બાકી લાયોપથમિક સભ્યત્વ, નિશ્ચયધર્મપ્રરૂપક શાસ્ત્રજ્ઞાન, ક્ષાયોપથમિક ચારિત્ર અર્થાત્ સરાગ સમકિત, સરાગ ચારિત્ર વગેરે મોક્ષના કારણ નથી, માટે એને ન આદરી. મોક્ષ માટે એ અહેતુભૂત છે, એટલે કે નકામા છે, તેથી એને છોડી દો.” આવો કોઈ ઉપદેશ કરવો જોઈએ; આવું તત્ત્વ બતાવવું જોઈએ. પરંતુ એમ કેમ ઉપદેશી શકાય કે “મોક્ષ ચાહતા હો તો ક્ષાયોપથમિક પણ સમકિત કે ચારિત્ર પામો. આત્માને ઓળખો; ભેદજ્ઞાન કરો; આત્મપર્યાય સુધારવા પુરુષાર્થી બનો. દ્રવ્યદષ્ટિ કેળવો, એક દ્રવ્યમાં કે એની ક્રિયામાં બીજું દ્રવ્ય નિમિત્ત ન માનતા દરેક દ્રવ્યનું સ્વાતંત્ર્ય માનો?” આવો ઉપદેશ તો, આ બધાનું ફળ મોક્ષ હોય તોજ, કરી શકાય. તેમ ચોથા પાંચમા છઠ્ઠા વગેરે ગુણસ્થાનકના ફળરૂપે કદી મોક્ષ કહી શકાય નહિ એટલે ? “મિથ્યાત્વથી મોક્ષ નહિ, સમ્યકત્વથીજ મોક્ષ; અચારિત્રથી મોક્ષ નહિ જ, ચારિત્રથીજ મોક્ષ'– આવું નિશ્ચયવાદીથી ભાખી શકાય નહિ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચયમતીને આ આપત્તિ આપી છે; એનો પ્રામાણિકપણે ઉદ્ધાર કરી પોતાના મતને બરાબર સ્થાપિત કરી બતાવવાને બદલે નવા મતવાળા અતિ આવશ્યક એવા વ્યવહારને ઉપદેશતા એ મહાપુરુષ ઉપર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરવાનું જે કરે છે તે ખરેજ ! સ્વમતની પોકળતા સૂચવે છે. બાકી તો જગતની કેટલીય ક્રિયાઓમાં છે કે જ્યાં લોકપ્રસિદ્ધ આ ક્રિયાનું આ ફળ' “અમુક ક્રિયાનું અમુક ફળ' “અમુકથી અમુક બને” એમ વ્યવહાર ચાલે છે, અમલ ચાલે છે, તેમજ નિશ્ચયવાદી પોતે પણ એ મુજબ જ આચરણ કરે છે. પરંતુ નિશ્ચયસિદ્ધાંતના અનુસારે તો એમની એ પ્રવૃત્તિ દંભી અને પોકળ ઠરે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૯ (૩) નિશ્ચયમતે કોણ કર્તા, કોણ ભોક્તા ? – એકાંત નિશ્ચયનયવાળાને કોઈપણ ક્રિયાના કર્તા અને ફળ-ભોક્તાની સંગત વ્યવસ્થા નહિ રહી શકે. એનાં ત્રણ કારણ છે :-- (૧) એક તો નિશ્ચયવાદીને ક્ષણે ક્ષણે આત્મા જુદી માનવાનો રહે છે. (૨) બીજું, નિશ્ચયમતે પરની ક્રિયાનો કર્તા-ભોક્તા કોઈ બનતું નથી. (૩) ત્રીજું, પરમશુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદા સ્વસ્વરૂપસ્થ છે. આને વધુ સ્પષ્ટ કરીએ. (૧) જગતમાં પદાર્થો પ્રત્યેક સમયે પરાવર્તનશીલ છે. આત્મા જગતના એ સર્વ ભાવોનો યથાર્થ જ્ઞાતાદૃષ્ટા છે; અર્થાત એને અનુરૂપ જ્ઞાનપ્રકાશ આત્મામાં થાય છે. દરેક સમયે તે પદાર્થોના પરાવર્તવાના હિસાબે, દરેક સમયે પ્રકાશ ફરતો રહે છે અને તોજ તે જ્ઞાનનો પ્રકાશ સાચો ગણાય; નહિતર તો જો પદાર્થનું જ્ઞાન પૂર્વના પદાર્થો મુજબનું જ એનું એ રહે પણ ફરે નહિ, અને પદાર્થો ફરી ગયા હોય તો જ્ઞાન ખોટું ઠરે. હવે જ્ઞાન ગુણ આત્માથી કાંઈ જુદી વ્યક્તિ નથી, આત્મસ્વરૂપ જ છે; તેથી જ્ઞાન પ્રતિસમય ફરે છે. એટલે કે આત્મા ફરે છે. આમ સમય સમયનો આત્મા જુદો થયો. ત્યાં આ સમયનો આત્મા કોઈ ક્રિયાનો કર્તા હશે, તે પછીના સમયે તો રહેશે નહિ; અને ક્રિયાનું ફળ ક્રિયાના સમય પછી આવશે. તેનો ભોક્તા આત્મા તે સમયનો જુદો આત્મા બનશે. એટલે કર્તા આત્મા જુદો થયો, અને ભોક્તા આત્મા જુદો બન્યો. “જે કર્તા, તેજ ભોક્તા,'- એવું ન રહ્યું. અર્થાત નિશ્ચયમતે પાપ કર્યું કોઈએ, અને એનું ફળ ભોગવ્યું બીજાએ; એવી અવ્યવસ્થા ઊભી થશે. એનો અર્થ એ હિંસા કરનારને હિંસાના કટુ ફળ ભોગવવાની ચિંતા નહિ, તેમ વર્તમાનમાં કટુફળ દુ:ખ ભોગવનારો બિચારો વગર હિંસાએ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નકામો ઝડપાઈ પડ્યો. એટલે કે સદોષ છૂટો, અને નિર્દોષને દંડ,એવો “પુરી એક અંધેરીને ગંડુ રાજા'નો અન્યાયી વહીવટ રહેવાનો. (૨) જ્યારે નિશ્ચયમતે પરકીય કાર્યમાં વસ્તુ નિમિત્ત બનતીજ નથી; એ હિસાબે તો કોઈનું ખૂન થયું ત્યાં ખૂનનો કર્તા બીજો માણસ નહિ કહી શકાય. તેમ ખૂન થયા છતાં જો પોતાનામાં શક્તિ હોય અને પોતે ખૂન કરનાર પર સજ્જડ ઘા કરે તો પણ ખૂનનો બદલો લઈ ખૂન કરનારો નહિ ગણાય, કે સરકારથી ખૂનના બદલા તરીકે ફાંસી ખૂનીને અપાઈ નહિ ગણાય આમ નિશ્ચયમતે ખૂનનો કર્તા કોણ? ખૂનનો ભોક્તા કોણ? અર્થાત્ જગતમાં જે વ્યવસ્થિતપણે વ્યવહાર અને તેથી જ ન્યાયી વ્યવસ્થા ચાલી રહી છે, એ બધુ નિશ્ચયમતે નકામું, ખોટું, અને ગેરકાયદેસર ઠરશે !! ખૂની એ બીજાના ખૂનનો કર્તા નહિ ! સરકારે ફાંસી દીધી છતાં સરકારની ફાંસીની સજાનો એ ખૂની ભોક્તા નહિ ! એકાંત નિશ્ચયમાં આ દોષો છે. (૩) ત્યારે ત્રીજી વસ્તુ એ ઊભી થાય છે કે અસ્તુ, જીવ બીજામાં થતા કાર્યનો કર્તા કે ભોક્તા ન બનો, પણ પોતાના થતા કાર્યનો કર્તા તો બને ને ? અર્થાત્ ખૂન કરવાનો જે પરિણામ, જે વિચાર, તેનો તો પોતે કર્તા બને ને? તેમજ એના ફળ રૂપ અશાતાનો તો ભોક્તા બની શકે ને? ત્યારે, જેનું ખૂન થયું તેને શું છે? એણે પોતે પૂર્વમાં અશુભ અધ્યવસાય સેવેલો, તેનો ત્યાં કર્તા બન્યો હતો, અને અહીં એના ફળરૂપ અશાતાનો એ ભોક્તા બને છે. આમ સંગતિ કરી શકાય કે નહિ? એનો ઉત્તર એ છે કે નિશ્ચયવાદીને ક્ષણે ક્ષણના જુદા આત્માના હિસાબે સ્વમાં પણ કર્તા-ભોક્તાની એકતા નહિ રહે. બીજું એ કે નિશ્ચયવાદી તો આત્માને સદા શુદ્ધ માને છે. પછી એનામાં અહીં હિંસાના અધ્યવસાય શા? અને અશાતાના બંધન શા? કેમકે સદાશુદ્ધ એટલે તો વીતરાગ સર્વજ્ઞ-અવ્યાબાધ-સુખવેદી. એ હિંસક શાનો? કર્મ-ફલનો ભોક્તા શાનો? એ તો અકર્તા-અભોક્તા છે. માટે કહ્યું Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૧ કે નિશ્ચયમતે કર્તા-ભોક્તાપણું નહિ ઘટી શકે. શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચય માનનારાને આપેલા આ દોષ, કે “કોણ ગુરુ કોણ શિષ્ય ? કોણ કર્તા કોણ ભોક્તા ?' સર્વ સંયોગો નિશ્ચયમતે નિષ્ફળ છે, અર્થાત નિરર્થક છે, અઘટતા છે,– એ દોષોની વાત ઉડાવવા આ છેવટની ગાથાને જ નવા મતવાળાએ ઉડાવી દીધી, અને જે વ્યવહારનયથી ઉપર કહેલા દોષોનું નિવારણ થઈ વસ્તુસ્થિતિનું રીતસર સ્થાપન થઈ શકે છે, સંગતિ થઈ શકે છે, એ વ્યવહારની નિંદા કરી પૂ. ગણધર ભગવાન જેવાને વ્યવહારમૂઢ કહ્યા ! આ ખરી ગાથા છૂપાવવાની કેવી માયા, કેવી લુચ્ચાઈ? શાહુકારી તો ત્યારે કહેવાય કે એકાંત નિશ્ચયનો વિરોધ કરનારા શ્વેતાંબરમતે આપેલા દોષોનો પ્રામાણિક અને યુક્તિયુક્ત રીતે પરિહાર કરાય, એની સામે રદીયા અપાય ને વસ્તુસ્થિતિની ઠીક વ્યવસ્થા કરાય. અહીં વિફલ સંયોગ જે કહ્યું તેમાં ગુરુ શિષ્યના સંબંધની જેમ બીજા પણ સંબંધો નહિ ઘટી શકે, એ સૂચવ્યું છે. દા.ત. નિશ્ચયમતે જો પરભાવનો કોઈ કર્તાજ નહિ, તો કોણ વાદી? કોણ પ્રતિવાદી? કોણ રાજા-પ્રજા, કોણ પિતા-પુત્ર, વક્તા-શ્રોતા, પતિ (ભોક્તા) પત્ની (ભોગ્ય), શેઠ-નોકર, આશ્રયદાતાઆશ્રિત ? આ સંયોગો નિશ્ચયમતે નહિ ઘટે. ત્યારે અહીં પ્રશ્ન થવો સંભવિત છે કે, પ્ર૦ – ત્યારે શું જૈન શાસનમાં નિશ્ચયનયને પ્રામાણિક નથી માન્યો ? જો પ્રામાણિક ન હોય તો પછી એકલો વ્યવહારનય પ્રામાણિક રહેવાથી એકાંતવાદ થઈ જશે !, અને જો પ્રામાણિક માન્યો હોય તો નિશ્ચયનયની ઉક્ત માન્યતાઓ શું ખોટી છે? સાચી હોય તો નિશ્ચયવાદીને આપેલા દોષો ખુદ જૈનદર્શન પરજ દોષ થયાને ? ઉ0:– પ્રશ્ન ઠીક છે. પણ અહીં સમાધાન સરળ છે. જૈનદર્શને નિશ્ચય અને વ્યવહાર બંને નયને પ્રામાણિક માન્યા છે. બંનેને Page #135 -------------------------------------------------------------------------- ________________ બળવાન માન્યા છે. તેથી એકાંતવાદનો દોષ નથી આવવાનો. હવે એ દોષ ઊભો છે કે “તો પછી નિશ્ચય જો પ્રામાણિક છે, તો એની માન્યતાઓ વ્યાજબી ઠરશે; તેથી ઉપરોક્ત દોષો કેમ નહિ આવે ?' આમ પ્રશ્ન થવો સહજ છે. પરંતુ એનો ઉત્તર એ છે કે એટલા જ માટે બીજો વ્યવહાર નય પણ તેટલો જ પ્રામાણિક માન્યો છે. નિશ્ચય અને વ્યવહાર એ રથના એવા બે પૈડાં છે કે દરેક પોતાનું કાર્ય કરે અને બીજામાં ઊભી થતી ખામીનું નિવારણ કરે. એવો નિશ્ચય પોતે મૂળ વસ્તુસ્થિતિનું સમર્થન કરે છે; અને વ્યવહાર પક્ષે આવતા દોષો નિવારે છે. એમ વ્યવહાર પોતે નિશ્ચયની ખામી પૂરે અને પોતાનું પણ કાર્ય બજાવે છે. આ હિસાબે “કોણ ગુરુ કોણ શિષ્ય' વગેરે નિશ્ચયના ઘરમાં ઊભા થતા દોષનું નિવારણ વ્યવહાર નય કરી આપે છે. એમ એકલા વ્યવહારમાં આપત્તિ એ છે કે એકલા ક્રિયાકાંડ તથા ગુરુ-શિષ્યાદિ વ્યવહાર તો ઘણા આચર્યા, છતાં કલ્યાણ કેમ ન થયું ? આ આપત્તિનું સમાધાન નિશ્ચયનય આપે છે; નિશ્ચયનય આ આપત્તિને નિવારી આપે છે. આમ બે નયો એક-બીજાના પૂરક બનીને કાર્ય કરે છે. બુદ્ધિ-મહેનત, ભીમ-કાન્ત, ઉદાર-કરકસરી વગેરે દ્વન્દ્રોની જેમ નિશ્ચય-વ્યવહાર :- વ્યવહારમાં જેમ બે ભાઈઓમાં એક બુદ્ધિમાન અને બીજો ખૂબ મહેનત કરી શકનારો, એક ભીમ ગુણવાળો અને બીજો કાન્તગુણવાળો, એક ઉદાર બીજો વિવેકી, એમ બે જો કાર્ય કરતા હોય તો એ કાર્ય સુંદર નીપજે છે. કેમકે એકે બુદ્ધિ શ્રેષ્ઠ ખર્ચા યોજના ઊભી કરી. પણ એને અમલમાં મૂકવાની દોડધામ કરનાર જોઈશે. તેવી રીતે માનો કે દોડધામ કરનારો છે; પણ યોજના, રીત, પદ્ધતિની જ ખબર નથી, તો શું કરી શકશે? એવી રીતે અવસરોચિત ભીમ ગુણ એવો કે કડપનો ગુણ ધરાવનારા કુટુંબ પરિવારને કાબુમાં રાખશે. પણ સાથે કાન્ત ગુણવાળો વાત્સલ્ય દર્શાવી એવો સુખારાધ્ય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૩ બનશે કે બધું સંગઠિત ચાલશે. અહીં એકલી ખૂબ મમતા વત્સલતા ખોટી. એથી તો સામા માથે ભાગે. એના પર કડક બીક જોઈએ. તેમ એકલી બીક કે ઝડપથી નિરુત્સાહી અને અકાર્યકર બની જાય; તેથી મૃદુ સ્વભાવ પણ જોઈએ. એમ એક ભાઈ ઉદાર હશે તો સારો ૫રમાર્થ કરી નામ કાઢશે; પણ સાથે બીજો વિવેકી કરકસરવાળો હશે તો ઉદારતાનો પ્રવાહ અયોગ્ય માર્ગે નહિ જવા દે. તેમ યોગ્ય માર્ગે જરૂર કરતાં વધારે પડતો નહિ જવા દે. ત્યારે શું એમ ન બને કે આ ગુણો એકજ વ્યક્તિમાં હોય ? આનો ઉત્તર એ છે કે બની શકે. પરંતુ નિશ્ચય-વ્યવહારની રીતભાત સમજાવવા માટે બે જુદી વ્યક્તિના ગુણ લીધા. નિશ્ચય-વ્યવહારમાં તો બંનેમાંથી એકેક નય બંને કાર્ય નથી કરી શકતો. નિશ્ચય નિશ્ચયનું કાર્ય કરે છે, વ્યવહાર વ્યવહારનું કાર્ય કરે છે. એટલા જ માટે મોક્ષનું મહાન અને અંતિમ કાર્ય જેને સાધવું હોય એને બંને નયની સહાય જોઈએ. બંને નયનું આલંબન જોઈએ. · નિશ્ચય-વ્યવહારમાં કોની અગત્ય ? :– પાછી એમાં ખૂબી એ છે કે કેવા ક્રમથી અને કેવી રીતે એ બે નયના ઉપદેશનો ઉપયોગ કરવો જોઈએ તે પણ આવડવું જોઈએ. નહિતર સંસારરોગ કાઢનારા આ બે નયરૂપ ઔષધને જ ઝેરરૂપ બનાવી દે. દા.ત. પૂર્વ કહેલ ભીમ-કાન્ત ગુણનો ઉપયોગ, ઉદારતા-વિવેકનો ઉપયોગ, બુદ્ધિ-મહેનતનો ઉપયોગ પદ્ધતિસર જોઈએ. તો કાર્ય સીઝે, લાભ થાય. નહિતર તો જ્યાં પહેલા કડકાઈની જરૂર હોય ત્યાં પ્રેમ બતાવે, તો કાર્ય ઉલટું બની જાય અને નુકસાન ઊભું થાય. જેમકે સમજુ થએલા બાળકને પ્રેમ એટલે કે એકલા લાડકોડ દેખાડાય તો એ ઉદ્ધત બની જશે. એમ તદ્દન નાના બાળક પર કડકાઈ દેખાડાય, તો એ બીકણ કે કઠોર સ્વભાવવાળું બની જશે. એટલે વધુ પડતા પ્રેમાળ અને છૂટ લેનારા આશ્રિત પર કડકાઈની વધારે અગત્ય રહે છે; તેમ વધુ પડતા ભયથી આજ્ઞાંકિત અને ડરપોક બનનાર ઉપર પ્રેમ દર્શાવવાની વધારે અગત્ય રહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૪ એમાં જો ઉલટાપણું સેવાય તો લાભના બદલે નુકસાન ઊભું થાય છે. એવુંજ નિશ્ચય-વ્યવહાર નિયોમાં સમજવાનું છે. એકલા નિશ્ચયનું પૂંછડું પકડનારને વ્યવહારની વધુ અગત્ય બતાવતી રહે છે. તેમ એકલા વ્યવહારીયા બની ગયેલાને નિશ્ચયની અગત્ય દેખાડવાની આવશ્યક્તા રહે છે. આના બદલે જો ઉંધું કરાય તો ઉંટ વૈદુ થાય, અને એમાં સામાના પ્રાણ જાય. જેમકે એકલા વ્યવહારીયાને વ્યવહારની જ અગત્ય બતાવાય, તો નિશ્ચયનું લક્ષજ નહિ કરે. તેથી ઘાંચીનો બેલ ત્યાંનો જ ત્યાંજ રહેવાનો. એવી રીતે જે એકલા નિશ્ચય નિશ્ચયની રટણ કરતો હોય, એવી કે વ્યવહાર કોઈ ન આદરતો હોય, એને જો વળી નિશ્ચયની અગત્ય બતાવાય એટલે તો એ પોતાની વસ્તુને વ્યાજબી માની શુભ ધર્મવ્યવહાર કદી નહિ આદરવાનો; અને સંસારિક પાપ-વ્યવહાર છોડવાનો નહિ. તેથી મરીને બિચારો જેમ પાપ વ્યવહારથી આજ સુધી ભવભ્રમણ કરતો આવ્યો છે, તેમ હવે પણ પાપ વ્યવહારથી ભવભ્રમણ કરવાનો. પ્ર) – પહેલાં પાપવ્યવહાર તો હતો પણ નિશ્ચયની સાધના નહોતી; હવે તો એ છે, તો પછી કેમ ભવભ્રમણ ? ઉ0 – હવે પણ નિશ્ચયની સાધના કોણે સાબીત કરી ? “બસ, આપણે તો શુદ્ધ આત્મસ્વરૂપમાં રમતા રહેવું. એજ ચિંતવવું.” ગતિ આદિ પરભાવને આત્માના ઘરના માનવા જ નહિ. પર દ્રવ્યની અસર આત્મા પર માનવી જ નહિ. આ શું નિશ્ચયની સાધના છે ? શું આવા ઢોંગ પૂર્વે નહિ કર્યા હોય ? તો આજે એ ઢોંગ નથી પણ સાચી સાધના છે, એનું પ્રતીક શું? શું પાપવ્યવહાર કરતાં કરતાંય આત્માને વીતરાગી ભાવમાં રાખી શકો છો ? અને એને નિશ્ચય સાધના કહો છો ? વીતરાગી ભાવવાળાની દશા સમજો છો ખરા? એટલે વસ્તુસ્થિતિ એ બને છે કે નિશ્ચય સાધના તો હાથમાં છે નહિ અને પાપ-વ્યવહાર પૂર્વવત્ ચાલુ હોવાથી પાપસ્થાનોની પરિણતિ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ચિત્તમાં રમ્યા કરતી હોય છે, તેથી ભવભ્રમણ સિવાય બીજું શું ફળ આપે ? ક્રમમાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી કેમ ? :- નિશ્ચયવ્યવહારની સાધનામાં ક્યાં કોને અગત્ય આપવી, એ જેમ જોવું જરૂરી છે, તેમ કઈ કક્ષામાં એ બે પૈકી કઈ સાધના પહેલી કારગત થશે એ પણ લક્ષમાં લેવું આવશ્યક છે. જેમકે, નવા માણસને પહેલાં તત્ત્વ સાંભળવારૂપી વ્યવહારમાં જોડવો પડે છે. એ પણ એકબે, ત્રણ દિવસ સાંભળવા છતાં એને તત્ત્વ સમજાય નહિ, તો વધારે દિવસો સાંભળવાનું કહેવું પડે છે. આ શું છે ? પહેલાં વ્યવહારની સાધના, અને પછી નિશ્ચયની પ્રાપ્તિ. હવે ધારો કે આ નવા આગન્તુકને પહેલેથી જ એમ કહેવામાં આવે કે “શું સાંભળવા આવ્યો છે ? એવા સાંભળવાના વ્યવહાર તો પૂર્વે અનંતીવાર સાધ્યા, પણ કાંઈ વળ્યું નહિ. માટે મૂકી દે સાંભળવાનો વ્યવહાર. નિશ્ચયને સાધ;' તો શું પરિણામ આવે ? નિશ્ચયને જે સમજતોજ નથી, નિશ્ચયનયથી પદાર્થોનું સ્વરૂપ અને વ્યવસ્થા જે જાણતો જ નથી એ નિશ્ચયની શી સાધના કરશે ? ત્યારે એ પૂછશે કે “નિશ્ચય શું છે ?' અર્થાત્ નિશ્ચયને જાણવા માટે પણ એને સાંભળવાનો વ્યવહાર પહેલાં કરવો પડશે. આમ વ્યવહારની સાધના પહેલી અને નિશ્ચયની પછી, એ ક્રમ બને છે. વ્યવહારૂ દાખલા :- તેથીજ સમર્થ શાસ્ત્રકાર તાર્કિક શિરોમણિ પૂ. ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે “નિશ્ચયનય પહેલે કહે, પીછે કે વ્યવહાર; ભાષાક્રમ જાને નહિ જૈનમાર્ગકો સાર, -નિશ્ચયની સાધના જે પહેલી કહે, અને વ્યવહારની પછીથી કહે, એને ભાષણનોઉપદેશનો ક્રમ નથી આવડતો; એને જૈનપરિભાષાની અને જિને કહેલા મોક્ષમાર્ગના રહસ્યની જ ખબર નથી.” આમાં એઓશ્રી શું ખોટું કહે છે ? આને સમજયા વિના જ એઓશ્રી પર વ્યવહારમૂઢ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૯૬ તરીકેનો આક્ષેપ કરવો એ કેટલું દ્વેષ અને અજ્ઞાનતાભર્યું છે ? પહેલાં વ્યવહાર સાધના, પછી નિશ્ચયની પ્રાપ્તિ;~ એના તો અનેક દાખલા છે. ચૂલો સળગાવવાના વ્યવહાર પછી રસોઈ શક્ય બને છે. રસોઈના વ્યવહાર પછી ભોજન તૈયાર થાય છે. ભોજન જમવાના વ્યવહાર પછી તૃપ્તિ થાય છે. એમ ધાર્મિક ક્ષેત્રમાં તત્ત્વ સાંભળવાના વ્યવહાર પછી તત્ત્વબોધ થાય છે. જાણેલા તત્ત્વને ખૂબ જચાવવાના વ્યવહાર પછી તત્ત્વશ્રદ્ધા-સમકિત થાય છે. એવા ક્ષાયોપશમિક સમકિતના બહુ અભ્યાસ પછી ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે. એવી જ રીતે સંસારત્યાગનો વ્યવહાર અને ચારિત્રાચારપાલનનો વ્યવહાર કર્યા પછી યથાખ્યાત ચારિત્ર અને વીતરાગદશાનો નિશ્ચય પ્રાપ્ત થાય છે; પણ કાંઈ પહેલેથી વીતરાગી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. એથી પણ આગળ ઠેઠ મોક્ષ સુધી જુઓ તો એજ દેખાશે કે વ્યવહાર પહેલો, અને નિશ્ચય પછી. શુલધ્યાનનો વ્યવહાર આદર્યા પછી ઘાતીકર્મના ક્ષયે કેવળજ્ઞાનીપણાનો નિશ્ચય પ્રાપ્ત થાય છે. યોગો રૂંધવાના અને શૈલેશીકરણના વ્યવહાર પછી નિશ્ચયમતની અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાં પણ આત્મા પરના બાકીના કર્મના નાશનો વ્યવહાર સાધ્યા પછી નિશ્ચય મોક્ષસ્વરૂપ મળે છે. વ્યવહારની સાધના વિના નિશ્ચયની પ્રાપ્તિ ક્યાં શક્ય છે ? અહીં પૂછો કે, O : જો વ્યવહાર સાધ્યાથી નિશ્ચય પ્રાપ્ત થતો હોય તો આ જીવે આજ સુધી વ્યવહાર તો અનંતીવાર સાધ્યા; તો પછી નિશ્ચય કેમ ન મળ્યો ? ઉ :– કારણ એ છે કે એ વ્યવહાર નિશ્ચયના લક્ષ્યવાળો વ્યવહાર નહોતો. ‘વ્યવહાર પહેલો’– કહીને અમે એમ નથી કહેતા કે ગમે તેવા વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ થાય; પરંતુ એ કહીએ છીએ કે નિશ્ચયના લક્ષ્યવાળો વ્યવહાર નિશ્ચય તરફ લઈ જાય. છતાં આનો અર્થ એટલોજ કે નિશ્ચયનું લક્ષ્ય (ધ્યેય) જોઈએ, નહિ કે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯૮૭ નિશ્ચયની પહેલેથીજ સાધના જોઈએ. નવામતમાં આ ગોટાળો છે કે નિશ્ચયની સાધના અને નિશ્ચયનું લક્ષ્ય-આ બેને એકમેક કરી દેવામાં આવે છે; અને નિશ્ચયની સાધનાનેજ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી જ એ એમ સમજે છે કે ‘પૂર્વે નિશ્ચયની સાધના નહોતી, પણ વ્યવહારસાધના હતી તેથી ક્યાંથી કલ્યાણ થાય ?’ ખરી રીતે ‘પૂર્વે નિશ્ચયનું લક્ષ્ય નહોતું, તેથી કલ્યાણ ન થયું. બાકી કલ્યાણ તો તેવા લક્ષ્ય સાથે કરેલી વ્યવહારની સાધનાથી નિશ્ચયની સાધનામાં પહોંચાય ત્યારે નિશ્ચયનયના ગુણ અને ઉન્નતિ પામીને થશે,’– આ વસ્તુસ્થિતિ સમજી રાખવી જોઈએ. નિશ્ચયમાર્ગની ધૂનમાં વ્યવહારમાર્ગ એટલે ક્રિયામાર્ગને મોક્ષોપયોગી ન માને એણે જૈન તત્ત્વને ક્યાં પૂર્ણતયા માન્યું ? એ નહિ તો સમકિત ક્યાંથી રહે ? તેથીજ વ્યવહાર સૂત્રના ભાષ્યમાં વ્યવહારલોપક અર્થાત ક્રિયામાર્ગના લોપકને મિથ્યાદષ્ટિ કહ્યો છે તે ઠીકજ છે. અહીં એ બચાવ કરશે કે પ્ર૦ :– અમે શુદ્ધ વ્યવહારને તો ઉપયોગી માનીએ છીએ. વ્યવહારાભાસને કારણભૂત નથી માનતા. પછી અમે વ્યવહારને ક્યાં લોપ્યો ? ઉ૦ :~ પણ આ બચાવ ખોટો છે. કેમકે (૧) તો પછી નિશ્ચય સદ્ભૂત (પારમાર્થિક) અને વ્યવહાર અસદ્ભૂત (ઔપચારિક) એમ કેમ કહો છો ? (૨) બીજું, એ તમારો શુદ્ધ વ્યવહાર નિશ્ચયની પહેલા સાધવાનો કે પછી ? ‘પછી' કહો તો વ્યવહાર નકામો ઠરશે. કેમકે નિશ્ચયમાર્ગ પ્રાપ્ત થયા પછી વ્યવહારની શી જરૂર છે ? અને ‘પહેલા' કહો તો તો ‘વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી’-એજ પાછું આવીને ઊભું રહ્યું! (૩) ત્રીજી વાત, એ તમારો શુદ્ધ વ્યવહાર એટલે કે અંતરાત્માની અંદર ચાલતો વ્યવહાર શું બાહ્ય વ્યવહાર વિના શક્ય છે ? શું નિશ્ચય Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચારિત્ર પમાડનારી આંતરિક રાગ-દ્વેષાદિનાશક શુભ ભાવનાઓનો વ્યવહાર કેળવવા બાહ્ય નિર્ગન્ધ-વ્યવહારની જરૂર નથી પડતી ? એ બાહ્ય વ્યવહાર શું આંતરિક શુભ વ્યવહારની પ્રેરક નથી બનતી ? બાહ્ય વ્યવહારના અભ્યાસથી આંતરિક વ્યવહાર અને નિશ્ચય બનવાના દાખલા :- જગતમાં બધે દેખાય છે કે બાહ્ય વ્યવહારના ખૂબ અભ્યાસથી આંતરિક વ્યવહાર કેળવાય છે; અને એ પછી નિશ્ચય વસ્તુ પ્રાપ્ત થાય છે. છોકરા પાસે કમને પણ નિશાળે વારંવાર જવાનો બાહ્ય વ્યવહાર આચરાવાય છે. તે પછી એને અંતરમાં ભણવા અંગેના વ્યવહાર જાગે છે; અને વિદ્યાની લગની લાગે છે. તે પછી વિદ્યા મગજમાં રમવા માંડે છે. નવા કારીગરને ભૂલભર્યા કેટલાય બાહ્ય અભ્યાસ થયા પછી આંતરિક વ્યવસ્થિત કળા પ્રાપ્ત થાય છે. મિત્રો પહેલા બાહ્યથી સારી રીતે પરસ્પર મળવા સત્કારવાનું અને સુખદુઃખમાં ભાગ પાડવાનું કરે છે, ત્યારે આંતરિક મિત્રતાનો વ્યવહાર બને છે. પછી સાચો મિત્રતાનો સંબંધ હ્રદયમાં જામીને સ્થિર બને છે. બસ, આ રીતે મલિન આશય વિના કરેલા બાહ્ય શુભ વ્યવહારોનો અભ્યાસ વધવાથી આંતરિક શુદ્ધ વ્યવહાર પ્રાપ્ત થાય છે. એના અભ્યાસથી શુદ્ધ નિશ્ચયનયની વસ્તુ પ્રાપ્ત થાય છે. માત્ર એમાં ધ્યેય શુદ્ધ જોઈએ. ધ્યેયશુદ્ધિ માટે તદ્દન નવા આગન્તુકને પણ મનમાં એટલું હોય કે આ કંઈક લાભની વાત કરે છે, લાવ સાંભળવા દે; અને સંભળાવનાર હોશિયારીથી એ અજ્ઞાન શ્રોતાના મનમાં આત્મા અને આત્મહિતની વાત સરળતાથી સમજાવી દેવાનું કરે, તો તે શ્રવણનો વ્યવહાર શ્રોતાને લાભદાયી થાય છે, એવો અનુભવ ઘણો મળે છે. ખુદ નૂતન મતવાળાના આશ્રમમાં માત્ર કૌતુકથી ગયેલા કેટલાકો પણ ત્યાંના ભાષણોને સાંભળવાના બાહ્ય વ્યવહારમાં પડ્યા તો અંતરમાં સળવળાટ થયો. એ તરફ મન પીગળ્યા; અને શ્રદ્ધા ત્યાંની થઈ. આ સૂચવે છે કે બાહ્ય વ્યવહારની અસ૨ મોટી થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ - - - - ૯૯ એ સમજીને તો ત્યાં આજ સુધી વ્યવસ્થિત કાર્યક્રમ સાથે ભાષણો, વાર્તાલાપો, અને પુસ્તકોના પ્રકાશનરૂપી ધૂમ બાહ્ય વ્યવહાર ચાલ્યા કરે છે. એથી બન્યું એવું કે જે જે વ્યવહાર એ ચલાવે છે તેની તેની તો આંતરિક અસર થાય છે; અને જે તપ-ત્યાગ-સામાયિકાદિનો વ્યવહાર મૂકાવી દીધો, એની અસર દિલમાં નથી દેખાતી. અર્થાત બાહ્યથી ઉપવાસ વગેરે તપ નથી, તો અંતરથી આહાર પ્રત્યે અંશે પણ અનાસંગ-ભાવ નથી. બહારથી વિગઈઓ વગેરેનો ત્યાગ નથી, તો અંદરખાને રસથી અળગાપણું નથી. અનાદિના કુસંસ્કાર સામે યુદ્ધ કરવા વ્યવહાર : પ્ર0 - તો શું બધા બાહ્ય ત્યાગી તપસ્વી અંતરથી અલિપ્ત અનાસક્ત બને છે ? ઉ0:– જે તેવી ધગશવાળા હોય તે જરૂરી બને છે. સર્વથા નહિ તોય અંશે પણ અનાસક્ત અવશ્ય બને છે; પણ તે ઠીક ઠીક અભ્યાસ પછી. કેમકે એમાં અંતરમાં મલિન વૃત્તિઓ અને કુવાસનાઓ સાથે લાંબી લડાઈ કરવી પડે છે. પણ ધ્યાનમાં રાખો કે લડાઈ કરવાનો અવકાશ બાહ્યથી પણ ત્યાગ તપ કરનારાને છે; પણ નહિ કે માત્ર ભેદજ્ઞાન અને ભાવશુદ્ધિના ઢોંગ આચરી એવા શુભ વ્યવહાર છોડીને રસકસ અને ઇચ્છાનુસાર ખાનાર-ભોગવનારાને. ત્યારે અનાદિની મલિન વૃત્તિઓ એમ કાંઈ મટે એમ નથી. દિવસો, મહિના, અને વરસો સુધી એવો કડક અભ્યાસ રહે, કે બહારથી સહેજ દષ્ટિ માત્ર પણ પરસ્ત્રી તરફ ન જાય, તો અંતરના મલિન સંસ્કારોનો પરાજય અને સુસંસ્કારોનો જન્મ થાય છે. શુભ વ્યવહાર ન આચરે પણ એના બદલે અશુભ વ્યવહાર ચાલુ રાખે, જ્યાં ત્યાં સ્ત્રીઓ સામે નજરો નાખ્યા કરે, એકાંતમાં મળ્યા કરે, વાતો કર્યા કરે, સિનેમાચિત્રો જોયા કરે તો અંતરમાં પવિત્રતાના શા સંસ્કાર પડે ? અલબત એવું બને છે કે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦) આહાર, રસ, વિષયો, પરિગ્રહ, કષાય, નોકપાયો વગેરેના કુસંસ્કારો પૂર્વ ભવેથી ગાઢ બનીને આવ્યા હોય તો એને તોડવા માટે અહીં ઘણા ઘણા જોરદાર અને લાંબા બાહ્ય શુભ વ્યવહારના અભ્યાસ કરવા પડે છે; અને એ કુસંસ્કારો સામે બળવાન મને લાંબી લડાઈ કરવી પડે છે. ત્યારે એ નબળા પડે છે. વિવેક કેળવીને બાહ્યથી ક્ષમાસહિષ્ણુતાનો વ્યવહાર બહુ સેવાય, તો અંતરમાં અંશે પણ સાચો ક્ષમાભાવ પ્રગટે છે. પરંતુ એના બદલે બાહ્યથી ધમધમાટ, અસહિષ્ણુતા અને તડુકવાનું ચાલુ રાખે તો કોઈ દિ' અંતરમાં ક્ષમાનો ભાવ નહિ પ્રગટે. એમ બાહ્યથી રોફ ઘમંડની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તો સમજી રાખવાનું કે અંતરમાં નમ્રતાનો ભાવ, મૃદુતાનો ભાવ જાગવાનો નથી. એવુંજ બાહ્યથી બજારોમાં જવું, વેપારો કરવા, ધંધાધાપા કરવા, એના સમાચારો રાત-દિ' સાંભળ્યા કરવા, એની વાચોચીતો અહર્નિશ કર્યા કરવી, વગેરે લોભની બાહ્ય પ્રવૃત્તિ જો ચાલુ રાખી તો અંતરમાંથી લોભ ખસવાનો નહિ. બાહ્ય સારા-નરસા વ્યવહારની અંતરમાં સારી-નરસી અસર પડે છે. માટેજ આજે ભલે અંતરમાં ખોટા વિચાર આવ્યા હોય પણ જે શુદ્ધ બુદ્ધિથી બાહ્ય સારા વ્યવહાર સારી ક્રિયામાં રચ્યો મચ્યો રહે છે, એ તો સારી પ્રગતિના માર્ગેજ પ્રયાણ કરી રહ્યો છે. એણે જરાય ડરવાનું નથી, અધીરા થવાનું નથી, બુદ્ધિથી કરેલો શુભ વ્યવહાર નકામો જતો નથી. અંતરમાં કોઈને કોઈ છૂપી સારી અસર કરે જ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સમયસાર પ્રવચનસારાદિ ગ્રંથોમાં વ્યવહારનું સમર્થન હવે એ જુઓ કે જે સમયસાર, પ્રવચનસાર અને નિયમસારના દિગંબરી ગ્રંથો પર મુખ્ય આધાર રાખીને નવો મત શરૂ થઇને ચાલી રહ્યો છે, એ ગ્રંથો પણ બાહ્ય વ્યવહારનું કેવું સુંદર સમર્થન કરે છે, અને કેવી ઉપયોગીતા બતાવે છે! (૧) સમયસાર પુસ્તકના પ્રારંભમાં લખે છે કે ‘સીમંધર મુખથી ફૂલડાં ખરે; એની કુંદકુંદ ગુંથે માળ રે, જિનજીની વાણી ભલી.' શ્રી સીમંધર ભગવાનના મુખમાંથી દ્રવ્યશ્રુતના વચનરૂપી ફૂલો નીકળે છે અને કુંદકુંદાચાર્ય એને સમયસાર નામના ગ્રંથરૂપી માળામાં ગુંથી લે છે. અર્થાત્ પ્રભુની વાણી સાંભળી અને એના આધારે સમયસાર ગ્રંથ બનાવ્યો. આ બધું શું છે? વ્યવહાર કે નિશ્ચય ? ભગવાને બોલવું, કુંદકુંદાચાર્યે સાંભળવું, પછી ગ્રંથ રચવો અને નિશ્ચયવાદીએ ઉપરથી એના ગુણગીત, એની પ્રશંસા કરવી એ ચોખ્ખો વ્યવહાર છે. (૨) વળી નવા મતવાળા આગળ લખે છે કે દરેક ગાથા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે...' કેવુંક પ્રતિપાદન ! નિશ્ચયમાંથી વ્યવહાર ! કેમકે આત્માનો અનુભવ એ નિશ્ચય છે; ને ગાથા એટલે કે શબ્દભણન એ વ્યવહાર છે. મહામુનિને નિશ્ચયે પહોંચ્યા પછી પણ વ્યવહાર આદરવાની જરૂર પડી; છતાં એ વ્યવહારમૂઢ નહિ અને અહીં ગણધર ભગવાનને વ્યવહા૨મૂઢ કહી નિશ્ચય તરફ પહોંચવા માટે વ્યવહારની મનાઇ કરવામાં આવે છે !!! છે અજ્ઞાનદશાની હદ ? અલ્યા ભાઇ ! એટલું તો સમજ કે મહામુનિએ જે આત્માનુભવમાંથી ગાથા કાઢી એ શા માટે ? બાળ જીવોને Page #145 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - - - -- -- ૧૦૨ સંભળાવવા જ માટે ને ? સંભળાવીને એવા આત્મઅનુભવમાં પહોંચાડવા માટે ને ? તો જીવો પાસે એ સાંભળવાનો વ્યવહાર આદરાવવા તો મુનિએ ગાથા ભણવારૂપ વ્યવહાર આદર્યો; અને તું વ્યવહાર અનુપાદેય કહે છે, નકામો કહે છે; એ કેટલું યુક્તિયુક્ત છે ? વળી લખે છે, “આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી, પ્રમત્ત નથી; - એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું એ મારી વર્તમાન દશાથી કહું છું - આ મહામુનિનું કથન છે.” આમાં હું એટલે કોણ ? જો આત્મા કહો, તો આત્મા નિષેધ કરવા જાય તે વખતે એ પ્રમત્ત કે અપ્રમત્ત ? તેમ “નિષેધ કરવો”, “કહેવું' - એ વ્યવહાર નહિ તો બીજું શું ? વળી મંગળાચરણમાં ‘દ્રવ્યશ્રત વચનરૂપ છે. વચનો દ્વારા આત્માને બતાવે છે. અહીં પણ વચનરૂપ વ્યવહારની જરૂરીયાત સ્વીકારી. (૩) સમયસારની પ્રસ્તાવનામાં લખે છે “આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો. એ મારી અંતરની ભાવના છે. અનુવાદ લખવો એ વ્યવહાર માર્ગ છે. એને આદરવાનું કરે છે એ એની ઉપયોગિતા સૂચવે છે. જિનદેવે પ્રરૂપેલા માર્ગની પ્રરૂપણા એ વ્યવહાર છે જેને પ્રભુએ જીવોની આત્મશાંતિના ઉદ્દેશથી આદર્યો; એય વ્યવહારની સાર્થકતા. અનુવાદ કની પોતાની અંતરંભાવના આ છે કે “આ અનુવાદ યથાર્થ માર્ગ બતાવો.” યથાર્થ માર્ગ નિશ્ચય માર્ગને કહે છે, “તેનું ભાન અનુવાદ વાંચનના વ્યવહારથી થાઓ' - એવી અભિલાષા સેવે છે. એ શું ? એ વ્યવહારના આધારે જ જીવો નિશ્ચયે પહોંચશે, એવી મનમાં ખાતરી ! “બધા કાંઈ શ્રી સીમંધર ભગવાન પાસે જઈ નહિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શકે. તેમ બધાને મૂળ સમયસારથી સમજ નહિ પડે; માટે અનુવાદ. અનુવાદ વાંચવાથી આત્મશાંતિનો માર્ગ જાણશે.' વ્યવહારની કેવીક આવશ્યકતા માની ! છતાં એ બધા વ્યવહારમૂઢ નહિ ! અને શ્રી સુધર્મા ગણધરસ્વામી વગેરેને વ્યવહારમૂઢતાની ગાળ દે છે ! (૪) સમયસારની ૧૨મી ગાથા આ પ્રમાણે છે 'सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण जे दु अपरमे ठिदा भावे ॥' એમાં આનો અર્થ આ પ્રમાણે આપ્યો છે જે શુદ્ઘનય સુધી પહોંચી શ્રદ્ધાવાન અને પૂર્ણ જ્ઞાન - ચારિત્રવાન થઇ ગયા તેમને શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ઘનય જાણવા યોગ્ય છે. વળી જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવો યોગ્ય છે.' અહીં જુઓ કે જીવોના બે ભેદ બતાવ્યા; એક પરમભાવે પહોંચેલા અને બીજા અપરમભાવે રહેલા. માટે જ (૧) ૫૨મભાવે પહોંચેલા તે શુદ્ધનયનિશ્ચયનયના ઉપદેશને યોગ્ય અને (૨) નહિ પહોંચેલા તે વ્યવહારનયા ઉપદેશને યોગ્ય, એમ બે પ્રકારના જીવ થયા. પરમભાવ સુધી પહોંચેલા તરીકે પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રવાળાને ગણ્યા. હવે હાલ નવા મતવાળાના મઠમાં બધા જ પરમભાવની સ્થિતિએ પહોંચ્યા લાગે છે ! તેથી જ નિશ્ચયનયનું આલંબન ધરતા હશે ને ? એક બાજુ એ માત્ર નિશ્ચયનયનો ઉપદેશ ગ્રહણ કરે છે અને બીજી બાજુ પૂર્ણ જ્ઞાન-ચારિત્રના ઠેકાણાં નથી; તો પછી એ લિંગ કે બીજું કાંઇ ? સમયસારની આ ગાથામાં તો સ્પષ્ટ કહ્યું કે શ્રદ્ધાદિ પૂર્ણભાવને ન પહોંચે ત્યાં સુધી વ્યવહારનયનો જ ઉપદેશ ગ્રહણ કરવો જોઇએ, એ જ ઉપદેશ - - Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ મુજબ આચરણ અમલ કરવો જોઇએ. વળી એ પણ કહ્યું કે હજી જે જીવો પૂર્ણભાવમાં નથી પહોંચી શક્યા તે સાધક અવસ્થામાં જ રહેલા છે; તે વ્યવહારથી ઉપદેશાવા યોગ્ય છે. અર્થાત્ સાધક આત્માને અમલ માટે વ્યવહારનો જ માર્ગ હિતકારી છે; ત્યારે પૂર્ણભાવ-પરમભાવ પામેલા સિદ્ધ જીવોને અમલ માટે નિશ્ચયમાર્ગ યોગ્ય છે. હવે આગળ જુઓ કે આ ગાથાની સંસ્કૃત ટીકામાં કેવી સુંદર રીતે આનું સમર્થન કર્યું છે. આની ટીકાના ભાષાંતરમાં આમ લખ્યું છે – “જે પુરુષો અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુકૂષ્ટ મધ્યમભાવ, તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટભાવનો અનુભવ નથી હોતો; તેથી જેણે જુદા જુદા અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહારનય જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે નવું નિમિયં પર્વદ તા. મા... વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો... - ત્યાં જ આના ઉપર ભાવાર્થ આ મુજબ લખ્યો છે - લોકમાં સોનાના સોલ વાલ પ્રસિદ્ધ છે... છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળવલા સોનાનું જ્ઞાન અને શ્રદ્ધાનની પ્રાપ્તિ થઈ, તેમને હવે) પંદરવલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. પણ જેમને તે પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદરવલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે... ત્યાં સુધી જિનવચનોનું સાંભળવું, જિન-ગુરુની ભક્તિ, જિનબિંબ દર્શન, ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. જેમને શ્રદ્ધાન-જ્ઞાન Page #148 -------------------------------------------------------------------------- ________________ તો થયાં છે; પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપી અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિગુણિ, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વગેરે વ્યવહારમાર્ગમાં પ્રવર્તવું. પ્રવર્તાવવું એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહારનયને અસત્યાર્થ કહેવામાં આવે છે, પણ જો કોઈ અસત્યાર્થ જાણી છોડી દે, તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે, અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી, તો તેથી ઉલટો અશુભપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપે પ્રવર્તે તો નરક નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. એવો સ્વાદુવાદ મતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.” અહીં સોળ સોળ વાલ શુદ્ધ સોનું, અને અશુદ્ધ સોનું, આ બેના સુંદર દૃષ્ટાંતથી નિશ્ચય-વ્યવહારની યોજના ફરી બતાવી. યોજના કેટલી સરસ ! સોળે વાલ શુદ્ધ સોનાને, હવે પંદર વાલ જેટલી શુદ્ધિ સુધીના સોના પર કરવા યોગ્ય, શોધનક્રિયાની જરૂર નથી. પણ જે સોનું ઠેઠ પોણીસોળ આની શુદ્ધતા સુધી આવ્યું હોય તેમાંય હજી અશુદ્ધિ છે. તો એ બાકી રહેલી અશુદ્ધિ ટાળવા માટે શોધન-ક્રિયાની જરૂર છે. (ક્રિયા એ વ્યવહાર છે.) એ જ પ્રમાણે આત્માને જ્યાં સુધી સર્વથા શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ અને અશુદ્ધ ભાવ ઊભો છે, ત્યાં સુધી અશુદ્ધ નયના ઉપદેશાનુસાર પ્રવર્તવું જ પડશે એ ઉપદેશ જિનવચનશ્રવણ, જિનબિંબદર્શન, દેવગુરુ ભક્તિ, વ્રતગ્રહણ, સમિતિ-સ્વાધ્યાયાદિ આચાર, વગેરે વ્યવહાર-માર્ગનો રહેવાનો; તેથી એ માર્ગ આદરવાની જરૂર રહેશે જ. અહીં પ્રશ્ન સરસ કર્યો કે “વ્યવહારનય તો અસત્યાર્થ છે ને ?' તેમજ એનો ઉત્તર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પણ સુંદર દીધો કે શુદ્ધોપયોગની કક્ષા સુધી અર્થાત્ રાગ-દ્વેષ રહિત જ્ઞાનોપયોગ સુધી ન પહોંચેલો સાધક જો શુભ ઉપયોગને વ્યવહારમાર્ગરૂપ એટલે અસત્યાર્થ માની છોડી દે કે ન સ્વીકારે, તો મન નવરું તો રહેવાનું નહીં, તેથી અશુભ ઉપયોગમાં પડી સ્વેચ્છા-વર્તન કરાવવાનું; અને જીવ પરિણામે સંસારમાં ભટકી મરવાનો. તેથી નિષ્કર્ષ કાઢી આપ્યો કે શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહારમાર્ગ પ્રયોજનવાન છે; વ્યવહારમાર્ગનું પ્રયોજન સરતું હોવાથી એ અવશ્ય આદરણીય છે. પ્ર- તો સમયસારાદિ ગ્રંથમાં અહીં વ્યવહારમાર્ગ પર આટલો ભાર મૂકીને પછી પાછળથી કેમ વ્યવહારનું ખંડન કરી નિશ્ચય પ્રરૂપ્યો ? ઉ0 - વ્યવહારનું ખંડન એટલા માટે, કે નિશ્ચયનું ચોક્કસ સ્વરૂપ બરાબર સમજાય. તેમ, નિશ્ચયની પ્રરૂપણાનો હેતુ એ, કે સર્વથા શુદ્ધભાવને પામેલાની દશા કેવી હોય તે દર્શાવવુ. અશુદ્ધભાવમાં રહેલાને શો શો વ્યવહાર કેવી કેવી રીતે આદરવાનો તેનું વિસ્તૃત વર્ણન અન્ય ગ્રંથોમાં હોવાથી અહીં એને ન ચર્યો; પણ એની આવશ્યકતા ખાસ બતાવી. નિશ્ચયનું સ્વરૂપ બીજે ઓછું હોવાથી અહીં વિસ્તારથી ચચ્યું ખરું, પરંતુ નિશ્ચયના અધિકારી તો શુદ્ધભાવને પામેલાને ગણ્યા. આટલો સ્પષ્ટ વિવેક ન સમજી અશુદ્ધભાવમાં સબડતા નવા મત કાઢનારા અને એમના અનુયાયીઓ વ્યવહારનો લોપ કરવામાં બાલિશતા કરી રહ્યા છે. (૫) સમયસાર ગાથા ૪૬ના વિવેચનમાં લખ્યું છે કે અધ્યવસાનાદિ (વિચારણા વગેરે) ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વશદેવોએ કહ્યું છે, તે વ્યવહારનયને દર્શાવ્યો છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે, પરંતુ જે વ્યવહાર ન દર્શાવવામાં આવે તો (૧) પરમાર્થથી શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે ! તેથી બંધનો જ અભાવ ઠરશે ! વળી, (૨) પરમાર્થથી રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો” – એવા મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે, અને તેથી મોક્ષનો જ અભાવ થશે ! આમ જે વ્યવહારનય ન દર્શાવાય તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે. પરમાર્થથી જે સંસાર-મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે, તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; (તેમ એવી એકાંતરૂપ): અવસ્તુનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે.” (૬) આમાં પણ જુઓ કે વ્યવહારનું કેવું સુંદર સમર્થન કર્યું ! નિશ્ચયનયે તો જીવ અને શરીર, બે તદ્દન નિરાળા છે; તથા જીવ અરૂપી-અચ્છેદ્ય છે, ત્યારે શરીરરૂપીને છેદ્ય છે. એટલે જીવંત શરીરને કાપી નાખનારો હિંસક નહિ ગણાય; કેમ કે શરીર તો જીવથી તદ્દન જુદું અને જડ છે. જેમ ભસ્મ જડ હોવાથી એને મસળી નાખવામાં હિંસા નથી ગણાતી, તેમ શરીરને કચરી નાખવામાં હિંસા નહિ ગણાય. વ્યવહારનયથી જીવતું શરીર આત્માથી તદ્દન જુદું નથી. તેમ આત્માને શરીર પરના આઘાતથી આઘાત થવાનું વ્યવહારનય માને છે; માટે એ તો વિવેક કરી શકશે કે શરીરને કચરવામાં આત્મા કચરાતો Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ હોવાથી હિંસા છે, પણ ભસ્મમાં તેવું નથી. નિશ્ચયવાદી આવો વિવેક ક્યાંથી કરી શકશે ? તેથી એને તો હિંસાની નિંદા, હિંસકને સજા, હિંસાની ત્યાજયતા વગેરે નકામું ઠરશે, બનાવટી ઠરશે. કહોને કે દાનાદિ કે ક્ષમાદિ બધા ધર્મોનું આચરણ નિશ્ચયમતે અનાવશ્યક છે. માટે જ વ્યવહાર સાચો છે, અવશ્ય આદરણીય છે, અનુલ્લંઘનીય છે. (૭) બીજી પણ સરસ દલીલ વ્યવહાર સ્થાપન માટે આપી. નિશ્ચયમતે શરીરની જેમ રાગ-દ્વેષાદિ દોષો પણ આત્માથી તદ્દન જુદા છે. આત્મા એથી બંધાયેલ નથી. આત્મા તો સ્વરૂપે વીતરાગ, વીતષ છે. પછી આત્માને રાગ-દ્વેષમોહના દોષોથી છોડાવવાની વસ્તુજ નથી ઊભી રહેતી, તો એ માટે મોક્ષમાર્ગની સાધનાનીય જરૂર ક્યાં રહી ? જો એ નહિ તો પછી આત્માને મોક્ષ પામવાની વાત ક્યાં રહેવાની ? અહીં વ્યવહારવાદી તો કહી શકે છે કે આત્મા સંસારાવસ્થામાં રાગી છે, દ્વેષી છે; અને એ રાગદ્વેષથી કથંચિત્ અભિન્ન પણ છે, તેથી એ દશા મિટાવવા મોક્ષના ઉપાયો સેવવા જરૂરી છે. એ સેવ્યાથી રાગદ્વેષાદિ નષ્ટ થયે મોક્ષ પણ થશે. (૮) વ્યવહારને અસત્ય માનવામાં ત્રીજી વાત એ કહી કે કેવળ નિશ્ચયને સત્યાર્થ ગણતાં નિશ્ચયનયથી તો આત્મા સદા શુદ્ધ અને કર્તવ્યહીન છે, તેથી કર્મબંધ શું કે કર્મક્ષય શું? સંસાર શું કે મોક્ષ શું ? - બધું જ કલ્પિત અને અવસ્તુ ઠરશે. પછી એવી અવસ્તુની શ્રદ્ધા-જ્ઞાનાદિ પણ અવસ્તુ ઠરશે. કિંતુ વસ્તુનું આવું એકાંત સ્વરૂપ હોય નહિ. તેથી વ્યવહારના અભિપ્રાય પ્રમાણ ગણવા જ પડે, આદરણીય કરવા જ પડે. (૯) ચોથી યુક્તિ એ આપે છે કે વ્યવહારને કેવળ અભૂતાર્થ કહેવામાં વેદાન્તમતાનુયાયી બનવું પડશે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૯ સમયસારમાં ગાથા ૧૪ની ટીકાના આ કથનથી સમજી લેવું કે “વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે તેથી તે સર્વથા અસત્યાર્થ જ છે' એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ (“બ્રહ્મ સત્ય, જગન્મિથ્યા'-એમ કહી) સંસારને અવસ્તુ માને છે, તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે. એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાદષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત રીતે સત્યાર્થપણાનું અવલંબન કરવાથી સમ્યગ્દષ્ટિપણું છે. બાકી તો આધુનિક નિશ્ચયવાદી નવા મતવાદીઓ વેદાન્તીના સગા ભાઈ બનવાની આપત્તિમાં છે. જો કે ખૂબી પાછી એ છે કે અમલમાં પાકા વ્યવહારી છે. પોતાના માનેલા જરૂરી સાધનોનો વ્યવહાર રાચીમાચીને પૂરજોશમાં કરે છે. માત્ર એમને ત્યાગ-તપસ્યા-વ્રત વગેરેનો કષ્ટમય વ્યવહાર પ્રત્યે જ સુગ છે ! છે કોઈ સિદ્ધાંત માન્યતાનો ઢંગ ? કે આચાર મર્યાદાનો ઢંગ ? હજી નવી યુક્તિ જુઓ. (૧૦) સમયસારની ગાથા ૨૬મીમાં પ્રશ્ન કર્યો કે આત્મા શરીર નથી', તો તીર્થકર અને આચાર્યની સ્તુતિ ખોટી નહિ ઠરે ? પછી ગાથા ૨૭મીમાં એનો ઉત્તર કરતાં કહ્યું કે વ્યવહારનય આત્મા-દેહ એક કહે છે, તે હિસાબે સ્તુતિ વ્યાજબી છે. કુંદકુંદાચાર્ય જેવાએ પણ તીર્થંકરાદિની સ્તુતિ કરી છે, તે તીર્થંકરદેવના કેવળ આત્માને નહિ પણ શરીર સહિત આત્માને મનમાં રાખીને કરાય છે. એ વ્યવહારને સમયસારની આ ગાથા પ્રામાણિક ઠરાવે છે. એટલું જ નહિ, પણ એનું સમર્થન કરતાં આગળ ગાથા ૨૮મીમાં કહે છે કે, (સમય) ગા) ૨૮) “સુવર્ણમાં ચાંદી ભળી જવાથી “શ્વેત સુવર્ણ વ્યવહાર થાય છે, તે વ્યવહારનયથી. એવી રીતે તીર્થકરના શરીરની સ્તુતિ તે તીર્થંકરની સ્તુતિ વ્યવહારથી આચાર્ય કહે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ - વ્યવહારને તો તમે અભૂતાર્થ કહો છો. તો વ્યવહારના આશ્રયે (કરાતી) જડની સ્તુતિનું શું ફળ ? ૧૧૦ ઉ૦ – એનો ઉત્તર એ છે કે વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, કિન્તુ નિશ્ચયની અપેક્ષાએ અસત્યાર્થ છે. છદ્મસ્થને પરનો આત્મા દેખાતો નથી, શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંતભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે તથા (પ્રભુની) શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. કહો, આ એમના મહાપ્રમાણ માનેલા સમયસારમાં જ વ્યવહારનું કેટલું સચોટ સમર્થન છે ! કદાચ એ કહે કે - પ્ર૦ પણ સમયસારમાં આગળ ઉપર વ્યવહારનું ભારે ખંડન કર્યું છે તેનું કેમ ? - ઉ૦ એનો ઉત્તર સીધો છે. પૂર્વે ગાથા બારમાં જ ગ્રંથકારે સૂચવી દીધું છે કે જે આત્મા શુદ્ઘનયની ભૂમિકા સુધી નથી પહોંચ્યા તેના માટે વ્યવહારમાર્ગ શ્રેયસ્કર છે; અને જે ત્યાં પહોંચેલા છે તેને શુદ્ઘનયનો ઉપદેશ લાભકારી છે. એટલે ગ્રંથના પાછળના ભાગમાં આપેલ વ્યવહારનું ખંડન માત્ર શુદ્ધનયની દૃષ્ટિએ છે, પણ અશુદ્ધનયની દૃષ્ટિએ નિહ, અર્થાત્ સાધક અવસ્થામાં રહેલા જીવોને નિરુપયોગી હોવાની દૃષ્ટિએ નહિ. એ જીવોને તો વ્યવહારમાર્ગ ખાસ ઉપયોગી છે જ. પ્રસ્તુતમાં તીર્થંકરદેવની સ્તુતિ કરવાના વ્યવહારને વ્યાજબી ઠરાવ્યો. વ્યવહારને અપેક્ષાએ સત્યાર્થ કહ્યો, એટલે કે વ્યવહારનય અસત્યાર્થની જેમ સત્યાર્થ પણ છે એમ કહ્યું, એક બાજુ વ્યવહારોપયોગીતા અને વ્યવહા૨સત્યતાનું આવું દીવા જેવું પ્રતિપાદન અને બીજી બાજુ પૂ. યશોવિજયજી મહારાજને Page #154 -------------------------------------------------------------------------- ________________ --- - - - - * - ૧૧૧ વ્યવહારમૂઢ કહેવાની ધૃષ્ટતા એ કેવી પોતાના દિલમાં અસૂયા અને દ્વેષપૂર્ણતા સૂચવી રહી છે ! શું સાચા મહાપુરુષને વ્યવહારમૂઢ કહેનાર નવીનપંથ (કાઢનાર) પોતે ભારોભાર મૂઢ નથી ? (૧૧) વળી એ જુઓ કે સ્તુતિના બે પ્રયોજનમાં એક તે વીતરાગની શાંતમુદ્રા દેખી શાંતભાવ થાય છે, એમ કહી પ્રભુની શાંતમુદ્રાના દર્શનના વ્યવહાર દર્શનકર્તાને શાંતભાવ થવામાં ઉપયોગી ગણ્યો. કેટલી બધી સ્પષ્ટ વ્યવહારની આવશ્યકતા ! તેય પાછી કુંદકુંદાચાર્ય જેવા ને ! વ્યવહાર જરૂરી ન હોય, કામનો ન હોય તો સ્તુતિ કે દર્શનની પ્રવૃત્તિ શી ? અને એનું સમર્થન શું ? અહીં તો સમયસારમાં જ પ્રવૃત્તિ અને સમર્થન બંને હોવાથી વ્યવહારની ઉપયોગીતા જ સૂચવી છે. હવે જો તેમ છતાં એ કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ તો પછી પૂ. યશોવિજયજી મહારાજ વગેરેને શી રીતે વ્યવહારમૂઢ ન્યાયી રીતે કહી શકાય ? હા, ઉન્મત્ત બકવાટથી એમ કહે એ જુદી વસ્તુ છે. (૧૨) વળી જુઓ કે બીજી પણ સરસ યુક્તિ આપી. શાંતમુદ્રા એ પ્રભુની વીતરાગતાનું અનુમાન કરાવે છે એ પણ ઉપકાર છે – આમ કહીને સ્તુતિ-દર્શનના વ્યવહારને લાભદાયી ગણ્યો. કેમ કે દર્શન શાંત મુદ્રાવાળાના કરાય છે, તેથી દર્શન કરનારના દિલમાં દેવની વીતરાગતાનો નિર્ણય થાય છે; તેથી વીતરાગ બનવાની પ્રેરણા મળે છે. આ બધું નિશ્ચયથી નહિ ઘટે, વ્યવહારથી જ સંગત થશે. એમ વ્યવહારને ઉપકારી બનાવનાર કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ અને શ્રી યશોવિજયજી મ0 ને વ્યવહારમૂઢ કહેવા છે ! કેવી ઘેલછા ! હજી આગળ એમના જ તરફથી વ્યવહારનું સમર્થન જુઓ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ રે (૧૩) સમયસાર ગાથા ૮૮માં કહ્યું છે કે પુદ્ગલના વિકાર મિથ્યાત્વ, યોગ, અવિરતિ અજ્ઞાન છે. જીવના પરિણામ ઉપયોગ, અવિરતિ, અજ્ઞાન, મિથ્યાત્વ છે. ગાથા ૮૯માં પ્રશ્ન કર્યો કે શુદ્ધ ચૈતન્યને મિથ્યાત્વાદિ શાથી? ઉત્તરમાં કહ્યું કે ૩વસોમાસ તિuિTપરિણામ મોહગુત્તરસ અર્થાતુ વ્યવહારથી અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી આત્મામાં ત્રણ વિકાર (અવિરતિ-અજ્ઞાનમિથ્યાત્વના છે.) કહો આ કહેનારમાં વ્યવહારમૂઢતા નહિ અને પૂ. યશોવિજયજી મહારાજમાં વ્યવહારમૂઢતા કહે, શું એ ઠેષ નથી? વ્યવહારનયથી માનેલી આ આત્મસ્થિતિ સતુ છે, કાલ્પનિક નથી. તેથી જ (૧) એ વસ્તુસત્ અશુદ્ધ સ્થિતિને ટાળવા માટે મોક્ષમાર્ગની હયાતી છે; (૨) એ સ્થિતિ ઉપર સંસારી અને એ સ્થિતિ વિનાના એ મુક્ત એમ બે ભેદ પડે છે. (૩) એ અશુદ્ધ સ્થિતિના હિસાબે જ જીવોને વિવિધ પ્રકારના દેવપણુંમાનવપણું, શાતા-અશાતા, યશ-અપયશ, વગેરેના વાસ્તવિક અનુભવ થાય છે. જડને એમાંનો શો અનુભવ ? કોઇજ નહિ. તેમ શુદ્ધ જીવને એવો ક્યાં અનુભવ ? જરાય નહિ. માટે જીવની વ્યવહારસિદ્ધ એવી અશુદ્ધ સ્થિતિ વસ્તુસત્ છે; સ્વમસૃષ્ટિ નથી. (૧૪) વ્યવહાર સમર્થનની ૧૪મી યુક્તિ : કાશ્મણ દ્રવ્યથી જીવ મિથ્યાત્વી – સમયસાર ગાથા ૧૩૫માં લખે છે કે “કાર્મણવર્ગણાગત દ્રવ્ય ખરેખર (ખલુ) જીવ સાથે જ્યારે બંધાય છે, ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે. વ્યવહારનો આ કેવો ચકચકતો પ્રભાવ બતાવ્યો ? શું કહ્યું ? “ખરેખર જયારે બંધાય છે' - બંધ ખરેખર એટલે બંધ માત્ર સહાવસ્થાનરૂપ નહિ, કે બે આંગળીના સંયોગ જેવો માત્ર સંયોગ નહિ, પણ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કાર્મણવર્ગણાના પ્રદેશ અને જીવના પ્રદેશનો અન્યોન્યાનુવેધરૂપ (ખીરનીર જેવો લોહ-અગ્નિ જેવો) એકમેક સંબંધ વસ્તુગત્યા થાય છે; ત્યારે જીવ મિથ્યાત્વાદિભાવોનો હેતુ બને છે. આ બધી પરિસ્થિતિનો ખુલાસો કરી શકવામાં નિશ્ચયનય ક્યાં ઊભો રહી શકવાનો ? એ તો વ્યવહારનય જ સુયોગ્ય સંગતિ કરી શકે છે. સમયસારમાં આવો આવો વ્યવહાર છે એ એમને માન્ય છે અને પૂ. સુધર્મા ગણધર મહારાજ જે કલ્યાણકારી અને વસ્તુસત્ વ્યવહારનું સમર્થન કરે છે, એમની અને તે વ્યવહારની સામે ઘૂરકીયા કરવા છે !, એ કેવી ઉંધાઇ ગણાય? અથળા સમયસારમાં આવા અનેક પ્રકારે વ્યવહારનું સમર્થન કર્યું છે તે ગાવું નથી, પણ નિશ્ચયનો જ પક્ષ તાણી છૂપાવવું છે, એ કેવી ચોરી ? અગર તો વ્યવહારને નીંદવો છે એ ખુદ સમયસારનો જ કે એમના કર્તાનો કેવો ભયંકર દ્રોહ ? (૧૫) સમયસાર ગાથા ૪૨માં કહ્યું કે ‘જે પુદ્ગલકર્મથી જીવને બદ્ધ સ્પષ્ટ કહે છે તે વ્યવહારપક્ષ છે. જે અબદ્વત્કૃષ્ટ કહે છે તે નિશ્ચયપક્ષ છે...' બંનેને અતિક્રાન્ત સમયસાર છે. કેમ કે ‘પક્ષ' મૂકી દેવાથી જ વીતરાગભાવ આવે.’ આમાં પહેલું એ જુઓ કે ‘સમયસાર' એટલે કે આગમ રહસ્યને આ બંને પક્ષથી પર કહ્યું. હેતુ એ આપ્યો કે ‘આગમ રહસ્યમાં તો વીતરાગ થવાની વાત આવે અને તે વીતરાગભાવ લાવવા માટે કોઇપણ પ્રકારનો પક્ષપાત છોડી દેવો પડે.' શું સમજ્યા આમાં ? જેમ વ્યવહારપક્ષથી વીતરાગ ન થવાય તેમ નિશ્ચયપક્ષ રાખવાથી પણ વીતરાગ ન થવાય. એટલે નવો મત કાઢનારા જે નિશ્ચયપક્ષનું તાણે છે તે આના હિસાબે કેટલું વ્યાજબી છે ? ત્યારે હવે પ્રશ્ન રહે કે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્ર0 - તો વીતરાગભાવ કેવી રીતે આવે ? ઉ0 - ઉત્તર એ છે કે કક્ષા મુજબની સાધનાથી આવે. નીચેની ભૂમિકાને અશુદ્ધનયનો ઉપદેશ ફરમાવે છે તે સાધના અને ઉચ્ચ કક્ષાએ પહોંચેલાને શુદ્ધ નયની દેશનાનુસાર સાધનાએ વીતરાગભાવ મળે. અહીં બદ્ધસ્પષ્ટની જે વાત કરી, તેમાં પણ કર્મ તો એના એ જ છે; પરંતુ ક્યારેક બદ્ધ, ક્યારેક સ્પષ્ટ, ક્યારેક નિકાચિત, એમ જે બને છે તે શાના ઉપર ? કહેવું જ જોઇશે કે જીવની સાથે વિવિધ સંબંધના યોગે બદ્ધતા-સ્પષ્ટતાદિ છે. આ માટે વ્યવહાર વિના ક્યાં ચાલવાનું છે ? છતાં મહાપુરુષને વ્યવહારમૂઢતાની ગાળ દેવી છે ? (૧૬) સમયસાર ગાથા ૧૪૯મીમાં વિવેચન કરે છે કે “અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને (પુણ્યને) સારી સમજીને તેની સાથે રાગ અને સંસર્ગમાં પડે છે, તેથી કર્મબંધમાં પડી પરાધીન થઈ સંસારના દુઃખ ભોગવે છે. આ કથનમાં પણ જુઓ કે વ્યવહારનું કેવું સચોટ સમર્થન કર્યું ! શુદ્ધનય-નિશ્ચયનયથી તો જીવ શુદ્ધ અને જ્ઞાની છે, પછી અજ્ઞાની જીવ કોણ ? અશુદ્ધ નિશ્ચયથી સંસારી અસર્વશને અજ્ઞાની કહે તો પણ એ જીવ નિશ્ચયથી કર્મપ્રકૃતિના સંસર્ગમાં કેવી રીતે પડી શકે ? નિશ્ચયનયે એ કર્મબંધમાં ક્યાંથી પડી શકે ? વળી એને કર્મબંધના હિસાબે સંસારના દુઃખ ભોગવવાનું નિશ્ચયમતે ક્યાંથી હોય ? કેમ કે સંસારના દુઃખ એટલે નરક-તિર્યંચ ગતિમાં બીજાઓ તરફથી થતા કાપાકાપી-મારપીટ-ત્રાસ-જુલ્મ વગેરેના દુ:ખો; એ તો પરકૃત થયા. તે જીવને વેઠવાનું નિશ્ચયનયે શાનું હોય ? આ બધા પ્રશ્નના સમાધાન માટે વ્યવહારનય જ પકડવો પડશે. વ્યવહારનો જ ઉપકાર માનવો જોઇશે કે જે આ બધાની ઘટિત વ્યવસ્થા કરી આપે છે. વળી જુઓ ગાથા ૧૫૭મીમાં વિવેચે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ છે કે ‘રાગી' જીવ કર્મ બાંધે છે. આ જિનોપદેશ છે. તેથી કર્મમાં રાગ ન કરો.' આમાં શું આવ્યું ? વ્યવહારનું સમર્થન. જીવ કર્મ બાંધે એ તો વ્યવહારનયની માન્યતા છે. નિશ્ચયનયને તો પરદ્રવ્યની અસર ખપતી નથી. (૧૭) સમયસાર ગાથા ૨૭૨માં કહે છે જીવને પરના નિમિત્તથી જે ભાવો થાય તે વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય પરાશ્રિત કહેવાય.' આમાં એટલું તો કબૂલ્યું કે જીવને ૫૨નું નિમિત્ત લાગે; તેમજ તેથી જીવમાં ભાવો થાય. આ માન્યતા વ્યવહા૨મતની છે. વ્યવહારનયે જ પ૨નું નિમિત્ત લાગે; અને તે નિમિત્તે જીવમાં ભાવો થાય. એટલે વ્યવહાર કાંઇ અસત્ય વસ્તુ નથી કહેતો. એનું કહેલું આ જગતમાં અનાદિકાળથી સર્વ જીવોમાં અને જડમાં બની આવે છે. એમ, મોક્ષ માટેના પ્રાથમિક પ્રારંભમાં પણ વ્યવહારનું જ કહેલું કરવું પડવાનું છે. એટલે વ્યવહારદષ્ટિ પણ પ્રબળ દિષ્ટ હોઇને એની કે એના પ્રરૂપકની નિંદા કરવી તે સરાસર અજ્ઞાન, દ્વેષ અને સત્યનો અપલાપ છે. (૧૮) સમયસાર ગાથા ૩૨૮માં કહે છે કે પરિણામપરિણામીની ભેદ-દૃષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપી પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદૃષ્ટિમાં ચેતના માત્ર જીવ વસ્તુ છે.' એના વિવેચનમાં જણાવે છે કે ‘કોઇ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે. તેઓ આત્માના ઘાતક છે; ‘આત્મા કથંચિત્ કર્તા છે', એવી જિનવાણીના વિરોધક છે.’ જૈન મતે આત્મા કર્તા, અકર્તા બંનેય ઃ તેથી જ વ્યવહાર પણ સાચો - અહીં પણ ખુદ સમયસાર ગ્રંથે જ નિશ્ચય-વ્યવહાર બંનેને કેવો સુંદર સરખો ન્યાય આપ્યો ? નિશ્ચયમતે પરિણામ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧૬ A પરિણામમાં અભેદ છે. વ્યવહારમતે એ બેની વચ્ચે ભેદ છે. વસ્તુનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહાર ઉભય દૃષ્ટિથી નિર્ણત થાય છે. અહીં પરિણામી આત્મા છે. પરિણામ એના પર્યાયો છે. માટે આત્મા અને એના પર્યાયો (અવસ્થાઓ) વચ્ચે ભેદ, અભેદ બંનેય છે. સોનાનો દાખલો લઈએ તો સોનામાં જે લગડીપણું નીકળી જઈ કંઠીનો ઘાટ (પરિણામ) થાય છે તે હિસાબે સોનું એ પરિણામી કહેવાય; ને કંઠીપણાનો પર્યાય એ પરિણામ કહેવાય. એવું જીવમાં મનુષ્યપણું વગેરે જે છે તે પરિણામ છે; ને જીવ એ પરિણામવાળો એટલે કે પરિણામી છે. અહીં નિશ્ચય વ્યવહાર બંનેથી વિચારીએ ત્યારે જ આત્મામાં ચૈતન્ય, સ્વભાવ, વિભાવ, બંધ, મોક્ષ વગેરે વસ્તુસત્ ભાવોની સંગતિ થઈ શકે. એકલા નિશ્ચયમતે તો પરિણામોનો અભેદ હોવાથી વિભાવ, બંધ, મોક્ષ વગેરે ચેતનથી અભિન્ન, જુદું કાંઈ જ નહિ. જે છે તે માત્ર ચેતન છે. તેથી આ તિર્યચ, આ મનુષ્ય, આ જીવ સંસારી, આ મુક્ત, એવો ભેદ રહેતો નથી; અને એવું કેમ મનાય ? તો તો પછી મોક્ષમાર્ગની સાધના જ ઉડી જાય. આ કારણે એમણે જ કહ્યું કે કોઈ નિશ્ચયનો એકાંત પકડનારાઓ જીવને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માની એકાંતે કર્મનો અકર્તા જીવને કહે છે. પણ તે ખોટું કરે છે. કેમ કે એમ કહીને એ આત્માનો જ ઘાત કરનારા અર્થાત્ આત્માના ક્રમિક સ્વભાવવિભાવ પર્યાયને ઉડાવે છે; આત્માનો સહજ સ્વભાવ જે ક્રમે ક્રમે પુરુષાર્થથી પ્રગટ થતો આવે છે, તેનો વિરોધ કરે છે. કેમ કે નિશ્ચયમતે તો જીવમાં પૂર્ણ સ્વભાવ, પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ અનંતજ્ઞાન સદા ઊભું જ છે. પછી એને ક્રમે પ્રગટ થવાનું ક્યાં રહ્યું ? ક્રમે પ્રગટ થવા માટે તો વ્યવહાર દૃષ્ટિની સહાય લેવી પડે. આમ પ્રત્યક્ષસિદ્ધ અને વાસ્તવિક, એવા ભિન્ન ભિન્ન આત્મ-પરિણામોનો જ અપલાપ કરવો. એટલે તો આત્માનો Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જ અપલાપ કરે છે. તેથી એ આત્માના ઘાતક કહેવાય. વળી શ્રી જિનવચન તો અનેકાંતપ્રતિપાદક છે, તેથી આત્માને કર્તાઅકર્તા ઉભય સ્વરૂપ માને છે. પછી ‘કર્તા નથી’ એમ કેમ કહેવાય ? એમ કહેવા જતાં તો ખુદ જિનવચનના વિરોધ કરનારા બનવું પડે ! વ્યવહારની આટલી બધી પ્રમાણ સિદ્ધતા અને ઉપયોગીતા હોવા છતાં, વ્યવહાર સામે બખાળા કાઢવા, એ નરી અજ્ઞાન દશા છે. જિનમત માનવો અને વ્યવહારને નિંદવો એ ‘માતા મારી વન્ધ્યા છે', કે ‘હું મૂંગો છું' એમ બોલવા જેવું છે. એને તો ‘વદતો વ્યાઘાત’ કહેવાય. જિનવચન સારી રીતે વ્યવહારને પોષે છે, કેમ કે એ જુએ છે કે બાહ્ય વ્યવહારથી જીવોમાં વિચિત્ર પરિણામો જન્મે છે; પછી એનો ઇન્કાર કેમ કરાય ? અલબત્ત, નિશ્ચયની વસ્તુ ખોટી નથી; પણ તે પદાર્થના મૂળ સ્વરૂપ, મૂળ સ્વભાવ પૂરતી સાચી છે. બાકી મૂળમાંથી જે વિકારભાવ થયો અને એના ઉપર લોકમાં બધી વાસ્તવિક રીતભાત ચાલે છે, માત્ર કલ્પનાની રીતભાત નહિ, તેનો ખુલાસો વ્યવહારનયથી જ મળી શકે. તેથી વ્યવહારનયનો વિષય પણ સાચો જ છે, કાલ્પનિક નથી. માટે જ વ્યવહારનય પણ સાચો જ છે. વ્યવહારને જે અસદ્ભૂતાર્થ કહ્યો છે, તે નિશ્ચયની અપેક્ષાએ સમજવાનું છે; બાકી લોક વ્યવસ્થાની અપેક્ષાએ તો સદ્ભૂતાર્થ જ છે. (૧૯) ‘નિયમસાર’ની ગાથા ૫૩માં કહ્યું છે, ‘સમ્યગ્દર્શનમાં બાહ્ય નિમિત્ત જિનવાણી અને તજ્ઞ પુરુષ છે...' આ પણ શાનું કથન છે ? નિશ્ચયનું નહિ, વ્યવહારનું છે. નિશ્ચયનયે તો આત્મામાં સમ્યગ્દર્શન પડ્યું જ છે, તો એને ઉત્પન્ન જ ક્યાં કરવાનું છે કે જેથી બાહ્ય કે આત્યંતર નિમિત્તની જરૂર પડે ? છતાં અહીં સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવા માટે જિનવાણી અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનવાણીના જ્ઞાતા પુરુષની આવશ્યકતા બતાવી. એ મળે તો સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ શકે; એટલા માટે જિનવાણી શ્રવણ અને જ્ઞાતા પુરુષના સત્સંગનો વ્યવહાર આદરવાની જરૂર કહી. તો નવો મત કાઢનાર શું આ કહેનારને વ્યવહારમૂઢ ગણે છે? પ્ર0 - પણ આ વ્યવહાર તો આટલો જ ને ? ત્યારે શ્વેતાંબરો જે વ્યવહારને વળગી બેઠા છે તે તો લાંબોલચક નિરર્થક વ્યવહાર છે; તેથી એ વ્યવહારમૂઢ કેમ નહિ ? ઉ0 - (૨૦) ઉપર કહેલી નિયમસારની ગાથા જેટલો જ વ્યવહાર નવા પંથને માન્ય દિગંબરોએ નથી કહ્યો. વિશેષ પણ ઘણો કહ્યો છે. ભગવતી આરાધના, શ્રાવકરત્ન કરંડકાચાર, પ્રવચનસાર વગેરેમાં સારી રીતે વ્યવહાર આચરવાનો વિસ્તાર બતાવ્યો છે. દા.ત. જુઓ પ્રવચનસાર ગાથા ૨૬ ૮. निच्छिदसुत्तत्थपदो समिदकसायो तवोधिगो चावि । लोगिगजપસંmi | ગદ્ર નહિ, રંગો સૂત્રાર્થપદના નિર્ણયવાળો, શમિતકષાય, તે તપથી અધિક છતાં જો લૌકિક જનનો સંસર્ગ ન છોડે તો તે સંયત નથી. અલ્યા ભાઈ ! ચારિત્રને - સંતપણાને નિશ્ચયથી શું આત્મસ્વરૂપની રમણતા સાથે સંબંધ છે કે બાહ્યથી લૌકિક સંસર્ગના ત્યાગ સાથે ? શું ભરત ચક્રવર્તી જેવાને લૌકિક સંસર્ગની વચમાં કેવળજ્ઞાન નથી થયું ? છતાં એ કેવળજ્ઞાન મેળવવાના રાજમાર્ગ નથી; રાજમાર્ગ તો લૌકિક સંસર્ગનો ત્યાગ કરી અઠ્ઠાવીસ મૂળગુણના પાલનનો વ્યવહાર માનો છો. તો પછી સારી રીતે વ્યવહારનો વિસ્તાર આચરવાનું પ્રવચનસાર' ગ્રંથ પણ ક્યાં નથી કહેતો ? તો શું એના કર્તાને વ્યવહારમૂઢ કહો છો ? Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્ર૦ - એ તો પાછા વ્યવહારનું ખંડન કરી સદ્દભૂત નિશ્ચયમાર્ગને સ્થાપે છે તેથી વ્યવહારમૂઢ શાના ? ઉ૦ – તો એમ તો પૂ. ઉ0 શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચયનું સ્થાપન ક્યાં ઓછું કર્યું છે ? અનેકાનેક સ્થળે એમણે કેવળ વ્યવહાર પકડી બેસનારને ખાંડ્યા છે; અને નિશ્ચયમાર્ગની અતિ ઉંચી આવશ્યકતા બતાવી છે. પછી કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ, તો એ ય વ્યવહારમૂઢ શાના? છતાં કહેતા હો તો તમારું હૃદય એ મહાપુરુષ અને એમના સત્યમાર્ગ પ્રત્યે દ્વેષભર્યું છે. (૨૧) દિગંબરના “ચારિત્રપાહુડ' ગ્રંથની ગાથા ૩૪૧ - સુvUITયાર નિવાસી...” વાળી ગાથામાં ત્રીજા મહાવ્રતની ભાવનામાં લખ્યું છે કે નિગ્રંથ શૂન્ય-ઘરમાં નિવાસ કરે; બીજાએ ત્યજેલા ઘરમાં રહે; બીજાના ઉપરોધ-અવરોધ વિનાના ઘરમાં રહે...” આ સ્પષ્ટ વિસ્તૃત વ્યવહાર આચરવાનો આદેશ નથી તો શું છે ? (૨૨) વળી એમને ત્યાં કહ્યું છે કે “શુદ્રના હાથનું જલ ત્યજે પણ ઉદિષ્ટ આહાર લે એ મુનિ નથી.' - આ પણ વ્યવહાર છે કે મુનિએ શુદ્રના હાથનું પાણી ન લેવું; તેમજ ઉદિષ્ટ એટલે કે સાધુના ઉદ્દેશથી બનાવેલો આહાર ન લેવો. હવે એમને પૂછીએ કે તમારે ત્યાં ભલા ! પોતાના આંતર પરિણામ શુદ્ધ હોય તો શુદ્રનું પાણી કે ઉદિષ્ટ આહાર અજાણમાં લેવાઈ ગયો તેથી શું બગડવાનું હતું ? અને એ ન લેવાનો બાહ્ય વ્યવહાર કદાચ સાચવ્યો પણ આંતર પરિણામ શુદ્ધ નથી તો એ બહારના વ્યવહારથી શું સુધરી જવાનું ? છતાં વ્યવહાર વિના નિશ્ચય નથી પહોંચાતું, માટે તો વ્યવહાર પર ભાર મૂકે છે; ત્યાં વ્યવહારમૂઢતા નથી માનતા ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ (૨૩) વળી કહે છે કે ‘ઉત્તમદાન કર્યું ? શાસ્રદાન.' અરે! બંધનો આધાર તો પરિણામ ઉપર છે, ક્રિયા ઉ૫૨ નહિ. તો એમને વળી દાન શા ? ને શીલ શા ? પણ અહીં તો શાસ્ત્રદાનને ઉત્તમ ગણી આદરણીય માન્યું. એમાં તો શાસ્ત્રનું દાન કરનારનો ભણાવવા-સમજાવવા વગેરેનો વ્યવહાર, અને એ દાન લેનારથી શાસ્ર સાંભળવા, પ્રશ્ન શંકા પૂછવી વગેરે બાહ્ય ક્રિયાનો કરાતો વ્યવહાર એવો રીતસર વ્યવહાર માન્ય કર્યો. 1 (૨૪) એવા તો એમણે અવશ્ય આચ૨વાના અનેક વ્યવહાર માન્યા છે. દા.ત. મુનિએ બાહ્ય ઉપસર્ગ - પરિષહને સહવા જ જોઇએ. મુનિએ શહે૨માં રહેવું ન જોઇએ... રજસ્વલા સ્ત્રી મંદિરમાં ન જઇ શકે... લોચાદિ કષ્ટ અને બાહ્ય તપો આચરવા જ જોઇએ... (૨૫) દિગંબરી યજ્ઞાનાર્ગવ' ગ્રંથમાં લખ્યું છે કે - 'अन्तर्बाह्यभुवोः शुद्धयोगाद् योगी विशुद्ध्यति । न ह्येकपत्रमालम्ब्य व्योम्नि पत्री विसर्पति ॥' આંતર અને બાહ્ય બેઉ ભૂમિકાના શુદ્ધ યોગથી યોગી શુદ્ધ બની શકે છે, (પણ બેમાંથી માત્ર એકના શુદ્ધ યોગથી નહિ.) જેમકે, પક્ષી એક પાંખથી ગગને ઊડી શકતું નથી.' બાહ્ય ભૂમિકાનો શુદ્ધ યોગ એટલે બાહ્ય શુદ્ધ આચાર - મર્યાદાઓનો વ્યવહાર; એની પણ પુરી આવશ્યકતા માની એ ય નવો પંથ કાઢનારના હિસાબે તો વ્યવહારમૂઢતા જ ઠરશે ને ? - (૨૬) ‘પંચાધ્યાય’માં લખ્યું છે કે ‘જેમ જેમ વિશુદ્ધિની અંતઃપ્રકાશક વૃદ્ધિ થતી આવે છે, તેમ તેમ ઇન્દ્રિયોની વિષયો પ્રત્યે ઉપેક્ષા થાય છે.' અર્થાત્ આંતર નિશ્ચયની બાહ્ય વ્યવહાર પર અસર પડે છે. ઇન્દ્રિયો જે આજ સુધી વિષયો પ્રત્યે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ દોડવાના વ્યવહારવાળી હતી તે હવે વિષયોથી પાછી હઠવાના વ્યવહારવાળી બને છે. આવું બને તો જ અંદરનો નિશ્ચયધર્મ સાચો. આમ અહીં આ વ્યવહારને આવશ્યક કહ્યો; ત્યારે નવા પંથીને નિશ્ચયની કોઇ અસર વ્યવહારમાં ઉતારવી નથી. કેમ કે તો તો પછી પાપવ્યવહારો છોડવા પડે ને ? પછી એમના ભક્તોને ખાનપાનની લહેર, ધંધાધાપાની ધમાલ, વ્રતપચ્ચકખાણ વિનાની નિરંકુશ મનગમતી સ્થિતિ... વગેરે મૂકવું પડે ને ? અને એવું જો મૂકાવવામાં આવે તો એ લહેરી લાલા ભગતોમાંનો કોણ પછી ત્યાં ઊભો રહેવાય તૈયાર હોય ? (૨૭) ‘ભાવપાહુડા’ ગાથા ૭૩માં કહ્યું છે કે ‘મુનિ પહેલાં મિથ્યાત્વાદિ દોષનો ત્યાગ કરીને ભાવથી નગ્ન થાય છે, પછી દ્રવ્યથી જિનાજ્ઞા મુજબ દ્રવ્ય લિંગ બની (બાહ્ય નગ્નતા સાથે મોરપીંછ) પ્રગટ કરે છે.' અર્થાત્ અંદરખાને સમ્યગ્દષ્ટિ અને મહાવિરાગી બની સંસા૨થી અલિપ્ત થઇને બહારથી કપડાં મૂકી દઇ નગ્ન થાય છે; અને મુનિ તરીકેના વ્યવહાર આચરતો પૃથ્વી પર વિચરે છે. આમાં વ્યવહારની ક્યાં ઓછી મહત્તા છે ? નહિતર તો બહારથી નગ્ન થવાનું અને મુનિપણાના આચાર પાળવાનું કામેય શું હતું ? અંતરથી નિશ્ચયનયની નગ્નતા આવી ગઇ તો કામ થઇ જવાનું ! પણ ના, જાણે છે કે બાહ્ય અશુભ વ્યવહાર ટાળી શુભ વ્યવહારમાં રચ્યો-પચ્યો રહેશે તો એ ક્રમે કરીને અપ્રમત્તતા વગેરે ગુણસ્થાનકો ચઢી કર્મક્ષય કરી સિદ્ધ બની શકશે. નહિ કે અંતરની નિશ્ચયની જપમાળા માત્રથી. (૨૮) દિગંબરીય ‘પંચલબ્ધિ’ ગ્રંથમાં લખ્યું છે કે ‘પદાર્થના બે ધર્મ છે – સામાન્ય અને વિશેષ. આ બંનેને માને તે જ્ઞાની છે. પણ એક સામાન્ય અર્થાત્ નિશ્ચય નયને જ માને તે અજ્ઞાની છે, એકાંત મિથ્યાર્દષ્ટિ છે. નિશ્ચયાભાસી મોઢે બડી બડી વાતો કરે છે, પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ૨ રાગદ્વેષ છોડવા તરફ એમનું લક્ષ નથી. એ તો પુણ્યભાવ છોડવાનું કહે છે. એમ કરી સારી પ્રવૃત્તિ છોડી અશુભાશ્રવની નિરર્ગલ પ્રવૃત્તિ કરી નરક નિગોદમાં જઈ પડે છે. આમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંનેને માનવાનો કેવો સરસ અનેકાંતમાર્ગ બતાવ્યો, તેમજ એકલો નિશ્ચય નિશ્ચય કૂટનારા એ વસ્તુગત્યા સાચા નિશ્ચયવાદી નથી પણ નિશ્ચયનો આભાસ એટલે કે નિશ્ચયની ભ્રમણાવાળા છે; માટે જ અજ્ઞાન છે અને પ્રવૃત્તિ પણ અજ્ઞાનતાથી કરે છે. કેમ કે જે પુણ્યની પ્રવૃત્તિઓ અને પુણ્યના આચાર વ્યવહાર જે ખરી રીતે પુણ્યબંધ અને પાપક્ષય બંનેનો લાભ આપે છે, તેમજ આત્માને અધિકાધિક ગુણોની ઉન્નતિનો અભ્યાસ પાડે છે, તથા સારી પ્રવૃત્તિમાં રાખીને જીવના ખોટી પ્રવૃત્તિના કુસંસ્કારનો હૃાસ કરે છે, તે પુણ્યપ્રવૃત્તિને નકામી ગણવી અને આચરવામાંથી ઉડાવી દેવી તે અજ્ઞાનતા નહીં તો બીજું શું ? વળી નિશ્ચયની વાત કરવા છતાં અંતરના રાગદ્વેષ એમજ ઊભા રાખે છે. કારણ રે રાગદ્વેષને પોષનારા જગતના સંયોગો એમજ સેવ્યે જાય છે ત્યાં રાગદ્વેષ ક્યાંથી ઓછા થાય ? માટે જ વ્યવહારમાર્ગની ઘણી ઘણી આવશ્યકતા છે જ. એનો ત્યાગ કરીને, તેમજ ઉપરથી માર્ગસ્થને વ્યવહારમૂઢતાની ગાળ દઇને નરક નિગોદની સ્થિતિ ઊભી કરે એમાં શી નવાઈ ? (૨૯) “પ્રવચનસાર' ગાથા ૨૦૮થી જુઓ કે આટલા બધા બાહ્ય વ્યવહારનો વિસ્તાર બતાવ્યો છે - वदसमिदिदिय - लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदि भोयणमेगभत्तं च ॥ . एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता । तेसु पमत्तो समणो छेदोवठ्ठाणगो होदि ॥ અર્થ - પાંચ વ્રત - પાંચ સમિતિ - પાંચ ઇન્દ્રિયનિગ્રહ – Page #166 -------------------------------------------------------------------------- ________________ =૧૨૩૬ ( ૧ ૨૩ લોચ – છ આવશ્યક – અવસતા – અજ્ઞાન - ભૂમિશયન - દાતણ ન કરવું - ઊભા ઊભા (હાથમાં જ) ભોજન – દિવસમાં એક જ વાર ભોજન. સાધુના આ અઠ્ઠાવીસ) મૂળગુણ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા છે. એમાં પ્રમાદ (ભૂલ) કરનારો સાધુ ચારિત્રપર્યાયના છેદ કરાવાપૂર્વક ફરી વ્રતમાં ઉપસ્થાપનીય બને છે. આમાં ક્યાં વ્યવહારની આવશ્યકતાની કમી રાખી છે ? તો શું આ લખનારા પ્રવચનસારકર્તા વ્યવહારમૂઢ છે ? અથવા શું આ બધું લખવા છતાં આ ન આદરવા કહે છે ? અને શું આના વિનાજ માત્ર નિશ્ચય સાધનાથી મોક્ષ મળે છે એવું કહે છે ? ના, મોક્ષ-માર્ગની વાસ્તવિક આવશ્યક સાધન તરીકે જ આ બધો વ્યવહાર જરૂર જરૂર આચરો, એમ કહે છે. એ વિના મોક્ષ નહિ થાય એમ કહે છે. એકલા નિશ્ચયની રટણાથી કશું નહિ વળે એમ કહે છે. તો પછી શ્વેતાંબર આચાર્યો પણ એમ જ વ્યવહારમાર્ગને વાસ્તવિક અને અવશ્ય આદરણીય કહે એમાં શું ખોટું કહે છે, કે જેથી એમને વ્યવહારમૂઢ કહેવા નવો પંથ કાઢનાર પ્રેરાય છે ? જુઓ કે, (૩૦) ઉપરની જ ગાથાની અમૃતચંદ્રીય ટીકામાં લખ્યું છે કે “નિર્વિકલ્પ અવસ્થાના અર્થીએ પણ તે અવસ્થા ન આવે ત્યાં સુધી સવિકલ્પ સામાયિકના આ ગુણો બરાબર પાળવા.” કેવું સુંદર વ્યવહારનું સમર્થન ! આ ગુણો કાંઈ અંદરથી પાળવાના અને બહારથી જુદું, એમ ઢોંગ નથી કરવાનો. ‘બહારથી ચૂલોદુકાન-ઘરકામ વગેરેના આરંભ-સમારંભ ભલે ચાલુ રહે, પણ અંદરખાને આત્માના નિશ્ચય શુદ્ધ પરિણામને ઓળખી અહિંસક ભાવમાં રહેવાનું; બહારથી ગમે તેમ ચાલવું-બોલવું-લેવું-મૂકવું, પણ અંદરખાને ઇર્યાસમિતિ ભાષાસમિતિનો ઉપયોગ રાખવાનો; Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪ ભલે બહાર ઈન્દ્રિયો વિષયોના સંબંધ રહે, પણ અંદરથી વિષયોથી અલિપ્ત, અનાસક્ત યોગી જેવા રહેવાનું... એથી જ કલ્યાણ થશે.' - આવો ઉપદેશ ઉપરની પ્રવચનસારની ગાથા અને ટીકાનો નથી. હોય તો નિશ્ચયપંથીઓ જણાવે. છતાં એકાંત નિશ્ચયવાદીઓને એવું બહાર જુદું અને અંદર જુદું ચલાવવું છે અને પાછું કર્તવ્ય મનાવવું છે ! બાકી ઉપર લખ્યું તેમ અમૃતચંદ્રીય ટીકાનું એ કહેવું છે કે નિર્વિકલ્પ દશા જરૂર પામવા યોગ્ય છે, પરંતુ એ એકદમ નહિ મળે કે એકાએક નહિ આવે. અલબત્ત એની અભિલાષા જરૂર રાખવાની. પણ સાથોસાથ ગાથામાં બતાવેલ અઠ્ઠાવીસ મૂળ ગુણો, મૂળ આચારો જરૂર આચરવાના. વળી એ પણ કહ્યું કે આ ગુણો, સવિકલ્પ અવસ્થાના છે. એટલે ? એટલે એ કે, સવિકલ્પ અવસ્થા પણ આદરણીય છે; એ અવસ્થાની કરણી પણ અવશ્ય કરવી જોઇએ. તો જ એ કરતાં કરતાં નિર્વિકલ્પ અવસ્થાના ધ્યેય સાથે નિર્વિકલ્પ દશામાં પહોંચી શકાય. વાત પણ બરાબર છે. કેમ કે હજી જ્યાં સુધી એ ઉંચી અવસ્થા આવી નથી, ત્યાં સુધી જો મૂળ આચારો પાળવાના વ્યવહારમાં ન રહે તો શું કરશે ? એજ કે જે અનાદિ કાળથી કરતો આવ્યો છે. અર્થાત્ વ્રતથી અહિંસાઅપરિગ્રહાદિની પ્રવૃત્તિને બદલે અવિરતિથી હિંસા (આરંભસમારંભ) પરિગ્રહાદિની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહેવાનો. ભલે કદાચ અંદરથી આત્મસ્વરૂપ વિચારવા અને વીતરાગી દશા કેળવવાનો અભ્યાસ કરશે પણ તેથી શું ? કેમ કે આત્મસ્વરૂપનો વાસ્તવિક વિચાર તો જડની પ્રવૃત્તિથી ઘણો ઘણો સહેજે પાછો હઠાવી દે; સાચી વીતરાગી દશાની કેળવણી તો રાગપોષક ધૂમ પ્રવૃત્તિઓ પર ધરખમ કાપ મૂકાવી દે. એવું જ બહારથી પાંચ સમિતિમાં ન પ્રવર્તનારો ગમે તેમ ચાલવા-બોલવા ખાવામાં પડશે. એવી આચારના અભાવે બીજી ઇન્દ્રિય Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પરવશતા-સુખશીલતા-સ્નાન-સુંવાળી શય્યા ચાંદીના થાળમાં અનેકવારના ભોજન વગેરેની પ્રવૃત્તિ આત્માનું શું શું અધઃપતન નહિ કરે? આત્માના અધિકારી અને જડથી મુક્ત શુદ્ધ સ્વરૂપનો જે વિચાર કરવો છે એની વાસ્તવિક અનુકૂળતા ક્યાં એ સમજવા જેવું છે. શું એ અનુકૂળતા વિકારક પ્રવૃત્તિ-પદાર્થો અને પ્રસંગોમાં કે એનાથી રહિત દશામાં ? શું એ બહુ જડના ઘેરાવામાં કે જડથી બહુ અલિપ્ત-દૂર રહેવામાં ? (૩૧) પ્રવચનસાર ગાથા ૨૨૯માં લખે છે કે - एक्कं खलु तं भत्तं, अपडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खण दिवा, ण रसावेक्खं ण मधुमंसं ॥ ગાથાનો અર્થ – “એકવાર ભોજન, તે પણ ઉનોદરી અને જેવું મળ્યું તે જ; વળી ભોજન માટે ભિક્ષાર્થે જવાનું; તે પણ દિવસના; એમાં રસની અપેક્ષા નહિ રાખવાની તેમ મધ-માંસ નહિ વાપરવાના.” (૩૨) અમૃતચંદ્રીય ટીકામાં લખે છે કે “દોષિત આહાર નહિ લેવાનો... દ્રવ્ય હિંસા ભાવહિંસાનું કારણ છે.” હવે આમાં પણ જુઓ કે ઠેઠ નિગ્રંથ અવસ્થાએ પહોંચેલ મુનિને પણ કેવા કડક વ્યવહાર પાળવાનું સુંદર પ્રતિપાદન કર્યું. હવે આપણે નવો પંથ કાઢનારને પૂછીએ કે - “મહાનુભાવ ! જેણે ઘર છોડ્યા, કુટુંબ છોડ્યું, સંપત્તિ છોડી, આખો સંસાર ત્યજયો અને આત્મભાવમાં લીન રહે છે, એને હવે એક ભોજન શા અને ઉનોદરી શી ? એને ભિક્ષા માટે જવું જ પડે એ શું, અને દોષિત એટલે કે સાધુ-નિમિત્તે બનેલો આહાર ન જ લેવાય એ શું ? આ બધા બાહ્ય વ્યવહારની શી જરૂર ? હવે એ બે વાર - ત્રણ વાર ખાય તોય એને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નિશ્ચય સાધનામાં શો વાંધો આવવાનો હતો ? નિગ્રંથપણું ક્યાં ખોવાઇ જવાનું હતું ? ઉનોદરીને બદલે પૂરું ભેટ ભરે તોય આત્યંતર સાધુતા-સર્વવિરતિને અને આત્માની આંતરિક જાગૃતિને શું નડવાનું હતું ? શું પૂર્વે અનંતીવાર આવા દૈનિક એક ભોજન અને ઉત્તોદરીના વ્યવહાર નથી પાળ્યા ? જેમ શ્રાવકપણાના પ્રભુભક્તિ-પૂજા, સામાયિક, વ્રત પચ્ચક્ખાણ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અનંતીવા૨ કરી તેમ સાધુપણાની ક્રિયાઓ પણ અનંતીવાર કરી છે તો પછી તમારા મતે તો એ બધી નકામી અને મોક્ષમાર્ગની બહાર છે. તો પછી અહીં કેમ તમારા જ માનેલા મહાશાસ્ત્રમાં એક ભોજનાદિ બાહ્ય ક્રિયા, બાહ્ય વ્યવહાર ઉપર આટલો બધો ભાર મૂક્યો ? શું એ કહેનાર કુંદકુંદાચાર્યનેય તમે વ્યવહારમૂઢ કહેવા તૈયાર છો ? ના, તો પછી સન્માર્ગસ્થ શ્રી સુધર્મા ગણધર મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહારાજને વ્યવહારમૂઢ કહેવાનું ભયંકર પાપ કેમ કરી રહ્યા છો ? ખરી રીતે તો એ જુઓ કે મહાવિદેહ ક્ષેત્રમાં જઇને ખુદ તીર્થંકરદેવ શ્રી સીમંધર ભગવાનના શ્રીમુખેથી મોક્ષમાર્ગના આદેશને લાવનાર તરીકે તમે માનેલા કુંદકુંદાચાર્યે ઉપર બતાવેલી પ્રવચનસારની ત્રણ ગાથામાં ખરેખર વ્યવહાર પોષ્યો; સંસારના પાપથી બહાર નીકળી જઇ નિગ્રંથ બની એક માત્ર આત્મસ્વરૂપના ચિંતનમાં સમસ્ત જીવનકાળ પસાર કરનારા માટે પણ એ અઠ્ઠાવીસ પ્રકારનો મૂળાચાર અને આવા ઉનોદરી, રાત્રે નહિ પણ માત્ર દિવસે જ ભોજન, રસનિરપેક્ષતા, ઇત્યાદિ બાહ્ય આચાર વ્યવહારો પાળવા આવશ્યક બતાવવા; ન પાળે તો આત્મકલ્યાણ ન થાય એમ સૂચવ્યું; તો પછી જે ગૃહસ્થો સંસારના ભરચક પાપમાં પડ્યા છે, એને શું કોઇ જ શુભ Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭ વ્યવહારની જરૂર નહિ ? એ માત્ર તમે માનેલો વ્યવહાર નકામો, વ્યવહાર અસત્યાર્થ, નિશ્ચય સત્યાર્થ' એવી એવી રટણાથી અને નિશ્ચય સાધનાના જ ઢોંગથી જ વીતરાગી દશા કેળવી કેવળજ્ઞાન અને મોક્ષ પામી જશે, એમ ? બહુ ઉંચે ચઢેલા નિગ્રંથનેય હજી ઉંચે જવા માટે કડક વ્યવહારની જરૂર છે, તો અઢાર પાપસ્થાનકના ખાડામાં પડેલા ગૃહસ્થને કડક કે પોચા શુભ વ્યવહારની શું જરૂર જ નથી ? નથી લાગતું કે ગૃહસ્થોને શુભ વ્યવહારથી વંચિત રાખી કસાઈ કરતાં પણ અનેકગણું ભયંકર એનું ખૂન તમે કરી રહ્યા છો ? કેમ કે શુભ વ્યવહાર ત્યજી અશુભ વ્યવહારમાં આત્માને રગદોળી એને અનુરુપ આંતરિક પાપવૃત્તિઓ સેવીને નરકાદિ દુર્ગતિમાં અસંખ્ય મૃત્યુની ભયાનક પીડાઓ પામશે. જે કુંદકુંદાચાર્ય વગેરે ઉપદેશકો મોક્ષસાધકોને વ્યવહાર અવશ્ય આચરવા કહે છે. તે તો સાચે જ વ્યવહારમૂઢ નથી, પરંતુ તમે શું ખરેખરા નિશ્ચયમૂઢ નથી?” એ જુઓ કે જો કુંદકુંદાચાર્ય વગેરે ઉપદેશકો મોક્ષ સાધકોને બાહ્ય વ્યવહારમાર્ગ અવશ્ય આચરવા કહે છે, તો તે તો નિશ્ચયમૂઢ નહિ કહેવાય, પણ તમે બાહ્ય વ્યવહારને નિંદી એકાંત નિશ્ચયમાર્ગનું એટલે નિશ્ચયાભાસનું આરાધન બતાવો છો તો તમે તો અવશ્ય નિશ્ચયમૂઢ છો. Page #171 -------------------------------------------------------------------------- ________________ સમયસારાદિ ગ્રંથમાં નિમિત્તની અસરનું સમર્થન (તથા એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસરનું સમર્થન) અત્યાર સુધીમાં નવા મતના સમયસાર-પ્રવચનસારાદિ ગ્રંથોના જ આધાર બતાવી બાહ્ય વ્યવહારની આવશ્યકતા સાબિત કરી. તેમજ પૂર્વે નવો પંથ કાઢનાર અને એમના અનુયાયીઓ કેટલો બધો બાહ્ય વ્યવહાર પોતાના માનેલા ઇષ્ટની સિદ્ધિ અર્થે આચરે છે તે પણ બતાવ્યું હતું. વળી સાથે એ પણ બતાવ્યું હતું કે નિમિત્તની ઉપાદાન પર અર્થાત્ એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસર થવાનું સમજીને જ એ લોકો કેટકેટલી પ્રવૃત્તિ કરે છે અને એનું તેવા પ્રકારનું ફળ પણ કેવું કેવું દેખે છે. હવે એ બતાવવું છે કે એ જ સમયસારાદિ ગ્રંથોમાં (૧) નિમિત્તની અસર એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કેવી કેવી બતાવી છે, (૨) કાર્યને નિમિત્ત કારણની પણ કેવી અપેક્ષા રહે છે; અને (૩) સાધકે નિમિત્તનું અવલંબન કરવાનું કેવું કેવું ફરમાવ્યું છે ! (૧) નવા પંથવાળા કહે છે કે કુંદકુંદાચાર્યે ખુદ સીમંધર ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળીને એ ભગવાનના વચનના આધારે જ સમયસારાદિ ગ્રંથ રચ્યા. કહો, આમાં નિમિત્તની પ્રબળ અસર આવી કે નહિ ? કેમકે ભગવાનના શબ્દ એ જુદું દ્રવ્ય છે, કુંદકુંદાચાર્યનો આત્મા એ જુદું દ્રવ્ય છે અને ગ્રંથલેખનમાં મષીના પુદ્ગલ એ અલગ દ્રવ્ય છે. છતાં એ કહે છે કે પ્રભુના શબ્દના આધારે જ આચાર્યે ગ્રંથ લખ્યો. અર્થાત્ ગ્રંથ નિર્માણરૂપ કાર્યનું ઉપાદાન તો મષી પુદ્ગલો છે, પરંતુ એ કાર્ય થવામાં પ્રભુના શબ્દ પુદ્ગલરૂપી પરદ્રવ્યે પ્રબળ અસર કરી. એવી રીતે, એમાં જે કુંદકુંદાચાર્યની વિશેષતા ગાય છે ત્યાં પણ આચાર્યના આત્મદ્રવ્યરૂપી નિમિત્તે ગ્રંથરચનાના કાર્યમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ સમયસાર પ્રબળ અસર કરી. “ભરતક્ષેત્રમાંથી બીજો કોઈ મહાવિદેહમાં જઈ આ રીતે ગ્રંથ ન રચી શક્યો, તે કાર્ય કુંદકુંદાચાર્યું કર્યું.' - એવી માન્યતા સૂચવે છે કે ગ્રંથની રચનામાં આચાર્ય મહાન નિમિત્ત બન્યા. એક બાજુ આટલા સ્પષ્ટ સૂચન કરવા અને બીજી બાજુ પાછું એમ લોચા વાળવા કે “એ તો સૌ સૌના સ્વતંત્ર પર્યાય જ્ઞાનીઓએ દીઠા હતા તેમ બની આવ્યા; એમાં ત્રણેય દ્રવ્યોના તે તે પર્યાયોનો કાળ સાથે આવી ગયો, તેથી આપણે ભ્રમમાં પડીએ છીએ કે અન્ય દ્રવ્યના પર્યાયને અન્ય દ્રવ્ય કે એના પર્યાય કર્યો.' - આ માનવું કેટલું બધું બેહુદું છે ? કેમ કે તો જો ભ્રમમાં પડવાનું જ થતું હોય તો શું કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં સાંભળેલા સાક્ષાત્ પ્રભુવચનના આધારે સમયસાર રો' એવા એવા નવા પંથના કથન બધા ભ્રમરૂપ જ ને ? જાણી જોઇને ભ્રમ સેવવો એટલે પાગલતા કે બીજું કાંઈ ? જેમ પેશાબને કોઈ સ્પષ્ટ પેશાબ તરીકે જોવા-જાણવા છતાં “આ ચા છે, કે દૂધ છે' - એમ કહે, તો એ પાગલ નહિ તો કેવો કહેવાય ? (૨) નૂતન પંથ કાઢનાર સમયસાર પર કહે છે કે દરેક ગાથા મહામુનિના આત્માનુભવમાંથી નીકળેલી છે.' - અર્થાત ગાથા બોલાતી શબ્દરૂપ છે, ને લખાતી મણીરૂપ છે. એને ઉત્પન્ન થવાના મુખ્ય પ્રબળ સાધન તરીકે પોતાનું ઉપાદાન ન કહ્યું પણ મુનિનો આત્માનુભવ કહ્યો. એટલે શું આવ્યું ? આત્માનુભવરૂપી નિમિત્તની ગાથારૂપી કાર્ય પર, જોરદાર અસર! ક્યાં આત્માનો અનુભવ ! અને ક્યાં ગાથા પુદ્ગલ ! ગાથારૂપ પુદ્ગલ દ્રવ્ય ઉપર આત્મારૂપ પરદ્રવ્યની અસર ! (૩) સમયસારના અનુવાદકાર કહે છે કે “(૧) આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું. (૨) સર્વશક્તિનું મૂળ મ સેવવો એક કથન બધા જ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી... (૩) આ અનુવાદમાં અનેક ભાઇઓની મદદ છે.. (૪) આ અનુવાદ ભવ્યજીવોને યથાર્થ માર્ગ બતાવો, એવી મારી અંતરની ભાવના છે.’ જો નિમિત્ત કાંઇ જ કરી શકતું નથી, તો અનુવાદકારના આ વાક્યો જાણે કેવા મદિરાપાનના કેફમાંથી બોલાયા-લખાયા ગણાય ! કેમ કે એ નિમિત્તની નીતરતી પ્રધાનતા કહી રહ્યા છે; નિમિત્ત મહાકાર્ય કરે છે એમ કહી રહ્યા છે. (૧) ‘અનુવાદ કરવાનું ભાગ્ય મને મળ્યું' એ કહેવાનો અર્થ જ એ છે કે ‘અનુવાદરૂપી શબ્દરચના મેં કરી; શબ્દરચનાનું ઉપાદાન તો જુદી અવસ્થામાં હતું, પણ મારું નિમિત્ત પામી એ વ્યવસ્થિત શબ્દદેહ પામ્યું.' (૨) વળી પોતાની શક્તિનું મૂળ સદ્ગુરુને ગણ્યા ! અલ્યા ભાઇ ! શક્તિનું મૂળ સ્વકીય ઉપાદાન આત્મા કે ગુરુદેવ ? ગુરુદેવને સર્વ શક્તિનું મૂળ એટલે કે અનન્ય સાધન કહેવામાં નિમિત્તની અને પરદ્રવ્યની કેવીક મહાન અસર ગણી ! (૩) સાથે અનુવાદરૂપી મષીકાર્યમાં બીજા ભાઇઓની મદદ જણાવી, એ પણ નિમિત્તને જ આગળ કર્યું ને ? છેવટે (૪) અંતરની ભાવના કહી કે આ અનુવાદ ભવ્ય જીવોને યથાર્થ માર્ગ બતાવો. નિમિત્તની અસર ન માનનારના મતે આ બની શકે ? યથાર્થ માર્ગદર્શન એ તો પોત પોતાના આત્મારૂપી ઉપાદાનનું કાર્ય છે. એમાં પરદ્રવ્યભૂત અનુવાદ ગ્રંથરૂપી પુદ્ગલ શું કરી શકે ? છતાં એમને માર્ગદર્શનમાં અનુવાદને પ્રબળ નિમિત્ત બનાવવું છે. તે પણ પોતાની અંતરની ભાવના ! એટલે કે જાણે વસ્તુસ્થિતિ તેવા સ્વરૂપે જ બનો એવી હાર્દિક ઇચ્છા ! આમ તો હ્રદય એમ સમજે છે કે ભવ્ય જીવને માર્ગદર્શન થવામાં નિમિત્ત કે પરદ્રવ્ય કાંઇ જ ન કરી શકે, છતાં ભાવના એવી ભાવે છે કે અનુવાદરૂપી નિમિત્ત, અનુવાદરૂપી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પરદ્રવ્ય માર્ગદર્શનનું કાર્ય કરો. આવી ભાવના ભાવવાનો શો અર્થ છે ? ‘ધૂળથી પેટ ન ભરાય’ એમ જાણવા છતાં ભાવવું કે ‘આ ધૂળથી પેટ ભરાઓ' એ બેવકૂફી કે બીજું કાંઇ ? (૪) નૂતન પંથ કાઢનાર કુંદકુંદાચાર્યના કથન તરીકે કહે છે કે ‘આત્મદ્રવ્ય પ્રમત્ત નથી અપ્રમત્ત નથી. એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણકાર અખંડ છું. આ મહામુનિનું કથન છે', આમાં એમને એ પૂછો કે પ્રમત્ત નહિ અને અપ્રમત્તે ય નહિ એવો શુદ્ધ આત્મા નિષેધ કરી શકે ? અર્થાત્ બેઉ અવસ્થા આત્માની નથી એવું શુદ્ધ આત્મા કહી શકે ? અને જો કહેવું છે તો બેમાંથી એક દશા તો આવવાની જ. શુદ્ધ બનેલા આત્મા તો સિદ્ધના આત્મા; એમને ક્યાં બોલવું જ છે ? ક્યાં નિષેધ કરવો છે ? બોલનાર તો અસિદ્ધ છે. એ તો પ્રમત્ત કે અપ્રમત્ત હોય છે. એટલે ઉ૫૨નું કથન ‘મારી મા વંધ્યા' જેવું છે. છતાંય એવું કથન કેમ કરે છે ? બીજા જીવોને એમ સમજાવવા કે ‘આત્મા પ્રમત્ત નથી અપ્રમત્ત નથી.' આ શબ્દોથી બીજા સમજો. એનું જ નામ નિમિત્તની અસર માની છે. નહિતર તમે તમારા મનમાં સમજી રાખો ને ? બહાર કહેવાનું શું કામ છે ? (૫) સમયસાર ગાથા ૧૨માં કહ્યું છે કે, ‘શ્રદ્ધા-જ્ઞાનચારિત્રની પૂર્ણતા પામેલાને શુદ્ઘનય જાણવા યોગ્ય છે. જ્યારે પૂર્ણતા ન પામેલા, પણ જે હજી સાધક અવસ્થામાં છે તે વ્યવહાર દ્વારા ઉપદેશવા યોગ્ય છે.' એમ કહીને એ સૂચવ્યું કે એવા જીવને શુભ વ્યવહારનું નિમિત્ત અને એનો ઉપદેશ ખૂબજ અસર કરશે. આમાં નિમિત્તને ક્યાં જરાય નકામું ગણ્યું ? વિવેચનમાં લખે છે કે જેટલું અશુદ્ધ નયનું કથન છે એ યથાપદવી (સ્વસ્થાનના હિસાબે) પ્રયોજનવાળું છે.' એનો અર્થ એ છે કે Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨ વ્યવહારાદિ અશુદ્ધનયના કથનનું કોઈને કોઈ પ્રયોજન જરૂર છે, એટલે કે અમુક અમુક ફળ છે જ, કાર્ય છે જ. તો પછી એ કાર્યમાં નયનું કથન નિમિત્ત બન્યું જ. વિવેચનમાં વળી આના દાખલા માટે શુદ્ધનયમાં સોળ સોળ વાલ શુદ્ધ સોનું લીધું. ત્યારે અશુદ્ધનયમાં એકથી માંડી પંદર વાલ સુધી શુદ્ધ સોનું લઈ એની સાથે અગ્નિપાકનું નિમિત્ત ગોઠવી બતાવ્યું, અર્થાત્ જયાં સુધી સોનું સંપૂર્ણ શુદ્ધ નથી થયું ત્યાં સુધી અગ્નિપાકની જરૂર છે. માટે જ વિવેચનમાં કહે છે કે “એવી રીતે જે જીવોને સોળ સોળ વલા શુદ્ધ જ્ઞાન શ્રદ્ધાન પ્રાપ્ત નથી થયા એમને જિનવચનોનું સાંભળવું જિન-ગુરુની ભક્તિ કરવી, જિનબિંબ દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગ પ્રવૃત્ત થવું પ્રયોજનવાન (સફળ) છે.” હવે કહો આમાં નિમિત્તની અસર ક્યાં ન માની? નહિતર શુદ્ધિ તો આત્મગુણ છે, આત્મપર્યાય છે; એમાં બાહ્યકાયિક વ્યવહારનું નિમિત્ત શું અસર કરી શકશે ? પણ ત્યાં સુધી સમયસારના વિવેચનમાં લખ્યું કે, જો કોઈ વ્યવહારનયને અસત્યાર્થ જાણી છોડી દે તો શુભ ઉપયોગરૂપ વ્યવહારને છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી; તેથી ઉલટો અશુભ ઉપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપે પ્રવર્તે; તેથી તો નરક-નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે.” ક્યાં નવા પંથીનું એક બાજુ આ પ્રતિપાદન ? અને ક્યાં બીજી બાજુ દરેક દ્રવ્યના પર્યાયો સ્વતંત્ર અને નિયતરૂપે ગોઠવાયા હોવાનું અને તેથી પરદ્રવ્યના નિમિત્તથી એમાં કશો ફેરફાર ન થઈ શકવાનું પ્રતિપાદન ? એટલે જ ક્યાં સ્વાનુયાયીને શુભ નિમિત્તો મૂકાવી દેવાનું કાર્ય ? પછી ભલે સાક્ષાત્ ન મૂકાવ્યા પણ ઉપદેશ એવા રૂપનો કર્યો કે પરિણામ એ આવીને ઊભેલું આજે દેખાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ (૬) સમયસાર ગાથા ૪૬ના વિવેચનમાં લખ્યું છે કે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય (નિમિત્તની પ્રબળતા) દર્શાવવાનું ન્યાયસંગત જ છે. નહિતર તો (૧) પરમાર્થથી જીવ શરીરથી ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ ત્રસ-સ્થાવર જીવોને નિ:શંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે. તેથી બંધનો જ અભાવ ઠરશે. વળી(૨) પરમાર્થથી રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી રાગી-દ્વેષી-મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો' એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. તેથી મોક્ષનો જ અભાવ થશે.' અર્થાત્ બાહ્ય કાયાથી કરેલી જીવમર્દનાત્મક હિંસારૂપ નિમિત્તથી આંતર આત્મદ્રવ્ય પર અસર એટલે કે બંધપર્યાય થાય છે, એમ રાગદ્વેષ મોહના નિમિત્તે પણ આત્મા ઉપર અસર છે. તો કહો આમાં ૫રદ્રવ્યની ક્રિયાની અને નિમિત્તની પ્રબળતા ક્યાં ઓછી સ્વીકારી? પછી પુણ્ય કાંઇ કરી શકતું નથી, પુણ્ય ક્રિયાઓ નકામી છે, વગેરે કહેવું એ કેટલી મૂઢતા કહેવાય ! (૭) સમયસાર ગાથા ૭૦મીમાં કહે છે કે, ‘ìહાસુ वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदी । जीवस्सेवं बंधो ॥' અર્થાત્ ક્રોધાિણંદ અશુભ ભાવમાં વર્તતા જીવને કર્મનો બંધ થાય છે.' અહીં પણ શું માન્યું ? એજ કે ક્રોધાદિ કષાયો જે કષાય મોહનીય નામના કર્મપુદ્ગલનો પર્યાય છે, એનું નિમિત્ત પામીને આત્મા પર કષાયભાવ થઇને બંધ નામનો પર્યાય થાય છે. આમાં એક દ્રવ્યે બીજા દ્રવ્ય પર અસર કરવાનું આવ્યું છે કે નહિ ? જીવબંધનું ઉપાદાન તો આત્મા છે, છતાં એ સિવાય નિમિત્તની પણ જરૂર પડીને ? તો શ્વેતાંબર શાસ્ત્ર ફરમાવેલ શુભ નિમિત્તોનું આલંબન એવા ક્રોધાદિ અને કર્મબંધથી બચાવી શકે એમાં શું ખોટું છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ (૮) સમયસાર ગાથા ૮૦માં લખે છે કે, 'जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमति । पुग्गलकम्मणिમિત્ત તદેવ નીવો વિ પળમફ ।।' જીવના પરિણામ (પર્યાય)થી કાર્મણ વર્ગણાના પુદ્ગલો કર્મરૂપે પરિણામ પામે છે અને પુદ્ગલ કર્મના નિમિત્તે તેમજ જીવ પણ પરિણામ પામે છે.' આમાં કેટલો બધો સ્પષ્ટ નિમિત્તપ્રભાવ સૂચવ્યો છે ! કેવું સૂચવ્યું કે જીવ અને કર્મ પરસ્પરને પોતાના તે તે પરિણામ તરફ દોરે છે. ઉપાદાન એકલાથી કાંઇ થતું નથી. નિમિત્તની સહાયથી થાય છે, તેથી જ શ્વેતાંબર શાસ્ત્રો અશુભ નિમિત્તથી આઘા રહી શુભ નિમિત્તને ખૂબ જ સેવવાનું કહે છે. આત્મા ભલે ઉપાદાનકારણ એટલે કે મુખ્ય કારણ હોય, પરંતુ એના પર નિમિત્તની અસર છે. એના ઉપર પરદ્રવ્યની, પરદ્રવ્યના પર્યાયની અસર થાય છે. તેથી જ અશુભોપયોગના નિમિત્તભૂત સ્થાનો છોડી શુભોપયોગના સ્થાન સેવવાની મોટી જરૂર છે. એટલે જ દાન, શીલ, તપસ્યા, ત્યાગ, વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધ, પ્રભુભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો આ બધાની ૫૨મ આવશ્યકતા છે. એને ઊડાવવામાં એ હેતુ બતાવવો કે બાહ્ય નિમિત્ત કે પરદ્રવ્ય આત્મા પર કશું કરી શકતું નથી, એ ઉપરની ગાથાની તાત્પર્યથી કેટલું બધું વિરુદ્ધ છે ? (૯) હા, જેમ સમયસારની આગળ ગાથા ૮૧માં કહે છે કે, ‘વિ ાફ મ્મમુળે નીવો, માંં તહેવ નીવમુખે સોનિમિત્તેન ટુ રામ નાળ ટોનૂં પિ' અર્થાત્ જીવ કર્મના ગુણ નથી કરતો, કર્મ જીવના ગુણ નથી કરતો; છતાં અન્યોન્યના નિમિત્તના આધારે બંનેમાં પરિણામ થાય છે; તેમજ શ્વેતાંબર શાસ્ત્રો કહે છે એ કાંઇ એમ નથી કહેતા કે પુદ્ગલના ગુણ જીવમાં પેસી જાય છે, અગર જીવના ગુણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પુદ્ગલમાં પેસી જાય છે. એ તો કહે છે કે અનેકાંતવાદની રૂએ સદસત્ કાર્યવાદ અમે માનીએ છીએ તેથી ઉત્પન્ન થનાર કાર્યની સત્તા એના ઉપાદાન કારણમાં કથંચિત્ પડેલી છે જ. એ હિસાબે જીવના શ્રદ્ધાન-જ્ઞાનાદિ પરિણામ જીવમાં સત્તાગત છે જ, એ ગુણો પુસ્તકાદિ નિમિત્તથી આવરણ ખસીને પ્રગટ થાય છે; પણ એવું નથી કે પુસ્તકમાં જ્ઞાનગુણ હતો તે એણે આત્માને આપ્યો એવું જ કર્મથી અશુદ્ધ જીવમાં થતા રાગાદિ પરિણામ પણ કાંઇ કર્મમાંથી સંક્રમણ નથી પામતા, પરંતુ આત્મામાં એ કર્મના આધારે અવશ્ય જન્મે છે. એમ કાર્યણ વર્ગણામાં અનંતગુણ રસ વગેરે પરિણામ (પર્યાય) થઇને જે કર્મ બન્યા, ત્યાં એ રસાદિ કાંઇ જીવમાંથી સંક્રાંત નથી થયા, પરંતુ જીવના રાગાદિ પરિણામના નિમિત્તે જરૂર થયા છે. એટલે પરિણામ થવામાં એકલું ઉપાદાન કાંઇ કરી શકે નહિ; તેમ એ નિમિત્તમાંથી ઉપાદાનમાં કાંઇ સંક્રાંત થઇ શકે નહિ; કિન્તુ ઉપાદાનમાં પ્રગટતા એ પર્યાયોને નિમિત્તની અવશ્ય જરૂર પડે છે. માટે જ ઉપરની ગાથામાં ‘અખ્ખોળ નિમિત્તેન' કહ્યું ત્યાં નિમિત્તથી એમ ત્રીજી વિભક્તિ મૂકી. ત્રીજી વિભક્તિનો અર્થ કરણ, સાધન, આવશ્યક કારણ એવો થાય છે. દા.ત. ‘અગ્નિથી ભાત રાંધે છે;' એમાં રસોઇ-કાર્ય માટે અગ્નિ એ આવશ્યક કારણ છે; પરંતુ નહિ કે, ‘આવશ્યક કારણ તો એકલું ઉપાદાન છે, નિમિત્ત નહિ. નિમિત્ત તો માત્ર હાજર હોય એટલું જ.' - આવું નથી. સમયસારે નિમિત્તને સાવ હાજર કહેવું હોત તો ત્રીજી વિભક્તિ ન લગાડત. તો તો સાતમી વિભક્તિથી કહેત. અર્થાત્ ‘અળોનિમિત્તે’ એટલે કે અન્યોન્ય નિમિત્તની હાજરીમાં કાર્ય પરિણામ થાય છે એમ કહેત. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્ર૦ – તો ત્રીજી વિભક્તિને સાતમીના અર્થમાં માની લઈએ તો ? ઉ0 - તે પણ નહિ માની શકાય. કેમ કે તો પણ નિમિત્ત' શબ્દ નકામો ઠરત. માત્ર હાજરી જ કહેવી હોત તો તે “મuvivorf=', “મuTuસંનિધાને” એવું કાંઈક કહેત. પણ અહીં તો ખાસ નિમિત્ત શબ્દ મૂક્યો છે, તે ઉપાદાનથી અને બીજા અનિમિત્ત પદાર્થોથી (અકારણભૂત પદાર્થોથી) આ નિમિત્તભૂત-કારણભૂત “અન્યોન્યને જુદા પાડવા માટે મૂકયો છે. આ “અન્યોન્યને ખાસ નિમિત્તકારણ તરીકે કહેવા માટે જ નિમિત્ત શબ્દ અને ત્રીજી વિભક્તિ છે. આટલું પણ જેને વ્યાકરણનું જ્ઞાન ન હોય એ છબરડા વાળે કે બીજું કાંઈ કરે ? સમયસારની ગાથા ૮૦-૮૧નો બરાબર અભ્યાસ કરતાં એ નિશ્ચિત ભાવ નીકળે છે કે, “(૧) એક દ્રવ્ય ભલે સ્વપર્યાયોનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન કરે છતાં બીજા ઉપર અસર કરી શકે છે, કરે જ છે. એવી રીતે, (૨) ઉપાદાનકારણ ઉપરાંત નિમિત્તની માત્ર હાજરી નહિ કિન્તુ અસાધારણ કારણતા છે, અતિ આવશ્યકતા છે. નિમિત્ત એ ઉપાદાનને અવશય તે તે પરિણામો, તે તે પર્યાયો તરફ દોરે છે. માટે જ એના વિના એકલું ઉપાદાન એમ જ રહ્યું હોત. એ તો તેવા તેવા નિમિત્તોના પ્રભાવે તે તે પરિણામો પામ્યું.” ત્યારે સમજો કે જીવ માટે જેમ કર્મ એ તદ્દન બાહ્ય નિમિત્ત છે તેમ શુભ ક્રિયાઓ પણ બાહ્ય નિમિત્ત છે. છતાં કર્મની જેમ કાર્ય કરનારી છે. એવી રીતે જેમ કર્મ એ પરદ્રવ્ય છે, તેમ બીજા સદ્ આલંબનોરૂપી પદાર્થો પણ પરદ્રવ્ય છે, અને એ અસર કરી શકે છે. (૧૦) સમયસાર ગાથા ૨૮મીમાં પરમાત્માની સ્તુતિનું સમર્થન કરતાં વિવેચ્યું કે, “છબસ્થને પરનો આત્મા દેખાતો Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૭ નથી, શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાંતભાવ થાય છે. આવો ઉપકાર જાણી આચાર્ય શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે. તથા શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે. આમાં પણ પરદ્રવ્ય અને નિમિત્તની કેટલી બધી અસર સૂચવી ! અને કેટલી બધી આવશ્યકતા બતાવી ! જો માત્ર શાંતમુદ્રા દેખીને પણ પોતાને શાંતભાવ થાય. તો એના ઉપરાંત શાંતભાવને લાવનારી ત્યાગ, તપસ્યા, સામાયિક, પ્રતિક્રમણાદિ સાધનાઓ કે જે સીધી આત્માને અડે છે એ આત્માને શાંત નહિ કરી શકે એમ માનવું બોલવું એ કેટલી ધિક્કાઈ કે મૂર્ખાઈ ગણાય ? નહિતર અંતરંગ શાંતભાવ થવામાં તો ઉપાદાન કારણ આત્મા છે, અને જરૂરી અંતરની શુભભાવના તેમજ કષાયોપશમનો પુરુષાર્થ છે; પણ બાહ્ય અન્ય દ્રવ્યની શાંતમુદ્રાનો શો ઉપકાર? બાહ્ય દર્શનક્રિયાનો શો ઉપકાર ? ત્યાં સુધી કહ્યું કે, પ્રભુમાં વીતરાગતાનું અનુમાન દેહની શાંતમુદ્રાના આધારે થાય છે. ક્યાં એમનો શુદ્ધ આત્મા અને ક્યાં શરીર પુદ્ગલની શાંતમુદ્રા! છતાં સૂચવ્યું કે આત્માની વીતરાગતાથી જડશરીરમાં શાંતમુદ્રા આવી છે. નિમિત્તની બલવત્તા આમાંથી સ્પષ્ટ સૂચિત થાય છે. તો જ અનુમાન થઇ શકે ને કે શરીર પર શાંતમુદ્રા છે તો આત્મામાં વીતરાગભાવ હોવો જોઇએ. ધ્યાન રાખજો આત્માની સ્વતંત્ર પર્યાય પરંપરા અને પુગલની સ્વતંત્ર પર્યાય પરંપરા માનનારાના હાથે આ લખાય છે કે આત્માની વીતરાગદશાના લીધે દેહમાં શાંતમુદ્રા હોઈ એના દર્શનથી વીતરાગતાનો નિશ્ચય થાય છે ! (૧૧) સમયસાર ગાથા ૮૮માં કહે છે કે, “પુદ્ગલના વિકાર મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન છે, જીવના પરિણામ Page #181 -------------------------------------------------------------------------- ________________ = ૧૩૮ ઉપયોગ, અવિરતિ, અજ્ઞાન છે.” અહીં પણ જીવના પરિણામ જે ગણાવ્યા તે બરાબર કર્મપુદ્ગલના તેવા તેવા જ વિકારના ઉદયે થાય છે. એમ પદ્રવ્યના ઉદયના નિમિત્તે થતા હોવાથી, પદ્રવ્યની અસર આવી જ; નિમિત્તની અસર થઈ જ. (૧૨) સમયસાર ગાથા ૮૯માં પ્રશ્ન કર્યો કે “શુદ્ધ ચૈતન્યને મિથ્યાત્વાદિ શાથી ?' વાત સાચી છે; ચૈતન્ય શુદ્ધ એટલે તો માત્ર શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય કહેવાય. એમાં મિથ્યાત્વાદિ દોષ ક્યાંથી સંભવે ? પછી સમયસારના કર્તાએ જ ઉત્તર કર્યો કે “મોહના સંયોગથી આત્મામાં ઉપયોગના ત્રણ પરિણામ થાય છે. અહીં શું સૂચવ્યું ? એજ કે મોહનીયકર્મ જે જીવથી ભિન્ન વસ્તુ છે, એના સંયોગરૂપી નિમિત્તને લીધે જ આત્મામાં દોષમય વિકાર ઉત્પન્ન થાય છે. નિમિત્તની અસરનું શું આ સ્પષ્ટ સૂચન નથી ? પ્ર૦ - દ્રવ્ય મિથ્યાત્વાદી કર્મપુદ્ગલ જુદી વસ્તુ છે અને અશુદ્ધ આત્મામાં થતા મિથ્યાત્વ મોહ વગેરેના પરિણામ એ જુદી વસ્તુ છે. આ પરિણામથી આત્મામાં દોષમય વિકાર થાય છે; પણ નહિ કે બહારના કર્મપુદ્ગલથી. પછી એમાં બહારનું નિમિત્તકારણ ક્યાં આવ્યું ? પુદ્ગલના પર્યાય પુદ્ગલમાં જ સ્વતંત્ર કાર્ય કરે છે. આત્માના પરિણામ આત્મામાં જ સ્વતંત્ર કાર્ય કરે છે, એમાં પર નિમિત્તની અપેક્ષા ક્યાં આવી ? ૧૦ - “સ્વતંત્ર'નો અર્થ તમારો ખોટો છે. સ્વતંત્રનો સાચો અર્થ એ છે કે પુદ્ગલમાંથી પર્યાયો ઉંચકાઈને આત્મામાં નથી આવતા; પણ આત્મામાં સ્વતંત્રપણે જુદા પર્યાય જાગે છે, એટલો જ સ્વતંત્રનો અર્થ છે. બાકી આત્મામાં એ સ્વતંત્ર પર્યાય જાગવા માટે કર્મપુદ્ગલના પરિણામની અપેક્ષા તો રહે છે જ. જરૂર રહે છે તેથી જ. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ દ્રવ્યના માનેલા અસત્ સ્વાતંત્ર્યનું ખંડન કરનારી દલીલો - (૧) કર્મયુગલના બરાબર તેવા તેવા સમ્યક્ત્વરોધક, જ્ઞાનરોધક, વિરતિરોધક, વગેરે જુદા જુદા સ્વભાવ કેવી રીતે કહેવાય ? શું પોતાનામાં કોઈ સમ્યકત્વ-જ્ઞાન-વિરતિ વગેરે ગુણો છે કે એના પોતે રોધક, આવારક બને ? એ તો આત્માને તે તે ગુણ છે. તેને એ રોકે છે માટે તો એનામાં તેવા તેવા જુદા જુદા સ્વભાવ કહેવાય છે. નહિતર તો અજ્ઞાન દર્શનવાળાઓએ માન્યું તેમ ભાગ્યના-કર્મના માત્ર બે ભેદ પડત. એક સારો અને બીજો ખરાબ. એના બદલે કર્મના મૂળ આઠ ભેદ જ્ઞાનાવરણ, ને દર્શનાવરણ, ને વેદનીય, ને મોહનીય... વગેરે. પાછા એના ઉત્તર ભેદ એકસો અઠ્ઠાવન; એમાં મતિજ્ઞાનાવરણનો સ્વભાવ જુદો, ને શ્રુત જ્ઞાનાવરણનો સ્વભાવ જુદો, શાતા વેદનીયનો જુદો, ને મિથ્યાત્વ મોહનીયનો જુદો, એ શું ? વળી એ કર્મોમાં પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ જુદી અને જીવવિપાકી જુદી, એ શી રીતે ? પહેલો તો એ સવાલ થાય છે કે પુદ્ગલ વિપાકી કર્મ એટલે શું અને જીવવિપાકી એટલે શું ? આત્માના જ્ઞાનાદિ પરિણામની સાથે સંબંધ માનશો તો જ એ જુદા જુદા સ્વભાવનું સમર્થન-સ્પષ્ટીકરણ કરી શકશો. નહિતર પછી એમ લોચા વાળવા પડશે કે “તે તે કર્મના તેવા તેવા સ્વભાવ છે.' પણ, “એ શાથી' એનો ઉત્તર નહિ કરી શકો. “એ કેવા કેવા ? એ સ્વભાવ શું શું કરનારા?” એ નહિ કહી શકો. ઉપાદાન અને નિમિત્ત ઉભયવાદી એવા અમે તો કહી શકીશું કે આત્માના મતિજ્ઞાનગુણને રોકવાના સ્વભાવવાળા કર્મને મતિજ્ઞાનાવરણ કહેવાય. આત્મામાં શાતા ઉત્પન્ન કરનાર કર્મ તે શાતાવેદનીય, આત્માને વિપરીત શ્રદ્ધા કરાવનાર કર્મ તે મિથ્યાત્વ મોહનીય કર્મ. પણ તે તે કર્મના તે તે સ્વભાવ શાથી, જુદા જુદા ચોક્કસ નામ શાથી? નિમિત્તની Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અસર ન માનનાર એવા તમારી પાસે એનો ખુલાસો નથી. (૨) બીજું એ છે કે આત્મામાં ઘડીભર માની લઇએ કે અન્યની અપેક્ષા વિના સ્વતંત્રપણે જ ઉત્પન્ન થનારા અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે દૂષણો છે; અને એમાં કારણભૂત પૂર્વ પૂર્વના દૂષિત સંસ્કારોની અસર છે; પરંતુ આત્મામાં ઘડીઘડીમાં શાતાઅશાતા થાય છે, એની પાછળ કોની અસર છે ? (૧) જો કહો કે મોહ-અજ્ઞાનની, તો કેવળજ્ઞાનીને માટે અજ્ઞાન નહિ હોવાથી શાતા-અશાતા પણ ન હોવી જોઈએ. ત્યારે (૨) જો કહો કે પૂર્વની શાતા-અશાતાની અસર છે તો તો એમને બંને હોવી જોઇએ, પણ તમે તો કેવળજ્ઞાનીને એકલી શાતા માનો છો, તેનું શું ? વળી એકલી પણ શાતા હવે શાશ્વત કાળ સાથે રહેવી જોઇએ. કેમ કે જેમ મોહનીયના કુસંસ્કારમાં તો પ્રતિપક્ષ તરીકે વૈરાગ્ય અને નિર્મોહતાની ભાવના હતી તેથી તેના બળ ઉપર મોહના કુસંસ્કારો દૂર કરી શકાય. પરંતુ શાતાની સામે પ્રતિપક્ષ તરીકે એવું શું છે કે જે શાતાના સંસ્કાર તોડી શકે? અમે તો શાતા કર્મયુગલની અસર માનીએ છીએ, તેથી એ કર્મ તૂટવાથી એની અસર તૂટે, તો પછી આત્માને શાતાઅશાતા ન રહે; એવું અમે કહી શકીશું. તમારી પાસે શો ખુલાસો છે ? તમારે તો કર્મપુદ્ગલ સાથે આત્માને લેવાદેવા નથી. (૩) ત્રીજી વાત એ છે કે કેરી વગેરે ફળની જેમ સ્થિતિનો (સમય મર્યાદાનો) પરિપાક કર્મપુદ્ગલમાં ઘટી શકે છે; પરંતુ આત્માના દોષમાં શી રીતે એ સંગત થાય ? એમાં દોષ અત્યારે અપક્વ છે, અને પછી પક્વ બનશે એ શું ? વળી એમાં કાળ સ્થિતિનો હ્રાસ-વૃદ્ધિ એ શું ? ત્યારે કર્મમાં જેમ કેટલાક સત્તાગત શાતા પુગલોનું બંધાતી અશાતામાં Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧ સંક્રમણ કે પૂર્વબદ્ધ અશાતા પુદ્ગલોનું બંધાતી શાતા પ્રકૃતિમાં સંક્રમણ થાય છે, એવી રીતે આત્માના ભાવકર્મમાં શું ? આત્માના શાતા-અશાતા પરિણામમાં કેમ ઘટે ? પુદ્ગલમાં તો દળીયા છે, લોચા છે, તે શેરડીનો રસ લીંબડાના રસમાં કે લીંબડાનો રસ શેરડીના રસમાં પડી એકરૂપ થાય છે એમ પુદ્ગલકર્મમાં તો સંક્રમણ (મીલાવટ અને પરાવર્તન) થઈ શકે, પરંતુ આત્માના અમૂર્ત પરિણામનો એક બીજાના વિપરીત પરિણામમાં શું મીલાવટ અને શું પરાવર્તન ? એમાં તો બહુ થાય તો એક બળવાન પરિણામ બીજા નિર્બળ પરિણામનો નાશ કરી શકે. દા.ત. શાતાનો પરિણામ અશાતાના પરિણામનો નાશ કરી શકે; કિંતુ શાતા તો શાતા રહે જ. પરંતુ અશાતાનુંય શાતામાં પરાવર્તન અને વિદ્યમાન શાતામાં મિલાવટ શી રીતે થઈ શકે ? (૪) ચોથો મુદ્દો એ છે કે આત્મામાં રાગદ્વેષ શાતાઅશાતા વગેરેના પરિણામો તો પડેલા છે, તો એક સાથે એ બધા ઉદયમાં કેમ નહિ ? પ્રગટ કેમ નહિ ? શાતાના અનુભવ વખતે અશાતા કેમ નહિ, અને ઘોર અશાતાના અનુભવ કાળે જ શાતાનો અનુભવ કેમ નહિ ? પૌલિક કર્મની અસર માનનારા અમારે ત્યાં બધું સમાધાન છે. કેમ કે એ પુદ્ગલ તો એવી ચીજ છે કે કોઈનો કાળપરિપાક થયો હોય, કોઈનો નહિ; કોઈનો વિપાકોદય ચાલે તો કોઇનો પ્રદેશોદય ચાલે; કોઇનો ક્ષયોપશમ હોય, તો કોઇનો ઉપશમ હોય, તો કોઇનો ક્ષય હોય. પુદ્ગલમાં આ પરિણામો સંભવે છે, તદનુસાર જીવમાં પરિણામ જન્મે છે. કેમ કે જીવ ઉપર નિમિત્તભૂત એ કર્મપુદ્ગલની અસર થાય છે. પણ એવા કર્મયુગલરૂપી નિમિત્તની અપેક્ષા વિના તો એકલા જીવમાં એ જુદા જુદા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૨ પરિણામો ક્યાંથી ઘટી શકે ? (૫) વળી જીવ તો પૂર્વ દોષ અને નવા દોષ માટે એનું એ જ દ્રવ્ય છે. તેથી એમાં હજી કહી શકો કે પૂર્વ પૂર્વ દોષના આધારે નવા નવા દોષ જન્મે છે; પરંતુ ઉદય પામતા કર્મપુદ્ગલ એ નવા કર્મ બનનારી મૂળભૂત કાર્મણ વર્ગણાના પુદ્ગલો તો જુદાં જુદાં દ્રવ્ય છે. તે ય અનંતા અણુ દ્રવ્યોરૂપ છે; એમાં શી રીતે કાર્ય-કારણભાવ હોઈ શકે ? તમારે તો એક દ્રવ્ય બીજા જુદા દ્રવ્ય પર કાંઈ કરી શકતું નથી. તો પછી અમુક અમુક ચોક્કસ સ્વરૂપને ધરનારા નવાં કર્મ શી રીતે બની શકે ? કાર્મણ વર્ગણામાં રસ અનંત ગુણો વધવાનું, એમાંથી તે તે જ્ઞાનાવરણાદિ ભિન્ન ભિન્ન સ્વભાવના કર્મરૂપે બનવાનું, અને તેવી તેવી અમુક જ સ્થિતિ રસ નક્કી થવાનું – આ બધું શાના આધારે બને ? નિમિત્તની અસર માનનાર તો કહી શકશે કે, જીવના કષાયના પરિણામથી કાર્પણ પુદ્ગલોમાં અનંત ગુણરસ વધી જાય છે. શું ? પુદ્ગલનો રસ જીવથી વધી જાય છે. જીવના મિથ્યાત્વાદિ ભાવોથી નવાં કર્મના સ્વભાવ-સ્થિતિ વગેરે નક્કી થાય છે.” પણ નિમિત્તની મુદ્દલ અસર ન માનનાર એવા તમે આ નહિ કહી શકો. ત્યારે કદાચ તમે જો એમ કહેવા જશો કે - પ્ર૦ - કાર્મણ પુદ્ગલોમાંથી કર્મ બનવા માટે જીવનું શું કામ છે ? પૂર્વ કર્મના ઉદયથી કર્મના વિકારભૂત જે મિથ્યાત્વાદિ પર્યાયો થાય છે, તેથી નવાં કર્મ અને એના પ્રકૃતિ સ્થિતિરસ વગેરેનું નિર્માણ થઈ શકે ને ? ઉ૦ - આ કથન તમારા સિદ્ધાંતથી જ ખોટું છે. કેમ કે એ પૂર્વના કર્મ પણ આ નવા બનનાર કર્મ કરતાં જુદું દ્રવ્ય છે, પદ્રવ્ય છે. પરદ્રવ્ય નવાં કામણ પુદ્ગલ ઉપર શું કરી શકે ? Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શી અસર થઈ શકે ? ત્યારે હવે તમારે એટલું કહેવું પડે કે – પ્રવ – નવાં દ્રવ્યનાં ક્રમબદ્ધ પર્યાય એવા જ નક્કી થઈ ગયેલા છે, કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને એના પર્યાયોની હારમાળામાં પણ સ્વતંત્રપણે ક્રમસર પર્યાયો થવાનું નક્કી થઈ ગયું છે. એમાં કોઈ કાંઈ જ ફેરફાર કરી શકતું નથી. પછી તેવા પ્રકૃતિ-સ્થિતિ-રસાદિ કર્મ-પર્યાય બનવામાં શો વાંધો આવે? ઉ0 - આમ કહો એનો અર્થ તો તમારો સિદ્ધાંત ચોખો ગોશાળાનો ભવિતવ્યતાવાદ જ થયો કે બીજું કાંઈ ? એમાં મોટો દોષ એક એ છે કે પછી તમે એવું નહિ કહી શકો કે “જીવ અજ્ઞાનથી ભટકે છે, દ્રવ્યદૃષ્ટિ કેળવે તો તરી શકે.” આવું ન બોલી શકાય. કેમ કે એ તો એમ જ કહેવું પડે કે જીવની ભવિતવ્યતા જ એવી છે કે આજસુધી ભટકતો આવ્યો છે, ને અમુક વખતે એ તરશે. એટલે પછી ત્યાં કોઈ પુરુષાર્થને સ્થાન નહિ રહી શકે. એવી રીતે નીતરતા ભવિતવ્યતાવાદમાં કહો કે એકલા ક્રમબદ્ધ પર્યાયમાં અર્થાત્ એકાંત સ્વાતંત્ર્યવાદમાં ‘હિંસાથી કર્મ બંધાય જૂઠથી કર્મ બંધાય...' એવું નહિ બની શકે. એ તો કર્મને બનવાનો એવો પર્યાય તે તે કાર્પણ પુદ્ગલના ક્રમબદ્ધ પર્યાયની હારમાળામાં નક્કી હતો તે પ્રમાણે જ બને છે. એમાં નથી તો જીવનો હિંસા પરિણામ કારણ, કે નથી તો ઉદિત જૂનાં કર્મ પુદ્ગલનો પર્યાય હેતુભૂત. એ તો નવા કામણ પુદ્ગલની નિયત ક્રમબદ્ધ પર્યાય ઘટના છે, કે તેવા પ્રકારનું કર્મ બની ગયું. આવો તમારો સિદ્ધાંત ફલિત થાય છે. ત્યાં સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ એ ચાર કારણો ઉડી જાય છે. એ જૈન મત ન હોય. ત્યારે જુઓ કે ખરેખર. (૧૩) સમયસાર ગાથા ૧૨૭મીમાં કહે છે કે “રાગાદિ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ) ભાવોમાં અહંબુદ્ધિ કરીને અજ્ઞાની જીવો, દ્રવ્યકર્મના હેતુભૂત જે અજ્ઞાનાદિ ભાવો તેના હેતુભૂત બને છે.” શું કહ્યું આમાં? દ્રવ્યકર્મના હેતુભૂત અજ્ઞાનાદિ ભાવો.' અજ્ઞાનાદિભાવો જીવના પર્યાય છે. એ પર એવા કર્મદ્રવ્યમાં કારણ કહે છે. શું નવા પંથના સ્વાતંત્ર્યવાદમાં આ ઘટે ? નિયત થઈ ગયેલા પર્યાયમાં આ સંગત થાય ? જિનમતમાં તો એ બરાબર છે. હજી આગળ જુઓ. (૧૪) સમયસાર ગાથા ૧૩પમીમાં “આત્માના મિથ્યાત્વાદિભાવો હેતુભૂત થતાં કાર્મણ વર્ગણાગત દ્રવ્ય ખરેખર જીવ સાથે જ્યારે બંધાય છે ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે' આમાં પણ કાર્મણ-વર્ગણાના પુદ્ગલ દ્રવ્યોનો જીવ સાથે બંધ થવામાં કારણભૂત આત્માના મિથ્યાત્વાદિભાવ કહ્યા! વળી “જ્યારે એ બંધાય છે ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે', એમ કહીને એ બંધાયેલા કર્મદ્રવ્યને જીવ મિથ્યાત્વાદિ પરિણામ કરે એમાં પ્રયોજક કહ્યા “જયારે.. બંધાય ત્યારે જીવ...હેતુ થાય' એનો અર્થ જ એ કે મિથ્યાત્વાદિ ભાવોનો ઉપાદાન તરીકે હેતુ જીવ જ છે, પરંતુ એ હેતુ બનવાની શરત શી ? એ જ કે કર્મ બંધાય ત્યારે જીવ હેતુભૂત થાય. એ કર્મબંધની શરત જ કર્મની અપેક્ષા સૂચવે છે. (૧૫) સમયસાર ગાથા ૪૨મીમાં કહે છે કે, જે યુગલથી જીવને બદ્ધસ્પષ્ટ (સામાન્ય બંધાયેલ અને ગાડ બંધાયેલ) કહે છે. તે વ્યવહાર૫ક્ષ છે; અને અબદ્ધસ્પષ્ટ કહે છે તે નિશ્ચયપક્ષ છે. સમયસાર એ બંનેને અતિક્રાન્ત છે. કેમ કે પક્ષ મૂકી દેવાથી વીતરાગભાવ આવે.' આમાં કોઈ એક પક્ષમાં ન તણાઈ જતાં બંનેથી અલિપ્ત રહેવાનું સમયસાર કહે છે. એમાં પણ નિશ્ચયપક્ષનેય મૂકવાનું કહ્યું ! ત્યારે નૂતન પંથ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૪૫ કાઢનાર નિશ્ચયને તાણે છે. વળી અબદ્ધસ્પષ્ટ પક્ષ મૂકવાનું કહ્યું તો જ વીતરાગભાવ આવે એમ કહ્યું; તો ત્યાં ક્યાં જીવનો સ્વાતંત્ર્યપક્ષ રહ્યો ? તેમ નિયત ક્રમબદ્ધ પર્યાયભાવ પણ ક્યાં રહ્યો ? કેમ કે કહ્યું ને કે પક્ષ મૂકી દેવાથી વીતરાગભાવ આવે. એટલે કે તમારા ક્રમબદ્ધ નિયત (ચોક્કસ) પર્યાય તરફ ન જુઓ; તમે તમારે નિમિત્તરૂપે પક્ષ મૂકી દેવાનો પર્યાય ઊભો કરો એટલે એની પાછળ અવશ્ય કાર્યરૂપે વીતરાગભાવનો પર્યાય ઊભો થશે. નિયત પર્યાયમાં થવાનું હોય તે જ બને, આપણું કર્યું કાંઈ ન વળે. અહીં તો નિમિત્ત અને પુરુષાર્થનો મહિમા ગાયો. (૧૬) સમયસાર ગાથા ૧૪૯ના વિવરણમાં કહે છે કે અજ્ઞાની જીવ પુણ્યકર્મ પ્રકૃતિને સારી સમજીને તેના રાગ અને સંસર્ગમાં પડે છે અને બંધમાં પડી પરાધીન થઈ સંસારના દુઃખ ભોગવે છે.' અહીં જે કહ્યું કે અજ્ઞાની જીવ અજ્ઞાનતાથી કર્મપ્રકૃતિના સંસર્ગમાં પડે છે; અર્થાત્ અજ્ઞાનતાના નિમિત્તથી કર્મબંધનું કાર્ય ઊભું થાય છે; એ જ નિમિત્તની અસર આવી. આત્મદ્રવ્યથી પર એવા જ્ઞાનાવરણ-મિથ્યાત્વાદિ કર્મદ્રવ્ય ઉપર આત્માની અજ્ઞાનતાની અસર આવી. વળી કહ્યું કે “બંધમાં પડી પરાધીન થઇ” - એનો અર્થ એ છે કે જ્યાં માત્ર પોતાનામાં નવા દોષ જન્મતા હોય, ત્યાં પોતે એ દોષના બંધ'માં પડ્યો ન કહેવાય. “બંધ' તો કોઈ દ્રવ્યનો કહેવાય. ત્યાં તો “એના ઉપાર્જનમાં પડ્યો, એની વૃદ્ધિકારક બન્યો' - એવી કોઈ ભાષા વપરાય. પણ બંધમાં પડ્યો' – કહે છે, એનો અર્થ તો ‘પદ્રવ્યના બંધમાં પડ્યો” એવો થાય. એટલે કે પોતે પોતાના સંબંધમાં આવે એવા પરદ્રવ્યને ઊભું કર્યું. વળી જીવને પરાધીન થવાનું લખ્યું ત્યાં પણ દ્રવ્યનો સ્વાતંત્ર્યપક્ષ ઊડી ગયો. કેમ કે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ) જીવદ્રવ્ય કર્મદ્રવ્યને પરાધીન પડ્યો. આ રીતે નિમિત્તની અપેક્ષા અને દ્રવ્ય-દ્રવ્યમાં પરાધીનતા, નવા પંથીને ગમે તેટલી ઉડાવવી હોય પણ એ તો કોટે વળગ્યા જેવા છે. સમયસારમાં ડગલે ને પગલે એ આગળ આવીને ઊભી રહે છે. પોતાના ભાષણમાં પણ ઠામઠામ એનું સમર્થન આડકતરી કે સીધી રીતે થઈ જ જાય છે. (૧૭) સમયસાર ગાથા ૧૫૦મીમાં કહ્યું છે કે “રાગી જીવ કર્મ બાંધે છે, વિરાગી જીવ છોડે છે માટે કર્મમાં રાગ ન કરો.” આમ કહેવામાં તો સ્પષ્ટપણે કહ્યું કે રાગી જીવ પોતાના રાગની નિમિત્તથી કર્મરૂપી પરદ્રવ્યને ઊભું કરે છે. એ જ આવીને ઊભી નિમિત્તની અને પારદ્રવ્યની અસર; તથા કર્મની જીવ પર પરાધીનતા ! જીવ રાગ કરે તો કર્મ પરિણામ ઊભો થાય. “કર્મમાં રાગ ન કરો આ ઉપદેશ દેવાનું કારણ પણ શું છે ? જીવનો રાગ છોડાવવા માટે કહે છે. તો ઉપદેશ એ પદ્રવ્ય-પર્યાય છે એની આત્મા પર અસર માની. પ્ર0 -- પણ અહીં તો રાગથી કર્મ એટલે ભાવકર્મ બંધાય; અર્થાત્ અશુદ્ધ આત્માનો એક આંતરિક પરિણામ લેવાય ને ? ઉ0 - ના. પૂર્વે કહી આવ્યા તેમ એ જો લેવો હોત તો ત્યાં ભાવકર્મ તો દોષરૂપ છે. તેથી કર્મ એટલે કે દોષ “બાંધે છે” એવો પ્રયોગ ન કરત, ત્યાં તો કહેત કે દોષ “ઉપાર્જ છે, દોષ “વધારે છે. અહીં તો “બાંધે છે” “છોડે છે' એવો ચોખો પ્રયોગ જે થાય છે તે પરદ્રવ્યના સંયોગ અને વિયોગને કહી રહ્યો છે. બીજું એ પણ છે કે એ ભાવકર્મની સાથો સાથે દ્રવ્યકર્મનો બંધ બરાબર તેવો જ જે થાય છે, એ હિસાબે તો કર્મ પર જીવની અસર આવી જ. જીવના રાગને પરતંત્ર કર્મદ્રવ્ય બન્યું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ - (૧૮) વળી આગળ સમયસાર વિવેચનમાં કહે છે કે “સમ્યગ્દષ્ટિ જીવને બે ધારા છે, કર્મધારા અને જ્ઞાનધારા. બે ય પોતપોતાનું કાર્ય કરે છે. શુભાશુભ કર્મધારા જેટલા અંશે, તેટલા અંશે કર્મબંધ. શુદ્ધ સ્વરૂપનો વિચાર (વિકલ્પ) સુદ્ધાં કર્મબંધનું કારણ છે. શુભ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.” આમાં પણ “કર્મધારા” “કર્મબંધ' એ શબ્દો આત્માથી જુદા કર્મદ્રવ્યને સૂચવી રહ્યા છે, કે જે પરદ્રવ્યની ઉપર આત્માના રાગની અને વિકલ્પની અસર પડે છે, એમ અહીં કહ્યું. જુદાં કર્મદ્રવ્ય ન લેવાં હોત તો “દોષધારા “દોષોત્પત્તિ' એવા પ્રયોગ કરી શકત. વળી શુભાશુભ કર્મધારામાં તો વેદનીયકર્મ આવે છે, આયુષ્યકર્મ, શરીરકર્મ, શુભાશુભ નામકર્મ વગેરે આવે છે, શું એને આત્માના દોષ કહેશે ? આત્માના એ કર્મજન્ય ઔદયિકભાવ અને બંધન જરૂર છે; બાકી દોષ તરીકે તો અજ્ઞાન, મોહ, અવિરતિ વગેરે ગણાય છે. એટલે, કર્મધારાનો અર્થ અનાદિથી આત્મામાં ચાલી આવતી કર્મદ્રવ્યના ગાઢ સંબંધની ધારા, એવો સમજવો જોઇશે. એમાં જીવ બદ્ધ કર્મદ્રવ્યને પરાધીન રહેવાનો જ. વળી કહ્યું કે “શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં કર્મબંધનું કારણ છે' એ પણ વિચારવાન આત્મા અને કર્મદ્રવ્ય - બેનો મેળ સૂચવે છે; એક કારણ અને બીજું કાર્ય. બાકી જે શુદ્ધ પરિણતિને મોક્ષનું કારણ કહે છે એ શુદ્ધ પરિણતિનું કારણ એમને પૂછો; તેમ એ ક્યાં એટલે કે કયા ગુણસ્થાનકે આવે તે પૂછો. કેમ કે શુદ્ધ પરિણતિમાં તો એ શુભ વિચારને, શુભ વિકલ્પને જરાય સ્થાન નહિ આપે. અર્થાત્ ત્યાં મનનો ઉપયોગ જ નહિ, માનસિક કોઇ ચિંતન નહિ એમ કહેશે. તો કહો, આ દશા ક્યાં આવે ? આ તો નિર્વિકલ્પ દશા થઈ. એ કાંઈ ચોથે-પાંચમે-છઠે ગુણઠાણે હોય નહિ. તેથી શું સમ્યગ્દષ્ટિ, શું શ્રાવક, કે શું સાધુ - બધા જ એમના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મતે માત્ર કર્મબંધ કરનારા ! અને સંસારમાં રખડનારા ! વળી નિર્વિકલ્પ બનવાની ભાવના પણ એક જાતનો વિકલ્પ છે, તેથી એ પણ બંધનકર્તા. આમ વિકલ્પો તો રહેવાના, તેથી જીવ ઉંચો જ નહિ આવવાનો. આવું એમના મતે ઠરવાથી જીવને મોક્ષની જ અસંભવિતતા થશે ! એકલા “શુદ્ધ નિશ્ચય-શુદ્ધ નિશ્ચય'નું ગદ્ધાપૂછ પકડી રાખવાથી, જુઓ, એમની કેવી દુર્દશા નીપજે છે ! (૧૯) વળી, એની જ આગળ સમયસાર વિવેચનમાં કહે છે કે “શુભ પરિણામો (શુદ્ધ સ્વરૂપના વિચારોને હેયરૂપ ગણી તેમાં પ્રવર્તે છે, પણ નિરર્થક ગણી છોડી દેતા નથી. કેમ કે સ્વરૂપ આલંબનમાં હજી સ્થિરતા નથી રહેતી. શુભકર્મોને છોડી અશુભમાં પ્રવર્તતા નથી.' અહીં શુભ પરિણામને હેય ગણ્યા, છતાં નિરર્થક ન ગણ્યા. એમ આખો બાહ્ય શુભ વ્યવહાર ભલે અંતે હેય છતાં, તે પૂર્વે જરાય નિરર્થક નથી એમ માનવામાં એમને ક્યાં વાંધો આવે છે ? અને જો સાર્થક છે તો એની નિંદા કેમ કરી શકાય ? એની એકલી ત્યાજ્યતા કેમ ઉપદેશી શકાય ? બીજું શુભ પરિણામમાં પણ મનોદ્રવ્યની રચના છે, એનું આલંબન આત્માને સાર્થક ગયું. આ કેવી પદ્રવ્યની ને નિમિત્તની સચોટ આવશ્યકતા અને અસર સૂચવી? બીજું જે એ કહે છે કે શુભઆલંબનમાં સ્થિરતા નથી રહેતી, એ સ્થિરતા એટલે શું ? નિર્વિકલ્પ અવસ્થા જ ને ? તો તે લાવવા માટે વિકલ્પની જરૂર ખરી ને ? અર્થાત્ પરના ટેકાની જરૂર ખરી ને ? તો પછી એમાં આત્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? નિયત ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહ્યા ? આ તો “આમ કરે તો આમ થાય' એ આવ્યું. બીજું જે કહ્યું કે “શુભ કર્મોને છોડી અશુભમાં પ્રવર્તતા નથી.” આ કહેવામાં તો હદ વાળી દીધી! Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પોતાના જ બાહ્યવ્યવહાર-ઉત્થાપક સિદ્ધાંત ઉપર કુઠારા ઘાત કર્યો ! પ્રશ્ન તો એ છે કે શુભ કર્મોને છોડવાની વાત તો પછી, પણ એ તો કહો કે શુભ કર્મો આવ્યા શી રીતે ? શુભકર્મને ઊભા શી રીતે કર્યા ? એને કેવા માનીને આદર્યા? જરૂરી કે બિનજરૂરી ! મોક્ષહેતુ કે સંસારહેતુ ? શુભકર્મ ઊભા કર્યા તે સારું કર્યું કે ખોટું ? શુભકર્મોને છોડી દેતા નથી એનો અર્થ તો એ થયો કે એ ઉપયોગી બને છે. એક બાજુ આટલી બધી સ્પષ્ટ વ્યવહારની અને પરનિમિત્તની આવશ્યકતા સૂચવવી, ને બીજી બાજુ પુણ્યક્રિયાઓને નિંદવી, મૂકી દેવી, મૂકાવી દેવી - એ કેટલું પરસ્પર બેહૂદું છે ? એની નિંદા અને ત્યાગ કરતાં એમનું મોટું અને કાયા કેમ ન લાજે ? જો ઉપાદાન આત્મા સિવાય જડકાયાની શુભ ક્રિયા કાર્યમાં નિમિત્તજ નથી અને તે અણસમજમાં પકડાઈ ગઈ હતી, તો એ છોડી કેમ ન દેવી ? છોડી દેનારને શું નુકશાન ? ત્યારે જો નુકશાન હોય તો ત્યાં પણ જડકાયાથી શુભક્રિયાનો ત્યાગ એ ચેતન આત્મા ઉપર નુકશાનની અસર કરનારો બન્યો ! પરનિમિત્તની અસર કેમ નહિ ? (૧૯-ર૧) સમયસાર ગાથા ૧૭૩-૭૬ ટીકા-વિવેચનમાં લખે છે કે (૧૯) “દ્રવ્ય આગ્નવોના ઉદયને અને જીવને નિમિત્તનૈમિત્તિકભાવ છે...' (૨૦) ‘દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે એમાં જોડાય (તેને જે પ્રકારે ભાવાગ્નવ થાય) તે પ્રકારે દ્રવ્યાગ્નવો નવીન બંધના કારણે થાય. ભાવાગ્નવ ન કરે તો બંધ થતો નથી.' (૨૧) “જયાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે.' અહીં, (૧૯) દ્રવ્યઆસ્રવ અને જીવનો નિમિત્ત Page #193 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ નૈમિત્તકભાવ એટલે દ્રવ્યઆસ્રવ એ નિમિત્ત અને ભાવાગ્નવ એ નૈમિત્તિક=કાર્ય એવો બે વચ્ચે ભાવ શાથી એ મોટો પ્રશ્ન છે. બેને શો એવો મેળ છે કે આ ભાવ ઊભો થયો ? જો અસર જ નથી, કાર્ય-કારણપણાનો સંબંધ જ નથી તો નિમિ૦ નૈમિ0 ભાવ શાનો ? જો કહો કે, પ્રવ – મેળ હાજરીનો છે ને ? નૈમિત્તિક છે ત્યાં નિમિત્ત હાજર છે. ઉ૦ - એમ તો જેમ નૈમિત્તિક છે, તેમ એજ વખતે જગતમાં બીજા કાર્યો પણ છે તો એ નિમિત્ત હાજર હોવાથી શું એ બધાની પ્રત્યે નિમિત્ત કહેવાશે ? દા.ત. ઘડો બન્યો ત્યાં ચાકડો હાજર છે. તો ચાકને નિમિત્ત અને ઘડાને નૈમિત્તિક કહી બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનો છો. હવે ત્યાં જ માનો કે વરસાદ પડ્યો, અથવા પ્રકાશ પથરાય છે, કે વાયુ ચાલે છે, તો શું ત્યાં હાજર એવો પેલો ચાકડો એ વૃષ્ટિમાં, પ્રકાશમાં કે વાયુગતિમાં નિમિત્ત કહેવાશે ? ત્યારે જો કહો, પ્ર0 - વરસાદ વગેરે તો બીજે પણ બનતા હોય છે ત્યાં ક્યાં બધે ચાકડો હાજર છે ? તેથી એ શાનો એમની પ્રત્યે નિમિત્ત કહેવાય ? ઉ0 - તો એ તો કારણનું સ્વરૂપ કહી રહ્યા છો. ખેર! પણ જેમ ઘડો બનવામાં ચાક હાજર જ હોય છે તેમ એ ઉત્પન્ન થતા ઘડાનો આકાશ સાથે સંયોગ થવામાં એ બધે મોજુદ છે, તો શું ઘટાકાશસંયોગની પ્રત્યે પણ ચાકને નિમિત્ત ગણશો ? પ્રહ - ચાકને શાનું નિમિત્ત ગણાય ? કેમ કે એ હાજર ભલે હોય; પણ ઉત્પન્ન થતા ઘડાનો અને આકાશનો સંયોગ થવામાં ચાક કાંઈ આવશ્યક નથી ગણાતો; તેથી નિમિત્ત શી Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૧ રીતે કહેવાય ? ઉ0 - તો, એનો અર્થ તો એજ ને કે જે જે નૈમિત્તિક જયાં જયાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં બધે જે હાજર અને આવશ્યક હોય, તેને નિમિત્ત કહેવાય ? એકલી હાજરીથી નિમિત્તતા નહિ, પણ આવશ્યકતા સાથે જોઈએ. એમ જે કહો છો ત્યાં “એકના હોવામાં જ બીજું જન્મે, ન હોય તો ન જ જન્મે એવું થયું; એનું જ નામ કારણતા છે. માટે જ “નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહો કે “કાર્ય-કારણ” સંબંધ કહો, એક જ વસ્તુ ઠરે છે. હા, ક્યાંક “પ્રયોજય-પ્રયોજક' ભાવમાં પણ નિમિત્ત-નૈમિત્તિકતા કહી શકાય છે. દા.ત. કહીએ કે “બિલાડીના આગમનથી ઉંદર દેખાતા નથી' - આમાં, ઉંદરના અદર્શનમાં બિલાડીનું આગમન પ્રયોજક છે, એવું જ એ નિમિત્ત છે, એમ પણ કહી શકાય. પરંતુ “નિમિત્ત, પ્રયોજક કે કારણ કશું જ કરતું નથી' – એ કહેવું ખોટું છે. એ વસ્તુ સ્પષ્ટ છે કે બિલાડીના આગમને જ ઉંદરોને અદશ્ય કર્યા. એટલે, તમારે કારણના લક્ષણ બધાં જ લેવા છે અને “કારણ' શબ્દ નિષેધવો છે, એ તો શબ્દવૈર છે. (૨૦) દ્રવ્યઆગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે એમાં જોડાય (તેને જે પ્રકારે ભાવાગ્નવ થાય તે પ્રકારે દ્રવ્યાન્નવો નવીન કર્મબંધના કારણે થાય.' સમયસારના આ કથનમાં પણ નિમિત્તની કેટલી સ્પષ્ટ અસર સૂચવી છે ! પહેલાં કહ્યું કે, દ્રવ્યામ્રવનો ઉદય થતાં જીવ જોડાય અગર ન જોડાય', એનો અર્થ એ કે “ઉદય ન થતાં તો ન જ જોડાય” માટે જીવને ભાવાન્સવમાં જોડાવામાં કારણ બન્યો દ્રવ્યામ્રવનો ઉદય. ક્યાં જીવદ્રવ્ય અને ક્યાં દ્રવ્યાન્સવનું ઉપાદાનભૂત કર્મ – પુદ્ગલદ્રવ્ય બે ય સ્વતંત્ર છતાં એકના આધારે બીજાને ચાલતો માન્યો. ખેર !.. પછી કહ્યું કે “જીવ જે પ્રકારે જોડાય તે પ્રકારે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર દ્રવ્યાન્નવો નવીન બંધના કારણે થાય.' એટલે કે દ્રવ્યાસૈવથી નવીન કર્મબંધ થાય ખરો, પણ જીવ જે પ્રકારે ભાવાગ્નવ કરે તે અનુસાર બંધ થાય. આમ કહેવામાં નિમિત્તકારણતાની ક્યાં બાકી રાખી ? કેમ કે કર્મપુદ્ગલનો બંધ થવામાં નિયામક તરીકે આત્માનો ભાવાગ્નવ-પરિણામ ગણ્યો. એ જ વસ્તુ સ્પષ્ટ કરીને પાછી કહી કે “ભાવાસ્રવ ન કરે તો બંધ ન થાય.” અરે ભલા ! બંધ એ તો કર્મપુલનો પર્યાય છે, જયારે ભાવથી આસ્રવ એ અશુદ્ધ જીવનો પર્યાય છે. જયાં તમારે તો એકાંતે નિયત ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે ત્યાં વળી “આત્મા ભાવાગ્નવ ન કરે તો કર્મ ન બંધાય”, એ શું ? ભાવાસ્રવ હોય તો બંધ થાય, ન હોય તો ન થાય. એનું નામ “અન્વય વ્યતિરેક છે; અને તે કારણતાનો નિશ્ચય કરાવનારા છે. માટે નિમિત્ત એ કારણ અવશ્ય છે. (૨૧) કહે છે કે “જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે આમાં જીવને કર્મનો કર્તા માન્યો ! કર્મ પુદ્ગલ છે, એના બંધમાં જીવ કર્તારૂપે કારણ ગણ્યો; પછી ભલે જીવ કર્મના ઉદયમાં પરિણમે તો જ કારણ; પરતું એમેય કર્તા તો ખરો જ ને ? તો પછી કર્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? વળી જે કહ્યું કે “કર્મના ઉદયમાં જીવ પરિણમે છે એમાં પણ જીવને પરિણમવામાં કર્મપુદ્ગલનો ઉદય-પર્યાય કારણભૂત ગણ્યો; ભલે સ્વામીપણું રાખવાની અજ્ઞાનતાથી જીવ પરિણમ્યો, પણ જીવ પરિણમ્યો એમાં કર્મોદય કારણ બન્યો ને ? આમાં ના નહિ કહેવાય. કેમ કે જીવ પરિણામનો પર્યાય કર્મઉદયના અનુસાર થયો ને ? એનું જ નામ પરદ્રવ્યની કારણતા; એ જ નિમિત્તની અસર. અજ્ઞાનતા છતાં કર્મદ્રવ્યનો ઉદય ન હોય તો જીવદ્રવ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ =૧૫૩ - ( ૧૫૩ પરિણમતું નથી; એ જ સૂચવે છે કે કર્મનો ઉદય અતિ આવશ્યક નિમિત્તકારણ છે. (૨૨) આજ વાત સમયસારની ગાથા ૧૯૧મીમાં કરી છે. “આગ્નવભાવ ન હોય તો કર્મનો પણ નિરોધ, કર્મ નહિ તો... સંસાર નહિ.” શું કહ્યું ? આત્મામાં ભાવાસ્રવ રાગદ્વેષાદિ હોય ત્યાં સુધી આત્મા પર જડ કર્મનો બંધ અને મનુષ્યપણું વગેરે સંસારી અવસ્થા છે. આત્માની અપેક્ષાએ કર્મ એ પરદ્રવ્ય છે, મનુષ્યપણું એટલે મનુષ્યશરીરાદિ, એ પણ પરદ્રવ્ય છે. એ બંનેમાં આત્માના ભાવાગ્નવ પરિણામને કારણ ગણ્યો; તેથી જ કર્મ એ પરદ્રવ્ય-આત્માને આધીન બન્યાં. વળી એવા ભાવાગ્નવ પરિણામના અભાવે કર્મ અને સંસારનો પણ અભાવ ગણ્યો - આ બધામાં નિમિત્તની પ્રબળ અસર સ્વીકારી. એવી નિમિત્તકારણતાને બીજી બાજુ નવા પંથવાળા ઉડાવે એ કેટલું બધું એમના જ શાસ્ત્રથી વિરુદ્ધ છે ! (૨૩) સમયસારની ગાથા ૧૯૪મીમાં કહે છે કે, પરદ્રવ્ય ભોગવતાં કર્મોદય નિમિત્તે જીવને શાતા-અશાતા સુખદુ:ખ નિયમથી ઉત્પન્ન થાય છે. આમાં પણ આત્માને ચોક્ખો પરદ્રવ્યનો ભોગ માન્યો. એમાં જેવું જેવું પરદ્રવ્ય ભોગમાં આવશે તેવી તેવી શાતા-અશાતા આત્માના અનુભવમાં આવશે; એ પરદ્રવ્યની પરાધીનતા થઈ. તો સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? દા.ત. મીઠી સાકર ખાતાં કે કોમળ શય્યા પર સૂતાં શાતા અનુભવાશે, કડવો એળીયો કે અણીયાળા ભંઠીયાવાળી બરછટ જમીન ઉપભોગમાં આવતાં અશાતા અનુભવાશે. શાતાઅશાતાનો પરિણામ આત્મામાં થાય છે. એવા આત્મપરિણામની પ્રત્યે પરદ્રવ્યો સાકર-એળીયો વગેરેની કેવી અસર માની ! કેવી કારણતા માની ! પાછું ત્યાં આંતરિક કારણ કર્મનો ઉદય Page #197 -------------------------------------------------------------------------- ________________ ગણ્યું. અર્થાત્ સાકર દ્રવ્યનો સંયોગ શાતા નામના કર્મપુદ્ગલને ઉદયભાવ પામવામાં નિમિત્ત થાય છે, આ ય કર્મ પર પરદ્રવ્યની અસર આવી; અને એ કર્મ આત્મામાં સુખપરિણામ જન્માવવામાં નિમિત્તભૂત બને છે; એ ય આત્મા પર પરદ્રવ્ય કર્મની અસર થઇ. આવું સ્વીકાર્યા પછી એમ કહેવું કે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઇ કરતું નથી, નિમિત્ત કાંઇ કરતું નથી' એ કેટલું સ્વશાસ્ત્ર અને સ્વસિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. ‘અમુક સ્ત્રી મારી જનેતા છે, અર્થાત્ હું એનો પુત્ર છું' એમ સ્વીકાર્યા પછી કહેવું કે ‘એ સ્ત્રી વંધ્યા છે', એ પાગલતા જ કે બીજું કાંઈ? મોટા વ્યાખ્યાન કરવાની તો શું; પણ બોલવાનીય નાલાયકતા જ ને ? (૨૪) સમયસારની ગાથા ૧૯૫મીમાં કહે છે કે અજ્ઞાનીને રાગદ્વેષના સદ્ભાવથી જે પુદ્ગલકર્મનો ઉદય બંધનું કારણ છે, તેને જ્ઞાની ભોગવતો છતો બંધાતો નથી.' આમાં એ તો નક્કી માન્યું કે રાગદ્વેષના સદ્ભાવે અજ્ઞાની જીવના આત્મદ્રવ્ય પર પૌદ્ગલકિ કર્મદ્રવ્યનો ઉદય બંધપરિણામ કરાવે છે. એ જીવની કર્મઉદય પર પરાધીનતા. તો ભલે અજ્ઞાની જીવ લીધો, પણ એ જીવદ્રવ્ય તો જડ કર્મદ્રવ્ય કરતાં જુદું જ દ્રવ્ય છે ને ? એવા જીવદ્રવ્ય પર બંધ પરિણામ ઉત્પન્ન થવામાં પર એવું ઉદય પ્રાપ્ત પુદ્ગલ કર્મદ્રવ્ય કારણ માન્યું. વળી જુનું કર્મદ્રવ્ય ઉદયમાં આવી નવું કર્મદ્રવ્ય જન્માવે છે ત્યાં પણ બંધાતી કર્મ વ્યક્તિ જુદી જુદી છે, છતાં એકની અસર બીજા પર ગણી, બીજા પર પહેલાને નિમિત્તકારણ સ્વીકાર્યું. અહીં જીવમાં શાતા-અશાતા કે રાગદ્વેષાદિ થવામાં કર્મદ્રવ્યને કારણ ગણ્યું એની સામે એ પ્રશ્ન થઇ શકે કે, સમયસાર ગાથા ૧૯૬મીમાં તો સમ્યગ્દષ્ટિ જીવનો પ્ર૦ ૧૫૪ - Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વિવેક બતાવતાં કહ્યું છે ‘એ રાગદ્વેષાદિભાવો મારા અર્થાત્ જીવના ભાવો નથી; પણ જીવ તો ગાળામાવો હું સહમિઘ્નો ‘હું તો માત્ર એક જ્ઞાયકભાવવાળો છું' એનું શું ? ઉ૦ આનું સમાધાન સરળ છે. સમકિતી આત્મા જે વિવેક કરે છે તે શુદ્ધ આત્માની અપેક્ષાએ છે. અર્થાત્ શુદ્ધ આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાયકભાવ છે; વસ્તુનું અરક્તઅદ્વિષ્ટપણે શુદ્ધ જ્ઞાન-દર્શન ક૨વાનો સ્વભાવ છે. આત્માની શુદ્ધ અવસ્થામાં રાગદ્વેષાદિ ભાવો નથી હોતા - આવું સમકિતીના વિવેકનું તાત્પર્ય છે. પણ એ તાત્પર્ય નથી કે ‘જીવ, શું શુદ્ધ કે શું અશુદ્ધ, રાગાદિભાવોવાળો હોતો જ નથી.’ અથવા એ પણ તાત્પર્ય નથી કે ‘અશુદ્ધ અવસ્થામાં રાગાદિવાળો હોઇને એનામાં જીવપણું જ નથી; એ તો જડદ્રવ્ય છે.’ આવો અભિપ્રાય છે જ નહિ. તો સમ્યગ્દષ્ટિનો જે વિવેક છે, તે શુદ્ધ જૈનમતને સ્વીકારનારા શ્વેતાંબરોએ ક્યાં નથી માન્યો? માન્યો જ છે. તેથી તો રાગદ્વેષાદિને પાપસ્થાનક કહી હેય કહે છે; વીતરાગને ભજી વીતરાગ થવાનું કહે છે; મોહષ્ટિ ત્યજી જ્ઞાનદૃષ્ટિ રાખવાનું કહે છે. રાગદ્વેષ છોડવાનું કહે છે. પ્ર૦ - પણ જિનમૂર્તિ, શાસ્ત્ર, ધાર્મિક ક્રિયાકાંડ વગેરે ઉપર રાગ કરવાનું ય એ કહે છે ને ? ઉ૦ એમ તો નવા પંથવાળાય સમયસારાદિ ગ્રંથો, પ્રવચન શ્રવણાદિ ક્રિયાઓ વગેરે તરફ રાગ જન્માવી આકર્ષણ ક્યાં નથી કરતા ? ખરી વાત એ છે કે પ્રશસ્ત રાગ જીવને અપ્રશસ્ત રાગમાંથી છોડાવી સમ્યક્ત્વાદિ આત્મગુણોની પ્રાપ્તિ, પુષ્ટિ અને સ્થિરતા કરાવતા કરાવતા અંતે વાસ્તવિક સર્વવિરતિભાવ અને અપ્રમાદની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. પછી એ રાગ ત્યાં વળાવાની જેમ પાછા વળી જાય છે, અર્થાત્ ઉચ્ચ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬ આત્મગુણમાં સ્થિરતા થવાથી એનો ઉપયોગ નથી રહેતો, તેથી દુબલા પડી જઈ ક્ષય પામી જાય છે. આમાં એ જુઓ કે જો પ્રશસ્ત રાગાદિ હતા તો જ અપ્રશસ્ત રાગાદિ છૂટીને સમ્યક્ત્વાદિ ગુણોમાં સ્થિરતા થઈ. નહિતર તો અપ્રશસ્તનું જોર એટલું બધું હતું કે જીવને આત્મગુણ નહિ પણ આત્મદોષો અને પરભાવમાં ચોંટાડી સ્થિર રાખ્યો હતો. ત્યાં સમ્યક્ત્વાદિ ગુણની પ્રાપ્તિ જ નહિ, તો વળી સ્થિરતાની તો વાતે ય શી? શું આજે નવા પંથમાં સ્થિર બનેલાને આત્મામાં અંદરખાને નવો પંથ કાઢનાર ઉપર, એમના પ્રવચન ઉપર, સમયસારાદિ ગ્રંથો ઉપર ઓછો રાગ છે ? શું એ રાગ અજાણતા કરે છે? કે જાણીને કરે છે ? જૈનદર્શનની ચૌદ ગુણસ્થાનકની વસ્તુસ્થિતિ સમજનારા જાણે જ છે કે રાગભાવ અર્થાત્ રાગનો ઉદય ઠેઠ દશમા ગુણસ્થાનક સુધી હોય છે, દશમાને અંતે એ ટળે છે. પછી ત્યાં વીતરાગી દશા ક્યાંથી ચોથા સમ્યકત્વ ગુણઠાણે કે છઠ્ઠા સાતમા સર્વવિરતિ ગુણઠાણે આવી શકવાની હતી ? બાકી ત્યાં વીતરાગ બનવાનું લક્ષ રાખવાનું તો શ્વેતાંબરો માને જ છે; માટે તો વીતરાગ દેવને અને એમના જ શાસનને માને છે; પણ તે સંભવિત, શક્ય અને પ્રગતિ કરાવે એવી સાધના માને છે. નવો પંથ અશક્ય, અસંભવિત તથા પીછે હઠઅધોગતિ કરાવે એવો માર્ગ ઉપદેશે છે. આ અને આવા કારણે નવો પંથ એ જૈન મત નથી. આના અંગે વિશેષ આગળ નવો પંથ એ કેમ જૈન મત નથી એ પ્રકરણમાં જુઓ. (૨૫) સમયસાર ગાથા ૨૦૩મીમાં કહે છે કે “કર્મના ક્ષયોપશમના નિમિત્તે શાનમાં ભેદ; છતાં તેનું સ્વરૂપ વિચારતાં જ્ઞાન તો એક જ છે.' - આમાં પણ જે કર્મનો ક્ષયોપશમ લીધો તે બાહ્ય કર્મપુદ્ગલનો લેવો પડશે, નહિ કે આત્મિક Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આભ્યતર ભાવકર્મનો. અર્થાત્ વિભાવદશાનો; કેમ કે આત્મિક અવસ્થામાં તો દળિયાં જેવું કાંઈ નથી, તો એમાં ક્ષયોપશમ શું ? એમાં તો કાં એની સત્તા, કે કાં એનો ક્ષય હોય. ક્ષયોપશમમાં તો કંઇક વિપાકોદયનો નિરોધ અને કંઇક પ્રદેશોદય આવે. એ વસ્તુ તો પુદ્ગલના દળીયામાં ઘટી શકે; કેમ કે પુદ્ગલને વિપાક-અવિપાક એટલે કે પાકવાનું-ન પાકવાનું હોઈ શકે; પુગલમાં અમુક અમુક સ્કંધના પ્રદેશોને પ્રદેશોદય તરીકે નીરસપણે ઉદયમાં આવવાનું હોય અને અમુકને ઉદયમાં હમણાં ન આવવાનું હોય; અગર ઉગ્ર રસ ભોગવાવવા તરીકે વિપાકોદય પામવાનો હોય. આ બધું પુદ્ગલમાં ઘટી શકે, એકલા સ્વતંત્ર આત્મધર્મમાં શું ઘટે ? આત્મામાં તો દોષ કાં મોજુદ હોય, કે કાં નાશ પામ્યા હોય. એને વળી વિપાક શું? ઉદય શું? પ્રદેશોદય શું ? એટલે એકલા આત્મિક વિભાવધર્મમાં આ ન ઘટતું હોવાથી કર્મ-પુદ્ગલનું કહેવું પડે. હવે એના નિમિત્તે આત્માના જ્ઞાન-પરિણામમાં ભેદ પડવાનું કહ્યું એ સ્પષ્ટપણે પારદ્રવ્યની પરતંત્રતા માની. પરદ્રવ્યને નિમિત્તકારણ માન્યું. ભલે એ “કારણ” શબ્દ ન બોલે પણ “કર્મક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ' એમ કહેવું એનો અર્થ જ એ છે કે ક્ષયોપશણના કારણે ભેદ. અર્થાત્ ક્ષયોપશમરૂપ કારણ ન મળે તો ભેદ નહિ, જેવો ક્ષયોપશમ મળે તેવું તેવું જ્ઞાન થાય. આમાં સ્પષ્ટપણે ક્ષયોપશમને પરદ્રવ્ય એવા આત્માના જ્ઞાનપરિણામમાં કારણ માનવું જ પડ્યું. એમ જ જુઓ કે, (૨૬) સમયસાર ગાથા ૨૧૪મીમાં કહે છે કે, “પૂર્વબદ્ધ પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને ઉપભોગ હોય છે. તો ભલે હો, પણ રાગ ન હોવાથી તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.” ત્યાં પણ સ્પષ્ટ છે કે કર્મનો વિપાક ન હોય તો ઉપભોગ નહિ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ‘કર્મ વિપાકને લીધે જ્ઞાનીને ઉપભોગ', એ જ્ઞાનીના આત્માની ઉપ૨ પરદ્રવ્ય એવા કર્મના વિપાકની અસર જ સૂચવે છે ને ? પછી ભલે જ્ઞાની રાગ ન કરે તેથી પરિગ્રહભાવ ન થાય, નવો કર્મબંધ ન થાય પણ ‘ઉપભોગ’ ધર્મ તો જ્ઞાનીનો એટલે કે આત્માનો જ લેવો પડશે. તો જે ‘જ્ઞાનીને ઉપભોગ હોય છે' એવું પ્રતિપાદન કરી શકાય. અહીં પણ પૂર્વે કહ્યું તેમ વિપાક કર્મનો લીધો એ પણ પુદ્ગલકર્મનો સમજવાનો છે, પણ નહિ કે કોઇ આત્મિક આત્યંતર ધર્મનો. કેમ કે કેવળ આત્મિકધર્મને પાકવા-ન પાકવાનું શું છે ? એ તો પુદ્ગલના સ્કંધોની સ્થિતિ પાકીને ઊભી રહે એટલે એ અનુદિત (અનુદયવાળી) અવસ્થામાંથી ઉદિત એટલે ઉદયવાળી અવસ્થામાં આવે; અને આત્માને ફળ દેખાડે. માટે અહીં પણ પરદ્રવ્યની અસર, અપેક્ષા, નિમિત્તકારણતા, પરતંત્રતા સાબિત થાય છે. (૨૭) સમયસાર ગાથા ૨૧૭મીમાં કહે છે કે બંધઉપભોગમાં નિમિત્તભૂત છે સંસાર-શરીરના અધ્યવસાન રાગસુખ.' આમાં પણ આત્મિકધર્મ જે અધ્યવસાન એટલે રાગ-સુખ લીધા, તેમાં વિષય તરીકે નિમિત્તભૂત સંસાર અને શરીર જ છે. એટલે ત્યાંય આત્મધર્મને પર એવા સંસાર-શરીરની અપેક્ષા આવી. સંસાર છે, તો જ એનો રાગ આત્માને છે. માટે આત્માના રાગપરિણામમાં સંસાર કારણ બન્યું જ. (૨૮) ગાથા ૨૪૮મીમાં કહે છે કે ‘આયુષ્યના ક્ષયથી જીવોનું મરણ જિનેશ્વરોએ કહ્યું છે.' એટલે કે જીવનો મરણ-પરિણામ આયુષ્યકર્મના ક્ષય ઉપર નિર્ભય રહ્યો. આયુક્ષય એ પુદ્ગલધર્મ; એની અસર જીવ પર થઇને જીવનમાં મરણધર્મ ઉપજ્યો. આ પણ પરદ્રવ્યની પ્રબળ નિમિત્તકા૨ણતા પુરવાર કરે છે. (૨૯) સમયસાર ગાથા ૨૧૨મીના વિવેચનમાં લખે છે કે, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ‘અનિચ્છા એ અપરિગ્રહ છે. જ્ઞાની અશન ઇચ્છતા નથી તેથી અશનના અપરિગ્રહી છે. માત્ર અશનના જ્ઞાયક છે. અહીં પ્રશ્ન થાય કે મુનિ આહાર તો કરે છે તો ઇચ્છા છે કે નહિ? એનું સમાધાન એ છે કે (૧) અશાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. (૨) વીર્યંતરાયના ઉદયથી વેદના સહી શકાતી નથી. (૩) ચારિત્ર મોહનીયના ઉદયથી આહાર ગ્રહણની ઇચ્છા થાય છે. (૪) તે ઇચ્છાને શાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. (૫) રોગ સમાન જાણીને તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી, માટે અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.. આ શુદ્ઘનયની પ્રધાનતાથી કથન જાણવું.’ આ લખાણમાં પહેલું તો એ જુઓ કે પરસ્પર કેવો વિરોધ આવે છે. પહેલા કહે છે કે ‘મુનિ અશન ઇચ્છતા નથી તેથી અપરિગ્રહી છે.' પણ આગળ કહે છે કે ‘રોગ સમાન જાણી મટાડવા ચાહે છે !' આમાં ચાહવું એટલે ઇચ્છા આવી કે નહિ? વળી ત્યાં સ્પષ્ટ ઇચ્છા પણ લખે છે કે ‘ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઇચ્છા થાય છે !' કેવું આ અગડંબગડં? ‘ઇચ્છતા નથી’ ‘ચાહે છે, ઇચ્છા થાય છે' એ અન્યોન્ય વિરુદ્ધ છે. પાછું આ વિરોધનો બચાવ કરવા જાણે કહ્યું કે ‘પરંતુ અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.' અરે ભલા ! તો તો પછી કેવલજ્ઞાનીને આહાર હોવામાં વાંધો શો આવ્યો ? ત્યારે જો કહે કે, ગમે તેવી જ્ઞાનમય ઇચ્છા પણ ચારિત્ર મોહનું કાર્ય છે', તો તો ચારિત્ર મોહના લીધે રાગ-અનુરાગ અવશ્ય થવાનો. તો પછી એમ કેમ કહો છો કે જ્ઞાનીને ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા નથી ? મોહનીયનું કાર્ય અનુરાગ છે જ. ખેર ! પણ જેમ મુનિ આહારની ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે છે અને રોગ સમાન એવી તેને મટાડવા ચાહે છે તો એવી જ્ઞાનમય ઇચ્છા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હોવા છતાંય અપરિગ્રહી છે, તો પછી શ્રાવક પણ એ રીતે કર્મઉદયનું કાર્ય જાણી રોગ મટાડવા આહાર લે તો તે પણ અપરિગ્રહી ખરો ને ?... અસ્તુ. આ તો જરા વિષયાન્તર થયો. પણ મુદ્દો એ છે કે આવું અગડંબગડે પ્રતિપાદન કરવા જતાંય પાછું નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની આધીનતા અંગે કેટલુંક સાચું જાણે અજાણે કહેવાઈ ગયું છે. તે આ પ્રમાણે પહેલાં કહ્યું કે અશાતા વેદનીયના ઉદયથી મુનિનેય સુધા ઉપજે છે. આમાં સુધાવેદનનો પરિણામ અશુદ્ધ આત્માનો એક પર્યાય છે. હવે જો પર્યાય માત્ર ક્રમબદ્ધ અને નિયત છે તો એને હેતુની જરૂર નથી. પછી અમુકના લીધે, અર્થાત્ “અશાતાના ઉદયથી” એવું શાથી ? વળી અશાતા કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે એની આધીનતા જીવને રહેવાથી જીવમાં તમારું માનેલું સ્વતંત્ર દ્રવ્યપણું ક્યાં રહ્યું ? ઉપરોક્ત બીજા અને ત્રીજા પ્રતિપાદનમાં પણ કારણ તરીકે વીર્યંતરાય અને મોહનીય કર્મ લીધા, તે પુદ્ગલ છે, અને કાર્ય તરીકે અસહ્યતા અને ઈચ્છા લીધી, તે તો આત્માના પરિણામ છે. તમારા હિસાબે, આત્મા પર પરદ્રવ્ય કશું કરી શકે નહિ, તો આ શું કહી રહ્યા છો ? તમારા મતે નિમિત્ત તો માત્ર હાજર હોય એટલું જ એ કારણ નથી, તો અહીં તો તમે સ્પષ્ટ કારણ માનીને આ પ્રતિપાદન કર્યું, એનું કેમ ? ચોથી વાત જે લખી કે “તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે એમાં તો સ્પષ્ટ જ સૂચવ્યું ને કે ઇચ્છા પ્રત્યે કર્મનો ઉદય કારણ બન્યો ? તે કારણ કાંઈ ઉપાદાન નથી; તે તો નિમિત્તકારણ છે. તો પછી “નિમિત્ત એ કશું કરી શકતું નથી; એ કારણ બની શકતું નથી એવું કયા મોંઢે બોલી શકો છો ? “આ કર્મ આ કરે છે, આ કર્મ આ કરે છે', એમ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સ્પષ્ટપણે નિમિત્તને જ મહત્ત્વ આપી રહ્યા છે, નિમિત્ત કાંઇક કરે છે એવું કહી રહ્યા છો. ત્યારે અશાતાકર્મ, વીર્યંતરાયકર્મ અને ચારિત્ર મોહનીય કર્મ એ કાંઇ ક્ષુધાવેદન, ઇચ્છાદિનું ઉપાદાન છે પણ નિમિત્ત નથી, એવુંય નહિ કહી શકો. છેવટે, ઉપરના પ્રતિપાદનમાં ‘આ શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું' એમ લખીને તો ખરેખર કમાલ કરી ! કેમ કે શુદ્ધનયથી આત્માને ક્ષુધા, અસહ્યતા, ઇચ્છા વગેરે હોવાનું માન્યું ! પાછું તે શુદ્ઘનયથી અશાતા કર્મથી ક્ષુધા, વીર્યંતરાયથી અસહ્યતા, ચારિત્ર મોહથી ઇચ્છા, આવું આવું કહ્યું. ખરી રીતે શુદ્ઘનયમાં તો આત્મા જ્ઞાનાદિગુણ સ્વભાવી છે, એને ક્ષુધાવાળો, અસહ્યતાવાળો કહેવો તેને શુદ્ઘનયની પ્રધાનતાનું કથન કેમ કહેવાય ? જુઓ એમાં પોતાની જ સાક્ષી (૩૦) સમયસારની ગાથા ૨૭૨મી ૫૨ લખ્યું કે, ‘આત્માને પરના નિમિત્તથી જે ભાવો થાય તે વ્યવહારનયના વિષય હોવાથી, વ્યવહારનય પરાશ્રિત છે.' આમાં શુદ્ઘનય ન લેતાં વ્યવહારનય લીધો. વળી અહીં પણ ચોખ્ખું જ કહ્યું કે ‘પરના નિમિત્તથી જે ભાવો થાય;' એટલે ? એજ કે, આત્મામાં ભાવો-ક્ષુધાવેદન-ઇચ્છા, રાગ વગેરે - જે થવાના, તેમાં નિમિત્તકા૨ણ પર છે. અહીં કદાચ બચાવ કરશે કે પણ એ તો વ્યવહારથી ને ? તો એની સામે પ્રશ્ન એ છે કે ત્યારે તમેય આ બધું કહેવા કરવાનું કરી રહ્યા છો એ ય વ્યવહાર નથી તો બીજું શું છે ? મોક્ષના તમારા માનેલા જે માર્ગે દોરી રહ્યા છો એમાંય વ્યવહાર નથી આચરાવતા તો બીજું શું છે ? માત્ર શ્રી સર્વજ્ઞ પ્રભુએ ફરમાવેલા અને શ્વેતાંબર માન્ય શાસ્ત્રમાં મળતા વ્યવહાર પ્રત્યે તમને સુગ હોવાથી વ્યવહારની નિંદા કરવાનો ધંધો જ લઇ બેઠા છો ને ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૨ (૩૧) સમયસાર ગાથા ૨૮૩-૮૫ના વિવેચનમાં તો વળી સ્પષ્ટ લખે છે કે “...માટે નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને રાગાદિ ભાવો નૈમિત્તિક છે.” નૈમિત્તિક એટલે કાર્ય. એમાં પરદ્રવ્યને નિમિત્તકારણ માન્યું. એના સમર્થનમાં જ વળી લખે છે કે “એમ જો ન હોય તો એકલા આત્માને રાગાદિ ભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.” અર્થાત્ પરદ્રવ્ય કર્મને નિમિત્તકારણ ન માને તો તો એકલા આત્મારૂપી કારણે જ રાગાદિ થયા એમ બને. તેથી જો આત્મા નિત્ય, તો રાગાદિભાવોનો પોતે કર્તા તરીકે પણ નિત્ય, એટલે સદા રાગાદિભાવો કર્યા જ કરશે; તેથી મોક્ષ અસંભવિત બની જશે. આવું ન બને માટે જ માનવું પડે કે આત્મા ઉપાદાન સાથે પરદ્રવ્ય એવા ” નિમિત્ત મળવાથી રાગાદિ કાર્ય થાય છે. આમાં ક્યાં બાકી રહ્યું ? હવે એ નિમિત્ત કશું કરતું નથી. એવું બોલે એ બકવાદ કે બીજું કાંઈ ? ઉન્મત્ત વચન જ ને ? (૩૨) સમયસાર પર વિવેચનમાં અંતે લખ્યું કે “તે (અમૃતચંદ્રીય ટીકા)ના વાંચનારા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે.” કહો કેવી ઘેલછા છે ? એક બાજુ તો, આજ સુધી જે મહાન પૂર્વાચાર્યો, શાસ્ત્રો અને વ્યવહારમાર્ગના આધારે ચાલી આવેલું જિનશાસન અહીં મળ્યું, એ સાચા ઉપકારી છે; અરે ! ખુદ તીર્થકર ભગવાન ઉપકારી છે', એમ માનવામાં મિથ્યાત્વ કહેવું છે અને બીજી બાજુ અહીં અમૃતચંદ્રનો ઉપકાર માનવો યુક્ત કહેવો છે ! શું આ પાગલપ્રલાપ નથી? પાછું એમાં શી યુક્તતા છે. તેનુંય આમ સમર્થન કરે છે – “કારણ કે તેના વાંચવા-સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે; તેનું શ્રદ્ધાન-આચરણ થાય છે; મિથ્યાજ્ઞાનાદિ Page #206 -------------------------------------------------------------------------- ________________ A ( ૧૬૩ દૂર થાય છે; પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે.” આમાં જુઓ કે કેવી સરસ (૧) ચોખી વ્યવહારની ઉપયોગિતા કહી ! એવું જ, (૨) પરદ્રવ્યની અસર, (૩) દ્રવ્યની પરતંત્રતા, (૪) નિમિત્તની સચોટ કારણતા, (૫) બાહ્યથી આત્યંતર વસ્તુની પ્રાપ્તિ વગેરે કેટકેટલું સૂચવ્યું ! તે આ રીતે - (૧) ટીકા ગ્રંથ સાંભળવાનો ચોક્ખો બાહ્ય વ્યવહાર કરવાથી આત્મસ્વરૂપ જણાય તે યાવત્ મોક્ષ મળે ત્યાં સુધી એમ લખ્યું, એ વ્યવહારની અટલ ઉપયોગીતા સૂચવી. (૨) ટીકા ગ્રંથ એ પરદ્રવ્ય છે એની આત્મા પર.અસર માની; (૩) ત્યાં આત્મદ્રવ્યની સ્વતંત્રતાને બદલે પરતંત્રતા કહી. (૪) આ ટીકા વાંચવા-સાંભળવાથી જ્ઞાન, શ્રદ્ધાન વગેરે કાર્ય થવાનું લખ્યું. તેમાં જ્ઞાનાદિ કાર્ય પ્રત્યે વાંચવાદિની ક્રિયાને સચોટ નિમિત્તકારણ કહ્યું. (૫) વાંચન એ બાહ્ય છે એનાથી આંતરિક વસ્તુને જ્ઞાન તેની પ્રાપ્તિ કહી. આટ આટલું પોતેજ સ્વીકારવા છતાં શ્વેતાંબરોએ માનેલા શુદ્ધ જૈન માર્ગની એજ વ્યવહારોપયોગીતા વગેરે વસ્તુ પર ખોટા પ્રહાર કરવા, સાચા શાસ્ત્રકાર મહર્ષિઓ ઉપર વ્યવહારમૂઢતાના આરોપ મૂકવા, એવા સિદ્ધાંતો બાંધવા કે “નિમિત્ત કશું કરતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્યની બીજા પર કોઈ જ અસર નથી; આત્માદિના સર્વકાલના પર્યાય ક્રમબદ્ધ નિયત હોવાથી એમાં કાંઈ ફેરફાર કરી શકાતો નથી (અર્થાત પુરુષાર્થ નકામો છે); જીવના પર કોઈનો ઉપકાર નથી; વ્યવહાર તો અનંતીવાર આચર્યા એથી શું કલ્યાણ થયું ?..' આવું આવું માનવુંબોલવું, પણ આચરવું જુદું; આ બધું કેટલું બધું અસમંજસ, બેહૂદું, મૂર્ખતા અને મૂઢતાભર્યું ! તથા તદ્દન પોકળ અને અવિશ્વસનીય છે ! એ સામાન્ય અક્કલવાળોય સમજી શકે એમ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ છે, તો પ્રાજ્ઞજનો ને વિકસિત બુદ્ધિવાળા મહાનુભાવો તો જરૂર સમજશે. હવે એમના જ માનેલા પ્રવચનસારાદિ ગ્રંથમાં નિમિત્ત કારણનું કેવું સમર્થન છે તેના થોડા નમુના જુઓ. (૩૩) પ્રવચનસાર ગાથા ૧૪૭મીમાં કહે છે કે “ચાર પ્રાણથી જીવે તે જીવ કહેવાય.” ચાર પ્રાણમાં ઇન્દ્રિય, મનવચન-કાયાનું બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્યકર્મ આવે છે. શું છે આ ? પુદ્ગલ દ્રવ્યો, એના આધારે જીવે તેને અહીં જીવ કહ્યો. જીવન જીવવા માટે પરદ્રવ્ય પુદ્ગલની જરૂર પડી ! નવા પંથની વિરુદ્ધ આ કેવી સરસ પરિદ્રવ્યની અસરની અને જીવદ્રવ્યની પરતંત્રતાની વાત ! કેટલું સચોટ નિમિત્ત કારણતાનું પ્રતિપાદન! (૩૪) પ્રવચનસાર ગાથા ૧૪૮મીમાં લખ્યું છે કે “જીવ કર્મફળ ભોગવીને અન્ય કર્મોથી બંધાય છે.” એના પર એમના જ મતવાળા ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું કે “કર્મફળ” એટલે “પૌદ્ગલિક કર્મનું ફળ', કર્મોથી બંધાય છે એટલે પૌગલિક કર્મોથી બંધાય છે. કહો, આમાં જીવમાં ફળના ભોગવટાનો પરિણામ જે જન્મે, તેમાં મુખ્ય નિમિત્ત કારણ પૌદ્ગલિક કર્મને ગમ્યું ત્યાં તથા જીવ પર નવા કર્મનો બંધ થાય ત્યાં, નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની આધીનતા સ્પષ્ટપણે કહેવામાં કાંઈ બાકી રાખ્યું ? (૩૫) પ્રવચનસાર ગાથા ૧૫૩મીમાં લખ્યું કે “નર, નારક વગેરે જીવના પર્યાય (અવસ્થા) નામકર્મના ઉદયથી થાય છે.” ટીકાકારે વળી સ્પષ્ટ કર્યું કે “નામકર્મના ઉદયથી” એટલે કે “નામકર્મ પુદ્ગલના વિપાકના કારણે'. આમાં પણ ચોક્કે ચોક્ખી નામકર્મયુગલરૂપી પરદ્રવ્યની અસર તળે જીવમાં નરકપણું-નરપણું વગેરે પર્યાય થવાની પરતંત્રતા બતાવી. ત્યાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ક્યાં રહી એમની માનેલી દરેક દ્રવ્યની સ્વતંત્રતા ? નરપણું નારકપણું વગેરે કાર્યનું ઉપાદાન તો જીવ છે, પરંતુ એ થવામાં મુખ્ય કારણ નામકર્મરૂપી નિમિત્તને ગણ્યું, ત્યાં ક્યાં ઊભી એમણે સ્વીકારેલી નિમિત્તની માત્ર હાજરી ? ક્યાં રહી એની અકારણતા (કશું ન કરી શકવાપણું) ? ‘નરપણું-ના૨કપણું વગેરે જીવના પર્યાય નથી પુદ્ગલના પર્યાય છે', એવું એમનાથી કહી શકાય એમ નથી. કેમ કે જો એને જીવના પર્યાય ન માને તો પછી તો જીવને સિદ્ધ જ કહેવો પડે. સંસારી કહી શકાય જ નહિ. તેમજ ગાથામાંય સ્પષ્ટપણે જીવોના પર્યાય કહ્યા છે, એની પ્રત્યે ચોક્ખા નામકર્મપુદ્ગલને કારણ કહ્યા છે. જો આમ નિમિત્તનું આટલું સ્પષ્ટપણે પ્રાબલ્ય જણાવાય છે, પણ નહિ કે માત્ર હાજરી, તેમ જ એક દ્રવ્યનો બીજા પર ઉપકાર દર્શાવાય છે, તો પછી પુણ્યકર્મ, શુભ આલંબનો, શુભ અનુષ્ઠાનો, શુભ વ્યવહાર વગેરેને આત્મસાધનામાં કારણ માનવામાં શો વાંધો આવે છે ? એનાથી જીવ ૫૨ ઉપકાર થવાનું સ્વીકારવામાં શું નડે છે, કે જેથી ઉલટું એને ઉડાવીને સ્વપરને એનાથી વંચિત રાખી મોક્ષપ્રયાણને બદલે ભવભ્રમણ વધારાય છે? શુભને બદલે અશુભ વ્યવહારમાં ગળાબૂડ ડૂબ્યા રહેવાય છે? (૩૬) પ્રવચનસાર ગાથા ૧૭૯મી ચોખ્ખું કહે છે કે રાગી જીવ કર્મ બાંધે છે' અર્થાત્ જીવનો રાગપરિણામ કર્મપુદ્ગલનું સર્જન કરે છે. અહીં જો ખાલી આત્મધર્મભૂત ભાવકર્મ લેવા હોત, તો તો તે ભાવકર્મ અંત તો ગત્વા આત્માના રાગરૂપ બનત. તેથી એમ જ કહેવું ઉચિત હતું કે ‘રાગી જીવ રાગ બાંધે છે !' બીજું ‘બાંધે છે' એ શબ્દ બંધન ક્રિયા સૂચવે છે તે કોઇ પુદ્ગલ દ્રવ્યથી જ હોય ને ? એટલે આમાં પણ પરદ્રવ્ય અને નિમિત્તની અસર કહી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ (૩૭) પ્રવચનસાર ગાથા ૧૮૬મી પર લખે છે કે, ‘સંસાર દશામાં અશુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મપુદ્ગલજ જીવને ગ્રહે છે.' અહીં પુછો કે કર્મરજ જીવને ગ્રહે એટલે જીવમાં કોઇ પર્યાય, કોઇ પરિણામ ઉત્પન્ન થાય કે નહિ. જો થાય તો એ થવામા કર્મ૨જ-પરદ્રવ્ય કારણ બન્યું કે નહિ ? પ્રવચનસારમાં કહ્યું કે ‘રાગી જીવ કર્મને બાંધે છે, અને રાગરહિત આત્મા કર્મથી મૂકાય છે. આ નિશ્ચયથી જીવોનો બંધ જાણવો.' આમાં નિશ્ચયથી બંધનું લક્ષણ જે જણાવ્યું તેમાં પરદ્રવ્ય એવા કર્મનો જીવ સાથે સંબંધ કહ્યો, એટલે કે નિશ્ચયથી જીવમાં કર્મનિમિત્તે બંધપરિણામ ઉત્પન્ન થવાનું માન્યું. એ પણ નિમિત્તની પ્રબળ કારણતા જ સૂચવી ને ? એની જ માફક. (૩૮) સમયસારમાં એક સ્થાને કહ્યું કે જેમ સૂર્યકાંત મણિ પોતે જ પોતાના સ્વભાવથી અગ્નિરૂપે પરિણમતો નથી, પરંતુ તેમાં પડતું સૂર્યપ્રતિબિંબ એ અગ્નિ-પરિણામમાં નિમિત્ત છે. (અગ્નિનું ઉપાદાન-દ્રવ્ય જુદું છે, સૂર્યકાંત મણિ નથી; પરંતુ મણિ અને સૂર્ય કિરણનો સંબંધ એ અગ્નિમાં પ્રબળ નિમિત્ત છે.) એવી રીતે આત્મામાં થતા રાગાદિ પરિણામનું નિમિત્ત પરદ્રવ્ય સંબંધ જ છે.’ આ પણ સ્પષ્ટ તથા નિમિત્તકા૨ણ અને પરદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર સૂચવી રહ્યું છે. (૩૯) પ્રવચનસારે પણ ગાથા ૧૭૩મીમાં કહ્યું કે, ‘àહિં પુષ્પાતાળ બંધો નીવસ રાનમાવીદિન - સ્પર્શથી પુદ્ગલમાં બંધ થાય અને રાગાદિથી જીવમાં બંધ થાય. અર્થાત્ જૂનાં કર્મમાં નવા કર્મનો એકમેક સંબંધ થયો તેમાં કાંઇ કર્મના રાગાદિ કારણ નથી, કેમ કે કર્મપુદ્ગલને રાગ-સ્વભાવ હોતો નથી; એમાં તો અન્યોન્ય સ્પર્શ અને અવગાહ કારણ છે. પરંતુ એજ નવા કર્મમાં જે આત્માનો બંધ-ખીરનીરવત્ સંબંધ થયો, એમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કારણભૂત આત્માના રાગાદિ પરિણામ છે.' કેવો સરસ વિવેક કરી બતાવ્યો ! વાત પણ સાચી છે કે નવાં કર્મને બંને સાથે ગાઢ સંબંધ થાય છે, (૧) જૂનાં કર્મ સાથે, અને (૨) જીવ સાથે. એમાં જીવ સાથે સંબંધ થવામાં એટલે કે એ નવાં કર્મમાં જીવ સંબંધનો પર્યાય ઉત્પન્ન થવામાં નિમિત્તભૂત પરદ્રવ્ય જીવના રાગાદિ પરિણામ છે. (૪૦) ત્યારે, નિયમાનુસાર ગાથા ૫૩મીમાં તો વળી સ્પષ્ટપણે જ કહ્યું કે, ‘સમ્મત્તસ નિમિત્તે નિપુત્ત, તસ जाणया पुरिसा । अंतरहेयो (ऊ) भणिदा दंसणमोहस्स વયવસ્તુવી I' અર્થાત્ સમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં બે કારણ, (૧) એક બાહ્ય નિમિત્તકા૨ણ તે જિનવચન અને તજ્ઞ પુરુષ; (૨) બીજું આત્યંતર કારણ, તે દર્શનમોહનીયકર્મનો ક્ષય વગેરે. આમ કહેવામાં પણ એમના જ માનેલા નિયમસાર શાસ્ત્રે આત્મદ્રવ્યને સમ્યક્ત્વ પરિણામ થવામાં સ્વાતંત્ર્ય ન માન્યું ને? બાહ્ય નિમિત્ત એવા શ્રી જિનવચન પર જ પરતંત્ર માન્યું ને? પરદ્રવ્યભૂત મોહનીય કર્મના ક્ષય ઉપર જ પરાધીન માન્યું ને? (૪૧) ‘ધવલા'માં શ્રી ભૂતબલિ સૂત્ર ૯૩માં કહે છે કે ‘મિશ્રર્દષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, સંયતાસંયત અને સંયત, ગુણસ્થાનમાં અવશ્ય (લબ્ધિ) પર્યાપ્તા જીવો હોય છે.' અહીં જુઓ કે પર્યાપ્તા એટલે ? આહારાદિ પુદ્ગલના ખાસ નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થતી આહારાદિ પરિણમાવવાની શક્તિવાળા તે પર્યાપ્તા. સ્વસ્થાનયોગ્ય શક્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્તા. આવાજ જીવોને મિશ્રદૃષ્ટિ વગેરે ગુણસ્થાન માન્યા. અરે ભલા! આત્માના ગુણરૂપી પરિણામમાં પુદ્ગલના ખાસ નિમિત્તની શી જરૂર હતી ? અપર્યાપ્તા જીવોને એ ગુણ ન હોય એ જ સૂચવે છે કે પુદ્ગલરૂપી પરદ્રવ્યની પણ પ્રબળ નિમિત્તકારણતા અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આધીનતા માનવી જ પડશે. (૪૨) સમયસાર ગાથા ૧૯૩મીમાં કહે છે કે “સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિયોથી ચેતન જડદ્રવ્યોના જે ઉપભોગ કરે છે તે બધા નિર્જરાનું કારણ છે.” આમાં પણ જુઓ કે ઇન્દ્રિયોથી દ્રવ્યોનો ભોગવટો એ આત્મધર્મ છે, એમાં અપેક્ષા રહી તે તે દ્રવ્યોની; એ પરદ્રવ્યની પરાધીનતા આવી ! કેમ કે જેવાં જેવાં દ્રવ્યો હશે તેવો તેવો ઉપભોગ થશે. સાકરથી મીઠાશનો અનુભવ અને કરીયાતાથી કડવાશનો ભોગવટો થશે. આમાં આત્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? ભોગવટારૂપી કાર્ય પર નિમિત્ત કારણની મોટી અસર રહી, ત્યાં “નિમિત્ત નકામું ક્યાં રહ્યું ? વળી, આ સમ્યક્ત્વ સહિત ભોગવટાને કર્મક્ષયનું કારણ કહ્યું, ત્યાં પણ તેવું આત્મદ્રવ્ય પર એવા કર્મદ્રવ્યના નાશ પરિણામમાં નિમિત્ત કારણ જ બન્યું ! (૪૩) પંચાસ્તિકાયમાં કહ્યું છે કે “જીવ એ ચેતન છે, ઉપયોગ લક્ષણવાળો છે, પ્રભુ છે, કર્તા, ભોક્તા તથા દેહપ્રમાણ છે અને જ્યાં સુધી કર્મસંયુક્ત છે ત્યાં સુધી મુક્ત નથી.” આમાં આત્માને દેહપ્રમાણ કહ્યો. ત્યાં જેટલો નાનો-મોટો અને જેવી આકૃતિવાળો દેહ હશે, તેટલો અને તેવી આકૃતિવાળો આત્માનો પરિમાણ બનશે. આનું નામ આત્મદ્રવ્યની સ્વતંત્રતા કે પરતંત્રતા? કદાચ કહેશો કે, પ્ર૦ – પણ એ તો વ્યવહારથી ને ? ઉ0 - તો એ કહો કે શું એ અવાસ્તવિક સ્થિતિ છે? શું આત્મા ખરેખર દેહપ્રમાણવાળો નથી બનતો ? શું આ જુઠું કથન છે? ના, તો પછી આત્મા જ્યાં સુધી મોક્ષ પામી સર્વથા કર્મમુક્ત અને દેહમુક્ત નથી બન્યો, ત્યાં સુધી આત્મા પર બાહ્ય શુભ દ્રવ્યોની અસર કેમ ન હોય ? કેમ શુભક્રિયાઓ આત્મશુદ્ધિમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ નિમિત્તકારણ ન બને ? આત્મા કર્મસંયુક્ત છે ત્યાં સુધી સંસારીપણાના પર્યાયવાળો છે, એમાં પણ કર્મરૂપી પરદ્રવ્યની પરાધીનતા આવી. કર્મને જ આધારે જીવમાં સંસારી અવસ્થા, એજ જીવની પરતંત્રતા. (૪૪) ગોમટસાર જીવકાંડમાં કહ્યું કે “જીવ કર્મખેતર ખેડી એમાં અનેક પ્રકારના સુખ-દુઃખના પાક નીપજાવે છે. અહીં પણ સ્પષ્ટતયા જીવદ્રવ્યને કર્મદ્રવ્ય પર અસર કરનારો માન્યો; અને કર્મદ્રવ્યને જીવમાં સુખ-દુ:ખ કરાવનાર તરીકે માન્યું. અર્થાત્ એકબીજાને પરાધીન બન્યા, ત્યાં સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? (૫) “પદ્મનંદિ પંચ વિંશતિ'માં કહ્યું કે “આમ તો આત્મામાં ક્રોધાદિ વિકાર ન થાય, પણ જેમ રક્તમણિના સંયોગથી સ્ફટિકમાં લાલાશ દેખાય, તેમ કર્મના સંબંધથી જીવમાં ક્રોધાદિ વિકારો જન્મે છે.” આમાં પણ સ્પષ્ટપણે જીવ પરિણામમાં કર્મને નિમિત્તકારણ કહ્યું. (૪૬) પ્રવચનસાર ગાથા ૨૦૭મીમાં કહ્યું કે “વ્રત સહિત ક્રિયામાર્ગને સાંભળીને જે એમાં જોડાય તે શ્રમણ છે.” આમાં પણ શ્રમણગુણ તો આત્મપરિણામ છે, એમાં વ્રતસ્વીકાર અને ક્રિયારૂપી બાહ્ય માર્ગને નિમિત્તકારણ માન્યા ! આવું કરે તો શ્રમણપર્યાય, એટલે કે પર્યાય નિયત નહિ, પણ આવા પુરુષાર્થ પર આધાર રાખનારો માન્યો ! એવું જ. (૪૭) ગાથા ર૨૬મીમાં કહ્યું કે “યોગ્ય આહાર-વિહારવાળો એવો કષાય રહિત આત્મા શ્રમણ છે.” - આમાં પણ બાહ્ય એવી શરીરરૂપી પરદ્રવ્યની આહાર-વિહાર ક્રિયાને આત્માના શ્રમણપણામાં નિમિત્તકારણ માન્યું. ક્યાં રહી આમાં નિમિત્તની માત્ર હાજરી ? આ તો સ્પષ્ટ કારણતાજ કહે છે. એવું જ ગાથા ૨૨૮-૨મી વગેરેમાં બાહ્યતપ અને યોગ્ય આહારનું સ્વરૂપ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ =૧૭૦) વિસ્તારથી ફરમાવ્યું છે. (૪૮) પ્રવચનસાર ગાથા ૨૪૫મીમાં સ્પષ્ટ કર્યું છે કે “સમ સુથ્થવગુત્તા અવગુત્તા ર’ – ગાથા ૨૬૦મીમાં પણ કહ્યું છે કે, “અમોવમોગર િસુથ્થવગુત્તા સુદ્ધોવગુત્તા વા ? અર્થાત્ સાધુઓ શુદ્ધ અને શુભ બંનેય ઉપયોગવાળા હોય છે. ટીકામાં પણ કહ્યું કે શુભ ઉપયોગવાળાનેય ધર્મ હોય છે. અહીં જ્યારે સાધુ જેવાનેય શુભ ઉપયોગ માન્યો, ને અશુભ ઉપયોગ ટાળવા કહ્યું તો પછી ગૃહસ્થને શુભ ઉપયોગમાં નુકશાન કેમ જ કહી શકાય ? પહેલાં શુભ ઉપયોગથી અશુભને ટાળવાનું કેમ જરૂરી ન હોય ? શુભમાર્ગની=પુણ્યમાર્ગની આચરણા કરી કરીને શુભ ઉપયોગ વધારતા વધારતા શુદ્ધ ઉપયોગ આવી જાય છે. માટે તો ગાથા ૨૪૬મીની ટીકામાં લખ્યું છે કે શુભ ઉપયોગવાળા સાધુમાં શુદ્ધના અનુરાગવાળું ચારિત્રનું સ્વરૂપ હોય છે, તેથી ગૃહસ્થને પણ સાંસારિક આશય-પૌગલિક સુખની આશંસા ન જોઈએ; કેમ કે તેમાં ઉપયોગ શુભ પણ રહેતો નથી. બાકી શુભોપયોગથી ગૃહસ્થ પણ આગળ વધી શકે છે. તો શુભની પણ આમ નિમિત્તકારણતા છે જ. તેથી નિમિત્ત કાંઈ કરતું નથી' એમ કહેવું, એ મૂર્ધવચન છે. મુનિ જેવાને પણ પ્રવચનસાર ગ્રંથે યોગ્ય આહારગ્રહણાદિ ઘણી શુભક્રિયાઓ અવશ્ય કર્તવ્ય કહી છે. બાહ્ય ક્રિયા અને બાહ્ય નિમિત્તો જો નપુંસક જેવા હોત તો શા માટે કર્તવ્ય કહેત ? એટલે જ બાહ્ય શુભનિમિત્ત - શુભવ્યવહારને ઉડાવનારા નૂતન પંથીઓ પોતાના જ માનેલા પ્રવચનસારાદિ ગ્રંથો અને એના રચયિતા કુંદકુંદાચાર્ય જેવાનો પણ ભયંકર દ્રોહ કરી રહ્યા છે. (૪૯) પ્રવચનસાર ગાથા ૨૬૫મીમાં તો ત્યાં સુધી લખ્યું કે “જે શાસનના પદાર્થનું બહારથી ઘસાતું બોલે નિંદે, તથા Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૧ સાધુઓના અભ્યત્થાનાદિ (આવે ત્યારે ઊભા થવું વગેરે) વિનય ન સાચવે, એમાં અનુમત–સંમત ન હોય તે નષ્ટ ચારિત્રવાળો બને છે. તેનું ચારિત્ર નાશ પામી ગયું હોય છે.' આત્માના આંતરિક ગુણસાધુપણા પ્રત્યે અનિંદા અને વિનયાદિ બાહ્ય નિમિત્તની કેટલી બધી સચોટ કારણતા ભારપૂર્વક માની !! પ્ર- પણ એ બધું કથન વ્યવહારથી છે ને ? નિશ્ચયથી ક્યાં પારમાર્થિક છે? ઉ૦ - એમ? તો પહેલાં એ તો કહો કે તમારી આ બધી વ્યવહાર ઉડાવનારી જે ભાષણાદિ પ્રવૃત્તિ છે, એ નિશ્ચયધર્મ છે કે વ્યવહારધર્મ છે? જો કે અમે તો એને ધર્મ નહિ પણ નીતરતો અધર્મ જ માનીએ છીએ, જૈનદર્શન પણ એ બધાને અધર્મ જ કહે છે; છતાં તમારા મતે પણ તે માત્ર વ્યવહાર ઠરશે, નિશ્ચય નહિ. તો વ્યવહાર વિના તો તમારે ય ચાલતું નથી. તેમ તમારા શાસ્ત્ર પણ જ્યારે બાહ્ય નિમિત્ત અને વ્યવહારને આવશ્યક માને છે, તો પછી શા માટે એને તમે ઉડાવો છો ? નકામા ગણો છો ? - પ્રવ - અમે તો એ વિચારવાનું કહીએ છીએ ને કે શુદ્ધનયથી મોક્ષમાર્ગ કયો ? ઉ0 - એટલે શું અશુદ્ધનયનો મોક્ષમાર્ગ અનાચરણીય કહો છો ? કિંમત વિનાનો કહો છો ? તો પછી પ્રવચનસારમાં એવું શા માટે કહેત કે શાસનના પદાર્થોનું બહાર ઘસાતું બોલે કે સાધુનો બાહ્ય પણ વિનય સાચવવાની ક્રિયાને ન માને એનું ચારિત્ર નષ્ટ સમજવું. નિંદા કરવી કે વિનયને ન ગણવો, ન સાચવવો, એ તો બાહ્ય વ્યવહાર છે. એ વિનય આચરવા પર એટલો બધો ભાર કેમ મૂક્યો? કે એના વિના ચારિત્રનો નાશ ગણ્યો ! તો પછી એવા શુભ નિમિત્ત, શુભક્રિયા, શુભવ્યવહારનું મૂલ્યાંકન સહેજ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પણ ઓછું કરવામાં શી બુદ્ધિમત્તા છે ? ઉલટું, એની અતિ ઉપયોગીતાને જ્યારે શાસન પણ ઠામઠામ બતાવે છે, તેમજ યુક્તિ પણ સાબિત કરે છે, તો પછી એના પર સુજ્ઞ માણસે પણ ભાર મૂકીને સ્વ-પરની ખૂબજ આચરણામાં ઊતરે, એવું કરવું ઘટે. માત્ર એ આચરણાની સાથે નિશ્ચયનું લક્ષ રાખવુંરખાવવું જોઈએ, જેથી એ અમૃતક્રિયા બને; તારક નિમિત્ત બને. માટે જે મૂર્તિપૂજક શ્વેતાંબરને માન્ય શાસ્ત્રોમાં વર્ણવેલા સત્ય જૈનતત્ત્વ મુજબ નિશ્ચય મોક્ષમાર્ગ ઉપરાંત ગૃહસ્થ અને સાધુનો બાહ્ય વ્યવહાર ધર્મ, આચાર-અનુષ્ઠાન માર્ગ, ઉપાદાન ઉપરાંત નિમિત્તકારણની પ્રબળ આવશ્યકતા વગેરે જ વ્યાજબી છે. સમયસારાદિ ગ્રંથોના આધારે નિમિત્ત કારણતાનું અને પદ્રવ્યની અસરનું સમર્થન થયું. હવે યુક્તિ અને દૃષ્ટાંતોથી પણ એવું જ સમર્થન જરા જોઈએ. કાટ Page #216 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તકારણતા, પુણ્યની ઉપયોગિતા, વ્યવહારની ઉપકારકતા અને પરદ્રવ્યપરતંત્રતા ઉપર યુક્તિઓ અને દાંતો (૧) સિદ્ધ ભગવાનને સમયે સમયે જે જ્ઞાન વર્તે છે, તેમાં વિષય તરીકે જગત એ નિમિત્તકારણ છે. કેમ કે સમયે સમયે જગત જેવું પરિણમે છે, જ્ઞાનને પણ બરાબર તેવું જ પરિણમવું પડે છે; અર્થાત્ બ્રેયની વર્તનાને અનુસારે જ જ્ઞાનની વર્તના હોય છે, નહિતર જ્ઞાન ખોટું ઠરે. જ્ઞાનરૂપી કાર્યનું ઉપાદાન કારણ તો આત્મા છે, પરંતુ નિમિત્તભૂત વિષયની પણ મહાન અપેક્ષા રહી. એનું જ નામ નિમિત્ત પણ એક સચોટ કારણ છે. (૨) સિદ્ધ અવસ્થામાં આત્માના પ્રદેશોનું અવસ્થાન છેવટના ત્યજેલ દેહના આકાર મુજબ હોય છે. અર્થાત્ મોક્ષ પામતી વખતે જો શરીર કાઉસ્સગ્નમાં ઊભું, તો મોક્ષમાં આત્મપ્રદેશો એ રીતે ઊભા; જો કાયા બેઠેલી પદ્માસને, તો આત્મપ્રદેશો પણ મોક્ષમાં તેવા આકારે હોય છે. અહીં પ્રશ્ન એ છે કે મોક્ષના આત્માના પ્રદેશોમાં જુદા જુદા આકારે અવસ્થાન થવામાં નિયામક કોણ ? કહેવું જ પડશે કે જુદા જુદા પૂર્વના દેહના આકાર એજ નિયામક, એજ નિમિત્તકારણ. (૩) સહજ ગતિથી જેમ આત્મા મધ્યલોકમાંથી છૂટી સિદ્ધશિલા પર પહોંચ્યો, તેમ તેથી પણ આગળ ઉંચે અલોકમાં કેમ ન ગયો ? કહેવું જ પડશે કે ત્યાં ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. આમ ગતિપર્યાયનું ઉપાદાન તો આત્મા પોતે છે, પણ ગતિમાં એને પરદ્રવ્ય ધર્મા દ્રવ્યની પરતંત્રતા સેવવી પડે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ = = છે. તેથી જ અલોકમાં એના અભાવે આત્મા ગતિ નથી કરી શકતો, એમ કહી શકાય. (૪) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ દ્રવ્યની સાર્થકતા શાના ઉપર ? એ દ્રવ્યોની સાબિતી શી ? કહેવું જ પડશે કે પર એવા જીવ-પુદ્ગલ દ્રવ્યોમાં થતા ગતિ, સ્થિતિ, અવગાહ અને વર્તના પર્યાયોમાં ક્રમશ: અસાધારણ નિમિત્ત કારણ તરીકે એ દ્રવ્યો છે. એથી એની સિદ્ધિ અને સાર્થકતા છે. વાત સાચી છે કે જીવદ્રવ્ય ગતિપરિણામને ધર્મદ્રવ્યમાંથી નહિ લે; એ તો જીવ પોતે જ ગતિરૂપે પરિણમશે; છતાં એ પરિણમવાનું જયાં સુધી ધર્માસ્તિકાય દ્રવ્ય મળે ત્યાં સુધી જ થવાનું. તેથી જ અલોકમાં ધર્મના અભાવે જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિ નહિ. તો પરદ્રવ્યો પ્રબળ નિમિત્ત કારણ બન્યા જ ને ? (૫) પુદ્ગલ પરિચયથી વધેલી રાગદશા એ અભેદઅધ્યાસ (કાયામાં જ આત્મબુદ્ધિ) પુદ્ગલના ત્યાગરૂપી વ્યવહારધર્મથી ઓછા થશે. માટે તો ડૉકટર કેટલાક ક્ષયરોગીને સ્ત્રીથી દૂર ગામે રહેવાનું કહે છે. કેમ કે સ્ત્રી જો સામે હશે તો રોગી વિકારી થશે. દૂર હશે તો શાંત રહેશે. શરીર સત્ત્વ નહિ ગુમાવે. આમ બાહ્ય ત્યાગથી આંતરિક વિકારનું જોર ઓછું રહે છે; બાહ્ય સંસર્ગથી વિકાર પુષ્ટ રહે છે, વધે છે. આનું નામ આત્માની વિકાર અંગે પરદ્રવ્ય ઉપર આધીનતા રહી. (૬) નિશાળીઓ નિશાળે જવાના બાહ્ય વ્યવહારથી નિશાળ અને વિદ્યાભ્યાસના આંતરિક મમત્વવાળો બને છે. માટે આંતરિક આત્મગુણ પર બાહ્ય વ્યવહાર ઉપકારી બન્યો. નવીન પંથવાળાનો મિથ્યાત્વ પરિણામ પર એમજ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ મિથ્યાત્વદેશનાના બાહ્ય શ્રવણ વ્યવહારથી અને મિથ્યાસાહિત્યના બાહ્ય વાંચન વ્યવહારથી સૃષ્ટિ-પુષ્ટિ અને વૃદ્ધિ પામ્યો છે. (૭) નવી પરણી આવેલી પત્ની, પતિના અને સાસુ વગેરેના બાહ્ય વ્યવહાર વર્તાવના આધારે પોતાનું વલણ ઘડે છે; ભલે પતિ-સાસુ વગેરેના અંતરમાં ગમે તે હોય, એ વ્યવહારની અગત્ય સૂચવે છે. (૮) વ્યસની માણસ કાંઈ એકાએક ઉગ્ર વ્યસની નથી બની ગયો, પણ વ્યસનના બાહ્ય વ્યવહારના વધતા જતા સેવનથી બન્યો છે. (૯) નાના છોકરાની બહુ પ્રશંસા કરવાનો વ્યવહાર આચરો, તો એનો આત્મા એ સાંભળી ગર્વિષ્ઠ અને ઉદ્ધત બને છે. બાહ્ય વ્યવહાર કેવી અને કેટલી અસર કરે છે ! (૧૦) બાહ્ય તપના વ્યવહારમાં ચઢતા ચઢતા આંતરિક ક્ષયોપશમ સિદ્ધ થવાથી આત્મતેજ-આત્મસત્ત્વ ખીલે છે. એજ વ્યવહારની ઉપયોગીતા. (૧૧) જીવવિપાકી કર્મ-પ્રકૃતિનું ફળ કોના ઉપર ? દા.ત. જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિની અસર જીવના દ્રવ્ય પર થાય છે, કેમ કે જીવમાં અજ્ઞાનપરિણામ પેદા કરે છે. આમ પરદ્રવ્યને આધીન જીવપરિણામ બન્યો. (૧૨) ઘાતકર્મ ખપી ગયા એટલે તો આત્મામાં વીતરાગસર્વજ્ઞદશા આવી, બધા કુસંસ્કાર નષ્ટ થઈ આત્મા શુદ્ધ બની ગયો, તો હવે એ સંસારમાં શા માટે? તે, હવે અઘાતી કર્મોથી આત્માને શું? હવે તો એ સીધો મોક્ષ જ પામી જાય ને ? પૂર્ણ બન્યા પછી, શુદ્ધ બન્યા પછી પણ આત્માને સંસાર-અવસ્થામાં રાખનાર અઘાતી કર્મ સિવાય બીજું કોણ છે ? કોઇ અજ્ઞાન, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મિથ્યાત્વાદિ તો છે નહિ. તેથી જ આત્મા ઉપર પર એવા કર્મદ્રવ્યની પરતંત્રતા માનો જ. (૧૩) પુણ્યની ઉપયોગિતા જુઓ કે નમસ્કાર મહામંત્રમાં “સબ પાવપ્પણાસણો' કહ્યું પણ “સલ્વ કમ્મપ્પણાસણો' ન કહ્યું. કેમ કે કર્મમાં પાપકર્મ તો પુરુષાર્થથી નાશ કરવા યોગ્ય છે; ત્યારે પુણ્યકર્મ દા.ત. મનુષ્યભવનું પુણ્ય સાધનાની અનુકૂળતા મેળવવા ઉપયોગી છે; તેથી પુણ્યના નાશનો ઉદ્યમ નથી કરવાનો. પછી વધેલાં પુણ્ય છેવટે મોક્ષ જવા પૂર્વે સહેજે સહેજે નાશ પામી જશે, ને મોક્ષ થશે. (૧૪) પુણ્યની પ્રબળ ઉપકારકતા જુઓ કે (ક) મોક્ષ માત્ર મનુષ્યભવમાંથી જ થાય એવું શાથી ? એજ સૂચવે છે કે મોક્ષ માટે માનવભવની ને તેના યોગ્ય પુણ્યની જરૂર છે. (ખ) એટલું જ નહિ પણ ત્યાંય ક્ષપકશ્રેણિ માંડવા પૂર્વે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મોક્ષ જ અટકી જાય છે. એય સૂચવે છે કે દીર્ઘ આયુષ્યના પુણ્યથી પણ જરૂર છે. (ગ) એમાં પણ આંખકાન કામ ન કરતા હોય તો બિચારો ધર્મઉપદેશ વાંચી-સાંભળી શકતો નથી, તેથી આરાધનામાં ચઢી શકતો નથી. એ વસ્તુ પણ સાબિત કરે છે કે તે તે ઇન્દ્રિયોના પુણ્યની પણ જરૂર છે. (ઘ) એવા જ સ્વસ્થ અને ચિત્તભ્રમ વિનાના અમૂઢ મનના પુણ્યની પણ ખૂબજ આવશ્યકતા છે. નહિતર ગાંડો શું સાધે ? (ડ) આ બધું છે પણ શરીર જન્મથી ભારે રોગગ્રસ્ત છે; તો ગુરુયોગ, ચારિત્ર વગેરે ક્યાંથી પામશે ? એટલે આરોગ્યનું પુણ્યય જરૂરી છે. (ચ) મનુષ્યભવ, દીર્ધાયુષ્ય, પાંચેય ઇન્દ્રિયો, સ્વસ્થ મન અને આરોગ્ય તો મળ્યું પણ આફ્રિકાના જંગલ જેવા અનાર્ય દેશમાં જન્મ મળ્યો તો એ શું ધર્મસમજ અને ધર્મસાધના પામવાનો ? કંઈ જ નહિ. માટે આર્યદેશના જન્મના Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પુણ્યનીય જરૂર છે. (છ) આર્યદેશમાં પણ જો પ્લેચ્છ કુળમાં જન્મ મળે તો ય ત્યાં શું સારું પામે ? એટલે આર્યકુળ અને વિશેષે કરીને જૈનકુળના જન્મનું પુણ્ય પણ આવશ્યક છે. (જ) એમાં પણ જો સુધારક કે નાસ્તિક કુળમાં જન્મ્યો અને એમ જ ઉછર્યો તો સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણ વગેરે નહિ પામવાનો. તેથી ગુરુયોગ, શ્રવણયોગ પામવાનું પુણ્ય પણ જોઇશે જ. આત્મા આવા આવા પુણ્ય વિના પાંગળો છે; પુણ્યથી સશક્ત છે. પુણ્યે આપેલી સામગ્રીમાં ધર્મપુરુષાર્થ સારો કરી શકે છે. એવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. પુણ્યાનુબંધી પુણ્ય ત્યાજય નથી, પણ ઉપાદેય છે, એના ઉપાર્જક પુણ્ય માર્ગો ઉપાદેય છે. પુણ્ય અંતે છૂટવાનું છે, ને પછી જ મોક્ષ થવાનો છે તેથી કરીને કાંઈ અત્યારથી ન છોડી દેવાય. બાળકને ચાલતાં શીખવાની ઘોડી (ઠેલણ ગાડી) પાછળથી છૂટી જવાની છે, તેથી કાંઈ પહેલેથી ઘોડી વિના ધડાધડ ન ચલાવાય; નહિતર હાથ-પગ-માથું ભાંગે. રોગીને નિરોગી બન્ચે દવા અને પથ્ય છૂટવાના જ છે તેથી કાંઈ રોગદશામાં જ દવા-પથ્ય છોડી ન દેવાય. તેમ બાળ આત્માને પુણ્ય એ ટેકો છે. મોક્ષ થતાં આત્મા સશક્ત બનશે ત્યાં પુણ્ય છૂટી જશે. સંસારી જીવ રોગી છે, તેથી પુણ્યના ઉપચારની જરૂર છે. નિરોગી થવાની છેલ્લી ઘડીએ આત્માના અતિસામર્થ્યથી અને પુણ્યકર્મોની સ્થિતિપરિપાકાદિ અવસ્થાથી પુણ્ય છૂટી જશે. (૧૫) “પાવાનું મ્મમાં નિધાયડ્રાઈ' કહ્યું, પણ “TUMTM HIM...' ન કહ્યું. એ સૂચવે છે કે પુણ્યનો માર્ગ બંધ નથી કરવાનો; અલબત્ત ઊંચી ઊંચી કક્ષાના નિરવદ્ય માર્ગે જતાં નીચલી કક્ષાના પુણ્ય માર્ગ છૂટી જાય એ યોગ્ય છે. પણ તેથી કાંઈ ઠેઠ નીચેની કક્ષાએ બેઠેલાને એ છોડી ન દેવાય. નીચેની Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કક્ષાવાળો એ આચરતાં આચરતાં જ સાવઘ (સપા૫) મનોવૃત્તિથી છૂટી નિરવદ્ય (નિષ્પાપ) વૃત્તિવાળો બને છે. (૧૬) કહે છે કે પુણ્ય પણ બેડી છે, મોક્ષરોધક છે, માટે ત્યાજય છે. પણ એને ખબર નથી લાગતી કે ખેતરમાં ઘઉં વાવ્યા, હવે જે પાક થશે તેમાં અંતે ગ્રાહ્ય તો માત્ર ઘઉંના દાણા છે, ઘાસ નહિ. ઘાસ તો અંતે કાપી નાખવું પડશે. હવે એ બીજમાંથી અંકુરો ફૂટતાં પ્રથમ તો ઘાસ ઉગવા માંડે છે, તો તે શું ત્યારે જ કાપી નાખવું ? ના, તો જેમ એ ઘાસ અકબંધ ઉગતું વધતું રહે તો એના પર દાણા ફૂટે, તેવી રીતે પુણ્ય ઉગતું-વધતું રહે તો એની અનુકૂળતા ઉપર દર્શન-જ્ઞાનચારિત્રની સાધના શક્ય બને; અને જેવી રીતે દાણા પક્વ થયા લણીને, ઘાસ દૂર કરી દાણાનો ઉપભોગ કરાય છે, તેમ દર્શનાદિ પક્વ ક્ષાયિકભાવના થયા બાદ પુણ્ય પડતું મૂકી મોક્ષમાં એ ક્ષાયિક જ્ઞાનાદિનો ઉપભોગ કરાય છે. નહિતર તો, જો એમ જ કહો કે જે અંતે ત્યાજય છે, તે પહેલાં પણ ત્યાજ્ય હોય, તો તો તમારી માનેલી દ્રવ્યદૃષ્ટિની વિચારણા, શુદ્ધ આત્મ-પર્યાયની વિચારણા, નિશ્ચય ધર્મની સાધના-ઇત્યાદિ બધુંય અંતે ત્યાજ્ય છે. મોક્ષાવસ્થામાં કાંઈ એ આદરણીય નથી. તો પછી શું એને અત્યારથી છોડી દેવા ? શું અત્યારેય એને ન આદરવા ? તો એને જેમ આદરો છો, તેમ પુણ્યમાર્ગને કઈ અક્કલથી છોડો છો ? (૧૭) પેટમાં કચરો ભરાઈ ગયા પછી ડાહ્યો માણસ અંદર બીજું નાખવાનું બંધ કરે છે, પણ એરંડલ તેલ ખાસું ૪૫ તોલા પી જાય છે. કેમ વારુ કચરા પર વધારો ? “પાછો એ વધારાને કોણ કાઢશે ? એ ય કાઢવાનો તો છે જ; - એવી ચિંતા નથી કરવી પડતી. કેમ કે એ દિવેલ કચરાને સાફ બહાર Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ કાઢીને પોતે પણ સહેજે નીકળી જાય છે. તેમ પાપરૂપી કચરાને કાઢવા માટે પુણ્ય એ પણ એક સાધન છે. પાપ નીકળી જતાં એ ય નીકળી જશે. એવી રીતે પાપરૂપી ગુમડા પર ધર્મદવા લગાડવા માટે પુણ્ય પટ્ટીનું કામ કરે છે. ગુમડું મટી જતાં પટ્ટીય મટી જશે. જો નિમિત્ત અને પરદ્રવ્ય કાંઇ ન જ કરતું હોય તો (૧૮) ટપાલમાં આવેલો કાગળ વાંચતાં જ કેમ આત્મામાં તેવા પ્રકારનું જ્ઞાન જન્મે છે ? અંદર બેઠેલા રાગદ્વેષ કેમ ઉછળી ઉઠે છે ? (૧૯) દારૂ કે ક્લોરોફોર્મથી કેમ જ્ઞાન-ભાન જતું રહે છે? (૨૦) ચશ્માથી કેમ જોવાની શક્તિ અર્થાત્ જ્ઞાનશક્તિ જ્ઞાનમાત્રા વધે છે ? (૨૧) માથું ભીંતે અફળાયા બરાબર કેમ આત્મામાં અશાતા જાગે છે ? (૨૨) દર્પણમાં કેમ મૂળ વસ્તુના અનુસારે જ પ્રતિબિંબ પડે છે ? (૨૩) વરસાદ પડે તો પાક અને સુકાળ, ન પડે તો દુકાળ, એવું શાથી ? પાકનું ઉપાદાન જોઇએ. તો તે બીજ તો પડ્યાં છે. પછી નિમિત્તની અપેક્ષા શી ? (૨૪) સર્પદંશ-વિષભક્ષણથી આયુષ્યકર્મનો અંત શાથી? મરતાં પહેલાં કોઇ ઉતારનાર મળે તો પુનઃ આરોગ્ય શાથી ? બાહ્ય એવું સર્પઝેર કે બાહ્ય એવી મંત્રશક્તિરૂપી નિમિત્તને આયુષ્યક્ષય કે આયુષ્યસંરક્ષણરૂપી કાર્ય સાથે શું લાગે-વળગે ? છતાં એ નિમિત્ત એ કાર્ય કર્યાનું દેખો છો ને ? Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (૨૫) પાણીથી ઠંડકનો અને અગ્નિથી બળતરાનો જ અનુભવ કેમ ? અનુભવ તો જ્ઞાનરૂપ હોઇ આત્મધર્મ છે. એમાં તે તે અનુભવમાં તેવું તેવું જ દ્રવ્ય નિમિત્ત કેમ ? (૨૬) એન્જિન ચાલે તો ડબા ચાલે, અને એન્જિન બંધ તો ડબા બંધ, એવું શાથી? ડબાની ચાલવાની ક્રિયાનું ઉપાદાન તો ડબો પોતે છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે. એના પરિણામમાં બીજાની અપેક્ષા શી ? (૨૭) ડબાનું બારણું બંધ કરતાં હાથની આંગળી કેમ સાચવો છો ? આંગળી કપાઈ અશાતા થવાની હશે તો ય એ અશાતાના કાર્યમાં ઉપાદાન તો આત્મા છે. એમાં બારણું બંધ થવાને કે આંગળી કપાવાના નિમિત્તને શું લાગેવળગે ? પણ જરૂર લાગે-વળગે છે. એમ સમજીને જ આંગળીને સાચવો છો. એજ સૂચવે છે કે નિમિત્ત જબરદસ્ત કામ કરે છે. (૨૮) દીવાના પ્રકાશનું ઉપાદાન કારણ તો અગ્નિ પુદ્ગલો છે; પણ એમાં તેલ અને વાટની જરૂર શી ? અથવા ઇલેક્ટ્રીક દીવામાં મૂળ મશીન, વાયર-કનેકશન, ચાંપ દબાવવાનું વગેરે નિમિત્ત કારણોની અપેક્ષા શા સારું ? (૨૯) હળદરના પાણીમાં ધોળું ખડી વગેરેનું પાણી પડવાથી પાણી ગુલાબી રંગનું કેમ થાય છે ? પરસ્પરના પુદ્ગલ ઉપર પરસ્પર નિમિત્તની અસર શાથી ? અને એ બંને નિમિત્તોની પાણી ઉપર અસર શાથી ? (૩૦) સામાના શબ્દના આધારે એના હૃદયના ભાવનું જ્ઞાન કેમ કરાય છે ? જ્ઞાનનું ઉપાદાન તો આત્મા છે; એને એ શબ્દ નિમિત્તની શી જરૂર ? (૩૧) સૂર્ય અસ્ત પામ્યા પછી જ કે ઉદય થવા પૂર્વે જ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સંધ્યા શાથી ? સંધ્યાનું ઉપાદાન કાંઈ સૂર્ય નથી ! તો પછી સૂર્યાસ્ત સૂર્યોદયના નિમિત્તની શી જરૂર ? (૩૨) રેલવેના પાટા ઢીલા હોય કે એના પર કોઈ મોટો પ્રતિબંધ પડ્યો હોય તો ગાડી કેમ ઊતરી કે ઉથલી પડે છે ? (૩૩) અમુક પ્રકારના વનસ્પતિ, પારો, અગ્નિ વગેરેના ચોક્કસ પ્રયોગના નિમિત્તથી જ સુવર્ણ ભસ્મ વગેરે દવાઓ કેમ તૈયાર થાય છે ? કેમ એકલા સુવર્ણાદિ ઉપાદાનને બદલે બાહ્ય પ્રયોગના વ્યવહારની તથા તે તે નિમિત્તભૂત દ્રવ્યો અને ક્રિયાની જરૂર રહે છે ? (૩૪) સ્વસ્ત્રીભોક્તા કે સ્વપુરુષભોક્તા એ સદાચારી અને પરસ્ત્રી-પરપુરુષ-ભોક્તા એ વ્યભિચારી, એવું શાથી ? સદાચાર-વ્યભિચાર એ તો આત્માના સગુણ-દુર્ગુણ છે. એમાં બાહ્ય નિમિત્ત પર જ માપ કેમ ? અંતરમાં ભાવ બગડ્યા પણ હોય તોય વ્યવહાર, શરમ વગેરેથી જીવ બાહ્ય વ્યભિચારી ક્રિયામાં નથી જોડાતો, ત્યાં સુધી એ કંઈક ઠીક રહે છે, એ શાથી ? (૩૫) શરીરમાં મર્મસ્થાન પર ચોંટ લાગવાથી આયુષ્યકર્મનો અંત ઝટ થાય છે, અને બીજા સ્થાને વાગવાથી મૃત્યુ ઝટ નથી થતું, એનું શું કારણ ? (૩૬) વકીલ અસીલનો કેસ બરાબર યુક્તિ-કાયદાથી રજુ કરે તો જ અસીલ જીતે, નહિતર હારે એનું કારણ શું ? નિમિત્તકારણો ભારે કામ કરે છે કે નહિ ? હોશિયાર વકીલ લૂલા કેસને પણ કાયદાની બારીકી અને દલીલની છટાથી જીતાડી આપે છે કે નહિ ? Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ (૩૭) પાણી ઢાળ મળે તો નીચી ગતિ કરે છે; અટકણ મળે તો અટકી જાય છે, એમ શાથી ? ગતિ કે સ્થિરતાનું ઉપાદાન તો પાણી પોતે છે. એમાં ઢાળ વગેરે નિમિત્તકારણ કેમ અસર કરે છે ? (૩૮) અણીવાળી જ સોય કપડું સીવે છે, બુઠ્ઠી નહિ, એવું કેમ? જગતમાં આ અને આવાં આવાં તો કઈ બીજા અઢળક દષ્ટાંતોમાં નિમિત્તકારણની પ્રબળ અસર સિદ્ધ છે, સાબિત છે, રોજના અનુભવમાં આવે છે. તેમજ કર્મસિદ્ધાંતમાં આત્મા પર કર્મનિમિત્તની અસર અંગે પૂર્વે “સમયસારાદિમાં” નિમિત્તના સમર્થન વખતે ઘણી યુક્તિઓ આપી છે. તેમાં ય ખાસ કરીને એનો મુદ્દો બારમો ખૂબ જ કહે છે. જો બાહ્ય ક્રિયા, ને બાહ્ય વ્યવહાર અસદૂભૂત હોવાથી અકિંચિત્કર છે, તો – (૩૯) નવા પંથવાળાઓ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો બાહ્ય વ્યવહાર શા માટે કરે છે ? તેમ બ્રહ્મચારીને ખાનગીમાં પણ સ્ત્રીઆલિંગનનો નિષેધ શાથી ? આલિંગન એ તો બાહ્ય ક્રિયા છે; તેનાથી આત્માના બ્રહ્મચર્યગુણને શી અસર થવાની હતી? (૪૦) કુસંગ અને કુ-વાતાવરણ છોડી સુ-સંગ અને સુવાતાવરણમાં રહેવાનો બાહ્ય વ્યવહાર પણ આત્મા પર ખૂબ લાભ કરે છે, એ ક્યાં અજાણ્યું છે ? (૪૧) રોટલી નિયમાં આટાની બનવાની; પણ પાણી, વેલણ, વણનાર, અગ્નિ વગેરે નિમિત્તોની, પરદ્રવ્યોની, તેમજ કણક બાંધવી, ગુંદવી, વણવી, સીજવવી વગેરે લાંબા વ્યવહારની જરૂર કેમ રહે છે ? (૪૨) દિગંબરોએ પણ સાધુ અને શ્રાવકના અનેક બાહ્ય Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૩ આચાર વ્યવહાર આવશ્યક માન્યા છે; મયુરપિચ્છ, શૌચકમંડલુ, જ્ઞાનોપગરણ વગેરે નિમિત્તો પરદ્રવ્યો જરૂરી માન્યા છે; ઘણી ઘણી બાહ્ય મર્યાદાઓ પાળવાનું ફરમાવ્યું છે. એમાં બાહ્ય નિમિત્ત વ્યવહાર માર્ગ ક્યાં ઓછો આદરણીય રહ્યો ? પરદ્રવ્યની અસર ક્યાં ઓછી રહી ? (૪૩) નવીનપંથીના આશ્રમમાં આલીશાન પ્રવચન મંડપ, સોનેરી પુંઠાવાળા આકર્ષક સમયસારનાં પુસ્તક, મહેમાનોની શિરા-પુરીથી ભક્તિ, આત્મધર્મ માસિક-દૈનિક પત્રનાં નિયમિત પ્રકાશન, નિયમિત સમૂહ પ્રાર્થના, પ્રવચનશ્રવણ, ઇત્યાદિ ઇત્યાદિ બધું જ બાહ્ય વ્યવહારની પ્રબળ આવશ્યકતા, નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની પરાધીનતા શું નથી સૂચવી રહ્યા ? એટલું જ નહિ પણ એમ કરીને એ લોકો ક્રમબદ્ધ નિયત થઈ ગયેલા આત્મદ્રવ્યના પર્યાયોના વિશ્વાસ ન રહેતાં શુદ્ધ પર્યાય જાતે ઘડવાના પુરુષાર્થમાં લાગી ગયા છે. છતાં ક્રમબદ્ધ નિયત પર્યાયની વાત કરે છે તે હું તો બા ! બોઈએ નઠી, ને ચાઈએ નઠી' જેવું છે; (૪૪) સોનીનું લક્ષ સો ટચના સોના ઉપર રહે છે; પણ ક્રિયા તો અશુદ્ધ સોના ઉપર કરે છે. એ શુદ્ધ લક્ષ સાથે બાહ્ય ક્રિયાની આવશ્યકતા સૂચવે છે. (૪૫) દિગંબરમુનિ માટે કહ્યું કે શુદ્રના હાથનું જલ ત્યજે, પણ ઉદિષ્ટ (સાધુના ઉદ્દેશથી બનાવેલો) આહાર લે તો એ મુનિ નથી. આમાં બાહ્ય વ્યવહાર માર્ગ ઉપર કેટલો બધો ભાર કેમ મૂક્યો ? કે એ વિના મુનિપણું કેમ નિષેધ્યું ! (૪૬) શાસ્ત્રદાનને ઉત્તમદાન કહ્યું એ નિમિત્તની પ્રશંસા કરી. (૪૭) પુદ્ગલ પુદ્ગલને ખાય છે; આત્મા ખાતો Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નથી આ દંભીનું વચન છે; કેમ કે જો આત્મા ખાતો નથી તો પછી “હું ખાઉં' આવા વિકલ્પ પણ આત્મામાં ઉઠવા ન જોઇએ. ઉઠે તો છે જ તેથી બાહ્ય આહારાદિ લેવાની ક્રિયાની આત્મા પર અસર છે. (૪૮) રજસ્વલા સ્ત્રી મંદિરમાં કેમ ન જઈ શકે ? (૪૯) સ્ત્રીને ચારિત્ર અને મોક્ષ કેમ નહિ? એના આત્મદ્રવ્યમાં શી ખામી છે? જો કહો કે “સ્ત્રી શરીર હોવાથી કપડા જોઇએ તેથી ચારિત્ર નહિ;' તો શું ચારિત્ર નગ્ન શરીરમાં છે? આવું માનવામાં નિમિત્ત, વ્યવહાર વગેરે આગળ ક્યાં ન કર્યા? (૫૦) અભવી જીવની વાણીથી બીજા જીવોને સમ્યગ્દર્શનાદિ થાય છે એ શું નિમિત્ત કારણની બલિહારી નથી? નહિતર તો જો એ જીવોની જ યોગ્યતા અને પુરુષાર્થ પર આધાર હોત તો તો અભવીનો ઉપદેશ મળવા પહેલાં કેમ એ ન થયા અને ઉપદેશ મળતાં જ કેમ જાગ્યા ? (૫૧) સંસારી જીવ મૂર્ત કે અમૂર્ત ? સાંજન કે નિરંજન? કર્મબદ્ધ કે કર્મરહિત ? અમૂર્ત-નિરંજન-કર્મરહિત કહો તો પ્રશ્ન એ થશે કે ક્યા હિસાબે મોક્ષપુરુષાર્થ જરૂરી ? અને જીવ જો કર્મસહિત-સાંજન અને મૂર્નામૂર્ત છે, તો એ શાના નિમિત્તે? (૫૨) કાર્મણ વર્ગણામાંથી કર્મ કોણ બનાવે છે ? જડ કે જીવ ? જીવ જ બનાવે છે. એ સૂચવે છે કે કર્મમાં ઉપાદાન કાર્મણવર્ગણા હોવા છતાં, જીવ કર્મમાં પ્રબળ નિમિત્તકારણ છે. (૫૩) દ્રવ્યલેશ્યા-ભાવલેશ્યાને શો સંબંધ ? સંબંધ છે તેથી જ જડદ્રવ્યની જીવદ્રવ્ય પર અસર સાબિત થાય છે. નહિતર તો ભાવલેશ્યાનું ઉપાદાન જીવ છે. માત્ર જીવથી જ એ કાર્ય થઈ જવું જોઇએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫ (૫૪) સ્વભાવે કર્મ ઉદયમાં આવવાને બદલે કર્મની ઉદીરણા કોણ કરે છે ? જીવ. એનો જ અર્થ એ કે પરદ્રવ્ય કર્મ પર જીવનું ચાલે છે. તેમ પરદ્રવ્ય જીવ ઉપર કર્મનુંય ચાલે છે; તેથી તો કમેં જીવને અજ્ઞાન, સંસારી, શરીરી વગેરે બનાવ્યો છે. (૫૫) શ્રી આદિનાથ ચારિત્રમાં દિગંબરો કહે છે કે પ્રભુને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રના પરિણામ ન થયા. પછી ઈન્દ્ર મોકલેલી નિલાંજના દેવી નૃત્ય કરતાં વચમાં જ મરી ત્યાં ઇન્દ્ર તરત જ બીજી દેવી રચી નૃત્ય ચાલુ રખાવ્યું. પણ પ્રભુ અવધિજ્ઞાનથી આ જાણી “અહો ધિક્કાર છે આ ચપલ સંસારને' એમ વૈરાગ્ય વધવાથી ચારિત્ર પરિણામવાળા બન્યા - આ જે કહ્યું તેમાં નિમિત્તને સચોટ કારણ કહ્યું કે નહિ ? આત્મા પર પરદ્રવ્યની અસર પડી કે નહિ ? (પ૬) લોઢું સુવર્ણ થવાનું ઉપાદાન છે, પણ પારસમણિનો યોગ કરાય તો. એ સૂચવે છે નિમિત્તકારણતા અને વ્યવહાર. (૫૭) ઇન્દ્રિયપ્રવૃત્તિમાં મન કારણ છે એ પરદ્રવ્ય પરાધીનતા આવી. (૫૮) અજ્ઞાની જીવને ઇષ્ટ વસ્તુના સંસર્ગથી રાગના અને અનિષ્ટના સમાગમથી દ્વેષના વિકલ્પ થાય છે, ત્યાં જીવદ્રવ્ય સ્વતંત્ર ન રહ્યું, પણ પરદ્રવ્યની અસર તળે ઘસડાયું. માટે જ અંદરની ગમે તેવી ખામી છતાં, ઈષ્ટ દ્રવ્યના સંયોગે દ્વેષ ન થયો, અનિષ્ટમાં રાગ ન થયો. જો એકલી આંતરિક વિભાવદશા જ કારણ હોત તો તો રાગ-દ્વેષ બંનેય અંદરમાં પડેલા હોવાથી બેઉ થવા જોઇતા હતા, અગર રાગ કે દ્વેષ ગમે તે થવો Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જો ઇતો હતો; પણ ઇષ્ટમાં રાગજ, અનિષ્ટમાં દ્વેષજ એવું નિયતજ કેમ ? (૫૯) રાગદ્વેષથી દુર્ગતિના ભવ વધી દુર્ગતિના શરીર કેમ બન્યા કરે છે ? (૬૦) “સખ્યત્વ સુધા” ગ્રંથમાં લખ્યું છે કે ક્યાંક જેવું ઉપાદાન તેવું નિમિત્ત હોય છે; ત્યાં ઉત્કૃષ્ટ શુભ-અશુભનો બંધ પડે છે. ક્યાંક નિમિત્ત બીજા પ્રકારનું હોય, ત્યાં ફળ ઉપાદાન પ્રમાણે થાય છે. માટે વિવેકી મનુષ્ય પરભવના સુખ અંગે નિમિત્ત તો સારું જ મેળવવું અને ઉપાદાન સદાય સારું રાખવું. સારા નિમિત્તથી પરંપરાએ ઉપાદાન પણ શુભ થઈ જાય છે અને ખરાબ નિમિત્તથી ઉપાદાન પણ ખરાબ થઈ જાય છે. એમ પ્રત્યક્ષ દેખીયે છીએ કે સારા કુળમાં ઉત્પન્ન થયેલ કુળવાન જીવ નિમિત્તથી ચોર, જુગારી, દુરાચારી, કુલક્ષણો - એમ ખરાબ થતો દેખીયે છીએ; અને સામાન્ય કુળનો જીવ સારી સંગતિથી ઊંચ થઈ સારો અને સુખી થતો દેખીયે છીએ. માટે નિમિત્ત સદાય વિવેકી જીવે સારાં રાખવાના ઉપાય કરવા યોગ્ય છે. નિમિત્તથી ઉપાદાનની શુદ્ધતા થાય છે. જેમ કે, અગ્નિના નિમિત્તથી સુવર્ણના ઉપાદાનની શુદ્ધતા થાય છે; અને ત્રાંબુ આદિ કનિમિત્તથી સુવર્ણના ઉપાદાનની મલિનતા થાય છે. કોઈ જગ્યાએ નિમિત્તની પ્રધાનતા હોય છે. તો કોઈ જગ્યાએ ઉપાદાનની પ્રધાનતા હોય છે. તો એકાંતને ગ્રહણ ન કરવું તે સમ્યજ્ઞાન છે. (૬૧) જીવમાં રાગાદિની મલિનતા સ્વાભાવિક છે કે ઔપાધિક (સનિમિત્તક) ? જો સ્વાભાવિક કહો તો તો તે જીવમાંથી કદાપિ દૂર ન થાય, તેથી મોક્ષ જ ન થાય. ત્યારે જો એ રાગાદિની દશા ઔપાધિક છે; તો એ કહો કે કઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭ ઉપાધિના લીધે, કયા નિમિત્તના લીધે રાગાદિ દશા છે એ કહો. ત્યાં તે માટે કર્મરૂપી પરદ્રવ્ય લાવવું જ પડશે. નહિતર વેદાંતીને જેમ એક જ શુદ્ધ બ્રહ્મ (આત્મા) ઉપર સ્વપ્નસમ અનેક જીવાત્મા અને જગત કલ્પી કાઢવા માટે કાલ્પનિક (અપારમાર્થિક) અને અનિર્વચનીય એવી અવિદ્યા-માયાનો યોગ માનવો પડે છે, તેવું તમારે થશે. એને ત્યાં એક બ્રહ્મ જ વસ્તુ સત્ છે. બાકી કશું જ સત્ નહિ. એટલે અનેક જીવાત્માઓ તથા જગત તો સત્ નહિ કિંતુ અવિદ્યા-માયા વગેરે પણ સત્ નહિ. છતાં એના યોગે બ્રહ્મનો સંસાર માન્યો. એનો અર્થ એ થશે કે જે વસ્તુ પોતે જ સત્ નથી, એનોય જો યોગ માનવો છે, તો તે યોગ હંમેશનો અર્થાત્ અનાદિ અનંત બનશે. યોગ છે છે ને છે જ; અને જો ભવિષ્યમાં ક્યારેક નથી, તો હંમેશાં નથી નથી ને નથી. કારણ એક જ છે કે આકાશ-કુસુમની જેમ જે વસ્તુ સત્ નથી તેનું હોવું શું, ને દૂર થવું શું? એવું તમારે જીવની રાગાદિ વિભાવ-દશા કર્મ ઉપાધિના સંબંધે છે નહિ; તો સ્વતંત્ર માનેલી રાગાદિ વિભાવદશા કાં તો સદા હોય, કાં હોય જ નહિ. સદા હોય તો કદી મોક્ષ જ નહિ થાય; અને જો વાસ્તવિક હોય જ નહિ, તો સંસાર પણ ન જ હોઈ શકે. જો વિભાવદશા કલ્પિત વસ્તુ છે તો સંસાર પણ તેવો જ ઠરશે. માટે સત્ એવો સંસાર અને રાગાદિદશા સત્ એવા કર્મદ્રવ્યની ઉપાધિના લીધે છે એમ માનવાથી કર્મ ટળવાથી એ ટળી જાય ને મોક્ષ થાય એ સ્વાભાવિક છે. (૬૨) કોઈનો રેલવે વગેરેમાં હાથ-પગ કપાયો તો હાથ-પગના દ્રવ્ય પર રેલવે આદિ દ્રવ્યની અસર થઈ કે નહિ? કપાવાના કાર્યમાં રેલવે વગેરે નિમિત્ત થયા કે નહિ ? (૬૩) જીવ મનુષ્ય મટીને દેવ થાય એમાં જીવનો થતા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ દેવપરિણામમાં પૂર્વના મનુષ્ય-આયુનો ક્ષય અને નવા દેવાયુનો ઉદય અસાધારણ નિમિત્ત ખરું કે નહિ ? એ જ નિમિત્તની કારણતા અને પુણ્યની બલિહારી ! આત્માની જડદ્રવ્ય પર અસર જો નહિ, તો ચોક્કસ પ્રકારના કર્મનું સર્જન શી રીતે ? કર્મબંધ શાશ્વત કેમ નહિ ? (૬૪) રાગાદિની પરિણતિથી જીવની વિષયભોગમાં પ્રવૃત્તિ ખરી ? જો હા તો બાહ્ય શારીરિક વિષયસંબંધરૂપ કાર્યમાં આત્મા નિમિત્તકારણ બન્યો જ. (૬૫) બુદ્ધિમાન કારીગરથી પુદ્ગલ વધુ સારું નિર્માણ થાય ખરું ? તો એમાં બુદ્ધિમાન જીવની અસર જડદ્રવ્ય પર ન થઈ ? ખાવાની ક્રિયા કોણ કરે છે ? જો કહો કે શરીર, તો એ ક્રિયા મડદું કેમ નથી કરતું ? જો કહો કે ચેતનાવાળું શરીર એ ક્રિયાને કરે છે, તો ચેતનાની જરૂર ક્રિયામાં પડી કે નહિ? જો કહો કે એ તો અવર્જનીય સંનિધિ છે; અર્થાત્ દુર્નિવાર હાજરી છે, પણ એ કારણ નથી, તો પૂર્વે કહ્યા મુજબ એ વદતો વ્યાઘાત” છે. જેમ, કોઈ કહે કે આ સ્ત્રીએ મને જન્મ આપ્યો છે પણ એ મારી માતા નથી. (૬૬) નિમિત્તની જરૂર ન હોય તો, તો તમારું તત્ત્વ, અજ્ઞાન જીવોને સમજાવવા તમે મહેનત શા સારુ કરો છો ? શું એની ભવિતવ્યતાથી એ નહિ સમજે ? પણ ત્યાં તો તમને આશા છે કે સમજાવવાથી સમજશે, પછી નિમિત્તકારણ ઉડાવવાની આવી ભાંજગડ શા માટે ? (૬૭) કાળ એ નિમિત્તકારણ ખરું કે નહિ ? જ્યારે જે પર્યાય થવાનો નિર્ણત છે ત્યારે જ તે થાય છે, ત્યારે તે થાય Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૯ જ છે એમ જે કહો છો એમાં “જ્યારે’નો અર્થ એ છે કે જે કાળ પામીને પર્યાય થવાનો છે, એમાં કાળ નિમિત્તકારણ બન્યું જ. તે કાળે જ તે કાર્ય, એટલે તે કાર્યને થવા માટે તે કાળની રાહ જોવી જ પડશે. (૬૮) સમ્યક્ત્વનો પરિણામ તો મોક્ષમાં કારણ માનો જ છો. એ સમ્યક્ત્વ ક્ષાયિકકોટિનું થવા પૂર્વે ક્ષાયોપથમિકભાવનું હોય છે. હવે જૈન પ્રક્રિયા જો જાણતા હો તો ખબર હશે કે તેમાં શુદ્ધ કરેલા ઉજજવલ સમ્યકત્વ મોહનીય કર્મના દળીયાં (પુદ્ગલ) અનિવાર્ય કારણ છે. તો એ જડ કર્મ ચેતન જીવના સમકિત પરિણામમાં નિમિત્તકારણ બન્યા જ ને? (૬૯) માખણનું ઉપાદાન તો દહીં છે. પણ માખણ કાઢવા દહીંમાં પાણી મેળવવાની અને રવૈયો હલાવવાની કેમ જરુર પડે છે ? એ ન કરાય ત્યાં સુધી દહીંમાંથી માખણ એમને એમ કેમ બહાર નથી પડતું ? એ સૂચવે છે કે એ નિમિત્ત કારણો વિના કાર્ય ન થાય. (૭૦) લાકડાં બળીને કોલસા થયા, એમાં બાળનાર અગ્નિ શું જબરજસ્ત નિમિત્ત કારણ નથી ? છે જ. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાંબર મૂર્તિપૂજક માન્ય જૈનદર્શનમાં નિશ્ચયનય અહીં સુધીમાં શ્રી નવા પંથીની ઢંગધડા વિનાની નિશ્ચયની વાતો તથા નિમિત્તની અ-કારણતા, બાહ્ય શુભ વ્યવહારની નિરુપયોગીતા, દરેક દ્રવ્યની સ્વતંત્રતા, પુણ્યની હેયતા વગેરેના મનઘડંત સિદ્ધાંતોનું ખંડન કર્યું. હવે જે એ શ્વેતાંબરોને એકલા વ્યવહારમાર્ગી માની વ્યવહારમૂઢ કહે છે, એની સામે એ જોઇએ કે શ્વેતાંબરો પણ જૈનમતાનુસાર નિશ્ચય ઉપર પણ કેટલો બધો ભાર મૂકે છે. તેમાંય ખાસ કરીને પ્રખર ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મહારાજને એ વ્યવહારમૂઢ કહે છે. તેથી પૂ. ઉપાધ્યાયજી મહારાજના જ વચનોમાંથી નિશ્ચયનું સમર્થન જોઇએ. નિશ્ચય-વ્યવહા૨ ગર્ભિત શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં એ મહાપુરુષ કહે છે કે નિશ્ચય-માર્ગ કેવો સમર્થ છે ? (૧) ‘કર્મવિભાવ શક્તિ જે તોડે, તે સ્વભાવ શક્તિ શું જોડે; માલા અણદેખી જે ભમતો, તે દેખી હોએ નિજગુણ રમતો.' અર્થાત્ નિશ્ચયમતના મોક્ષમાર્ગની આરાધનાથી, આત્મા ૫૨ની જે કર્મજન્ય રાગાદિ વિભાવશક્તિ, એનો નાશ થાય છે અને શુદ્ધ જ્ઞાનાદિ સ્વભાવ શક્તિ પ્રગટ થાય છે. કેમ કે એમાં સાચું આત્મભાન થાય છે. દા.ત. માણસે કંઠી ડોકમાં પહેરી હોય, પણ એની ખબર ન. રહેવાથી બહાર શોધ્યા કરતો હોય અને ન મળવાથી દુઃખી થતો હોય છે. પરંતુ કોઇની સૂચનાથી કે સ્વતઃ હાથ ગળા પર જતાં કંઠી સ્પર્શવાથી જ્યાં કંઠી હોવાની ખબર પડી કે તરત જોઇને પાછો ખુશમાં આવી જાય છે. ખરી રીતે આમાં શું ગુમાવ્યું હતું અને પછીથી નવું શું મળ્યું ? કાંઇ જ નહિ. માત્ર કંઠી બહાર હોવાની અજ્ઞાન દશા Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ દૂર થઇ, પોતાની પાસે જ હોવાની જ્ઞાનદશા પ્રગટ થઇ એટલું જ ! એવી રીતે આત્માની અજ્ઞાનદશા દૂર થઇ શુદ્ધ જ્ઞાનદશા પ્રગટે તો નિજના સહજ શુદ્ધ ગુણોમાં રમણતા કરનારો બની જાય. પરંતુ આ વસ્તુ ઊભી કરવા માટે માત્ર શુભવ્યવહારક્રિયા જ નહિ, પણ સાથે નિશ્ચયદૃષ્ટિ જોઇએ. વળી જુઓ કહે છે કે (૨) ‘નિજ પરિણામજ ભાવ પ્રમાણ્યો વળી ઓઘનિર્યુક્ત; આતમ સામાયિક ભગવઇમાં ભાખ્યું તે જુઓ જુગતે...' અર્થાત્ શ્રી ઓનિયુક્તિ આગમમાં આત્માના પરિણામરૂપ ભાવનિક્ષેપાને મુખ્ય ગણ્યો છે. તેમજ શ્રી ભગવતી સૂત્રમાં ‘સામાયિક શું ?' એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ આત્માને જ સામાયિક કહ્યું. સમ-સમતાના લાભવાળો આત્મા, અર્થાત્ ‘સમતા સ્વરૂપ આત્મા એ જ સામાયિક' એમ ફરમાવ્યું, તે નિશ્ચયનયથી જ વાત થઇ. વ્યવહારથી કહેવું હોત તો તો બાહ્ય પ્રતિજ્ઞાપૂર્વક તે તે સ્વાધ્યાય આદિમાં બેસવાની ક્રિયાને સામાયિક કહેત. (૩) પન્નર ભેદ જે સિદ્ધના, ભાવલિંગ સિંહા એક; દ્રવ્યલિંગે ભજના કહી...’ આમ કહેવામાં દ્રવ્યલિંગ એટલે કે બાહ્યવેશ ક્રિયાથી મોક્ષસાધકતા થાય કે ન પણ થાય એમ કહ્યું. જ્યારે આંતરિક ભાવ સાધુપણું-નિગ્રંથપણું આવ્યાથી નિશ્ચિત મોક્ષ સાધકતા કહી. પંદર ભેદમાં ભાવલિંગ સિદ્ધિનો એક ભેદ જ ગણ્યો. આમાં કેટલો બધો ભાર આંતરિક સાધના પર મૂક્યો ! શું આ વ્યવહારમૂઢતા છે ? કે સાચી નિશ્ચય-સાવધાની છે ? (૪) ‘સાચો જૈન' એ પદમાં એઓશ્રી કહે છે કે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ‘સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઇ જૈન હે સાચા. ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચાલત ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કરે સો સબહી ડી.’ અર્થાત્ સાચો જૈન તે છે કે જે સંપૂર્ણ સ્યાદ્વાદ જાણે છે; પણ અધૂરો નહિ. એટલે કે અનેકાંતની ઘટનાને જૈન અમુક વિષયમાં સમજે અને બીજામાં ન સમજે એવું નહિ. દા.ત. નિશ્ચય માર્ગમાં અનેકાંત ન સમજે પણ એકાંત પકડી રાખે એવો એ ન હોય. એવું જ વ્યવહારમાર્ગમાં એકાંત પકડી રાખી સ્યાદ્વાદ ન સમજતો હોય, એવું ય સાચા જૈનમાં ન બને. સર્વત્ર સ્યાદ્વાદની વ્યાપકતા સમજતો હોય. તેથી એની વાણી નયસાપેક્ષ હોય. (૫) માટે તો શ્રી આનંદઘનજી યોગીએ કહ્યું કે ‘વચન-નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો...' વચન એટલે જિનાજ્ઞા. એની અપેક્ષા વિનાનો વ્યવહાર અસત્ય છે, મિથ્યા છે અને અપેક્ષાવાળો વ્યવહાર સત્ય છે. હવે જિનવચન સુનયાત્મક છે; તેથી સાચો વચનાદિ વ્યવહાર પણ જિનાજ્ઞાસાપેક્ષ હોઇને સુનયસાપેક્ષ હોય છે. વળી જેને દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજ છે, તે સાચો જૈન છે. આમાં સાર એ છે કે સાચો જૈન માત્ર આંખ મીંચીને ક્રિયામાં ઘસડાનારો ન હોય પણ સાથે સાથે આ આ રીતે જ્ઞાનમાર્ગ અને નિશ્ચય સાધનાનો ઉદ્યમ કરનારો હોય. માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જે અજ્ઞાની આત્મા માત્ર ક્રિયામાં મૂઢમતિવાળો બન્યો છે અને તેથી આત્માને અસ્પર્શી-ચાલે ચાલ્યો જાય છે અને આત્મામાં શુદ્ધભાવનો અંશ પણ સ્પર્શતો નથી, એનામાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જૈનદશા નથી. તેથી એ જે આચરે છે તે બધું મિથ્યા છે.” કહો આમાં અજ્ઞાન અને મૂઢક્રિયા વ્યવહારને કેવો નકામો ગણ્યો અને નિશ્ચયની કેટલી બધી અગત્ય ગણી ! એથી પણ કંઈક આગળ કહે છે. (૬) “પર પરિણતિ અપની કર માને, કિરિયાગર્વે ગહિલો' - એકલા ક્રિયામાર્ગની સાધનાના અભિમાનથી ઘેલો બનેલો જીવ તો બિચારો પર પરિણતિને અર્થાત્ પર એવા પુદ્ગલની પરિણમનદશાને પોતાની દશા કરી માને છે ! પણ પોતાના આત્માની વિશુદ્ધ-અવિશુદ્ધ પરિણતિ તરફ દૃષ્ટિ જ નાખતો નથી ! એ જોતો નથી કે મારા આત્મામાં શું પરિણમ્યું ? એમાંથી અશુદ્ધ પરિણતિ રાગાદિ અશુદ્ધ પર્યાય દશા અર્થાત્ કષાય પરિણતિ ઓછી થઈ કે નહિ ? જ્ઞાન ચારિત્રાદિ શુદ્ધ પર્યાયદશા વધી કે નહિ, આ ન જોતાં એ તો માત્ર એટલું જોશે કે મારે શરીરથી ધર્મક્રિયા કેટલી થઇ ? તપથી શરીર કેટલું સૂકવ્યું ? દાનમાં ધન કેટલું ગયું ? ભક્તિમાં સામાયિકમાં કાયાને કેટલી રોકી રાખી ? આવી કાયાદિની એટલે કે માત્ર પરની પર્યાયદશા-પરપરિણતિ તરફ જોઈ એના આધારે ધર્મ કર્યાનું પ્રમાણ માપશે અને માત્ર એની વૃદ્ધિ પર ગર્વિષ્ટ બનશે. પણ આત્માની પર્યાયદશામાં સુધારા વધારા તરફ જરાય નહિ જુએ. સાચા જૈનનું આ લક્ષણ નથી. એમ કહી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે, (૭) “જ્ઞાન સકલનય સાધન સાધો, કિરિયા જ્ઞાનકી દાસી; ક્રિયા કરત ધરત હૈ મમતા, યાહી ગલેમેં ફાંસી.” - અર્થાત્ સર્વનય સાધનભૂત જ્ઞાનને અવશ્ય સાધો. કેમ કે ક્રિયા તો જ્ઞાનની દાસી તરીકે રહેવાની છે. ક્રિયા માર્ગને એની નોકરી બજાવવાની છે. એટલે ? ક્રિયા કરી કરીને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જોવાનું એ છે કે જ્ઞાનમાર્ગ કેટલો સધાયો, કેટલો પુષ્ટ થયો. એ તરફ દષ્ટિ ન નાખતાં, ઉલટો ક્રિયા કરી કરીને જાતની મમતા અર્થાત્ અહેવ-અભિમાન તથા માત્ર ક્રિયાનું મમત્વ જે કરે છે, એણે બિચારે તો એથી આત્માની અશુદ્ધિ ઓછી કરવાને બદલે કષાય વધાર્યા, એટલે કે આત્માની અશુદ્ધિ ઓર વધારી. પોતાની જ ક્રિયાથી પોતાના જ ગળે ફાંસો લીધો, આત્માને કષાયના પાશમાં વધુ ફસાવ્યો.” કહો, આમાં જ્ઞાનમાર્ગની ને નિશ્ચય સાધનાની પુષ્ટિ કરવામાં બાકી રાખી ? આવા સુનયસાપેક્ષ સમ્યગુ વ્યાખ્યાતા મહર્ષિને સુનનિરપેક્ષ કુનયની મિથ્યાત્વવાસિત દેશના કરનારા નૂતન પંથ કાઢનારા વ્યવહારમૂઢ કહેવા નીકળી પડ્યા છે !!! (૮) પૂ. ઉપાધ્યાયજી મહારાજ અન્યત્ર કહે છે કે – જી લાગી રહ્યો પરભાતમેં ! વિછે મોક્ષ કરત નહિ કરની, બેઠો મમતા વાલમેં; ચહે અંધ યું જલનિધિ તરવા, બેઠો કાણી નાઉમે. - અર્થાત્ અફસોસ છે કે જીવ પરભાવમાં=પ૨પરિણતિમાં એટલે કે પરના સારા-નરસા પર્યાયમાં મગ્ન થઇ બેઠો છે ! તેથી મોક્ષ ઈચ્છવા છતાં મોક્ષ યોગ્ય જ્ઞાનમાર્ગની - નિશ્ચયસાધનાની કરણી કે જે સ્વના ભાવને અર્થાત્ આત્માની પરિણતિને શુદ્ધ કરનારી છે, એને આચરતો નથી, અને મમતાના પવનમાં ખેંચાયો જાય છે. એ કેવો છે ? તો કે પ્રવાસના માર્ગે આવતા સમુદ્રને તરી જવા માટે જેમ કોઈ કાણી નાવમાં બેસી આગળ વધ્યે જાય એવો એ છે. અર્થાત્ સ્વભાવમાં એટલે કે આત્માની શુદ્ધ પરિણતિયુક્ત ક્રિયામાર્ગરૂપી અખંડ નાવમાં પ્રવાસ કરવાને બદલે એકલી ક્રિયામાર્ગની કાણી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ નાવમાં મુસાફરી કરી રહ્યો છે. ‘નિશ્ચય’નું લક્ષ કેળવીને સાધના તરફ આગળ વધવાની કેવી સરસ અગત્ય બતાવી ! આમાં ‘નિશ્ચય’ને ક્યાં અવગણ્યો છે ? (૯) વળી જુઓ, બીજે શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે‘શાની જ્ઞાનમગન રહે હૈ, રાગાદિક મલ ખોય; (જે) લીન ભયો વ્યવહારમેં રે, યુક્તિ ઉપજે ન કોય; બહુવિધ કિરિયા ક્લેશણું રે, શિવપદ લહે ન કોય રે... જ્ઞાન સરૂપી આતમારે; કરે ગ્યાન નહિ ઓર; દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવહારકી દોર રે...’ અર્થાત્ ‘જ્ઞાની પુરુષ જ્ઞાનસરોવ૨માં મગ્ન રહે છે અને પોતાના રાગાદિ મેલને ધોઇ નાખે છે. બાકી જે એને છોડીને એકલા ક્રિયામાર્ગમાં અર્થાત્ વ્યવહારમાં લીન થાય છે એને તરવાની કોઇ યુક્તિ નથી દેખાતી. કેમ કે એકલા બહુવિધ ક્રિયામાર્ગના કષ્ટ કરવાથી કોઇને મોક્ષપદ મળતું નથી. કારણ એ છે કે આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે; તેથી તે જ્ઞાનમાં લીન રહેનારો હોય, બીજામાં નહિ, એવું નિશ્ચયનય કહે છે. વ્યવહારનય એમ માને છે કે આત્મા દ્રવ્ય કર્મ-શુભાશુભ ક્રિયા કરી શુભાશુભ કર્મ ઉપાર્જનારો હોય છે.' આમાં પણ નિશ્ચયમાર્ગ ક્યાં ન સ્થપાયો ? ક્યાં એનો મહિમા ન ગાયો ? માત્ર બહુવિધ ક્રિયાના કષ્ટ કરવાથી મોક્ષ નથી મળતો, આવું કહેનાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને વ્યવહારમૂઢની ગાળ દેનારો પોતે જ કેવો નાદાન અને સ્વયં મત્સ૨મૂઢ તથા મિથ્યાત્વમૂઢ કહેવાય? (૧૦) વળી જુઓ, પૂ. ઉ યશોવિજયજી મહારાજ આત્મસ્વરૂપ અને પુદ્ગલના ખેલનો ભેદ બતાવતાં કહે છે કે, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ) ચિદાનંદ અવિનાસી. પુદ્ગલ ખેલ મેલ જો જગકો, સો તો સબહી વિનાસી; લિંગ, વેસ, કિરિયાકે સબહી દેખે લોક તમાસી; ચિનુ મૂરતિ ચેતન સો ચિત્તે, સાચો સોઉ સંન્યાસી...' અર્થાત્ “ચિદાનંદ આત્મા-જ્ઞાન અને સુખ સ્વરૂપી આત્મા અવિનાશી છે. ત્યારે જુઓ કે પુદ્ગલના ખેલ જે જગતનો મેલ છે તે બધો જ વિનશ્વર છે. એવા ખેલવાળો અજ્ઞાન લોક માત્ર ઉપરના સાધુચિહ્ન સાધુવેશ અને સાધુક્રિયા તરફ દષ્ટિ નાખે છે. કેમ કે કાયા પુદ્ગલના એ ખેલ છે. તેથી એ એનો જ આદર કરે છે. જયારે સાચો સંન્યાસી, સાચો સાધુ જ્ઞાનમૂર્તિ આત્મા ઉપર દષ્ટિ રાખનારો હોય છે. કેવું સરસ નિશ્ચયદષ્ટિનું પ્રતિપાદન ! વળી બીજે એ કહે છે કે, (૧૧) કેવલ હિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મવિરુદ્ધો રે...” અર્થાત્ એકલા સાધુવેશને ધરનારનો શુભ દેખાતો એવો પણ અશુદ્ધ ક્રિયા-વ્યવહાર એ ધર્મવિરુદ્ધ છે, એમ જાણીને માનવો-આદરવો નહિ. ત્યારે, પૂ. ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચયનયના અભિપ્રાયને જુઓ કે, કેવો યુક્તિ પુરસ્સર બતાવે છે ! (૧૨) “જિમ તે ભૂલો રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ જગ તૂટે રે બાહિરધર્મને, મિથ્યાદષ્ટિ રે અંધ.” અર્થાત્ જેમ કસ્તૂરીની ગંધ શોધવાને કસ્તુરી મૃગ વનમાં દસેય દિશામાં ભટકે છે, પણ પોતાની પાસે જ નાભિમાં કસ્તૂરી છે, તેની તેને ખબર નથી એમ ખોટી દૃષ્ટિવાલા મિથ્યાત્વી અંધ જીવો અંતરાત્મામાં રહેલા ધર્મને જોવાને બદલે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ બહાર જગતમાં એટલે કે જડ સ્થાનોમાં ને જડની ક્રિયામાં ધર્મને શોધે છે ! વળી પૂ. ઉપાઠ મહારાજ ફરમાવે છે કે – (૧૩) ધર્મ ન કહિએ નિ તેહને, જે વિભાવ વડવ્યાધિ; પહેલે અંગે રે એણી પરે ભાખિયું કરમે હોય ઉપાધિ. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ; સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ...” જે મહાવ્યાધિરૂપ વિભાવદશા છે. તેને નિશ્ચયથી ધર્મ ન કહેવાય. એમ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે. તો પછી પ્રશ્ન થાય કે, પ્ર0 - જ્ઞાનીએ ફરમાવેલા ધર્મના બાહ્ય આચારોનું શું ? ઉ0 - એમાં જેટલા જેટલા અંશે આત્મા જ્ઞાનાદિ સ્વભાવ તરફ વળી, વિભાવથી ખસતો હોય અને નિરુપાધિક બનતો હોય, તેટલા તેટલા અંશે ધર્મમાં છે. ચોથા સમ્યક્ત્વના ગુણસ્થાનકેથી માંડીને ઠેઠ શિવસુખ પામે ત્યાં સુધી ધર્મ આ રીતે સમજવાનો છે. વીતરાગની મૂર્તિના દર્શનની બાહ્ય ક્રિયા કરી, એમાં આત્મા સ્વકીય વીતરાગદશાનો કાંક્ષી બન્યો તે ધર્મ, રાગાદિ દોષોને સહેજ પણ જો ઘસનારો બન્યો તો તેટલો ધર્મ. (૧૪) આગળ પણ જુઓ કે નિશ્ચયધર્મનું સ્વરૂપ શાસ્ત્રસાલી સાથે કેવું સરસ બતાવે છે ! “ભગવાઈ અંગે ભાબિઓ, સામાયિક અર્થ; સામાયિક પણ આત્મા, ધરો સુધો અર્થ. લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે.” Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) (૧૪-ક) શ્રી વીરપ્રભુથી પ્રામાણિત ચૌદપૂર્વના રચયિતા શ્રી સુધર્મા ગણધર ભગવાન, કે જેને મિથ્યાત્વઅંધ, ઉલ્લંઠ નૂતન પંથવાળા વ્યવહારમૂઢ કહે છે એ, જુઓ કે, નિશ્ચયથી કેવો સરસ શ્રી ભગવતી સૂત્રમાં સામાયિકનો પદાર્થ બતાવે છે. “માથા સામ િ માય સામાફિયસ બ બીજા ધર્મની જેમ, સામાયિક પણ આત્મસ્વરૂપ છે. “માત્મા સામાયિ' - આત્મા એ સામાયિક છે. માત્ર બહારથી સંસારનો ત્યાગ એ સામાયિક નહિ, કિન્તુ અંતરથી સંસાર સંબંધોથી વિરામ પામેલો આત્મા એ સામાયિકનો અર્થ છે.' નિશ્ચય સામાયિકની આ કેવી સરસ વાત શ્રી ગણધર ભગવાને કહી ! (૧૪-ખ) વળી એઓશ્રીએ જ શ્રી આચારાંગ સૂત્રના લોકસાર અધ્યયનમાં કહ્યું કે, 'जं सम्मति पासहा तं मोणंति पासहा, जं मोणंति पासहा तं सम्मति पासहा ।' ' અર્થાત્ જે સમ્યગુ દર્શન કરનારા છે તે મૌનપણે-મુનિભાવે જોનારા છે, જે મુનિભાવે જોનારા છે તે જ સમ્યફપણે જોનારા છે. તાત્પર્ય એ છે કે નિશ્ચયથી સમ્યકત્વ અમલ વિનાની શ્રદ્ધારૂપ નથી. તે અમલ પણ મુનિની બાહ્યક્રિયા નહિ, કિન્તુ આંતરિક અપ્રમત્ત મુનિભાવ લેવાનો છે. વ્યવહાર કરતાં નિશ્ચયને અહીં કેવી ઊંચી અગત્ય આપી ! ત્યારે જુઓ કે, (૧૫) પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી સીમંધર ભગવાનની સ્તુતિ કરતાં કેવું સુંદર નિશ્ચયતત્ત્વનું સમર્થન કરે છે ! “સ્વામી સીમંધરા ! તું ભલે ધ્યાએ, આપણો આતમા જિમ પ્રગટ પાઇએ. દ્રવ્યગુણ પજવા તુઝ યથા નિરમાલા, Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૯ તિમ મુજ શક્તિથી જઇવિ ભવ સામલા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા, ખડીયથી ભિત્તમાં જિમ હોયે જેતતા. ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન, નવિ જીવ, નવિ ચિત્ત છે; કર્મ નવિ રાગ, નવિ દ્વેષ, નવિ ચિત્ત છે. પુગલભાવ પુદ્ગલપણે પરિણમે, પંથીજન લૂંટતાં વાટ જિમ લૂંટીએ. શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયે આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું.” અર્થાત્ હે સીમંધર સ્વામી ! તમને એવી સારી રીતે અમે ધ્યાએ કે જેથી અમારો આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. આમ તો જો કે હું મલિન ભવોમાં ભટકી રહ્યો છું છતાં જેમ આપને પ્રગટપણે શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મગુણો, શુદ્ધ આત્મપર્યાયો છે, તેમ મારે શક્તિરૂપે એ બધું જ છે. અર્થાત્ આત્માના ઢંકાયેલા પણ મૂળ સ્વભાવમાં તો શુદ્ધ ચેતન દ્રવ્યગુણ-પર્યાયપણું છે; નહિ કે જડ કમંદિરૂપતા. વસ્તુસ્વરૂપે તો આત્મા એ આત્મા જ છે, મૌલિક છતાં (સ) પર્યાયે જીવ એ કર્મ નથી; કર્મ એ જીવ નથી. બંનેના સ્વરૂપ સ્વતંત્ર છે, તદ્દન વિલક્ષણ છે. આત્મામાં જે કર્મમયતા, ખીરનીરરૂપે એકમયતા જણાય છે તે ઉપચારથી છે. જેમ, ભીંત પર ચૂનો લગાડ્યો તો ભીંતમાં ધોળાશ ગુણ ભાસ્યો. પણ ખરી રીતે એ ધોળાશ ચૂનાનો જ ગુણ છે; માત્ર ભીંત સાથે ચૂનો ચોંટી જવાથી ભીંત ધોળી કહેવાય છે. બાકી ચૂનો એ ભીંત નથી, ભીંત એ ચૂનો નથી. તેવી રીતે જીવ એ શરીર નથી, વાણી નથી, મન નથી, કર્મ નથી, રાગ-દ્વેષ નથી એ કાંઈ શરીરાદિ રૂપે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પરિણમતો નથી. શરીરાદિ તો પુદ્ગલના પર્યાય છે, તો પુદ્ગલ એ રૂપે પરિણમે છે. બાકી જીવ તો શુદ્ધ જ્ઞાન-દર્શનચારિત્ર-સુખ સ્વરૂપે પરિણમે છે. તો પ્રશ્ન થાય કે, પ્ર0 - જીવ કેમ રાગમય વેષમય લાગે છે ? જીવ કેમ શરીરાદિ સાથે તદાકાર બન્યો છે ? ઉ૦ - એ બધું વ્યવહારથી છે. જેવી રીતે કોઈ રસ્તે મુસાફરો લૂંટાતા હોય તો, લૂંટાય છે તો એ પ્રવાસીઓ, પણ વ્યવહાર એવો થાય છે કે “ભાઈ ! અમુક રસ્તો લૂંટાય છે.” પર્વત પરનું ઘાસ બળતાં કહેવાય છે કે પર્વત બળે છે, તેવી રીતે પુદ્ગલના પરિણામનો જીવમાં વ્યવહાર થાય છે. નિશ્ચયથી જીવ સ્વકીય જ્ઞાનાદિગુણરૂપે જ પરિણમે છે... આવી રીતે હે પ્રભુ ! શુદ્ધતાનું ધ્યાન એ નિશ્ચયથી તારું જ ધ્યાન છે; અને એમ અંતરમાં એકાકારપણે તારી પ્રાપ્તિ જે થાય છે તે સર્વ પાપો દૂર કરનારી મહાન ઔષધિ છે. કહો જોઉં, નિશ્ચયનયની કેવી સ્પષ્ટ વિચારણા કવિએ મૂકી ! કેવું સરસ સમર્થન નિશ્ચયદષ્ટિએ કર્યું ! એવા એ મહર્ષિને વ્યવહારમૂઢ તેજોષી, અસત્યભાષી અને અનભિજ્ઞ જ કે બીજું કાંઈ ? (૧૬) નિશ્ચયતત્ત્વ ઉપરાંત નિશ્ચય સાધના માટે પણ શ્રી ઉપાધ્યાય મહર્ષિ ઉપદેશ છે કે, કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; શાનદશા વિણ જીવને, નહિ દુઃખનો છે. રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલો; આતમ પરિણતિ આદરી, પર-પરિણતિ પીલો. બાહિરદષ્ટિ દેખતાં બાહિર મન ધાવે; Page #244 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૧ આંતરદષ્ટિ દેખતાં અક્ષયપદ પાવે. પુદ્ગલ કમદિકતણો કત વ્યવહારે; કર્તા ચેતન કર્મનો નિશ્ચય સુવિચારે.” આમાં સાફ કહી દીધું, બાહ્ય તપ સંયમ વગેરેના ગમે તેટલા કષ્ટ કરી શરીર ઓગાળી નાખો, પણ જ્ઞાનદશા વિના, નિશ્ચયતપ-નિશ્ચયસંયમ વિના જીવને દુઃખનો અંત નહિ આવે. માટે રાગદ્વેષ રૂપી આત્મમેલ હઠાવવા માટે ઉપશમ જળમાં સ્નાન કરો; પરપરિણતિને આત્મપરિણતિ દ્વારા કચરી નાખો. કેવળ વ્યવહાર અને બાહ્ય ક્રિયા તરફ જોતાં તો મન આત્માની બહાર ને બહાર દોડે છે. એ તો આંતરદષ્ટિએ જોઈએ તો એ આત્માની અંદર દૃષ્ટિવાળું બને, અને અંતે મોક્ષપદ મળે. વ્યવહારથી જીવ પુદ્ગલ ક્રિયાનો ભલે કર્તા કહેવાય, પણ નિશ્ચયથી તો આત્મા ચૈતન્યક્રિયા-જ્ઞાનક્રિયાનો કર્તા છે. તો પછી આત્માએ પરભાવનું મમત્વ મૂકી શુદ્ધ જ્ઞાનનો પક્ષ કેમ ન પકડવો ? આ કેવી સરસ નિશ્ચયની પુષ્ટિ ! આજ પ્રમાણે જુઓ; (૧૭) પૂ. આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી “ષોડશક' નામના ગ્રંથમાં લખે છે કે - "आशयभेदा ह्येते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भवोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥" અર્થાત્ આ પ્રણિધાનાદિ સર્વ આશયોનો તાત્ત્વિક બોધ અવશ્ય કરવો જોઇએ. કેમ કે એના વિના તો કોરી ક્રિયાના ફળમાં સંસાર જ ઊભો રહે છે. એનું કારણ એ છે કે કોરી ક્રિયા એટલે કે દ્રવ્યક્રિયા અર્થાત્ પ્રણિધાનાદિ ભાવ વિનાની ક્રિયા એ તો તુચ્છ ચેષ્ટા માત્ર છે. ધર્મક્રિયાઓ શુભ ક્રિયા કહેવાવા છતાં પ્રણિધાન (કર્તવ્ય નિર્ણય, એકાગ્રતા, કર્તવ્યની Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જાગૃતિ) વગેરે હાર્દિક સુ-આશયો જો ન હોય, તો એ નકામી ઠરે છે; જ્યારે આશયો દ્વારા તો આત્મા નિશ્ચય ધર્મ, નિશ્ચય સાધના, નિશ્ચય મોક્ષમાર્ગે પહોંચી જાય છે. અહીં નિશ્ચય માર્ગની પોષક આ આશયની કેવી મહાન અગત્ય બતાવી ! આમાં શ્વેતાંબરોની ક્યાં એકાંતે વ્યવહાર' પકડી રાખવાની વાત છે ? ‘નિશ્ચય'ના ઉપર ભાર ક્યાં ઓછો મૂક્યો છે ? (૧૮) પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે, “દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પે; દીએ હરે નિજ રૂપને, મુખે અન્યથા જલ્પે.” અર્થાત્ દાનમાં બીજાને ધન આપવાની ક્રિયા છે, અને હરણમાં બીજાનું ધન લાવવાની ક્રિયા છે, એમ ઉપલક દૃષ્ટિ એ પર એવા ધનદ્રવ્યની ક્રિયા ભાસે છે. પરંતુ ખરી રીતે ત્યાં હૃદયમાં જે શુભ-અશુભ સંકલ્પો થાય છે, એ આત્માની ક્રિયા છે. એટલે નિશ્ચયથી તો આત્મા પોતાના સ્વરૂપનો દેનારો કે હરનારો બને છે. તે આ રીતે - દાનમાં પોતાની તે ધન ઉપરના મમત્વની વિભાવદશાને દેનારો એટલે કે પોતાનામાંથી દૂર કરનારો બને છે. ત્યારે ધન લઇ લેવામાં તેના ઉપરના મમત્વદશાનું મેલું સ્વરૂપ પોતાના જ આત્મામાં ઘાલનારો બને છે. આમ દાનહરણ ક્રિયાનું નિશ્ચય દૃષ્ટિનું સ્વરૂપ જો આત્મા લક્ષમાં લે, તો દાનમાં ‘મેં દાન કર્યું’ એવું અભિમાન કરવાનું ન રહે. કેમ કે એમ કરવામાં તો એક ધનમમત્વનું મેલું સ્વરૂપ કાઢીને બીજું માનકષાયનું મેલું સ્વરૂપ આત્મામાં કોણ ઘાલે ? એવી રીતે ધનહરણમાંય આત્માનું પોતાનું સ્વરૂપ બગડે છે, એમાં આત્મામાં કચરો પેસે છે, તો એવું હરણનું કામ કોણ કરે ? વ્યવહારના સમર્થનને બદલે પદાર્થની નિશ્ચયદષ્ટિ બતાવીને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સુંદર નિશ્ચય સાધનાનો રસ્તો બતાવનાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને વ્યવહારમૂઢ એટલે કે એકાંતે વ્યવહારને પકડી રાખનારા કેમ કહેવાય ? એવો આક્ષેપ કરનારા એ જૂઠા છે. (૧૯) હજી જુઓ પૂ. ઉપાધ્યાય મ. પોતે જ કહે છે કે નિશ્ચયદષ્ટિ વિના એકલા વ્યવહારમાં તો કેવો ગોટો વળે છે. “કોઈ કહે સિદ્ધાંતમાંજી ધર્મ અહિંસા રે સાર, કેવલ લૌકિક નીતિ હોયે, લોકોત્તર પંથ ભંગ.” અર્થાત્ બીજા બધાં વચન છોડી એકલું અહિંસાનું વચન પકડે છે, તે તો લૌકિક પદ્ધતિ છે. લોકોત્તર પદ્ધતિમાં તો સર્વે વચનોને પોતપોતાના સ્થાને યોજવાના હોય છે. તે નિશ્ચયદષ્ટિ રાખવાથી બને. એના જ હિસાબે અહિંસા ત્રણ પ્રકારે કહી. સ્વરૂપ અહિંસા, હેતુ અહિંસા અને અનુબંધ અહિંસા – આમાં નિશ્ચયને ક્યાં ઓછું મહત્ત્વ આપ્યું છે ? (૨૦) પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ તો નિશ્ચયસાધના લાવનારા ભાવધર્મની અગત્ય બતાવવાને લખે છે કે - “દુર્બલ-નગ્ન-માસ ઉપવાસી, જો છે માયારંગ; તો પણ ગરભ અનન્તા લેશે, બોલે બીજું અંગ. અપુનબંધકથી માંડીને જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાખે જાણ.” અર્થાત્ બાહ્ય કષ્ટ-તપ વગેરે ઘણાં કરે પણ અંતરાત્મામાં જો માયાનો રંગ છે, જો મિથ્યાત્વ અને તીવ્ર રાગદ્વેષની આધીનતા છે, તો એ જીવ અનંતવાર જન્મ-મરણના દુ:ખ પામશે એવું શ્રી સૂત્રકૃતાંગ નામનું આગમ કહે છે. ખરી રીતે મિથ્યાત્વવાળી પણ અપુનબંધક અવસ્થાથી માંડી છેલ્લા ચૌદમા ગુણસ્થાનક સુધીમાં આત્માના ભાવની અપેક્ષાએ એટલે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પરિણતિની અપેક્ષાએ મોક્ષમાર્ગની કક્ષા હોવાનું જિનવચન ફરમાવે છે. અર્થાત્ ગુણઠાણાની પ્રગતિનું માપ અંતરના પરિણામ ઉપર નીકળવાનું; પણ નહિ કે બાહ્ય-ક્રિયા ઉપર, બાહ્ય-વ્યવહાર ઉપર. ત્યાં એકલા બાહ્ય તપ અને બાહ્ય કષ્ટ ઉપર રાચે એ ક્યાંથી ગુણઠાણે આગળ વધી શકે ? અહીં શાસ્ત્રકાર મહર્ષિએ નિશ્ચયસાધક ભાવધર્મ સાધવા પર કેટલો બધો ભાર મૂક્યો ! એવા એમના ઉપર વ્યવહારમૂઢતાનો આરોપ કરવો એ અંધચેષ્ટા જ ને ? હજી જુઓ શું કહે છે – (૨૧) “લુંચે કેશ; ન મૅચે માયા, તો વ્રત ન રહે પંચે, પરપરિણતિ પોતાની માને, વરતે આરત ધ્યાને; બંધ-મોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે.” મહાવ્રતધારીના વ્યવહાર ધર્મ અને દ્રવ્યક્રિયામાં જે માથાના વાળનો લોચ કરી નાખતા હોય, પણ અંતરાત્મામાંથી માયા ન ત્યજે, તેનામાં વસ્તુગત્યા પાંચેયમાંથી એકેય મહાવ્રત રહેતું નથી. એવી રીતે આત્મપરિણતિ કેટલી સુધરતી આવે છે એ ન જોતાં, અરે ! એને સુધારવાનો કે માત્ર વિચારવાનો પણ પ્રયત્ન ન કરતાં પરપરિણતિ પોતાની કરીને માને, અર્થાત્ માત્ર બાહ્યમાં ઓતપ્રોત હોય અને તેથી જ આર્તધ્યાનમાં સબડતો હોય, તેમ જ કર્મનો બંધ ક્યાં ક્યાં અને કર્મની નિર્જરા ક્યાં ક્યાં એનું કાંઈ જ ભાન ન હોય, તે જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જ ખૂંચેલો છે' - આમ કહીને પણ શ્રી ઉપાધ્યાયજી મહારાજે શુદ્ધ આત્મપરિણતિ કેળવવારૂપ નિશ્ચય સાધનાને કેટલી બધી અગત્ય આપી ? એકલા કોરા વ્યવહારીયાને કેવા મિથ્યાત્વમાં ખૂંચેલા ગણ્યા ! આવું ભાખનારા એ મહાપુરુષને વ્યવહારમૂઢ કહેવા એ ગાલીપ્રદાનની રસિકતા નહિ તો બીજું શું ? Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈનમતાનુસાર નિશ્ચય-વ્યવહાર બંનેની અગત્ય પૂ. ઉપા) શ્રી યશોવિજયજી મહારાજે તો પોતાના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાં અનેકાનેક સ્થલે નિશ્ચયનું સારું પ્રતિપાદન કરેલું છે. તો પછી પ્રશ્ન એ થાય કે, પ્રવ – પૂ. ઉપાધ્યાયજી મહારાજે સમર્થેલા નિશ્ચયનું પ્રતિપાદન શ્રી નૂતનપંથ કાઢનારા કરે છે, તો નૂતન પંથ ખોટો ક્યાં રહ્યો ? ઉ0 – આનું સમાધાન સીધું છે. નૂતન પંથ અવિવેકીપણે જૈન મત વિરુદ્ધ એકાંત નિશ્ચયનું અર્થાત્ અગડંબગડે નિશ્ચયનું સમર્થન કરે છે. ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ જૈનમતાનુસારી અનેકાંતિક નિશ્ચયનું એટલે કે વ્યવહારયુક્ત નિશ્ચયનું સમર્થન કરે છે. નૂતન પંથ કાઢનાર એકલા ભાવધર્મ ઉપર અને એકલાં જ્ઞાનમાર્ગ ઉપર જાય છે, ત્યારે જૈનમત અને પૂ. ઉપાધ્યાયજી મહારાજ દ્રવ્યક્રિયા અને ભાવધર્મ, ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ, બંનેનું પ્રતિપાદન કરે છે, બંનેને યથાયોગ્ય ન્યાય આપે છે, બંનેયને કેવી પદ્ધતિથી સાધવા, તે સાધકને શીખવે છે. નૂતન પંથમાં આવું કશું નથી; એમાં તો વ્યવહાર, દ્રવ્યસાધના અને ક્રિયામાર્ગનો ઉચ્છેદ છે. સાધનાની પ્રક્રિયાનો કોઈ વિવેક નથી, કોઈ જ ઢંગધડો નથી. માટે એ જૈનમત નહિ છતાં જૈનમતનો દંભ કરે છે. એના પર વધુ વિચાર કરવા પૂર્વે જરા પૂ. ઉપાધ્યાયજી મહારાજે વ્યવહાર-નિશ્ચય બંનેને આપેલો ન્યાય જોઇએ. પરમ વિદ્વાન સ્વ-પર સમયવેત્તા પૂ. ઉપાધ્યાયજી મહારાજ, પૂર્વે કહ્યું તે જીવના દ્રવ્ય-ગુણ-પર્યાયની શુદ્ધતા અને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ (૧) સ્વતંત્રતાનું ધ્યાન કેવી રીતે થાય તે બતાવતાં કહે છે કે ‘શુદ્ઘનયધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિયડે ૨મે; જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતો, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઉતાવલે નવ ટળે આપદા, સુધિત ઇચ્છાએ ઉંબર ન પાચે કદા. ભાવ લવ વ્યવહાર ગુણથી ભળે, શુદ્ઘનય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધ નયમાં નહિ તે ગણું; શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ, કોઈ કહે મુફ્તિ છે વીણતાં ચીંથરા, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરા; મૂલ એ દોય તસ ભેદ જાણે નહિ, જ્ઞાન યોગે ક્રિયા સાધતાં એ સહી.' આનો અર્થ એ છે કે, શુદ્ધ નિશ્ચયનયના હિસાબે જીવનું કર્મ શરીર વગેરે પુદ્ગલથી તદ્દન નિરાળું અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોવાળું સ્વરૂપ છે. તેનું ધ્યાન કોને પરિણમી શકે ? તો કહે છે કે જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર રમી રહ્યો છે, તેને હૈયામાં એ નિશ્ચયનયના તત્ત્વનું ધ્યાન પરિણામ પામી શકે. બાકી તો જે નૂતન પંથ કાઢનારા જેવા ‘અંતે તો વ્યવહાર છોડવાનો જ છે ને ? હેય ત્યાજ્ય જ છે ને ?' એમ કરીને વ્યવહારની નિસરણીને પહેલેથી જ છોડી દે છે અને પોતાનો સ્વતંત્ર મત માંડી સીધો શુદ્ધ નિશ્ચયનય આદરવા જાય છે, એની ઉતાવળથી Page #250 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૭ કાંઈ કર્મની આપત્તિ ટળતી નથી. જેમ, ભૂખ્યા માણસની ઇચ્છા છે કે હમણાં ને હમણાં ઉંબર ફળ પાકી જાય. પણ તેવી ઇચ્છા માત્રથી કાંઈ ફલ કદીય પાકી જતું નથી. એમ આવા ઉતાવળીયાને કદી સંસારદુ:ખ ટળી મોક્ષસુખ મળતું નથી. નિસરણીએ ચઢવું પહેલેથી જ છોડી દે, એ મહેલની ઉપર શી રીતે પહોંચવાનો હતો ? એ તો વ્યવહારના ગુણને વિષે અંતરના ભાવનો લેશ પણ ભળે, તો ત્યાં શુદ્ધ નયની કરેલી ભાવના ટકી શકે. અર્થાત્ જેને એક બાજુ માનવું એમ છે કે જીવને પુદ્ગલ સાથે કાંઈ જ નિસ્બત નથી, જીવ તો શુદ્ધ જ્ઞાનાદિ સ્વભાવવાળો છે.” અને બીજી બાજુ એવા પુદ્ગલને ત્યજી બાહ્ય આવ્યેતર તપ-ત્યાગનો વ્યવહાર આચરવાને બદલે પુગલના ઉપભોગ આચરવા છે, પુદ્ગલમાં આળોટવું છે, ત્યાં એ જીવના શુદ્ધ સ્વભાવની માન્યતા ક્યાંથી હૃદયને સ્પર્શી ટકવાની હતી ? કેમ કે પુગલના પરિભોગમાં તો એવું થવાનું કે “આફૂસ કેરી સારી ને મીઠી અને લીંબોળી કડવી; દૂધ ગળ્યું; ને કરીયાતું કડવું; માટે દૂધ ને મીઠી કેરી સાથે પુરી ખાઉં, કડવી લીંબોળી કે કરીયાતા સાથે નહિ. સુતરાઉ રેશમી કપડાં પહેરું, ઝાડની છાલ નહિ; આલીશાન પ્રવચન મંડપમાં બેસું, ઘાસના ઝૂંપડામાં નહિ.” આવો આવો ભેદ પડવાનો, આમાં ક્યાં જીવન શુદ્ધ સ્વભાવની ભાવના બિચારી ઊભી રહે? એ તો વ્યવહારની શુદ્ધિ પર હૃદયમાં સાચી શુદ્ધનયની ભાવના સ્પર્શી શકે છે, ટકી શકે છે. શુદ્ધ વ્યવહાર તો ગુરુનિશ્રામાં રહી મહાન સંયમ સ્વાધ્યાય પ્રતિક્રમણાદિ યોગોમાં આત્માને પરિણત કરવામાં છે. તે વિના શુદ્ધનયમાં નહિ આવી શકાય. વાત પણ સાચી છે. પ્રવચનસારમાં પણ બાહ્ય મૂલાચારને અતિ આવશ્યક ગણ્યો Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ છે; અને સમયસારે પણ નિશ્ચયની નિર્વિકલ્પ દશા ન પામેલા જીવોને વ્યવહારે ઉપદેશવા યોગ્ય કહ્યા છે. પાંચમા આરાને અંતે થનાર પૂ.શ્રી દુuસહસૂરિજી મહારાજ સુધી તીર્થ (જૈનશાસન)ની હયાતી કહી છે, તે ગચ્છવાસી મુનિઓની આચાર પરંપરા વ્યવહારમાર્ગ અને ક્રિયા પરંપરાના ઉપર જ. શુદ્ધનયની ભાવના સાથેની ગચ્છની ક્રિયાની પરંપરા એ શુદ્ધ વ્યવહાર છે. એટલે શુદ્ધનયનું લક્ષ અને શુભ વ્યવહાર, બેઉ જરૂરી છે. આ ન સમજનારો એક વર્ગ એકલા વ્યવહારમાં પડી માને છે કે “વસ્ત્રપડિલેહણાદિ ક્રિયાઓ ખૂબકરો. એથી મોક્ષ મળી જશે.' બીજો કહે છે કે “બાહ્ય ક્રિયાથી શું વળે ? આંતરિક આત્મપરિણતિ સુધારો. અર્થાત્ બહારથી ભલે દહીંથરા પુરી ખાઓ, તોય વાંધો નથી. જો અંતરમાં શુદ્ધ ભાવના છે' - આ બંનેય મોક્ષમાર્ગની મૂળ વસ્તુને એમ સમજતા નથી કે “મોક્ષ ખાલી ચીંથરા (વસ્ત્ર) ઉંચાનીચા કરવાથી મળે નહિ કે દહીંથરા જમતાં શુદ્ધ ભાવનાના દંભથી મળે નહિ, પણ જ્ઞાનયોગ મિશ્રિત ક્રિયાયોગને સાધવાથી મળે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મહારાજે શ્વેતાંબર મતમાં પણ આત્મપરિણતિ સુધારવાનું લક્ષ ભૂલી માત્ર ક્રિયાજડ બની ગયેલાને અને ક્રિયાને ફગાવી દઈ એકલા નિશ્ચય જડ બનેલાને - એમ બંનેને ચીમકી આપી છે. વળી કહે છે કે, (૨) “સદુહણા અનુમોદન કારણ ગુણથી સંયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા. જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી.” અર્થાતુ જે આત્માઓ ખરેખર નિશ્ચયનયના સમુદ્ર સમાન છે તે પોતાનાથી અશક્ય એવી જિનકલ્પાદિની ઉગ્ર સંયમ ચર્યા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી, એ આચરનારની અનુમોદના કરવી, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ બીજાને સંયમ માર્ગમાં પ્રેરણા, પોતાનાથી શક્ય એવી ઊંચી સંયમ ક્રિયા પોતે આરાધવી વગેરે વ્યવહાર માર્ગને અવશ્ય આદરે છે. તેમ ક્રિયાનો વ્યવહાર માર્ગ પણ તેનો જ સૌભાગ્યવંતો છે, તેનો જ સફલ છે કે જેનું મન સતત જ્ઞાનયોગમાં રમી રહ્યું છે. અર્થાત્ નિશ્ચયનો માનસિક ઉપયોગ અને શુભ વ્યવહારનું આચરણ બંનેની જરૂરીયાત છે. (૩) નિશ્ચયના લક્ષ સાથેનો વ્યવહા૨માર્ગ એજ નિશ્ચયની સાધનાનું કારણ છે. માટે નિશ્ચયરૂપી કાર્યના ઇચ્છુકે વ્યવહારરૂપી કારણને આદરવું જ જોઇએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ તે કહે છે, ‘મુખ્યપણે જિમ ભાવે આણા તિમ તસ કારણ તેહ; (જિનવચનથી અંતરને ભાવિત કરવાનું કરે), કાર્ય ઇચ્છતો કારણ ઇચ્છે, એ છે શુભમતિ રેહ.’ (૪) નિશ્ચયદૃષ્ટિ વિના વ્યવહારથી કાંઇ લાભ નહિ, એ વચન ઉપર જે અજ્ઞાની એમ કહે છે કે ‘આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચક્ખાણ ?' એમ કરીને જે વ્રત પચ્ચક્ખાણાદિ ક્રિયા છોડી દે છે તેના માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે - ‘કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઉપજેજી કારણ વિણ વિ કાજ. નિશ્ચયનય અવલંબતાંજી, નવિ જાણે તસ મર્મ; છાંડે જે વ્યવહારનેજી લોપે તે જિનધર્મ.’ (૫) શ્રી ‘ઓનિર્યુક્તિ' શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, 'निच्छयमवलंबंता णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं बाहिर करणालसा केई ॥' અર્થાત્ નિર્ણયાત્મક રીતે નિશ્ચયનયને નહિ સમજતા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ -- ---- - - -- કેટલાકો માત્ર એનું આલંબન કરવા જાય છે; તે ખરી રીતે બાહ્ય-ક્રિયાના આળસુ હોય છે અને નિશ્ચયના ઓઠા હેઠળ વ્યવહારમાર્ગને લોપી પોતાના ચરણ-કરણ (ચારિત્રના મૂળઉત્તર ગુણો)નો નાશ કરે છે. (૬) ખરી રીતે નિશ્ચયની સિદ્ધિ કરવા માટે અનેક પ્રકારના વ્યવહારમાર્ગ સમર્થ છે. એનાથી વાસ્તવિક નિશ્ચયની સાવધાની વિકસે છે. તે બતાવતાં પૂ. ઉપા૦ મહારાજ કહે છે કે - સ્થવિરકલ્પ-જિનકલ્પની કિરિયા છે બહુભેદ, કિરિયા જે બહુવિધ કહી, તેહજ કર્મપ્રતિકાર; રોગ ઘણા ઔષધ ઘણા, કોઈને કોઈથી ઉપકાર.” સાધુ બે પ્રકારે (૧) વિકલ્પી એટલે કે ગચ્છવાસી સાધુની મર્યાદા પાળનાર; અને (૨) જિનકલ્પી એટલે જિનેશ્વરદેવના ચારિત્રની મર્યાદાવાળું ચારિત્ર વહનાર. જિનકલ્પી માત્ર દિવસના ત્રીજા પહોરમાં આહાર-નિહાર-વિહાર કરે છે, તે પણ વિશિષ્ટ અભિગ્રહ (નિયમ) સાથે; બાકી ઊભા કાઉસ્સગ્ગ ધ્યાને રહે છે, એમાં એમને એટલો બધો જાગૃત આત્મોપયોગ સાથે શ્રુતનો ઉપયોગ હોય છે કે એના પરથી જ કેટલો સમય વીત્યો તે જાણી શકે છે. ઘોર ઉપસર્ગમાં પણ એ અડગ રહે છે. પૂર્વે એમણે તપ-સત્ત્વ-પૈર્ય વગેરે પાંચ ભાવના દ્વારા આત્માને ખૂબ કેળવ્યો છે. એટલે અહીં નિશ્ચયની સાધનામાં સાવધાન છે. પરંતુ આનો અર્થ એ નથી કે સ્થવિર કલ્પીની સાધનાની કિંમત નથી. એ પણ કર્મ ટાળવાનો મહાન ઉપાય છે. એમાં પણ નિશ્ચય સાધના દ્વારા નિશ્ચયનયના ચારિત્ર પહોચી શકાય છે. પરંતુ તે બધું વ્યવહાર ચારિત્રથી આત્માને કેળવીને જ બને છે. જેમ જગતમાં રોગ ઘણાં છે, તો એના ઔષધ પણ ઘણાં છે. કોઈને કોઈ ઔષધથી વ્યાધિ મટે છે; Page #254 -------------------------------------------------------------------------- ________________ ---- - - - - - - - - -- = ૨૧૧ તો બીજાને બીજાથી. એવી રીતે અનેક પ્રકારની મોક્ષસાધક ક્રિયાઓ છે; એમાં કોઈને કોઈથી ભવરોગ ટળે, તો બીજાને બીજીથી. માત્ર વસ્તુ એટલી કે તેની સાધના જ્ઞાનરૂપી વૈદના કહ્યા મુજબ થવી જોઇએ અને અંતિમ સાધ્યના લક્ષવાળી જોઇએ. (૭) એજ વસ્તુ નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે - શિબિકાવાહક પુરુષતણી પરે કહ્યા રે, નિશ્ચયનય વ્યવહાર; મિલિયા મિલિયા રે ઉપકારી, નવિ જૂજવા રે... “શુદ્ધ અશુદ્ધપણું સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ... પર વિષે અશુદ્ધતા... નિશ્ચયનય પરિણામપણાએ છે વડો રે, તેવો નહિ વ્યવહાર; ભાખે ભાખે રે કોઈક ઇમ તે નવિ ઘટે રે; જે કારણ, નિશ્ચયનય કારજ અછે રે, કારણ છે વ્યવહાર...' શું કહ્યું? પાલખી ઉપાડનાર બે માણસની જેમ નિશ્ચય અને વ્યવહાર બેઉ નય ભેગા મળીને ઉપયોગી છે; પણ છૂટા છૂટા નહિ. કેમ કે “એકાકી નય સઘળા મિથ્યામતિ રે, મિલિયા સમકિત રૂપ' એમ સંમતિતર્ક શાસ્ત્ર પણ કહે છે, ત્યારે અહીં કોઈ પ્રશ્ન કરે કે – પ્ર0 - તેમ છતાં બંનેમાં નિશ્ચયનય એ શુદ્ધનય ખરા ને? ઉ૦ - શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે બંને નય શુદ્ધ છે અને બંનેય નય અશુદ્ધ પણ છે. એટલે કે શુદ્ધ નિશ્ચય, શુદ્ધ વ્યવહાર, અશુદ્ધ નિશ્ચય, અશુદ્ધ વ્યવહાર – એમ ચાર ભેદ પડે છે. દરેકને પોતાની વિષે શુદ્ધતા છે, ત્યારે પરને વિષે અશુદ્ધતા છે. એથી નિશ્ચય-વ્યવહાર બંનેની ઉપયોગિતા છે. પ્ર. - છતાં, નિશ્ચયનય મોટો અને મુખ્ય ખરોને ? Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તેથી જ વ્યવહારનય નાનો અને ગૌણ પણ ખરોને ? તો પછી મોટાને જ પકડવો સારો કે નહિ ? ઉ0 - બંનેય નય સરખા છે, કોઈ મોટો કે કોઈ નાનો નથી. કેમ કે નિશ્ચય એ કાર્ય છે અને વ્યવહાર એનું કારણ છે. બેમાંથી કોને મુખ્ય એટલે ઉપયોગી ને કોને ગૌણ એટલે નિરુપયોગી કહીએ ? કાર્ય એ કારણ વિના થઈ શકવાનું જ નથી, એ દષ્ટિએ કારણ મુખ્ય છે, ઉપયોગી છે. ત્યારે કારણથી કાર્ય નીપજાવીએ તો કામનું, નહિતર એકલા કારણને રાખવારમાડવાથી શું ? અંતે હાથમાં કાર્ય રહેવાનું. એ દષ્ટિએ કાર્ય મુખ્ય છે, ઉપયોગી છે. દા.ત. અગ્નિ અને રસોઇ, ધંધો અને કમાણી, એ કારણ-કાર્યો છે; બેઉ મોટા છે. નવા પંથીઓ જૈનશાસનમાં આ રહસ્ય સમજતા નથી અને એકલા નિશ્ચયને મુખ્ય કરવામાં પડ્યા છે. તેથી તે નિશ્ચયમૂઢ બની મિથ્યાત્વમાં રમે છે; પણ નિશ્ચયને કદી પામી શકતા નથી. જેમ, ભોજન છોડી દઈ માત્ર તૃપ્તિની રટણા કરનારો તૃપ્તિ પામી શકતો નથી. (૮) ખરી રીતે નિશ્ચયના લક્ષથી હોંશથી વ્યવહાર સાધતા સાધતા પૂર્ણતા આવે છે; નહિ કે વ્યવહારને છોડી દઈને અથવા વ્યવહારમાં રસ ન લઈને. તે બતાવે છે - પાઠ-ગીત-નૃત્યની કળા રે, જિમ હોય પ્રથમ અશુદ્ધ રે, મનવસિયા પણ અભ્યાસે એ ખરી રે.” (હોવત જાત વિશુદ્ધ.) બાળકને વિદ્યાભ્યાસ કરવામાં કે મોટાને પણ સંગીત શીખવામાં કે નૃત્યમાં હોશિયાર થવામાં પહેલાં તો અશુદ્ધ તો અશુદ્ધ પણ ક્રિયા કરવી પડે છે. પરંતુ એનો અભ્યાસ (Practice) કરતાં કરતાં એ શિક્ષણ પૂર્ણ બને છે; ને તે તે વિદ્યા-કળામાં પારંગત થવાય છે. એવી રીતે નિશ્ચયની દિશામાં વ્યવહાર ક્રિયાના ખૂબ અભ્યાસથી નિશ્ચય પમાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ (૯) વળી કહ્યું છે કે ‘મણિશોધક શતખારના રે, જિમ પુટસકલ પ્રમાણ.' અશુદ્ધ રત્નને શુદ્ધ કરવા માટે ક્ષારના સો પુટ આપ્યા, ત્યાં પહેલા-બીજા પુટે તો ખાસ કાંઇ શુદ્ધિ નહોતી થઇ; સર્વથા શુદ્ધિ તો ૧૦૦મા પુટે આવી. પણ તેથી કાંઇ પૂર્વના પુટ નકામા નથી ગણાતા. પૂર્વનો એક પણ પુટ અનુપયોગી નથી. એમ જ વ્યવહારના અનેક આચરણથી શુદ્ધ નિશ્ચયે પહોંચાય છે. (૧૦) તેથી કહ્યું કે - - ‘નિશ્ચય ફલ કેવલ લગે રે, નવિ ત્યજીએ વ્યવહાર; ચક્રી ભોગ પામ્યા વિના રે, જિમ નિજ ભોજન સાર રે, ગુણવસીયા.’ નિશ્ચયરૂપી ફળ જે કેવળજ્ઞાને આવે છે, ત્યાં સુધી વ્યવહા૨માર્ગ છોડવો નહિ. જેમ, કોઇને ચક્રવર્તીના ઉચ્ચ ભોજનાદિભોગ ભોગવવા છે, પણ તે ન મળે ત્યાં સુધી જો પોતાના ચાલુ સામાન્ય ભોજન કરવાનું મૂકી દે તો વહેલો જમારે પહોંચી જાય ! અને ચક્રવર્તીના ભોગ અદ્ધર રહી જાય! એવી આ એકાંત નિશ્ચયવાદીઓની દુર્દશા છે ! એ બિચારા શ્રેણિક જેવાના દાખલા લે છે. પણ નવિ તે જાણે રે કિરિયા ખપ વિના, સમકિત ગુણ પણ તાસ.' શ્રેણિક જેવાનેય પ્રભુ સમાગમ, જિનવાણી શ્રવણ, પ્રભુના આગમન સમાચારે વધામણીદાન, પ્રભુભક્તિ, સાધુસેવા વગેરે અનેક ક્રિયાથી સમક્તિગુણ હતો; ક્રિયા વિના સમ્યકત્વ નહોતું પ્રગટ્યું કે નહોતું વિકસ્યું. (૧૧) સાચો જૈન ક્રિયા અને જ્ઞાન બંનેનો મેળ સાધનારો હોય એના ઉપ૨ પૂ. ઉપા૦ મહારાજ ફરમાવે છે કે Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪ ક્રિયા બિન જ્ઞાન નહીં કબહુ, ક્રિયા જ્ઞાન બિન નાંહી; ક્રિયા જ્ઞાન દોઈ મીલત રહત હૈ, જ્યૌ જલ રસ જલ માંહી.” ક્રિયા વિના જ્ઞાન, જ્ઞાનના રૂપમાં રહી શકતું નથી અને જ્ઞાન વિના સાચી ક્રિયા હોઈ શકતી નથી. જેમ પાણીની સાથે જ પાણીનો સ્વાદ ભળેલો છે, તેમ જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળેલા જ રહે છે. અહીં બંને સાથે ન પણ રહેવાના ત્રણ પ્રશ્ન થાય છે. પ્ર. ૧ - સિદ્ધ ભગવાનને જ્ઞાન છે પણ ક્રિયા ક્યાં છે ? ઉ0 - એમને કયું જ્ઞાન છે ? એમને તો રાગદ્વેષ વિનાનું સંપૂર્ણ વસ્તુ-સ્વરૂપનું જ્ઞાન છે, એને અનુરૂપ ક્રિયા સ્વરૂપ રમણતાની ક્રિયા, ઉદાસીનતાની ક્રિયા, ચોથી ઉજાગરણ દશાની ક્રિયા છે, બાકી એ સિદ્ધ થયેલા હોવાથી “આ સાધના મારે સાધ્ય છે, આ મારો માર્ગ છે' - એવું સાધનાનું જ્ઞાન એમને નથી તેથી એમને કોઈપણ સાધનાની ક્રિયા શાની હોય ? પ્ર૦ ર - ખેર ! જૈન મુનિનો વેશ લીધેલા મિથ્યાદષ્ટિને ચારિત્રની ક્રિયા હોઈ શકે છે, પણ એને સમ્યજ્ઞાન ક્યાં છે ? ઉ0 - મિથ્યાદષ્ટિને સમ્યક્ત્વનો પાયોજ નહિ હોવાથી વાસ્તવિક છઠ્ઠા ચારિત્ર (પ્રમત્ત વિરતિ) ગુણ સ્થાનકની ક્રિયા માની નથી. જેમ, દા.ત. ઉદાયી રાજાનું ખૂન કરવાના ઈરાદે મુનિવેશ લીધેલો વિનય રત્ન નામનો બનાવટી સાધુ, એ શું ચારિત્ર પાળનારો કહેવાય? એ તો બીજા ખૂનીઓ કરતાં ખૂનની ભૂમિકાની એક જુદી જાતની ક્રિયા કરનારો ગણાય; અને એને યોગ્ય જ્ઞાન એના દિલમાં રમતું જ હતું. એને કાંઈ ચારિત્રક્રિયા સાધનારો ગણાય જ નહિ. નહિતર તો ખૂનની ક્રિયા કરનાર ખૂનીને ઓપરેશનની ક્રિયા કરનારો અને ઓપરેશનની ક્રિયા કરનાર ડૉકટરને ખૂનની ક્રિયા કરનારો કેમ ન કહેવાય ? Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩ - ઠીક. તો પણ સંમૂર્ચ્છિમ ક્રિયા કરનારને તો મલિન ઇરાદો-મેલો આશય નથી, તેથી મેલા આશયની ક્રિયા એ નહિ ગણાય; અને ક્રિયા તો એ છે જ. પરંતુ ત્યાં જ્ઞાન ક્યાં છે ? ૨૧૫ ઉ૦ - જેવી રીતે એ મેલા ઇરાદાવાળી ક્રિયા નથી તેવી જ રીતે એ શુભ ઇરાદાવાળી, શુભ ઉપયોગવાળી પણ ક્રિયા ક્યાં છે ? એ તો ઓઘ ક્રિયા છે, ઉપયોગશૂન્ય ક્રિયા છે. તેથી શુભાશયવાળી જો ક્રિયા નહિ તો એને અનુરૂપ (સદેશ) જ્ઞાન પણ શાનું હોય ? શાનું જોઇએ ? ત્યારે જેવી ક્રિયા છે તેવું જ્ઞાન તો છે જ. પ્ર આ તો બધું બરાબર. પરંતુ ખરો પ્રશ્ન તો એ છે કે જ્ઞાન અને ક્રિયા બંનેય આત્માની અંતરના માનીએ તો શો વાંધો ? જ્ઞાન આત્માની અંદરનું અને ક્રિયા જડ શરીરની શા માટે લેવી ? ઉલટું આત્માનું જ્ઞાન અને જડકાયાની ક્રિયા - એ બેનો મેળ મળે એવો નથી. આત્માની આંતરિક ક્રિયા સાથે જ જ્ઞાનને મેળ હોય. તો પછી જડની ક્રિયા હોવી જ જોઇએ એવો નિયમ માનવાની શી જરૂર ? - ઉ૦ તમારો નિયમ સિદ્ધ ભગવાનના આત્માની દૃષ્ટિએ બરાબર છે; કેમ કે એ અશરીરી છે. પણ આપણે જે શરીરધારી છીએ ત્યાં શરીર આત્માને માત્ર ચોંટેલું નથી; પરંતુ આત્માના પ્રદેશે પ્રદેશ શરીરના પ્રદેશે પ્રદેશની સાથે ખીર-નીર પેરે અથવા લોહ-અગ્નિવત્ ઓતપ્રોત થઇ ગયેલ છે. તેથી જ વીતરાગ સર્વજ્ઞ બનેલા આત્માને પણ શરીર પર ઘા લાગતાં આત્મામાં અશાતાનો અનુભવ થાય છે. જો બાહ્ય જડની ક્રિયાને આંતરિક આત્માના જ્ઞાન સાથે કાંઇ મેળ જ ન હોત તો શરીર પરના પ્રહારથી આત્માને અંદર શાતાનું સંવેદન મટી અશાતાનું સંવેદન થવાનું બને જ કેમ ? અને એ શરીર છૂટી ગયા પછી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ એના પર ગમે તેટલા ઘા લાગે પણ એ નિમિત્તે જીવને કશું સંવેદન થતું નથી. માટે શરીર સાથે એકરૂપ બનેલા આત્માના જ્ઞાનને શરીરક્રિયા સાથે સંબંધ છે, એ માનવું જ જોઇશે. તેથી તો જીવતા માણસનું શરીર ગળે કોળીયો ઉતારે છે, અને મડદું નથી ઉતારતું એ સ્પષ્ટ દેખાય છે. કેમ વારુ એમ ? કહો કે, જીવતાનો આત્મા ત્યાં શરીર સાથે તદાત્મક રહેલો છતો તેવું જ્ઞાન કરે છે તો જ એ આત્મા સાથે જાણે અભેદભાવે રહેલું શરીર તેવી ક્રિયા કરી શકે છે. માટે આત્માનું આંતરિક જ્ઞાન અને જડશરીરની બાહ્ય ક્રિયા એ બેનો સંબંધ માનવો જ જોઇશે. અલબત્ વીતરાગ પરમાત્માની શરીરક્રિયા સાથે એમના આત્મામાં રાગદ્વેષની પરિણતિ નથી, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન અને શાતા-અશાતાના સંવેદન જરૂર છે જ. એટલે સાર એ નીકળ્યો કે કેવળ ‘શુદ્ધ નયનું જ્ઞાન કરો, શુદ્ધ આત્મદ્રવ્યનું જ્ઞાન કરો' એમ જ્ઞાનમાર્ગનો ઢોંગ કર્યે નહિ ચાલે. એની સાથે અશુદ્ધ આત્મપ્રયોજય અર્થાત્ રાગી-દ્વેષી આત્માથી નીપજતી જે ખાનપાન રંગરાગાદિની તથા સાવદ્ય વ્યાપારાદિની શરીરક્રિયા, તેને પણ બંધ કરવી જોઇશે. નહિતર એ એમ જ ચાલુ રહેવાથી માનવું જ જોઇશે કે આત્મામાં જ્ઞાન પણ તેવું જ છે. શરીરની વીતરાગ ક્રિયાનો તમે ચાળો નહિ કરી શકો. એમ નહિ કહી શકો કે અમારી શરીરક્રિયા વીતરાગતા સાથેની છે. જ્યારે સરાગતા સાથેની છે, તો સરાગદશા ટાળવા તેવી ખાનપાન, મોહમય દુનિયાદારી, આરંભ-પરિગ્રહ વગેરે ક્રિયાઓ છોડવી જોઇશે; અર્થાત્ દાન-શીલ-તપની, વ્રત-નિયમની, ત્યાગનિવૃત્તિની ક્રિયા આદરવી જ જોઇશે. - (૧૨) જ્ઞાન અને ક્રિયાના ગાઢ સંબંધ અંગે એના એક પદમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ, જુઓ કે કેવું સુંદર લખે છે, Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ નિકટદશા છાંડી જડ ઊંચી દષ્ટ ૨ે તાકી; ન કરે કિરિયા જનકું ભાખે, નહિ ભવથિતિ પાકી.’ અર્થાત્, જડ માણસ, અજ્ઞાન માણસ નજીકની શક્ય અવસ્થા છોડીને ઠેઠ ઊંચે અશક્ય તરફ દૃષ્ટિ તાકે છે, નાખે છે. દા.ત. ધારો કે પચાસમે પગથીએ દિવાનખાનું છે ત્યાં જવું છે. હવે કોઇ મૂર્ખ જીવ જો પહેલેથી જ માત્ર સીધા પચાસમા પગથીએ પગ મૂકવાની વાત રાખે, પરંતુ જ્યાં જમીન ઉપર ઊભો છે તેની નજીકમાં રહેલા પહેલે બીજે પગથીએ ચઢવાની વાતેય ન રાખે, તો પછી પરિણામ સ્પષ્ટ છે કે ક્રમસર પહેલે પગથીએથી ચઢવા નહિ માંડવાથી એ કદી પચાસમે પગથીએ પહોંચવાનો નથી. એવું ગુણસ્થાનકમાં ક્રમસર ન ચઢવાથી ઊંચે જવાય નહિ. ત્યારે આત્મસ્પર્શી ગુણસ્થાનકની વસ્તુસ્થિતિ કાંઇ એવી નથી કે આપણે એવો પુરુષાર્થ ન કરીએ અને કોઇ ઇશ્વર કે ભાગ્ય આપણને સીધા વિમાનની જેમ તેરમે વીતરાગ-સર્વજ્ઞતાના ગુણઠાણે પહોંચાડી દે. અજ્ઞાની માણસ નજીકમાં રહેલી જે દાનાદિ ક્રિયાઓ, પ્રભુભક્તિ, સામાયિક, ત્યાગ વગેરે ક્રિયાઓ અને એથી નીપજતી થોડી થોડી પણ જે આત્મ-પરિણતિની સુધારાની દશા, તેને અવગણે છે, તેને આદરતો નથી, અને પહેલેથી જ સીધી તેરમા ગુણઠાણાની કેવળજ્ઞાન-યુક્ત વીતરાગદશા ઉપર દૃષ્ટિ નાખે છે; એના અભ્યાસનો ચાળો કરે છે. એને ભાન નથી કે વીતરાગદશા તો સમૂલ રાગદ્વેષ હણ્યા પછી આવે અને રાગદ્વેષનો સમૂલ નાશ પણ પહેલાં અપ્રશસ્ત રાગદ્વેષને રોકવાથી થઇ શકે; તેમજ અપ્રશસ્ત રાગ અને દ્વેષ એની પોષક ક્રિયાઓ બંધ કર્યાથી રોકાય; પણ એમને એમ વાતો કર્યાથી નહિ. ત્યારે એવી ક્રિયા બંધ કરી મનમેય પાછું અપ્રશસ્તમાં ન Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તણાઈ જવા દેવા માટે શુભ ક્રિયાઓ ખૂબ આદરવી જ જોઇએ. જડ અજ્ઞાનીને આ ક્રમનું જ્ઞાન નથી,આ ક્રમની ક્રિયા આદરવી નથી અને લોકોને કહેવું છે કે ગમે તેટલી ક્રિયાકષ્ટી કરો, પરંતુ ભવસ્થિતિનો પરિપાક થયા વિના તમારી ક્રિયાઓ એળે જવાની છે. ત્યારે જો એ પાકી ગઈ છે તો જ્ઞાનદશાથી જ આત્મામાં ગુણસ્થાનક સ્પર્શશે, પણ બાહ્ય કડક્રિયાથી નહિ.” આમ લોકને એ ભરમાવે છે. પરંતુ ઉપર કહ્યું તેમ નિકટમાં રહેલી શક્ય એવી તારક ક્રિયા અને એથી થતું જ્ઞાનદશાનું ક્રમિક આરોહણ આદરતો નથી. માત્ર ઉંચી જ્ઞાનદશા તરફ તાકી રહે છે. એ એવી મૂર્ખાઈ છે કે, (૧૩) “ભાજનગત ભોજન કોઉ છાંડી, દેશાંતર જિઉં દોરે; ગહત જ્ઞાનકું કિરિયા ત્યાગી.” ઉચિત ક્રિયાને છોડી ઊંચી જ્ઞાનદશાને જે પકડવા જાય છે, તે સામે ભાણામાં આવેલા ભોજનને ત્યજી ભોજન માટે દેશાંતરે દોડનારા મૂર્ખ જેવો છે. તો એને કાંઈ ઊંચી જ્ઞાનદશા મળી ગઈ છે કે મળવાની તૈયારીમાં છે અને ત્યાગ, તપસ્યા, સામાયિક વગેરે ક્રિયાઓ જરૂરી નથી, તેમજ ભોગવિલાસની ક્રિયાઓ એના આત્મા પર કોઈ અસર નથી કરતી, એવું નથી; છતાંય ભોગવિલાસ ન ત્યજવાનું કારણ એ છે કે ત્યાગતપસ્યાદિની કષ્ટમય ક્રિયા કરવા તરફ એને કંટાળો છે, અકળામણ છે; ભોગવિલાસની ક્રિયામાં એને ટાઢક છે, ઠંડક છે. તેથી જ જ્ઞાનની વાત કોઈ કરે તો તે તેને ગમે છે; પણ કોઈ ક્રિયાના સુંદર ફળ વર્ણવી ક્રિયા સાધવાનું કહે તો એનું ત્યાં મન બગડે છે; સુખમાંથી દુ:ખમાં પડવાનું એને લાગે છે. ખરું જોતાં, ક્રિયા વિના જ્ઞાનની વાત એ લંગોટીય વિના નગ્ન શરીરે માથે પાઘડી પહેરવા જેવી વસ્તુ છે. સમુદ્રમાં પડ્યા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ તરવાની ક્રિયા કર્યા વિના, તરવાની કળા માત્ર જાણી રાખવા જેવું, મોટા તરવૈયા તરીકેની ડંફાસ મારવા જેવું, કે તરવા ઉપર ભાષણ કરવા જેવું છે. (૧૪) બીજે ઠેકાણે પૂજ્યશ્રી કહે છે કે ઇષ્ટ નગરે પહોંચવા માટે ઘોડે ચઢી ત્યાંનું લક્ષ્ય રાખીને જવાય છે; અને નગરે પહોંચ્યા પછી મહેલમાં ચઢવા માટે ઘોડાની જરૂર નથી રહેતી. તેથી કાંઇ એમ ન કહેવાય કે નગરે પહોંચ્યા પહેલાં રસ્તામાંથી જ ઘોડો મૂકી દેવો. એવી રીતે નિશ્ચયે પહોંચવાના લક્ષ્યથી વ્યવહારમાર્ગ આદરતાં આદરતાં નિશ્ચય મહેલમાં પહોંચાય છે. પણ તે પહેલાં જ વ્યવહાર મૂકી દેવાય નહિ. એવું કરનારની દયા ખાતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે નિશ્ચય નવિ પામી શકે જી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત તે એહવાજી, તેહને કવણ આધાર.’ (૧૫) છતાં નિશ્ચયના લક્ષ વિનાના વેશધારીના કેવળ વ્યવહારને ધર્મવિરુદ્ધ કહ્યો, ‘કૈવલ લિંગ (મુનિવેશ) ધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે. આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે.’ (૧૬) ત્યારે વ્યવહારને છાંડી નિશ્ચયની જપમાળા ગણનાર માટે કહ્યું, નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી (ચૌદમા ગુણઠાણા) અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી, તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહા૨ને જાણો, કારજ કારણ એક પ્રમાણો.’ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નિશ્ચય ધર્મ તો ચૌદમાના અંતે પહોચતા આવે છે. ત્યારે તે પુણ્ય-પાપનો અને ધર્મપ્રવૃત્તિ-અધર્મ પ્રવૃત્તિ બંનેનો અંત લાવી ભવસાગરને પાર મોક્ષ પમાડે છે. પણ એ સ્થિતિએ પહોંચવા માટે પોતપોતાના ગુણસ્થાનકની કક્ષામાં જે જે વ્યવહાર સાધના છે તેને પણ તમે ધર્મ જ જાણો. કારણ કે કાર્ય અને કાર્યમાં પરિણમનાર કારણ, બંનેય એકરૂપ છે. અથવા કાર્યનું અસાધારણ કારણ પણ વ્યવહારથી કાર્ય જ છે. જેમ કે ખરી રીતે આયુષ્ય એ જીવન છે, પરંતુ હવાપાણી એ જીવન કહેવાય છે. આવી રીતે શ્વેતાંબર શાસ્ત્રોમાં ઠામઠામ નિશ્ચય અને વ્યવહાર બંનેને અગત્ય આપી છે. દ્રવ્યક્રિયા સાથે ભાવક્રિયા ૫૨ પૂર્ણ ભાર મૂક્યો છે. એ ભાવક્રિયાના સંપાદનમાં નિશ્ચય દૃષ્ટિ રાખવાની હોય છે. કેટલાકો બિચારા એવી અજ્ઞાનતામાં ઘસડાય છે કે ‘શ્વેતાંબર મતમાં તો એકલી ક્રિયાની મજૂરી કર્યે જવાનું કહ્યું છે અને ક્યાંય નવતત્ત્વ, ષડ્ દ્રવ્ય, નય, નિક્ષેપ વગેરે વસ્તુ સમજી વિવેક કરી નિશ્ચયદૃષ્ટિ કેળવવાનું કહ્યું નથી.' પરંતુ આવી ભ્રમણામાં પડતાં પહેલાં એ વિચારવું જોઇએ કે નિશ્ચયદૃષ્ટિ એટલે શું ? શું માત્ર પોપટપાઠની જેમ નવત્તત્વો વગેરેના નામ ગણી જાય, ભેદ ગણી જાય, અને ‘દ્રવ્યદૃષ્ટિ', ‘સ્વતંત્ર પર્યાય’, ‘નિર્વિકલ્પ અવસ્થા’, ‘વીતરાગી દશા' વગેરે શબ્દો રટ્યા કરે એથી કાંઇ નિશ્ચયદૃષ્ટિ પ્રાપ્ત થઇ ન ગણાય. નિશ્ચયદૃષ્ટિ માટે તો અશુભ વ્યવહારને ત્યજી શુભ વ્યવહારને જોરમાં આદરતા આદરતા સાથે સંસારસુખની અરુચિ કેળવી સ્વાત્માને કર્મબંધનથી મુક્ત કરીને શુદ્ધ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનું સચોટ ધ્યેય રખાવું જોઇએ. Page #264 -------------------------------------------------------------------------- ________________ (કાનજીમત)નૂતન પંથ એ જૈન મત નથી, પણ જૈનેતર મત છે. શાથી? નૂતન પંથી મત જે સિદ્ધાંતો માને છે, જે પ્રતિપાદનો કરે છે, તે અને કાંતવાદી વાસ્તવિક જૈન સિદ્ધાંતો અને જિનોક્તતત્ત્વો તથા પદાર્થોનો અપલાપ કરે છે, વિરોધ કરે છે; તેથી નૂતન પંથ એ ભલે પોતે જૈન મત હોવાનો દાવો રાખે, પણ વસ્તુસ્થિતિએ એ દાવો દંભરૂપ છે. એ મત આધુનિક ઉપજાવી કાઢેલો સ્વતંત્ર મત છે. એ જૈન મત નથી, જૈનેતર મત છે, અજૈન મત છે. તે આ રીતે - શ્રી જિનશાસને નિશ્ચયસાધના, નિશ્ચય મોક્ષમાર્ગ, નિશ્ચય ધર્મ, નિશ્ચય આત્મા, નિશ્ચય સમ્યકત્વ, નિશ્ચય ચારિત્ર, નિશ્ચય કારણતા વગેરે જે માન્યા છે, તેની નૂતન પંથીઓને ગંધ સરખી નથી; અને બાંધેભારે નિશ્ચય' “નિશ્ચય કૂટ્યા કરે છે. વળી નિશ્ચયનો એકાંત પકડે છે. શ્રી શ્વેતાંબર શાસ્ત્રોમાં – શ્રી ભગવતીજી, શ્રી આચારાંગ, શ્રી સન્મતિ તર્ક, શ્રી વિશેષાવશ્યક, શ્રી અનેકાંતમત વ્યવસ્થા, શ્રી નયોપદેશ વગેરે મહાશાસ્ત્રોમાં - નિશ્ચય સાધનાનું, નિશ્ચય તત્ત્વનું અને નિશ્ચય દૃષ્ટિનું શ્રી જિનકથિત યથાર્થ પ્રતિપાદન કરેલું છે. સાથે જ સ્યાદ્વાદ નીતિથી વ્યવહારદષ્ટિ-વ્યવહારનયને પણ યથાર્થપણે બતાવવા સાથે મોક્ષસાધનામાં વ્યવહારમાર્ગની અતિ ઉપયોગીતા બતાવેલી છે, એ નિશ્ચય-વ્યવહારના નિરૂપણો વાસ્તવિક જૈન મત છે. નૂતન પંથને એ માન્ય નથી, તેથી એ જૈનેતર મત છે; જૈન મત નથી. (૧) જિનશાસને મોક્ષ સાધનામાં પહેલા ગુણસ્થાનકેથી માંડી શુભ વિકલ્પો વડે ક્રમશઃ આગળ વધતાં દશમાં ગુણસ્થાનક સુધીની સાધના અને અગીયાર બાર-તેર-ચૌદમે ગુણસ્થાનકોએ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પૂર્ણ વીતરાગતાની વ્યવસ્થિત આત્મસ્થિતિ બતાવી છે. પરંતુ નૂતન પંથીઓને તો ચોથા ગુણસ્થાનકે જ નિર્વિકલ્પ દશા લાવવી છે. માટે નૂતન મત બાળજીવોને નિર્વિકલ્પ દશાનો ઉપદેશ દે છે અને શુભ પણ વિકલ્પોને મોક્ષ સાધવા માટે ઉપયોગી માનવામાં મિથ્યાત્વ મનાવે છે. એટલું જ નહિ બલ્ક વાચિક-કાયિક, પૌદ્ગલિક ક્રિયાને પણ નકામી ગણે છે, ત્યારે ખરી રીતે શુભ વિકલ્પોની માનસિક પ્રવૃત્તિ તેમજ શુભ વાચિક અને કાયિક પ્રવૃત્તિ કે જે પુગલની ક્રિયા ગણાય, એના દ્વારા જીવને ચોથે, પાંચમે, છકે એમ આગળ વધવાનું જૈન મતે જણાવ્યું છે. નૂતન મત એને મોક્ષસાધનામાં તદ્દન નિરુપયોગી ગણે છે; તેથી એ જૈનેતર મત છે. (૨) પોતાને જૈન મત તરીકે ઓળખાવનારા શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર મતોએ જ્ઞાનાચારાદિ પંચાચારના બાહ્ય આચારો પણ અવશ્ય આચરણીય માન્યા છે, ત્યારે નવો નીકળેલો નૂતન પંથ તો તેને મોક્ષસાધનામાં ઉપયોગી માનવામાં મિથ્યાત્વ ગણાવે છે; અને તેથી જ એ પવિત્ર આચારોને મોક્ષ-સાધક પાસે એ આચરાવતો નથી. પંચાચારના દાન-શીલતપ-ભાવના અનુષ્ઠાનો, વ્રત-પચ્ચકખાણ, સામાયિક-પૌષધ, પ્રભુભક્તિ વગેરેનાં થોકબંધ અનુષ્ઠાનો ગુણસ્થાનકમાં આગળ વધારે છે, એવો જૈન મત છે. છતાં નૂતનમતી કુપંથીઓને એ નકામા કહેવા છે. માટે જ નૂતન પંથ એ જૈન મત નથી. (૩) પરદ્રવ્યો એવા પણ દેવની, ગુરુની, શાસ્ત્રની - ઇત્યાદિ અનેક પ્રકારે શુભ આલંબનોની ઉપયોગીતા અને ઉપકારકતા જિનશાસને પ્રરૂપી છે. ત્યારે આ નવીન નૂતન મત એને ઉડાવી દ્રવ્યની સ્વતંત્રતા જુદી જાતની પ્રરુપે છે અને પદ્રવ્યને અકિંચિત્કર કહે છે. તેથી એ જૈનમત નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૩ (૪) શુભાશુભ બાહ્યનિમિત્તની અસર અને કારણતા નવીન મત નામંજૂર કરે છે; ત્યારે જૈનશાસન એને સારી રીતે માને છે. તેથી જ કર્મયુગલના સંયોગથી જ જીવને સંસાર કહે છે. જૈન મત ઉપાદાન શુદ્ધિ ઉપરાંત શુભ નિમિત્તોની અસરના અનેક દૃષ્ટાંત કહીને ખાસ કરીને શુભનિમિત્તો સેવવાનું કહે છે. એવું વેશ્યાદિ કુસંસર્ગનો ત્યાગ, ખરાબ ભાષાનો ત્યાગ, કાયિક બાહ્ય કુચેષ્ટાઓનો ત્યાગ, વગેરે વગેરે અશુભ નિમિત્તોને ત્યજવાનું ઉપદેશે છે. (જે ત્યાગને આચરવાનું નવીનમતીને પણ કબૂલ કરવું જ પડશે. નહિતર માત્ર કાયાથી પરસ્ત્રીના આલિંગનમાં નવીન મતે શો વાંધો ?) પણ નવીન મતે એ નિમિત્તોની અસર નથી. તેથી એ મત જૈન મત નથી. (૫) જિનશાસનમાં પારદ્રવ્ય એવા પુણ્ય-પાપ કર્મના ઉદયની કિંચિત્કરતા જીવ પર માનીને જીવમાં ઔદયિક-ભાવ માન્યો છે; તેથી જ સંસારી જીવમાં શાતા-અશાતા માનવશરીરીપણું, દેવશરીરીપણું, ઉંચ-ગોત્ર, યશ વગેરે અનેક પરિણામો જન્મે છે. તેમજ પુણ્યજન્ય માનવભવથી મોક્ષ પુરુષાર્થ થાય છે. નવીનમતીને પુણ્ય પણ નકામું કહેવું છે. એટલે એ જૈનમત નથી. (૬) શ્રી જિનેશ્વર દેવના શાસને ભવિતવ્યતાને નિયતઅનિયત કહી છે; નિયત એ રીતે કે કેવળજ્ઞાનીએ દીઠેલું અવશ્ય બનશે; જ્ઞાનીએ દીઠેલી વસ્તુ બનવામાં કાંઈ ફેરફાર નહિ થઈ શકે. અનિયત એ રીતે કે જ્ઞાનીએ એવું કેમ દીઠું? કારણ એ છે કે જીવને અમુક અમુક કર્મનો ઉદય અનુકૂળ હશે, તેમાં જીવ તે તે પુરુષાર્થ કરશે ત્યારે જ તેવું તેવું પરિણામ આવીને ઊભું રહેશે. માટે જ્ઞાની તેવું જુએ છે. અર્થાત્ તે તે પરિણામ આવવામાં જ્ઞાનીની દૃષ્ટિ કારણભૂત નથી. તેમજ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ માત્ર ભવિતવ્યતા કારણ નથી; કિન્તુ પ્રધાનપણે તો ક્યાંક કર્મ-ઉદય કારણ હશે, તો ક્યાંક જીવનો ઉદ્યમ મુખ્ય કારણ બનશે; ક્યાંક એ બધું હોવા છતાં કાળ પ્રધાન બનશે. જેમ કે, આંબો આજે વાવ્યો, પાણીય સિચ્યું, છતાં ઠેઠ ઉનાળે કેમ ફળે છે ? તો કહેવું પડશે કે એમાં કાળ કારણ છે. ગર્ભ ધારવાનો ઉદ્યમ કરવા છતાં, પુત્રપ્રાપ્તિની પુણ્યાઇ હોવા છતાં, નવ મહિનાના કાળે જ પુત્ર જન્મે છે. આમાં એમ નથી મનાતું કે ભવિતવ્યતા એવી છે, અગર જ્ઞાનીએ એમ દીઠું છે કે આંબો, ગર્ભ વગેરે ત્યારે જ ફળે, તેથી એવું બને છે.” પણ નવીન પંથમાં નિયત ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે; અર્થાત્ એકાંતે ‘ભવિતવ્યતા હોય તેવું જ થાય” એમ એકાંતિક ભવિતવ્યતાની મહત્તા ગવાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના શાસનમાં તો સ્વભાવકર્મ-કાળ-ઉદ્યમ અને ભવિતવ્યતા એમ પાંચેય કારણને ન્યાય અપાયો છે. આમ જિનશાસન તો એવા એવા કેઈ સિદ્ધાંતો અને તાત્ત્વિક પદાર્થો પ્રરૂપ્યા છે, જેનો અપલાપ નવીન મતવાળા કરે છે. તેથી તે જિનશાસન માનનારા નથી રહી શકતા; પણ અજૈન એવા મિથ્યા શાસનને સ્વીકારનારા ઠરે છે. (૭) નવીન મત સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રનો સમ્યગુ જ્ઞાનમાં સમાવેશ કરીને પ્રાથમિક અવસ્થામાં પણ શુદ્ધ ઉપયોગ (સમ્યગૂ જ્ઞાન) એ ધર્મ અને એ આચરણીય એમ કહે છે. જૈન મત સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રને પણ સમ્યમ્ જ્ઞાનના સહકારમાં સ્વતંત્ર ધર્મ કહી જ્ઞાનની જેમ એ બેયને ખાસ આદરણીય ગણે છે. તેથી જેમ “જ્ઞાનવૈરાગ્ય મોક્ષ જ્ઞાન અને વૈરાગ્યથી મોક્ષ' એવો સિદ્ધાંત માનનાર દર્શન એ જૈનેતર દર્શન છે, જૈન દર્શન નથી; તેવી રીતે નવીન દર્શન પણ જૈનેતર દર્શન છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ (૮) નવીન મત દ્રવ્યદૃષ્ટિ કેવળ શુદ્ધ આત્મ દ્રવ્યને ત્રિકાલ અવિકારી અ-પરાધીન, ઇત્યાદિરૂપે જોવાનું કહે છે; તેથી તે સાંખ્યમતનું અનુકરણ કરે છે. કેમ કે સાંખ્યો પણ પુરુષ એટલે કે આત્માને સર્વદા નિરંજન-નિરાકાર-નિર્વિકાર કુટસ્થ નિત્ય માને છે, અને એ રીતે ભાન કેળવી પ્રકૃતિથી ભેદ-શાન કરવાનું કહે છે. જેમ સાંખ્યમત એ જૈનેતર મત છે, તેમ નવીન મત એ જૈનેતર ઠરે છે. જૈન મત તો અનેકાંત શૈલીથી પર્યાય દૃષ્ટિ પણ જાગૃત રાખવાનું કહે છે. કેમ કે અનેકાંત શૈલીથી આત્મા વિકૃત, સાકાર, સાંજન પણ છે. એમાં પણ સંસારી જીવમાં અપ્રશસ્ત વૃત્તિઓ અને બંધનોના પર્યાયો જોરદાર છે. એટલે કે અપ્રશસ્ત રાગ-દ્વેષાદિ અને પાપકર્મના બંધનો ખૂબ છે. ત્યાં સાધકે એ જોતા રહેવું જોઇએ કે ‘શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવોએ અને એમના પગલે ચાલીને સદ્ગુરુઓએ મને તત્ત્વદર્શન કરાવ્યું, માર્ગ સૂઝાડ્યો; તેથી હવે તો જગતને મૂકી દેવ-ગુરુના જ આશરે રહું, એમની જ મમતા, ને એમનો જ પક્ષ ધર અને સાંસારિક કાર્યવાહી છોડી દેવ-ગુરુએ ફરમાવેલી કાર્યવાહીરૂપ કાયિક વાચિક માનસિક અનુષ્ઠાનો આદરું.' - આ શું કર્યું? આત્માને પહેલાં તો અશુભ પર્યાયોથી મુક્ત કરવા શુભ પર્યાયોવાળો બનાવવાનું ધાર્યું. પાછું એમાં કેટકેટલી પ્રગતિ થઇ તે પણ જોતા રહેવાનું કર્યું. એમાં શુભાનુષ્ઠાનને અનુલક્ષીને પર્યાયદૃષ્ટિ જાગૃત રાખવાની વાત આવી. અરે, એથી ય આગળ જુઓ કે પોતાના આત્માને સમયાંતર ઉપયોગવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન તથા ક્ષાયિક ચારિત્રના શુદ્ધ પર્યાયવાળો બનાવવાની ધારણામાં પણ અશુદ્ધ પર્યાયો દૂર કરી શુદ્ધ પર્યાયો પ્રગટાવવાની દૃષ્ટિ આવી; એટલે કે પર્યાયષ્ટિ આવી. ત્યાં નવીન મત એકલી દ્રવ્યદૃષ્ટિ કેળવવાનું કહે, એથી એ જૈનેતર મત ઠરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન મતે આત્માની અવગતિ ઉન્નતિનો ઇતિહાસ. નિશ્ચય-વ્યવહારની મર્યાદાએ મોક્ષમાર્ગની સાધનાનું સ્વરૂપ પૂ. પ્રખર ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ઉ૫૨ શ્રી નવીન મત કાઢનારે કરેલા વ્યવહારમૂઢતાના આરોપની પોકળતા બતાવવાના પ્રસંગને પામીને અહીં સુધીમાં સમયસાર-પ્રવચનસારાદિ ગ્રંથ, તેના આશ્રમની પ્રવૃત્તિઓ, એના ભાષણો અને એમના ભક્તોના ગુણગાન, વગેરેના આધારે નવા નિશ્ચયપંથનું ઠીક ઠીક આલોચન કર્યું. સાથે સાથે પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રીસર્વજ્ઞકથિત નિશ્ચયમાર્ગનેય કેટલો બધો આવશ્યક માને છે, તેમજ વ્યવહારશૂન્ય એકલા નિશ્ચયમાર્ગને પકડનારની કેવી અજ્ઞાનદશા સૂચવે છે, એ એઓશ્રીના વચનોથી જોયું. છેવટે શ્રી નવીન મત એ કેમ જૈન મત નથી ? એની લેશ વિચારણા કરી. હવે પ્રાંતે વાસ્તવિક જૈન મતે આત્માની અવગતિઉન્નતિનો ઇતિહાસ કેવો છે, એમાં નિશ્ચય-વ્યવહારની મર્યાદા જાળવીને મોક્ષમાર્ગની સાધના કેવા સ્વરૂપે કરવાની કહી છે, એનો સંક્ષિપ્ત વિચાર કરવામાં આવે છે. - આત્માનું અસલી સ્વરૂપ : મોક્ષ અને સંસાર શું ? - અનંત જ્ઞાની વીતરાગ પરમાત્મા શ્રી તીર્થંકર ભગવાન ફરમાવે છે કે જગતમાં મુખ્ય તત્ત્વ બે - ચેતન અને જડ; અર્થાત્ જીવ અને અજીવ, આમાં ચેતન જીવતત્ત્વ ચૈતન્યવાળું એટલે કે જ્ઞાનાદિગુણ સંપન્ન છે. ન્યાયદર્શનાદિના મતની જેમ આ જ્ઞાનાદિગુણો જીવમાં કાંઇ બહારથી નવા આવીને ઉત્પન્ન નથી થતા; પરંતુ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ એ જીવના સ્વભાવભૂત ગુણો છે. જીવ જ્ઞાનાદિસ્વભાવવાળો છે. જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ હોય છે, દર્પણનો પ્રતિબિંબ પકડવાનો સ્વભાવ હોય છે, દીપકનો પ્રકાશવાનો સ્વભાવ છે; તેવી રીતે જીવનો અનંત જ્ઞાન, અનંત સુખ વગેરેનો સ્વભાવ છે; અર્થાત્ જીવ શાનાદિગુણમય હોવાની વસ્તુસ્થિતિ છે. એટલે કે જીવદ્રવ્ય સ્વાભાવિક રીતે (૧) અનંતજ્ઞાનમય છે, (૨) અનંતદર્શનમય છે, (૩) અવ્યાબાધ અનંતસુખમય છે, (૪) અનંત ચારિત્રમય છે, (૫) અનંત વીર્યમય છે, (૬) અક્ષય (અજર અમર) છે, (૭) અરુપી છે, (૮) અગુરુલઘુ છે. જીવતત્ત્વ નિશ્ચયથી મૂળરૂપે (અસલી સ્વરૂપમાં) આવું આવું છે; પણ મૂળસ્વરૂપમાં અજ્ઞાન, દુ:ખ, રાગ-દ્વેષાદિ, જન્મ-મરણ ને શરી૨ાકારાતાના સ્વરૂપવાળું નથી. આ અસલી અનંત જ્ઞાન સુખાદિમય અવસ્થા જો પ્રગટ હોય તો એજ જીવની મોક્ષ અવસ્થા છે, સિદ્ધ અવસ્થા છે, શુદ્ધ અવસ્થા છે. જો એ પ્રગટ નથી, પણ પ્રગટપણે તો અજ્ઞાન, દુ:ખ, દેહધારી વગેરે અવસ્થા દેખાય છે, તો એ એની સંસારાવસ્થા છે, અસિદ્ધ અને અશુદ્ધ અવસ્થા છે. ત્યારે અહીં પ્રશ્નો એ થાય છે કે, - સંસારાવસ્થા કોની ? ૧. પ્ર૦ - શું આ સંસાર અવસ્થા પણ જીવની વાસ્તવિક સ્થિતિ છે? કે સ્વપ્નવત્ કેવળ ભ્રમણા છે? ઉ – સંસાર વાસ્તવિક રીતે વિદ્યમાન છે. એ આપણે અનુભવીએ જ છીએ. એ જીવની અશુદ્ધ અવસ્થા છે. એમાં જીવ અજ્ઞાન છે, દુ:ખી છે, શરીરી છે, રાગી છે, દ્વેષી છે વગેરે પ્રત્યક્ષ અનુભવમાં છે. જો એ બધું સ્વપ્નની જેમ ભ્રમણાનું હોત, તો પાછો એ પ્રશ્ન ઊભો જ રહેત કે એ ભ્રમણા કોને ? જો જીવને નહિ પણ કોઇ બીજાને; તો પછી જીવને એ ભ્રમણા પણ નહિ હોવાથી જીવ તો શુદ્ધ જ રહેત, મોક્ષસ્વરૂપી જ Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮ હોત. તેથી તો પછી મોક્ષ સાધવાની ભાંજગડજ નથી રહેતી. મોક્ષ છે જ. પછી “જીવનું અસલ સ્વરૂપ ઓળખો... ઉપાધિમાં ન અટવાઓ...' વગેરે વગેરે ઉપદેશ શા માટે ? ત્યારે જો કહો કે ના, ના, એ ભ્રમણા જીવને જ છે, તો ભલે ભ્રમણાની વસ્તુ કાલ્પનિક હતી; પણ કમમાં કમ ભ્રમણા તો વાસ્તવિક વિદ્યમાન ખરી ને ? તો એ ભ્રમણા હોવી એય સંસારાવસ્થા જ છે, અશુદ્ધ અવસ્થા જ છે. નિશ્ચયથી એટલે કે અસલી સ્વરૂપમાં જીવ આપણો અનંતજ્ઞાન-સુખાદિસંપન્ન હોવા છતાં વર્તમાનમાં આપણે જીવ પોતે જ મિથ્યામતિ ધરનારા, વિકલ્પો કરનારા, રાગીષી બનનારા છીએ, મહાઅજ્ઞાન અને દુઃખી છીએ, એ એક નક્કર હકીકત છે; રખડતા અને કોઇ અદશ્ય તત્ત્વને પરાધીન છીએ એ વાસ્તવિક અનુભવીએ છીએ. નિશ્ચયપ્રેમી નવીનમતીઓ આને શું કહેશે? સાચું કે ભ્રમ? ૨. પ્ર0 - આત્મામાં આ બગાડો શાથી થયો ? ઉ૦ - બિગાડો છે તે મૂળ શુદ્ધ વસ્તુમાં પર (બાહ્ય) તત્ત્વના પ્રવેશ વિના થાય નહિ, એ નિયમ છે. પર ઉપાધિની અસર વિના વસ્તુ વિકૃત અને અશુદ્ધ બને નહિ. જો એવી કોઈ જ પરની અસર નથી અને છતાં વસ્તુ અમુક સ્વરૂપવાળી છે, તો તો પછી એ સ્વરૂપ એનું કાયમી સ્વરૂપ જ બની જશે ! એનું સ્વભાવગત સ્વરૂપ જ હશે ! એટલે તો પછી અનુભવાતી અજ્ઞાનાદિ અશુદ્ધ અવસ્થા પણ જીવનો અસલી સ્વભાવ માનવો પડશે. કિન્તુ એ અસલી નથી એ પણ ચોક્કસ વાત છે, અને જીવનો છે એ પણ નક્કર હકીકત છે. દુઃખ, વિકલ્પો, મિથ્યામતિ, રાગ, દ્વેષ વગેરે કાંઈ જડના ધર્મ નથી. કેમ કે કોઈ જડ અને અનુભવતું નથી. આપણે જીવ જ એને અનુભવીએ છીએ અને પાછા એ જીવના શુદ્ધ સ્વરૂપમાં તો છે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નહિ. તેથી જ સાબિત થાય છે કે કોઈ પર-તત્ત્વની વેઠ જીવને વળગી છે, પર-તત્ત્વના સપાટે જીવ ચઢ્યો છે, કે જેથી એનું અજ્ઞાન દુઃખાદિનું અશુદ્ધ સ્વરૂપ જીવમાં આવ્યું છે. કર્મની અસર વિના જીવમાં એમને એમ અશુદ્ધિ નહિ – પરની ફસામણ વિના જીવ કાંઈ મૂર્ખ નથી કે એમને એમ પોતે ને પોતે પોતાની જાતે જ અશુદ્ધ બની જાય; રાગાદિ કરતો રહે અને મનુષ્યાદિ સ્વરૂપવાળો બન્યો રહે. એ તો પરદ્રવ્યની અસર નીચે જ બને. દૂધને બહારની ગરમ હવાની અસર થાય છે તો બગડે છે; ગરમાગરમ સ્વાદિષ્ટ ચાહને ચાર છ કલાક બહારની ઠંડી હવાની અસર થાય છે, તો બગડે છે; તેમ જીવને બહારના એટલે કે પર એવા કર્મ દ્રવ્યની અસર છે, પર એવા કર્મપુદ્ગલના વિપાક-કે ઉદયની અસર છે, તો એ બગડ્યો છે; તો જ એનામાં પ્રગટપણે અનંતજ્ઞાનમયતા નહિ, પણ અજ્ઞાનમયતા છે; પ્રગટપણે સ્વાભાવિક સુખમયતા નહિ, પણ દુઃખની રીબામણો છે; પ્રગટપણે વીતરાગતા નહિ, પણ રાગ-દ્વેષી અવસ્થા છે. જીવની કેવી કરુણ દશા !! એ કર્મની બેડીઓ તૂટી જાય તો આ સંસારાવસ્થાનો બિગાડો મટે અને મોક્ષ અવસ્થા, અસલી સંપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટે. માટે જ તત્ત્વાર્થ-સૂત્રકારે “ત્રવર્તક્ષયો મોક્ષ: ” કહ્યું. “સમસ્ત કર્મનો ક્ષય' એ મોક્ષ કહ્યો, પણ “બિગાડાનો ક્ષય એ મોક્ષ' એમ ન કહ્યું. કેમ કે બિગાડાનું ખાસ કારણ કર્મ છે. કર્મ નાશ પામ્યથી બિગાડો તો આપોઆપ મીટી જવાનો છે. એટલે એ આવ્યું કે સંસારઅવસ્થા એ જીવની પોતાની વાસ્તવિક હકીક્ત છે. એ દશા એક એવી વસ્તુ છે કે જે પર એવા કર્મદ્રવ્યની અસરથી બનેલી છે. કર્મના નિમિત્તથી બનેલી છે. તેથી નવીન મત જે માને છે કે “પરદ્રવ્યની અસર પડી શકતી નથી, પરદ્રવ્ય નિમિત્ત બની શકતું નથી, તે પ્રમાણ વિરુદ્ધ છે, અસત્ય છે.” Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મની અસર હોવામાં બીજું કારણ આનું એક બીજું પણ કારણ એ છે કે જો કર્મની અસરના હિસાબે નહિ પણ જીવની પોતાની માત્ર પૂર્વ પૂર્વના રાગાદિ અશુદ્ધિના હિસાબે જ વર્તમાનમાં રાગ, અજ્ઞાન, શાતા, યશ વગેરે અશુદ્ધિ પ્રગટ દેખાય છે, એમ કહેવામાં આવે તો પ્રશ્ન એ ઉઠે છે કે કેવળજ્ઞાની વીતરાગ બનેલા આત્માને તો રાગાદિ અશુદ્ધિ મટી ગઇને ? તો હવે એમને વેદનીય અવસ્થા, શરીરાકાર અવસ્થા, આયુ, યશ અવસ્થા વગેરે શાથી ? બીજું, પૂર્વનો રાગ વર્તમાનમાં રાગ કરાવે એ બન્ને, પણ વર્તમાનમાં અનુભવાતી પ્રગટ શાતા એ પૂર્વના કયા આંતરિક કારણે ? વર્તમાનમાં અશાતા, ઇન્દ્રિયો, ગમનાગમનાદિ ક્રિયા વગેરે કયા કયા કારણે ? વળી એ કર્મના ઉદયને બરાબર કેમ અનુસરે છે ? આ બધાનું સમાધાન પર એવા કર્મદ્રવ્યની પ્રબળ નિમિત્તતા માનવાથી જ થઇ શકે. તો જ કહી શકાય કે વીતરાગ સર્વજ્ઞ બનેલા આત્માને પણ હજી અઘાતી કર્મના ઉદયરૂપી બંધન જે વર્તે છે; તે કર્મ બધા કેવળજ્ઞાન પામવાની સાથે એક જ સમયમાં પાકી જાય એવાં નથી, પરંતુ ક્રમે ક્રમે પાકી પાકીને ઉદયમાં આવનારા છે. તેથી મોક્ષ થવાને વિલંબ લાગે છે. આત્મા પર કર્મની અસર છે જ, એનું ત્રીજું કારણ - ઘાતી અને અઘાતી કર્મોમાં તફાવત પણ આ રીતે છે કે ઘાતી કર્મો આત્માની શુદ્ધતાને બગાડે છે; ત્યારે અઘાતી કર્મો આત્માની સ્વતંત્રતાને આક્રમે છે, દબાવે છે. તેથી વીતરાગ-સર્વજ્ઞતા આવીને, જીવ શુદ્ધ બનવા છતાં, એનામાં હજી સ્વતંત્રતા નથી આવી, એને હજી અઘાતી કર્મની અસર મુજબ વર્તવું પડે છે. કર્મ આત્માની શુદ્ધતા-સ્વતંત્રતાને આક્રમતા ન હોય તો કર્મના બે વિભાગ શા ? ૫૨ દ્રવ્યની અસર તો ત્યાં સુધી છે કે મોક્ષ પામતી વખતે અહીં શરીર જેવા આસને હોય છે, તેવા જ આસને - Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્મા બહાર નીકળી સિદ્ધશિલા ઉપર સદાકાળ માટે અવસ્થિત રહે છે. એમ કર્મની અસર નીચે આત્મા સંસારીપણે રહે છે. ૩. પ્ર૦ આત્મામાં સંસારાવસ્થા ક્યારથી થઇ ? ઉ૦ -જયારથી કર્મનો સંબંધ છે ત્યારથી સંસારાવસ્થા છે. ૪. પ્ર૦ - કર્મનો સંબંધ ક્યારથી છે ? ઉ કર્મસંબંધ છે. ૨૩૧ જ્યારથી કર્મસંબંધ થવાના કારણો છે ત્યારથી ૫. પ્ર૦ - કર્મસંબંધ થવાના શા કારણો છે અને જીવે તે ક્યારથી સેવવા માંડ્યા ? ઉ૦ - કર્મસંબંધ થવામાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપી આસ્રવો છે. જીવ એ મિથ્યાત્વાદિ આસવો સેવે છે તેથી કર્મના બંધનથી બંધાય છે. મિથ્યાત્વ વગેરેને સેવવાનું કારણ એ મિથ્યાત્વાદિને યોગ્ય પૂર્વ કર્મના ઉદય છે, તેમ સાથે સાથે જીવનો અવળો પુરુષાર્થ પણ કારણભૂત છે. ૬. પ્ર૦ - તો તો મિથ્યાત્વના હેતુભૂત એ પૂર્વ કર્મ પણ મિથ્યાત્વાદિને લીધે જ બંધાયા હશે ને ? અને એ મિથ્યાત્વાદિ પાછા એનાથી પૂર્વના કર્મસંબંધને લીધે હશે ? એમ હોય તો એની મૂળ શરૂઆત ક્યારથી થઇ ? કર્મ અને કર્મકારણની ઘટમાળ અનાદિથી - ઉ૦ વાત સાચી છે કે વર્તમાનમાં થતો કર્મ-સંબંધ જાગેલા મિથ્યાત્વાદિને લીધે છે. એ મિથ્યાત્વાદિ પૂર્વ કર્મના કારણે જાગે છે. એ પૂર્વનાં કર્મ પાછા ત્યાં જાગતા મિથ્યાત્વાદિના લીધે જ જન્મ્યા હતા. ત્યાંના એ મિથ્યાત્વાદિ વળી એનાથી પૂર્વના કર્મના લીધે જાગ્યાં હતાં. એમ પૂર્વે પૂર્વે કર્મ, મિથ્યાત્વાદિ, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કર્મ, મિથ્યાત્વાદિ, કર્મ, મિથ્યાવ... ની ઘટમાળ અનાદિકાળથી ચાલી આવે છે. પૂર્વે કોઈ વખતે આત્મા એકલો તદન શુદ્ધ હતો અને એને પછી મિથ્યાત્વાદિ વિના એમજ કર્મ ચોંટી પડ્યા; કે કર્મના ઉદય વિના મિથ્યાત્વ-રાગાદિ એમને એમ જાગી ગયા;- એ વસ્તુ બની શકે જ નહિ. નહિતર તો પછી મોક્ષ થવા છતાંય ક્યારેક પાછી એવી ઘટમાળ શરૂ કેમ ન થાય ? જો થાય તો તો મોક્ષની કિંમતેય શું ? ખરી રીતે સર્વથા શુદ્ધને કોઈ કારણ નથી કે જેનાથી અશુદ્ધિ રૂપે કાર્ય થઈ શકે. મિથ્યાત્વ-રાગાદિ અશુભ ભાવો એ કર્મના ઉદયનું કાર્ય છે; અને કર્મનો ઉદય એ કર્મસંબંધનું કાર્ય છે, ત્યારે કર્મસંબંધ એ મિથ્યાત્વાદિ ભાવોનું કાર્ય છે. કારણ વિના કાર્ય બની શકે જ નહિ. તેથી કર્મસંબંધ માટે મિથ્યાત્વાદિ, મિથ્યાત્વાદિ માટે કર્મઉદય, કર્મઉદય માટે કર્મસંબંધ – એમ ચાલુ જ છે. આમ ક્યારેય પૂર્વ કાળે આત્મામાં કર્મ નહોતા, તેમ મિથ્યાત્વાદિ નહોતા, પણ પછી શરૂ થયાએવું માનવું યુક્તિ-યુક્ત જ નથી. અનાદિ ઘટમાળનો અંત કેમ હોય - ૭. પ્ર. - આ ઘટમાળ જો અનાદિની છે, તો એનો અંત ન થવાથી મોક્ષ પણ ન થાય ને ? ઉ0 - ના, અંત થઈ શકે છે, ને મોક્ષ પણ બની શકે છે. અલબત્ત પૂર્વના કર્મના લીધે મિથ્યાત્વાદિ જાગે છે ખરા, પરંતુ એ મિથ્યાત્વાદિને કચરનારા સમ્યકત્વાદિ ગુણો છે. ત્યાં જો. આત્મા અવળા પુરુષાર્થને બદલે જાગૃતિ સાથે સવળો પુરુષાર્થ કરે તો એ મિથ્યાત્વાદિની તેટલી પ્રબળ અસર નથી રહેતી. તેથી એના પરિણામે તેવા ગાઢ કર્મ બંધાતા નથી; પણ દુબળા કર્મ બંધાય છે. પાછા એ દુર્બળ કર્મ ઉદયમાં આવે છે ત્યાં પણ આત્માનો સમ્યક્તાદિ માટેનો સવળો પુરુષાર્થ અને જાગૃતિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ એની અને મિથ્યાત્વાદિની અસર અત્યંત નબળી પાડી દે છે. એમ કરતાં કરતાં મિથ્યાત્વાદિ નાશ પામે છે. આત્માની જાગૃતિ અને સત્ પુરુષાર્થમાં એ તાકાત છે કે કેઇ કર્મોને અસરરહિત બનાવી દે છે; તેમ મિથ્યાત્વાદિ ભાવોનેય સાવ મંદ કરી દે છે. ક્રમે કરીને સત્ પુરુષાર્થ વધી જતાં સર્વ મોહનો અને સર્વ કર્મનો અંત આવી શકે છે; તેથી મોક્ષ થઇ શકે છે. મોક્ષ અસંભવિત નથી. પુરુષાર્થમાં મિથ્યાત્વાદિ દોષોની વિરોધી શુભ ભાવનાઓ અને શુભ સ્થાનના સેવન સાથે સમ્યક્ત્વાદિ ગુણો માટેની મહેનત આવે; યોગપૂર્વસેવા, ભાવમલક્ષય, અપુનર્બંધકતા, માર્ગાનુસારિતા, યોગબીજસંગ્રહ, યમ-નિયમાદિ, સમ્યક્ત્વ, દાનાદિ, દેશવિરતિ, ભાવશ્રાવકતા, સર્વવિરતિ, પંચાચાર વગેરેનું સેવન આવે. એટલે એ આવ્યું કે આત્માની સંસારાવસ્થા કાલ્પનિક નથી, પણ વસ્તુગત્યા વિદ્યમાન છે. માટે જ મુમુક્ષુએ એ ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. એને ટાળવા માટે ઉપાયો છે, અને તે ઉપાયો સફલ થઇને મોક્ષ અવસ્થા જરૂર પ્રગટે છે. તો અહીં પ્રશ્ન એ થાય કે, મુમુક્ષુભાવ કેમ પ્રગટે ? - પ્ર પહેલું તો એ કહો કે મુમુક્ષુભાવ અર્થાત્ મોક્ષની ઇચ્છા શી રીતે પ્રગટે ? ઉ૦ - મોક્ષ ઉપરનો દ્વેષ ટળ્યાથી મોક્ષરુચિ જાગે. પ્ર૦ મોક્ષ ઉપરનો દ્વેષ શી રીતે ટળે ? ઉ – જીવની પોતાની સંસાર-અવસ્થાના કરુણ બયાનનો ખ્યાલ કરવાથી, એવો સંસાર અત્યંત અસાર અને નિર્ગુણી ભાસે છે. એટલે અત્યાર સુધી મોક્ષ ઉપર જે અભાવ, અરુચિ રહેતી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - હતી; તે મટી જાય છે. આત્માના અપકારી, ભયંકરમાં ભયંકર અપકારી તરીકે સંસારની ઓળખ થાય છે, ત્યારે એવા સંસાર ઉપર સહેજે તિરસ્કાર છૂટે છે, ષ અને ઉગ જાગે છે; જરાય એ રચતો નથી. તેથી આત્મા એમાં આકુળ-વ્યાકુળ રહે છે. એટલે મોક્ષ ઉપરની અરુચિ દ્વષ) ટળીને એવા સંસારથી છૂટવાનો એટલે કે મોક્ષ પામવાનો તીવ્ર અભિલાષ જાગે છે. સંસારનું કરુણ બયાન કેવું? - પ્ર૦ - સંસારનું એવું તે શું કરુણ બયાન છે ? ઉ૦ - સંસારમાં, ઉપર કહ્યું તેમ આત્માની પોતાની જ અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય વગેરે સમૃદ્ધિ દબાઈ ગઈ છે. જુઓ દુર્દશા કેવી ! કે લોકાલોકને જોઈ શકવાની તાકાતવાળો આત્મા ભીંતની ઓઠે પડ્યું છે તે દેખી શકતો નથી ! અનંતાનંત કાળની ઘટનાઓને સાક્ષાત્ પેખી શકનારો આત્મા માત્ર એક કલાક પછી શું બનવાનું છે, કે હજી ગયા જ ભવમાં પોતે કોણ હતો, ક્યાં હતો, ને શું શું કર્યું હતું, એટલું પણ નજરે દેખી શકતો નથી! ત્યારે અસલમાં આત્મા અનંત સુખનો ધણી છતાં, આજે એને એક મામુલી સુખ, દા.ત. રસાવાદનું સુખ મેળવવા માટે, ચણા લાવો, દાળ બનાવો, લોટ બનાવો, મસાલા-બસાલા નાખી વેસણ તૈયાર કરો, તાવડી લાવો, તેલ લાવો, ચૂલો લાવો, સળગાવો, ભજિયા કરો, બહુ ઉના નહિ એવી સાવધાનીથી એને ખાઓ... એમ કેટલીય વેઠ કરવી પડે છે ! તેય પેટ ભરીને ખાધા પછી આનંદ તો પાછો પૂરો થઈ જાય છે હવે જો વધારે ખાય તો દુઃખ શરૂ થાય છે. એવી એકેક ઇન્દ્રિયના એકેક વિષયમાંથી સુખ લેવા માટે દિનરાત કેટકેટલા ક્લેશ અને કેટકેટલી પરાધીનતા કરવી પડે છે ! છતાં મિથ્યાત્વના કેફમાં આત્મા અનંત સુખ ભૂલી ઘડીમાં આહાર કરવામાં સુખ કહ્યું છે, તો ઘડીકમાં વિષયમાં; Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૫ તો પછી વળી પરિગ્રહમાં સુખ માને છે, ત્યારે પાછો વળી નિદ્રામાં સુખ દેખે છે. સાચા મોક્ષના સુખનું એને ભાન સરખું નથી. યાદ સરખી નથી. કોઈ યાદ કરાવે તો માનવા તૈયાર નથી. એ તો કૃત્રિમ દુન્યવી ક્ષણિક સુખમાં લુબ્ધ છે. તેથી આહારાદિમાં સુખ જુએ છે, એટલું જ નહિ પરંતુ એ આહાર, એ વિષયો, એ પરિગ્રહ, એ નિદ્રા તરફ પૂરજોશથી ધસે છે; એમાં ઓતપ્રોત થઈ પ્રવર્તે છે. એ પ્રવર્તવાનું પણ હિંસા, જૂઠ, અનીતિ, ચોરી, કલહ, આરોપ વગેરે ભયંકર દુષ્કૃત્યો અને ક્રોધ-માનમાયા-લોભ-ઇર્ષા-મમતા વગેરે જાલીમ દુર્ગુણો સેવીને કરે છે. આના યોગે ઘોર પાપકર્મોથી એ લેપાય છે અને એથી નરક નિગોદાદિના શરીર ધારણ કરી ગજબનાક અનંત દુઃખાગ્નિની ભઠ્ઠીઓમાં દીઘતિદીર્ઘ કાળ સુધી એ શેકાય છે !! ત્યાં પછી આહાર-વિષયોનીય સગવડ સુકાઈ જાય છે ! દુન્યવી સુખનાય વાખા પડે છે ! ત્યારે, મોક્ષનું સુખ તો ક્યાંય દૂર છે ! અનંત સમૃદ્ધિવાળા જીવની આ કેવી દુઃખદ દુર્દશા ! પ્રઢ - નિગોદ એટલે શું? ઉ૦ - લીલ, ફૂગ, બટાટા, કાંદા વગેરે સ્થૂલ અને બીજા નજરેય ન ચઢે તેવા સૂક્ષ્મ શરીરો કે જેના અસંખ્યાતમા અંશના એકેક શરીરમાં અનંતા એકેન્દ્રિય જીવો પુરાય છે, તે શરીરને નિગોદ કહે છે. બહુ પૂર્વે જીવે સૂક્ષ્મ નિગોદની સ્થિતિમાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તના કાળ કાઢયા છે. પ્ર0 - પુદ્ગલ-પરાવર્ત એટલે ? ઉ૦ - એકેકે પુગલ-પરાવર્તમાં અસંખ્ય વર્ષો પ્રમાણ સાગરોપમોની વીસ ક્રોડ-ક્રોડ સંખ્યાથી બનેલા કાળચક્રો અનંતા સમાય છે. કેટલા ? અનંતા ! Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬ ) પ્ર0 - જીવ ઉચે શી રીતે આવ્યો ? ઉ0 - એકેક પુલ-પરાવર્તમાં નિગોદપણે ને નિગોદપણે જ કે જયાં નારકી કરતાં અનંતગણું દુઃખ છે ત્યાં, જીવે અનંતા જન્મ-મરણ કર્યા. એવા અનંતાનંત પુગલ-પરાવર્તાના કાળના જન્મ-મરણના અને બીજા દુઃખોના માપ કેટલા ? એ વીત્યા પછી ભવિતવ્યતાના યોગે નિગોદમાંથી જીવ બહાર નીકળી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અનેક જાતના અવતારમાં અનંતીવાર ભમ્યો ! દાખલા તરીકે, સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિની યોનિમાં આવ્યો. ત્યાંય નિસ્ટ્રીમ દુઃખ ! પાછું ત્યાંને ત્યાં જન્મવા-મરવાનું જરૂર પડ્યે અસંખ્ય વાર ! એમાંથી પાછો નિગોદમાં, ત્યાંથી વળી બાદર (સ્થૂલ) પૃથ્વીકાયાદિમાં; ફરી નિગોદે; તેય જરૂર પડ્યે નિગોદપણે અગણિતવાર જન્મવામરવાનું ! પાછું ત્યાંથી કે બીજા એકેન્દ્રિયપણામાંથી બહાર નીકળીને હીન્દ્રિય (બે ઇન્દ્રિય)-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયપણે ઉત્પન્ન થયો. એમાંય સંખ્યાબંધ ભવો કર્યા. એ બધે જીવન કેવું ? આહાર-વિષય-પરિગ્રહની લાલસા અને પ્રવૃત્તિનું. સાથે કષાયો અને હિંસાદિ છે જ. પછી જો ત્યાંથી બહુ ખસ્યો તો ગયો નિગોદાદિ એકેન્દ્રિયપણામાં. ત્યાં કેટલાય જન્મ-મરણાદિના ત્રાસ ભોગવી પાછો માંડ ઊંચે વિકસેન્દ્રિયપણામાં આવ્યો. ભવોનાં દુઃખ - પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ, વાયુ, કીડા, મંકોડા, માકણ, મચ્છર વગેરે એકેન્દ્રિય-વિકસેન્દ્રિયના ભયંકર દુઃખો તો સમજાય છે ને ? કચરામણ, કપામણ, છે દામણ, અગ્નિમાં બળવાનું, ઉકળતા પાણીમાં જીવતા બફાવાનું, કળકળતા ઉષ્ણ ઘી-તેલમાં તળાવાનું, ઇત્યાદિ ઇત્યાદિ પીડાઓનો ત્યાં પાર નથી, એવું અનંતી-અનંતી વાર ભોગવી જીવ માંડ ઊંચો આવ્યથી તિર્યંચ-પંચેન્દ્રિયપણું પામ્યો. તેય જંગલી Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૭ સિંહ-વાઘ-વરૂ જેવા અવતારે ! એટલે ? આહાર-વિષયપરિગ્રહની લાલસામાં ભયંકર કષાયો અને ઘોર હિંસાદિના પાપભર્યા જીવન ! તેથી મરીને પટકાયો નરકગતિમાં. નરકના ત્રાસનું તો પૂછવાનું જ શું ? કલ્પનામાં ન આવી શકે એવા ત્રાસ! પંચેન્દ્રિય જેવા પંચેન્દ્રિય સાંગોપાંગ શરીરે, ધોબીના ધોતીયાની જેમ શિલા ઉપર વારંવાર ઝીકાવા-કુટાવાનું ! અગ્નિમાં લાકડાની જેમ પટકાઈ ભડભડ બળવાનું ! શાકભાજીની જેમ છરીથી ટૂકડે-ટૂકડામાં કપાઈ મરવાનું ! કરવતથી ઊભા વહેરાવાનું ! યંત્રમાં શેરડીની જેમ પીલાવાનું ! વગેરે વગેરે દુ:ખોમાં રીબાઈ રહેવાનું તે અસંખ્ય વર્ષો સુધી ! એટલું અનહદ વેઠીને બહાર નીકળી પાછો થયો તિર્યંચ પશુ, કોઈ માછલો, મરઘો કે જયાં ચવાવા-કપાવાના અસ્લીમ દુઃખ. છતાં એ વેઠી કદાચ ઉગ્ર ક્રોધમાં ન ચઢયો તો ગયો દેવના અવતારમાં. પણ પાછો ત્યાંથી મરીને પશુ-પંખી. એટલે, એજ કષાયના દુર્ગુણો, એજ હિંસાદિ દુષ્કૃત્યોભર્યા જીવન ! જો વધુ ખસ્યો તો ઠેઠ એકેન્દ્રિયપણે પહોંચ્યો. એમ કેટલાય આંટાફેરા પછી માંડ માનવ-જીવન પામ્યો. પણ કેવું ? અનાર્ય મનુષ્ય જીવન ! કસાઈ જેવાં જીવન ! ત્યાં શું કરવાનું જડે ? એજ સંજ્ઞાઓ, એજ કષાયો, એજ હિંસાદિ ! નથી ને ક્યાંક મનુષ્ય તિર્યંચના અવતારે બહુ કષ્ટ વેઠ્યા તો દેવતાના ભવ પણ મળ્યા. પરંતુ શું કરવા ? એની એજ સંજ્ઞાદિની રમત રમવા! આમ સંસારની ચારે ગતિમાં જીવ અનંત અનંત વાર ભટક્યો. નવીન મત ક્યાં ભૂલે છે ? - અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં એ લેવાની છે કે આ બધી વિવિધ ભવો અને દુઃખોની પરિસ્થિતિ જીવની જ થયેલી છે, જડની નહિ. એટલે, નિશ્ચયનયે સહજ સ્વરૂપે જીવ ગમે તેટલો શુદ્ધ, અરૂપી અને સુખસ્વભાવી Page #281 -------------------------------------------------------------------------- ________________ S ૨૩૮ છતાં, એજ જીવ સંસારની ગતિઓમાં પરાધીનપણે વિવિધ દેહધારી અને દુઃખ ભોગવનારો બન્યો છે, એ તેટલી જ સત્ય હકીકત છે. એવા એવા દેહના અને બીજા સંયોગોના કારણે જ દુઃખમાં રીબાયો છે, એ પણ સાચી જ બીના છે. એટલે કહો કે પુદ્ગલના સંયોગોની ઉંડી અસર તળે એ આવ્યો જ છે. આત્મા તેવા તેવા દેહના અનુસારે જ તદાકૃતિવાળો બન્યો છે, દેહના કપાવાછૂંદાવા સાથે જ ઘોર ત્રાસ પામ્યો છે. આમ પરદ્રવ્યની ભારોભાર અસર આત્મા પર પડી છે. નવીમ મત “જીવ શુદ્ધ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપી, સ્વતંત્ર દ્રવ્ય, સ્વતંત્ર દ્રવ્ય એને પરદ્રવ્યની કોઈ જ અસર નહિ અસર નહિ...' આવું આવું ગોખાવી ગોખાવીને ભૂલાવામાં પાડી દે છે ! કેમ જાણે પૂર્વોક્ત ચારે ગતિના ભ્રમણ, વિવિધ દેહો અને એના ઉપરના ભયંકર દુઃખો એ તો બધું પુગલ ઉપર; જીવને કાંઈ લાગે-વળગે નહિ ! તેથી એ સઘળું યાદ કરવાની જરૂર જ નહિ ! નવીન મતની બીજી ભૂલ – સંસારનાં કારણ – એટલું જ નહિ પણ આગળ વધીનેય નવીન મત ક્યાં આખી ભીંત ભૂલે છે, એ જુઓ. ખરી રીતે પૂર્વે કહ્યું તેમ જીવને સંસારની ચારેય ગતિમાં કેમ ભટકવું પડ્યું? કારણ કે, આહાર, ઇન્દ્રિયના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના થોક, ધનમાલ, ઘર, સ્થાન, કુટુંબ, કાયા, કીર્તિ વગેરેના મમત્વ-પરિગ્રહ, નિદ્રા આરામી-આ ચારની સંજ્ઞાઓમાં એની જ વેશ્યા અને લાલસાઓમાં જીવ ખૂબ મહાલ્યો. એની પાછળ વળી ક્રોધાદિ ચાર કષાયની સંજ્ઞામાં રુલ્યો. જ્ઞાનીના નહિ પણ લોકના ધોરણે ચાલવા રૂપ લોકસંજ્ઞામાં ઘસડાયો; દશમી ઓઘસંજ્ઞામાં તણાઈ એકેન્દ્રિય જેવી સ્થિતિમાંય ભલે વ્યક્ત, હિંસા-જૂઠ-ચોરી વગેરે પાપ આચરવાનાં નહોતા, છતાં ન એ પાપોનો કોઈ તિરસ્કાર, કે ન એની કોઈ વિરતિ (ત્યાગની Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પ્રતિજ્ઞા) ! ચારે ગતિમાં એવું ! મન વિનાની સંમૂચ્છિમ અવસ્થામાં, બેભાન સ્થિતિમાં કે છતા મને પણ શૂન્ય મગજ કે અન્ય લક્ષની સ્થિતિમાંય ઓધસંજ્ઞાની અસર હેઠળ કેવળ જડ તરફ પ્રવર્તો; એનું જ પીંજણ ચાલુ રાખ્યું. એ દશેય સંજ્ઞા પાછળ મારામારી, કલહ, હિંસા, જૂઠ-ડફાણ, અનીતિ, અન્યાય, ચોરી, જુગાર, અબ્રહ્મ-મૈથુનની કામચેષ્ટાઓ, ધંધાધાપા, વેપાર રોજગાર, આરંભ-સમારંભ વગેરે અનેકાનેક પાપની પ્રવૃત્તિઓ હિસાબ વિનાની આચરી. અરે ! પરિગ્રહ-વિષય-આહારાદિની સંજ્ઞાને વશ પડી દાન, તપસ્યા વગેરે ધર્મક્રિયાઓ પણ કરી ! યાવત્ ચારિત્ર પણ લીધું, સાધુ બન્યો ! કહો, કેવો બહાદુર ! કિંતુ એ દાન, એ તપ, એ ચારિત્રાદિ શા માટે ? કાં સ્વર્ગનાં વૈષયિક સુખ લેવા, કાં અહીંજ લક્ષ્મી લેવા, માનપાન મેળવવા, સારાં સારાં ભોજન વગેરેની સગવડ પ્રાપ્ત કરવા માટે ! અનંત અનંત કાળથી ચાલતી ૩ લત - (૧) અનંત અનંત કાળથી જીવને બસ એકસરખી લગની કેવી ? ‘ખાઉં, ભેગું કરું, રંગરાગ અને મોજ કરું, આરામ કર્યું !' એવી. (૨) ત્યારે અનંત અનંત કાળથી જીવની લાગણીઓ એકસરખી કેવી ? ગુસ્સાભરી, અહંકારમય, માયાવાળી અને લોભલાલચની ! સ્વાર્થ સાધવા દુબળા પ્રત્યે રોફભરી લાગણી, સબળા પ્રત્યે દીનતાભરી લાગણી ! (૩) ત્યારે એકધારી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કેવી ? એકધાર્યા વિચારો શાના ચાલે ? મનોરથો શાના? હોંશ શાની ? કહો, આરંભ-સમારંભના, હિંસાના, અસત્યના, ઉઠાવગીરીના, વિષયભોગના,અનેક પાપયોજનાઓના. તો અનંત અનંતકાળથી વાણીમાં એકસરખું શું ઊતરે ? ત્યાગ, તપસ્યા કે વ્રત-પચ્ચક્ખાણ ? ના રે ના; એજ આરંભ-સમારંભ, અસત્ય, અનીતિ, વિષયક્રીડાઓ અને દુન્યવી ધંધાધાપા લક્ષ્મી , Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦ વગેરેની વાતોજ વાણીમાં ઊતરે છે. પછી કાયાથી દોડધામ શાની તરફ હોય ? એ આરંભ-સમારંભાદિની તરફ ! આમ, લગની, લાગણીઓ અને હીલચાલ બધી જ મલીન વૃત્તિઓ, દુર્ગુણો અને દુષ્કૃત્યોની ચાલી રહી છે. અનંત અનંતકાળથી આજ સુધી એમ જ બનતું આવ્યું છે. તેથી જ પામર જીવને સંસારના ચોરાશી લાખના યોનિચક્રમાં ભટકવું પડ્યું છે !! પણ નવીન મતને આ કાંઈ સૂઝતું નથી. તેથી નવીન મતીને એ ચાલુ રહે તો વાંધો નથી. એ તો કહે છે કે ‘પૂર્વે ધર્મક્રિયાઓ કરી, તપ-દાનાદિ પુણ્યક્રિયાઓ કર્યો ગયો, તેથી જીવ સંસારમાં રખડ્યો !” કેવું નવીન મતનું કારમું અજ્ઞાન ! એ કહે છે કે “એક જીવ બીજાની હિંસા કરે છે એમ માનવું મિથ્યાત્વ છે ! જીભરૂપી પુદ્ગલ દ્વારા જીવ અસત્ય ભાષણની ક્રિયા કરે છે, એમ માનવું મિથ્યાત્વ છે ! આરંભસમારંભાદિના નિમિત્તે જીવ જડકર્મ ઉપાર્જે છે, ને તે કર્મનાં ફળ ભોગવે છે, એમ નિમિત્ત કારણ અને પારદ્રવ્યની અસર માનવી એ મિથ્યાત્વ છે ! આવા આવા મિથ્યાત્વના લીધે જ મોક્ષ થયો નથી અને સંસારમાં ભટકવું પડે છે - આવું નવીન મત કહે છે. સંસારમાં વસ્તુગત્યા ભ્રમણની કારણભૂત ક્યાં પેલી આહાર-વિષય-પરિગ્રહનિદ્રાની લગનીઓ, ક્રોધાદિની લાગણીઓ ને હિંસાદિની હિલચાલી અને ક્યાં નવીન મતે કલ્પેલી વ્રત-તપ-દાનાદિ ધર્મક્રિયા પ્રત્યે અરુચિની અને કલ્પિત મિથ્યાત્વાદિની પોકળ વાતો ! કેવું એમનું જોરદાર મિથ્યાત્વ ! આનું પરિણામ એ આવે છે કે સંસારભ્રમણના જે વાસ્તવિક કારણો છે એને ટાળવા-રોકવાનું અને મોક્ષના સાચા ઉપાય સેવવાનું નવીન મતીઓને ઉત્તમ માનવભવમાંય બાજુએ રહી જાય છે, તેથી એમને સંસારભ્રમણના કારણો સેવાય જાય છે અને બીજી બાજુ ‘પુણ્ય ક્રિયા Page #284 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૧ નકામી, પર-દ્રવ્ય કાંઇ કરતું નથી, નિમિત્ત કારણ નકામું છે'...વગેરે વગેરે ભ્રમણાના પોપટ-પાઠમાં જીવન વેડફાય જાય છે ! તો એમનું ભાવી કેવું થશે !! ખૂબી તો જુઓ કે, નવીન મતે આપત્તિ - (૧) નવનમતીઓ ખાટાં, મીઠાં કે તીખા તમતમતા રસદાર ભોજનો કર્યો જાય તો એ ભોજનક્રિયા તો જડની ક્રિયા છે, એની કાંઈ અસર એમને આત્મા ઉપર માનવાની નથી, તેથી એમાં ઓછપ કરવાની શી જરૂર ? તેમ ઓછપ કરનારી ક્રિયા જેવી કે તપસ્યા, રસત્યાગ વગેરેની એમને ત્યાં શી યોજના ? (૨) એમ એમના સિદ્ધાંત મુજબ લક્ષ્મી ઉપાર્જવાના, નોકરી-વેપાર-વકીલાત-ડૉકટરી વગેરે ઉપાયોની કાર્યવાહીને આત્માને શુદ્ધાશુદ્ધ ભાવો સાથે કાંઈ લાગતું-વળગતું નથી. તેથી પરિગ્રહની એ કાર્યવાહી ઓછી કરવાનો કે મમતા કાપનારી દાનાદિ ક્રિયાની એમને શી જરૂર? (૩) અરે ! આગળ વધીને વિચારીએ તો એમનો નિમિત્તની નપુંસકતાનો સિદ્ધાંત, એમનો-“જડક્રિયાની ચેતનાના ગુણદોષ ઉપર કોઈ અસર નહિ'એવો સિદ્ધાંત એમને મૈથુનની ક્રિયાય ઓછી કરવાનું શા માટે કહે ? કેમ કે કામ-પાત્રનાં ગમે તેવા અંગ-ગૂંથણ એ તો જડ શરીરની ક્રિયા છે. એની પર એવા આત્મ-દ્રવ્યના રાગ વાસનાદિ ઉપર એમના મતે કોઈ અસર નથી ! તેથી એમને એને ઓછી કરવાની જરૂર નથી! ઓછા તો રાગાદિને કરવાના ! બાહ્ય ક્રિયાને નહિ ! વળી એ ગલીચ ક્રિયાઓ તે તે ગાત્રોના પહેલેથી જ નિયત થયેલા ક્રમબદ્ધ પર્યાય છે; એથી એ કાંઈ આત્માના વાસના-કામરાગાદિ અશુદ્ધ ભાવોથી પ્રવર્તે છે એવું નથી. એટલે કે વાસનાદિ વિના પણ પ્રવર્તી શકે; અને એમાં વાંધો શો ? આત્મદ્રવ્ય જુદું છે, શરીર દ્રવ્ય જુદું છે; તેથી આત્માના રાગાદિભાવોની અસર શરીર ક્રિયા ઉપર હોય જ નહિ. એટલેય રાગાદિભાવો રહે કે ન રહે, પણ શરીરની એ કામ-ચેષ્ટાઓ Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨ ઓછી કરવાની શી જરૂર? આત્માને કાયિક બ્રહ્મચર્ય અને સદાચાર સુદ્ધાં પાળવાનું એમના મતે કોઈ ફળ નહિ, તો પછી એનુંય પાલન શા સારું ? આમ નવીન મતે આહાર-વિષય-પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી કરવાનું કે તપસ્યા-શીલ-દાનની ક્રિયાઓ આચરવાનું આત્માને ઉપયોગી નથી; તેથી જ એમાં કોઈ ધર્મ નથી. એટલે (૪) એના બદલે “અંતરાત્માની શુદ્ધિ કરો, રાગાદિ વિભાવો દૂર કરો, આત્માના શુદ્ધ વીતરાગી સ્વરૂપને ઓળખી ક્યાંય કાવત્ દેવાધિદેવ પરમાત્મા કે સદૂગર ઉપર પણ રાગવાળા ન બનો...' આવા આવા દોઢ ડહાપણમાં નવીન મતીનું મહામૂલું માનવ જીવન વેડફાય છે. (૫) નથી એને શત્રુંજયાદિ મહાતીર્થોની કે શ્રી આદીશ્વરદાદા વગેરેના અદ્ભૂત બિંબો ની ભક્તિ ઉપાસના કરવાની; કે (૬) નથી એને આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિમહર્ષિઓની સેવા શુશ્રુષા કરવાની. ઉલટું, (૭) એને તો અહો ! આ પાષાણ અને આ પાખંડીઓથી તરવાનું અજ્ઞાન ઠીક ચાલી પડ્યું છે !' એમ મશ્કરી કરી એની ઉપાસના કરતા હોય તો તે મૂકી દેવાની છે, અને કામપાત્ર, રસમય આહાર, વિષયો, પરિગ્રહ અને આરંભ-સમારંભાદિની ઉપાસના કર્યો જવાની છે ! (૮) નવીન મતીને આ બધા આહાર-વિષયાદિથી જરાય ડરવાનું નથી, એ એક મહાન આશ્ચર્ય છે ! એને તો ડરવાનું છે ધર્મક્રિયાઓથી ! ત્યાગ તપસ્યાથી ! દાનશીલથી ! વ્રત-પચ્ચકખાણોથી ! માનેલા મિથ્યાત્વોથી ડરવાનું છે ! “રખેને એ બધાથી ભાવવૃદ્ધિ ન થાય! વાહ ! કેટલું ભયાનક અજ્ઞાનતાંડવી કેટલી કારમી ગાઢ મિથ્યાત્વની રીબામણ ! કેવા ભયંકર ભવભ્રમણની વૃદ્ધિના કારસ્તાન ! બે પ્રવેશ: વ્યવહારરાશિ અને ચરમાવર્ત - હવે આપણે એ જોઇએ કે વસ્તુગત્યા આત્મા કેવી રીતે ઉંચે આવે છે. જૈન સિદ્ધાંત કહે છે કે સંસારમાં બે પ્રવેશ અતિ મુશ્કેલીભર્યા છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ (૧) એક તો અનાદિકાળથી ચાલી આવતી એકધારી જે નિગોદપણે જ જન્મવા-મરવાની સ્થિતિ નામની અવ્યવહારરાશિ, એમાંથી બહાર નીકળી પૃથ્વી-કાયાદિ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય ને પંચેન્દ્રિયપણારૂપી વ્યવહાર રાશિમાં પ્રવેશ કરવાનું મળે એ અતિ મુશ્કેલ છે. (૨) બીજો પ્રવેશ અચરમાવર્તકાળમાંથી ચરમાવર્તકાળમાં પેસવાનું મળે તે કઠીન છે. ચરમાવર્તકાળ એટલે ? - પહેલો પ્રવેશ હજી અભવ્ય જીવને પણ મળી જાય છે, પણ બીજો પ્રવેશ તો અભવ્યને મળતો જ નથી. કેમ કે ચરમાવર્તિકાળ એટલે મોક્ષે જવાના સમય પૂર્વનો એક પુદ્ગલપરાવર્તનો કાળ. ચરમાવર્તનો અર્થ સંસારકાળનો છેલ્લો પુદ્ગલ-પરાવર્તન કાળ. અભવ્ય જીવનો તો કદીય મોક્ષ જ થવાનો નથી; એટલે અભવ્યનો સંસારકાળ સદા ચાલવાનો હોઇ એનો અંત આવવાનો નહિ હોવાથી, એના સંસાર કાળનો કોઇ પુદ્ગલ-પરાવર્તકાળ છેલ્લો છે જ નહિ. ભવ્ય જીવને મોક્ષ થાય છે. તેથી એ થવા પૂર્વેનો જે સાંસારિક છેલ્લો પુદ્ગલ-પરાવર્તકાળ, એને ચરમાવર્તકાળ (ચરમ=છેલ્લો; આવર્તકપુગલ-પરાવર્ત) કહેવાય છે. એની પૂર્વના એના બધા પુદ્ગલ-પરાવર્તે એ અચરમાવર્તે છે. એ વટાવીને અંતિમ પરાવર્તમાં પ્રવેશ કરવાનું પણ મોંઘેરું છે. કેમ કે એ પોતાના હાથની અર્થાત્ ઉદ્યમની વસ્તુ નથી. એ તો કાળની વસ્તુ છે. પૂર્વનો એટલો અનંત અનંતો કાળ વીતે, પછી છેલ્લો આવર્ત આવીને ઊભો રહે છે. ચરમાવર્તની પૂર્વના અચરમાવર્ત કાળમાં આપણે અનંતા પુદ્ગલપરાવર્તે દુઃખમાં રીબાતા વેઠી આવ્યા છીએ, એ ખાસ યાદ રહે. અચરમાવર્તમાં ધર્મક્રિયા ! - અચરમાવર્ત કાળમાં જીવની Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ત્ર હોય છે. છે. પાતાનું, માલામી!બે રે દશા પૂર્વે કહ્યું તેમ આહારાદિ સંજ્ઞાઓમાં એકાકારતાની હોય છે. જીવની દૃષ્ટિ કેવળ સંસારની હોય છે; મોક્ષદૃષ્ટિનું નામ-નિશાન ત્યાં હોતું નથી ! વાસ્તવિક આત્મહિત માટેની કોઈ લાગણી જીવને ત્યાં જાગી શકતી જ નથી ! એક માત્ર પૌગલિક સુખની જ ભૂખ રહ્યા કરે છે. એવા જીવને કદાચ તીર્થંકરદેવ જેવા પણ મળી જાય, એમની જોરદાર ધર્મવાણીય સાંભળે; પરંતુ એમાંથી બહુ બહુ તો એને લેવાનું એટલું જ આવડે કે “હું આ ધર્મક્રિયા, આ ત્યાગ, આ તપ, આ ચારિત્ર સાધું તો મને પણ સારાં સારાં માનપાન મળે, ભોજન મળે, વસ્ત્રાદિ મળે, પૈસા મળે. થાવત્ મોટા શિષ્યાદિના પરિવાર કે ભક્તોના સમૂહ મળે કે પરભવે સ્વર્ગાદિના સુખ મળે.' મોક્ષની લેશ પણ શ્રદ્ધા એને થતી નથી. રસ, ઋદ્ધિ અને શાતા મેળવવાની જ ગાઢ આસક્તિ એને હોય છે ! પછી તે માટે એ ધર્મક્રિયાઓ, ત્યાગ, તપસ્યા વગેરે આદરે પણ છે. પરંતુ એ બધાનું લક્ષ્ય શું? એજ આહારવિષય-પરિગ્રહનું, રસ-ઋદ્ધિ-શાતાનું, માન અને પાનનું! અહાહા! કેવી કંગાળ દશા જીવની ! કેટલી પુદ્ગલની ગુલામી ! સ્વ સમૃદ્ધિના વિસ્મરણ સાથે કેવી પરની લગની ! ધર્મક્રિયા કરવાના હિસાબે તે ત્યાં મળે પણ છે; પરભવમાં પણ મળે છે; પરંતુ અહાહા ! એ સંજ્ઞાનું જોર ! આસક્તિની ચિકાશ ! કષાયોના તાંડવ! હિંસા-જૂઠઅનીતિ-કામાંધતા કુચેષ્ટા અને મિથ્યાત્વાદિ પાપોની ભરચકતા! ઇત્યાદિ સેવીને ફળરૂપે તો ચિરકાળ ભયંકર દુર્ગતિઓમાં ભમવાનું જ ને? આ જે ભવભ્રમણ મળ્યું એ જીવની કઈ ભૂલના કારણે? નહિ કે નૂતન મત કહે છે તેમ ધર્મક્રિયા કરવાની ભૂલના કારણે, નહિ કે પુણ્યના માર્ગ આરાધવાની ભૂલના કારણે, નહિ કે નિશ્ચયધર્મ વિસરીને વ્યવહારધર્મની રસિકતા-નિમિત્તની પ્રધાનદષ્ટિ-પરદ્રવ્યની અસરકારતાની માન્યતા વગેરે ભૂલના કારણે. કિંતુ ભૂલ એ છે કે સ્વપ્ન પણ મોક્ષ જેવી વસ્તુ છે Page #288 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪પ એનો ખ્યાલ નહિ ! ભૂલેચૂકે પણ મોક્ષ પામવાની ઇચ્છા જ નહિ ! બલ્ક મોક્ષ પ્રત્યે દ્વેષ છે. વાત માત્ર પૌગલિક સુખો અને પૌદ્ગલિક ઉન્નતિ કમાવાની ! એથી જ એવા લક્ષ્ય પાછળ ક્રોધ-લોભાદિ કુટિલ કષાયોનાં સેવન કરે છે અને કષાયો એટલે જ ભાવસંસાર; કષાયો એટલે સંસારના મુખ્ય કારણો. મોક્ષદષ્ટિના અભાવે, જીવ ધર્મક્રિયાઓ કરતો હોય ત્યાં, કે ન કરતો હોય ત્યારે પણ એજ પૌદ્ગલિક દષ્ટિ પાછળ વિષયાદિ સંજ્ઞાઓ, કષાયની લાગણીઓ અને હિંસાદિ પાપ-ચરણો તથા ગાઢ મિથ્યાત્વના લીધે જ સંસારમાં ભટકે છે. મોક્ષદષ્ટિ ચરમાવર્તમાં જ – એવો એ અચરમાવર્ત કાળ પૂરો કરીને જીવ જયારે ચરમાવર્ત કાળમાં એટલે કે છેલ્લા પુદ્ગલ-પરાવર્તન કાળમાં પ્રવેશ કરે છે, ત્યારે એનામાં હવે મોક્ષદષ્ટિ જાગવાની શક્યતા ઊભી થાય છે, લાયકાત આવી શકે છે. પરંતુ અહીં પાછું એવું નથી કે ચરમાવર્તમાં પ્રવેશે કે તરત બધાને મોક્ષદષ્ટિ જાગે જ. કોઇને જાગે પણ ખરી અને કોઈને ન પણ જાગે; તે... ચરમાવર્તનો કેટલોય કાળ પસાર કર્યા પછીય જાગે; યાવત્ ચરમાવર્તના છેડે પણ જાગે ! પણ નિયમ એવો છે કે એક પુદ્ગલ-પરાવર્તથી અધિક કાળ બાકી હોય ત્યાં સુધી તો મોક્ષદષ્ટિ જાગે જ નહિ. બીજા શબ્દમાં કહીએ તો મોક્ષની દૃષ્ટિ જાગ્યા પછી માત્ર એક પુદ્ગલ પરાવર્તની અંદર જરૂર મોક્ષ મળે. એનો અર્થ એવો નથી કે દરેકને એટલો કાળ કરવો પડે. એ તો વધારેમાં વધારે કાળ થાય તો કેટલો થાય એનું માપ છે. બાકી તો મોક્ષદષ્ટિ જાગ્યા પછી વહેલોય મોક્ષ થાય છે. ચરમાવતમાં ઉદ્યમની મુખ્યતા - અચરમાવર્ત કાળમાં ધર્મની સામગ્રી મળે ખરી, પણ ધર્મનો ઉદ્યમ કરવાની લાયકાત Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જ જીવમાં નથી હોતી. ચરમાવર્તમાં એ લાયકાત આવે છે; તેથી પુષ્પના યોગે ધર્મસામગ્રી મળી જાય અને જીવ જો સત્પુરુષાર્થ આદરે, ધર્મઉદ્યમ કરે તો મોક્ષદૃષ્ટિ જાગે છે, તેથી એ મોક્ષમાર્ગની આરાધનામાં કે મોક્ષમાર્ગના સાધનની આરાધનામાં લાગી જાય છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના ધર્મ-શાસનના આલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ મળે છે; અથવા ઇતર અવીતરાગ અસર્વજ્ઞ ધર્મસ્થાનકના શાસનને પામીને મોક્ષમાર્ગના સાધનભૂત મોક્ષરુચિ, વિષયવિરાગ, શમ, દમ, તિતિક્ષાદિ કોઇ ગુણની સાધના મળી શકે છે. ગમે તે, પણ ચરમાવર્તમાં સત્ ઉદ્યમ, પુરુષાર્થ ઉપર મોટો આધાર છે. સત્પુરુષાર્થનું પહેલું કર્તવ્ય - સદ્ગુરુનો સંયોગ કે ધર્મનાં બીજા કોઇ નિમિત્ત મળવાનો પુણ્યોદય જાગે ત્યારે આત્માએ મોક્ષની રુચિ જગાવી લેવાનો પુરુષાર્થ પહેલો કરવાનો છે. મોક્ષની રુચિ, મોક્ષની પ્રીતિ થવાનું કાર્ય સહેલું નથી. કેમ કે એ માટે આખા સંસાર ઉપર ઉત્કટ ઉદ્વેગ જાગવો જોઇએ, હાડોહાડ અરુચિ થવી જોઇએ અને મોક્ષ ઉપરનો દ્વેષ નાબૂદ થવો જોઇએ. આખા સંસારમાં તો દેવતાઇ સુખો કે મોટા રાજ-રાજેશ્વરના સુખ પણ આવે. એના ઉપરે ય ભારે કંટાળો અને અભાવ જાગવો જોઇએ; તો મોક્ષ ખરેખર ગમે. એ ક્યારે જાગે ? કે, જો શું સુખભર્યો કે શું દુઃખભર્યો, સમસ્ત પ્રકારનો સંસાર નિર્ગુણ-નિસ્સાર લાગે ! અપકારક અને વિશ્વાસઘાતી લાગે ! તો જ એના પર અભાવ થઇ જાય; અને તો જ એની પ્રતિપક્ષી મોક્ષઅવસ્થા ઉપર પ્રીતિ જાગે. – સંસાર કેવો ભયંકર ! - ‘પૌદ્ગલિક સુખ-દુઃખભર્યો સંસાર નિર્ગુણ છે, ગુણરહિત છે, અત્યંત અસાર એવી જડમાયાથી ભરેલો છે. એનાથી આત્માને કોઇ લાભ નથી, કોઇ ઉપકાર નથી. એટલું Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ જ નહિ પણ ઉપરથી એ આત્માને નુકશાન કરનારો છે, એની અનંત જ્ઞાનસુખાદિ સમૃદ્ધિ અને સ્વતંત્રતાને દબાવનારો છે. તે પણ, આત્મા એની પાછળ મરી ફીટે છતાં એ તો અંતે આત્માને દુર્ગતિના દુઃખની ઘંટીમાં ઘાલી પીલનારો-પીસનારો હોઈ, ઉપકાર ઉપર અપકાર કરનારો છે ! અરે એટલું જ નહિ કિંતુ આત્માને વિશ્વાસમાં રાખીને અનેકાનેક પ્રસંગમાં એનો એકાએક દ્રોહ કરનારો છે ! સંસારના એવા કેટલાય સંયોગો બને છે કે જે જીવને પૂર્ણ વિશ્વાસ આપીને વિશ્વાસનો અકાળે કારમો ઘાત કરે છે ! (દા.ત. પુત્ર પચીસ વરસની ઉંમરનો બરાબર તૈયાર થયો, બાપને હવે એની પૂર્ણ આશા છે કે એ સેવા કરશે; ત્યાં તો સંસારની વિચિત્રતા એ પુત્રને મોત આપીને ઉઠાવી લે છે !!) મોક્ષરૂચિની ભાવના – આવશ્યકતા - આવું આવું સંસારની અસારતા નિર્ગુણતા, અપકારકતા, વિશ્વાસઘાતકતાનું જીવને સચોટ ભાન થઈ જવાથી સંસાર ઉપર તિરસ્કાર છૂટે છે; હાડોહાડ અરુચિ પ્રગટે છે. જીવ પોતે તેમાં મોહ્યો છે, એમાં પોતાની મૂર્ખશેખરતા ભાસે છે! એમાં ફસાયો છે તે બદલ પોતાની પામરતા લાગે છે ! હવે એને એમ થાય છે કે “પોતે ક્યારે એમાંથી છૂટે ! ક્યારે સંસારની બેડીઓ તૂટી જ્યાં જન્મ-મરણ નહિ, દેહ નહિ, દુઃખ નહિ, પુગલ નહિ, પરાધીનતા નહિ, એવાં મોક્ષનાં સામ્રાજય મળે !” એમ મોક્ષનાં મીઠાં સ્વપ્ન આવે છે, મોક્ષ ઉપર હાર્દિક રુચિ જાગે છે. અલબત્ત આ માટે યોગની પૂર્વસેવા ખૂબજ ઉપયોગી બને છે. આ મોક્ષદષ્ટિ અને મોક્ષરુચિ જો જાગી તો એમાં સાચી નિશ્ચય-સાધનાનો અંશ છે. ત્યારે નવીન મતીઓ જે કરે છે, એમાં સાધનાનું નામનિશાન નથી. માત્ર ટાયેલાં અને અસંભવિત કલ્પનાઓ છે. અસ્તુ. બાકી આ મોક્ષદષ્ટિ-મોક્ષરૂચિની પહેલી આવશ્યકતા છે. કેમ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કે એ હોય તો બીજી ધર્મસાધનાઓ આત્માની પ્રગતિકારક બને છે; આત્માને મોક્ષ યોગ્ય અવસ્થાની નજીક નજીક લઇ જાય છે. નહિતર તો જેમ પૂર્વે તેમ ચ૨માવર્તમાંય મોક્ષરુચિ-મોક્ષદષ્ટિ વિનાની સાંસારિક આશંસાવાળી ધર્મક્રિયાઓ તો જીવની અનાદિની વિષયાદિ સંજ્ઞાઓ અને કષાયરૂપી દુર્ગુણોને પોષે છે; તે જીવને ક્યાંથી ઊંચે લાવી શકે ? માટે જ મોક્ષદષ્ટિ અતિ જરૂરી છે. અલબત્ત મોક્ષદૃષ્ટિ જગાવવાના હેતુથી કરેલી યોગપૂર્વસેવા સફલ બને છે. મોક્ષષ્ટિ જગાડનારી - ટકાવનારી સાધના - ચરમાવર્ત કાળમાં આવેલા એવા ઘણા જીવો છે કે જેને મોક્ષદિષ્ટ જાગી હોતી નથી. પરંતુ એ કોઇ આર્યદર્શન (ધર્મપંથ)ના સંત-સાધુ કે થોડા પણ જાણકારના સંસર્ગમાં આવે છે, એનો મોક્ષ-ઉપદેશ સાંભળે છે ત્યારે એ સાંભળીને એની આંખ ઉંચી થઇ જાય છે. પોતે આજ સુધી ભૂલ્યો એવું લાગે છે. એમના કહેવા મુજબ યોગની પૂર્વસેવા સાધે છે. આ ઉપદેશનું આકર્ષણ થાય છે. એ વસ્તુ સહેજે પણ બને છે અને સકારણ પણ બને છે. જીવ પોતે કોઇ દુઃખમાં આવી પડ્યો, અને ત્યાં હિતોપદેશ સાંભળવા મળી જાય તો એને એની અસર થઇ જાય છે. ક્યાંક વૈરાગ્યજનક પુસ્તક વાંચનથી કે અનિત્યભાવના અશરણભાવના વગેરે ભાવના વિચારવાથી અથવા પોતાના કે બીજાના જીવનમાં કોઇ આકસ્મિક સાંસારિક વિકરાળ ઘટના જોઇને પણ સસાર ઉપર વૈરાગ્ય અને મોક્ષ ઉપર રુચિ જાગે છે. આમ, મોક્ષરુચિ જગાવવા માટે સંસારની વિચિત્રતાઓ પર ઉંડા ચિંતન, અનિત્યાદિભાવના, હિતોપદેશશ્રવણ, વૈરાગ્યગ્રંથોનું વાંચન તથા યોગની પૂર્વસેવા વગેરે સાધન છે. મોક્ષરુચિ જાગ્યા પછી પણ એને ટકાવી રાખવા માટેય આગળ કહેવાશે તે સાધનો સેવવાની Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ) જરૂર છે. નહિતર તો સંસારના પ્રલોભક સંયોગો મનને ફેરવી નાખતાં વાર નથી લગાડતા. એ સાધનામાં યોગની પૂર્વસેવાદિની સાધના ઉપરાંત યમ, નિયમ, વ્રત પ્રતિજ્ઞાઓ વગેરે આદરવા સારા લાભકારી નીવડે છે. ત્યાં પૌગલિક આશંસા અને મિથ્યા અભિનિવેશન ન જોઇએ. શક્ય પ્રમાણમાં એ આદરવાથી એ લાભ થાય કે જીવ પરાપૂર્વની આહારાદિ સંજ્ઞાની લગની, ક્રોધ, લોભાદિની અશુભ લાગણી અને હિંસાદિની અસત્ પ્રવૃત્તિઓમાં એવો ન ફસાય કે જે મોક્ષદષ્ટિ જ ચૂકાવી નાખે. અહીં નૂતન મતનું અક્રિય જ્ઞાયકભાવનું સાયન્સ ચાલે એવું નથી. કોઇ પણ આર્યધર્મમાં - મોક્ષદષ્ટિની સાધનાની આ વસ્તુ ગમે તે આર્યધર્મના પંથમાં આવવાથી શક્ય બને છે. કેમ કે આર્યધર્મ અલગ આત્મતત્ત્વના હિમાયતી છે. એના પ્રણેતાઓ પોતપોતાના ગજા મુજબ મોક્ષનું સ્વરૂપ અને મોક્ષ પામવાની સાધનાનો પ્રકાર ઉપદેશે છે. પરંતુ સામાન્યથી સર્વ આર્યધર્મો આત્માને મુખ્ય કરતા હોવાથી, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને સેવનીય માને છે; સનાતન આત્માના સંસ્કાર સુધારી પરલોકહિતને કરે એવી ગુરુભક્તિ, દેવસેવા, સદાચાર, તપ વગેરે યોગની પૂર્વસેવા આચરવાનું માને છે. ત્યારે વિશેષત, શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોના પ્રકારનું સ્વરૂપ પ્રત્યક્ષ જુએ છે, અને જગતને ઉપદેશે છે. વળી એના ઉપર એ ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોટિની અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં સ્વરૂપ દર્શાવે છે; અને સાથે એને યોગ્ય પંચાચારની ઉપાસનામય શુદ્ધ ચારિત્ર જીવનસરણીનો કાર્યક્રમ બતાવે છે. બાકી બીજાઓ અર્થાત્ અસર્વજ્ઞ ધર્મપ્રણેતાઓ ચૂલરૂપમાં અહિંસાદિનું વર્ણન કરે છે. એમ જ એ તપ-સ્વાધ્યાય વગેરેનું પણ પૂલરૂપે વર્ણન કરે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦ એમ જ અહિંસાદિ પાંચ એ યમ કહેવાય છે; અને તપ, સ્વાધ્યાય, ઇશ્વર-પ્રણિધાન (ધ્યાન); ઇન્દ્રિયજય અને મનઃશુદ્ધિ એ પાંચને નિયમ કહેવામાં આવે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રાધ્યયન, મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન તથા તત્ત્વપઠનાદિ. આર્યોના આ યમનિયમનું પાલન એમને અનાર્ય અને મ્લેચ્છો કરતાં ઊંચી કક્ષામાં રાખે છે. એ પાલન પાછળ જો કોઈ સાંસારિક લાભની આશંસા નથી, તો એ મોક્ષરુચિ જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં ખૂબજ સહાય કરે છે. મોક્ષની પ્રીતિ એવી સહેલી વસ્તુ નથી કે વિરોધી સંયોગોના જોરમાં એમજ જાગી જાય અને ટકી જાય ! કેમ કે સાચી મોક્ષની રુચિ એટલે દુન્યવી સંયોગજન્ય કોઈ પણ સુખ પર રુચિ નહિ; હવે એ રુચિ ક્યારે જાગે કે ક્યારે ટકે? સંસારના ઈષ્ટ સંયોગોના જો તેટલા જ ભોગ-ઉપભોગના ઘેરાવાની વચમાં રત્યે જવાય તો અનાદિનો ઊંધો ટેવાયેલો જીવ શું પહેલેથી જ વીતરાગ દશાવાળો બની શકશે કે જેથી બહારના સંયોગોના ઉપભોગની એને કોઈ અસર નહિ થાય ? શી રીતે એમ બને? અનંત અનંત કાળના આહાર વિષય પરિગ્રહના ઇષ્ટસંયોગોભર્યા જીવન, અને એની પાછળ કામ-ક્રોધાદિની પ્રવૃત્તિનાં જીવન જીવી જીવીને આત્મામાં સિમેન્ટ ક્રોંકીટના પાયે મજબૂત થયેલી એની આસ્થા અને કુસંસ્કારો, એવાં ને એવાં જીવન ઊભા રહીને, શી રીતે મંદ પડે ? શી રીતે મંદ પડીને હૃાસ પામી ચાલતા થાય ? કહો કે એ બાહ્ય જીવનમાં ઓછપ લાવવી ઘટે. Page #294 -------------------------------------------------------------------------- ________________ મોક્ષરુચિ જગાવનારી વિકસવાનારી સાધનાઓ : સહજ ભાવમલ–ક્ષય— અપુનર્બંધકતા-યોગપૂર્વસેવા— યોગબીજ–સંગ્રહ-માર્ગાનુસારિતાદિ ભાવમલલય : ૩ લક્ષણ ચરમાવર્તમાં જીવ જે ઊંચો આવે છે એમાં શાસ્ત્રકાર કહે છે કે પહેલાં તો, આત્મામાં અનાદિનો રહેલો જે ‘સહજ ભાવમલ' એટલે કે તેવા તેવા પુદ્ગલનો સંબંધ થવાની યોગ્યતા, એનો હ્રાસ થાય છે; અને એ થવાના ત્રણ લક્ષણ પ્રગટે છે. ૧. દુ:ખી જીવો પર અત્યંત દયા. ૨. ગુણવાન ઉપર અદ્વેષ, (કોઇ પણ ગુણી જીવ પર દ્વેષ ન કરવો) દીન દુ:ખી વગેરે સૌ પ્રત્યે ઔચિત્ય પાળવું અને ૩. સર્વત્ર ઔચિત્યનું પાલન. (અનુચિત ન વર્તવું). એટલે, આમાં ચાવી બતાવી દીધી કે જો તમારે અનાદિના સહજ ભાવમળનો ક્ષય નક્કી કરવો હોય તો આ ત્રણ ગુણ વિશે પુરુષાર્થ કરો. આમાં જે પહેલું લક્ષણ દયા, એ ક્યાંથી આવી શકે, જો ‘એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યને કાંઇ કરી શકતું નથી' એમ નવીન મતાનુસારે માની લેવાનું હોય ? કેમ કે એમ માની લેવામાં તો પછી આપણી દયા બીજા જીવને કોઇ જ લાભની નથી એમ લાગે. એવી રીતે ગુણવાન ઉપર દ્વેષ નહિ કરવો પણ પ્રેમ રાખવો, એ પણ વસ્તુ નવીન મતે અયોગ્ય ઠરે; કેમ કે એમાં તો રાગ ક૨વાનું આવ્યું; અને રાગ એ તો આત્માનો દોષ છે ! ત્યારે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઔચિત્યપાલન તો ખાસ બાહ્ય કાયિક-વાચિક પ્રવૃત્તિ છે. આત્માના આંતરિક ઉદયમાં એનો કોઇ ઉપયોગ નથી, એમ નવીન મત કહે છે. ત્યારે જૈન મત તો કહે છે કે જીવ ચાહ્ય જૈન ન હોય, અજૈન હોય, તો પણ એનામાં આ દયા વગેરે ત્રણ લક્ષણ આવી શકે છે અને એ કારણે જીવ ચરમાવર્તમાં હોઇ શકે છે. તેથી જ એના આત્માની પણ તેટલા અંશે ઉન્નતિ થઇ ગણાય છે. અપુનબંધક દશા : ૩ લક્ષણ - એટલું જ નહિ કિંતુ જૈન મત તો ત્યાં સુધી કહે છે કે હજી પણ આગળ ઉન્નતિ સાધતો જીવ ભલે જૈન મત સ્વીકારનારોન પણ બન્યો હોય છતાં એનામાં અપુનબંધક દશા' આવી શકે છે. એમાં આત્માની યોગ્યતા એટલી વધી હોય છે કે એ જીવ પર પાપકર્મના બંધન ઉત્કૃષ્ટ સ્થિતિના નથી લાગી શકતા. એ દશાના ત્રણ લક્ષણો હોય છે ૧. પાપ તીવ્ર ભાવે ન કરે. ૨. ઘોર સંસારને બહુમાને નહિ. ૩. ઉચિત સઘળું કરે. એટલે કે, અપુનર્બંધક દશામાં ચઢવુ હોય એણે આ લક્ષણો જીવનમાં ઉતારવા જોઇએ. આ પણ બીજી ઉન્નતિની ચાવી બતાવી. ઉન્નતિ કાળના પ્રારંભિક જીવનમાં કાંઇ પાપકાર્ય સર્વથા છૂટી નહિ જાય; પરંતુ અહીં કર્તવ્ય એ છે કે કમમાં કમ પાપકાર્ય કરતી વખતે હૃદયને તીવ્રભાવ-ઉગ્રતાવાળું ન કરવું; કિંતુ ‘અરે ! ક્યાં આ કરવું પડ્યું ! શું થશે મારું !' એમ કોમળ ને ડરતું રાખવું, પાપના ડંખવાળું, પાપના પશ્ચાત્તાપવાળું રાખવું. આનો અર્થ એ કે બને એટલા બહારના મોટા પાપ કાર્ય છોડે, ને ન છૂટે એવા નાના મોટા પાપકાર્યમાં પોતાના જ આત્માનું બહુ બગડી રહ્યું છે, એનો ભય રાખે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આ વસ્તુ પણ નવીન મતને અનુકૂલ નહિ. કેમ કે એ મતમાં તો બહારની ક્રિયાને આત્મા સાથે સંબંધ નથી. પાપભયાદિ લાગણીઓ નકામી છે. તેમજ બધું નિયત થયા મુજબ બન્યા જ કરે છે, ત્યાં પાપનો પશ્ચાત્તાપ કરવો નકામો છે. ત્યારે બીજું લક્ષણ જે ‘સંસારને ઘોર ભયાનક માની એના પર બહુમાન ન ધરવું', તેમાં સંસાર એટલે બાહ્ય પૌદ્ગલિક અનુકૂળ સંયોગો, મોહાંધ સ્નેહી સંબંધીઓ; બાહ્ય આહાર-વિષયપરિગ્રહ-કીર્તિ વગેરે એના પ્રત્યે હૈયાનો સદ્ભાવ નહિ. કેમ કે એ બધું આત્માને મોહ કરાવી, કષાયોમાં ૨માડી, કર્મના બંધનથી બાંધીને દુર્ગતિની કેદમાં પુરી દે છે-એવું આ અપુનબંધક જીવ સમજતો હોય છે. પણ નવીન મતીથી આવું સમજી શકાય એમ નથી. કેમ કે એમના કોરા નિશ્ચયના અને દ્રવ્યસ્વતંત્રતાના સિદ્ધાંતથી વિરુદ્ધ થા! ત્યારે ત્રીજું લક્ષણ પણ એમને જરુરી નહિ, કેમ કે એમાં તો જે બાહ્ય સઘળું ઉચિત કર્તવ્ય બજાવવાનું, તે બાહ્ય શરીરની ક્રિયા હોવાથી એમના હિસાબે જીવ દ્રવ્યને ઉપકારી નહિ! પછી શી જરૂર એની? યોગની પૂર્વસેવા :- પણ ખરી રીતે અનાદિ અનંતા કાળથી સંસારચક્રમાં ભમી રહેલો જીવ સહજમલક્ષય અને અપુનબંધક દશાના લક્ષણો જીવનમાં (આચરણમાં) ઉતારે ત્યારે ઉંચે આવે છે. મોક્ષરુચિ જગાડવા માટે એટલું જ નહિ, પણ જેને યોગની પૂર્વસેવા કહેવાય એ પણ ખૂબ જરુરી છે. બીજા કેટલાક દર્શનવાળા ભોગાદિસુખ નિમિત્તે યમ-નિયમાદિ પૂર્વસેવા કરવાનું ઉપદેશે છે, પણ તે તો ચરમાવર્તની પૂર્વકાળેય મળે છે. તે અહીં નથી લેવાની. અહીં તો મોક્ષરુચિ નિમિત્તે પૂર્વસેવા આદરવાની છે. ‘યોગની પૂર્વસેવા' એટલે યોગ પમાડનારી ભૂમિકાની સાધના. એમાં ‘યોગ’ શબ્દનો અર્થ ‘મોક્ષ સાથે યોજી આપનાર માર્ગ' છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યોગ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિ સંક્ષય, એ પાંચ ક્રમે છે. એમાં આરાધ્ય સમ્યગ્દર્શન-શાન ચારિત્ર છે. એ પ્રાપ્ત થવાની પૂર્વ ભૂમિકામાં જે સાધના કરાય છે, તેને “યોગની પૂર્વસેવા' કહેવાય છે. આ પૂર્વસેવા, આગળ કહ્યું તેમ, બીજાઓએ કામ-ભોગાદિ સુખની પ્રાપ્તિ અર્થે બતાવેલી પૂર્વસેવા કે જે અચરમાવર્ત કાળમાંય મળી શકે છે, એના કરતાં જુદી સમજવાની છે. તેથી આમાં કોઈ પણ જાતની પૌદ્ગલિક સુખ, માનપાનાદિ મેળવવાનો ઉદ્દેશ નથી રાખવાનો; તેમ સંમૂર્ણિમાની જેમ પણ આ ગબડાવવાની નથી. પરંતુ નિરાશં ભાવે શુદ્ધ હૃદયથી કરવાની છે. તેથી જ આ ચરમાવર્ત કાળમાં જ મળે છે. આના ચાર પ્રકાર શાસ્ત્રકારોએ કહ્યા છે – ૧. ગુરુ-દેવાદિ પૂજન, ૨. સદાચાર, ૩. તપ અને ૪. મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ. ૧. ગુરુ-દેવાદિપૂજન:- ગુરુપૂજનમાં “ગુરુ” શબ્દથી માતા, પિતા, કલાચાર્ય, એમના સંબંધી વૃદ્ધો અને ધર્મોપદેશક ગુરુઓ લેવાય છે. એમને ત્રિકાળ નમસ્કાર કરવા, એમની વિનય-મર્યાદા સાચવવી, અસ્થાને એમનું નામ ન લેવું, એમની નિંદા સાંભળવી પણ નહિ, સારા સારા વસ્ત્રાદિથી એમની ભક્તિ કરવી, ધર્મકાર્યમાં એમને જોડવા, ધર્મદેશક ગુરુને ધર્મસામગ્રી દેવી, એ ગુરુઓને અનિષ્ટ હોય તે ત્યજવું, ઇષ્ટ આદરવું, એમના આસનાદિ આપણે ન વાપરવા... વગેરે ગુરુપૂજનમાં આવે છે, ત્યારે, દેવપૂજનમાં જ્યાં સુધી કોઇમાં ખાસ વિશેષ દેવપણું નિશ્ચિત ન થાય ત્યાં સુધી આગ્રહ રહિત “ચારિસંજીવની' ન્યાયથી સર્વદેવોને પૂજવામાં આવે છે. તે પુષ્પો, ધાન્યબળી, વસ્ત્રો વગેરેથી અને સુંદર સ્તોત્રો તથા શ્રદ્ધા અને પવિત્ર મનથી પૂજાય છે. મન પવિત્ર બનાવવા ઇન્દ્રિયો અને ક્રોધાદિ કષાયો ઉપર અંકુશ મૂકવો પડે છે. જ્યાં સર્વજ્ઞ-વીતરાગ-અત્ દેવની Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૨પપ - સમજ પડે છે ત્યાં પછી એમને જ વિશેષરૂપે પૂજે છે; પણ સાથે બીજા દેવોનો તિરસ્કાર નથી કરતો. ગુરુદેવાદિ-પૂજનમાં “આદિ' શબ્દથી “દીનાદિવર્ગને દાન” લેવાનું છે. તે દાન પણ પોતાને અને પોતાના પોષ્યવર્ગને વાંધો ન આવે એ રીતે કરાય છે. એમાં પોતપોતાના સિદ્ધાન્તાનુસારી વ્રતધારી ત્યાગી સાધુઓ, દીનદુઃખી, અંધ, રોગી વગેરેને દાન કરવાનું હોય છે. કેમ કે “ઘર્ષસ્થાતિપર્વ નં =ધર્મનું પહેલું પગથીયું દાન છે. ૨. સદાચાર - યોગપૂર્વસેવાના બીજા પ્રકાર સદાચારમાં આ આ ગણાય છે - લોકનિંદાનો ભય; દીનઅનાથનો ઉદ્ધાર; કૃતજ્ઞતા; સુદાક્ષિણ્ય ખીલવવાં; કોઈની પણ નિંદા ન કરવી; સાધુપુરુષોની પ્રશંસા કરવી; આપત્તિકાળે દીન-ગરીબડા ન બનતાં ધીર બનવું; સંપત્તિકાળે નમ્રતા રાખવી; અવસરે જ બોલવું; તે પણ અવસરને યોગ્ય અને પરિમિત શબ્દોમાં બોલવું; બોલેલું પાળવું; પ્રતિજ્ઞાઓ સાચવવી; આર્ય-કુળધર્મોનું અનુસરણ કરવું; ખોટા ખર્ચ ન કરવા; યોગ્ય સ્થાને જરૂર ખર્ચવું; મુખ્ય કાર્ય સાથે મતલબ રાખવી; પ્રમાદ ન સેવવો; લોકાચારને ન લંઘવા; સર્વત્ર ઔચિત્ય જાળવવું; પ્રાણ જતાં પણ નિર્ધી પ્રવૃત્તિ ન કરવી; -ઇત્યાદિ બધા સદાચાર યોગ-પૂર્વસેવામાં પળાય છે. ૩. તપ - વળી ત્રીજું, પાપનો નાશ કરવા માટે યથાશક્તિ તપ આચરવામાં આવે છે. તપ અનેક પ્રકારના હોય છે. દા.ત. ચાન્દ્રાયણ તપ એટલે કે શુક્લપક્ષમાં એકેક કોળીયો ભોજનમાં વધારતા જાય, અને કૃષ્ણપક્ષમાં એકેક ઘટાડતા જાય;.. યાવત્ અમાવાસ્યાને દિવસે તદ્દન ભોજન બંધ હોય. એવી રીતે બીજા પણ કૃચ્છ તપ, અતિકૃચ્છ તપ, મૃત્યુંજય જપ સહિત મૃત્યુમ્ન તપ, તે તે પાપોના નાશક વિવિધ પાપસૂદન તપો. આ બધા તપ પણ પૂર્વસેવામાં આચરાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૬ ૪. મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષનો અભાવ:- યોગની પૂર્વસેવામાં ચોથું એ કરવાનું છે કે મોક્ષ, એના સાધન અને સાધક પ્રત્યેનો દ્વેષ દૂર કરી દેવો જોઇએ. મોક્ષ પ્રત્યે હજીય અનુરાગ કદાચ ન પ્રગટ્યો હોય એ બને, કિંતુ અરુચિ તો ન જ જોઇએ. ભવાભિનન્દી એટલે કે સંસારને જ બહુમાનનારો જીવ મોક્ષ, મોક્ષના સાધન અને એના સાધકો પ્રત્યે અજ્ઞાનતાવશ દ્વેષ કરનારો હોય છે. મૂઢજીવોના શાસ્ત્રોમાં પણ એવા અસપ્રલાપ આવે છે કે મીંડા જેવી શૂન્ય મુક્તિ કરતાં વૃંદાવનમાં શિયાળ થવું સારું...ઇત્યાદિ. એથી જ ચરમાવર્તમાં આવેલા તે અ-મૂઢ જીવોને ધન્ય છે કે જેમણે સંસારના મુખ્ય બીજભૂત સંસારનું બહુમાન ત્યજયું છે અને મોક્ષ, મોક્ષના ઉપાયો અને મોક્ષમાર્ગને આદરનારા પ્રત્યેનો ખાર, અરુચિ છોડી કલ્યાણભાગી બન્યા છે. આ ચારે પ્રકારની યોગપૂર્વસેવા મોક્ષપ્રીતિને જગાવી ટકાવી શકે છે. પરંતુ નૂતન મતીને તો, જ્યાં બાહ્ય ક્રિયાને ઉપયોગી માનવામાં મિથ્યાત્વ લાગી જતું હોય ત્યાં, મહાધર્મ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યગ્દર્શન તો શું, પણ યોગપૂર્વસેવાની ભૂમિકામાંય આવવાનું શે બને ? બાકી સંસારના ઉંડા કૂવામાંથી જીવો ઉંચે આવે છે તે પ્રાયઃ આ રીતે પૂર્વસેવા દ્વારા આવે છે. યોગબીજ સંગ્રહ – એટલું જ નહિ, પણ આત્માની ઉન્નતિ સાધવા માટે જેને “યોગનાં બીજ' કહેવાય, એનો સંગ્રહ કરવો જરૂરી રહે છે. યોગનાં બીજ આ પ્રમાણે છે -(૧) જિન કહેતાં રાગદ્વેષાદિ સર્વદોષરહિત વીતરાગ પરમાત્માને વિષે કુશળ ચિત્ત; વારંવાર શુભ ચિંતનથી મન પરોવવું. ચિત્તની કુશળતા માટે દુન્યવી સુખની આશંસાનો ત્યાગ, અને આહારાદિ દશ સંજ્ઞાઓનો નિરોધ આવશ્યક છે; (૨) જિનને નમસ્કાર, જિનનું પૂજન-ભક્તિ વગેરે; (૩) આચાર્યાદિનો વિનય, પૂજન Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ વૈયાવચ્ચ, સેવા-શુશ્રુષા; (૪) સંસાર પ્રત્યે સ્વાભાવિક એવો ઉદ્વેગ; (૫) અનેક પ્રકારના ઇન્દ્રિય-મનને કબજે કરનારા નિયમો, અભિગ્રહો, પ્રતિજ્ઞાઓ; (૬) ધર્મશાસ્ત્રના લેખન, પૂજન, વાંચન, વાંચનાદિ સહાય વગેરે. આમાંય મોટે ભાગે શું છે ? બાહ્ય શરીરની ક્રિયા, પરદ્રવ્યોનું આલંબન, નિમિત્તનું સેવન વગેરે; કે જે નવીન મતને આત્માની ઉન્નતિમાં જરાય ઉપયોગી નથી. કેવું આશ્ચર્ય ! જૈન તો શું પણ આર્યકોટિમાં ન આવી શકે એવો આ નવીન મત !! ભવાભિનંદિતાત્યાગ - એટલું જ નહિ, પણ એની સાથે જુઓ કે આત્મા સંજ્ઞા, કષાયો અને પાપાચરણના કારમા વ્યસનમાંથી ઊંચે આવવા શું શું કરે છે. આત્માને મોક્ષદષ્ટિ જાગે છે ત્યાં ભવાભિનન્દિપણાનો અંત આવે છે. ભવાભિનન્દિપણું એટલે સંસાર ઉપર બહુમાન સાથે સંસારની રસિકતા. એની પાછળ જીવ હૃદયની ક્ષુદ્રતા, લોભમાં લંપટતા, મહાદીનતા,ઇર્ષ્યા-૫૨સુખદ્વેષ, પરગુણદ્વેષ, દુન્યવી સુખસગવડની તીવ્ર અભિલાષા પાછળ ભારે ભય, શઠતા, મૂઢતા વગેરે દોષોનું જોર હોય છે. પણ હવે મોક્ષરુચિમાં એના પ્રતિપક્ષી ગુણો કેળવાઇને એ દોષોનો નાશ કરવામાં આવે છે. એ પ્રતિપક્ષના ગુણ આ-ઔદાર્ય, ઉદાત્તતા, લોભમાં ઉદ્વેગ, સ્વાત્માનું મૂલ્યાંકન, પ્રમોદભાવ, મૈત્રીભાવ, સરળતા, વિવેક.. વગેરે એ પાછા એમ જ નથી ટકતા. એને યોગ્ય પ્રવૃત્તિ આદરવી પડે છે; અરે ! કહો કે આદરાઇ જાય છે. અનાદિના મનના મેલા વલણને ફેરવવું જ પડે છે, પ્રારંભમાં જૂના ઊંધા સંસ્કારની અસરને લીધે ન માનતા એવા મનને બળાત્કારે ગુણ તરફ વાળવું પડે છે. એવી મથામણો કેઇવાર થાય ત્યારે મનની સહજ પ્રવૃત્તિ ગુણમાં થાય છે. અહીં પ્રશ્ન થશે કે - Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ - - - - પ્ર૦ - ભવાભિનંદિપણાના દોષો ટાળી, મોક્ષદષ્ટિને યોગ્ય ગુણો કેળવવા-ટકાવવાની શી શી પ્રવૃત્તિ છે ? ઉ0 - એવી દોષશોષક અને ગુણપોષક પ્રવૃત્તિના બે પ્રકાર પડી શકે. (૧) માગનુસારી જીવન અને (૨) યોગદષ્ટિના વિકાસક યમ-નિયમાદિ યોગ-અંગો. - ૩૫ ગુણોવાળું માર્ગાનુસારી જીવન - અનાદિની ખંધી સંજ્ઞાઓ, લઢબાજ કષાયો અને પાપરસિકતાનો સામનો કરવા જીવને કેટકેટલું કરવું પડે છે ! જીવન મોક્ષમાર્ગને અનુસારી એટલે કે મોક્ષના ઉપાય તરફ સહેલાઈથી લઈ આવે એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિવાળું જીવવું જોઇએ છે; તેય દીર્ઘકાળ સુધી જીવવું જરૂરી છે. માર્ગાનુસારી જીવનમાં પાંત્રીસ ગુણોનું જીવન આવે છે. એમાં ૧ન્યાયસંપન્ન વિભવ, ૨. આયોચિત વ્યય, ૩. ઉચિત ઘર, ૪. ઉચિત વિવાહ સંબંધ, ૫. અનુભટ વેશ, ૬. અજીર્ષે ભોજન ત્યાગ, ૭. યોગ્ય કાલે પ્રકૃતિને અવિરુદ્ધ ભોજન, ૮. માતાપિતાની પૂજા, ૯. પોષ્યનું પોષણ, ૧૦. દીનઅતિથિ-સાધુની સેવાશુશ્રુષા, ૧૧. ચારિત્રશીલ અને જ્ઞાનવૃદ્ધની ભક્તિ વગેરે પ્રવૃત્તિ આદરવાની હોય છે. આ આદરવામાં જો બેદરકારી રાખે, જે ઉપેક્ષા સેવે, તો મોલરુચિ એવી સુંવાળી ચીજ નથી કે એમજ ટકી રહે. જીવે શુભ પ્રવૃત્તિના આધારે જીવવાનું છે. એકવાર હૈયાના આશય ચોખા કરવા સાથે શુભ પ્રવૃત્તિમાં ખૂબ લાગ્યા રહેવું જોઈએ છે. તો જ અશુભવૃત્તિઓ ઘટે. પછી શુભ વૃત્તિમાંથી શુદ્ધવૃત્તિમાં જઈ શકાય. ઉપરોક્ત અગીયાર ગુણ ઉપરાંત ૧૨. આંતર છ શત્રુ (કામ ક્રોધાદિ) ઉપર વિજયની પ્રવૃત્તિ, ૧૩. ઇન્દ્રિયોના નિગ્રહની પ્રવૃત્તિ, ૧૪. સત્સંગ, ૧૫. ધર્મશ્રવણ, ૧૬, બુદ્ધિના આઠ ગુણ, ૧૭-૨૨. મિથ્યા અભિનિવેશ-નિંદા-નિંઘવર્તાવ-ધર્મ-અર્થ-કામને પરસ્પર બાધા Page #302 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૯ તોફાની સ્થાન-અદેશકાલચર્યા–એ છનો ત્યાગ. ૨૩. દયા, ૨૪. પરોપકાર, ૨૫. સૌમ્યતા, ૨૬. પાપભીરુતા, ર૭. દીર્ધદષ્ટિ, ૨૮. વિશેષજ્ઞતા, ૨૯. બલોબલ વિચારણા, ૩૦. પ્રસિદ્ધ દેશાચાર પાલન, ૩૧. લોકયાત્રા, ૩૨. ગુણપક્ષપાત, ૩૩. કૃતજ્ઞતા, ૩૪. શિષ્ટાચાર પ્રશંસા અને ૩૫. લજજા - આ ગુણોની પ્રવૃત્તિને પણ સારી રીતે સેવવી જોઇએ છે. યોગના અંગ યમનિયમાદિ - મોક્ષદષ્ટિ જગાડીને જ્યારે જીવ અનાદિની ઓઘદૃષ્ટિના અંધકારને ટાળી યોગદષ્ટિનો પ્રકાશ પ્રાપ્ત કરે છે, ત્યારે ઠેઠ પરમાત્મા બનવા સુધીમાં આઠ આઠ પગથીએ યોગના અંગ, તત્ત્વસમ્મુખતા અને માનસિક દોષ ત્યાગ સધાય છે. યમ-નિયમ-આસન વગેરે આઠ યોગાંગના પગથી આ છે. અદ્વેષ-જિજ્ઞાસા-શુશ્રુષા-શ્રવણાદિના ક્રમે તત્ત્વ-સન્મુખતાના આઠ પગથીઆ છે. ખેદ-ઉદ્વેગ-ક્ષેપ-ઉત્થાન ઇત્યાદિ માનસિક દોષોના નાશના આઠ પગથીઆ છે. એમાં જે પહેલા બે યોગાંગ-યમ અને નિયમ છે, એની પ્રવૃત્તિ આત્માને સારી રીતે વિકાસના રસ્તે ચઢાવી-ટકાવી શકે છે. પૂર્વે કહ્યું તેમ યમ પાંચ છે. અહિંસા-સત્ય-અસ્તેય (ચોરીનો ત્યાગ)-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્રારંભમાં આ સર્વાશે પાળવાનું ન બને તો પણ અમુક અમુક અંશે પાળવાનું જરૂર બની શકે છે અને બનાવવું જ જોઈએ. તો જ અનંતી-અનંતી વાર હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહની પ્રવૃત્તિઓ કરી કરીને જે આહારાદિ સંજ્ઞાઓ અને ક્રોધાદિ કષાયોની પરિણતિને પોષ્ય રાખી છે તેનો હ્રાસ થતો આવે. વળી યમની સાથે નિયમનું પાલન પણ જોઇએ. નિયમમાં ઈન્દ્રિયજયમન શુદ્ધિ-તપ-સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન - એ પાંચ આવે છે. આની ધોધમાર પ્રવૃત્તિઓ આત્માની અનાદિ અનંત કાળથી ચાલતી આવતી ઇન્દ્રિય-પરવશતા, મનની મલિનતા, યથેચ્છ તૃષ્ણાઓ, જડ પુગલની જ રાતદિ' રટણા, કાયાદિની ચિંતા Page #303 -------------------------------------------------------------------------- ________________ કાળજી વગેરેને કાબૂમાં લે છે; એની લતનો હ્રાસ કરે છે અને એ બહુ જરૂરી છે. નહિતર મોક્ષદ્રષ્ટિના એ પાકા વિરોધી છે. ત્યારે જો મોક્ષદષ્ટિ ન ટકી તો તો પછી જરાય ઊંચે વધવાનો અવકાશ જ નથી. યમ-નિયમમાં આગળ વધતાં આસન એટલે કે મનઃસ્વૈર્ય અને પ્રાણાયામ એટલે કે બાહ્યવૃત્તિ-નિરોધપૂર્વક આંતવૃત્તિ-વિકાસને સાધવામાં આવે છે. એમાં તો આત્મામાં એટલું બધું બળ ઊભું થાય છે કે એ જીવનમાં એક માત્ર ધર્મને જ સર્વસ્વ માને છે. ધર્મ ખાતર પ્રાણ ત્યજવાની તૈયારી હોય છે, પણ પ્રાણ બચાવવાના લોભમાં ધર્મ હરગીજ છોડવા એ તૈયાર નથી. આ સ્થિતિએ પહોંચેલો છતાં સમ્યક્ત્વ ન પામ્યો હોય એવું ય બને છે. છતાં ત્યાં મિથ્યાત્વનું જોર ઘણું ઘણું મંદ પડી ગયું છે. ત્યારે વિચારો કે મિથ્યાત્વની મંદતા કરવામાં સમ્યક્ત્વની ગેરહાજરીમાં પણ આત્માએ કેટકેટલી અનેકવિધ શુભ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા કેટલો બધો વિકાસ સાધ્યો હોય છે. એ વૃત્તિ-પ્રવૃત્તિઓમાં એને મોક્ષદષ્ટિ જાગૃત છે તેથી સંસારવૃદ્ધિ નથી થતી, પણ ઊલટું સંસાર કપાઇ રહ્યો હોય છે. મોક્ષની નજીક જઇ રહ્યો હોય છે. આ બધી સાધનાની પરવા ન કરે અને નિશ્ચયમાર્ગ -નિશ્ચયમાર્ગના ચકડોળે ચઢી જાય તો સંસારમાં રૂલે જ ને? કે બીજું કાંઇ થાય? ૨૬૦ ઉપરની બધી સાધનામાં ક્યાંય દુરાગ્રહ નથી હોતો, તેમજ સાંસારિક સુખ કીર્તિ વગેરેની આશંસા નથી હોતી, એ નિશ્ચય તરફની અનુકૂળતા છે. સમ્યક્ત્વ હવે આવેછે સમ્યક્ત્વનું પગથીયું. એમાં જિને કહેલા તત્ત્વ ઉપર અનન્ય રુચિ જગાવવાની છે; તત્ત્વોને હૈયામાં પરિણત કરવાના છે. એ સ્થિતિએ પહોંચવા માટે ‘યોગબીજના સંગ્રહ'માં કહેલી સાધના જોરદાર બનવી જોઇએ. - Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ જૈન-કુલમાં જન્મેલાને સહેજે જિનેશ્વરદેવ એ પરમાત્મા તરીકે, નિગ્રંથ સાધુ એ ગુરુ તરીકે અને જૈનધર્મનો પંથ મળે છે. એ પામીને એમને મહા કિંમતી સમજી એમના ઉપર અનન્ય પ્રીતિ ભક્તિ કેળવ્યે જવી જોઇએ. જિનમૂર્તિની, ઊંચી ઊંચી વસ્તુથી, ખૂબ ભક્તિ-પૂજા-ઉત્સવ, એમની આગળ એમના અનંતગુણ અને ઉપકારના સ્તવન તથા નિજના દોષોના ગર્હણ, સદ્ગુરુના આદર-સમાગમ-દાન-ઉપદેશશ્રવણ, સાતક્ષેત્રની ભક્તિ, દાનશીલ-તપ-ભાવની શક્ય આરાધના, શુભ ભાવના, તત્ત્વ ચિંતન, વૈરાગ્યવૃદ્ધિ, જિનેશ્વર દેવો અને અન્ય મહાત્માઓના જીવન ચરિત્રનો અભ્યાસ, દયા, પરોપકાર, શક્ય વ્રત નિયમો વગેરેમાંથી જેટલું બને તે સહર્ષ સાધવું જોઇએ. આત્મા જન્મે જૈન ન હોય તો પણ જ્યારે એ મોક્ષષ્ટિના પ્રભાવે બહિર્મુખ મટીને આંતર્મુખ બને છે તેમજ એનામાં દિનપ્રતિદિન મધ્યસ્થતા ગુણ ખીલતો આવે છે, ત્યારે એથી એને સત્ય તત્ત્વની વધુને વધુ જિજ્ઞાસા જાગે છે. એમાં ક્યાંક શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા અથવા એમના અનુયાયીનો સમાગમ મળી જાય છે. ત્યાં એમની પાસેથી સત્યતત્ત્વ જાણવાની અપૂર્વ તક મળે છે. ત્યાં કદાચ પોતાની જ્ઞાનશક્તિ ઓછી હોય તો પોતાની બુદ્ધિ, તત્ત્વોના વિસ્તાર અને ઠેઠ ઉંડાણમાં અલબત્ત નથી પ્રવેશતી; છતાં શ્રી સર્વજ્ઞ અરિહંત પ્રભુની પિછાણ થવાથી સર્વજ્ઞ-વચન ઉપર એવી હાર્દિક શ્રદ્ધા આત્મિક કોમલતા સાથે પ્રગટે છે કે ત્યાં મિથ્યાત્વના પડદા ચીરાઇ જાય છે ! મિથ્યાત્વના અંધેરા ઉલેચાઇ જાય છે ! નય નિક્ષેપાનું, નવ તત્ત્વનું, અનુયોગ-અનુગમનું વગેરે સૂક્ષ્મ અને વિસ્તૃત જ્ઞાન હોય તો જ સમ્યક્ત્વ હોય એવું નથી. ઉલટું એમ કહો કે એવું એવું જ્ઞાન તો હોય પરંતુ આંતર પરિણતિ સંસારસુખ અને એના સાધનો તરફ ભય અને ઘૃણા-તિરસ્કારવાળી ન , Page #305 -------------------------------------------------------------------------- ________________ ( ર૬૨ હોય, સર્વજ્ઞોક્ત તત્ત્વ સિદ્ધાંત અને આચાર-માર્ગ ઉપર હાર્દિક શ્રદ્ધા ન હોય, અપેક્ષા ન હોય, તો એ વિદ્વાન ગણાતો આત્મા પણ સમ્યકત્વને બદલે મિથ્યાત્વમાં અથડાઈ રહ્યો હોય છે ! અહીં તો જીવને સમ્યકત્વ ગુણ પ્રગટે ત્યારે કે સમ્યકત્વ ગુણ પ્રગટાવવાની રુચિ જાગે ત્યારે એ સડસઠ પ્રકારના વ્યવહારને આદરવા માંડે છે. તો ક્રમશઃ ઉન્નતિ સધાય છે. ૬૭ પ્રકારે સમકિતનો વ્યવહાર - સમ્યકત્વનો સડસઠ પ્રકારે વ્યવહાર આદરવાનો હોય છે. એમાં પરમાર્થ-પરિચય કુસંગત્યાગાદિ ચાર સદુહણા, ત્રણ લિંગ-જોરદાર તત્ત્વ શ્રવણેચ્છા, ઉત્કટ કોટિની ચારિત્ર ધર્મની ભૂખ, દેવગુરુનું વૈયાવચ્ચ (સેવાશુશ્રુષા), ત્રણ પ્રકારે મન-વચન-કાયાની શુદ્ધિ- જિનભક્ત જે નવિ થયું, તે બીજાથી નવિ થાય' એવો અટલ મનોનિર્ણય, જિન વચન એજ સત્ય, એને જ વળગીને વચન વ્યવહાર, દેવતાઈ ઉપસર્ગમાં પણ સમ્યકત્વ ટકાવવાની કાયાની સહનવૃત્તિ હોય. વળી સડસઠ વ્યવહારમાં શમ-સંવેગાદિ પાંચ લક્ષણ કે જેમાં અનુકંપામાં આત્મા દ્રવ્યદયા-ભાવદયા ઉભયનો ખપી બને છે, એ આવે; તેમ પાંચ ભૂષણ, પાંચ દૂષણ-ત્યાગ, આઠ પ્રભાવકતા, છ-છ ભાવના, આગાર, સ્થાન વગેરે આવે. સમ્યકત્વની કરણી – સમ્યત્વ નિર્મળ કરવા માટે કેટલીક વિશેષ કરણીની જરૂર છે. એમાં રોજ ત્રણ વાર જિનેશ્વર દેવના શાશ્વત અથવા વિધિ પ્રતિષ્ઠિત બિબના દર્શન, ઉત્તમ વસ્તુથી પૂજન, વર્ષે એકવાર પણ તીર્થયાત્રા, સાતક્ષેત્રમાં યથાશક્તિ તન-મન-ધનથી ભક્તિ, અભયદાન, ધર્મોપકારી દાન, સાત વ્યસનોનો ત્યાગ, શ્રી અરિહંતનો જાપ શ્રી નમસ્કાર મંત્ર-પંચ પરમેષ્ઠી સ્મરણાદિ કરવાનું હોય છે. આ બધુંય શુભવૃત્તિઓ અને શુભપ્રવૃત્તિઓનો થોક માગે છે. નવીન Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ મતને તો શુદ્ધનો ખપ હોવાથી આ બધું અનાવશ્યક લાગે છે. તેથી એમને એ લાભપ્રદ નથી લાગતું. તેથી એના વિના સમ્યક્ત્વપ્રકાશ ક્યાંથી પામે ? શ્રાવકપણું દેશવિરતિ - સમ્યક્ત્વ પામીને આગળ વધતાં જીવ પ્રતિજ્ઞાપૂર્વક સ્થૂલ અહિંસાદિના પાલન માટે એના પાંચ અણુવ્રત સ્વીકારનારો બને છે. પ્રતિજ્ઞા એ તો મન ૫૨ બેડી છે; યથેચ્છ-પ્રવૃત્તિ ઉપર અંકુશ છે. પૂર્વે યમ-નિયમની વાત આવી તે તો ઇચ્છા મુજબ એમને એમ પાલન કરવાની વાત હતી. અહીં સમ્યક્ત્વના પાયા ઉપર પ્રતિજ્ઞાઓ કરીને વિશેષરૂપે પાળવાની વાત છે. એટલે અહીં પાંચ અણુવ્રતની સાથે ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રતની પણ પ્રતિજ્ઞાઓ કરાય છે; અને એનું અતિચારોના શક્ય પરિહાર સાથે પાલન કરાય છે. ગુણવ્રતમાં દિશાપરિમાણ, ભોગોપભોગનાં પરિમાણ અને અનર્થદંડની પ્રવૃત્તિથી વિરમણ (નિવૃત્તિ) કરવાનું આવે છે. શિક્ષાવ્રતમાં સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગવ્રત આવે છે. આત્મામાં નિશ્ચયથી શ્રાવકપણાનો પરિણામ કેટલીકવાર વ્રતો લીધા પછીય આવે છે; અને વ્રતો લીધા પછી પડી ય જાય છે. તેથી એને જગાવવા-ટકાવવા માટે આ સાધના જરૂરી છે-(૧) વ્રતોનું નિત્યસ્મરણ, (૨) અધિકગુણીનું બહુમાન, (૩) હિંસાદિ પાપો ૫૨ જુગુપ્સા, (૪) સ્વ-પરિણતિની તપાસ, વ્રતોના સુપરિણામની વિચારણા, (૫) તીર્થંકર ભક્તિ, (૬) સાધુ-ભક્તિસમાગમ અને (૭) ઉત્તર ગુણો ૫૨ શ્રદ્ધા. શ્રાવકની નિત્ય ચર્યા આ મુજબ છે - નવકા૨સ્મરણ સાથે નિદ્રાત્યાગ, આત્મ સ્મરણ, ચૈત્યવંદન, આવશ્યક પ્રતિક્રમણ, મંદિર ગમન, પૂજન, ગુરુવંદન, દેવગુરુ પાસે પચ્ચક્ખાણ, ગુરુને શાતા-પૃચ્છાપૂર્વક નિયંત્રણ, જિનવાણીશ્રવણ, તત્ત્વનિર્ણય, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સુપાત્રદાન, અર્હપૂજા, ભોજન, ધર્મપ્રધાન અર્થચિંતા, ધર્મે ધનબુદ્ધિ, વિધિ ભોજન, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ - છ આવશ્યક, શિષ્ટાચારશ્રવણ, સાધુભક્તિ, સામાયિકાદિ યોગનો અભ્યાસ, નમસ્કારાદિ ચિંતન, વિધિનિદ્રા, મોહગર્હા, સૂક્ષ્મવિચારણા વગેરે. આ શ્રાવકપણું અને શ્રાવકની ચર્ચા પણ નિશ્ચય યુક્ત વ્યવહારની સાધના સ્વરૂપ બની આત્માની ઉન્નતિને પ્રેરે છે. શ્રાવક ધર્મની યોગ્યતાના ૨૧ ગુણ - જૈન શાસ્ત્રકારો કહે છે કે ધર્મ એ રત્ન છે; મનુષ્યભવરૂપી બજારમાં એને ખરીદી શકાય; પરંતુ ખરીદવા માટે ગુણોરૂપી સોનાનાણું જોઇએ. એવા ગુણો એકવીસ છે. તે આ પ્રમાણે - (૧) અક્ષુદ્રતા, (૨) સુરૂપતા (પંચેન્દ્રિય પટુતા), (૩) સૌમ્યપ્રકૃતિ, (૪) લોકપ્રિયતા, (૫) દયાલુતા, (૬) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ, (૭) અક્રૂરતા, (૮) પાપભીરુતા, (૯) અશઠતા, (૧૦) સુદાક્ષિણ્ય, (૧૧) લાલુતા, (૧૨) ગુણાનુરાગ, (૧૩) પાપકથા વર્જીસત્કથારસ, (૧૪) સુદીર્ઘદર્શિતા, (૧૫) સુપક્ષ-યુક્તતા, (૧૬) વિશેષજ્ઞતા, (૧૭) વૃદ્ધાનુસરણ, (૧૮) વિનીતતા, (૧૯) કૃતજ્ઞતા, (૨૦) પરહિતકારિતા અને (૨૧) લબ્ધલક્ષ્યતા (ધ્યેયની ચોક્સાઇ). આ બધા અથવા ઓછાવત્તા ગુણોથી ભાવશ્રાવકપણાના પગથીએ ચઢી શકાય છે. ભાવશ્રાવકના ક્રિયાગત લક્ષણો-આત્માની ઉન્નતિ સાધનારો જીવ હવે હૃદયથી શ્રાવક બનીને મુખ્ય છ લક્ષણો અને એના અનેક પેટાભેદને ક્રિયામાં ઉતારે છે; તેથી એને ક્રિયાગત લક્ષણ કહે છે. ત્યારે બીજા સત્તર લક્ષણ હૃદયના ભાવમાં ઉતારે છે; એટલે એ ભાવગત લક્ષણ કહેવાય છે. ક્રિયાગત લક્ષણોમાં - (૧) વ્રત-કર્મ કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) ઋજુવ્યવહારી, (૫) ગુરુની શુશ્રુષા કરનારો ને Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ (૬) પ્રવચનમાં કુશલ, એટલે કે શ્રી સર્વજ્ઞ જિનેશ્વરદેવના શાસ્ત્રમાં કુશલ. આ દરેકના આવી આવી રીતે પેટાભેદો પણ છે. એમાં પહેલા વ્રતકાર્ય અંગે વ્રતો સંબંધી (૧) ઉપદેશશ્રવણ, (૨) બોધ, (૩) ગ્રહણ, (૪) દૃઢપાલન એ ચાર ભેદ છે... બીજા ‘શીલવત્તા’માં ૧. શીલરક્ષાના સ્થાનનું સેવન, ૨. પરગૃહપ્રવેશત્યાગ-અનુભટ વેશ, ૩.વિકારી વચનનો ત્યાગ અને ૪. બાલીશ ક્રીડાત્યાગ અને કઠોર વચન પ્રયોગનો ત્યાગ આવે. ત્રીજા ‘ગુણવત્તા’માં આમ તો ગુણો અનેક પ્રકારના આવે, પણ અહીં ખાસ ક્રિયારૂપી ગુણ લેવાના છે. (૧) વૈરાગ્યદાયી શાસ્ત્રાધ્યયનરટણ વગે૨ે, (૨) તપ-નિયમ-વંદનાદિ, (૩) ગુણીજનોનો વિનય, (૪) ગીતાર્થ (ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા) ગુરુના વચનને યથાર્થ માનવારૂપી અભિનિવેશ અને (૫) શ્રદ્ધાસહિત એને સાંભળવા તે. એમ પાંચ છે.... ચોથા ‘ઋજુવ્યવહાર'માં આવે, ૧. યથાર્થ (સાચું) બોલવું, ૨. અવંચક (નિર્દભ) ક્રિયા, ૩. છતાં નુકશાનોનું પ્રકાશન અને ૪. હૃદયના સદ્ભાવ સાથે મૈત્રીભાવ. પાંચમા ‘ગુરુશ્રુષા' લક્ષણમાં આ ચાર પેટાભેદ છે - ૧. ગુરુને ધ્યાનાદિમાં બાધ કર્યા વિના સર્વ પ્રકારે સેવવા, ૨. ગુરુની પ્રશંસા સંભળાવી, બીજાઓને ગુરુસેવક કરવાં; ૩. ગુરુને ઔષધાદિ સંપાદન અને ૪. ગુરુના હાર્દિક ભાવને અનુસરવાપૂર્વક ગુરુપર સદા બહુમાન. છઠ્ઠા ‘પ્રવચન કુશલતા' લક્ષણના ૬ ભેદ - ૧. શ્રાવકને યોગ્ય સૂત્રોનું અધ્યયન, ૨. અર્થશાન, ૩-૪ ઉત્સર્ગ-અપવાદના વિષય-વિભાગનો બોધ, ૫. સદા વિધિવાળા ધર્માનુષ્ઠાન પર પક્ષપાત અને ૬. દેશકાળને અનુરૂપ ગીતાર્થ વ્યવહારનું જ્ઞાન. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આ સુંદર વ્યવહારમાર્ગ કેવળ આત્મકલ્યાણના ઉદ્દેશથી આદરતો આત્મા જરૂ૨ સમ્યગ્દર્શન નિર્મળ કરતો જાય છે. સારાસારનો જ્ઞાતા બને છે; તે તત્ત્વપાક્ષિક થાય છે. તેથી સુંદર પ્રગતિ સાધે છે. પરંતુ આવા આત્મતારક વ્યવહારથી રીસાયેલા નવીન મતીનું શું ? ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણ ભાવગત લક્ષણો મુખ્યત્વે સંસારના વિવિધ ભાવો તરફ ભાવશ્રાવકનું હૈયું કેવું કેવું હોય છે તે સૂચવે છે. એના સત્તર ભેદ આ મુજબ છે - (૧) સ્ત્રી એટલે કે કામપાત્રને એ અનર્થની ખાણ, ચંચળ અને નરકની વાટ સમાન સમજે છે. (૨) ઇન્દ્રિયોરૂપ જંગલી ઘોડા ઉપર જ્ઞાનની લગામથી અંકુશ મૂકે છે. (૩) ધનને અનર્થ ક્લેશકા૨ી માની એમાં સહેજ પણ લપટાતો નથી. (૪) સંસારને દુ:ખમય, દુઃખલક, દુઃખપરંપરાદાયી અને વિટંબણારૂપ સમજી એના પ્રત્યે ઉદ્વેગ ધરે છે. (૫) વિષયો પર વિષની જેમ ભય અને અરુચિ રાખે છે. (૬) સાધુના નિરારંભ-નિષ્પાપ જીવનને વખાણતો, તીવ્ર આરંભો ત્યજે અને અશક્ય આરંભોને અનિચ્છાએ કરે. (૭) ગૃહવાસને પારધીનો પાશ (ફાંસો) સમજી ચારિત્રમોહ તોડવા મથે. (૮) આસ્તિક્યાદિભાવ અને પ્રશંસાદિ વડે દેવ-ગુરુની પ્રભાવના કરી સમ્યક્ત્વ નિર્મળ કરે. (૯) લોકહેરી ત્યજે. (૧૦) પરલોકસાધનામાં જિનાગમને જ પ્રમાણ માની વર્તે. (૧૧) શક્તિ ગોપવ્યા વિના દાનાદિ ચાર ધર્મને સેવે. (૧૨) મુઢ જીવોની મશ્કરીને અવગણી ચિંતામણિ સમાન નિવદ્ય (નિષ્પાપ) આત્મહિતકર ધર્મ સાધે. (૧૩) ધન-સ્વજન-ઘર વગેરેમાં ઉદાસીન ભાવે રહે. (૧૪) ઉપશમપ્રધાન વિચારણા રાખતો દુરાગ્રહમાં ન ફસાય. (૧૫) લક્ષ્મી વગેરે સર્વ પદાર્થોની ક્ષણભંગુરતા સત્ત ચિંતવી મમત્વ ત્યજે. (૧૬) ભોગોથી કદી તૃપ્તિ નથી થવાની એમ માની, સેવવા પડે તે માત્ર બીજાના હિસાબે સેવે. (૧૭) - Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ વેશ્યાની જેમ આજકાલમાં છોડું છું એવી સાવધાનીમાં ઘરવાસને પારકા તરીકે અને ડંખતા હૈયે સેવે. આ સત્તરમાં પણ વાસ્તવિક નિશ્ચયદૃષ્ટિ સહિત વ્યવહારનું પાલન છે. એવું જ, શ્રાવકની ૧૧ પડિમા આત્મવિકાસમાં આગળ વધતાં શ્રાવક પહેલી એક માસની, બીજી બે માસની, ત્રીજી ત્રણ માસની... એવી અગીયાર પ્રતિમાનું એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞાનું કઠોર પાલન કરનારો બને છે. એમાં પણ નિશ્ચય દષ્ટિનો જોરદાર પ્રકાશ ઝગમગવા સાથે નિશ્ચયની નજીક ને નજીક લઈ જનારા વ્યવહારનું સચોટ પાલન છે. અગીયાર ડિમા આ પ્રમાણે - ૧. સમ્યગ્દર્શનદઢતાની, ૨. નિરતિચાર અણુવ્રતોની, ૩. સામાયિકની, ૪. પર્વ પૌષધની, ૫. પર્વરાત્રિ પ્રતિમાની, ૬. બ્રહ્મચર્યની, ૭. સચિત્તત્યાગની, ૮. સાવઘ આરંભના ત્યાગની, ૯. બીજાના દ્વારા પણ આરંભનો ત્યાગ રાખવાની, ૧૦. સ્વાધ્યાય-ધ્યાન-યોગની મુખ્યતા હોવાથી પોતાના નિમિત્તે બનાવેલ આહારના પણ ત્યાગની અને ૧૧મી શ્રમણની. દેવતાઇ ઉપદ્રવ આવે તો પણ એ પોતાની તે તે પ્રતિજ્ઞાની ચર્ચા પાળવામાં અડગ રહે છે. શું સમજીને ? આત્માની પોતાની ચીજ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, તે હાથમાં આવેલી શા માટે ગુમાવવી ? દેહાદિ સંયોગો આમેય જવાના છે. આત્મા પરની મમતામાં ભૂલો પડી ગયેલો માંડ અહીં સમજણો થયો છે...’ વગેરે વગેરે સમજીને. આમાં નિશ્ચયદૃષ્ટિનું ક્યાં સ્થાન નથી ? 1 ક્રમમાં ફરક - હવે અહીંથી આગળ વિકાસનું પગથીયું અગારવાસ (ગૃહસ્થવાસ) છોડીને અણગાર, ત્યાગી, સાધુ બનવાનું આવે છે. અહીં એક વસ્તુ ખ્યાલ રાખવાની છે કે બધાજ જીવો ‘ભાવમલક્ષય'થી માંડી બરાબર આજ ક્રમે ત્યાગી સાધુતાએ પહોંચે છે એવું નથી. કર્મલઘુ અને પરાક્રમી હોય તે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વચલા કોક પગથીયાં કૂદીને ય ઉંચે ચઢે છે. છતાં એટલું તો છે જ કે સહજભાવમલનો ક્ષય, અપુનબંધક દશા, ભવોગ, મોક્ષરુચિ અને સમ્યકત્વ - એટલું તો અવશ્ય પ્રાપ્ત કરવું જ પડે છે. પછી સમકિતી જીવ બહુ પરાક્રમી બને તો શ્રાવકપણું પામ્યા વિના અગર પ્રતિભાવહન વિના સાધુપણું લેનારો થાય, એવું બની શકે છે. છતાં જયારે એ પ્રશ્ન કરવામાં આવે કે – આપણામાં સહજ-ભાવમલ-ક્ષય અને અપુનબંધક દશા નક્કી કરવી હોય તો શું કરવું? તો એનો ઉત્તર એ મળે કે એ બંનેના ત્રણ ત્રણ લક્ષણો જીવનમાં જીવવા માંડો. એથી ખાતરી થશે. એવી રીતે એ જીજ્ઞાસા થાય કે, સાચી મોક્ષરૂચિ શી રીતે જગાવવી? તો એના માટે એમ કહેવાય કે યોગની પૂર્વસેવાનું જીવન અને માર્ગાનુસારી જીવન જીવવા માંડો. એવી રીતે, સમ્યકત્વ પ્રગટ કરવા કે નક્કી કરવા શું કરવું ? એ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવાય કે એમાં મોક્ષરૂચિ સાથે શ્રી વીતરાગ સર્વશ તીર્થકર ભગવંતના વચન ઉપર અનન્ય શ્રદ્ધા કામ કરે છે. પરંતુ એ કેળવવા માટે અનેક ઉપાયોની સાધના કરવી જોઈએ છે. દા.ત. યોગબીજોનો સંગ્રહ, યમ-નિયમ વગેરે યોગના અંગો, નિગ્રંથ સાધુગુરુના આલંબને યોગની પૂર્વસેવા, વગેરેની સાધના જરૂરી છે. એને સાદા શબ્દોમાં એમ કહેવાય કે જિનેન્દ્રદર્શન-વંદન-પૂજન, નિગ્રંથ આચાર્ય-ઉપાધ્યાય-સાધુ મહર્ષિઓની ઉપાસના, સમાગમ-શુશ્રષા, મૈત્રી આદિ ચાર ભાવના, જિનવાણી-શ્રવણ, જૈન શાસ્ત્રાધ્યયન, જૈન તત્ત્વજ્ઞાન પરિચય, અહિંસા સત્યાદિ ગુણો-કષાય નિરોધ-ઇન્દ્રિય નિગ્રહ અને અનિત્યાદિ ભાવના વિષે સબળ પુરુષાર્થ, દયા-દાન-શીલ-ત્યાગતપ-પરોપકાર-વ્રત-પચ્ચકખાણ-સામાયિક-પૌષધ... યાવત્ જરૂર Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પડ્યે સાધુજીવનના અભ્યાસ સુધીની સાધનાએ પહોંચે ત્યાં સાચો સમ્યક્ત્વ દીપક પ્રગટે છે; અથવા એમાંથી અમુક સાધના થાય તોય કેટલાકને સમ્યક્ત્વ પ્રગટે છે. આ બધી સાધના વખતે સંસારની અસારતાનું, સંસારમાં જીવની વિટંબણાનું અને મોક્ષમાં જીવની નિશ્ચિત સ્વસ્થતાનું ભાન જરૂરી હોય છે. તેમજ સંસાર ટળી મોક્ષ મળે તો સારું એવી ઊંડે ઊંડે અભિલાષા હોવી આવશ્યક છે. એટલે અહીં નિશ્ચયદૃષ્ટિ બરાબર જાગતી રહીને સફલ વ્યવહારમાર્ગ આદરાય છે. તેથી સાચુ સમ્યગ્દર્શન ઉદય પામે છે. એના ઉપર અણુવ્રતોવાળું શ્રાવકપણું પળાવા દ્વારા સાચું જ દેશ-વિરતિ-ગુણસ્થાનક અને મહાવ્રતોવાળું સાધુજીવન જીવાવા દ્વારા ખરેખર સર્વ વિરતિ-ગુણસ્થાનક પ્રગટ થાય છે. એટલું ખાસ ધ્યાન રાખવું ઘટે કે ગુણસ્થાનકની વસ્તુ આત્માની પરિણતિ (વલણ-વૃત્તિ) રૂપ છે, માત્ર જ્ઞાનરૂપ નહિ. ત્યારે નય, નિક્ષેપાનું, નવ તત્ત્વનું, છ દ્રવ્યનું, દ્રવ્ય સ્વાતંત્ર્યનું, નિમિત્તની નપુંસકતાનું વગેરે જ્ઞાન, એ તો માત્ર જ્ઞાનસ્વરૂપ છે. એનાથી એટલું અજ્ઞાન ટળે; પણ મિથ્યા પરિણતિ કેમ ટળે ? એ ટાળવા તો સમ્યક્ પરિણતિ જોઇએ; અને તે પરિણતિ ઉપરોક્ત વ્યવહારનું સતત સવિધિ, સાદર અને દીર્ઘ સેવન કર્યા વિના કેમ જ ઘડાઇ શકે ? નવીન મતીઓ આ સમજતા નથી. અહીં, મ નિશ્ચયની સાધના વિના એકલા વ્યવહારની સાધનાથી શું વળે ? ઉ પાછા આમાં ભૂલ્યા ! અહીં તો નિશ્ચયસાધના ઠામઠામ છે. દા.ત. ભાવગત લક્ષણો શ્રાવક જે ધરાવે છે, એની પાછળ શ્રાવકનું શું લક્ષ્ય છે ? શી તત્ત્વમાન્યતા છે ? લક્ષ્ય તો તે છે જે પહેલેથી જોતાં આવ્યા છીએ કે અનાદિ અનંત કાળથી નિજનો આત્મા નિજ-ઘ૨ જે મોક્ષની શુદ્ધ સ્વતંત્ર અવસ્થાને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુમાવી ૫૨ ઘર એવા સંસારની પરતંત્રતાની ને અશુદ્ધ અવસ્થાની બેડીમાં જકડાયો છે એને એ બેડીઓમાંથી મુક્ત કરી મૂળ શુદ્ધ મોક્ષની અવસ્થામાં ઝીલતો કરી દેવો, કહો જો આ લક્ષ્યમાં નિશ્ચયદષ્ટિની ક્યાં ગેરહાજરી કે ઓછાશ છે ? સાધક ઠેઠ યોગની પૂર્વસેવાથી માંડીને અહીં દેશવિરતિ યોગની ઉપાસના કરવા સુધી પહોંચ્યો છે, એમાં બધેજ લક્ષ્ય આ છે. હૃદયના કોઇ ખૂણામાં એને મોક્ષના બદલે સ્વર્ગના સુખ ને શુદ્ધના બદલે અશુદ્ધ અવસ્થા નથી જોઇતી. ત્યારે તત્ત્વની માન્યતા પણ કેવી છે કે પોતાનો આત્મા અસલી સ્વરૂપે અનંત જ્ઞાન અને અનંતસુખાદિ સ્વરૂપે હોવા છતાં સંજ્ઞાઓ, કષાયો, હિંસાદિ પાપકૃત્યો અને મિથ્યાત્વાદિ આસ્રવો સેવી સેવીને કર્મના બંધનમાં પડ્યો છે અને તેથી સંસારમાં ભટકી રહ્યો છે. જો એને એમાંથી મુક્ત કરવો હોય તો આસ્રવો મૂકી દેવા સાથે સર્વજ્ઞ શ્રીજિનેશ્વરદેવે ફરમાવેલ ધર્મકર્તવ્યો (શુભ આસ્રવ), સંવર અને નિર્જરા-માર્ગનું આરાધન કરવું જોઇએ. એ આરાધના ક્રમસર વધતાં વધતાં મિથ્યાત્વ-સંજ્ઞા-કષાય-પાપવૃત્તિઓ નામશેષ થતાં આરાધના પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાં આત્મા ૫૨માત્મા બને છે! વીતરાગ અનંતજ્ઞાની ભગવાન બને છે ! કહો જો, તત્ત્વદર્શનમાં ક્યાં ખામી છે ? ક્યાં એ ક્રિયામાર્ગ જે આરાધે છે તે મૂઢની જેમ આરાધે છે ? નિર્મળ તત્ત્વજ્ઞાન, દર્શનશુદ્ધિ અને મહાવિવેકપૂર્વકની એની સમ્યક્ પ્રવૃત્તિ છે. નિજના આત્માને પરમશુદ્ધ આત્મા બનાવવાના જ એક લક્ષ્યથી જિનાજ્ઞાપાલનની અને જિનેશ્વરદેવ તથા સંયમી મહાવ્રતી ગુરુઓના ગુણગાનસત્કાર-ભક્તિ-બહુમાન અને સતત સ્મરણ-શરણની એટલી એને રઢ લાગી હોય છે કે એ સાચો નિશ્ચયયુક્ત વ્યવહારને આરાધે છે. તો જ તે ઉન્નતિની પરાકાષ્ઠા સુધી ચઢી શકે છે. સાધુ બનવાની યોગ્યતાના ૧૬ ગુણ :- હવે ગૃહવાસ છોડી નિગ્રંથ સંન્યાસ દીક્ષાના માર્ગે ઉન્નતિનો ઇતિહાસ જોઇએ તો Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પહેલાં એનામાં દીક્ષાની યોગ્યતાના સોળ ગુણો જોઇએ; તે આ૧. આર્યદેશજન્મ, ૨. વિશિષ્ટજ્ઞાતિકુળ, ૩. ક્ષીણપ્રાય અશુભ કર્મી, ૪. વિમળબુદ્ધિ, ૫. સંસારની નિર્ગુણતાનો જ્ઞાતા, ૬. સંસારથી વિરક્ત, ૭. અલ્પકષાયી, ૮. અલ્પહાસ્યાદિ, ૯. કૃતજ્ઞ, ૧૦. વિનીત, ૧૧. ગૃહવાસમાં રાજાદિને માન્ય, ૧૨. દ્રોહકારી નહિ, ૧૩. અક્ષત ઇન્દ્રિય અંગોપાંગવાળો, ૧૪. મહાશ્રદ્ધાળુ, ૧૫. સ્થિર અને ૧૬. ઉપસંપન્ન. આ યોગ્યતાના ગુણોની ખીલવણી કરવા માટે આત્માને ખૂબ ખૂબ મથવું પડે છે. અનાદિના ગાઢ કુસંસ્કારોથી વાસિત જીવ તો ભારે કર્મી, મલિનબુદ્ધિ, સંસારાસક્ત, મહાકષાયી, હાસ્યાદિપૂર્ણ, અભિમાની વગેરે દોષગ્રસ્ત હોય છે. એના એ રીઢ વલણ ફેરવવા માટે કેટકેટલી સમજવાળી તપસ્યાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. નૂતન મતીની જેમ ખાલી શુદ્ધ આત્મા અને ક્રમબદ્ધ પર્યાયની વાતો કરવાથી કશું ન વળે. ખરો નિશ્ચય અહીં શાથી ? - આ ગુણોની કેળવણીમાં ખરેખર નિશ્ચયમાર્ગની ય આરાધના આવી જાય છે. કેમ કે મહા નિશ્ચયમાર્ગ આત્માના પરમશુદ્ધ પરિણામને પ્રગટાવવાનો છે. એ માટે અશુદ્ધ પરિણામને સર્વથા ટાળવાના છે. પણ એ તો જ શક્ય બને કે જો અશુભ સંજ્ઞા-કષાય-હિંસાદિના પરિણામ-વલણ મટે. એ માટે શુભ પરિણામકારી પ્રભુભક્તિત્યાગ-તપ-વ્રત સ્વાધ્યાદિ શુભ પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટતાએ પહોંચવું પડે. એની તરફના પ્રયાણ માટે ઉપર કહેલા યોગ્યતાના સોળ ગુણો જરૂરી છે. એની જેમ, હવે જે સાધુતા વર્ણવાશે એનું પણ આત્મપરિણમન એ મહાનિશ્ચયના માર્ગે પ્રયાણ છે. ક્યાં અનાદિની આત્મપરિણામની ખરાબખસ્ત અશુદ્ધતા ! ક્યાં આ ક્રમે એમાં થયેલો જબરદસ્ત હ્રાસ ! પણ તે આવી સાધનાઓથી હો, કોરી નય, નિક્ષેપા ને ષદ્રવ્યની નૂતન મતે કહેલી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમજથી નહિ ! સાધનામાં યોગ્યતા અને માર્ગ બંનેની સાધના જોઇએ છે. હા, શાસ્ત્ર કહે છે કે જેમ અન્યત્ર તેમ અહીં પણ દીક્ષા યોગ્યતામાં એમ બને છે કે પહેલાં યોગ્યતાના સોળે સોળ ગુણ કદાચ જોવા ન મળે, તો પણ જો જઘન્યથી, સંસારની નિર્ગુણતાનું સચોટ ભાન અને વ્રતપાલનમાં દઢતામાત્ર આ બે ગુણ હોય તો એટલી યોગ્યતાથી લીધેલા ચારિત્રનું પાલન કરતાં કરતાં બીજા ગુણો અને બીજી યોગ્યતા ખીલી ઉઠે છે. એથી આગળની મહાવૈરાગ્ય, મહાઅપ્રમત્તતા, મહાન તત્ત્વ રમણતાદિ સિદ્ધ થવાની ભૂમિકા સર્જાય છે. નિગ્રંથ સાધુ જીવન - સુયોગ્ય આત્મા સાધુતા સ્વીકારે છે. ત્યાં પાપમય ને પાપપોષક ઘરવાસ ત્યજી બાહ્ય ધનકુટુંબાદિ સર્વ સંબંધના ગ્રંથ (ગાંઠો) છોડી નાખે છે; અને જીવનભર માટે સર્વ સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિના નવકોટિ ત્યાગની ભીખ પ્રતિજ્ઞા સ્વીકારે છે. (નવકોટિ=મન, વચન, કાયા એ દરેકથી સાવદ્ય ન જાતે આચરવું, ન બીજા પાસે આચરાવવું, સાવદ્ય આચરણને અને એ આચરતા બીજાને ન અનુમોદવા.) આમાં પણ અંતરના પાપસંબંધોની ગાંઠ છોડી નાખે છે. તેથી એ હવે નિગ્રંથ સાધુ કહેવાય છે. વળી એ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના સર્વથા ત્યાગના પાંચ મહાવ્રત સ્વીકારે છે. પછી એને ગુરુની નિશ્રામાં જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર – એ પંચાચારનું જીવન જીવવાનું હોય છે. મહાવ્રતો હૃદયપૂર્વક સ્વીકાર્યાથી અને પાળ્યાથી આત્માની કેટલીય મહા અશુદ્ધિઓ ટળી જાય છે. ત્યારે પંચાચારના પાલનમાં આત્મામાં કેટલીય તત્ત્વ-પરિણમનની અને સ્વરૂપ-રમણની પ્રવૃત્તિ ચાલે છે, આત્યંતર તપાચારમાં પ્રાયશ્ચિત્તથી આત્માના દોષોનું સંશોધન-વિનય-વૈયાવચ્ચથી આત્માનું મહાન વિનમ્રીકરણ, સ્વાધ્યાયથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ, ધ્યાન અને કાયોત્સર્ગથી Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં સજ્ઞાનનું પરિણમન અને સ્વરૂપ થાય છે. શું છે એ બધું ? આત્માને વાસ્તવિક શુદ્ધ બનાવવાના માર્ગે સાચું પ્રયાણ. નૂતન મતીને આ બધું ખપતું નથી, એ એક ભયંકર ભૂલ છે. મોક્ષમાર્ગની સાચી સાધનાના સાધુ જીવનમાં પંચમહાવ્રત અને પંચાચારના પાલન ઉપરાંત પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, ચાર સંજ્ઞા, ચાર કષાય અને હાસ્યાદિ કષાયનો નિરોધ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન, શલ્ય-ગા૨વ-કુલેશ્યાદિનો પરિહાર, પરીસહ-ઉપસર્ગોનું સમાધિપૂર્વક સહન, વગેરેમાં જોરદાર પુરુષાર્થ ચાલુ હોય છે. આમાં નિશ્ચય-વ્યવહાર ઉભયની, કહેવા માત્રની નહિ પણ ખરેખરી અમલી સાધના છે. એથી આત્મા ખરેખરી ઉન્નતિમાં આગળ વધે છે. આના વિના નવીન મતીના બેહાલ છે !! ૨૭૩ ભાવ સાધુના ૭ લક્ષણ - સાધુજીવનમાં અંતરમાં સાધુતાની સ્પર્શનાના રૂપે આ સાત જરૂરી સાધના છે (૧) સર્વ માર્ગાનુસારી ક્રિયાનું પાલન - જિનાગમની આજ્ઞાનું અને સંવિગ્નાચાર્યની આચરણાનું અનુસરણ. (૨) ધર્મમાં શ્રેષ્ઠ શ્રદ્ધાવિધિસેવા, જ્ઞાનતપ આદિમાં અતૃપ્તિ, શુદ્ધધર્મદેશના, સ્ખલનાઓનું પ્રાયશ્ચિત્તીકરણ. (૩) સરળ ભાવે પ્રજ્ઞાપનીયતાઉત્સર્ગસૂત્ર - અપવાદસૂત્ર - વિધિસૂત્ર - ભયસૂત્ર વગેરે જુદી જુદી જાતના સૂત્રો ગીતાર્થ ગુરુ સમજાવે તે જ પ્રમાણે દુરાગ્રહરહિત સમજવાની અને વિશુદ્ધ દર્શનચારિત્ર આરાધવાની લાયકાત. (૪) ક્રિયાઓમાં અપ્રમાદ બિનસાવધાની, વિકથા વગેરે ત્યજી વિદ્યા-મંત્રની જેમ ચારિત્રની નિષ્કલંક સાધના. (૫) શક્યનો પુરુષાર્થ અશક્ય ન આદરી અસંયમઅપભ્રાજનાથી બચાવ; શક્ય સર્વ આચરીને પ્રભાવના. (૬) ઉચ્ચ ગુણાનુરાગ - પરના લેશગુણમાંય મહાન ગુણબુદ્ધિ અને પ્રશંસા; જાતના લેશ દોષમાંય નિર્ગુણીપણાનો ખ્યાલ . (૭) – - Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪ ) ગુરુની પરમ આરાધના - ગુરુચરણકમલે ભૃગવત્ બની ગુરુની સેવા શુશ્રુષા કરવી, ગુરુની આજ્ઞા આરાધવામાં લિપ્સાસહિત લીનતા, ગુરુ પર અતિ બહુમાન... વગેરે. સાપેક્ષ યતિધર્મ - આ સાધનાનું આરાધન કરતાં આત્મામાં નિશ્ચય તરફ સુંદર પ્રગતિ થાય છે; ઘણી ઘણી પર પરિણતિઓનો વાસ્તવિક ત્યાગ થાય છે. આદરસહિત વ્યવસ્થિત વિવિધ સતત સાધનાઓ વિના અંતરાત્માની અશુભ પરિણતિઓ ક્યાંથી ખસે? તે વિના તત્ત્વપરિણમન (પરિણતિ) ક્યાંથી થાય ? ઉપર ઉપરનું તત્ત્વજ્ઞાન જુદું અને અંદરની તત્ત્વપરિણતિ જુદી. અહીં સુધી વર્ણવેલ સાધુપણું એ સાપેક્ષ યતિધર્મ કહેવાય છે, કેમ કે એમાં ગચ્છવાસ અને એની મર્યાદાઓનું પાલન, ગુરુની અતિ નિકટ નિશ્રા સહિત એમના વચનને અનુસારી જીવન, અવસરે અપવાદ માર્ગનું સેવન વગેરે આલંબનોની અપેક્ષા સેવીને યતિધર્મ પાળવાનો હોય છે. અહીં સુધીમાં પણ ગુરુની આજ્ઞાના પાલનમાં પોતાના આત્માનો મહાન ઉપકાર ચિંતવવાનો હોય છે. એમ માનવામાં નવીન મત કહે છે તેમ મિથ્યાત્વ નહિ, પણ મહાસમ્યક્ત્વ છે. કેમ કે એના દ્વારા નિશ્ચય મોક્ષમાર્ગની નિકટ જવાય છે. એમ સાપેક્ષ યતિમાં બીજી પણ કઈ નિશ્ચયોપયોગી સાધના હોય છે. જેવી કે મહાવ્રતના આત્મપરિણામનું રક્ષણ, વિશુદ્ધ સમિતિગુપ્તિ ઉપયોગ, સર્વત્ર રાગ&ષનિગ્રહ, બ્રહ્મચર્યવાડોનું પાલન, કષાયોનો અનુદય જાગવા ન દેવા તથા વિફલીકરણ, અતિસ્નિગ્ધ ભોજન નહિ, વિભૂષાત્યાગ, ઉપયોગ પ્રધાનતા, તત્ત્વસ્વૈર્ય, આવશ્યક યોગમાં નિયમિતતા, વગેરે, એ પાલનમાં પારંગત થયેથી ગુરુની આજ્ઞા મેળવવાપૂર્વક નિરપેક્ષ યતિધર્મની પાયરીએ સાધક ચઢે છે. નિરપેક્ષ યતિધર્મ - એમાં હવે કેવળ ઉત્સર્ગ માર્ગનું પાલન કરવાનું હોય છે. પરંતુ આ માટે પહેલાં પોતાના આત્માને Page #318 -------------------------------------------------------------------------- ________________ - ( ૨૭પ - ધૃતિ, બલ વગેરે પાંચ ‘તુલનાથી તોલવાનો હોય છે; વિશેષ કોટિની કડક સાધનાઓમાંથી પસાર કરવાનો હોય છે. તલના એટલે એવા પ્રકારનો અભ્યાસ કે જેથી પોતાના આત્માને તોળી શકાય કે હવે એ નિરપેક્ષ ધર્મ પાળી શકશે કે કેમ ? એ માટે વિવિધ પ્રકારના તપ, એમાં ઉપવાસો અને પારણે લખી નીવી અને અંતમાંત આહારના આયંબિલ સુધી; તે પણ અમુક અમુક અભિગ્રહો સાથે કરવાના. વળી ઉપાશ્રયમાં, બહાર તથા નિર્જન સ્મશાનાદિ સ્થલોમાં રાત્રિભર કાયોત્સર્ગ કરવાના. એવી રીતે કષાયો પરના પૂર્ણ વિજયનો અભ્યાસ=કષાયોની સંલેખના (કષાયોને ઘસી નાખવા) કરવાની; એમ શરીર સંલેખના; વળી શ્રુતજ્ઞાનના પરાવર્તનનો એવો અભ્યાસ કરવાનો કે જેથી પૂરી એકાગ્રતા અને ચોકસાઈના લીધે અમુક સૂત્રપાઠ-અર્થપાઠના આધારે જાણી શકે કે એમાં કેટલો સમય પસાર થયો. વળી પરીસહ-ઉપસર્ગમાં ટકવા માટે ધૃતિ, બળ કેળવવાના... વગેરેના અહીં વિસ્તારને અવકાશ નથી. પરંતુ તુલનાઓ સાધી ઉત્તીર્ણ (પાસ) થયા પછી ગુરુઆજ્ઞાથી નિરપેક્ષ યતિધર્મમાં પ્રવેશે છે. હવે સિંહની જેમ ગચ્છની સહાય વગેરેની અપેક્ષા વિના એકાકી વિચરે છે. અહીં શરીરની કોઈ માવજત નહિ. કોઈ ઔષધ નહિ. લગભગ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવાનું. માત્ર દિવસના ત્રીજા પહોરમાં આહાર, નિહાર (વડી નીતિ), વિહાર. ક્યાંય અપવાદનું સેવન નહિ; દા.ત. નિર્જીવ રસ્તે ચાલતાં સામેથી સિંહ-વાઘ આવતા દેખાયા તો પણ તે માર્ગ મૂકીને બાજુના કાચી માટી વનસ્પતિ વગેરેના માર્ગે જવાનું નહિ. અતિઅલ્પ ઉપકરણ, દિવસે રાત્રે નિદ્રાદિ ત્યજી ધર્મધ્યાનમાં લીનતા. વગેરે આરાધના કરતાં જો ધ્યાનનું બળ વધી ક્ષપકશ્રેણિ માંડી તો મોહનીય વગેરે ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને પછી આયુષ્ય વગેરે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અઘાતી નાશ પામે મોક્ષ થાય છે. ધ્યાનમાં કંઈક કમી રહે તો સ્વર્ગ મળે છે. ત્યાંથી ફરી માનવભવ, સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્રની સાધના... એમ કરતાં સર્વકર્મક્ષયે મોક્ષ થાય છે. ઉપર કહ્યું તેમ સાધનાની પગથી-પગથીએ ચઢે તો નિરપેક્ષયતિ ધર્મ અને કેવળજ્ઞાનદાયી ધ્યાન સુધી ચઢી શકે છે. પરંતુ હજી બાળપોથીનું ઠેકાણું ન હોય અને નિશ્ચય સાધનાના એમ.એ.ના વર્ગમાં ઘૂસી જાય તો ? આત્માની ઉન્નતિનો આ બહુ ટૂંકો ઇતિહાસ છે; ઇતિહાસ શું ? માત્ર આછી છાયા છે. એનો સાર એ છે કે અનાદિ અનંત કાળથી આત્મામાં સ્વભાવ જેવા થઈ બેઠેલા, સંજ્ઞાઓ મિથ્યાત્વ-કષાયો-પાપાચરણો વગેરેને તદ્દન નાબૂદ કરવા માટે અનેકાનેક પ્રકારની ક્રમિક કાયિક માનસિકાદિ સાધન જરૂરી છે. ભગવાન તીર્થંકર દેવના વિરહકાલમાં એમની મૂર્તિ, એમનાં આગમ, એમના વચનબદ્ધ આચાર્ય ભગવંતોના શાસ્ત્રો, નિગ્રંથ ગુરુઓ, શાસ્ત્ર અને પરંપરાસિદ્ધ મોક્ષમાર્ગના આચાર-અનુષ્ઠાનઆત્મપરિણતિ વગેરેની ખૂબ ખૂબ ઉપાસના કરી ભવ્ય જીવો આત્મકલ્યાણને સાધો એ જ એક શુભેચ્છા. પૂ. પરમોપકારી ગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવેશ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી લખેલ આ નિશ્ચયવ્યવહારના લખાણમાં ક્યાંય પણ પ્રમાદના યોગે શ્રી જિનવચનથી વિરુદ્ધ લખાયું હોય એનો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ દેવા સાથે નિશ્ચયની ભ્રમણાવાળી માન્યતાઓમાં ફસેલાઓ સત્યને જ સમજી એ નિશ્ચયભ્રમને ત્યજે અને શુદ્ધ જિનમાર્ગને આરાધે એવું ઇચ્છીને આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. » મર્દ નમઃ | (સમાપ્ત). Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ (પેજ નં. ૪૨નું અનુસંધાન ચાલુ) (૧) પહેલું, આશંસા-પ્રણિધાન એ સમસ્ત શુભ અનુષ્ઠાનનું કારણ છે. ‘કારણ હાજર હોય તો જ કાર્ય થાય,’ - એ ન્યાયે કોઈપણ શુભક્રિયા કરતાં પહેાલ આ અત્યંત જરૂરી છે કે એની તીવ્ર આશંસા, ઉત્કટ અભિલાષા, સચોટ પ્રણિધાન કરવું જોઈએ. તે પણ હૃદયમાં એ ભાવ રાખીને કે ભગવાનના પ્રભાવે મારે આ શુભાચરણ પ્રાપ્ત હો.’ દા.ત. ભવનિર્વેદ જીવનમાં ઉતારવો છે, યા ગુરુજનની સેવા-ભક્તિ આચરવી છે, તો પહેલાં હૃદય એની તીવ્ર ચાહના કરે કે પ્રભુના પસાયથી મારા જીવનમાં ભવનિર્વેદ ઝળહળો, મારે ગુરુજનપૂજા બરાબર થાઓ.’ એવું કોઈ પણ ગુણ કે ધર્મનું સેવન, આચરણ, અનુષ્ઠાન, યા દોષની નિવૃત્તિનો પ્રયત્ન આવી આશંસા-ચાહના-પ્રણિધાનપૂર્વકનો જોઈએ. પ્રણિધાનના લાભ : (૧) આશંસા-પ્રણિધાન એ પાયાની વસ્તુ છે. કેમકે એથી મનમાં કલ્યાણ કર્તવ્યનો નિશ્ચય નિર્ધાર થાય છે. (૨) કાર્યનો ઉત્સાહ-વીર્યોલ્લાસ-ભાવોલ્લાસ વધે છે. જાતે સ્વયં તીવ્ર ચાહના કરી છે એટલે સહેજે આ કરવું જ એવી મક્કમતા ૨હે, અને તે-ઉત્સાહ ભાવોલ્લાસ-વીર્યોલ્લાસ સાથે કરાતું જાય. વળી (૩) હાર્દિક આશંસા ઊભી કરી એટલે પછી કાર્ય સાધતાં સ્થિતપ્રજ્ઞતા રહે, અર્થાત્ કાર્યની સ્થિરબુદ્ધિ રહે. ચાહીને આશંસા પ્રણિધાન કરીને એ કરીએ છીએ એટલે પછી પ્રજ્ઞા-બુદ્ધિ ડામાડોળ ન થાય કે ‘ના, હમણાં આની કાંઈ જરૂર નથી. હાલ બીજું કરૂં.' મન નિરુત્સાહ અને અસ્થિર નહિ થાય. તેમજ. (૪) સ્થિતપ્રજ્ઞતા આવી એટલે કાર્ય વખતે બીજા-ત્રીજા વિચારો નહિ આવે. તીવ્ર આશંસાથી નક્કી કર્યું છે કે મારે આ જોઈએ જ, આજ કરવાનું;’ એટલે ચિત્ત હવે એમાં ને એમાં જ રહે એ સહજ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮ મૂળ, પાયામાં શુભ આચરણની આશંસા તીવ્ર કરવી જોઈએ. એ વિનાનું આચરણ આસેવન નિષ્ફળ જાય, કેમકે ઉત્કટ આશંસાપ્રણિધાનના અભાવે (૧) કર્તવ્ય નિર્ણય, (૨) ઉત્સાહ, (૩) વર્ષોલ્લાસભાવોલ્લાસ, (૪) સ્થિતપ્રજ્ઞતા, સ્થિર બુદ્ધિ અને મનની (૫) અચંચળતા-સજાગતા રહે નહિ. ત્યારે એ વિના તો ગમે તેટલી પ્રવૃત્તિ થાય, મહેનત થાય, પણ ફળ સુધી ક્યાંથી પહોંચી શકે ? કોઈપણ ગુણ કે ધર્મ સિદ્ધ કરવાની પ્રવૃત્તિમાં આ જરૂરી છે કે, એ (૧) કર્તવ્યનો નિર્ધાર, (૨) કરવાનો ઉત્સાહ વીર્ષોલ્લાસભાવોલ્લાસ, (૩) સ્થિતપ્રજ્ઞતા અને (૪) અચંચળ મનથી થાય, એ બધું ઉત્કટ આશંસાથી આવે છે. (૨) અવશ્ય મોક્ષફળ : તીવ્ર શુદ્ધ આશંસાનો તો એ પ્રભાવ છે કે એ પ્રવૃત્તિ ઉપરોક્ત કર્તવ્ય-નિર્ણયાદિથી યુક્ત કરાવવા દ્વારા શુભાનુબંધ સાથે ગુણ અને ધર્મનો ઉત્તરોત્તર સાનુબંધ વિકાસ સધાવીને પરાકાષ્ઠાએ ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. માત્ર, આ ધ્યાન રાખવાનું કે થોડો થોડો ગુણ કે ધર્મ સિદ્ધ થતી આવે તેમ તેમ વિશેષ ગુણ-ધર્મની શુદ્ધ આશંસાપ્રણિધાન ઉત્કટ બન્યું રહેવું જોઈએ, જેથી એની પણ પ્રવૃત્તિ કર્તવ્યનિર્ણયને વર્ષોલ્લાસાદિવાળી બની આત્માને ગુણ-ધર્મની ઊંચી ઊંચી કક્ષાએ ચડાવે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ક ભરત ગ્રાફિક્સ'-અમદાવાદ, ફોન : (079) 22134176, 22124723. ary org