SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ XXIII વ્યવહારો, ધર્મક્રિયાઓ, ધર્માચારો, શાસ્ત્રો વગેરેને ‘જૂનવાણી’ ગણી નામશેષનષ્ટ કરવાની સીધી અને આડકતરી યોજનાઓ ચાલી પડી છે. અરે ! હવે તો એ પશ્ચિમીય ઢબના શિક્ષણના મોહ અને બોજ એટલા વધી ગયા કે હવે ધાર્મિકજ્ઞાનને માટે સમય-અવકાશ નથી, એમ મનાય છે. ત્યારે ક્યાંક વળી સહેજ અવકાશ છે, તો તેમાં તુલનાત્મક દૃષ્ટિ, સમન્વય દૃષ્ટિ, અને સર્વ ધર્મ સમભાવની દૃષ્ટિથી ધાર્મિક જ્ઞાન આપવાની વાત છે. એનો સીધો અર્થ એ કે માત્ર વાંચો, જાણો; બાકી ધર્મપ્રવૃત્તિ, અને સદાચારના પ્રાચીન સુંદર આચારો મર્યાદાઓ પાળવા કરવાની કશી વાત નહિ. આ બધાની સામે પૂર્વના મહાજ્ઞાની ઋષિ-મહર્ષિઓના એકાંતે કલ્યાણકારી વચનોમાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ એમ કહે છે, કે “પૂર્વ પુરુષોએ ધર્મક્રિયાઓ અને આત્મવાદી શુદ્ધ વ્યવહારોરૂપી ઔષધની ગુટિકાઓ સમજીને જ તૈયાર કરી છે. એમાં અગમ્ય શક્તિ ભરી છે, કે— સમજીને કરો, તો વિશેષ લાભ, સમજ્યા વિના કરો તો ય તે, નાના બાળકને દૂધના વીટામીન્સ, પ્રોટેઈન્સની સમજ ન હોવા છતાં દુગ્ધપાન જેમ મહાન લાભ કરે છે, તેમ અદ્ભુત લાભ આપે છે. કદાચ એ આચરવામાં કાળ-બળે જન-માનસ તેટલું દૃઢ અને સાત્ત્વિક ન હોય, તો ય તેમાં અનાત્મવાદી અશુદ્ધ વ્યવહારોનું બનાવટી બળ ઉમેરવા જતાં મૂળ વસ્તુ જ નાશ પામશે. કેમકે— વખત જતાં તે પોતાનું સ્થાન જમાવી દેશે બીજમાંથી વડ થયા વિના રહેશે નહીં.” ય પરમાત્મા શ્રી તીર્થંકર દેવોએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને પોતે સ્થાપેલા તીર્થના શાસનના સંચાલનની જવાબદારી આચાર્ય ભગવંતોને સોંપી છે. તે પ્રમાણે આચાર્યદેવોની પરંપરા એને ઉપાડતી આવી છે. અલબત્ત એમાં ગૃહસ્થોએ સારો સહકાર આપ્યો છે, અને આપવો જોઈએ. કિંતુ સંચાલનની જવાબદારી એમણે લઈ લેવાની નહિ. પરમાત્માએ ત્યાગના આદર્શ ઉપર સ્થાપેલા ધર્મશાસનના જોખમ ત્યાગ-મૂર્તિઓ જ સારી રીતે સંભાળી શકે, વહન કરી શકે; પણ દુઃખની વાત છે, કે— આ સંબંધમાં આજે કેટલાક ગૃહસ્થોને સાધુ જેટલી, અગર સાધુથી અધિક સત્તા ચલાવવાનું ગમે છે. તે પશ્ચિમની છાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy