________________
XXIV
આથી ત્યાગી આચાર્ય ભગવંતાદિકોએ પ્રગતિના નામે ચાલી પડેલા આધુનિક અનાત્મવાદી પ્રત્યેક વ્યવહારથી સાવધ રહેવું ઘટે. દા.ત. “પરંપરાગત શુદ્ધ વ્યવહારોની સંસ્કૃતિને ટકાવવા માટે પ્રગતિવાદીના અશુદ્ધ વ્યવહારોનો આશ્રય લેવામાં વાંધો નહિ, પણ ફાયદો છે.” એમ માનનારા વર્ગની શેહમાં તણાઈ એના સમર્થક ન બનવું જોઈએ. કારણ એ છે કે— પ્રગતિવાદીઓની એ ચાલબાજી છે, કે— પવિત્ર આર્ય દેશમાં એમનું શિક્ષણ ઘુસાડવા માટે પહેલાં જે એમની પોતાની અલ્પ ટકા શક્તિ હોય છે, તે વધારી દેવા માટે આર્ય દેશના ધાર્મિક અને ઈતિહાસના વિકૃત શિક્ષણને પોતાનામાં સ્થાન આપ્યું. આપણા લોકો ધીરે ધીરે એમાં ધાર્મિકના સંરક્ષણની દૃષ્ટિએ લલચાયા અને લાભ માની જોડાવા લાગ્યા. પણ ખબર ન રહી, કે— આ તો દુશ્મનના લશ્કરમાં ભરતી થવા જેવું હતું. પરિણામ એ આવીને ઊભું રહ્યું કે— ધાર્મિક શિક્ષણની તો હાંસી થતાં થતાં એ લગભગ કાઢી જ નાખવામાં આવ્યું. અને પાશ્ચાત્ય પ્રગતિવાદીના અશુદ્ધ વ્યવહારો સહિતના શિક્ષણમાં પ્રજાનો ઝોક ખૂબ જ વધી ગયો ત્યારે પ્રાચીન ઈતિહાસમાં ય કોણ પહેલું થયું ને કોણ પછી થયું,” એવી તારિખો વગેરેની વાતો મુખ્ય કરાઈ. અને ઐતિહાસિક પુરુષોના અનેકવિધ ઉત્તમ આર્ય આચારો, જીવન બોધપાઠ અને આર્ય તત્ત્વ-જ્ઞાન લગભગ ભૂલાયા, ત્યારે આધુનિક ઈતિહાસ, રાજકારણ, પ્રગતિવાદી નાગરિકતા અને સમાજ વ્યવસ્થાનું શિક્ષણ ખૂબ વિસ્તારાયું. સંસ્કૃતિના ઘડવૈયા અને સંરક્ષક મહાપુરુષો કે જેઓ ઇતિહાસના પ્રાણરૂપ છે; તેમને ગૌણ સ્થાન અપાયું.
બીજી બાજુ, ઉપર કહ્યું તેમ-ધાર્મિક આચારો અને પવિત્ર આર્ય વ્યવહારોની મશ્કરી વધવા માંડી, એમાં વેદાંત અને જૈન દર્શનના નિશ્ચયનયના વિચારો આગળ કરાયા સાથે એમ મનાવા લાગ્યું કે— “આપણે હવે સમજીને કરીએ છીએ.” આ પ્રાશ્ચાત્ય વિકૃતિનો પ્રભાવ છે. એમાં આધ્યાત્મિકતા-પ્રિય રાજચંદ્રજી અને બીજા ફસાયા. તેથી એમના ગ્રન્થોમાં ચાલુ પરંપરા સામે વ્યક્ત-અવ્યક્ત રૂપે એમનો અણગમો દેખાય છે. પછી એ કાર્ય તો એટલી ભયંકર હદે પહોંચ્યું કે-સોનગઢના સંપ્રદાયે તો ધાર્મિક વ્યવહાર માર્ગનો સદંતર લોપ કરવા ઝંડો ઉંચક્યો. તે એમ કહીને કે—–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org