________________
XXV
“મોક્ષ પામવાનો સાચો માર્ગ એક નિશ્ચયમાર્ગ જ છે. શુદ્ધ કહેવાતા ધર્મ વ્યવહારો અને આચારોનો માર્ગ તો અનંતીએ વાર આદર્યો, છતાં કંઈ વળ્યું નથી. માટે એનો મોહ ધરવો નકામો છે. નિશ્ચયષ્ટિનો ધર્મ સાધો તો કલ્યાણ થશે.” આમ, ધર્મશાસનના પ્રાણભૂત પરંપરાગત પવિત્ર વ્યવહારો લોપવાનું ચાલ્યું. ખૂબી તો એ છે કે એમને જ ત્યાં પ્રગતિશીલ વ્યવહારોનો આશ્રય વિશેષ રીતે લેવાય છે.
પવિત્ર આર્ય સંસ્કૃતિના પાયા હચમચી ઉઠે એ રીતે વળી બીજી બાજુ જમાનાવાદ ચાલ્યો. “શાસ્ત્રોએ દેશકાળ જોઈ વર્તવાનું કહ્યું છે” એવું ઓઠું ધરવામાં આવ્યું. ખરી રીતે શાસ્ત્રો જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોવાનું કહે છે, તે શુદ્ધ આત્મવાદી વ્યવહારોના બાધક દ્ર) ક્ષેતુ કાચ ભાવને ત્યજી તેને સાધક દ્રક્ષેકાવે ભાઈ ને આદરવા; પણ પરદેશીઓના અંજન એવા હતા કેપ્રગતિવાદી સભાઓના તટસ્થ દેખાવોથી દેશકાળનો સહકાર લેવાયો. ધર્મને તથા શુદ્ધ વ્યવહારોને વ્યવસ્થિત કરવાના નામે સરકારી કાયદા અને જાહેર જીવનનું સ્વરૂપ અપાવા માંડ્યું. આમ બાધક દેશકાળને ઉત્તેજન મળવાપૂર્વકની નવી રીત-રસમો પેઠી, જે આત્મવાદી શુદ્ધ વ્યવહારોને જબરદસ્ત ફટકો લગાવતી ચાલી તથા એમાં, “સુધારો,” “સમજીને કરવું, તત્ત્વજ્ઞાન' વગેરેના ભ્રામક શબ્દોથી લોકોનું આકર્ષણ વધારવા માંડ્યું.
પ્રવ- પરંતુ તેમાં ખોટું શું છે?
ઉ–ખોટું? આ તો હાથીના ક્લેવરની અંદર પેઠેલા કાગડાની ભ્રમણા જેવું છે. એમ માનતો હતો કે “અહીં તો રોટલો, ઓટલો બે ય મળે છે, અહીં ખોટું શું છે ?” પણ અંતે બિચારો ક્લેવર સાથે પૂરમાં તણાઈ સમુદ્રમાં ડૂબી મૂઓ ! એમ આ સગવડ અને આરામવાળી ચાલબાજીમાં આત્મવાદી શુદ્ધ વ્યવહારોનો ધીમે ધીમે ાસ થઈને ધર્મનો નાશ થાય છે, એ ખોટું છે. દા.ત. આજે ગુરુવિનય, ગુરુભક્તિ, અને ગુરુ સત્સંગ કર્યા વિના મોટા મોટા શાસ્ત્રોના ભાષાંતરો, ને વિવેચનો વાંચી લઈને વિદ્વત્તા મેળવવાની નવી પદ્ધતિએ કદાચ જ્ઞાન વધાર્યું હશે ! પણ શ્રદ્ધા, સાધુભક્તિ, સમર્પણ, વિનમ્રભાવ અને સાંસારિક વાતો પ્રત્યે વૈરાગ્યવૃત્તિ તથા એમાંથી ક્રમશ: નિવૃત્તિ-આ મહાન સાધનાઓ પર ભયંકર પ્રહાર કરી જર્જરિત કરી દીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org