________________
XXVI
આર્ય દેશમાં તો ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ, મોક્ષ ઉપર જ બધી વ્યવસ્થા હતી. વૈદ્યક, સંગીત, જ્યોતિષના શાસ્ત્રો, પાકશાસ્ત્ર કે યાવત્ કામશાસ્ત્રોને આદર્શ માટે પણ મોક્ષ પુરુષાર્થ જ મુખ્ય હતો; આત્મા, પરલોકાદિ મૂળતત્ત્વો માનીને જ એની રચના હતી. પણ આધુનિક ઈન્દ્રજાળે એ બધા પર વહેમ અને કુઢિનો આક્ષેપ કરીને આત્મા, મોક્ષ, પુનર્જન્મ, અને ધર્મને બાદ રાખી, નવા શાસ્ત્રો સર્જવાનું કર્યું છે. રાજચંદ્રજી જેવા જો કે તીર્થંકર ભગવંતોની વિશ્વવ્યાપી મહાસંસ્કૃતિના વિરોધક ન હોય, છતાં એમણે વ્યવહાર માર્ગને ગૌણ કરીને, નવી અનાત્મવાદી પ્રગતિને જાણ્યેઅજાણ્યે સહારો આપ્યો. પછી તો એમના અનુયાયીઓએ એમની વિચારધારાને વેગ આપ્યો. શુદ્ધ વ્યવહાર માર્ગના ખાસ મૂલ્ય ન ગણી, સત્સંગશાળા, સ્વાધ્યાયશાળા જેવી જોરદાર પ્રવૃત્તિઓ ચલાવી. ત્યારે માણસને આચરવામાં એકલો સાંસારિક વિષય વ્યવહાર હોય, તો ધર્મ વ્યવહાર વિનાનો કોરો સ્વાધ્યાય અને તે પણ યોગ્ય ગુરુ નિશ્રા વિના આત્મ ઘડતર શું કરે ? તેઓનો આત્મા તો સાંસારિક વ્યવહારોથી જ ભાવિત બનવાનો. એમાં વળી નવા સાધનોના હાર્દિક ઉપયોગથી નવા વ્યવહારોમાં લેપાવાથી નવા અનર્થો શરૂ થયા.
યુરોપીયનોએ ભારતમાં આવીને જે અનાત્મવાદી વ્યવહારો ફેલાવ્યા, તેનો વેગ વધતાં, જગતની જેમ અહીં પણ ચોરી, લૂંટફાટ, કોર્ટોમાં કેસો, અનારોગ્ય, આપઘાત, લજ્જાનાશ, વિનય-મર્યાદાનો નાશ, અસહિષ્ણુતા, કુટુંબના સહકારી જીવન-સાદાઈ-સ્વાશ્રયિતામાં ટકવાની અશક્તિ, ક્લેશો, સદ્ગુણોનું અપાલન, ઉપરાંત તે પ્રત્યે અરુચિ-આવા બધા દોષોથી આજે કેટલાય અનર્થો વધી રહ્યા છે !
પ્ર૦ સોનગઢના મતને ધાર્મિક સંપ્રદાય કહેવાય ?
ઉ– એમ કહેવામાં ભૂલ થતી દેખાય છે કેમકે-ધાર્મિક સંપ્રદાય તો અમુક જ વિચારભેદ, મતભેદ કે આચારભેદ ધરાવતા હોય છે, બીજી રીતે તો ચાર પુરુષાર્થની સંસ્કૃતિના મોટે ભાગે પ્રચારક અને પક્ષકાર હોય છે. ત્યારે સોનગઢનો મત નિશ્ચયનયની હિમાયત હેઠળ शुद्ध ધર્મ વ્યવહારના આચાર-વિચારોના લોપને એવી રીતે પોષે છે, કે— જેથી ઉલટાના અશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org