________________
XXVII
વ્યવહારોના પ્રચારને તથા અશુદ્ધ સાંસારિક વ્યવહારોની અખંડિતતાને વેગ મળે છે; ને આમ કરી લોકોને આકર્ષવા મથે છે. તેથી તે તરફ અનાત્મવાદી પાયા પર મંડાયેલા આધુનિક શિક્ષણ લીધેલાઓ જલદી આકર્ષાય, એમાં નવાઈ નથી. છતાં, પ્રબળ શ્વેતાંબર શાસન સામે એક સંપ્રદાય તરીકે ટકી શકવામાં પીઠબળ જોઈએ, તેથી દિગંબર સમયસારાદિ ગ્રન્થ, દિગંબર મંદિરના નિર્માણ વગેરે દ્વારા દિગંબર સંપ્રદાયનો સહકાર તે લે છે. છતાં, કોઈ દિગંબર આચાર્યની આજ્ઞા નીચે રહેતા નથી. અને વાસ્તવમાંદિગંબરમતને પણ વફાદાર નથી. કેમકે– એ વ્યવહાર માર્ગને જ લોપે છે. દિગંબર સંપ્રદાય પણ નીચેની કક્ષાવાળા જીવોને ઉપરની કક્ષાના શુદ્ધ વ્યવહારો તરફ દિષ્ટ રાખવા સાથે પોતાની કક્ષાના વ્યવહારોને ખાસ પાળવાના અને પાછળની કક્ષાના શુદ્ધ વ્યવહારોને છોડવાનું કહે છે. એમ આગળ વધતાં શુદ્ધ વ્યવહારની પરાકાષ્ઠાએ અશુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધ માર્ગને પકડવાનો, અને તેથી આગળ છેવટે શુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધ માર્ગને પકડવાનો હોવાનું કહે છે. ત્યારે આ મત તો પહેલેથી જ એકલો શુદ્ધ નિશ્ચય ઉપદેશે છે. છતાં દિગંબરો પણ આ મતમાં પોતાના કેટલાક સિદ્ધાન્તો અને દેવમંદિરોના પ્રચાર માટે, તથા શ્વેતાંબર શાસન અને શાસ્ત્રોનું ખંડન થતું જોઈ આર્થિકાદિ સહાય આપે છે; પણ ખરૂં જોતાં દિગંબર-મત તો જિનોક્ત આત્મવાદ, ચાર પુરુષાર્થના આધાર ઉપરના શુદ્ધ વ્યવહારોનો પક્ષકાર છે. ત્યારે સોનગઢનો નિશ્ચય મત એ બધું તદનુકૂળ સાહિત્ય, સ્વાધ્યાય-મંદિર, દેવ-મંદિરાદિ વ્યવહારોને તદ્દન નકામા અને આત્મોન્નતિમાં બાધક માને છે. છતાં એનો આશ્રય લે છે. એ ધાર્મિક સંપ્રદાયમાં ખપવાની ચાલબાજી સિવાય શું છે ? બીજી બાજુ સ્વમત પ્રચારાર્થે આધુનિક સાધનોનો નિઃશૂકપણે બહોળો ઉપયોગ, આધુનિક લોકશાહી ધોરણે વ્યવસ્થા, આધુનિક ઢબની રહેણીકરણી-દેખાવ-શોભા-આકર્ષણોની વૃત્તિ-આ બધું સૂચવે છે, કેઆત્માના શુદ્ધ સ્વરૂપની વાતોની સરદારી નીચે કેવળ જડવાદની જીવન પ્રણાલિકાના વ્યવહારોના પ્રચારનું જ એ મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે.
જન સમાજમાં કોઈક ને જ નિશ્ચયનય સમજવામાં આવ્યો હોય છે. મોટા ભાગના ખ્યાલમાં એ નથી, કે— “નિશ્ચયનયના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના મુનિને કે તેવા ઉચ્ચ કક્ષાના આત્માને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org