________________
૪૦
તમે અ-કારણ સમજો છો, “એ કારણ નથી.”– એમ બાપોકાર જાહેર કરો છો, એની અપેક્ષા (એની જરૂરીયાત) શા માટે રાખો છો ? કેમ તમે મુદ્રક્રિયાના વિલંબે અંકનો વિલંબ થવાનું માનો છો ? માટે જ કેમ મુદ્રણની નિયમિતતાથી જ અંકને નિયમિત થવાનું સમજો છો, અને નિયમિત કરો છો ? અંકના ઉપાદાનમાં મુદ્રણયંત્ર નથી, માટે અંક સ્વતંત્ર, મુદ્રણયંત્ર સ્વતંત્ર. બંનેને કાર્ય કારણભાવ ન હોય. શાહીથી અક્ષરનું મુદ્રણ બરાબર ટાઈપ પ્રમાણે જ થવાનું કેમ સમજે છો? તેથી તો મુદ્રણમાં દા.ત. “આત્મા” શબ્દ લાવવો હોય તો ટાઈપો, “અ”, કાનો, અર્ધ “તું”, “મ”, કાનો, એવા જ લેવરાવો છો. પરંતુ એમાં સહેજ પણ ફેરફાર ચલાવી લેતા નથી. એટલે કે “અ” ને બદલે “ઇ” નો કે કાનાને બદલે માત્રાનો ટાઈપ ચલાવી લેતા નથી. મુદ્રિત પાના પર અક્ષરનું ઉપાદાન તો માત્ર શાહી છે. પછી બાહ્યનિમિત્ત એવા આ ટાઈપને નિયમસર કેમ અનુસરો છો ? આ બધું સૂચવે છે કે ટાઈપો, યંત્ર વગેરે બાહ્ય દ્રવ્યો પણ અત્યંત અપેક્ષિત છે, ખાસ કારણ છે. જેમ શાહી વિના ન જ ચાલે, તેમ ટાઈપ વિના ન જ ચાલે. તેથી જેમ શાહી એ અવશ્ય કારણ છે, તેમ ટાઈપ પણ અવશ્ય કારણ છે જ. બલ્ક શાહી તો “અ”-ઈ – “ક” વગેરે બધા અક્ષરોમાં સાધારણ કારણ છે; ત્યારે નિમિત્તભૂત ટાઈપ તો અસાધારણ કારણ છે. “અ” ટાઈપથી જ “અ” અક્ષર પડે છે.
(૫) એમનાં કાચાં લખાણમાં પણ ઉપાદાનભૂત તો કાગળ અને મષી છે; પણ લેખક કે કલમ નથી. ત્યારે એમને પૂછીએ કે “તો પછી લખવા માટે કેમ તમે ઉદ્યમ કરો છો ? શા માટે હાથમાં કલમ પકડો છો ?” આ તમારી પ્રવૃત્તિ જ સૂચવે છે, કે તમારો માનેલો દ્રવ્ય-ગુણ-પર્યાયના એકાંત સ્વાતંત્ર્યનો વાદ એ અપ્રામાણિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org