________________
૪૧
માત્ર તમારે મોઢે બોલવાનો છે, આચરવાનો નથી. આચરવામાં તો તમે એક દ્રવ્યના કાર્યમાં બીજા દ્રવ્યની સહાય આપવા-અપાવવાની ખૂબ ખૂબ રાખી છે !
અહીં એ ખાસ જોવાનું છે, કે નિમિત્તભૂત યંત્ર, ટાઈપ, કલમ વગેરે દ્રવ્યો હાજર છતાં કેટલીકવાર કારણ નથી થતું, એવું ય બને છે. છતાં કાર્ય સાધવા માટે એ નિમિત્તોની પૂંઠ પકડાય છે. ગમે ત્યાંથી નિમિત્તો ખાસ ભેગાં કરાય છે. જાણે છે, કાર્ય એનાથી જ થવાનું છે. પાછી એમાં ખામી હોય તો દૂર કરાય છે. દા.ત. યંત્ર ખોટકાઈ ગયું હોય, ટાઈપ તૂટી ગયો, કલમ ભાગી ગઈ હોય તો સુધારો-વધારો કરાય છે. પછી જ કાર્ય નીપજે છે. એવું પોતે પણ સમજે છે, તેથી જ નિમિત્તોના સુધારા-વધારા પર ખાસ પ્રયત્ન રાખે છે. તો પછી એવી જ રીતે મૂર્તિ, દર્શન-પૂજન, સામાયિક, દાનશીલાદિ ધર્મક્રિયા, વ્રતનિયમો વગેરે એવાં નિમિત્તો છે, કે આત્મધર્મ પ્રગટાવવા એને અવશ્ય સેવવાં જોઈએ. ભલે એ ક્યાંક હાજર છતાં કાર્ય ન થયું હોય તો ત્યાં ઉપાદાનની ખામી હશે, પુરુષાર્થની ખામી હશે, છતાં આત્મધર્મનું કાર્ય સિદ્ધ કરવા માટે એ નિમિત્તોની પૂંઠ પકડવી જ જોઈએ. અર્થાત્ એને ખૂબ જ સેવવાં જોઈએ. કાર્ય એ જ રીતે સધાશે.
આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ છતાં મુદ્રણ-લેખન વગેરેમાં તો નિમિત્તો પર ખૂબ તકેદારી ! અને મહામૂલા ધર્મમાં નિમિત્તનો તિરસ્કાર, આ કેવો અન્યાય !
નિમિત્તની બળવત્તાનું હજી દૃષ્ટાન્ત જીઓ : (૬) શબ્દો એ ભાષાવર્ગણાના પુદ્ગલરૂપી ઉપાદાનમાંથી બને છે. એની પ્રત્યે આત્મા, શરીર, કે કાયાયોગ એ પરદ્રવ્ય હોઈ કારણ નથી. તો આ નવીન નિશ્ચયવાદીને શબ્દોત્પત્તિ માટે કેમ આત્મપુરૂષાર્થ અને શરીરક્રિયા કરવાની અપેક્ષા રહે છે ? શબ્દનું ઉપાદાન કારણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org