________________
૩૯
કે કડીયા, સુથાર, માર, કોશ, કુહાડા, પાવડા, પાણી, તગારા, દોરડા વગેરે કારણભૂત હતા જ નહિ. છતાં શા માટે આ બાહ્યદ્રવ્યોની એમને જરૂર પડી ? શા માટે એમણે એ ભેગાં કર્યાં, કે કરાવ્યાં ? આ પરદ્રવ્યો ભેગું કરવાની, અને એના દ્વારા હૉલ બંધાવવાની પ્રવૃત્તિ પોતાના મતથી જ વિરુદ્ધ થઈ !
(૨) એમ ક્ષુધા-નિવૃત્તિને એ અશુદ્ધ આત્માનો કે શરીર પુદ્ગલનો પર્યાય કહેશે. તો એનું ઉપાદાન તો આત્મા કે શરીર છે; તેથી એની જ જરૂર રહેશે. પછી એના કેમ બાહ્ય આહાર પુદ્ગલરૂપી બીજા દ્રવ્યની સહાય લેવાય છે ? શું ક્ષુધા-નિવૃત્તિમાં બહારનું બીજું દ્રવ્ય કારણ બની શકે ?
(૩) ત્યારે એ મતવાળા ગામેગામ દિગંબર મંદિરો શું સમજીને ઊભા કરે છે ? શું એ મંદિરો બીજા જીવદ્રવ્યોને ઉપયોગી થવાનાં છે ? જો હા, તો તે બીજાં જીવદ્રવ્યોના શુદ્ધિ વગેરે કાર્યમાં ઉપાદાન ઉપરાંત આ બાહ્યમંદિરો પણ ઉપયોગી થયા. તેથી તો દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાયનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? એટલે આ મંદિરો બંધાવવા, એની પ્રતિષ્ઠા કરવી, એ બધું સ્વમતવિરૂદ્ધ છે. વળી એ મંદિરમાં ચક્ષુ વિનાની દિગમ્બરમૂર્તિ શા માટે ? મૂર્તિને અને પરમાત્માને શો સંબંધ ? મૂર્તિથી પૂજકને શું ? આ બધી સ્વમતથી વિરૂદ્ધ પ્રવૃત્તિ છે.
(૪) વળી એમનું ‘આત્મધર્મ માસિક, કે એમના સમયસારાદિ પુસ્તકોનું ઉપાદાન તો માત્ર કાગળ અને મષી છે એટલે પુસ્તક તૈયાર થવામાં કારણભૂત માત્ર એ જ બને. પણ બાહ્ય ટાઈપો, મુદ્રણયંત્ર, કારીગરો વગેરે ન બને. એવો એમનો મત હોવા છતાં પ્રવૃત્તિમાં તો પાછો એમણે એ સકારણભૂત બાહ્યદ્રવ્યોનો આશ્રય તો લીધો જ ! એમને કહીએ, કે “અલ્યા ભાઈ ! જે બાહ્યનિમિત્તોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org