________________
( ૩૮
મુદ્દો–૪: નવીન ઢબના નિશ્ચયવાદીઓની પ્રવૃત્તિ જ તે પોતાના વચનના વિરોધમાં ઊતરે છે.
દ્રવ્ય સ્વાતંત્ર્ય એટલે શું? – હવે આને વિચારીએ. નવાપંથી એકબાજા દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકાંત સ્વાતંત્ર્ય માને છે. અર્થાત એક દ્રવ્ય કે એના ગુણ-પર્યાય, એ બીજ દ્રવ્ય કે એના ગુણ-પર્યાયમાં કારણ નથી, તેમ પોતેય બીજાની અપેક્ષા રાખતા નથી. એટલે એમનું કહેવું એ છે, કે “દ્રવ્યમાં જન્મતા ગુણ-પર્યાયને જન્મવા માટે કારણ તરીકે માત્ર ઉપાદાન જ કારણ હોય છે. અર્થાત્ એ દ્રવ્ય જ, અથવા એ દ્રવ્યોના જ ધર્મો કારણભૂત હોય છે, પણ બાહ્ય કોઈ બીજાં દ્રવ્ય કે એના ગુણ-પર્યાય કારણભૂત હોતા નથી. એવું જ એ દ્રવ્ય સ્વયં પણ બીજા દ્રવ્ય કે એના ગુણો કે પર્યાયો પ્રત્યે કારણભૂત નથી જ. દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાય પોતે જ પોતાનું કાર્ય નિપજાવી લે છે. એ નિપજાવવામાં બહારનાની કોઈ જ જરૂર રાખતા નથી.” આ છે એમનો ‘દ્રવ્ય-ગુણ-પર્યાય-સ્વાતંત્ર્યનો મત. આનાથી પણ એ લોકો આગળ વધી “શુદ્ધ દ્રવ્યદષ્ટિ માને છે પણ આપણે હમણાં એનો વિચાર રહેવા દઈ, દરેક દ્રવ્ય અને એના ગુણ-પર્યાયનું સ્વાતંત્ર્ય જે એ એક બાજુ કહે છે; પરંતુ બીજી બાજુ એમની ઢગલાબંધ પ્રવૃત્તિ જોઈએ તો એ કેવી સ્વાતંત્ર્યના પોતાના જ સિદ્ધાન્તની સરાસર વિરૂદ્ધ જાય છે, એ જોઈએ.
“દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એકબીજામાં કારણ નથી.” આ એમના સિદ્ધાન્તની વિરૂદ્ધ એમના જ વર્તાવના દાખલા :
(૧) એ મતવાળાને એમનો પ્રવચન-હૉલ બંધાવવો હતો. એ હૉલ માત્ર તેમાં ઉપાદાન તરીકે વપરાયેલ માટી-ચૂનો-ઈંટ વગેરે પુદ્ગલ દ્રવ્યનો જ પર્યાય હતો. હૉલ માત્ર ઈંટ ચૂના વગેરેનું જ કાર્ય હતો. તેથી એમાં એ જ જરૂરી હતા, પણ બાહ્ય દ્રવ્યો જેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org