________________
४४
પુરુષાર્થ કરાવવા માટે જ “શુદ્ધ દ્રવ્યદષ્ટિ કેળવો, આત્મ-પર્યાયની શુદ્ધિ તરફ લક્ષ રાખો. રાગદ્વેષ મૂકી શુદ્ધ જ્ઞાતા-દષ્ટ બનો...” વગેરેની તમારી જે બાંગ, તે પોકળ ઠરશે, નકામી ઠરશે.
કહેવાનો સાર એ છે, કે સમયસાર વગેરેના પ્રવચન કરવાના અને સાંભળવાના વ્યવહારનું ચોક્કસ પ્રયોજન છે. તે પ્રયોજનનો ખ્યાલ બ્રાન્ત નથી; ખોટો નથી, સાચો જ છે. “આ વ્યવહાર સફલ થાઓ’ એમ હૈયે ચોક્કસ વસ્યું છે. નહિતર અમે પૂછીએ છીએ કે, કહો,
તત્ત્વનો ઉપદેશ સાંભળતાં સમ્યબોધ થવાથી શુદ્ધ અધ્યવસાય પ્રગટે કે નહિ ? અને તે દ્વારા સમ્યગ્દર્શન થાય કે નહિ ?
જો કહો, કે “ના, સમ્યગ્દર્શન તો આત્માના આંતરપુરૂષાર્થથી થાય, બાહ્ય-વ્યવહાર કારણ નથી, બાહ્યવ્યવહારની જરૂર નથી.”
તો તો તેમને પ્રશ્ન છે, કે તમારા પ્રવચનમાં એક સ્થાને તમે જ કહ્યું છે, કે “સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વે જીવને સદ્ગુરુનો ઉપદેશ મળવો જોઈએ.” આ શું? ઉપદેશ મળવો જોઈએ એ વ્યવહાર છે, એને જરૂરી કહ્યો. આનું જ નામ સિદ્ધાન્ત જાદો અને પ્રવૃત્તિ જુદી! પ્રવચન કરવા સાંભળવાની પ્રવૃત્તિ એ તમારા સિદ્ધાન્તથી અને વચનથી વિરૂદ્ધ જાય છે.
(૯) એમની પર્ષદામાંથી કોઈ જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે, તો એને કહેવામાં આવે છે, કે “એમ એકદમ પ્રશ્નોત્તર માત્રથી નહિ સમજાય, તત્ત્વ બહુ ગંભીર છે. અહીં રહીને શાંતિથી રોજ સાંભળ્યા કરો. પછી સમજાશે. નવા આવનારને એમજ તરતમાં પ્રશ્નો ઉઠે છે. પણ શાંતિથી રોજને રોજ સાંભળે છે, એટલે તત્ત્વ સમજી જાય છે. તે પછી પ્રશ્ન ઉઠતા નથી. માટે હમણાં એકલું શ્રવણ-મનન રાખો. એથી જ તત્ત્વબોધ થશે...' હવે કહો જોઈએ, કે આમાં શું કહ્યું? એજ, કે સમજવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org