________________
૨૩૨
કર્મ, મિથ્યાત્વાદિ, કર્મ, મિથ્યાવ... ની ઘટમાળ અનાદિકાળથી ચાલી આવે છે. પૂર્વે કોઈ વખતે આત્મા એકલો તદન શુદ્ધ હતો અને એને પછી મિથ્યાત્વાદિ વિના એમજ કર્મ ચોંટી પડ્યા; કે કર્મના ઉદય વિના મિથ્યાત્વ-રાગાદિ એમને એમ જાગી ગયા;- એ વસ્તુ બની શકે જ નહિ. નહિતર તો પછી મોક્ષ થવા છતાંય ક્યારેક પાછી એવી ઘટમાળ શરૂ કેમ ન થાય ? જો થાય તો તો મોક્ષની કિંમતેય શું ? ખરી રીતે સર્વથા શુદ્ધને કોઈ કારણ નથી કે જેનાથી અશુદ્ધિ રૂપે કાર્ય થઈ શકે. મિથ્યાત્વ-રાગાદિ અશુભ ભાવો એ કર્મના ઉદયનું કાર્ય છે; અને કર્મનો ઉદય એ કર્મસંબંધનું કાર્ય છે, ત્યારે કર્મસંબંધ એ મિથ્યાત્વાદિ ભાવોનું કાર્ય છે. કારણ વિના કાર્ય બની શકે જ નહિ. તેથી કર્મસંબંધ માટે મિથ્યાત્વાદિ, મિથ્યાત્વાદિ માટે કર્મઉદય, કર્મઉદય માટે કર્મસંબંધ – એમ ચાલુ જ છે. આમ ક્યારેય પૂર્વ કાળે આત્મામાં કર્મ નહોતા, તેમ મિથ્યાત્વાદિ નહોતા, પણ પછી શરૂ થયાએવું માનવું યુક્તિ-યુક્ત જ નથી.
અનાદિ ઘટમાળનો અંત કેમ હોય -
૭. પ્ર. - આ ઘટમાળ જો અનાદિની છે, તો એનો અંત ન થવાથી મોક્ષ પણ ન થાય ને ?
ઉ0 - ના, અંત થઈ શકે છે, ને મોક્ષ પણ બની શકે છે. અલબત્ત પૂર્વના કર્મના લીધે મિથ્યાત્વાદિ જાગે છે ખરા, પરંતુ એ મિથ્યાત્વાદિને કચરનારા સમ્યકત્વાદિ ગુણો છે. ત્યાં જો. આત્મા અવળા પુરુષાર્થને બદલે જાગૃતિ સાથે સવળો પુરુષાર્થ કરે તો એ મિથ્યાત્વાદિની તેટલી પ્રબળ અસર નથી રહેતી. તેથી એના પરિણામે તેવા ગાઢ કર્મ બંધાતા નથી; પણ દુબળા કર્મ બંધાય છે. પાછા એ દુર્બળ કર્મ ઉદયમાં આવે છે ત્યાં પણ આત્માનો સમ્યક્તાદિ માટેનો સવળો પુરુષાર્થ અને જાગૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org