________________
૨ ૨ ૨
પૂર્ણ વીતરાગતાની વ્યવસ્થિત આત્મસ્થિતિ બતાવી છે. પરંતુ નૂતન પંથીઓને તો ચોથા ગુણસ્થાનકે જ નિર્વિકલ્પ દશા લાવવી છે. માટે નૂતન મત બાળજીવોને નિર્વિકલ્પ દશાનો ઉપદેશ દે છે અને શુભ પણ વિકલ્પોને મોક્ષ સાધવા માટે ઉપયોગી માનવામાં મિથ્યાત્વ મનાવે છે. એટલું જ નહિ બલ્ક વાચિક-કાયિક, પૌદ્ગલિક ક્રિયાને પણ નકામી ગણે છે, ત્યારે ખરી રીતે શુભ વિકલ્પોની માનસિક પ્રવૃત્તિ તેમજ શુભ વાચિક અને કાયિક પ્રવૃત્તિ કે જે પુગલની ક્રિયા ગણાય, એના દ્વારા જીવને ચોથે, પાંચમે, છકે એમ આગળ વધવાનું જૈન મતે જણાવ્યું છે. નૂતન મત એને મોક્ષસાધનામાં તદ્દન નિરુપયોગી ગણે છે; તેથી એ જૈનેતર મત છે.
(૨) પોતાને જૈન મત તરીકે ઓળખાવનારા શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર મતોએ જ્ઞાનાચારાદિ પંચાચારના બાહ્ય આચારો પણ અવશ્ય આચરણીય માન્યા છે, ત્યારે નવો નીકળેલો નૂતન પંથ તો તેને મોક્ષસાધનામાં ઉપયોગી માનવામાં મિથ્યાત્વ ગણાવે છે; અને તેથી જ એ પવિત્ર આચારોને મોક્ષ-સાધક પાસે એ આચરાવતો નથી. પંચાચારના દાન-શીલતપ-ભાવના અનુષ્ઠાનો, વ્રત-પચ્ચકખાણ, સામાયિક-પૌષધ, પ્રભુભક્તિ વગેરેનાં થોકબંધ અનુષ્ઠાનો ગુણસ્થાનકમાં આગળ વધારે છે, એવો જૈન મત છે. છતાં નૂતનમતી કુપંથીઓને એ નકામા કહેવા છે. માટે જ નૂતન પંથ એ જૈન મત નથી.
(૩) પરદ્રવ્યો એવા પણ દેવની, ગુરુની, શાસ્ત્રની - ઇત્યાદિ અનેક પ્રકારે શુભ આલંબનોની ઉપયોગીતા અને ઉપકારકતા જિનશાસને પ્રરૂપી છે. ત્યારે આ નવીન નૂતન મત એને ઉડાવી દ્રવ્યની સ્વતંત્રતા જુદી જાતની પ્રરુપે છે અને પદ્રવ્યને અકિંચિત્કર કહે છે. તેથી એ જૈનમત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org