SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૩ (૪) શુભાશુભ બાહ્યનિમિત્તની અસર અને કારણતા નવીન મત નામંજૂર કરે છે; ત્યારે જૈનશાસન એને સારી રીતે માને છે. તેથી જ કર્મયુગલના સંયોગથી જ જીવને સંસાર કહે છે. જૈન મત ઉપાદાન શુદ્ધિ ઉપરાંત શુભ નિમિત્તોની અસરના અનેક દૃષ્ટાંત કહીને ખાસ કરીને શુભનિમિત્તો સેવવાનું કહે છે. એવું વેશ્યાદિ કુસંસર્ગનો ત્યાગ, ખરાબ ભાષાનો ત્યાગ, કાયિક બાહ્ય કુચેષ્ટાઓનો ત્યાગ, વગેરે વગેરે અશુભ નિમિત્તોને ત્યજવાનું ઉપદેશે છે. (જે ત્યાગને આચરવાનું નવીનમતીને પણ કબૂલ કરવું જ પડશે. નહિતર માત્ર કાયાથી પરસ્ત્રીના આલિંગનમાં નવીન મતે શો વાંધો ?) પણ નવીન મતે એ નિમિત્તોની અસર નથી. તેથી એ મત જૈન મત નથી. (૫) જિનશાસનમાં પારદ્રવ્ય એવા પુણ્ય-પાપ કર્મના ઉદયની કિંચિત્કરતા જીવ પર માનીને જીવમાં ઔદયિક-ભાવ માન્યો છે; તેથી જ સંસારી જીવમાં શાતા-અશાતા માનવશરીરીપણું, દેવશરીરીપણું, ઉંચ-ગોત્ર, યશ વગેરે અનેક પરિણામો જન્મે છે. તેમજ પુણ્યજન્ય માનવભવથી મોક્ષ પુરુષાર્થ થાય છે. નવીનમતીને પુણ્ય પણ નકામું કહેવું છે. એટલે એ જૈનમત નથી. (૬) શ્રી જિનેશ્વર દેવના શાસને ભવિતવ્યતાને નિયતઅનિયત કહી છે; નિયત એ રીતે કે કેવળજ્ઞાનીએ દીઠેલું અવશ્ય બનશે; જ્ઞાનીએ દીઠેલી વસ્તુ બનવામાં કાંઈ ફેરફાર નહિ થઈ શકે. અનિયત એ રીતે કે જ્ઞાનીએ એવું કેમ દીઠું? કારણ એ છે કે જીવને અમુક અમુક કર્મનો ઉદય અનુકૂળ હશે, તેમાં જીવ તે તે પુરુષાર્થ કરશે ત્યારે જ તેવું તેવું પરિણામ આવીને ઊભું રહેશે. માટે જ્ઞાની તેવું જુએ છે. અર્થાત્ તે તે પરિણામ આવવામાં જ્ઞાનીની દૃષ્ટિ કારણભૂત નથી. તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy