________________
૨ ૨૪
માત્ર ભવિતવ્યતા કારણ નથી; કિન્તુ પ્રધાનપણે તો ક્યાંક કર્મ-ઉદય કારણ હશે, તો ક્યાંક જીવનો ઉદ્યમ મુખ્ય કારણ બનશે; ક્યાંક એ બધું હોવા છતાં કાળ પ્રધાન બનશે. જેમ કે, આંબો આજે વાવ્યો, પાણીય સિચ્યું, છતાં ઠેઠ ઉનાળે કેમ ફળે છે ? તો કહેવું પડશે કે એમાં કાળ કારણ છે. ગર્ભ ધારવાનો ઉદ્યમ કરવા છતાં, પુત્રપ્રાપ્તિની પુણ્યાઇ હોવા છતાં, નવ મહિનાના કાળે જ પુત્ર જન્મે છે. આમાં એમ નથી મનાતું કે
ભવિતવ્યતા એવી છે, અગર જ્ઞાનીએ એમ દીઠું છે કે આંબો, ગર્ભ વગેરે ત્યારે જ ફળે, તેથી એવું બને છે.” પણ નવીન પંથમાં નિયત ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે; અર્થાત્ એકાંતે ‘ભવિતવ્યતા હોય તેવું જ થાય” એમ એકાંતિક ભવિતવ્યતાની મહત્તા ગવાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના શાસનમાં તો સ્વભાવકર્મ-કાળ-ઉદ્યમ અને ભવિતવ્યતા એમ પાંચેય કારણને ન્યાય અપાયો છે. આમ જિનશાસન તો એવા એવા કેઈ સિદ્ધાંતો અને તાત્ત્વિક પદાર્થો પ્રરૂપ્યા છે, જેનો અપલાપ નવીન મતવાળા કરે છે. તેથી તે જિનશાસન માનનારા નથી રહી શકતા; પણ અજૈન એવા મિથ્યા શાસનને સ્વીકારનારા ઠરે છે.
(૭) નવીન મત સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રનો સમ્યગુ જ્ઞાનમાં સમાવેશ કરીને પ્રાથમિક અવસ્થામાં પણ શુદ્ધ ઉપયોગ (સમ્યગૂ જ્ઞાન) એ ધર્મ અને એ આચરણીય એમ કહે છે. જૈન મત સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રને પણ સમ્યમ્ જ્ઞાનના સહકારમાં સ્વતંત્ર ધર્મ કહી જ્ઞાનની જેમ એ બેયને ખાસ આદરણીય ગણે છે. તેથી જેમ “જ્ઞાનવૈરાગ્ય મોક્ષ જ્ઞાન અને વૈરાગ્યથી મોક્ષ' એવો સિદ્ધાંત માનનાર દર્શન એ જૈનેતર દર્શન છે, જૈન દર્શન નથી; તેવી રીતે નવીન દર્શન પણ જૈનેતર દર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org