________________
નથી, છતાં એ શંભુમેળાનો મુદ્દો જતો કરીએ, તો પણ બીજો મુદ્દો એ છે કે એ એકાંતવાદમાં ઊતરી જતા હોવાથી જૈનશાસનના સ્યાદ્વાદ સિદ્ધાન્તથી વિરુદ્ધ જાય છે.
દા.ત. એ કહે છે કે “ચૈતન્યની પ્રતીતિપૂર્વક સાંભળે તેને જ સાંભળ્યું કહેવાય.” આ એકાંત પકડ્યો, પણ તે ખોટો છે. પ્રતીતિપૂર્વક એટલે પ્રતીતિ થયા પછી, પરંતુ એ પૂર્વે પણ સાંભળ્યું સાર્થક બને છે. કેમકે માનો કે કોઈ આત્માને શુદ્ધ ચેતનની કાંઈ ગમ જ નથી કે “એ શું હોય કે કેવું હોય” ગમ નથી તેથી પ્રતીતિ શાની જ હોય? પરંતુ હવે એને કોઈ સમજાવે છે કે “જુઓ મહાનુભાવ ચૈતન્યનું સ્વરૂપ જ્ઞાનાદિમય છે...' વગેરે વગેરે. તો તે સાંભળીને એને ચૈતન્યની ગમ શું નહિ પડે ? ને પ્રતીતિ શું નહિ થાય ? જો થશે, તો આ પ્રતીતિ થવા પહેલાનું એ સાંભળેલું તો ચૈતન્યની પ્રતીતિ વિનાનું હતું; પ્રતીતિપૂર્વક નહિ. તો પછી શું એ સાંભળેલું સાંભળ્યું ન ગણાય? પહેલા ભવમાં શ્રી મહાવીર પરમાત્માના જીવ નયસારને, જંગલમાં મુનિને રસ્તે ચઢાવવા ગયો ત્યાં સુધી, શુદ્ધ ચૈતન્યની ખબર સરખી નહોતી. હા, એટલી ખબર હતી કે અતિથિને ખવરાવીને ખાવું. પરંતુ એમાં કાંઈ શુદ્ધ ચૈતન્યની ખબર ન ગણાય. આમ ખબર નહોતી છતાં પણ ખબર વિના મુનિ પાસેથી જો એનું સ્વરૂપ સાંભળ્યું તો એની રુચિ થઈ. તો ત્યાં સાંભળતી વખતે તો શુદ્ધ ચૈતન્યની રુચિ હતી નહિ, પણ પછી થઈ; તો શું પૂર્વે રુચિ વિનાનું સાંભળેલું “સાંભળ્યું નહિ ગણાય?
અહીં જાઓ, કેવી એમની ગંભીર ભૂલ થઈ? “સાંભળ્યું શેને ગણવું' એ એક વિચારણા ઊઠી. એમાં “ચૈતન્યની પ્રતીતિપૂર્વક સાંભળેલું એ નિશ્ચયથી સાંભળ્યું ગયું, અને ચૈતન્યની પ્રતીતિ વિના સાંભળેલું એ વ્યવહારથી સાંભળેલું ગણ્યું; અને એને નકામું માન્યું.' પણ ખરી રીતે તો ચૈતન્ય પર દ્વેષ, અરુચિ કે વ્યગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org