________________
'
વગેરે વિના સાંભળેલાથી પણ ચૈતન્ય પ્રતીતિ થઈ લાભ થાય છે. એમ જ, વકતા પ્રત્યેના અદમ્ય દ્વેષ વગેરે ભાવો વિના સાંભળેલાથી પણ લાભ થાય છે. અલબત્ત એ ચૈતન્ય પ્રતીતિ વિના સાંભળેલું છે, તેથી એને વ્યવહારથી સાંભળેલું ગણે છે. તોય એ રીતે લાભ જરૂર થાય છે. માટે એ સાંભળેલું સાંભળ્યું ગણાય છે. એવા તો ઘણા પ્રસંગ બને છે. એમ લાભ થવાથી એ બધું કામનું છે, નકામું નથી. નયસારને એમ જ લાભ થયો છે. અત્યારે પણ ઘણા નવા અજાણ માણસો કાંઈ ખાસ ખ્યાલ વિના પણ તત્ત્વને જો સાંભળે છે, તો ચૈતન્યની પ્રતીતિવાળા બને છે એ શું ? વ્યવહારની ઉપયોગિતા. ત્યાં જરૂર લાભ થયો છે. પરંતુ આ એકાંતવાદીઓ એવું વ્યવહારથી સાંભળેલું નકામું માને છે. આ એકાંતવાદ જૈનશાસનના અનેકાંતવાદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
‘શુભ નકામું છે, શુદ્ધ જ કામનું છે' નો એકાંત ઃ એકાંતતાનો બીજો દાખલો લો એ કહે છે કે ‘શુભ તો મોક્ષનું કારણ નથી, પણ શુદ્ધોપયોગથી જ મોક્ષ થાય છે.' આ એકાંત પણ ખોટો છે. આ એકાંત કહેવાનો ભાવ એ છે કે ‘શુભ તો મોક્ષમાં જરૂરી નથી, નકામું છે. માત્ર શુદ્ધોપયોગ જરૂરી છે, તેથી એને જ સેવો. શુભને છોડો.'
નવા મતનું આ કથન એમ કહેવા માગે છે કે “બધા ધાર્મિક વ્યવહાર જે શુભ છે, તે આચરવા નકામા છે. શુભનો રાગ કરી શુભને અનંતીવાર આચર્યા છતાં ભવભ્રમણ ઊભું જ છે. એ સૂચવે છે કે હવે એનો પક્ષ છોડો ને શુદ્ધનો ખપ કરો.” અહીં શુભમાં જિનપૂજા, સામાયિક, વ્રત, દાનાદિને ગણે છે. યાવત્ ઉપદેશશ્રવણને પણ શુભમાં ગણે છે. એટલે કે ઉપદેશ શ્રવણરૂપી શુભથી ભલીવાર વળે એમ માનવું કે નવા મતે મિથ્યાત્વ એનો અર્થ એ કે ‘ઉપદેશશ્રવણ પણ આત્મોક્ષિતમાં કારણ નથી.' એવો એમનો અભિપ્રાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org