________________
૨૦૪
પરિણતિની અપેક્ષાએ મોક્ષમાર્ગની કક્ષા હોવાનું જિનવચન ફરમાવે છે. અર્થાત્ ગુણઠાણાની પ્રગતિનું માપ અંતરના પરિણામ ઉપર નીકળવાનું; પણ નહિ કે બાહ્ય-ક્રિયા ઉપર, બાહ્ય-વ્યવહાર ઉપર. ત્યાં એકલા બાહ્ય તપ અને બાહ્ય કષ્ટ ઉપર રાચે એ ક્યાંથી ગુણઠાણે આગળ વધી શકે ? અહીં શાસ્ત્રકાર મહર્ષિએ નિશ્ચયસાધક ભાવધર્મ સાધવા પર કેટલો બધો ભાર મૂક્યો ! એવા એમના ઉપર વ્યવહારમૂઢતાનો આરોપ કરવો એ અંધચેષ્ટા જ ને ? હજી જુઓ શું કહે છે – (૨૧) “લુંચે કેશ; ન મૅચે માયા, તો વ્રત ન રહે પંચે,
પરપરિણતિ પોતાની માને, વરતે આરત ધ્યાને; બંધ-મોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે.”
મહાવ્રતધારીના વ્યવહાર ધર્મ અને દ્રવ્યક્રિયામાં જે માથાના વાળનો લોચ કરી નાખતા હોય, પણ અંતરાત્મામાંથી માયા ન ત્યજે, તેનામાં વસ્તુગત્યા પાંચેયમાંથી એકેય મહાવ્રત રહેતું નથી. એવી રીતે આત્મપરિણતિ કેટલી સુધરતી આવે છે એ ન જોતાં, અરે ! એને સુધારવાનો કે માત્ર વિચારવાનો પણ પ્રયત્ન ન કરતાં પરપરિણતિ પોતાની કરીને માને, અર્થાત્ માત્ર બાહ્યમાં ઓતપ્રોત હોય અને તેથી જ આર્તધ્યાનમાં સબડતો હોય, તેમ જ કર્મનો બંધ ક્યાં ક્યાં અને કર્મની નિર્જરા ક્યાં ક્યાં એનું કાંઈ જ ભાન ન હોય, તે જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જ ખૂંચેલો છે' - આમ કહીને પણ શ્રી ઉપાધ્યાયજી મહારાજે શુદ્ધ આત્મપરિણતિ કેળવવારૂપ નિશ્ચય સાધનાને કેટલી બધી અગત્ય આપી ? એકલા કોરા વ્યવહારીયાને કેવા મિથ્યાત્વમાં ખૂંચેલા ગણ્યા ! આવું ભાખનારા એ મહાપુરુષને વ્યવહારમૂઢ કહેવા એ ગાલીપ્રદાનની રસિકતા નહિ તો બીજું શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org