________________
૬૭
એનો અર્થ એ થયો કે દયાદાનાદિથી મનુષ્યભવ અને મનુષ્યભવથી ચારિત્ર. તેમજ ચારિત્રથી સંસારપરિત્ત. એટલે ? દયાદાનાદિ એ મનુષ્યભવ અપાવવા દ્વારા ચારિત્રની સગવડ કરી આપીને સંસાર પરિત્ત કરે જ છે. માટે સંસાર પત્તિ થવામાં દયાદાનાદિ કારણભૂત બન્યા જ. જો કહો કે,
પ્ર. :– એ તો પરંપરાએ ?
ઉ. :~ તો સમજો કે કારણનું કારણ પણ ‘કારણ’ કહેવાય છે નહિતર સમ્યગ્દર્શનને પણ મોક્ષ પ્રત્યે કારણ શી રીતે કહેશો ? કેમ કે એ પણ ચારિત્ર-અપ્રમત્તભાવ-શુક્લ-ધ્યાન-ક્ષપકશ્રેણી વગેરે દ્વારા પરંપરાએ મોક્ષ પ્રત્યે કારણ છે; નહિ કે એ ચારિત્રાદિ વિના સીધું મોક્ષ પ્રત્યે કારણ છે. ત્યારે જો એમ કહો કે,
પ્ર. :– દયાદાનના શુભભાવ તો અનંતવાર કર્યા; છતાં સંસાર પરિત્ત કેમ ન થયો ? એમ મનુષ્યભવ ઘણાનેય મળે છે, છતાં ક્યાં એ બધાને સમ્યગ્દર્શન અને મોક્ષ થાય છે ? માટે દયાદાનના શુભરાગથી કે મનુષ્યભવથી મોક્ષ થાય છે એમ માનવું એ વ્યવહારમૂઢતા છે.
ઉ. :~ તમારા આ પ્રશ્નની સામે પહેલી વાત તો એ છે એમ તો સમ્યગ્દર્શનથી પણ મોક્ષ થાય છે એમ નહિ કહી શકાય. કેમકે તમે તો એવો નિયમ સમજ્યા લાગો છો કે ‘જેનાથી અવશ્ય કાર્ય નીપજે જ, એને જ કારણ કહેવું,' તેથી જ મોક્ષ પ્રત્યે દયાદાન વગેરેને તમે કારણ કહેવા તૈયાર નથી. હવે આ હિસાબે તો સમ્યગ્દર્શનને પણ મોક્ષ પ્રત્યે કારણ નહિ કહી શકો. કેમ કે સમ્યગ્દર્શન પણ કેટલાયને મળે છે છતાં એ ભવમાં એ નથી તો ચારિત્ર પામતા, કે નથી તો મોક્ષ પામતા. બલ્ગે સમ્યગ્દર્શન હારી જવાનું પણ એમને બને છે. તો શું સમ્યગ્દર્શનથી મોક્ષ થાય એમ નહિ કહો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org