________________
૬૬
જોઈએ,’ અર્થાત્ ‘ગુરુનો ઉપદેશ મળે એટલે સમ્યગ્દર્શન થાય, પછી સંસારનો અંત થાય. ગુરુ ઉપદેશ મળ્યેથી સમ્યગ્દર્શન દ્વારા ભવકટ્ટી થાય, સંસાર પરિત્ત થાય. એમ એ કહે છે. ત્યારે અહીં કહે છે કે, ‘શુભરાગથી સંસાર પરિત્ત થવાનું માનવું તે વ્યવહારમૂઢતા છે.’ પ્રશ્ન એ થાય છે કે એ જીવને ગુરુનો ઉપદેશ મળે અને રુચે એ શું શુભરાગ નથી ? વળી એ ઉપદેશને શ્રવણના રાગ વિના લેવા જશે ? જો ઉપદેશ લેવાનો રાગ નહિ, તો એને જ લેવા જાય શા માટે ? આમ એમણે શુભરાગ જરૂરી ગણ્યો જ છે. જો કહો કે,
પ્ર. :- શ્રવણનો એને રાગ તો ખરો, પણ રાગથી સંસાર પરિત્ત થવાનું માને નહિ.
ઉ. :—તો અહીં હાથીએ દયા કરી એમાં એ એવું ક્યાં માનવા બેઠો હતો કે શુભરાગથી સંસાર પિરત્ત થાય ? એણે તો માત્ર પોતાના આત્માની જેમ બીજા જીવનેય દુઃખ નથી ગમતું એ હિસાબે સસલા ઉપર પગ મૂકવાની ક્રૂરતા ન કરી, પણ દયા રાખી. આ કોમળતાથી એવું માનવભવનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્યું કે જેથી ચારિત્રરૂપી મોક્ષમાર્ગ મળ્યો અને સંસાર લગભગ છેદાયો. આ પરિણામની દૃષ્ટિએ, દયાથી સંસાર પરિત્ત થયાનું પ્રભુએ ફરમાવ્યું.
હવે આ નવા મતવાળાને થોડું પૂછીએ : સંસાર પરિત્ત થવા માટે સમ્યગ્દર્શન સહિત ચારિત્ર જરૂરી ખરૂં ? એ ચારિત્ર મનુષ્યભવમાં જ મળે એ વાત ખરી ? એટલે ચારિત્ર માટે મનુષ્યભવ જરૂરી, અર્થાત્ કારણ બન્યો ? ના નહી કહી શકો, કેમકે તમે જ કહો છો કે ‘આ શરીરની સ્થિતિ અલ્પકાળની છે, માટે તત્ત્વનિર્ણય કરીને સાધી લેવું,’ અર્થાત્ ‘મનુષ્યભવ છે તો જ તત્ત્વનિર્ણય થાય.’ – એમ માનો છો. તેથી મનુષ્યભવ કારણ બન્યો જ. હવે આગળ કહો.
---
મનુષ્યભવ દયાદાનાદિથી મળે, એ વાત સાચી ? જો સાચી તો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org