________________
( ૬૫
અનાદિના ભાવમળનો નાશ થાય, ત્યારે મોક્ષરુચિ-સમ્યકત્વ વગેરે ગુણસ્થાનકે ચઢાય છે. દયાપૂર્વકના કે દયાવાળા ભાવમળના નાશથી પરંપરાએ મોક્ષ થાય છે, તેમ દયાથી મોક્ષ થાય છે, એમ કહી શકાય.
આ દયાદાનની કોમળતા એ આત્માના શુદ્ધ સ્વભાવે પહોંચવાનો પાયો છે; અને પાયો એ ઈમારતનું અંગ જ ગણાય છે, ઇમારતમાં જરૂરી ગણાય છે. તો પછી દયાદાનથી મોક્ષ થવાનું અર્થાત્ સંસાર સમાપ્ત થવા આવવાનું કહેવું શું ખોટું છે ? અલબત્ત આ કથનમાં વચલા પગથીઆ અધ્યાહારથી લેવાના છે. અને એવું તો સમ્યગ્દર્શનથી મોક્ષ થાય છે એવા કથનમાંય ક્યાં અધ્યાહાર નથી ? એમાંય વચમાં સમ્મચારિત્ર, અપ્રમત્તભાવ, ક્ષપકશ્રેણી અને ઠેઠ શૈલેશીકરણ સુધીનાની જરૂર તો છે જ. ત્યારે જેમ પ્રારંભિક સમ્યક્ત્વ મિથ્યાત્વની સામે પ્રશસ્ત પરિણામ હોવાથી જરૂરી છે, તેમ દયા પણ ક્રૂરતાની સામે પ્રશસ્ત ભાવ હોવાથી પ્રારંભમાં જરૂરી છે જ. એનાથી આત્મમાંની બીજી કેટલીય મિથ્યારાગની જડ દૂર થાય છે, અને તેથી વીતરાગી દશાની ભૂમિકા રચાય છે. તો પછી સમ્યક્ત્વની જેમ એનાથી સંસાર પરિત્ત થવાનું કહેવું શું ખોટું છે ? ઉલટું પરિત્ત ન થવાનું કહેવું એ ખોટું છે.
અસ્તુ. હવે એ જોઈએ કે ભાઈએ પોતે પોતાના કુમતને પ્રચારના શુભરાગના આલંબન લીધા છે કે નહિ અને શુભરાગથી મોક્ષસાધના માની છે કે નહિ. જો કે આના અંગે, એમનાજ વચનોમાં પરસ્પર વિરોધ અને એમના વચન-વર્તાવના વિરોધ પૂર્વે જે બતાવ્યા છે, એમાં એ સ્પષ્ટ છે કે શુભરાગ એમણે પણ ઠામઠામ જરૂરી લેખ્યો છે, છતાં પ્રસ્તુત વિચારણાને અનુરૂપ થોડો વિચાર અહીં કરી લઈએ.
એમણે જ કહ્યું છે કે “સમ્યગ્દર્શન પૂર્વે ગુરુનો ઉપદેશ મળવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org