SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૩૮ ઉપયોગ, અવિરતિ, અજ્ઞાન છે.” અહીં પણ જીવના પરિણામ જે ગણાવ્યા તે બરાબર કર્મપુદ્ગલના તેવા તેવા જ વિકારના ઉદયે થાય છે. એમ પદ્રવ્યના ઉદયના નિમિત્તે થતા હોવાથી, પદ્રવ્યની અસર આવી જ; નિમિત્તની અસર થઈ જ. (૧૨) સમયસાર ગાથા ૮૯માં પ્રશ્ન કર્યો કે “શુદ્ધ ચૈતન્યને મિથ્યાત્વાદિ શાથી ?' વાત સાચી છે; ચૈતન્ય શુદ્ધ એટલે તો માત્ર શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય કહેવાય. એમાં મિથ્યાત્વાદિ દોષ ક્યાંથી સંભવે ? પછી સમયસારના કર્તાએ જ ઉત્તર કર્યો કે “મોહના સંયોગથી આત્મામાં ઉપયોગના ત્રણ પરિણામ થાય છે. અહીં શું સૂચવ્યું ? એજ કે મોહનીયકર્મ જે જીવથી ભિન્ન વસ્તુ છે, એના સંયોગરૂપી નિમિત્તને લીધે જ આત્મામાં દોષમય વિકાર ઉત્પન્ન થાય છે. નિમિત્તની અસરનું શું આ સ્પષ્ટ સૂચન નથી ? પ્ર૦ - દ્રવ્ય મિથ્યાત્વાદી કર્મપુદ્ગલ જુદી વસ્તુ છે અને અશુદ્ધ આત્મામાં થતા મિથ્યાત્વ મોહ વગેરેના પરિણામ એ જુદી વસ્તુ છે. આ પરિણામથી આત્મામાં દોષમય વિકાર થાય છે; પણ નહિ કે બહારના કર્મપુદ્ગલથી. પછી એમાં બહારનું નિમિત્તકારણ ક્યાં આવ્યું ? પુદ્ગલના પર્યાય પુદ્ગલમાં જ સ્વતંત્ર કાર્ય કરે છે. આત્માના પરિણામ આત્મામાં જ સ્વતંત્ર કાર્ય કરે છે, એમાં પર નિમિત્તની અપેક્ષા ક્યાં આવી ? ૧૦ - “સ્વતંત્ર'નો અર્થ તમારો ખોટો છે. સ્વતંત્રનો સાચો અર્થ એ છે કે પુદ્ગલમાંથી પર્યાયો ઉંચકાઈને આત્મામાં નથી આવતા; પણ આત્મામાં સ્વતંત્રપણે જુદા પર્યાય જાગે છે, એટલો જ સ્વતંત્રનો અર્થ છે. બાકી આત્મામાં એ સ્વતંત્ર પર્યાય જાગવા માટે કર્મપુદ્ગલના પરિણામની અપેક્ષા તો રહે છે જ. જરૂર રહે છે તેથી જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy