________________
૨૨
શું પોતાના જ આવા કથનનો પૂર્વના વ્યવહાર ઉપદેશની સાથે, હડહડતો વિરોધ નથી ? નિશ્ચયના આશ્રયે જ મોક્ષમાર્ગ કહેનાર મત અહીં જ્ઞાનીના ઉપદેશની આવશ્યક્તા માનવામાં કેવો વ્યવહાર પોષે છે !” “મંદ કષાય હોવા ઉપરાંત જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ. કુગુરુના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. સાચા તત્ત્વનો નિર્ણય થયા વિના કલ્યાણ કરવાનું બની શકે નહિ.” આમ કહેવામાં તો ચોક્ખી ગુરુરૂપી પરદ્રવ્યની અસર માની ! ને ચોકખા જ્ઞાનીના ઉપદેશરૂપી વ્યવહારના આશ્રયે કલ્યાણ થવાનું કહ્યું ! હવે જે એમ કહેવું કે જેઓ નિશ્ચયને જાણતા નથી, ત્યાં ‘જેઓ’ એટલે કોણ ? પોતે જ ને ? “વ્યવહારની રૂચિ કરીને તેના પર જોર આપે છે, તેને મોક્ષમાર્ગ થતો નથી,” એવું કથન પોતાને જ લાગું નહિ પડે ?
મૂઢ કોણ ? :- ખરી વસ્તુસ્થિતિ એ છે કે એમને પરસ્પર મેળવાળા નિર્ણય અને વ્યવહારની ગમ જ નથી. તેથી ક્યાંક તો ન છૂટકે જાણે-અજાણે વ્યવહારમાં તણાય છે; અને ક્યાંક નિશ્ચયને એકલાને વળગે છે. મૂઢતા આનું નામ છે. પોતે ક્યારે શું બોલે છે એનું જેને ભાન નથી એ મૂઢ છે. પોતાના જ એક કથન સાથે બીજા કથનનો વિરોધ આવે, એવાં કથન મૂઢતાના ઘરના છે. આવાં અગડંબગડં કથનો કર્યા જવા તથા ગાઢ મિથ્યાત્વની મૂઢતામાં જાતે રમ્ય જવું, અને ઉપરથી મહા જાગૃત ઉચ્ચ જ્ઞાની, વિવેકી અને સંગતભાષી ઉત્તમ પુરૂષોને મૂઢ તરીકે ઓળખાવવા એ કેટલી અધમ બાલિશતા છે ! એવા બાલિશ કથનની પાછળ અંધ ભક્ત થવું એ પણ કેવી મહામૂઢતા છે !
હજી પોતાના જ પરસ્પર વિરોધી વચનનો ઓર એક નમુનો જુઓ. એક સ્થાને એમ કહે છે, કે
“વ્યવહારના આલંબનથી મોક્ષમાર્ગમાં થવાનું માને એ જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org