________________
૨૩
તીવ્ર મિથ્યાદષ્ટિ છે. તેમને તો સમ્યકત્વ થવાની પાત્રતા જ નથી.” ત્યારે બીજી બાજુ એ કહે છે કે,
પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનનો ઉપદેશ જ હોય છે.”
એટલે ? જ્ઞાનીના ઉપદેશના નિમિત્ત વિના પાત્ર જીવને મોક્ષમાર્ગ ન થાય. “જે પોતાનું કલ્યાણ કરવા માગે છે, તેને પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો જોઈએ.” આ કથન પણ એમનું જ છે. “ઉપદેશ મળવો જોઈએ,' “નિમિત્ત ઉપદેશ જ છે, એ શબ્દો ઉપદેશના અવલંબનની જરૂરીયાત દર્શાવે છે. અહીં ઉપદેશનું અવલંબન એટલે વ્યવહારમાર્ગનું અવલંબન છે; એને કલ્યાણમાં જરૂરી માન્યું ! તો શું આવું કહેનાર પોતાને પોતે જ તીવ્ર મિથ્યાદષ્ટિ કહે છે !!! ના, ના, અથવા એમનો મત એવો હશે કે “માનવાનું જાદુ અને આચરવાનું જાડું.” વ્યવહારનું આલંબન કર્યા વિના મોક્ષમાર્ગ નહિ. માટે વ્યવહારનું આલંબન અવશ્ય કરવાનું ખરૂં; પણ માનવાનું નહિ કે એના આલંબને મોક્ષમાર્ગ છે !! કેવી આ મહાન ભ્રમણા છે ! એ તો એવું થયું કે ભૂખ મટાડવા ખાવાનું ખરૂં; પણ ખાવાથી ભૂખ મટે એમ માનવાનું નહિ !! જો માન્યતા સાચી ધરવાની હોય, તો તો એની શ્રદ્ધા હૃદયે એવી સચોટ વસે કે એનો જ પક્ષપાત જામી જાય. પછી તો એની પ્રતિપક્ષી વસ્તુ તરફ ભારે અરુચિ થાય; શક્ય પરિહાર થાય, અને કદી એનું સમર્થન થાય નહિ. ત્યારે અહીં શ્રદ્ધા નિશ્ચયની કરે છે, ને સમર્થન વ્યવહારનું કરે છે. કહે છે “સાચો ઉપદેશ મળવો જોઈએ, નિમિત્ત ઉપદેશ જ છે.”
જે નિમિત્ત અને વ્યવહાર ઉપયોગી નથી, જો એ મોક્ષમાર્ગના વિરોધી છે. એવી શ્રદ્ધા કરો છો, તો પછી એનું સમર્થન કરવામાં તો એ શ્રદ્ધાથી વિરુદ્ધ વર્તીને તમે જાતે તીવ્ર મિથ્યાદષ્ટિ થવાનું કરો છે. અહીં પૂછી શકો કે,
પ્ર. :- તો પછી સાચા જૈનમતેય નિશ્ચયનું લક્ષ્ય તો છેજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org