________________
૨૪
છતાં વ્યવહારનું સમર્થન કેમ કરો છો ?
ઉ. :- સાચા જૈનમતે એકાંત નિશ્ચયની શ્રદ્ધા નથી કરાતી; પણ વ્યવહારયુક્ત નિશ્ચયની શ્રદ્ધા કરાય છે. તેથી ત્યાં તો બંનેના સમર્થન કરવામાં જરાય વાંધો નથી. વાંધો તો તમારા એકાંતમતમાં છે. શ્રદ્ધા જીદી અને આચરવાનું જુદું. પછી પરસ્પર વચન વિરોધ કેમ ન આવે ?
જો શ્રદ્ધા એકલા નિશ્ચયની કરવી છે, તો આચરણ એનું જ કરો.
જો આચરણ વ્યવહારનું જરૂરી માની કરો છો, તો શ્રદ્ધા વ્યવહારની કરવામાં શું નડે છે ? વ્યવહારનું આચરણ જરૂરી ન હોય તો આચરવું જ શા માટે ?
વળી પણ એમના જ અન્ય વિરોધી વચન જુઓ. એક સ્થાને કહે છે કે, “જેને દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાની ખબર ન હોય, ને કર્મના ઉદયને લીધે વિકાર થાય એમ માનતા હોય તેને તો મુનિદશાની ગંધ પણ ક્યાંથી હોય ?”
ત્યારે બીજે ઠેકાણે કહે છે, કે “પૂર્વે અજ્ઞાનપણે અનંત અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થઈ શુભભાવથી નવમી ત્રૈવેયક સુધી ગયો છતાં ચૈતન્ય વસ્તુ ખ્યાલમાં ન આવી.”
આત્મામાં કર્મના ઉદયથી વિકાર થવો, અને વિકાર ન થવો એ બંનેનો વિરોધ :- હવે પૂછો, આમાં વિરોધ શો છે ? એ જ વિરોધ, કે પહેલાં જે સૂચવ્યું કે ‘કર્મના ઉદયને લીધે આત્મા ૫૨ વિકાર ન થાય; તેની સામે બીજામાં કહ્યું કે “આત્મા શુભભાવથી ત્રૈવેયક દેવલોક સુધી ગયો,” એમ કહીને સૂચવ્યું કે આત્મા જે અહીં દ્રવ્યલિંગી સાધુપણાના પર્યાયવાળો હતો, તે શુભભાવથી શુભકર્મ ઉપાર્જી એના ઉદયે ત્રૈવેયકદેવપણાના પર્યાયવાળો બન્યો. એટલે કે આત્મા કર્મના ઉદયથી વિકારી બન્યો. તે આ રીતે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org