________________
૧૫૭
આભ્યતર ભાવકર્મનો. અર્થાત્ વિભાવદશાનો; કેમ કે આત્મિક અવસ્થામાં તો દળિયાં જેવું કાંઈ નથી, તો એમાં ક્ષયોપશમ શું ? એમાં તો કાં એની સત્તા, કે કાં એનો ક્ષય હોય. ક્ષયોપશમમાં તો કંઇક વિપાકોદયનો નિરોધ અને કંઇક પ્રદેશોદય આવે. એ વસ્તુ તો પુદ્ગલના દળીયામાં ઘટી શકે; કેમ કે પુદ્ગલને વિપાક-અવિપાક એટલે કે પાકવાનું-ન પાકવાનું હોઈ શકે; પુગલમાં અમુક અમુક સ્કંધના પ્રદેશોને પ્રદેશોદય તરીકે નીરસપણે ઉદયમાં આવવાનું હોય અને અમુકને ઉદયમાં હમણાં ન આવવાનું હોય; અગર ઉગ્ર રસ ભોગવાવવા તરીકે વિપાકોદય પામવાનો હોય. આ બધું પુદ્ગલમાં ઘટી શકે, એકલા સ્વતંત્ર આત્મધર્મમાં શું ઘટે ? આત્મામાં તો દોષ કાં મોજુદ હોય, કે કાં નાશ પામ્યા હોય. એને વળી વિપાક શું? ઉદય શું? પ્રદેશોદય શું ? એટલે એકલા આત્મિક વિભાવધર્મમાં આ ન ઘટતું હોવાથી કર્મ-પુદ્ગલનું કહેવું પડે. હવે એના નિમિત્તે આત્માના જ્ઞાન-પરિણામમાં ભેદ પડવાનું કહ્યું એ સ્પષ્ટપણે પારદ્રવ્યની પરતંત્રતા માની. પરદ્રવ્યને નિમિત્તકારણ માન્યું. ભલે એ “કારણ” શબ્દ ન બોલે પણ “કર્મક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ' એમ કહેવું એનો અર્થ જ એ છે કે ક્ષયોપશણના કારણે ભેદ. અર્થાત્ ક્ષયોપશમરૂપ કારણ ન મળે તો ભેદ નહિ, જેવો ક્ષયોપશમ મળે તેવું તેવું જ્ઞાન થાય. આમાં સ્પષ્ટપણે ક્ષયોપશમને પરદ્રવ્ય એવા આત્માના જ્ઞાનપરિણામમાં કારણ માનવું જ પડ્યું. એમ જ જુઓ કે,
(૨૬) સમયસાર ગાથા ૨૧૪મીમાં કહે છે કે, “પૂર્વબદ્ધ પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને ઉપભોગ હોય છે. તો ભલે હો, પણ રાગ ન હોવાથી તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.” ત્યાં પણ સ્પષ્ટ છે કે કર્મનો વિપાક ન હોય તો ઉપભોગ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org