________________
૧૫૫
વિવેક બતાવતાં કહ્યું છે ‘એ રાગદ્વેષાદિભાવો મારા અર્થાત્ જીવના ભાવો નથી; પણ જીવ તો ગાળામાવો હું સહમિઘ્નો ‘હું તો માત્ર એક જ્ઞાયકભાવવાળો છું' એનું શું ?
ઉ૦ આનું સમાધાન સરળ છે. સમકિતી આત્મા જે વિવેક કરે છે તે શુદ્ધ આત્માની અપેક્ષાએ છે. અર્થાત્ શુદ્ધ આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાયકભાવ છે; વસ્તુનું અરક્તઅદ્વિષ્ટપણે શુદ્ધ જ્ઞાન-દર્શન ક૨વાનો સ્વભાવ છે. આત્માની શુદ્ધ અવસ્થામાં રાગદ્વેષાદિ ભાવો નથી હોતા - આવું સમકિતીના વિવેકનું તાત્પર્ય છે. પણ એ તાત્પર્ય નથી કે ‘જીવ, શું શુદ્ધ કે શું અશુદ્ધ, રાગાદિભાવોવાળો હોતો જ નથી.’ અથવા એ પણ તાત્પર્ય નથી કે ‘અશુદ્ધ અવસ્થામાં રાગાદિવાળો હોઇને એનામાં જીવપણું જ નથી; એ તો જડદ્રવ્ય છે.’ આવો અભિપ્રાય છે જ નહિ. તો સમ્યગ્દષ્ટિનો જે વિવેક છે, તે શુદ્ધ જૈનમતને સ્વીકારનારા શ્વેતાંબરોએ ક્યાં નથી માન્યો? માન્યો જ છે. તેથી તો રાગદ્વેષાદિને પાપસ્થાનક કહી હેય કહે છે; વીતરાગને ભજી વીતરાગ થવાનું કહે છે; મોહષ્ટિ ત્યજી જ્ઞાનદૃષ્ટિ રાખવાનું કહે છે. રાગદ્વેષ છોડવાનું કહે છે.
પ્ર૦ - પણ જિનમૂર્તિ, શાસ્ત્ર, ધાર્મિક ક્રિયાકાંડ વગેરે ઉપર રાગ કરવાનું ય એ કહે છે ને ?
ઉ૦ એમ તો નવા પંથવાળાય સમયસારાદિ ગ્રંથો, પ્રવચન શ્રવણાદિ ક્રિયાઓ વગેરે તરફ રાગ જન્માવી આકર્ષણ ક્યાં નથી કરતા ? ખરી વાત એ છે કે પ્રશસ્ત રાગ જીવને અપ્રશસ્ત રાગમાંથી છોડાવી સમ્યક્ત્વાદિ આત્મગુણોની પ્રાપ્તિ, પુષ્ટિ અને સ્થિરતા કરાવતા કરાવતા અંતે વાસ્તવિક સર્વવિરતિભાવ અને અપ્રમાદની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. પછી એ રાગ ત્યાં વળાવાની જેમ પાછા વળી જાય છે, અર્થાત્ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org