________________
૨૪૬
જ જીવમાં નથી હોતી. ચરમાવર્તમાં એ લાયકાત આવે છે; તેથી પુષ્પના યોગે ધર્મસામગ્રી મળી જાય અને જીવ જો સત્પુરુષાર્થ આદરે, ધર્મઉદ્યમ કરે તો મોક્ષદૃષ્ટિ જાગે છે, તેથી એ મોક્ષમાર્ગની આરાધનામાં કે મોક્ષમાર્ગના સાધનની આરાધનામાં લાગી જાય છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના ધર્મ-શાસનના આલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ મળે છે; અથવા ઇતર અવીતરાગ અસર્વજ્ઞ ધર્મસ્થાનકના શાસનને પામીને મોક્ષમાર્ગના સાધનભૂત મોક્ષરુચિ, વિષયવિરાગ, શમ, દમ, તિતિક્ષાદિ કોઇ ગુણની સાધના મળી શકે છે. ગમે તે, પણ ચરમાવર્તમાં સત્ ઉદ્યમ, પુરુષાર્થ ઉપર મોટો આધાર છે.
સત્પુરુષાર્થનું પહેલું કર્તવ્ય - સદ્ગુરુનો સંયોગ કે ધર્મનાં બીજા કોઇ નિમિત્ત મળવાનો પુણ્યોદય જાગે ત્યારે આત્માએ મોક્ષની રુચિ જગાવી લેવાનો પુરુષાર્થ પહેલો કરવાનો છે. મોક્ષની રુચિ, મોક્ષની પ્રીતિ થવાનું કાર્ય સહેલું નથી. કેમ કે એ માટે આખા સંસાર ઉપર ઉત્કટ ઉદ્વેગ જાગવો જોઇએ, હાડોહાડ અરુચિ થવી જોઇએ અને મોક્ષ ઉપરનો દ્વેષ નાબૂદ થવો જોઇએ. આખા સંસારમાં તો દેવતાઇ સુખો કે મોટા રાજ-રાજેશ્વરના સુખ પણ આવે. એના ઉપરે ય ભારે કંટાળો અને અભાવ જાગવો જોઇએ; તો મોક્ષ ખરેખર ગમે. એ ક્યારે જાગે ? કે, જો શું સુખભર્યો કે શું દુઃખભર્યો, સમસ્ત પ્રકારનો સંસાર નિર્ગુણ-નિસ્સાર લાગે ! અપકારક અને વિશ્વાસઘાતી લાગે ! તો જ એના પર અભાવ થઇ જાય; અને તો જ એની પ્રતિપક્ષી મોક્ષઅવસ્થા ઉપર પ્રીતિ જાગે.
–
સંસાર કેવો ભયંકર ! - ‘પૌદ્ગલિક સુખ-દુઃખભર્યો સંસાર નિર્ગુણ છે, ગુણરહિત છે, અત્યંત અસાર એવી જડમાયાથી ભરેલો છે. એનાથી આત્માને કોઇ લાભ નથી, કોઇ ઉપકાર નથી. એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org