SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪પ એનો ખ્યાલ નહિ ! ભૂલેચૂકે પણ મોક્ષ પામવાની ઇચ્છા જ નહિ ! બલ્ક મોક્ષ પ્રત્યે દ્વેષ છે. વાત માત્ર પૌગલિક સુખો અને પૌદ્ગલિક ઉન્નતિ કમાવાની ! એથી જ એવા લક્ષ્ય પાછળ ક્રોધ-લોભાદિ કુટિલ કષાયોનાં સેવન કરે છે અને કષાયો એટલે જ ભાવસંસાર; કષાયો એટલે સંસારના મુખ્ય કારણો. મોક્ષદષ્ટિના અભાવે, જીવ ધર્મક્રિયાઓ કરતો હોય ત્યાં, કે ન કરતો હોય ત્યારે પણ એજ પૌદ્ગલિક દષ્ટિ પાછળ વિષયાદિ સંજ્ઞાઓ, કષાયની લાગણીઓ અને હિંસાદિ પાપ-ચરણો તથા ગાઢ મિથ્યાત્વના લીધે જ સંસારમાં ભટકે છે. મોક્ષદષ્ટિ ચરમાવર્તમાં જ – એવો એ અચરમાવર્ત કાળ પૂરો કરીને જીવ જયારે ચરમાવર્ત કાળમાં એટલે કે છેલ્લા પુદ્ગલ-પરાવર્તન કાળમાં પ્રવેશ કરે છે, ત્યારે એનામાં હવે મોક્ષદષ્ટિ જાગવાની શક્યતા ઊભી થાય છે, લાયકાત આવી શકે છે. પરંતુ અહીં પાછું એવું નથી કે ચરમાવર્તમાં પ્રવેશે કે તરત બધાને મોક્ષદષ્ટિ જાગે જ. કોઇને જાગે પણ ખરી અને કોઈને ન પણ જાગે; તે... ચરમાવર્તનો કેટલોય કાળ પસાર કર્યા પછીય જાગે; યાવત્ ચરમાવર્તના છેડે પણ જાગે ! પણ નિયમ એવો છે કે એક પુદ્ગલ-પરાવર્તથી અધિક કાળ બાકી હોય ત્યાં સુધી તો મોક્ષદષ્ટિ જાગે જ નહિ. બીજા શબ્દમાં કહીએ તો મોક્ષની દૃષ્ટિ જાગ્યા પછી માત્ર એક પુદ્ગલ પરાવર્તની અંદર જરૂર મોક્ષ મળે. એનો અર્થ એવો નથી કે દરેકને એટલો કાળ કરવો પડે. એ તો વધારેમાં વધારે કાળ થાય તો કેટલો થાય એનું માપ છે. બાકી તો મોક્ષદષ્ટિ જાગ્યા પછી વહેલોય મોક્ષ થાય છે. ચરમાવતમાં ઉદ્યમની મુખ્યતા - અચરમાવર્ત કાળમાં ધર્મની સામગ્રી મળે ખરી, પણ ધર્મનો ઉદ્યમ કરવાની લાયકાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy