________________
૧૯૪
જોવાનું એ છે કે જ્ઞાનમાર્ગ કેટલો સધાયો, કેટલો પુષ્ટ થયો. એ તરફ દષ્ટિ ન નાખતાં, ઉલટો ક્રિયા કરી કરીને જાતની મમતા અર્થાત્ અહેવ-અભિમાન તથા માત્ર ક્રિયાનું મમત્વ જે કરે છે, એણે બિચારે તો એથી આત્માની અશુદ્ધિ ઓછી કરવાને બદલે કષાય વધાર્યા, એટલે કે આત્માની અશુદ્ધિ ઓર વધારી. પોતાની જ ક્રિયાથી પોતાના જ ગળે ફાંસો લીધો, આત્માને કષાયના પાશમાં વધુ ફસાવ્યો.”
કહો, આમાં જ્ઞાનમાર્ગની ને નિશ્ચય સાધનાની પુષ્ટિ કરવામાં બાકી રાખી ? આવા સુનયસાપેક્ષ સમ્યગુ વ્યાખ્યાતા મહર્ષિને સુનનિરપેક્ષ કુનયની મિથ્યાત્વવાસિત દેશના કરનારા નૂતન પંથ કાઢનારા વ્યવહારમૂઢ કહેવા નીકળી પડ્યા છે !!!
(૮) પૂ. ઉપાધ્યાયજી મહારાજ અન્યત્ર કહે છે કે –
જી લાગી રહ્યો પરભાતમેં ! વિછે મોક્ષ કરત નહિ કરની, બેઠો મમતા વાલમેં; ચહે અંધ યું જલનિધિ તરવા, બેઠો કાણી નાઉમે.
- અર્થાત્ અફસોસ છે કે જીવ પરભાવમાં=પ૨પરિણતિમાં એટલે કે પરના સારા-નરસા પર્યાયમાં મગ્ન થઇ બેઠો છે ! તેથી મોક્ષ ઈચ્છવા છતાં મોક્ષ યોગ્ય જ્ઞાનમાર્ગની - નિશ્ચયસાધનાની કરણી કે જે સ્વના ભાવને અર્થાત્ આત્માની પરિણતિને શુદ્ધ કરનારી છે, એને આચરતો નથી, અને મમતાના પવનમાં ખેંચાયો જાય છે. એ કેવો છે ? તો કે પ્રવાસના માર્ગે આવતા સમુદ્રને તરી જવા માટે જેમ કોઈ કાણી નાવમાં બેસી આગળ વધ્યે જાય એવો એ છે. અર્થાત્ સ્વભાવમાં એટલે કે આત્માની શુદ્ધ પરિણતિયુક્ત ક્રિયામાર્ગરૂપી અખંડ નાવમાં પ્રવાસ કરવાને બદલે એકલી ક્રિયામાર્ગની કાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org