________________
૧૯૫
નાવમાં મુસાફરી કરી રહ્યો છે. ‘નિશ્ચય’નું લક્ષ કેળવીને સાધના તરફ આગળ વધવાની કેવી સરસ અગત્ય બતાવી ! આમાં ‘નિશ્ચય’ને ક્યાં અવગણ્યો છે ?
(૯) વળી જુઓ, બીજે શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે‘શાની જ્ઞાનમગન રહે હૈ, રાગાદિક મલ ખોય; (જે) લીન ભયો વ્યવહારમેં રે, યુક્તિ ઉપજે ન કોય; બહુવિધ કિરિયા ક્લેશણું રે, શિવપદ લહે ન કોય રે... જ્ઞાન સરૂપી આતમારે; કરે ગ્યાન નહિ ઓર; દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવહારકી દોર રે...’
અર્થાત્ ‘જ્ઞાની પુરુષ જ્ઞાનસરોવ૨માં મગ્ન રહે છે અને પોતાના રાગાદિ મેલને ધોઇ નાખે છે. બાકી જે એને છોડીને એકલા ક્રિયામાર્ગમાં અર્થાત્ વ્યવહારમાં લીન થાય છે એને તરવાની કોઇ યુક્તિ નથી દેખાતી. કેમ કે એકલા બહુવિધ ક્રિયામાર્ગના કષ્ટ કરવાથી કોઇને મોક્ષપદ મળતું નથી. કારણ એ છે કે આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે; તેથી તે જ્ઞાનમાં લીન રહેનારો હોય, બીજામાં નહિ, એવું નિશ્ચયનય કહે છે. વ્યવહારનય એમ માને છે કે આત્મા દ્રવ્ય કર્મ-શુભાશુભ ક્રિયા કરી શુભાશુભ કર્મ ઉપાર્જનારો હોય છે.' આમાં પણ નિશ્ચયમાર્ગ ક્યાં ન સ્થપાયો ? ક્યાં એનો મહિમા ન ગાયો ? માત્ર બહુવિધ ક્રિયાના કષ્ટ કરવાથી મોક્ષ નથી મળતો, આવું કહેનાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને વ્યવહારમૂઢની ગાળ દેનારો પોતે જ કેવો નાદાન અને સ્વયં મત્સ૨મૂઢ તથા મિથ્યાત્વમૂઢ કહેવાય?
(૧૦) વળી જુઓ, પૂ. ઉ યશોવિજયજી મહારાજ આત્મસ્વરૂપ અને પુદ્ગલના ખેલનો ભેદ બતાવતાં કહે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org