SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ સાચો. નહિતર તો એકલા દ્રવ્યાર્થિકનયવાળો અંતિમત કે એકલા પર્યાયાર્થિકનયવાળો બૌદ્ધમત સાચો ઠરી જાય. પણ જૈન દર્શન એ સ્વીકારતું નથી. એવું જ જ્ઞાનનય-ક્રિયાનય વગેરેમાં પરસ્પરની સાપેક્ષતામાં જ સુનયપણું સમજવાનું છે. તાત્પર્ય એ આવ્યું કે એકાંતે નિશ્ચય એ જ વસ્તુ સાધક છે', - એમ કહેવું એ મિથ્યાવાદ છે. એ એકાંતવાદ હોવાથી અજૈનમત છે; અનેકાંતવાદી જૈનમતથી બાહ્ય છે, અતિ દૂર છે. મુદ્દો-૩: ત્રીજી વસ્તુ એ છે કે નવા મતવાળાના કેટલાંય કથનો ખુદ સ્વકીય નવીન મતની વિરુદ્ધ જાય છે; તેથી એમના નિશ્ચય-વ્યવહાર એમના જ છે. પોતાના જ પરસ્પર વિરુદ્ધ વચનનો નમુનો - એક બાજુ એ કહે છે કે દરેક વસ્તુ સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી.” બીજી બાજુ એમનું શિખેલા ભક્તો કહે છે કે “ધર્મપિતા ગુરુદેવે અનેક બાળકોને ઉગારીને સંસારમાં ડૂબી જતા બચાવ્યા. આ કથન વસ્તુની સ્વતંત્રતાના સિદ્ધાન્તની વિરુદ્ધ નથી શું ? ‘બાળકોરૂપી દ્રવ્યો સ્વયં તો ડૂબતા હતા, પણ ગુરુદેવરૂપી દ્રવ્ય એમને ઉગાર્યા.' આમાં ગુરુદ્રવ્ય બાળકદ્રવ્ય ઉપર અસર કરીને ? હવે અહીં કદાચ બચાવ કરશે કારણ કે, - પ્ર. - ગુરુદેવે બચાવ્યા એ તો ઉપચારથી કહેવાય છે. બાકી મુખ્યપણે બાળકે સ્વયં બચવાનું છે. એમાં પરદ્રવ્યની અસર ક્યાં આવી? ઉ. :- ઉપચારથી એટલે શું? વસ્તુગત્યા ગુરુએ કાંઈ કર્યું કે નહિ? જો ના કહો, તો એ બતાવો કે ગુરુના માર્ગદર્શન પહેલાં બાળકમાં કાંઈ નહોતું, અને ગુરુ મળ્યા બરાબર બાળક ઊંચો આવ્યો તે શાથી ? અહીં જો કહો કે “બાળકના ઉપાદાનનો કાળ પાક્યો નહોતો.' તોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy