________________
૧૮
(૧) કાળ પાકવા રૂપે પરદ્રવ્ય ‘કાળ’ની જરૂર પડી ને ? (૨) કાળ પાકવાનું ગુરુ મળતાં જ કેમ થયું ? તે પૂર્વે કેમ નહિ? તેથી ગુરુની બાળક ઉપર સચોટ અસર કહેવી જ જોઈશે.
બીજી વાત એ છે કે એ જે ઉપચારથી ઉગારવાનું માને છે એ ઉગારવાનું ત્યાજ્ય છે કે ઉપાદેય ? જો ત્યાજ્ય હોય તો શા માટે આચરો છો ? જો ઉપાદેય હોય તો ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ જ કરી શકતું નથી એ ડિંડિમ પીટવાનો શો અર્થ રહ્યો ?’ એમ જે કહ્યા કરો છો કે ‘પરદ્રવ્ય કાંઈ જ ન કરી શકે, પરદ્રવ્ય કાંઈ જ ન કરી શકે,' એનું તો પરિણામ ઉલટું એ આવે કે સદ્ગુરુ, સત્શાસ્ત્ર વગેરે પરદ્રવ્ય હોવાથી એમનું આલંબન કાંઈ ન કરે, એમ માની લોક એને ન સેવે. ત્યારે જો તમે કહો કે અમારે તો એ આલંબન કામ કરે જ છે, તો એનો અર્થ જ એ છે કે એ ગુરુ તરીકે તમારૂં અને શાસ્ત્ર તરીકે તમારા શાસ્ત્રોનું જે આલંબન કરે છે તે સમજીને જ કે આનાથી જ આપણું ઠેકાણું પડશે. તમે પણ કહો છો કે ‘સત્સંગ કરી કૃતક કર્યા વિના બરાબર સાંભળો તો તત્ત્વ સમજાશે.' - આ કથનનો શો અર્થ છે ? આ તત્ત્વસમાતી એ એક આત્મદ્રવ્ય ઉપર અસર છે. એ અસર કોણે કરી ? ગુરુ અને શાસ્ત્રરૂપી પરદ્રવ્યે એમ પરસ્પર કથનનો વિરોધ આવ્યો. છતાં સિદ્ધાન્ત એ કહ્યા કરો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી.
પ્ર. :- સિદ્ધાન્તનો અર્થ એ છે કે આત્મા સાવ પરાશ્રિત બની પોતાના પુરુષાર્થને ફોરવવામાં મંદ ન પડી જાય. માટે આત્માને પુરુષાર્થ કરાવવા માટે એ સિદ્ધાન્ત સાર્થક કેમ ન મનાય ?
ઉ. :- જો એમ જ કહેતા હો તો એ માટે ખોટા સિદ્ધાન્ત ઊભા કરવાની કાંઈ જ જરૂર નથી.માત્ર ત્યાં એમ કહી શકાય કે “નિશ્ચયથી એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસર ન મનાતી હોય, છતાં વ્યવહારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org