________________
૧૯
જરૂર મનાય છે. તેથી જ ખુદ નિશ્ચયમૂર્તિ જિનેશ્વરદેવ શાસનની સ્થાપનારૂપ વ્યવહાર કરે છે. તે બીજા આત્મદ્રવ્યો પર અસર કરે એટલા માટે કરે છે પરંતુ બીજા શુભદ્રવ્યના આલંબન મળ્યા પછી પણ, અસર થવામાં વેગ આવવાનો આધાર સ્વદ્રવ્યના પુરુષાર્થ ઉપર છે. માટે પુરુષાર્થ વધારો. જો જો કે માત્ર પુરુષાર્થના ઘમંડમાં શુભ આલંબનને તરછોડી દેતા નહિ.” શ્વેતામ્બર શાસ્ત્રો આત્મપુરુષાર્થનો ઉપદેશ ક્યાં ઓછો આપે છે ? નિશ્ચયની દૃષ્ટિ રાખવાનું એ ક્યાં નથી કહેતા ? તેથી કાંઈ નિશ્ચયને જ પકડી વ્યવહારની અગત્ય ઉડાડાય ? વ્યવહારમાર્ગના આદર છોડાય ? પ્રેરક એવા સદ્ગુરુ સત્શાસ્રરૂપી પવિત્ર પરદ્રવ્યોના અવલંબન મૂકી દેવાય ?
વિરુદ્ધ વચનનો બીજો નમુનો :- એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ જ કરતું નથી, એ એમનો જ સિદ્ધાન્ત સામે એમના જ બીજા પણ વિરોધી વચનો જુઓ. “આ કળિયુગમાં આપશ્રી જેવા પવિત્ર સંતની શીતલ છાયા જ મુમુક્ષુ જીવોને જીવનનો આધાર છે.” એવું એમના ભક્તો કહે છે. એનો અર્થ એ છે કે મુમુક્ષુ ૫૨ સંતરૂપી પરદ્રવ્યની સારી અસર પડે છે. અહીં છાયા સાથે પાછો ‘જ’ કાર મૂક્યો છે. જો સંતરૂપી પરદ્રવ્યને માટે એમ કહો કે,
પ્ર. :- “એ તો ઉપચારથી આધાર છે. મુખ્યપણે તો મુમુક્ષુને સ્વકીય આત્મદ્રવ્યનો આધાર છે.” તો,
ઉ. :- ‘જ’ કારનો શો અર્થ છે ? ઉલટું ‘જ’ કારથી તો એમ ભાસે છે કે સંતરૂપી પરદ્રવ્યની છાયા સિવાય બીજો કોઈ આધાર નથી, અર્થાત્ સ્વદ્રવ્ય કે સ્વપુરુષાર્થ પણ આધાર નથી. ત્યારે જો એમ કહો કે,
પ્ર. :- “એ તો ઉપકારી ગુરુના ગુણાનુવાદ વ્યવહારથી કરાય, એમાં નિશ્ચયને શો વાંધો આવ્યો ?''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org