________________
૩ ૧૪૫
કાઢનાર નિશ્ચયને તાણે છે. વળી અબદ્ધસ્પષ્ટ પક્ષ મૂકવાનું કહ્યું તો જ વીતરાગભાવ આવે એમ કહ્યું; તો ત્યાં ક્યાં જીવનો સ્વાતંત્ર્યપક્ષ રહ્યો ? તેમ નિયત ક્રમબદ્ધ પર્યાયભાવ પણ ક્યાં રહ્યો ? કેમ કે કહ્યું ને કે પક્ષ મૂકી દેવાથી વીતરાગભાવ આવે. એટલે કે તમારા ક્રમબદ્ધ નિયત (ચોક્કસ) પર્યાય તરફ ન જુઓ; તમે તમારે નિમિત્તરૂપે પક્ષ મૂકી દેવાનો પર્યાય ઊભો કરો એટલે એની પાછળ અવશ્ય કાર્યરૂપે વીતરાગભાવનો પર્યાય ઊભો થશે. નિયત પર્યાયમાં થવાનું હોય તે જ બને, આપણું કર્યું કાંઈ ન વળે. અહીં તો નિમિત્ત અને પુરુષાર્થનો મહિમા ગાયો.
(૧૬) સમયસાર ગાથા ૧૪૯ના વિવરણમાં કહે છે કે અજ્ઞાની જીવ પુણ્યકર્મ પ્રકૃતિને સારી સમજીને તેના રાગ અને સંસર્ગમાં પડે છે અને બંધમાં પડી પરાધીન થઈ સંસારના દુઃખ ભોગવે છે.' અહીં જે કહ્યું કે અજ્ઞાની જીવ અજ્ઞાનતાથી કર્મપ્રકૃતિના સંસર્ગમાં પડે છે; અર્થાત્ અજ્ઞાનતાના નિમિત્તથી કર્મબંધનું કાર્ય ઊભું થાય છે; એ જ નિમિત્તની અસર આવી. આત્મદ્રવ્યથી પર એવા જ્ઞાનાવરણ-મિથ્યાત્વાદિ કર્મદ્રવ્ય ઉપર આત્માની અજ્ઞાનતાની અસર આવી. વળી કહ્યું કે “બંધમાં પડી પરાધીન થઇ” - એનો અર્થ એ છે કે જ્યાં માત્ર પોતાનામાં નવા દોષ જન્મતા હોય, ત્યાં પોતે એ દોષના બંધ'માં પડ્યો ન કહેવાય. “બંધ' તો કોઈ દ્રવ્યનો કહેવાય. ત્યાં તો “એના ઉપાર્જનમાં પડ્યો, એની વૃદ્ધિકારક બન્યો' - એવી કોઈ ભાષા વપરાય. પણ બંધમાં પડ્યો' – કહે છે, એનો અર્થ તો ‘પદ્રવ્યના બંધમાં પડ્યો” એવો થાય. એટલે કે પોતે પોતાના સંબંધમાં આવે એવા પરદ્રવ્યને ઊભું કર્યું. વળી જીવને પરાધીન થવાનું લખ્યું ત્યાં પણ દ્રવ્યનો સ્વાતંત્ર્યપક્ષ ઊડી ગયો. કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org