________________
૧૪૬ )
જીવદ્રવ્ય કર્મદ્રવ્યને પરાધીન પડ્યો. આ રીતે નિમિત્તની અપેક્ષા અને દ્રવ્ય-દ્રવ્યમાં પરાધીનતા, નવા પંથીને ગમે તેટલી ઉડાવવી હોય પણ એ તો કોટે વળગ્યા જેવા છે. સમયસારમાં ડગલે ને પગલે એ આગળ આવીને ઊભી રહે છે. પોતાના ભાષણમાં પણ ઠામઠામ એનું સમર્થન આડકતરી કે સીધી રીતે થઈ જ જાય છે.
(૧૭) સમયસાર ગાથા ૧૫૦મીમાં કહ્યું છે કે “રાગી જીવ કર્મ બાંધે છે, વિરાગી જીવ છોડે છે માટે કર્મમાં રાગ ન કરો.” આમ કહેવામાં તો સ્પષ્ટપણે કહ્યું કે રાગી જીવ પોતાના રાગની નિમિત્તથી કર્મરૂપી પરદ્રવ્યને ઊભું કરે છે. એ જ આવીને ઊભી નિમિત્તની અને પારદ્રવ્યની અસર; તથા કર્મની જીવ પર પરાધીનતા ! જીવ રાગ કરે તો કર્મ પરિણામ ઊભો થાય. “કર્મમાં રાગ ન કરો આ ઉપદેશ દેવાનું કારણ પણ શું છે ? જીવનો રાગ છોડાવવા માટે કહે છે. તો ઉપદેશ એ પદ્રવ્ય-પર્યાય છે એની આત્મા પર અસર માની.
પ્ર0 -- પણ અહીં તો રાગથી કર્મ એટલે ભાવકર્મ બંધાય; અર્થાત્ અશુદ્ધ આત્માનો એક આંતરિક પરિણામ લેવાય ને ?
ઉ0 - ના. પૂર્વે કહી આવ્યા તેમ એ જો લેવો હોત તો ત્યાં ભાવકર્મ તો દોષરૂપ છે. તેથી કર્મ એટલે કે દોષ “બાંધે છે” એવો પ્રયોગ ન કરત, ત્યાં તો કહેત કે દોષ “ઉપાર્જ છે, દોષ “વધારે છે. અહીં તો “બાંધે છે” “છોડે છે' એવો ચોખો પ્રયોગ જે થાય છે તે પરદ્રવ્યના સંયોગ અને વિયોગને કહી રહ્યો છે. બીજું એ પણ છે કે એ ભાવકર્મની સાથો સાથે દ્રવ્યકર્મનો બંધ બરાબર તેવો જ જે થાય છે, એ હિસાબે તો કર્મ પર જીવની અસર આવી જ. જીવના રાગને પરતંત્ર કર્મદ્રવ્ય બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org