________________
૧૪૪ )
ભાવોમાં અહંબુદ્ધિ કરીને અજ્ઞાની જીવો, દ્રવ્યકર્મના હેતુભૂત જે અજ્ઞાનાદિ ભાવો તેના હેતુભૂત બને છે.” શું કહ્યું આમાં? દ્રવ્યકર્મના હેતુભૂત અજ્ઞાનાદિ ભાવો.' અજ્ઞાનાદિભાવો જીવના પર્યાય છે. એ પર એવા કર્મદ્રવ્યમાં કારણ કહે છે. શું નવા પંથના સ્વાતંત્ર્યવાદમાં આ ઘટે ? નિયત થઈ ગયેલા પર્યાયમાં આ સંગત થાય ? જિનમતમાં તો એ બરાબર છે. હજી આગળ જુઓ.
(૧૪) સમયસાર ગાથા ૧૩પમીમાં “આત્માના મિથ્યાત્વાદિભાવો હેતુભૂત થતાં કાર્મણ વર્ગણાગત દ્રવ્ય ખરેખર
જીવ સાથે જ્યારે બંધાય છે ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે' આમાં પણ કાર્મણ-વર્ગણાના પુદ્ગલ દ્રવ્યોનો જીવ સાથે બંધ થવામાં કારણભૂત આત્માના મિથ્યાત્વાદિભાવ કહ્યા! વળી “જ્યારે એ બંધાય છે ત્યારે જીવ મિથ્યાત્વાદિનો હેતુ થાય છે', એમ કહીને એ બંધાયેલા કર્મદ્રવ્યને જીવ મિથ્યાત્વાદિ પરિણામ કરે એમાં પ્રયોજક કહ્યા “જયારે.. બંધાય ત્યારે જીવ...હેતુ થાય' એનો અર્થ જ એ કે મિથ્યાત્વાદિ ભાવોનો ઉપાદાન તરીકે હેતુ જીવ જ છે, પરંતુ એ હેતુ બનવાની શરત શી ? એ જ કે કર્મ બંધાય ત્યારે જીવ હેતુભૂત થાય. એ કર્મબંધની શરત જ કર્મની અપેક્ષા સૂચવે છે.
(૧૫) સમયસાર ગાથા ૪૨મીમાં કહે છે કે, જે યુગલથી જીવને બદ્ધસ્પષ્ટ (સામાન્ય બંધાયેલ અને ગાડ બંધાયેલ) કહે છે. તે વ્યવહાર૫ક્ષ છે; અને અબદ્ધસ્પષ્ટ કહે છે તે નિશ્ચયપક્ષ છે. સમયસાર એ બંનેને અતિક્રાન્ત છે. કેમ કે પક્ષ મૂકી દેવાથી વીતરાગભાવ આવે.' આમાં કોઈ એક પક્ષમાં ન તણાઈ જતાં બંનેથી અલિપ્ત રહેવાનું સમયસાર કહે છે. એમાં પણ નિશ્ચયપક્ષનેય મૂકવાનું કહ્યું ! ત્યારે નૂતન પંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org