________________
( ૧૮૨
(૩૭) પાણી ઢાળ મળે તો નીચી ગતિ કરે છે; અટકણ મળે તો અટકી જાય છે, એમ શાથી ? ગતિ કે સ્થિરતાનું ઉપાદાન તો પાણી પોતે છે. એમાં ઢાળ વગેરે નિમિત્તકારણ કેમ અસર કરે છે ?
(૩૮) અણીવાળી જ સોય કપડું સીવે છે, બુઠ્ઠી નહિ, એવું કેમ? જગતમાં આ અને આવાં આવાં તો કઈ બીજા અઢળક દષ્ટાંતોમાં નિમિત્તકારણની પ્રબળ અસર સિદ્ધ છે, સાબિત છે, રોજના અનુભવમાં આવે છે. તેમજ કર્મસિદ્ધાંતમાં આત્મા પર કર્મનિમિત્તની અસર અંગે પૂર્વે “સમયસારાદિમાં” નિમિત્તના સમર્થન વખતે ઘણી યુક્તિઓ આપી છે. તેમાં ય ખાસ કરીને એનો મુદ્દો બારમો ખૂબ જ કહે છે. જો બાહ્ય ક્રિયા, ને બાહ્ય વ્યવહાર અસદૂભૂત હોવાથી
અકિંચિત્કર છે, તો – (૩૯) નવા પંથવાળાઓ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો બાહ્ય વ્યવહાર શા માટે કરે છે ? તેમ બ્રહ્મચારીને ખાનગીમાં પણ સ્ત્રીઆલિંગનનો નિષેધ શાથી ? આલિંગન એ તો બાહ્ય ક્રિયા છે; તેનાથી આત્માના બ્રહ્મચર્યગુણને શી અસર થવાની હતી?
(૪૦) કુસંગ અને કુ-વાતાવરણ છોડી સુ-સંગ અને સુવાતાવરણમાં રહેવાનો બાહ્ય વ્યવહાર પણ આત્મા પર ખૂબ લાભ કરે છે, એ ક્યાં અજાણ્યું છે ?
(૪૧) રોટલી નિયમાં આટાની બનવાની; પણ પાણી, વેલણ, વણનાર, અગ્નિ વગેરે નિમિત્તોની, પરદ્રવ્યોની, તેમજ કણક બાંધવી, ગુંદવી, વણવી, સીજવવી વગેરે લાંબા વ્યવહારની જરૂર કેમ રહે છે ?
(૪૨) દિગંબરોએ પણ સાધુ અને શ્રાવકના અનેક બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org