SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૩ આચાર વ્યવહાર આવશ્યક માન્યા છે; મયુરપિચ્છ, શૌચકમંડલુ, જ્ઞાનોપગરણ વગેરે નિમિત્તો પરદ્રવ્યો જરૂરી માન્યા છે; ઘણી ઘણી બાહ્ય મર્યાદાઓ પાળવાનું ફરમાવ્યું છે. એમાં બાહ્ય નિમિત્ત વ્યવહાર માર્ગ ક્યાં ઓછો આદરણીય રહ્યો ? પરદ્રવ્યની અસર ક્યાં ઓછી રહી ? (૪૩) નવીનપંથીના આશ્રમમાં આલીશાન પ્રવચન મંડપ, સોનેરી પુંઠાવાળા આકર્ષક સમયસારનાં પુસ્તક, મહેમાનોની શિરા-પુરીથી ભક્તિ, આત્મધર્મ માસિક-દૈનિક પત્રનાં નિયમિત પ્રકાશન, નિયમિત સમૂહ પ્રાર્થના, પ્રવચનશ્રવણ, ઇત્યાદિ ઇત્યાદિ બધું જ બાહ્ય વ્યવહારની પ્રબળ આવશ્યકતા, નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની પરાધીનતા શું નથી સૂચવી રહ્યા ? એટલું જ નહિ પણ એમ કરીને એ લોકો ક્રમબદ્ધ નિયત થઈ ગયેલા આત્મદ્રવ્યના પર્યાયોના વિશ્વાસ ન રહેતાં શુદ્ધ પર્યાય જાતે ઘડવાના પુરુષાર્થમાં લાગી ગયા છે. છતાં ક્રમબદ્ધ નિયત પર્યાયની વાત કરે છે તે હું તો બા ! બોઈએ નઠી, ને ચાઈએ નઠી' જેવું છે; (૪૪) સોનીનું લક્ષ સો ટચના સોના ઉપર રહે છે; પણ ક્રિયા તો અશુદ્ધ સોના ઉપર કરે છે. એ શુદ્ધ લક્ષ સાથે બાહ્ય ક્રિયાની આવશ્યકતા સૂચવે છે. (૪૫) દિગંબરમુનિ માટે કહ્યું કે શુદ્રના હાથનું જલ ત્યજે, પણ ઉદિષ્ટ (સાધુના ઉદ્દેશથી બનાવેલો) આહાર લે તો એ મુનિ નથી. આમાં બાહ્ય વ્યવહાર માર્ગ ઉપર કેટલો બધો ભાર કેમ મૂક્યો ? કે એ વિના મુનિપણું કેમ નિષેધ્યું ! (૪૬) શાસ્ત્રદાનને ઉત્તમદાન કહ્યું એ નિમિત્તની પ્રશંસા કરી. (૪૭) પુદ્ગલ પુદ્ગલને ખાય છે; આત્મા ખાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy