________________
૧૯૧
દૂર થઇ, પોતાની પાસે જ હોવાની જ્ઞાનદશા પ્રગટ થઇ એટલું જ ! એવી રીતે આત્માની અજ્ઞાનદશા દૂર થઇ શુદ્ધ જ્ઞાનદશા પ્રગટે તો નિજના સહજ શુદ્ધ ગુણોમાં રમણતા કરનારો બની જાય. પરંતુ આ વસ્તુ ઊભી કરવા માટે માત્ર શુભવ્યવહારક્રિયા જ નહિ, પણ સાથે નિશ્ચયદૃષ્ટિ જોઇએ. વળી જુઓ કહે છે કે
(૨) ‘નિજ પરિણામજ ભાવ પ્રમાણ્યો વળી ઓઘનિર્યુક્ત;
આતમ સામાયિક ભગવઇમાં ભાખ્યું તે જુઓ જુગતે...'
અર્થાત્ શ્રી ઓનિયુક્તિ આગમમાં આત્માના પરિણામરૂપ ભાવનિક્ષેપાને મુખ્ય ગણ્યો છે. તેમજ શ્રી ભગવતી સૂત્રમાં ‘સામાયિક શું ?' એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ આત્માને જ સામાયિક કહ્યું. સમ-સમતાના લાભવાળો આત્મા, અર્થાત્ ‘સમતા સ્વરૂપ આત્મા એ જ સામાયિક' એમ ફરમાવ્યું, તે નિશ્ચયનયથી જ વાત થઇ. વ્યવહારથી કહેવું હોત તો તો બાહ્ય પ્રતિજ્ઞાપૂર્વક તે તે સ્વાધ્યાય આદિમાં બેસવાની ક્રિયાને સામાયિક કહેત.
(૩) પન્નર ભેદ જે સિદ્ધના, ભાવલિંગ સિંહા એક; દ્રવ્યલિંગે ભજના કહી...’
આમ કહેવામાં દ્રવ્યલિંગ એટલે કે બાહ્યવેશ ક્રિયાથી મોક્ષસાધકતા થાય કે ન પણ થાય એમ કહ્યું. જ્યારે આંતરિક ભાવ સાધુપણું-નિગ્રંથપણું આવ્યાથી નિશ્ચિત મોક્ષ સાધકતા કહી. પંદર ભેદમાં ભાવલિંગ સિદ્ધિનો એક ભેદ જ ગણ્યો. આમાં કેટલો બધો ભાર આંતરિક સાધના પર મૂક્યો ! શું આ વ્યવહારમૂઢતા છે ? કે સાચી નિશ્ચય-સાવધાની છે ?
(૪) ‘સાચો જૈન' એ પદમાં એઓશ્રી કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org