________________
૧૨૬
નિશ્ચય સાધનામાં શો વાંધો આવવાનો હતો ? નિગ્રંથપણું ક્યાં ખોવાઇ જવાનું હતું ? ઉનોદરીને બદલે પૂરું ભેટ ભરે તોય આત્યંતર સાધુતા-સર્વવિરતિને અને આત્માની આંતરિક જાગૃતિને શું નડવાનું હતું ? શું પૂર્વે અનંતીવાર આવા દૈનિક એક ભોજન અને ઉત્તોદરીના વ્યવહાર નથી પાળ્યા ? જેમ શ્રાવકપણાના પ્રભુભક્તિ-પૂજા, સામાયિક, વ્રત પચ્ચક્ખાણ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અનંતીવા૨ કરી તેમ સાધુપણાની ક્રિયાઓ પણ અનંતીવાર કરી છે તો પછી તમારા મતે તો એ બધી નકામી અને મોક્ષમાર્ગની બહાર છે. તો પછી અહીં કેમ તમારા જ માનેલા મહાશાસ્ત્રમાં એક ભોજનાદિ બાહ્ય ક્રિયા, બાહ્ય વ્યવહાર ઉપર આટલો બધો ભાર મૂક્યો ? શું એ કહેનાર કુંદકુંદાચાર્યનેય તમે વ્યવહારમૂઢ કહેવા તૈયાર છો ? ના, તો પછી સન્માર્ગસ્થ શ્રી સુધર્મા ગણધર મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહારાજને વ્યવહારમૂઢ કહેવાનું ભયંકર પાપ કેમ કરી રહ્યા છો ?
ખરી રીતે તો એ જુઓ કે મહાવિદેહ ક્ષેત્રમાં જઇને ખુદ તીર્થંકરદેવ શ્રી સીમંધર ભગવાનના શ્રીમુખેથી મોક્ષમાર્ગના આદેશને લાવનાર તરીકે તમે માનેલા કુંદકુંદાચાર્યે ઉપર બતાવેલી પ્રવચનસારની ત્રણ ગાથામાં ખરેખર વ્યવહાર પોષ્યો; સંસારના પાપથી બહાર નીકળી જઇ નિગ્રંથ બની એક માત્ર આત્મસ્વરૂપના ચિંતનમાં સમસ્ત જીવનકાળ પસાર કરનારા માટે પણ એ અઠ્ઠાવીસ પ્રકારનો મૂળાચાર અને આવા ઉનોદરી, રાત્રે નહિ પણ માત્ર દિવસે જ ભોજન, રસનિરપેક્ષતા, ઇત્યાદિ બાહ્ય આચાર વ્યવહારો પાળવા આવશ્યક બતાવવા; ન પાળે તો આત્મકલ્યાણ ન થાય એમ સૂચવ્યું; તો પછી જે ગૃહસ્થો સંસારના ભરચક પાપમાં પડ્યા છે, એને શું કોઇ જ શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org