________________
૧૪
નિશ્ચય અને વ્યવહાર બંનેને કારણ કહેવા જોઈએ. બંનેની ઉપયોગિતાને ન્યાય મળવો જોઈએ.
શુદ્ધ અને શુભ બંનેને ઉપયોગી માનવા જ પડે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં કારણ અકારણ બંનેય કહેવું જોઈએ.
ભાવકર્મની જેમ દ્રવ્ય કર્મનીય અસર આત્મા પર માનવી જ રહી.
બાહ્ય ક્રિયાઓ આંતરિક વિરુદ્ધ ભાવપૂર્વક હોય તો નકામી છે, નહિતર કામની છે.
સાચી જૈન શૈલી અતિ ઉદાર અને ગંભીર છે. શુદ્રમતિ એને સમજી ન શકે.
પરસ્પર સાપેક્ષ નયો એ સુનયો - જૈનદર્શન તો નિશ્ચયનયવ્યવહારનય, શબ્દનય-અર્થનય, જ્ઞાનદષ્ટિ-યદષ્ટિ, દ્રવ્યાર્થિકદષ્ટિપર્યાયાર્થિકદષ્ટિ, જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગ વગેરે ઉભયનયને માને છે. એ દ્વન્દ્રમાંના બે નય પૈકી કોઈ એક નયને ખોટો કહેનાર અન્ય નયને એ કુનય-જૂઠોનય કહે છે. દા.ત. વ્યવહારના લોપક નિશ્ચયનયને કુનય કહેવાય છે. ક્રિયામાર્ગનો વિરોધી જ્ઞાનમાર્ગ કુમાર્ગ છે. પરસ્પર સાપેક્ષનયને, અર્થાત્ અન્યના અવિરોધક નયને સુનય કહેવાય છે. એનો અર્થ એ છે કે વ્યવહારનયસાપેક્ષ એ સુનય. એટલા જ માટે આ પ્રસિદ્ધ અતિપ્રાચીન મહર્ષિ વચન છે કે, “કરૂ जिणमयं पवज्जह ता मा ववहार-निच्छए मुयह । एगेण विणा તિત્યુતત્તે રેપ વિUIT” જો જિનમતને અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય બંનેને છોડો નહિ. કેમ કે વ્યવહારના લોપથી તીર્થ (શાસન)નો ઉચ્છેદ થાય છે, અને નિશ્ચયના લોપથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org