________________
(૯૬
તરીકેનો આક્ષેપ કરવો એ કેટલું દ્વેષ અને અજ્ઞાનતાભર્યું છે ? પહેલાં વ્યવહાર સાધના, પછી નિશ્ચયની પ્રાપ્તિ;~ એના તો અનેક દાખલા છે. ચૂલો સળગાવવાના વ્યવહાર પછી રસોઈ શક્ય બને છે. રસોઈના વ્યવહાર પછી ભોજન તૈયાર થાય છે. ભોજન જમવાના વ્યવહાર પછી તૃપ્તિ થાય છે. એમ ધાર્મિક ક્ષેત્રમાં તત્ત્વ સાંભળવાના વ્યવહાર પછી તત્ત્વબોધ થાય છે. જાણેલા તત્ત્વને ખૂબ જચાવવાના વ્યવહાર પછી તત્ત્વશ્રદ્ધા-સમકિત થાય છે. એવા ક્ષાયોપશમિક સમકિતના બહુ અભ્યાસ પછી ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે. એવી જ રીતે સંસારત્યાગનો વ્યવહાર અને ચારિત્રાચારપાલનનો વ્યવહાર કર્યા પછી યથાખ્યાત ચારિત્ર અને વીતરાગદશાનો નિશ્ચય પ્રાપ્ત થાય છે; પણ કાંઈ પહેલેથી વીતરાગી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. એથી પણ આગળ ઠેઠ મોક્ષ સુધી જુઓ તો એજ દેખાશે કે વ્યવહાર પહેલો, અને નિશ્ચય પછી. શુલધ્યાનનો વ્યવહાર આદર્યા પછી ઘાતીકર્મના ક્ષયે કેવળજ્ઞાનીપણાનો નિશ્ચય પ્રાપ્ત થાય છે. યોગો રૂંધવાના અને શૈલેશીકરણના વ્યવહાર પછી નિશ્ચયમતની અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાં પણ આત્મા પરના બાકીના કર્મના નાશનો વ્યવહાર સાધ્યા પછી નિશ્ચય મોક્ષસ્વરૂપ મળે છે. વ્યવહારની સાધના વિના નિશ્ચયની પ્રાપ્તિ ક્યાં શક્ય છે ? અહીં પૂછો કે,
O : જો વ્યવહાર સાધ્યાથી નિશ્ચય પ્રાપ્ત થતો હોય તો આ જીવે આજ સુધી વ્યવહાર તો અનંતીવાર સાધ્યા; તો પછી નિશ્ચય કેમ ન મળ્યો ?
ઉ :– કારણ એ છે કે એ વ્યવહાર નિશ્ચયના લક્ષ્યવાળો વ્યવહાર નહોતો. ‘વ્યવહાર પહેલો’– કહીને અમે એમ નથી કહેતા કે ગમે તેવા વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ થાય; પરંતુ એ કહીએ છીએ કે નિશ્ચયના લક્ષ્યવાળો વ્યવહાર નિશ્ચય તરફ લઈ જાય. છતાં આનો અર્થ એટલોજ કે નિશ્ચયનું લક્ષ્ય (ધ્યેય) જોઈએ, નહિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org