________________
૯૫
ચિત્તમાં રમ્યા કરતી હોય છે, તેથી ભવભ્રમણ સિવાય બીજું શું ફળ આપે ?
ક્રમમાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી કેમ ? :- નિશ્ચયવ્યવહારની સાધનામાં ક્યાં કોને અગત્ય આપવી, એ જેમ જોવું જરૂરી છે, તેમ કઈ કક્ષામાં એ બે પૈકી કઈ સાધના પહેલી કારગત થશે એ પણ લક્ષમાં લેવું આવશ્યક છે. જેમકે, નવા માણસને પહેલાં તત્ત્વ સાંભળવારૂપી વ્યવહારમાં જોડવો પડે છે. એ પણ એકબે, ત્રણ દિવસ સાંભળવા છતાં એને તત્ત્વ સમજાય નહિ, તો વધારે દિવસો સાંભળવાનું કહેવું પડે છે. આ શું છે ? પહેલાં વ્યવહારની સાધના, અને પછી નિશ્ચયની પ્રાપ્તિ. હવે ધારો કે આ નવા આગન્તુકને પહેલેથી જ એમ કહેવામાં આવે કે “શું સાંભળવા આવ્યો છે ? એવા સાંભળવાના વ્યવહાર તો પૂર્વે અનંતીવાર સાધ્યા, પણ કાંઈ વળ્યું નહિ. માટે મૂકી દે સાંભળવાનો વ્યવહાર. નિશ્ચયને સાધ;' તો શું પરિણામ આવે ? નિશ્ચયને જે સમજતોજ નથી, નિશ્ચયનયથી પદાર્થોનું સ્વરૂપ અને વ્યવસ્થા જે જાણતો જ નથી એ નિશ્ચયની શી સાધના કરશે ? ત્યારે એ પૂછશે કે “નિશ્ચય શું છે ?' અર્થાત્ નિશ્ચયને જાણવા માટે પણ એને સાંભળવાનો વ્યવહાર પહેલાં કરવો પડશે. આમ વ્યવહારની સાધના પહેલી અને નિશ્ચયની પછી, એ ક્રમ બને છે.
વ્યવહારૂ દાખલા :- તેથીજ સમર્થ શાસ્ત્રકાર તાર્કિક શિરોમણિ પૂ. ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે “નિશ્ચયનય પહેલે કહે, પીછે કે વ્યવહાર; ભાષાક્રમ જાને નહિ જૈનમાર્ગકો સાર, -નિશ્ચયની સાધના જે પહેલી કહે, અને વ્યવહારની પછીથી કહે, એને ભાષણનોઉપદેશનો ક્રમ નથી આવડતો; એને જૈનપરિભાષાની અને જિને કહેલા મોક્ષમાર્ગના રહસ્યની જ ખબર નથી.” આમાં એઓશ્રી શું ખોટું કહે છે ? આને સમજયા વિના જ એઓશ્રી પર વ્યવહારમૂઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org