________________
૧૩૪
(૮) સમયસાર ગાથા ૮૦માં લખે છે કે, 'जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमति । पुग्गलकम्मणिમિત્ત તદેવ નીવો વિ પળમફ ।।' જીવના પરિણામ (પર્યાય)થી કાર્મણ વર્ગણાના પુદ્ગલો કર્મરૂપે પરિણામ પામે છે અને પુદ્ગલ કર્મના નિમિત્તે તેમજ જીવ પણ પરિણામ પામે છે.' આમાં કેટલો બધો સ્પષ્ટ નિમિત્તપ્રભાવ સૂચવ્યો છે ! કેવું સૂચવ્યું કે જીવ અને કર્મ પરસ્પરને પોતાના તે તે પરિણામ તરફ દોરે છે. ઉપાદાન એકલાથી કાંઇ થતું નથી. નિમિત્તની સહાયથી થાય છે, તેથી જ શ્વેતાંબર શાસ્ત્રો અશુભ નિમિત્તથી આઘા રહી શુભ નિમિત્તને ખૂબ જ સેવવાનું કહે છે. આત્મા ભલે ઉપાદાનકારણ એટલે કે મુખ્ય કારણ હોય, પરંતુ એના પર નિમિત્તની અસર છે. એના ઉપર પરદ્રવ્યની, પરદ્રવ્યના પર્યાયની અસર થાય છે. તેથી જ અશુભોપયોગના નિમિત્તભૂત સ્થાનો છોડી શુભોપયોગના સ્થાન સેવવાની મોટી જરૂર છે. એટલે જ દાન, શીલ, તપસ્યા, ત્યાગ, વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધ, પ્રભુભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો આ બધાની ૫૨મ આવશ્યકતા છે. એને ઊડાવવામાં એ હેતુ બતાવવો કે બાહ્ય નિમિત્ત કે પરદ્રવ્ય આત્મા પર કશું કરી શકતું નથી, એ ઉપરની ગાથાની તાત્પર્યથી કેટલું બધું વિરુદ્ધ છે ?
(૯) હા, જેમ સમયસારની આગળ ગાથા ૮૧માં કહે છે કે, ‘વિ ાફ મ્મમુળે નીવો, માંં તહેવ નીવમુખે સોનિમિત્તેન ટુ રામ નાળ ટોનૂં પિ' અર્થાત્ જીવ કર્મના ગુણ નથી કરતો, કર્મ જીવના ગુણ નથી કરતો; છતાં અન્યોન્યના નિમિત્તના આધારે બંનેમાં પરિણામ થાય છે; તેમજ શ્વેતાંબર શાસ્ત્રો કહે છે એ કાંઇ એમ નથી કહેતા કે પુદ્ગલના ગુણ જીવમાં પેસી જાય છે, અગર જીવના ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org